Translate

Search This Blog

Saturday, December 24, 2011

માનસ ભગત શિરોમણિ


રામ કથા

માનસ ભગત શિરોમણિ

વિરપુર (જલારામ) ગુજરાત



તારીખ ૧૦-૧૨-૨૦૧૧ થી તારીખ ૧૮-૧૨-૨૦૧૧



મુખ્ય ચોપાઈ

નારદ જાનેઉ નામ પ્રતાપૂ        l

જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપૂ         ll

નામુ જપત પ્રભુ કીન્હ પ્રસાદૂ       l

ભગત સિરોમનિ ભે પ્રહલાદૂ       ll

..........................................બાલકાંડ ૧-૨૫/૩

નારદજી નામજપનો પ્રતાપ જાણે છે. જગતને શ્રિહરિ પ્રિય છે. તથા શ્રીહરિને  અને શંકરજીને  બંનેને

નારદજી પ્રિય છે. નામજપથી પ્રભુએ કૃપા કરી એટલે પ્રહ્‌લાદજી ભક્તોના શિરોમણિ બની ગયા છે.




શનિવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






રવિવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






સોમવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧





મંગળવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






બુધવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






ગુરુવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






શુક્રવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






શનિવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧






રવિવાર, તારીખ ૧૦-૧૨-૨૦૧૧


માનસ વિવેક


રામ કથા

માનસ વિવેક

કોલકત્તા

તારીખ ૨૧-૧૧-૨૦૧૧ થી તારીખ ૨૯-૧૧-૨૦૧૧



1
સોમવાર, તારીખ ૨૧-૧૧-૨૦૧૧



2
મંગળવાર, તારીખ ૨૨-૧૧-૨૦૧૧



3
બુધવાર, તારીખ ૨૩-૧૧-૨૦૧૧



 4
ગુરુવાર, તારીખ ૨૪-૧૧-૨૦૧૧



5
શુક્રવાર, તારીખ ૨૫-૧૧-૨૦૧૧



6
શનિવાર, તારીખ ૨૬-૧૧-૨૦૧૧



7
રવિવાર, તારીખ ૨૭-૧૧-૨૦૧૧



8
સોમવાર, તારીખ ૨૮-૧૧-૨૦૧૧





9
મંગળવાર, તારીખ ૨૯-૧૧-૨૦૧૧

માનસ સારનાથ


રામ કથા

માનસ સારનાથ

વારાણસી

તારીખ ૨૯-૧૦-૨૦૧૧ થી તારીખ ૦૭-૧૧-૨૦૧૧

1
શનિવાર, તારીખ ૨૯-૧૦-૨૦૧૧










2
રવિવાર, તારીખ ૩૦-૧૦-૨૦૧૧










3
સોમવાર, તારીખ ૩૧-૧૦-૨૦૧૧





4
મંગળવાર, તારીખ ૦૧-૧૧-૨૦૧૧








5
બુધવાર, તારીખ ૦૨-૧૧-૨૦૧૧










6
ગુરુવાર, તારીખ ૦૩-૧૧-૨૦૧૧










7
શુક્રવાર, તારીખ ૦૪-૧૧-૨૦૧૧










8
શનિવાર, તારીખ ૦૫-૧૧-૨૦૧૧








9
રવિવાર, તારીખ ૦૬-૧૧-૨૦૧૧

Tuesday, October 18, 2011

માનસ દેહોત્સર્ગ

રામ કથા

માનસ દેહોત્સર્ગ



સોમનાથ

ગુજરાત

તારીખ ૮ ઑક્ટોબર, ૨૦૧૧ થી તારીખ ૧૬ ઑક્ટોબર, ૨૦૧૧



મુખ્ય ચોપાઈ
જબ જદુબંસ કૄષ્ન અવતારા    l

હોઈ હિ હરન મહા મહિભારા     ll

કૃષ્ન તનય હોઇહિ પતિ તોરા    l

બચનુ અન્યથા હોઇ ન મોરા    ll



બાલકાંડ ૮૭/૧



જ્યારે યાદવ કૂળમાં કૃષ્ણાવતાર થશે, જે પૄથ્વી પરનો મહા (પાપનો) ભાર હરનાર હશે, ત્યારે કૃષ્ણનો પુત્ર તારો પતિ થશે. મારું વચન મિથ્યા નહિં થાય.



શનિવાર, તારીખ ૮ ઑક્ટોબર, ૨૦૧૧
પૂર્ણાવતાર શ્રી કૄષ્ણે આપણને સંદેશ, ઉપદેશ  અને આદેશ દ્વેષ મુક્ત રીતે આપ્યો છે.

ભગવાન શંકરે બે સ્ત્રી પાત્રોને - પાર્વતી અને રતી - કથા સંભળાવી છે.

શિવજી રામ કથા અને કૄષ્ણ કથાના વક્તા છે.

શ્રોતામાં રતી ન હોય તો કથા જામે જ નહિં, રસ ન પડે.

ધર્મ એ છે જે આપણામાં સુષુપ્ત અવસ્થામાં રહેલ આનંદને પ્રગટાવે છે, આનંદને માણવાનો મોકો પેદા કરે છે.

હરિ કૃપા થાય તો જ ગાવાનું મળે, ગાઈ શકાય.

વાલ્મીકિ આદિ કવિ છે અને મહાદેવ અનાદી કવિ છે.





રવિવાર, તારીખ ૯ ઑક્ટોબર, ૨૦૧૧




 



સોમવાર, તારીખ ૧૦ ઑક્ટોબર, ૨૦૧૧

 



મંગળવાર, તારીખ ૧૧ ઑક્ટોબર, ૨૦૧૧

 



બુધવાર, તારીખ ૧૨ ઑક્ટોબર, ૨૦૧૧

 



ગુરુવાર, તારીખ ૧૩ ઑક્ટોબર, ૨૦૧૧

 



શુક્રવાર, તારીખ ૧૪ ઑક્ટોબર, ૨૦૧૧

 

 


શનિવાર, તારીખ ૧૫ ઑક્ટોબર, ૨૦૧૧

 



રવિવાર, તારીખ ૧૬, ઑક્ટોબર, ૨૦૧૧

Saturday, October 1, 2011

મા જગદંબાની આરતીનો આઘ્યાત્મિક ભાવાર્થ

 Source Link: http://www.gujaratsamachar.com/20110922/purti/dharmalok/dharma8.html
Courtesy : The management of Gujarat Samachar Gujarati daily and its writer Shree મહેશચંદ્ર ર. ભટ્ટ

મા જગદંબાની આરતીનો આઘ્યાત્મિક ભાવાર્થ

દરેક માનવ માત્રમાં રહેલાં ષડ ચક્રોના જાગરણ-ઘ્યાન-ભેદન દ્વારા દરેક જીવ માત્ર દુર્બુદ્ધિ-મહિષાસુરનું મર્દન કરીને જીવની ઊર્ઘ્વગતિ પ્રાપ્ત કરી શકે છે. અને એ માટે મા જગદંબાની ભક્તિ દ્વારા કૃપા દ્રષ્ટિ મેળવવી પડે છે
આદ્યશક્તિ મા જગદંબાની આરતીના રચયિતા શ્રી શિવાનંદ સ્વામી છે, તેમને જ્યારે મા અંબાજીનો સાક્ષાત્કાર થયેલો તે જ સમયે આ આરતીનો ઉદગમ થયેલો એમ કહેવાય છે. આ આરતીના સાદા શબ્દોમાં ગુણગાન ગાયા છે, પરંતુ એ શબ્દોમાં ગહન અર્થ ઉપદેશ સમાયેલો છે, જે મારી અલ્પમતિ અનુસાર રજૂ કરી રહ્યો છું.

જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા પડવે પ્રગટ્યા મા

(૧) પ્રથમ પંક્તિમાં ઃ- અખિલ બ્રહ્માંડમાં એક તુ શ્રી હરિનો ભાવાર્થ સમાયેલ છે. નિજ શરીરમાં એક આત્મા સ્વરૂપે બિરાજી રહેલ છે, એજ શક્તિ મા જગદંબા જેમનું નવરાત્રીમાં પ્રથમ દિને પ્રગટ્ય થયું છે. આપણા ધર્મ અનુસાર જીવનમાં ૧૬ સંસ્કારોમાંનો એક સંસ્કાર - જે આપણો જન્મદિવસ.

દ્વિતિયા બેય સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર મા

(૨) બીજી પંક્તિમાં ઃ- એમાં દ્વૈતવાદ અને અદ્વૈતવાદ બંનેનો શુભ સમન્વય છે. શિવ શક્તિ સ્વરૂપે બિરાજેલ મા અંબા જે ભિન્ન છે છતાં અભિન્ન છે. જીવ આત્મા જે શક્તિ છે, તેનું શિવ સાથેનું જોડાણ કાયમ રાખવાનું છે. જીવ એજ શિવ છે એવી અનુભૂતિ કરવાની છે. શિવ કલ્યાણકારી છે. સારા કર્મ દ્વારા આપણું તથા અન્યોનું કલ્યાણ કરવાનું છે. સિદ્ધિદાતા શ્રીગણેશ પરમપિતા બ્રહ્મા અને હર કહેતાં શિવ - હરિ કહેતાં વિષ્ણુ એ સૌની કૃપા થકી જ સાધના, સિદ્ધિ, સાહસ પ્રાપ્ત કરવાના છે. શ્રી ગણેશ બુદ્ધિદાતાનું સ્થાન મગજમાં, શ્રી બ્રહ્મા ઉત્પન્ન કરનારાનું સ્થાન પેટમાં નીચે, તથા શ્રી વિષ્ણુ હરિનું સ્થાન પાચન અવયવોમાં તથા શ્રી હરશિવનું સ્થાન છાતી હૃદયમાં હોય છે. તેમને સ્મરીને તેમના સ્થાનોનું જતન પોષણ કરવાથી જ શક્તિ સિદ્ધિ કલ્યાણ સાંપડે છે.

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠાં
ત્રયા થકી તરવેણી તું તરવેેણી માં

(૩) ત્રીજી પંક્તિમાં ઃ- જેમાં ત્રણેય ભુવનનો - ત્રિવેણીનો ઉલ્લેખ છે. ત્રિભુવન એટલે પાતાળ, પૃથ્વી, સ્વર્ગ ત્રણે લોક-મગજ મસ્તક એ સ્વર્ગ લોકનું પ્રતિક છે, ધડ-પેટ સુધીનો ભાગ અ પૃથ્વીલોક છે, અને પેટથી પગ સુધીનો નીચેનો ભાગ એ પાતાળ લોક છે. જેના દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. આ ત્રણેય લોક શુદ્ધ રહે તો જ તેમાં દૈવી શક્તિ વાસ કરે. ત્રિવેણી એટલે ત્રણ નાડી ઇંડા-પંિગલા-સુષૃણા, ત્રણે નાડીનું શોદ્યન થયું હોય, શ્વાસ-ઉચ્છવાસની ગતિ નિયમિત હોય, ત્રણેય નાડી ઉપર મનનો કાબુ હોય, તો જ જીવન ઘ્યાન દ્વારા એત્રિવેણીમાં સ્નાન કરી શુદ્ધ થાય, આત્મજ્ઞાન પ્રાપ્ત કરે કે જ્યારે દૈવી શક્તિની પણ કૃપા દયા હોય.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા
ચાર ભુજા ચૌ દિશા, પ્રગટ્યા દક્ષિણ મા

(૪) ચોથી પંક્તિમાં ઃ આ શરીરનું મઘ્યબંિદુ નાભિ છે. ચાર દિશાઓમાં શરીરના અંગો, જેમકે પૂર્વ એટલે મગજ-મસ્તકનું. સ્થાન, પશ્ચિમ એટલે ગળાથી-દ્યડથી પગ સુધીનું સ્થાન, ઉત્તર એટલે જમણા હાથ તરફનું અડઘું અંગ જેમા હૃદય, ડાબું ફેફસું, હોજરીનું સ્થાન વિગેરે. આ બધી જ દિશામાંથી શરીરમાં બધા જ અંગોને ઉર્જા શક્તિ મળે છે. કે જ્યારે આ બધાં જ અંગો સાફ સુથરા રહે, નિયમિત પણે કાર્યરત રહે તે માટે આ જીવે યમ નિયમનું પાલન કરવું પડે. સ્વસ્થ તન સ્વસ્થ મન હશે તોજ સારા વિચારો કે સારા કાર્યો થશે. તો જ ઈશ્વરી દૈવી શક્તિ રાજી રહે. સ્ને જે દક્ષિણમાં રહેલ હૃદય-માનવ મંદિરમાં પ્રગટ થાય તો જ કરુણા, પ્રેમ, ભક્તિ, સાધના જેવા ગુણો વિકસે. એ દ્વારા જ દૈવી શક્તિ બ્રહ્માંડ વ્યાપી બની રહે, બની શકે. નાભિથી ઉપર ગળા સુધીના ધડ ભાગમાં શ્રી હરિનો વાસ હોય, જેની સાથે શ્રી લક્ષ્મી કે મહાલક્ષ્મી સ્વરૂપે દેવીને ત્યાં હૃદયમાં બીરાજવું જ પડે. પૂર્વ દિશા-મનુષ્યનો-જીવમાત્રનો જન્મ જીવનનો ઉદય-સૂર્યોદય સૂર્ય આત્માકારક ધર્મમય આદ્યાત્મમય દિવ્ય જીવન બનાવવું હોય તો પૂર્વ દિશાના અંગોને સાધનાથી ઉજ્જવળ બનાવો. પશ્ચિમ દિશા એટલે સૂર્યાસ્તની દિશા જીવનનો ઉત્તરાર્ધ-સૂર્યાસ્ત એને પણ સારો ઉજ્જવળ બનાવવો હોય તો પશ્ચિમ દિશાએ પીઠ રાખી યોગ્ય સાધના કરવી જ રહી. બાકીની બંને દિશામાં રહેલા અંગો પણ જ્યારે નિયમિત કાર્યો કરી ના શકે તો પછી પશ્ચિમના અંગો પણ પોતાનું કાર્ય સારી રીતે કરી ના શકે. પગ, ધુંટણ, જનેન્દ્રિય કેડ, કમર વિગેરે કાર્યશક્તિ નબળી રહે, અંગો શિથિલ બને, પથારીવશ થવાય અને દેહનો અંત થાય.

પંચમી પંચ ૠષિ પંચમ ગુણ પદમા
પંચ તત્ત્વ ત્યાં સોહિએ પંચે તત્ત્વો મા

(૫) પાંચમી પંક્તિમાં ઃ- યોગાનુયોગ જુઓ કે આ પાંચમી પંક્તિમા જ પંચપ્રાણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, અને પંચ તત્ત્વની વાત કરવામાં આવી છે. પંચૠષિ એટલે પાંચ કર્મેન્દ્રિયો, પંચ ગુણ પદમા એટલે પાંચ જ્ઞાનેન્દ્રિયો, અને પંચ તત્ત્વ એટલે આકાશ, પૃથ્વી અગ્નિ, વાયુ અને જળ. ષંચ સહસ્ત્ર એટલે પાંચ પ્રાણો જેવા કે પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વાયાન જેટલાં પ્રાણનો નિગ્રહ થઈ શકે તે દરેકના ૧૦૦૦ આયામ કરવાથી પાંચ સહસ્ત્ર શ્વાસોશ્વાસથી દેહનું મનનું શુદ્ધિકરણ થાય છે. જેમાં અંબા કૃપા અને ભક્તિથી જ સિદ્ધ થાય છે.

ષષ્ટી તું નારાયણી મહિષાસુર માર્યો
નર-નારીના રૂપે વ્યાપ્યા સઘળે મા

(૬) ષષ્ટી પંક્તિમાં ઃ- દરેક માનવ માત્રમાં રહેલાં ષડ ચક્રોના જાગરણ-ઘ્યાન-ભેદન દ્વારા દરેક જીવ માત્ર દુર્બુદ્ધિ-મહિષાસુરનું મર્દન કરીને જીવની ઊર્ઘ્વગતિ પ્રાપ્ત કરી શકે છે. અને એ માટે મા જગદંબાની શક્તિ દ્વારા કૃપા દ્રષ્ટિ મેળવવી પડે છે. જે હર માનવે દેહમાં શિવ શક્તિ રુપે બીરાજી રહેલ છે. સમસ્ત વિશ્વમાં વસી રહેલ દરેક જીવાત્મા નર નારી સ્વરૂપે મા જગદંબા જ છે. એમ પ્રણિત કરવું જ રહ્યું.

સપ્તમી સપ્ત પાતાળ સંઘ્યા સાવિત્રી,
ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા

(૭) સાતમી પંક્તિમાં ઃ- જેમાં સપ્ત પાતાળ યાને કે સપ્તલોકની તથા તેમના અઘિષ્ઠાતા દેવ-દેવીની વાત જણાવાય છે. સપ્તલોક આપણાં દેહમાં આપણા કાર્યરતમાં જ સમાયેલા છે. જેમ કે ભૂઃ, ભુવઃ, સ્વઃ, મહઃ, જનઃ, તપઃ, અને સત્ત્યમ જેના અઘિષ્ઠાતા ગૌરી, ગૌ, ગંગા, ગીતા, ગાયત્રી, સંઘ્યા સાવિત્રી છે. જેનું વિશિષ્ટ વિવરણ નીચે મુજબ છે.
(ક) ભૂઃ-સ્વર્ગલોક- આકાશતત્ત્વ અઘિષ્ઠાતા સાવિત્રી, સૂર્ય ઉપાસના દ્વારા સતિ સાવિત્રીએ સત્ત્યવાન માટે જીવનદાન મેળવ્યું હતું યાને કે જીવની અધોગતિમાંથી ઊઘ્વગતિ તરફ જવા માટે કેવળ એકમાત્ર, સૂર્ય-સાવ્તિરી ઉપાસના જ મહત્ત્વની છે.
(ખ) ભુવઃ- મર્ત્યલોક-પૃથ્વી તત્ત્વ જીવનો મઘ્યાહન સમય-અઘિષ્ઠાતા ‘સંઘ્યા’ ત્રિકાળ સંઘ્યા, સંઘ્યા વંદન, જપ ઘ્યાન કરવાથી જીવનની ત્રણેય અવસ્થામાં ક્રમશઃ સુધારો થવાથી જીવનું મુક્તિ માર્ગે પ્રયાણ થાય.
(ગ) સ્વ.ઃ- પાતાળલોક - (જીવન અધોયગતિનું ઘોતક) અઘિષ્ઠાતા ગૌ-ગાય જેમાં ત્રેતીસ કરોડ દેવતાઓનો નિવાસ ગંણાય છે. ગૌવંદન, પૂજન એટલે પશુધનની રક્ષા-ગૌ નો બીજો અર્થ દોહન જીવાત્માએ પોતે કરેલા પાપનું વિવેચન કરી સર્વ સાથે સમભાવ રાખી સારા આચાર વિચાર, કર્મો, ભક્તિનું દોહન કરે જેથી અધોયગતિમાંથી મુક્ત થાય. સ્વનો બીજો અર્થ પોતાનું જીવ પોતાનામાં જ મગ્ન રહે પોતાને સ્વ ને ઓળખે-જાણે સમજે તો ચોક્કસ જીવમાત્રની ઊર્ધ્વગતિ થાય જ થાય.
(ઘ) મહ ઃ- મન આત્માલોક, માનસિકતા પ્રખર કરવી. અઘિષ્ઠાતા ગંગા-પવિત્રા મન ને પવિત્ર કરવું આતમને ઉજાળવો, દિલમાં દિવો કરવો. જેમ સ્વર્ગમાંથી ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું તેમ મન દ્વારા ભગીરથ પવિત્રતા જાળવવી.
(ચ) જનઃ- જનતા જનેતા ઃ અઘિષ્ઠાતા ગાયત્રી-માની, ગાયત્રીની ઊપાસના કરવી. જેના આશિર્વાદ, કૃપાથી લોક કલ્યાણના કાર્યો થઈ શકે. રિદ્ધિ-સિદ્ધિ મળે જેમાંથી લોક કલ્યાણના કાર્યો કરવાં.
(છ) તપઃ- ઈન્દ્રિય નિગ્રહ-અઘિષ્ઠાતા ગૌરી પાર્વતી, જેમણે તપ કરીને શ્રી શિવજીને મેળવ્યા, જન્મો જન્મ શિવ શક્તિનું મિલન, જ્યારે તપની આવશ્યકતા જીવ અને શિવનું ઐક્ય સધાય.
(જ) સત્ત્યમ ઃ- સત્ત્યોલક-અઘિષ્ઠાતા ગીતા-એકનિષ્ઠતા, સત્ત્યતા સાતત્ત્યતા કર્મ, જ્ઞાન, ભક્તિ, યોગ દ્વારા સત્ત્યનું ધારણ કરવું.

અષ્ટમી અષ્ટ ભુજા આઇ આનંદ મા
સુરિવર મુનિવર જનમ્યા દેવે દૈત્ત્યો મા

(૮) આઠમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં માતાજીને આનંદ સ્વરૂપા કહ્યાં છે. આઠ દિશાઓનાં અઘિષ્ઠાત્રી અષ્ટભુજામાં ધારણ કરેલાં વિવિધ પ્રકારનાં આયુઘોથી અષ્ટ દિશાનું-તે સ્થાનનું રક્ષણ કરે છે. મનુષ્ય દેહમાં પણ અષ્ટ દિશા છે. જે તે દિશામાં વાસ્તુ પુરૂષના અંગો રહેલા છે. વાસ્તુ પુરૂષ સ્વરૂપ માનવ દેહનું, પૂર્ણ શરીરનું અષ્ટભુજાના આયુધો દ્વારા આસુરી તત્વોથી અનિષ્ઠ તત્વોથી સર્વ અંગોનું રક્ષણ થાય છે. અને આ રક્ષણ કર્મ-મન-વચનની શુદ્ધતા દ્વારા જ શક્ય બને. દેવો દ્વારા મુનિવર તથા દૈત્યો દ્વારા સુરનર ઉત્પત્તિ થયેલ છે. મુનિવર જે મનની સ્થિરતાથી બળવતાની અને સુરનર જે શારીરિક તનથી બળવાન હોય છે. જેથી અષ્ટરિપુનો નાશ અને સદગુણોનો ઉદય થાય છે.

નવમી નવ કુળ નાગ સેવે નવ દુર્ગા મા
નવરાત્રીના પૂજન શીવરાત્રીના અર્ચન કીધા હર બ્રહ્મા

(૯) નવમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં જણાવેલ છે કે નવકુળનાગ નવદુર્ગાની પૂજા કરે છે. સાથે નવરાત્રીનું પૂજન શીવરાત્રીના અર્ચનની મહતા દર્શાવી છે. નવદ્યા ભક્તિ દ્વારા નવજાતનાં દોષોનો-વિષોનો નાશ કરીને નવદુર્ગા યાને શરીરમાં રહેલ નવકિલ્લા, નવ દ્વારની શુદ્ધતા દ્વારા જ નવશક્તિનું સર્જન થાય છે. નવગુણા ભક્તિ થાય છે. શક્તિ સ્વરૂપા માતાજીની નવરાત્રી તથા કલ્યાણકારી શિવની પ્રાપ્તિ માટે શિવ શક્તિની કૃપા માટે જીવને શિવમાં એકાકાર કરવા માટે મહારાત્રી કાળરાત્રીમાં શિવશક્તિના પૂજન અર્ચન કરવાથી જ જીવાત્માને મુક્તિ મળે છે. શિવ સ્વરૂપમાં એકાકાર થાય છે. અને આ પુજન અર્ચન જીવાત્માના-મનુષ્યના સર્જન વેળાએ શ્રી બ્રહ્માજી પણ કરે છે. અને મનુષ્યના જીવનની ઊર્ઘ્વગતિ માટે હરશીવ પણ શક્તિ ઊપાસના કરે છે.

દશમી દશ અવતાર જય વિજયા દશમી મા
રામે રામ રમાડ્યા રાવણ રોળ્યો મા

(૧૦) દશમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં દશાવતારોની વાત છે. વિજયાદશમીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણનો સંહાર કર્યો હતો. અસુરી શક્તિ પર વિજય મેળવ્યો હતો. આ રીતે દશેરાના દિવસે આપણી ૧૦ જ્ઞાનેન્દ્રિય દ્વારા, વિચાર વાણી વર્તન દ્વારા પેદા થતાં અસુરોનો સંહાર કરવાનો છે. એ આપણી ઇંન્દ્રિયો પર વિજય મેળવીને જીવનને ઊર્ઘ્વગામી બનાવવાનો સંદેશ છે.

એકાદશી અગિયારસ કાત્યાયની કામા મા
કામદુર્ગા કાલિકા શ્યામા ને રામા

(૧૧) અગિયારમી પંક્તિ ઃ- આ પંક્તિમાં ઉપવાસ, જપ, તપ, વ્રત, મૌન દ્વારા સપ્તમાતૃકાની ભક્તિ કરવા જણાવ્યું છે. જે અનુક્રમે સોમવારથી રવિવાર પ્રમાણે અઘિષ્ઠાતા તરીકે કાત્યાયની, કામાખ્યા કામેશ્વરી, દુર્ગા, કાલિકા, શ્યામા અને રામા ગણાય છે. આઘ્યાત્મિક રીતે જોતાં મન, વચન, કર્મ દ્વારા ભક્તિ કરીને સાતેય દિવસ, આખુંય વર્ષ-આખી જીંદગી દરમ્યાન આપણાં દેહનાં મુખ્ય સપ્ત દ્વારોની શુદ્ધિ કરીને ઈશ્વર પરાયણ રહેવું.

બારશે બાળા રુપ બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહિએ, કાળ ભૈરવ સોહિએ તારા છે તુજ મા

(૧૨) બારમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં બટુક ભૈરવ એટલે કે સાત્ત્વિક ઊપાસના માતાજીનાં બાળ સ્વરૂપની કરવી એવું વિધાન છે.

તેરશે તુળજા રૂપ તમે તારુણી માતા મા
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ ગુણ તારા ગાતાં

(૧૩) તેરમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં તુળજા સ્વરૂપ મા જગદંબા - જે ભાવ તારિણી છે તેમની આરાધના કરવાનો નિર્દેશ છે. કારણ સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સદાશિવ ત્રિદેવ પણ મા તુળજા ભવાનીની આરાધના કરતાં હોય તો પછી આપણે પામર માનવીએ આરાધના કરવી જ જોઈએ.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા મા
ભાવ ભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કાંઈ આપો, સિંહવાહિની માતા

(૧૪) ચૌદમી પંક્તિમા ઃ- આમ તો મા જગદંબા ના નવ સ્વરૂપો જ વિખ્યાત છે. તેમ છતાં વિવિધ રીતે તેઓ ચૌદ સ્વરૂપમાં વિરાજે છે. જે આઘ્યાત્મ રીતે માનવામાં આવતાં ૧૪ લોક (બ્રહ્માંડ)ના અઘિષ્ઠાત્રી છે. જેમાં સપ્ત પાતાળ અને સપ્ત ઊર્ધ્વલોક છે. જે આપણાં દેહમાં જ સમાયેલા છે. જેમાં સાત ચક્રોનો પણ સમાવેશ થાય છે. જેની વિસ્તૃત સમજુતી ૭મી પંક્તિના વિવરણમાં આપેલ છે. એમને સદા જાગૃત રાખવા, ચૈતન્ય સભર રાખવાં ‘‘મા’’ની કૃપા જોઈએ. તેમની ભાવપૂર્ણ ભક્તિ કરવાની શક્તિ જોઈએ. અને એજ ભાવ ભક્તિની માંગણી આ પંક્તિમાં દર્શાવી છે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા મા
વશિષ્ઠ દેવે વખાણ્યા માર્કડ મુનિએ વખાણ્યા ગાઈ શુભ કવિતા

(૧૫) પંદરમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં પૂનમના કુંભની વાત છે. પૂનમનો ચંદ્રમા પૂર્ણ કળાએ હોય છે. આપણે દેહ એ પૂર્ણ કુંભ છે. જેવાં કે સદગુણો, ભક્તિ-ભાવના, ઉપાસના કરીએ તો જ આપણી કરુણાસભર પ્રાર્થના કરવાના, વિનંતી કરવાનાં, અધિકાર પ્રાપ્ત કરીએ. આપણો દેહ, મન આવા સદકાર્યો, વિચારો, વાણીથી પૂનમના ચાંદ જેવો, પૂર્ણિમાની ચાંદની જેવો પ્રકાશિત કરીએ. શ્રી વશિષ્ઠ મુનિ શ્રી માર્કડેય મુનિ પણ પૂર્ણ દેહથી, મનથી જ માની સ્તુતિ કરી શક્યાં હતાં.

સંવત સોળ સત્તાવન સોળસે બાવીસ મા
સવંત સોળે પ્રગટ્યાં રેવાને તીરે

(૧૬) સોળમી પંક્તિમાં ઃ- આ પંક્તિમાં સવંત ૧૬૫૭ (વિક્રમ), સંવત ૧૬૨૨ શાલિવાહન અને સંવત ૧૬ એ પ્રગટ્યાં (ઇ.સ.૧૬૦૦) રેવાને તીરે (૪૧૧) વર્ષ પહેલાં આ સમયે આ આરતીના રચયિતાં શિવાનંદ સ્વામીને માતાજીનો પાદુર્ભાવ સાક્ષાત્કાર થયેલો અને તે પણ નર્મદા કિનારે. આ આરતીના ગાન શ્રવણ થકી સૌનું કલ્યાણ થશે. સૌનાં મનોરથો પુરા થશે. એમ જણાવ્યું છે. એટલે આપણે મા મય, શક્તિમય બનીએ, પુરૂષાર્થ કરીએ, જીવન જીવવાની રીતે જીવીએ તો આપણો ઉદ્ધાર નિશ્ચિત જ છે. એમ આ પંક્તિમાં કહેવાનો આશય છે.

- મહેશચંદ્ર ર. ભટ્ટ

Thursday, September 29, 2011

માનસ મૄત્યુ

રામ કથા - ૭૦૧

માનસ મૄત્યુ

Whitlam Leisure Centre
Memorial Avenue Liverpool
NSW
Sydney (Australia)

તારીખ ૧૭, સપ્ટેમ્બર, ૨૦૧૧ થી તારીખ ૨૫, સપ્ટેમ્બર, ૨૦૧૧

મુખ્ય ચોપાઈ

માતુ મૄત્યુ પિતુ સમન સમાના l

સુધા હોઇ બિષ સુનુ હરિજાના ll

અરણ્યકાંડ ........... ૧

હે ગરુડજી સાંભળો, એને તો મા મૄત્યુ સમી પિતા યમરાજ જેવા અને અમૄત ઝેર જેવું બની જાય છે.


અલ્પમૄત્યુ નહિં કવનિઉ પીરા l

સબ સુંદર સબ બિરૂજ સરીરા ll

ઉત્તરકાંડ ...... ૨૦

નાની વયમાં મૄત્યુનું કે કશી તકલીફનું નામનિશાન નથી. બધા સુંદર સૌષ્ઠવવાળા અને નીરોગી શરીરવાળા છે.








Sunday, August 28, 2011

માનસ સાતસો


રામ કથા - ૭૦૦
માનસ સાતસો
કૈલાશ ધામ. માનસરોવર
તારીખ ૨૨ ઑગષ્ટ, ૨૦૦૧૧ થી તારીખ ૩૦ ઑગષ્ટ, ૨૦૧૧
મુખ્ય ચોપાઈ
પરમ રમ્ય ગિરિવરૂ કૈલાસુ
સદા જહાં સિવ ઉમા નિવાસુ
જો યહ પઢે હનુમાન ચાલિસા
હોઈ સિદ્ધિ સાખી ગૌરીસા



આત્મા ત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં
પૂજા તે વિષયોપભોગરચના નિદ્રા સમાધિસ્થિતિઃ ।
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો
યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શમ્ભો તવારાધનમ્ ॥૪॥

જે શંકરજી, મારી આત્મા આપ છો. મારી બુદ્ધિ આપની શક્તિ પાર્વતીજી છે. મારા પ્રાણ આપના ગણ છે. મારું આ પંચભૈતિક શરીર આપનું મંદિર છે. સંપૂર્ણ વિષય ભોગની રચના આપની જ પૂજા છે. હું જે નિદ્રા લઊ છું તે આપની ધ્યાન સમાધિ છે. મારું ચાલવું-ફરવું આપની પરિક્રમા છે. મારી વાણીથી નિકળેલ પ્રત્યેક ઉચ્ચારણ આપના જ સ્તોત્ર અને મંત્ર છે. આ પ્રકારે, હું આપનો ભક્ત, જે કોઈ કર્મ કરું છું, તે આપની આરાધના જ છે પ્રભુ.


વાસ્તવમાં કૈલાસ ૩ છે, સ્થુલ કૈલાસ,
જેનામાં નીચે પ્રમાણેના ૪ ગુણ- તત્વ હોય તે ગુરૂ છે, તેને વંદન કરવાનું ન ચૂકવું જોઈએ.
શંકરને કૈલાશ પ્રિય છે કારણ કે કૈલાસમામ ૪ વસ્તુ - ગુણ છે.
૧ કૈલાસને ઊંચાઈ છે અને ત્યાં કોઈ જઈ શક્યું નથી. - untouched છે.
શંકરનો વિશ્રામ કક્ષ કૈલાસ છે.
‌સદ્‌ગુરૂને નબળું માફક ન આવે.
૨ કૈલાસ સ્થિર છે, અચલ છે.
સદ્‍ગુરૂ પણ સ્થિર હોય, તે કદી ધૈર્ય ન ગુમાવે.
૩ કૈલાસ શીતલ છે.
સદ્‌ગુરૂ શીતલ હોય.
શંકરને શીતલતા પ્રિય છે.

Booklet in Hindi


Booklet in English

Sunday, July 31, 2011

માનવ સંસાધનનું પંચતંત્ર

  1. બોધ: બધા પોતપોતાની રીતે નિર્ણય લે તે જુથ કહેવાય. બધા એક નિર્ણયને અનુસરે તે ટીમ કહેવાય. ટીમવર્કથી જ ધ્યેય હાંસલ થઇ શકે. બીજી વાત, ઉંદર ‘મારો’ નહોતો (કબૂતર નહોતો), પણ આ કામ માટે ‘સારો’ જરૂર હતો. માટે ‘મારો’ નહીં, ‘સારો’ માણસ પસંદ કરો.
  2. બોધ: મેનેજરો અને ઉદ્યોગપતિઓનો ‘સ્વ’નો ખ્યાલ વિકસિત હોય છે. તમારી આજુબાજુ યસ સર કહેનારા ટોળે મળી જાય છે અને ખુશામત કરી પોતાનું કામ કઢાવી જાય છે. કારણ વગરની ખુશામત કરનારાઓથી કાયમ સાવધ રહેવું. આવા ખુશામતિયાઓ પોતાનું હિત માત્ર નથી સાધતા, આપણા મોંનો કોળિયો પણ ઝૂંટવી જાય છે.‘
Read source article at below link.

માનવ સંસાધનનું પંચતંત્ર

Saturday, July 9, 2011

અતિ કો ભલો ન બરસનો

અતિ કો ભલો ન બરસનો, અતિકી ભલી ન ધૂપ

અતિ કો ભલો ન બોલનો, અતિકી ભલી ન ચૂપ

Saturday, July 2, 2011

જ્ઞાનતૄષા અને જ્ઞાનક્ષુધા

જ્ઞાનતૄષા અને જ્ઞાનક્ષુધા

સૌજન્ય - અક્ષયપાત્ર - બકુલ દવે, દિવ્ય ભાસ્કર, બુધવાર, તારીખ જુન ૨૯, ૨૦૧૧

यही जाना कि कुछ न जाना हाय

सो भी एक उम्र के बाद हुआ मालूम - मीर

(કશું જાણ્યું નથી - જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન પણ એક ઉંમર વીતી ગઇ ત્યારે થયું.)

ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.

ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.
યહી જાના કી કુછ ન જાના હાય સો ભી હુઆ એક ઉમ્ર કે બાદ હુઆ માલૂમ-મીર
(કશું જાણ્યું નથી- જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન પણ એક ઉંમર વીતી ગઇ ત્યારે થયું.)
મીરસાહેબના આ શેરમાં જ્ઞાનપિપાસુ જણનો વસવસો છે. જેને કશું જાણવાની તરસ હોય છે તે જીવનભર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત રહે છે. જિંદગીભર જ્ઞાન મેળવવું એ જ ઉદ્દેશ સાથે સદાપ્રવૃત્ત રહેવા છતાંય જ્ઞાનીની તરસ છિપાતી નથી. છેક જિંદગીની અંતિમ અવસ્થાએ પણ એને તો એવું જ લાગ્યા કરે છે કે હજી ઘણું જાણવાનું રહી ગયું.ગ્રાઉન્ડ ફ્લોરે ઊભેલી વ્યક્તિ માટે આકાશનો ટુકડો એની આકાશની વ્યાખ્યામાં સમાઇ જતો હોય છે. પણ કોઇ વ્યક્તિ એક પછી એક પગથિયાં ચડતી જાય છે ને ઊંચાઇ પ્રાપ્ત કરતી જાય છે તેમ તેમ એનું આકાશ વિસ્તરતું જાય છે.
જ્ઞાનના આકાશનું પણ આવું જ હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલા હોય છે તેમને માટે તે સીમિત હોય છે- ટુકડા જેવું. એમના હિસ્સામાં વરસાદ અને તડકો પણ મર્યાદિત જ રહી જાય છે. આનાથી ઊલટું જ્ઞાનનાં પગથિયાં એક પછી એક સર કરતી જતી વ્યક્તિ સામે આકાશ એની ખૂબીઓ સાથે સતત પ્રગટતું જાય છે. ઊધ્વૉરોહણ કરનારને ખબર પડતી જાય છે કે આકાશ જેમ નિકટ આવે છે તેમ તેમ એ દૂર થતું જાય છે. આકાશનો એ સ્વભાવ છે. વેંત છેટું જણાવા છતાંય એને સ્પર્શી શકાતું નથી. આકાશના અંશને પોતાનામાં ઉતારતા જતા આરોહકને એવું લાગવા માંડે છે પોતાની ભીતર હોવા છતાંય ઘણું આકાશ પોતાની બહાર રહી જાય છે.
આકાશને ક્ષિતિજો બાંધી શકે છે એ ભ્રમ તૂટતો જાય છે તેમ વધુ ઊધ્ર્વગમનની ઇચ્છા એની ભીતર ધૂણીની જેમ ધખ્યા કરે છે. ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.
લોરેન્સ સ્ટેરેનનું એક કવોટેશન છે, ‘જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તેને મેળવવાની તરસ પણ વધતી જાય છે.’ અંધકાર અજ્ઞાન છે અને જ્ઞાન છે અજવાળું. જ્ઞાનનો દીપક પ્રગટાવી અંધકારને દૂર કરી શકાય. પ્રશ્નની કાંડીથી દીપકને પ્રગટાવવાથી ઉત્તરરૂપે જે મળે છે તે છે અજવાળું-જ્ઞાન.
જેને જ્ઞાન અર્જિત કરવાની ઉત્સુકતા છે એને માટે છ મિત્રો મદદ કરવા માટે હંમેશાં ઊભા પગે તૈયાર હોય છે. એ મિત્રો છે, Why-What-Where-When-Who અને How. દીવાસળીની ઉપર રહેલા ગંધકના ટોપકા જેવા આ પ્રશ્નશબ્દો અજવાળું કરી શકે છે. લેડી બર્ટને જ્ઞાનના સંદર્ભે માણસનું રસપ્રદ પૃથક્કરણ કર્યું છે. એમણે કહ્યું છે માણસો ચાર પ્રકારના હોય છે:
(૧) He who knows not and knows not he knows not, he is fool, shun him. એટલે કે જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણતો નથી, તે મૂરખ છે, તેને અવગણો.
(૨) He who knows not and knows he knows not, he is simple, teach him. એટલે કે જે જાણતો નથી અને જાણે છે, પોતે જાણતો નથી. તે સરળ છે, તેને શીખવો.
(૩) He who knows not and knows not he knows, he is asleep, awake him. જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણે છે, તે ઊંઘમાં છે, તેને જગાડૉ.
(૪) He who knows and knows he knows, he is wise, follow him. એટલે કે જે જાણે છે અને જાણે છે કે પોતે જાણે છે, તે ડાહ્યો છે, તેને અનુસરો.
kalash@guj.bhaskarnet.com
ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.

યહી જાના કી કુછ ન જાના હાય સો ભી હુઆ એક ઉમ્ર કે બાદ હુઆ માલૂમ-મીર

(કશું જાણ્યું નથી- જ્ઞાન મેળવ્યું નથી તેનું જ્ઞાન પણ એક ઉંમર વીતી ગઇ ત્યારે થયું.)

મીરસાહેબના આ શેરમાં જ્ઞાનપિપાસુ જણનો વસવસો છે. જેને કશું જાણવાની તરસ હોય છે તે જીવનભર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત રહે છે. જિંદગીભર જ્ઞાન મેળવવું એ જ ઉદ્દેશ સાથે સદાપ્રવૃત્ત રહેવા છતાંય જ્ઞાનીની તરસ છિપાતી નથી. છેક જિંદગીની અંતિમ અવસ્થાએ પણ એને તો એવું જ લાગ્યા કરે છે કે હજી ઘણું જાણવાનું રહી ગયું.ગ્રાઉન્ડ ફ્લોરે ઊભેલી વ્યક્તિ માટે આકાશનો ટુકડો એની આકાશની વ્યાખ્યામાં સમાઇ જતો હોય છે. પણ કોઇ વ્યક્તિ એક પછી એક પગથિયાં ચડતી જાય છે ને ઊંચાઇ પ્રાપ્ત કરતી જાય છે તેમ તેમ એનું આકાશ વિસ્તરતું જાય છે.

જ્ઞાનના આકાશનું પણ આવું જ હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભેલા હોય છે તેમને માટે તે સીમિત હોય છે- ટુકડા જેવું. એમના હિસ્સામાં વરસાદ અને તડકો પણ મર્યાદિત જ રહી જાય છે. આનાથી ઊલટું જ્ઞાનનાં પગથિયાં એક પછી એક સર કરતી જતી વ્યક્તિ સામે આકાશ એની ખૂબીઓ સાથે સતત પ્રગટતું જાય છે. ઊધ્વૉરોહણ કરનારને ખબર પડતી જાય છે કે આકાશ જેમ નિકટ આવે છે તેમ તેમ એ દૂર થતું જાય છે. આકાશનો એ સ્વભાવ છે. વેંત છેટું જણાવા છતાંય એને સ્પર્શી શકાતું નથી. આકાશના અંશને પોતાનામાં ઉતારતા જતા આરોહકને એવું લાગવા માંડે છે પોતાની ભીતર હોવા છતાંય ઘણું આકાશ પોતાની બહાર રહી જાય છે.

આકાશને ક્ષિતિજો બાંધી શકે છે એ ભ્રમ તૂટતો જાય છે તેમ વધુ ઊધ્ર્વગમનની ઇચ્છા એની ભીતર ધૂણીની જેમ ધખ્યા કરે છે. ઉંમરના એક પડાવ પર, ઘણું જાણ્યા પછી પણ જ્ઞાનની તરસ ધરાવનારને વસવસો રહ્યા કરે છે કે હજી કેટકેટલું જાણવાનું બાકી રહી જાય છે.

લોરેન્સ સ્ટેરેનનું એક કવોટેશન છે, ‘જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ તેને મેળવવાની તરસ પણ વધતી જાય છે.’ અંધકાર અજ્ઞાન છે અને જ્ઞાન છે અજવાળું. જ્ઞાનનો દીપક પ્રગટાવી અંધકારને દૂર કરી શકાય. પ્રશ્નની કાંડીથી દીપકને પ્રગટાવવાથી ઉત્તરરૂપે જે મળે છે તે છે અજવાળું-જ્ઞાન.

જેને જ્ઞાન અર્જિત કરવાની ઉત્સુકતા છે એને માટે છ મિત્રો મદદ કરવા માટે હંમેશાં ઊભા પગે તૈયાર હોય છે. એ મિત્રો છે, Why-What-Where-When-Who અને How. દીવાસળીની ઉપર રહેલા ગંધકના ટોપકા જેવા આ પ્રશ્નશબ્દો અજવાળું કરી શકે છે. લેડી બર્ટને જ્ઞાનના સંદર્ભે માણસનું રસપ્રદ પૃથક્કરણ કર્યું છે. એમણે કહ્યું છે માણસો ચાર પ્રકારના હોય છે:

(૧) He who knows not and knows not he knows not, he is fool, shun him. એટલે કે જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણતો નથી, તે મૂરખ છે, તેને અવગણો.

(૨) He who knows not and knows he knows not, he is simple, teach him. એટલે કે જે જાણતો નથી અને જાણે છે, પોતે જાણતો નથી. તે સરળ છે, તેને શીખવો.

(૩) He who knows not and knows not he knows, he is asleep, awake him. જે જાણતો નથી અને જાણતો નથી કે પોતે જાણે છે, તે ઊંઘમાં છે, તેને જગાડૉ.

(૪) He who knows and knows he knows, he is wise, follow him. એટલે કે જે જાણે છે અને જાણે છે કે પોતે જાણે છે, તે ડાહ્યો છે, તેને અનુસરો.

kalash@guj.bhaskarnet.com

Monday, June 13, 2011

स्वामी विवेकानंदजी

ऊतिस्ठत जाग्रत प्राप्य वरान्‌निबोधत्‌ - स्वामी विवेकानंदजी

विद्या धन

न चोरहार्यं न च राजहार्यं

न भ्रातृभ्राज्यं न च भारकारि।

व्यये कृते वर्धत एव नित्यं

विद्याधनं सर्वधनप्रधानम्॥

Friday, June 10, 2011

પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝા (Rameshbhai Oza)


પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાજે ભાઈ શ્રી તરીકે જાણીતા છે, તે ભાગવત કથા તેમજ રામ કથાના પ્રખ્યાત કથાકાર તેમજ મર્મજ્ઞ છે.
તેમની ભાગવત કથાના મારી સમજમાં આવેલ કેટલાક અંશ નીચે પ્રમાણે છે.
૧ પ્યાસ
૨ પ્રયાસ
૩ પ્રાર્થના
૪ પ્રતિક્ષા
૫ પ્રસાદ
૬ પુકાર
સચ્ચિતાનંદ
સત્‌ ચિત આનંદ
સત્ એટલે સત્ય, અખંડ, અવિનાશી
ચિત એટલે ચેતન, જડ નહીં તે.
આનંદ એટલે રસમય, રસ હોય તો જ આનંદ મળે.
શિવનું વાહન નંદિ છે. નંદિ ધર્મનું પ્રતીક છે.
નંદિના ચાર ચરણ છે, સત્ય, તપ, દયા અને દાન.
નંદિ ગતિશીલ છે. ધર્મના ચરણ સાચી દિશામાં હોય તો જ શિવ મળે - કલ્યાણ થાય.
બ્રહ્માનું વાહન હંસ છે. હંસ વિવેકનું પ્રતીક છે. બ્રહ્મા બુદ્ધિના દેવ છે.
વિષ્ણુનું વાહન ગરૂડ છે. ગરૂડ વેદનું પ્રતીક છે.
નિમિષ અથવા નિમેષ એટલે ક્ષણનો ત્રીજો ભાગ.
રણ્ય એટલે મેદાન, લડાઈનું સ્થળ.
અરણ્ય એટલે જે રણ નથી તે. અને તેથી જ ગ્રંથને આરણ્યક કહેવામાં આવે છે.
ભગવદ ગીતા રણ્યક છે, તે ઉપનિષદોનો સાર છે.
જ્યાં મન શાંત થાય ત્યાં ભજન થઈ શકે અને તેને નૈમિષારણ્ય કહેવાય. અહીં મનના સંકલ્પ વિકલ્પ મટી જાય અને મન ભગવાનમાં લાગી જાય.
મંગલાચરણ એ નૈમિષારણ્યમાં જવા માટેનું પ્રથમ પગથિયું - સોપાન છે. તેથી જ કથા પહેલાં મંગલાચરણ કરવામાં આવે છે.
ગોમતી એ છે જ્યાં જ્ઞાનની પ્યાસ છીપાય. ગો એટલે જ્ઞાન અને મતી એટલે પ્યાસ.
ગુરુ એ છે જેના જ્ઞાનના પ્રકાશથી અંધકાર દૂર થાય. ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ - જ્ઞાનનો પ્રકાશ.
શિવજી ત્રિભુવન ગુરૂ છે.
તુમ્હ ત્રિભુવન ગુરુ બેદ બખાના
આના જીવ પાવર કા જાના
બાલકાંડ - ૧૫૮
દીપ પ્રાગટ્યથી શરૂઆત એટલે જ્ઞાનાના પ્રકાશથી શરૂઆત.
શ્રી મદ્‌ ભાગવત કથા સાર છે, ભવ રોગ ઔષધિ છે. વેદવ્યાસ કથાને ઔષધિ ગણાવે છે. તુલસીદાસ કથાને વૈદ્ય ગણાવે છે.
શ્રી મદ્‌ ભાગવત શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરુપ છે, સ્વયં કૃષ્ણ રુપ છે.
કથા શ્રવણના ચાર ફળ છે.
૧ કથામાં તેમજ ભગવાનમાં અરુચી છે તે મટે, સંસારની તૄષ્ણા મટે.
૨ મનુષ્યનું મન અવિલંબ શુદ્ધ થાય, વિષયોની તૃષ્ણા મટતાં મન વિશુદ્ધ થાય.
૩ ભગવાન પ્રત્યે પ્રેમ, અનુરાગ જાગે.
રસૌવેસઃ એટલે રસમય. રસ એટલે ભગવાન.
૪ સંતો સાથે દિવ્ય સંબંધની સ્થાપના થાય છે. સંતો ભગવાનના દૂત છે.
૧ યોગ
૨ યજ્ઞ
૩ તપ
૪ જપ
૫ વ્રત
૬ પૂજા

રાજા સાકાર છે પણ તેની સત્તા નિરાકાર છે, જે આખા રાજ્યમાં વ્યાપ્ત છે.
વિયોગ એટલે વિશિષ્ટ યોગ.
દશ અવતાર
૧ મત્સ્ય અવતાર
૨ કુર્મ અવતાર
૩ વરાહ અવતાર
૪ નરસિંહ અવતાર
વામન અવતાર
પરશુરામ અવતાર
૭ રામ  અવતાર
૮ કૃષ્ણ અવતાર
૯ બુદ્ધ અવતાર
૧૦ કલ્કિ અવતાર

પૂજ્ય આદિ શંકરાચાર્યના મત અનુસાર ત્રણ પ્રકારની સત્તા છે.
૧ પ્રાતિ ભ્રાતિંક સત્તા - આ સત્તા દેખાય નહીં પણ હોય જ.
દા. ત. રજ્જુ સર્પ, દોરડામાં સાપ દેખાય તે. આ ભાસ્ય રુપ છે.
આપણને અંધકારમાં દોરડામાં સાપ દેખાય છે પણ પ્રકાશમાં સાચી હકીકત જાણતાં જે છે તે જ દેખાય છે. પ્રકાશમાં આપણને જ્ઞાન થતાં દોરડુ જ દેખાય છે, સાપ દેખાતો નથી. એ જ રીતે અજ્ઞાન વશ આપણે આપણા શરીરને પંચ ભૂત, રસ, ધાતુ વિ. નું માનીએ છીએ. પણ જો કોઈ ગુરુ તેના જ્ઞાનના પ્રકાશમાં આપણને સાચી હકીકતનું દર્શન કરાવે તો આપણને ખબર પડે કે અહં બ્રહ્માસ્મિ ............. હું જ સ્વયં બ્રહ્મ છું. એટલે કે આપણને સાચી હકીકત સમજાય અને ભ્રાન્તિ દૂર થાય.
દેહને ધારણ કરનાર આત્મા છે. દેહ કપડાં સમાન છે, દેહ કપડાં ધારણ કરે છે, કપડાંને ધારણ કરનાર દેહ છે, દેહને ધારણ કરનાર કપડાં નથી.
આત્માએ શરીર ધારણ કર્યું છે, શરીરે આત્મા ધારણ નથી કર્યો. સાધન જડ છે પણ પણ સાધનનો ઉપયોગ કરનાર ચેતન છે.
શરીર ન હોય તો પણ આત્મા રહે છે. અને શરીર હોય તો પણ આત્મા રહે છે.
શરીરથી આત્મા અલગ છે એવું સમજાઈ જાય તો બધા જ દ્વંદ મટી જાય.
૨ પારમાર્થિક સત્તા - સત્ય
સત્ય એક વચન છે - એક જ છે. એક સત્ય અલગ અલગ રુપે અભિવ્યક્ત થાય છે.
દા. ત. પાણી, જલ, વારિ, સલિલ, નીર
ઈશ્વર, રામ, કૃષ્ણ, અલ્લા
સત્યમ્‌ પરમ ધીમહિ - એવું ભાગવત કહે છે, સત્ય માટે ભાગવત છે.
સત્યમ્‌ પરમ ધીમહિ એવું ભાગવતના આરંભ અને અંતમાં છે.
સત્યની પ્રાપ્તિનું લક્ષ્ય હોય તો તો આ જીવન એક યાત્રા છે, અન્યથા ભટકવું છે, ચોર્યાસી લક્ષ ફેરા છે.
सत्यं परम धीमहि
સૂત્ર એટલે ઓછામાં ઓછા શબ્દોમાં સત્ય દર્શાવવાની યુક્તિ. સૂત્રનું સંક્ષેપ્ત શક્ય નથી, કારણ કે સૂત્ર એ સંક્ષેપ્ત જ છે.
જગતનું અસ્તિત્વ જગદીશ આધારીત છે. પણ જગદીશનું અસ્તિત્વ જગત આધારીત નથીં.
જગત સાપેક્ષ છે અને તેથી નાશવંત છે. જ્યારે જગદીશ નિરપેક્ષ છે અને તેથી નાશવંત નથી. જગદીશ સાગર છે જ્યારે જગત સાગરમાંથી ઉત્પન્ન થયેલ લહેર સમાન છે. લહેર સાગરમાંથી ઉત્પન્ન થઇ સાગરમાં જ સમાઈ જાય છે. તેવી જ રીતે જગત જગદીશમાંથી ઉત્પન્ન થઇ અંતે તેમાં જ સમાઈ જાય છે.
માયા સત્યને છુપાવે છે અને અસત્યને દ્રશ્યમાન કરે છે. માયાનું આવરણ જગતને સત્ય બતાવવાનો પ્રયત્ન કરે છે, જે ખરેખર સત્ય નથી. જ્યારે જગદીશ જે સત્ય છે તેને માયા છુપાવે છે.
સંસાર દુઃખાલય છે તેમાં સુખની અપેક્ષા કેવી રીતે રખાય? સંસારમાં જે સુખ દેખાય છે તે હકીકતમાં સુખ છે જ નહિ.
અર્જુન જીવ છે જેની યાત્રા વિષાદથી શરુ થઇ પ્રસાદ સુધી પહોંચે છે.
વેદો કલ્પતરુ છે, જ્યારે ભાગવત તો કલ્પતરુનું પરિપક્વ થયેલ ફળ છે.
શ્રુતિસાર એટલે ભાગવત.
ભાગવત તો વેદ - ઉપનિષદનું સાર રુપ છે, પરિપક્વ ફળ છે.
વેદ તત્વ એટલે ભાગવત.
પોપટ - શુકના ચાંચ મારેલ ફળ વધું મીઠાં લાગે છે તેવી રીતે શુકદેવના મુખેથી બોલાયેલ ભાગવત અતિ મધુર છે. આવા ફળ પીવા માટે છે, ખાવા માટે નથી. કારણ કે આ ફળ તો રસથી ભરપુર છે, અને તેમાં છોડાં, ગોટલી, બીજ વિ. નથી, ફક્ત રસ જ છે. અને તેથી જ તે પીવા માટે છે. આ રસ સર્વ રુપે ગ્રાહ્ય છે, તેમાં કશું જ છોડવા જેવું નથી. ભાગવત વેદના ઊંચા કલ્પતરુ ઉપર લાગેલ ઘનીભૂત ફળ છે. આ ફળના રસની પ્યાસ હશે તો તે માટે પ્રાર્થનાની જિજ્ઞાસા પેદા થશે. પ્રાર્થના એટલે આગ્રહ પૂર્વકનો પ્રયાસ. આ ફળને શુકની ચાંચ વાગતાં જ ફળમાંનો ઘનીભૂત (solid) રસ દ્રવીભૂત (liquid) થઈ નીચે તરફ વહી આપણી પ્યાસ બુઝાવે છે. આ રસ મુખથી પીવા માટે નથી પણ કાન દ્વારા પીવા માટે છે.
પહેલાં પ્રણામ કરી પછી પ્રશ્ન પૂછાય, જિજ્ઞાસા પૂર્વકની પ્યાસ માટે પ્રશ્ન કરાય, તર્ક માટે પ્રશ્ન ન કરાય.
સનકાદિક ઋષિ સુતજીને છ પ્રશ્ન પૂછે છે.
૧ શાસ્ત્રનો સાર શું છે?
૨ શ્રેય - કલ્યાણ શું છે?
૩ શ્રેય - કલ્યાણ મેળવવાનું સાધન કયું છે?
૪ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે?
૫ ભગવાને કયા કયા અવતાર લીધા છે? અને શું ચરિત્ર કર્યું છે?
૬ અનાવતાર દશામાં ધર્મનો નિર્ણય કેવી રીતે થાય?
શાસ્ત્રોની શરુઆત પર્શ્નોથી થાય છે. જિજ્ઞાસુ યુક્ત પ્રશ્ન પૂછવાથી આધ્યાત્મ યાત્રાની શરુઆત થાય છે. પ્રશ્ન પૂછતા પહેલાં પોતાની અજ્ઞાનતા જાહેર કરવી પડે. વક્તા પણ પ્રશ્નથી રાજી થઈ શ્રોતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી હરિ કથા ગાવાનો અવસર મળવા માટે રાજી થાય.
ભગવાનની કથા અંગે પ્રશ્ન પૂછનાર પોતાના ઉપર, વક્તા ઉપર અને અન્ય શ્રોતા ઉપર ઉપકાર કરે છે. કારણ કે આવો પ્રશ્ન કરવાથી વક્તાને  હરિ ગુણ ગાવાનો અને પોતાને તેમજ અન્ય શ્રોતાઓને હરિ ગુણ સાંભળવાનો અવસર મળે છે. અને એ દ્વારા આ ત્રણેય પવિત્ર થાય છે.
રામાયણમાં મુખ્ય ત્રણ સંવાદ છે, (શંકર - ભવાની, યાજ્ઞવલ્ક - ભરદ્વાજ અને કાક ભૂષંડી - ગરૂડ) તેમજ  ભગવતમાં પણ ત્રણ સંવાદની કથા છે (સુતજી - સનકાદિક, શુકદેવ - પરીક્ષિત અને કપિલ ભગવાન અને માતા દેવહૂતી).

રામયણ, ભાગવત, ગીતા વિ. નો આરંભ પ્રશ્ન પૂછવાથી થાય છે.
પૂછતાં નર પંડિત.
આખી જીંદગી વિદ્યાર્થી બનીને રહેવું.
મોહનો ક્ષય એ જ મોક્ષ છે.
બુદ્ધિનો સ્વભાવ તર્ક છે.
નવનીત એટલે સાર.
ભાગવત નવનીત છે.
જે ધર્મ મનુષ્યને ભવાનનો પ્રેમી બનાવે તે જ સાચો ધર્મ.
શાસ્ત્રોનો સાર ભાગવત છે. સદાય શાંતિ - સુખ રહે એવી શાંતિ - સુખ પ્રભુ પ્રેમમાં જ મળે. આ ત્યારે જ મળે જ્યારે નિત્ય સાથે નાતો બંધાય. આવા પ્રેમને જે જગાડે તે ધર્મ.
પ્રાણી પ્રત્યે પ્રેમ કરાવે તે ધર્મ.
ધર્મ
અર્થ
કામ - અહીં કામ કામ જીવન છે, વિષય ભોગ નહિ.
મોક્ષ
ધર્મનો હેતુ મોક્ષ છે.
અર્થનો હેતુ ધર્મ છે.
કામનો હેતુ જીવન છે, વિષય ભોગ નહિ.
અર્થને પરમાર્થમાં લગાવવાથી ધર્મ મળે અને ધર્મથી મોક્ષ મળે.
અર્થની આસક્તિ દુઃખી કરે.
મંદિરને દુકાન ન બનાવો પણ દુકાનને મંદિર બનાવો.
પહેલી આંગળી ધર્મનું, બીજી આંગળી અર્થનું, ત્રીજી આંગળી કામનું અને ચોથી આંગળી મોક્ષનું પ્રતીક છે.
કામ જીવન ચલાવવા માટે છે, ભોગ ભોગવવા માટે નથી. પત્ની ધર્મ પત્ની છે, કામ પત્ની નથી. કામ દેવ છે જો તે ધર્મ સંમંત હોય તો. ધર્મ સંમંત કામ દેવ છે. ધર્મ વિરુદ્ધ કામ દાનવ છે. ધર્મ સંમંત કામ, ધરા ધર્મ વિરુદ્ધ કામ ઉપર વિજય મેળવો.
જીવવા માટે ખાય છે તે યોગી અને ખાવા માટે જીવે છે તે ભોગી.
શ્રીમદ ભાગવત અંગેના પ્રશ્નો
ક્યારે રચના કરવામાં આવી?
ક્યા સ્થળે રચના કરવામાં આવી?
રચનાનો હેતુ શું છે?
કોની પ્રેરણાથી રચના કરવામાં આવી?
ભાગવતના ત્રણ સંવાદ છે.
નૈમિષારણ્યમાં સુતજી સનકાદિક ઋષિ વચ્ચે સંવાદ.
ગંગાજીના તટે શુકદેવ પરીક્ષિત વચ્ચે સંવાદ.
મૈત્રેયીના આશ્રમમાં યાજ્ઞવલ્ક અને મૈત્રી વચ્ચે સંવાદ.
વિઘ્નો વચ્ચે શાસ્ત્ર આધારીત દલીલોને વાદ કહેવાય.
વક્તા શ્રોતા વચ્ચે થતી કથા સંવાદ કહેવાય.
નિરર્થક થતી દલીલોને વિવાદ કહેવાય.
ભૂતકાળનો શોક, વર્તમાન કાળનો મોહ અને ભવિષ્ય કાળની ચિંતાને નાશ કરવાની શક્તિ કથામાં છે.
સત્ ----------- કર્મ
ચિત ---------- જ્ઞાન
આનંદ -------- ભક્તિ
દિલ, દિમાગ અને હાથ એક સાથે મળે તો જ સારું કાર્ય થાય.
પા પકરે પ્રભુજી મિલે
પા પકરે સુખ હોય
પા પકરે મુક્તિ મિલે
પા પકરો સબ કોઈ
ભાગવતની રચના વ્યાસજીએ દ્વાપર યુગમાં કરી છે. પરાશર ઋષિના પુત્ર હોવાથી વ્યાસ પરાશર કહેવાયા.
બાદરાયણ એટલે વ્યાસ.
વેદ વ્યાસ એટલે વેદોનો વિસ્તાર કરનાર.
હોતા એટલે હોમ કરનાર અને અધવર્યુ એટલે હોમ વિધિ કરાવનાર, વિધિના જાણકાર.  
આદિ શંકરની મુદ્રામાં અંગુઠો - બ્રહ્મનું પ્રતીક - અને તર્જની આંગળી -જીવનું પ્રતીક - મળેલી છે જે શિવ અને જીવનું ઐક્ય દર્શાવે છે.
બુદ્ધ એ છે જે જેને બોધ થયેલ છે. બુધ પછી ગુરુ આવે એટલે કે પહેલાં બોધ મળે પછી ગુરુ થવાય.
વિશ્વાસ - શિવ બોલે અને શ્રદ્ધા - પાર્વતી સાંભળે.
ગણપતિ જ્ઞાન છે, વિવેક છે.
વિશ્વાસ પૂર્વક બોલી શ્રદ્ધા પૂર્વક સાંભળીયે તો જ જ્ઞાન - વિવેક ઉત્પન્ન થાય.
કળશને ચાર દિશામાં કરવામાં આવતું તિલક એ ચાર વેદોનું પ્રતીક છે, સુચક છે. મધ્યમાં કરવામાં આવતું તિલક વરુણનું સુચક છે.
બીજાના ગુણ જુએ અને પોતાના દોષ જુએ એ સાધુ કહેવાય.
સત્‌સંગ એટલે જોયેલા અસત્યનો ત્યાગ, પુરુષાર્થ દ્વારા કરેલો ત્યાગ.
પ્રેમ પથ્થરને પણ પરમેશ્વર બનાવી શકે તો ઇન્સાનને ઇન્સાન કેમ ન બનાવી શકે?
નારદજી જે ભક્તિ માર્ગના આચાર્ય છે તેમની પ્રેરણાથી વ્યાસજી ભાગવતની રચના કરે છે.
રામાયણની રચનાની પ્રેરણા પણ નારદજીની છે.
સરસ્વતી નદીના તટ ઉપર ભાગવતની રચના કરવામાં આવી છે. સરસ્વતી નદીના તટ ઉપર કરવામાં આવેલ ભાગવતની રચનામાં યમુના તટ ઉપર ભગવાને કરેલી લીલાનું વર્ણન છે. અને શુકદેવજી ગંગાના તટ ઉપર આ ભાગવત કથાનું ગાન કરે છે.
આમ ભાગવત કથા ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો ત્રિવેણી સંગમ છે.
લોકોમાં પ્રેમ ઉત્પન્ન કરવાના હેતુ માટે ભાગવતની રચના કરવામાં આવી છે. વેદ વ્યાસ ભાગવતની રચના પછી જ આત્મ સંતુષ્ટ થયા છે.
કથા ઉપદેશ માટે નથી પણ ભવ રોગના ઉપચાર માટે છે, મનો મંથન માટે છે, મનોરંજન માટે નથી.
ભગવાનના છ ગુણોનું વર્ણન બાર સ્કંધમાં કરવામાં આવ્યું છે. દરેક બે સ્કંધમાં એક ગુણનું વર્ણન છે.
જે તારે, જેનાથી તરાય એ તીર્થ.
ભારત ધર્મ ભૂમિ - યોગ ભૂમિ છે.
યોગ એટલે જોડાવું.
ભગવાન સાથે જોડાવાની ભૂમિ ભારત છે.
નૈમિષ્યારણ્ય એટલે જ્યાં મન શાંત થાય તે.
હ્નદય તો આપણો બેડ રુમ છે, અંતઃપુર છે, ત્યાં જેના સાથે પ્રેમ હોય, જે પોતાનો હોય તેને જ લઈ જવાય.
એક તણખો આગ ફેલાવવા માટે પુરતો છે. તેમ એક સુત્ર જો અપનાવી લઈએ તો તે પણ બધા વિકારોને આગમાં બાળી શકવા સમર્થ છે.
ધોતી, પોથી, જનોઈ અને ચોટીમાં ગ્રંથી હોય. શુકદેવજી પાસે ધોતી, પોથી, જનોઈ અને ચોટી ન હોવાથી તે નિરગ્રંથી છે. તેથી જ તે પરમ હંસ કહેવાયા છે.
ભગવતનો સાદો અર્થ ભક્ત થાય છે.
શિકાયત ન કરો, સ્વીકાર કરો.
ભાગવતના પ્રથમ સ્કંધના ત્રણ પુરુષ પાત્ર ભિષ્મ, યુધિષ્ઠિર અને પરીક્ષિત છે તેમજ ત્રણ સ્ત્રી પાત્ર કુંતિ, દ્રૌપદી અને ઉત્તરા છે.
નીતિ, રીતિ અને પ્રીતિનું સુત્ર અપનાવો.
નીતિથી કમાણી કરો.
રીતિથી રહો, વ્યવહાર કરો.
પ્રીતિથી - પ્રેમથી ભજન કરો.
જ્ઞાની અને ભક્ત બંને ભગવાનના પુત્રો છે. પણ જ્ઞાની એ પ્રૌઢ - યુવાન છે, જેની કાળજી ભગવાન થોડી ઓછી રાખે છે. જ્યારે ભક્ત એ નવજાત શિશુ છે અને ભગવાનને વધું પ્રિય છે તેમજ તે તેની કાળજી વધું રાખે છે.
સાધના એટલે સીધા થવાની પ્રક્રિયા.
જેમ સીધા નળીયાને અવળા નળીયા દબાવે છે તેમ સમાજમાં પણ સીધાને અવળો દબાવે છે.
મેવા અને પદની અપેક્ષા રાખ્યા સિવાય કરેલી સેવાની સુવાસ પ્રભુ સુધી પહોંચે છે.
ગો એટલે ઇન્દ્રીય અને વર્ધન એટલે તે સ્થળ.
કૃષ્ણ પ્રેમની ધારા જ રાધા છે.
ધારાને ઉલટુ વાંચવાથી  રાધા બને છે.
ધારા ----- રાધા
 પ્રેમમાં અભિમાન બાધક છે, મહાન પાપ છે.
રોગ થાય એનો વાંધો નથી, પણ રોગને રાખી ન મુકાય.
પડી જઈએ એનો વાંધો નથી, પડ્યા જ રહીએ એનો વાંધો છે.
સંદેહ થાય એનો વાંધો નથી, પણ સંદેહને રાખી ન મુકાય, તેને દૂર કરવો જ પડે.
જે બીજાના પતન ઉપર હસે છે તે પોતાના પતનનો પાયો નાખે છે.
ગંગાના સ્નાન, પાન અને દર્શનથી પવિત્ર થવાય.
ગંગા નારાયણના ચરણમાં, શિવના મસ્તક ઉપર અને બ્રહ્માના કમંડલમાં છે. તેથી ગંગામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રતીતિ થાય છે.
ભૂતકાળનો શોક આનંદ નથી.
વર્તમાન કાળમાં જે છે તેનો મોહ સુખ નથી.
ભવિષ્યનો ભય શાંતિ નથી.
ભૂતકાળનો શોક, વર્તમાન કાળનો મોહ અને ભવિષ્ય કાળના ભયને ભગાડનાર શક્તિ ભક્તિમાં છે અને આવી ભક્તિ માટે કથા અને કથા શ્રવણ જરુરી છે, કથાનો આશ્રય જરુરી છે. કથા જ ભગવાન છે.
કાનથી સાંભળી શકાય છે પણ સાંભળે છે મન, આંખથી દેખી શકાય છે પણ દેખે છે મન.
સબસે બડા રોગ ક્યા હૈ?
કહેંગે લોગ ક્યા?
આપણી કાયા સ્ત્રી છે અને તેનો પુરૂષ જીવ છે.
તુમ્હ તો ઠહરે પરદેશી.
સુબહવાલી ગાડીસે ચલે જાયેંગે.
The past is an out dated cheque, future is a promissory note and present is cash in your hand.
રામ કથા
શ્રી રમેશભાઈ ઓઝા ભાગવત કથા તેમજ રામ કથાના મર્મજ્ઞ કથાકાર છે.
તેમની રામ કથાના કેટલાક અંશ આ પ્રમાણે છે.
વેદના ત્રણ કાંડ છે, જ્ઞાન કાંડ, કર્મ કાંડ અને ઉપાસના - ભક્તિ કાંડ. મહારાજા દશરથ વેદ પુરુષ છે અને તેમની ત્રણેય રાણીઓ વેદના ત્રણે ય કાંડ છે. મહારાણી કૌશલ્યા જ્ઞાન કાંડ છે. તેથી તે રામને પુત્ર ભાવે તેમજ બ્રહ્મ ભાવે જુએ છે.તેમનામાં બંને ભાવનું મિશ્રણ છે. મહારાણી કૈકેયી ક્રિયા કાંડ છે. તેથી તે રામને ફક્ત પુત્ર ભાવથી જ જુએ છે. ક્રિયાને કલંક લાગે અને તેથી જ કૈકેયીને કલંક લાગે છે. કર્મ નિષ્કલંક ન રહી શકે. ક્રિયા વેદ અનુકૂળ હોય તો પણ ક્ષતિની શક્યતા હોવાથી કલંક લાગે જ. મહારાણી સુમિત્રા ઉપાસના કાંડ - ભક્તિ કાંડ છે તેથી રે રામને બ્રહ્મ રુપમાં જુએ છે. તે રામને ઓળખે છે તેથી જ રામ જ્યારે વનવાસમાં જાય છે ત્યારે રામ માતા સુમિત્રાને મળવા નથી જતા કે આશીર્વાદ નથી લેતા. અને માતા સુમિત્રા પણ રામને વિદાય આપવા જતા નથી.
પૂજ્ય રમેશભાઇ ઓઝાએ તારીખ ૦૧-૦૨-૨૦૦૬ થી તારીખ ૧૩-૦૨-૨૦૦૬ દરમ્યાન શ્રી સાંદીપનિ આશ્રમ, પોરબંદર ખાતે અષ્ટોત્તર સહસ્ત્ર ભાગવત જ્ઞાન પારાયણનું આયોજન કર્યું હતું. આ ભાગવત કથાના કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે.
સર્વે નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, તેવી જ રીતે પુરાણોમાં શ્રીમદ ભાગવત શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતના અનેક ઘાટ છે પણ તેમાં નીચે મુજબના ત્રણ ઘાટ મુખ્ય છે.
૧ શ્રી વલ્લભાચાર્ય નિર્મિત ઘાટ
૨ શ્રી રામાનુજાચાર્ય નિર્મિત ઘાટ
૩ શ્રી નિમ્બાલકાચાર્ય નિર્મિત ઘાટ
ભાગવદી ગંગા ભગવાન નારાયણના મુખમાંથી ઉત્પન્ન થઈ છે. ભાગવદના વક્તા સ્વયં નારાયણ છે. તેમજ ભાગવદ શ્રવણ કરનાર ભગવદ બની જાય છે. ભગવાને પોતાના શ્રીમુખથી ભાગવદ બ્રહ્માને સંભળાવ્યું છે. બ્રહ્માએ આ કથા નારદ મુનિને, નારદ મુનિએ વેદવ્યાસને, વેદવ્યાસે શુકદેવજીને, શુકદેવજીએ પરીક્ષિતને સંભળાવી છે. ગંગાનું ઉદગમ સ્થાન નારાયણ ભગવાનના પગનો અંગુઠો છે અને ભાગવદી ગંગાનું ઉદગમ સ્થાન નારયણનું મુખ છે. ગંગા નારાયણના અંગુઠામાંથી નીકળે છે અને તેને શંકર ભગવાન પોતાના મસ્તક ઉપર જટામાં રાખે ધારણ કરે છે અને ત્યાંથી વહે છે તેથી તે જટાશંકરી કહેવાય છે. તેમજ ભાગવદી ગંગા નારાયણના મુખમાંથી નીકળી છે જેને શંકર ભગવાન પોતાના હ્નદયમાં ધારણ કરે છે અને ત્યાંથી તેમની જિહ્વા દ્રારા વહે છે તેથી જિહ્વા શંકરી કહેવાય છે.
ધોતી, પોથી, ચોટી અને જનોઈમાં ગ્રંથી - ગાંઠ હોય છે. પણ શુકદેવજી પાસે ધોતી, પોથી, ચોટી કે જનોઈ નથી તેથી તેમનામાં કોઈ ગ્રંથી પણ નથી.
દત્ત ભગવાનના ચોવિસ ગુરુઓ પૈકીના એક ગુરુ સાપ છે. સાપ કાયમ ફર્યા જ કરે છે અને તેને પોતાનું કાયમી નિવાસ સ્થાન હોતું નથી. આનો અર્થ એમ થાય કે કોઈ એક સ્થળે કાયમ વાસ ન કરવો જોઈએ. એક જ સ્થળે કાયમ વાસ કરવાથી તે સ્થળ પ્રત્યે આસક્તિ થવાનો પુરેપુરો સંભવ રહે છે.
જેનામાં વિકાર હોય તેને સોળ સંસ્કારની જરુર છે. શુકદેવજીમાં કોઈ વિકાર છે જ નહિ તેથી તેમને કોઈ પણ પ્રકારના સંસ્કારની જ્રુરિયાત જ નથી.
મહાપુરુષો માટે કથા જ જીવન છે, કથા જ આહાર છે. તેમનું કાર્ય તો કથા કહેવી કે કથા સાંભળવી એ જ છે અને એ જ તેમનું જીવન છે.
કથા ભવરોગ, મન રોગ તેમજ તન રોગ મટાડે છે. કથાનો આશ્રય કરનાર ભવરોગથી મુક્ત થાય છે, તેનું મન સ્થિર થાય છે અને મન સહજ રીતે કથામાં લાગી જાય છે. કથામાં મન લગાડવું પડતું નથી કે તે માટે કોઈ પ્રયત્ન પણ નથી કરવો પડતો, સહજ રીતે જ સમાધિ લાગી જાય છે. કથાથી કંથા ધારણ થઈ જાય છે. કંથા ધારણ કરાવે તે કથા. કથા સાંભળનારના તનના મોટા ભાગના રોગો નિર્મૂળ થઈ જાય છે. કથા બિનસાંપ્રદાયિક પરબ છે. આ પરબ પાસે જે પણ પ્યાસો જાય છે તેની પ્યાસ બુઝાય છે, સંતુશ્ઠ થાય છે.
શંકર અહંકારના દેવ છે જે અહંકારને વશમાં રાખે છે.
સાધક ક્યારેક ભટકી જાય પણ અટકી ન જાય. ભગવાન પોતાના સાધકને તેની ભૂલ સુધારી મૂળ માર્ગે પાછો લાવે છે. ભગવાન પોતાના સાધકની ભૂલ સુધારી પોતાના સાધકની રક્ષા કરે છે. દા. ત. નારદ મુનિ. સાધક પણ તેની ભૂલ સમજાતાં તરત જ તે ભૂલને સુધારી લે છે.
શ્રીમદ ભાગવત ગ્રંથ જ નથી પણ ગોવિંદ છે, ભગવાન સ્વરુપ છે, સાક્ષાત પરમાત્મા જ છે. અને તેથી જ તેને માથા ઉપર ધારણ કરી પોથી યાત્રા કાઢવામાં આવે છે. માથા ઉપર ધારણ કર્યા પછી કથા શ્રવણ કરતાં કરતાં તે મસ્તકમાં આવે છે અને પછી હ્નદયમાં - દિલમાં આવે છે, પછી જીવનમાં આવે છે અને તે પછી માણસ ભગવાન રુપ બની જાય છે.
કથા મનોરંજન માટે નથી પણ મનોમંથન માટે છે.
ભાગવદની પોથીને માથે ઉંચકી લીધા પછી ભાગવદ આપણને ઊંચકી લે છે.
જ્ઞાન અને વૈરાગ્ય એ બે ભક્તિના પુત્રો છે.
દેવો પાસે અમૃત છે પણ કથા નથી.
માણસ માટે જોઈશે કરતાં ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે વધારે મહત્વનું છે.
સંકોચ સેવકનું આભુષણ છે. સ્વામી પાસે જતાં, સ્વામીની સેવા કરતાં કરતાં સેવકને સંકોચ થવો જોઈએ કે મારી સેવાથી મારા સ્વામીને સંતોષ થશે કે નહિ. સ્વામી પાસે જતાં સેવક્ને લજ્જા આવવી જોઈએ. સ્વામી પાસે મન ફાવે તે રીતે ન જવાય, મન ફાવે તે રીતે ન વર્તાય. સ્વામીની રુચી અનુસાર સેવા કરાય, વ્યવહાર કરાય. સ્વામીને જે અનુકૂળ હોય, જે પસંદ હોય તેવો વ્યવહાર કરાય. પોતાના સુખ માટે સેવા કરવી તે સેવા નથી પણ ભોગ છે.
અંતરને સાફ કરો અને બીજાને માફ કરો.
માણસને પહેલાં વ્યસનની આદત પડે છે, પછી તે આદત માણસને પાડે છે. પણ જો હરિ ભજનની આદત પડશે તો તે આદત માણસને ઊંચે લઈ જશે.
હરિ કથાના શ્રવણ દરમ્યાન હરિ શ્રોતાના કર્ણ દ્વારા તેના હ્નદયમાં નિવાસ કરવા આવે છે. અને જો શ્રોતાનું નિવાસ સ્થાન મલિન હોય તો હરિ સ્વયં તેને રહેવા માટે આ મલિન નિવાસ સ્થાનને સ્વચ્છ કરે છે, સ્વયં જગદીશ ઝાડું લઈ સફાઈ કરે છે.
પરમાત્માના ચોવીસ અવતાર છે. પરમાત્માની અંકિક ગણતરી કરતાં તે પણ ચોવીસ થાય છે.

"પ" ની અંકિક ગણતરી પાંચ  થાય.
"ર" ની અંકિક ગણતરી બે થાય.
"મા" ની અંકિક ગણતરી સાડા ચાર થાય.
"ત્‌" ની અંકિક ગણતરી આઠ થાય.
"મા" ની અંકિક ગણતરી સાડા ચાર થાય.
આમ બધાનો સરવાળો (૫ +૨ + ૪.૫ + ૮+ ૪.૫) ૨૪ થાય.
વેદોનો સાર ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર શ્રીમદ ભાગવત છે.
શ્રીમદ ભાગવતનો આરંભ તેમન અંત "સત્યમ્‌ પરમ ધીમહિ" થી થયો છે.
શ્રીમદ ભાગવત છ પ્રશ્ન પૂછવાથી થાય છે.
મહાપુરુષોનું અનુકરણ ન કરાય પણ તેમનું અનુસરણ જરુર કરાય.
ભગવાનના છ ગુણોનું વર્ણન ભાગવદમાં છે અને દરેક ગુણનું વર્ણન બે સ્કંધમાં કરવામાં આવ્યું છે.
૦૮-૦૨-૨૦૦૬
સંતમાં કઠોરતા ન હોય, પણ કરૂણા જ હોય.
સત્ય બોલીને તે બોલેલું સત્ય ભૂલી જવામાં કોઈ વાંધો નથી. પણ અસત્ય - જુઠું બોલેલું ભૂલી ન શકાય. જુઠું બોલેલું તો યાદ જ રાખવું પડે.
સત્યનું પાલન કરતાં, સત્યનું આચરણ કરતાં કરતાં વેઠવી પડતી મુશ્કેલીઓ તપ છે. તપ એટલે સત્ય માટે સહન કરવી પડતી પરિસ્થિતિ.
ઈશ્વર પાસે જવાનો રસ્તો આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી જ શરુ થાય છે.
પ્રભુ તેની કરૂણાથી મળે, આપણા પ્રયાસોથી ન મળે. પણ પ્રભુને પામવાની પ્યાસ તો રાખવી જ પડે.
સેવા કરનારને મેવા મળે એવું નથી પણ સેવા એ જ મેવા છે. સેવા કરવામાં મળતો આનંદ જ મેવા છે.
સર્વસ્વમાં સર્વ નો અર્થ મમતા છે અને સ્વ નો અર્થ અહંકાર છે. સર્વસ્વ અર્પણ કરવું એટલે પોતાને જેના પ્રત્યે મમતા છે તે બધું જ તેમજ પોતાનો અહંકાર ત્યજી દેવો, ત્યાગ કરવો.
૦૯-૦૨-૨૦૦૬
ભાગવત અર્ણવ છે અને અર્ક પણ છે. અર્ણવ નો એક અર્થ સમુદ્ર થાય છે.
દયાના સાગર તું મને તારામાં સમાવી લે.
હું અહીયાં ડૂબવા આવ્યો છું, તરવા નથી આવ્યો.
અહી ભાગવત અર્ણવમાં ડૂબવું એ જ જીવવું છે.
ભાગવત ભવસાગરને ભાવસાગરમાં ફેરવી નાખે છે.
ભાગવતમાં  ભા એટલે પ્રકાશ અને ગ એટલે જ્ઞાન.
જ્યારે પ્રકાશ થાય ત્યારે જ સત્યનું જ્ઞાન થાય.
ધર્મના ચાર ચરણ છે.
૧ સત્ય
૨ તપ
૩ પવિત્રતા
૪ દયા
કલિયુગમાં નવ પ્રકારના અધર્મ થાય છે.
૧ લોભ
ભેગું કરવાનો લોભ જેને અર્થ સંબંધી લોભ કહેવાય અને ભેગું કરી એશઆરામમાં ભોગવવાનો લોભ જેને કામ સંબંધી લોભ કહેવાય.
૨ અસત્ય
૩ ચોરી
૪ બેઈમાની
૫ અનાર્ય કાર્ય - આર્યને શોભા ન આપે તેવા કાર્યો - મારામારી, લૂંટફાટ, હિંસા વિ.
૬ કપટપુર્ણ વ્યવહાર
૭ દંભ
૮ માયા
અર્થનો દાનમાં ઉપયોગ એ ઉત્તમ ગતિ છે, ભોગવૈભવમાં ઉપયોગ મધ્યમ ગતિ છે અને નાશ અધમ ગતિ છે.
પરીક્ષિત રાજાએ કલિને રહેવા માટે પાંચ સ્થાન - જુગાર રમવાનું સ્થળ, મદિરાપાનનું સ્થળ, વેશ્યાલય, અને કતલખાનું તેમજ સુવર્ણ છે.
૧૦-૦૨-૨૦૦૬
ભગવાન સત ચિત આનંદ સ્વરુપ છે. તેમના સત ગુણની પ્રધાનતાનો અવતાર રામ અવતાર છે, ચિત ગુણની પ્રધાનતાનો અવતાર વ્યાસ, કપિલ ભગવાન તેમજ દત્ત ભગવાન છે, આનંદ ગુણની પ્રધાનતાનો અવતાર કૃષ્ણ છે. સતનો સંબંધ મન સાથે છે, ચિતનો સંબંધ વિચાર સાથે છે અને આનંદનો સંબંધ ભાવ સાથે છે.
વૈરાગ્યના ચિપિયા વડે મનને પકડી શકાય. જેમ જેમ વૈરાગ્ય વધે તેમ તેમ મન વધારે ને વધારે સ્થિર થતું જાય. પણ વૈરાગ્યના ચિપિયાને વાપરવાનો અભ્યાસ હોય તો જ આ શક્ય બને, મન ને પકડી શકાય. ભગવાનનો અનુગ્રહ હોય તો જ મનને કાબુમાં રાખી શકાય. કનૈયો ગોપીઓ પ્રત્યે અનુગ્રહ કરી, ગોપીઓના મન રુપી માખણની ચોરી કરે છે, ગોપીઓના મનને કાબુમાં રાખે છે. જેના અનુગ્રહથી જીવની ઈન્દ્રીયો અનુગ્રહ કરનાર તરફ ખેંચાય તેને અવતાર કહેવાય. નિરાકાર પોતાના ભક્ત માટે સાકાર બને, અવ્યક્ત વ્યક્ત બને.
જીવ સંસારમાં કર્મ વશ આવે છે જ્યારે ભગવાન સંસારમાં કરૂણા વશ આવે છે.
હરિ હર કણમાં અને હર ક્ષણમાં છે.
શુકદેવજીમાં જ્ઞાન અને ભક્તિ સાથે સાથે વૈરાગ્ય પણ છે.
સત કર્મ કરવાથી મન શુદ્ધ થાય. કરેલા કર્મની છાપ ચિત ઉપર રહે છે, જેને સંસ્કાર કહેવામાં આવે છે. સારા કર્મથી સારા સંસ્કાર આવે. ખરાબ કર્મથી ખરાબ સંસ્કાર આવે.
કારાગારને સજા ભોગવનાર માટે પ્રાયશ્ચિત કરવાનું તીર્થ બનાવવું જોઈએ, જેથી ત્યાં સુધરવાની તક મળે. આવું થાય તો જ કારાગારમાંથી મુક્ત થયા પછી તે બીજી વખત ગુનો નહિ કરે.
૧૧-૦૨-૨૦૦૬
હોટેલમાં હિંદુ, મુસ્લિમ, ઈસાઈ તેમજ અન્ય કોમના માણસો એક સાથે જમે છે, બેસે છે. પણ અ બધા વિવિધ ધર્મના લોકો દેવસ્થાનમાં એક સાથે નથી જતા, એક સાથે નથી બેસતા.
ધર્મ શબ્દને સમજવામાં વિશ્વ માનવે બહું મોટી ભૂલ કરી છે. ધર્મને માણસ સાચી રીતે સમજ્યો જ નથી. સાચો ધર્મ માણસને કૂપ મંડૂક ન બનાવે પણ સમુદ્રની માછલી બનાવે. ધર્મની ગાયને કાયમ દોહ્યા જ ન કરાય પણ તે ગાયને સદાચાર, સત કાર્યોનો ચારો પણ નાખવો પડે.
મંદિરને દુકાન માફક ન ચલાવો પણ દુકાનને મંદિર માફક ચલાવો.
“I am something” and “I am nothing” (Superiority complex and inferiority complex). આ બંને બિમારી જ છે.
ભગવાન અવતાર ધારણ કરી ઈન્સાન બને છે જ્યારે પાખંડી ઈન્સાન ભગવાન બને છે.
ગોવર્ધનમાં  ગો એટલે ઈન્દ્રીયો અને વર્ધન એટલે વૃદ્ધિ થવી, આમ ગોવર્ધન એટલે જ્યાં ઈન્દ્રીયોની વૃદ્ધિ થાય છે, જ્યાં ઈન્દ્રીયોની વૃદ્ધિ થાય છે તે આ શરીર છે. આ શરીર જ ગોવર્ધન છે. ગોવર્ધન પૂજા એટલે આ શરીરને સ્વસ્થ રાખવું જેથી આ શરીર તેનાં કાર્યો કરી શકે. માનવ શરીર સાધન ધામ છે, તે સ્વસ્થ હશે તો જ તે સાધ્યને પ્રાપ્ત કરી શકશે.