Translate

Search This Blog

Sunday, June 29, 2014

માનસ ભગવાન

રામ કથા

માનસ ભગવાન


Rome, Italy


શનિવાર, તારીખ ૨૮ જુન, ૨૦૧૪ થી રવિવાર તારીખ  ૦૬ જુલાઇ, ૨૦૧૪

મુખ્ય ચોપાઈ

સંતત જપત સંભુ અબિનાસી  l
સિવ ભગવાન ગ્યાન ગુન રાસી   ll

 અવિનાશી શિવજી સતત રામનામનો જપ કરે છે, ભગવાન શંકર તો જ્ઞાન અને ગુણના ભંડાર છે.

.............................................................................બાલકાંડ ૪૫/૩

જથા અનંત રામ ભગવાના  l
તથા કથા કીરતિ ગુન નાના  ll

જેમ શ્રી રામ ભગવાન અનંત છે તેમ તેમની કીર્તિ પણ અનંત છે.

.......................................................................બાલકાંડ ૧૧૩/૧૪

1
શનિવાર જુન ૨૮, ૨૦૧૪


ભગવતા જેણે આત્મસાત કરી હોય તેવો  દ્વિભૂજ માનવ પરમેશ્વર છે.

બિપ્ર ધેનુ સુર સંત હિત લિન્હ મનુજ અવતાર
.............................................................................બાલકાંડ ૧૯૨/૦

હું સ્વયં બોધ છું એવું ભગવાન બુદ્ધે કહ્યું છે.

જેનામાં સ્વયં બોધ હોય તેવો માનવ ભગવાન છે.

પ્રેમના રુપમાં જેનામાં ભગવતા ઊતરે તેવો માનવ ભગવાન છે.

સીય રામમય સબ જગ જાની
કરઉ પ્રનામ જોરિ જુગ પાની

ફૂલનું ખીલવું એ એક ચમત્કાર જ છે.

આસમાન સ્વયં ભગવાન છે.

ભગવાન ના દરેક અક્ષર ને ત્રણ રુપમાં જોવો છે અને દરેક અક્ષરના ત્રણ સૂત્ર છે. આમ કુલ ૧૨ સૂત્ર થાય.


ભ એટલે ભજન

ભરોંસો જ ભજન છે, વિશ્વાસ ન હોય તો ભજનનો કોઇ અર્થ નથી.

ભ એટલે ભરોંસો અને ભરોંસાના ત્રણ પ્રકાર છે.

મન ઉપર ભરોંસો

જેને પોતાના મન ઉપર ભરોં સો હોય તે ભગવાન છે.
પૂજ્ય થવું સહેલું છે, પ્રિય હોવું અઘરું છે અને પ્રાપ્ય થવું એથી અઘરું છે.

ગંગાસતીનું ભજન -

અકૂશલ કર્મમાં અસક્તિ દ્વેષ ન  હોય અને કૂશલ કર્મમાં જેને આસક્તિ ન હોય તે ભગવાન છે.

જેને પોતાના વચન ઉપર ભરોંસો હોય તે ભગવાન છે.

બોલનારને તેના બોલ ઉપર ભરોંસો હોય અને સાંભળનારને તે જેને સાભળે છે તેના ઉપર ભરોંસો હોવો જોઇએ.

સદ્‌ગુરુ બૈદ બચન બિસ્વાસા  l
સંજમ યહ ન બિષય કૈ આસા  ll
.............................................................................ઉત્તરકાંડ ૧૨૧/૬

કર્મ વિશ્વાસ

કરેલ કર્મનું ફળ મળશે જ, કરેલ કર્મનું પરિણામ આવશે જ એવો ભરોંસો જેનામાં હોય તે ભગવાન છે.

દેવા તો પડે છે અંતે કરેલ કરમના બદલા દેવા પડે છે.

2


ગ એટલે ગર્વ - અહંકાર

જેનામાં ત્રણ પ્રકારનો ગર્વ - અહંકાર ન હોય તે ભગવાન છે.

રજો ગુણનો અહંકાર, તમો ગુણનો અહંકાર અને સત્વ ગુણનો અહંકાર જેનામાં ન હોય તે ભગવાન છે.

ધન, ઘરેણાં વગેરે હોવાનો અહંકાર રજોગુણી અહંકાર છે. આવો અહંકાર ન હોય તે ભગવાન છે.
તમોગુણી અહંકાર

બધું સામર્થ્ય હોવા છતાં તેનો ગર્વ ન કરે તે તમોગુણી અહકાર છે અને તેવો અહંકાર ન કરનાર ભગવાન છે.

હું સાધુ છું, સંત છું તેવી ઘોષણા ન કરવી એ સત્વ ગુણી અહંકાર નથી અને આવો માનવ ભગવાન છે.

3
વા

વા નો સંદર્ભ વાત્સલ્ય છે.

વાત્સલ્યમાં કોઇ જ કામના - વાસના ન હોય. પ્રેમમાં વાસના - કામના હોય.

ગુરુ શિષ્યને પ્રેમ કરે તે સારૂં છે પણ ગુરુ શિષ્યને વાત્સલ્ય આપે તે વધું સારું છે.

પરમાત્મા અને ભક્ત વચ્ચે વાત્સલ્ય

ગુરુ અને શિષ્ય વચ્ચે વાત્સલ્ય

માતાપિતા અને બાળકો વચ્ચે વાત્સલ્ય

4


ન નો સંદર્ભ નજર છે, દ્રષ્ટિ છે.

દેહ દ્રષ્ટિ - રામમાં બુરી નજર નથી તેથી તે ભગવાન છે.

દિલ દ્રષ્ટિ
દયા દ્રષ્ટિ

દેહ ઉપર રહેલ દ્રષ્ટિ દેહ ઉપર ટકતી નથી પણ દિલ સુધી પહોંચે છે. નેત્રના માર્ગેથી સૌદર્યને દિલ સુધી પહોંચાડવું.

જે દયાળુ છે તે ભગવાન છે.

બે હાથથી કમાય અને ચાર હાથથી વહેંચે તે ભગવાન છે.

પરમાત્માનો પાર પામી શકાય પણ ગુરુનો પાર કોઇ ન પામી શકે.


2
રવિવાર જુન ૨૯, ૨૦૧૪


સચ બોલતા હું તો ઘરપે પથ્થર આતે હૈં
મૌન રહતા હું તો પથ્થર બન જાતા હું.

મંગલાચરણ - મંગલ આચરણ - મંગલ ઉચ્ચારણ કરતાં વધારે જરુરી છે.

આકાશ, વહેતી હવા, જલ, લતા, વૃક્ષ, નદી, સમુદ્ર, પર્વત વગેરે ભગવાનાં અંગ છે.

બે વેરી વચ્ચે જો કોઈ બુધ્ધ પુરુષ આવી જાય તો વેરીનાં વેર નષ્ટ થઇ જાય.

હિમાલય ફક્ત ઘન રુપ નથી પણ એક પ્રવાહી પરંપરા છે.

સત્‌સંગ દરમ્યાન દેહ ધર્મ - દેહની સામાન્ય ક્રિયાઓ - ભૂલાઇ જાય છે.

આદિ શંકરાચાર્ય ભગવાન દ્વારા વિજ્ઞાન નૌકામાં વર્ણવેલ વિધાન - "તપ, દાન, યજ્ઞથી તારી બુદ્ધિ શુદ્ધ કર" - આજે પણ યથાર્થ છે.

પરમ રહસ્ય પરમાત્મા છે.

જપ એ એક યજ્ઞ છે.

પરમ તત્વ ગુરુ છે.


પરિપૂર્ણ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે.

બિનુ પદ ચલઇ સુનઇ બિનુ કાના
કર બિનુ કરમ કરઇ બિધિ નાના
આનન રહિત સકલ રસ ભોગી
બિનુ બાની બકતા બડ જોગી
તન બિનુ પરસ નયન બિનુ દેખા 
ગ્રહઇ ઘ્રાન  બિનુ બાસ અસેષા
અસિ સબ ભાતિ અલૌકિક કરની
મહિમા બસુ જા ઇ નહિમ બરની

.............................................................બાલકાંડ ૧૧૭/૫

સ્થૂલથી સુક્ષ્મની યાત્રા એ માનવ સ્વભાવ છે.

ભગવાન એ છે જેને કોઇ પદ કે પ્રતિષ્ઠા પરવા નથી.

પરમાત્મા આપણા દિલની વાત - દિલનો અવાજ વગર કાને સાંભળે છે.

જે હાથ વિના ફક્ત સંકેત કે સંકલ્પ કે હાજરીથી કાર્ય કરે છે તે ભગવાન છે. 

કરૂણા કરે તે ભગવાન છે, કરૂણા દ્વારા કાર્ય કરે તે ભગવાન છે.

દહેશતથી કંઈ ન થાય,

મહેનતથી કઈક કઈક થાય,

પણ રહેમતથી બધું જ થાય.

ભગવાન ભાવનાનો ભૂખ્યો છે.

3
સોમવાર જુન ૩૦, ૨૦૧૪

જેની પાસે ૬ ભગ હોય તે ભગવાન કહેવાય.

શુકદેવજી ભાગવતમાં કહે છે કે ભગવાનના બે લક્ષણ છે અને તે છે હર અને હરિ.

આ કથાની મુખ્ય ચોપાઈમાં પણ હર અને હરિ છે.

ઈન્સાનને તેની બધી જ ખામીઓ સાથે ભજો, પ્રેમ કરો.

દિક્ષિત ડંકોરી પણ કહે છે કે, " યા તો કબુલ કર મુઝે મેરી કમજોરીઓ કે સાથ, યા છોડ દે મેરી તનહાઇઓ કે સાથ."

વ્યાસપીઠની સાચી ભાષા તો મૌન છે.

મૌન નજર ઘણું બધું કહી જાય છે.

ક્યારેક પરમાત્મા આપણો હાથ પકડે તેવો વૈષ્ણવી મનોરથ આપણે કરવો જોઇએ. ભલે પછી તેના માટે અનેક જન્મો લાગી જાય.

કૄષ્ણ ઉદ્ધવનો હાથ પકડે છે. ઉદ્ધવ માસુક છે, ભક્ત છે, ભગવાનનો પ્રિયતમ છે.

જે કદી વિભક્ત ન થાય તે ભક્ત કહેવાય. ...પૂ. પાંડુરંગ દાદા

વક્તાને પીવા વાળો શ્રોતા જોઈએ.

એકાગ્રતામાં કોઈ એક છે જ્યારે એકાંતમાં તો એકનો પણ અંત થઈ જાય છે, એકાન્ત એ શૂન્ય છે.

ભગવાનનાં બે લક્ષણ છે - હર અને હરિ.

હર એ છે જે આપણી પીડા હરી લે છે. હર દુઃખને હરીને તેનો નાશ કરે છે.

હરિ એ છે જે આપણું સુખ પણ લઈ લે છે અને જેટલા પ્રમાણમાં જરુર હોય તેટલું પરત આપે છે. હરિ સુખને
લઈને પછી તેની પાસે રાખી લે છે અને પછી ભક્તને જેટલા સુખની જરુર હોય તેટલું આપે છે.

સંતનો સંગ એ જ સ્વર્ગ છે.

જ્યાં ગયા પછી સંસારની કોઈ માયા ન બચે તે સ્વર્ગ છે.

સદ્‌ગુરુની છાયામાં આપણું કલ્યાણ થાય.


સંપ્રદાય આચાર્યો દ્વારા ચાલે છે જ્યારે ધર્મ પરમાત્મા દ્વારા ચાલે છે.

4
મંગળવાર જુલાઈ ૦૧, ૨૦૧૪

૬ વસ્તુ જેનામાં અનંત રુપે હોય તે ભગવાન છે.

આપણામાં પણ આ ૬ વસ્તુ છે પણ તે અનંત રુપમાં નથી, ખંડિત રુપમાં છે.

રામ કથા ગૌશાળા છે જ્યાં સાત્વિક શ્રદ્ધા રુપી ગાયનું જતન થાય છે, પોષણ થાય છે.

ઈન્દ્રીયો રુપી ગાયોનો દ્વેષ ન કરો.

કોઈ પણ શુભ શ્રવણ રામ કથા છે.

રામ કથા પાઠશાળા છે જ્યાં રોજ કંઈક નવીન શીખવાનું મળે છે.

રામ કથા વ્યાયામશાળા છે જ્યાં ચૈતસિક વ્યાયામ થાય છે.

રામ કથા ધર્મશાળા છે જો ધર્મની પરિભાષા સત્ય, પ્રેમ અને કરૂણા કરવામાં આવે તો.

જગત એક ધર્મશાળા છે.

ભગવાનની કથા એક પ્રયોગશાળા છે.

ભગવદ ગીતા યોગ શાસ્ત્ર છે.

ગીતામાં જે યોગનું વર્ણન છે તેનો પ્રયોગ રામ કથામાં થાય છે.

સૂત્ર એ એક દેશી બીજ છે કે જેમાં કોઈ જ ભેળસેળ નથી.

જો બ્રહ્મને ન જાણો તો શાસ્ત્ર બિનઉપયોગી છે અને બ્રહ્મને જાણ્યા પછી પણ શાસ્ત્ર બિનઉપયોગી છે.

જેના ચિતમાં કોઇ માટે ભેદ નથી તે ભગવાન છે.......વ્યાસ - મહાભારત

કથા પ્રેમ વાટિકા છે.

૬ ભગ નીચે પ્રમાણે છે.


સમગ્ર ઐશ્વર્ય - આંતર બાહ્ય - પરમાત્માનો ભગ છે.


અનંત કિર્તિ - અખંડ કિર્તિ, યશ પરમાત્માનો ભગ છે. કીર્તિ


અનંત શ્રી - અનંત સૌન્દર્ય, અનંત શોભા પરમાત્માનો ભગ છે.


અનંત પ્રરાક્રમ, અનંત સાહસ પરમાત્માનો ભગ છે.


અખંડ જ્ઞાન પરમાત્માનું ભગ છે.


અખંડ વૈરાગ્ય પરમાત્માનું ભગ છે.કથા બાર બાર - વારંવાર - સાંભળ્યા પછી જ એતબાર આવે.

5
બુધવાર જુલાઈ  ૦૨, ૨૦૧૪

હનુમાનજી જ્ઞાન ગુણ સાગર છે.

જે ભક્તો  માટે અવતરે તે ભગવાન છે.

ભક્ત્ને ભગવાનની જરુર નથી પણ ભગવાનને ભક્તની જરુર છે.

હવે યુદ્ધની નહીં પણ બુદ્ધની જરુર છે.

દુનિયામાં કોઈની કોઈ સાથે સરખામણી કરવાની સત્તા કોઈને પણ નથી.

પરમાત્માની સૄષ્ટિમાં પરિવર્તન છે, પ્રતિકૃતિ નથી.

આપણે બીજા જેવા શું કામ થવું?

આપણે જેવા છીએ તેવા બરાબર છીએ.

ભગવાન ભક્ત માટે આવે પણ તેનાથી બીજા બધા લાભાન્વિત થાય.

ચાર પ્રકારના ભકત હોય છે.


આર્શ ભક્ત


જિજ્ઞાસુ ભક્ત


જ્ઞાની ભક્ત


અર્થાર્થી ભકત

માનવીનું મન અર્થાર્થી ભક્ત છે.

જેનું પ્રત્યેક ચરિત્ર પાવન હોય તે ભગવાન છે.

નિર્દોષ બાળકનું દર્શન હરિ દર્શન છે.

જે પ્રાકૃત - સ્વાભાવિક - નર લીલા કરે તે ભગવાન છે.


ભગવતા એટલે ભગવાનપણું

6
ગુરુવાર જુલાઈ ૦૩, ૨૦૧૪


ભાવ બસ્ય ભગવાન સુખ નિધાન કરૂના ભવન
તજિ મમતા મદ માન ભજિઅ સદા સીતા રવન

............................................................................................ઉત્તરકાંડ .....૯૨ - ખ

સુખના નિધાન અને કરૂણાના ધામ ભગવાન તો ભાવને વશ રહે છે; માટે મમતા, મદ અને અભિમાન તજીને સદાય સીતાપતિ શ્રી રામને ભજવા જોઈએ.

જે ભાવ વશ હોય તે ભગવાન છે.

જે ભોગોને વશ છે તે શેતાન છે, હેવાન છે.

પરમાત્માને મેળવવા માટે - પરમાત્મા તો મળેલ જ છે, ફક્ત તેને ઓળખવાનો બાકી છે. અને આવી ઓળખાણ કોઈ બુદ્ધ પુરુષના માધ્યમથી થાય.

સ્વરૂપ અનુભવ ગમ્ય છે.

પરમાત્મા જ્ઞાન ગમ્ય છે.

શાસ્ત્રના મત પ્રમાણે ૪ પ્રકારના ભગવાન છે.


સ્વયં વ્યક્ત ભગવાન - સ્વયં પ્રગટે તેવા ભગવાન. આવા ભગવાન કાર્ય કારણથી પર છે.


દેવતાઓ દ્વારા પ્રગટાવેલ અથવા દેવતાઓ દ્વારા સ્થાપિત ભગવાન.


સિદ્ધ પુરુષો દ્વારા, આચાર્યો દ્વારા પ્રતિષ્ઠિત મૂર્તિ જેને આપણે ભગવાન કહીએ છીએ. સ્વયં આચાર્ય પણ ભગવાન છે.


માનવ ભગવાન


ભગવાન બુદ્ધે ભાવ શુદ્ધિના ઉપાય કહ્યા છે જે નીચે પ્રમાણે છે.


શરીરનું અવલોકન કરવાથી ભાવ શુદ્ધિ થાય. આ માનવ શરીર મહિમાવંત છે.

બડેં ભાગ માનુષ તનુ પાવા
સુર દુર્લભ અબ ગ્રન્થન્હિ ગાવા
સાધન ધામ મોચ્છ કર દ્વારા
પાઇ ન જેહિં પરલોક સંવારા

.............................................................................................ઉત્તરકાંડ ............૪૨/૭


પોતાના ચિતનું અવલોકન કરવાથી ભાવ શુદ્ધિ થાય. પોતાના ચિતનો અભ્યાસ કરો. ચિત ક્યાં ક્યાં ભટકે છે, શું શું વિચારે છે તેનું અવલોકન કરો. વિનોબાજી આને ચિત શોધન - ચિત મંથન કહે છે.


ચિતની વૃત્તિઓનું અવલોકન કરો.


પોતાની સ્થિતિનું અવલોકન કરો. મારી સ્થિતિ આવી કેમ છે તેનું અવલોકન કરો. આવું કરવાથી આપણે બીજા ઉપર દોષારોપણ નહીં કરીએ.


જે સુખ નિધાન છે તે ભગવાન છે. જેની પાસે જવાથી સુખ મળે, સારું લાગે તે ભગવાન છે.


જે કરૂણા કરે, જે કરૂણાથી ભરેલ હોય, જે કરૂણાનિધાન હોય તે ભગવાન છે.


લાલચ છોડી લાલસા વધારો.

મમતાનું અંધારૂં, મોહનું અંધારૂં છોડીએ તો આવા ભગવાન ઓળખાય.

પદ પ્રતિષ્ઠાનું અભિમાન છોડીએ તો આવા ભગવાન ઓળખાય.

રૂપ, યૌવન, ધન, જ્ઞાન, પદ, પર્તિષ્ઠાનો મદ હોય.

7
શુક્રવાર જુલાઈ ૦૪, ૨૦૧૪

કથાના ૪ બિંદુ હોય છે.

૧ આરભ - કથાનો આરંભ

૨ વિસ્તાર - સુત્રનો વિસ્તાર અને મંત્રનો વિસ્તાર, મંત્ર એટલે વિચાર, વિચારનો વિસ્તાર

૩ પ્રત્યાહાર - સમેટવું

૪ સમાપન

શિવ અને રામ એવા ઉદાર છે કે તેઓ યાચકને પણ ઉદાર સમજે છે.

જે દીન દયાળ છે તે ભગવાન છે.

જેની પાસે ઇમાનદારી નથી તે દરીદ્ર છે.

જેની પાસે વિદ્યા છે પણ વિવેક નથી તે દરિદ્ર છે.

જેની પાસે સત્તા છે પણ સત્ય નથી તે દરીદ્ર છે.

જેની પાસે પદ છે પણ પાદૂકા નથી તે દરીદ્ર છે.

જે સંપન્ન છે પણ  ઉદારતા નથી તે દરીદ્ર છે.

ભૂખ્યાને રોટલી આપવામાં પાત્રતા, જાતિ ન જુઓ. તેની ભૂખ જ તેની પાત્રતા છે, લાયકાત છે.

તૃષાતુરને પાણી આપવામાં પાત્રતા ન જુઓ.

ઠંડીમાં વસ્ત્રદાન કરવામાં પાત્ર, કુપાત્ર ન જુઓ.

ક્ષમા આપવામાં શરણાર્થીની પાત્રતા ન જુઓ.

દીનતાનું સામર્થ્ય બ્રહ્માંડને પણ હલાવી દે છે.

કાંટાનું વાગવું અને ફૂલનું સુગંધ આપવું એ તેનો સ્વભાવ છે.

ભક્તિમાં પહેલાં માનવું પડે જ્યારે જ્ઞાનમાં પહેલાં જાણવું પડે.

ભયથી કરેલ ભક્તિ આર્ત ભક્તિ છે.

ભય ભક્તિમાં પરિવર્તિત થાય છે.

લોભથી કરેલ ભક્તિ યથાર્થી ભક્તિ છે.


સાધક ભાવથી કરેલ ભક્તિ, જાણવા માટે કરેલ ભક્તિ જિજ્ઞાસુ ભક્તિ છે.


8
શનિવાર જુલાઈ ૦૫, ૨૦૧૪

  1. બુદ્ધિ
  2. મતિ
  3. મેઘા
  4. પ્રજ્ઞા
જનકસુતા જગ જનનિ જાનકી
અતિસય પ્રિય કરુનાનિધાન કી
તાકે જુગ પદ કમલ મનાવઉં
જાસુ કૃપા નિરમલ મતિ પાવઉ

............................................................................બાલકાંડ ૧૭/૭


મા જ મતિને સુમતિ કરી શકે, બાપ ન કરી શકે.

બુદ્ધિ અંતઃકરણનો એક વિભાગ છે.

કરણ એટલે ઈન્દ્રીય

મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ અંતઃકરણ છે.

સમષ્ટિના અંતઃકરણની બુદ્ધિ બ્રહ્મા છે.

વ્યભિચારીણી બુદ્ધિ

શત્રુપા બુદ્ધિ - સો રૂપવાળી બુદ્ધિ

ભણવાથી બુદ્ધિ વિકસિત થાય.

દરેક સંશય જ્યાં સમાપ્ત થઈ જાય તેવી બુદ્ધિની સ્થિતિ એ મેઘા છે.

મતિ પ્રજ્ઞા સુધી પહોંચે પછી તેને કોઈ બુદ્ધ પુરુષ દ્વારા પ્રતિષ્ઠિત કરવી પડે.

ભજનાનંદી વ્યક્તિ ભગવાન છે.

જે તૈલ ધારા વત જપે તે ભગવાન છે.

અવિનાશી સ્વરુપ જે અનુભવે તે ભગવાન છે.

જે બધાનું કલ્યાણ કરે - કોઈનું ખોટું ન કરે તે ભગવાન છે.

જે જ્ઞાનની ખાણ છે તે ભગવાન છે, હનુમાન, શિવ જ્ઞાનની ખાણ છે અને તેથી તે ભગવાન છે.

જેના જીવનમાં રસ હોય તે ભગવાન છે. જેનામાં પ્યાર મહોબતનો રસ હોય તે ભગવાન છે.

રસ ભગવાન છે. રસૌ વૈસઃ

રસની સૃષ્ટિ ભગવાન છે.

ભગવાન રસ રૂપ છે.

સૂર્ય ચંદ્રમાં જે પ્રકાશ છે તે ભગવાન છે.

જેની આંખોમાં નિર્દોષતાનો પ્રકાશ છે, શીતળતાનો પ્રકાશ છે તે ભગવાન છે.

આપણો સ્વાર્થ આપણને રસ માણવામાં બાધક બને છે.

વેદમાં પ્રણવ - ઓમકાર ભગવાન છે.

આકાશમાં શબ્દ ભગવાન છે, તેથી શબ્દ બ્રહ્મ કહેવાય છે.

માનવીમાં પૌરૂષત્વ - પરાક્રમ ભગવાન છે.

પૃથ્વીમાં પરમ - પવિત્ર ગંધ ભગવાન છે.

સદ્‌ગુરુની- પીરની ખુશ્બુ ભગવાન છે.

સારી સુગંધ ભગવાન છે.

તેજ - વિદ્યાનું તેજ, શાલીનતાનું તેજ, વિવેકનું તેજ - ભગવાન છે.

સમગ્ર પ્રાણી જગતમાં જીવન તત્વ ભગવાન છે.

તપસ્વીઓનું તપ - સહન કરવાની શક્તિ ભગવાન છે.

બુદ્ધિમાનોમાં બુદ્ધિ ભગવાન છે.

બળવાનોનું બળ ભગવાન છે.

ધર્મ સંમત કામ - કામના ભગવાન છે.


માનવી નીચે દર્શાવેલ કારણો સહ સ્થળાંતર - હિજરત કરે છે.


જ્યાં વારંવાર કુદરતી પ્રકોપ આવ્યા કરતા હોય ત્યાંથી માનવી હિજરત કરે.


જે રાજ્યનો શાસક દુષ્ટ હોય તે રાજ્યની પ્રજા હિજરત કરે.


જ્યાં આતંક હોય, ગુંડા તત્વો હોય તે સ્થળેથી માણસો હિજરત કરે.


સાધુ સંત હિજરત કર્યા કરે જેથી તેમની ખુશ્બુ બધે મળતી રહે.


સુખની શોધમાં માણસ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે.

9
રવિવાર જુલાઈ ૦૬, ૨૦૧૪


ભગવાન રામની યાત્રા હંમેશાં આગળ જ વધે છે, પરત નથી વધતી.

એક નદીના પ્રવાહની તરફ હંમેશાં આગળ જ વધો.

જો ટ્રેઈન ચાલતી હોય તેમજ ટ્રેક ઉપર હોય તો ધીમે ધીમે ક્રમશઃ આગળનાં સ્ટેશન આવતાં જ જાય.

કોઈ વક્તાને પકડે છે તો કોઈ વ્યક્તિત્વને પકડે છે.

તિલક, ગાંધીજી વગેરેએ વ્યક્તિત્વને પકડ્યું છે, જ્યારે મીરાએ વ્યક્તિને પકડી છે. મીરાનો સંબંધ કૃષ્ણ સાથે છે, કૃષ્ણના વ્યક્તત્વ સાથે નથી, કૃષ્ણે શું કહ્યું છે તેની સાથે નથી.

સત્યનો બધી જ દિશાઓમાંથી સ્વીકાર કરો.

દાન નહીં પણ દાન આપનાર મહિમાવંત છે.


દૂરના ભગવાનને પ્રણામ કરો અને નજીકના ભગવાનને ઓળખો, સ્વીકાર કરો, પ્રેમ કરો.

વર્તમાનને ગુમાવવો એ બહું મોટો ખોટનો ધંધો છે.

જો ગાયમાં ભગવાન દેખાય તો ગરીબમાં ભગવાન કેમ ન દેખાય?

જે અજ્ઞાનીને, કુટીલને, મોહ વશને, મંદમતિને ભૂલે નહીં તે ભગવાન છે.

જે ૩ વસ્તું કાયમ મલતી રહે તેવું કરે તે ભગવાન છે.

૧ વિજય

૨ વિવેક

૩ વિભૂતિ

વિજયમાં થોડું અભિમાન આવી જાય.

પ્રેમમાં વિજય કે હાર નથી - જય વિજય નથી પણ પ્રેમમાં કાંતો બંને હારે અથવા બંને જીતે.

ભગવાન, બુદ્ધ પુરુષ, સદ્‌ગુરુ એ છે જે વિજય માટે મન ઉપર સ્નેહયુક્ત નિયંત્રણ કરે, પથ્થર દિલ હ્નદય
પીગળવા લાગે એવી બુદ્ધિ ઉપર સ્નેહયુક્ત નિયંત્રણ કરે, ચિત ઉપર નિયંત્રણ કરે, અહંકાર ઉપર વિજય કરાવે.

જે અંતઃકરણ - મન, બુદ્ધિ, ચિત, અહંકાર - ઉપર સ્નેહયુકત નિયંત્રણ કરાવે તે ભગવાન છે.

જે આપણને વાણીનો વિવેક, વર્તનનો વિવેક શીખવાડે તે ભગવાન છે.

વિભૂતિ એટલે ઐશ્વર્ય.

દીવો ઓલવાઇ જાય તે પહેલાં બીજો દીવો પ્રગટાવી દો.

અભય એ દૈવી ઐશ્વર્ય છે.

જે બુદ્ધ પુરુષ અભય અપાવે તે ભગવાન છે.

નિર્ભયતા ઉપકરણ દ્વારા પ્રાપ્ત થાય પણ અભયતા બુદ્ધ પુરુષ દ્વારા પ્રાપ્ત થાય.

અભય સત્યમાંથી મળે.

જેટલા પ્રમાણમાં સત્યની નજીક રહેવાય તેટલા પ્રમાણમાં અભય પ્રાપ્ત થાય.

વિવેક આંતર બાહ્ય બંને પ્રકારનો હોવો જોઇએ.

બુદ્ધ પુરુષનો સંગ પશુને પણ માનવ બનાવી દે છે.

એક ક્ષણમાં જે બધાને મળે, બધાને સંતુષ્ટ કરે તે ભગવાન છે.


જેનો મર્મ કોઇ જાણી ન શકે તે ભગવાન છે.શ્રી ભરતભાઈ પટેલ દ્વારા કથા દોહન પ્રસ્તુતિના ભાગ રુપે  "અકિલા" માં પ્રકાશિત થયેલ કેટલાક લેખ છે જે નીચે શ્રી ભરતભાઈ પટેલ અને અકિલા ના સૌજન્ય સહ અત્રે પ્રસ્તુત છે.
  • કોઇની નિંદા ન કરો, નિદાન કરો... નિદાન હંમેશા કલ્‍યાણ પક્ષે હોય છે : પૂ. મોરારિબાપુ


http://www.akilanews.com/02072014/rajkot-news/1404297757-27600

ઇટાલીના ખ્રિસ્‍તીધામ પ્રાચિન શહેર રોમમાં પૂ. મોરારિબાપુની નવદિવસીય શ્રી રામકથાના ચતુર્થદિને ‘‘માનસ ભગવાન'' વિષયના પરિપ્રેક્ષ્યમાં પરમત્‍વની બૃહદ્‌્‌ સમજની અદ્‌ભૂત પ્રસ્‍તુતિથી શ્રોતાઓ ભાવ વિભોર, રોમના ભવ્‍ય કોન્‍સિલિએઝન હોલમાં રામજન્‍મોત્‍સવ ઉજવાયો
રાજકોટ તા. ર :.. વૈશ્વિક સંત અને સુપ્રસિધ્‍ધ રામાયણી પૂ. મોરારિબાપુ રામકથાના માધ્‍યમથી વિશ્વના તમામ ધર્મને એક મંચ પર લાવીને શાંતિ, પ્રેમ અને સદ્દભાવનાનો સંદેશો આપવા વિવિધ દેશોમાં  રામકથાનું તત્‍વજ્ઞાન હળવી અને સહજ શૈલીમાં રજુ કરી રહ્યા છે. આજકાલ તેઓ ખ્રિસ્‍તીઓના પ્રદેશ ઇટાલીના રોમ શહેરમાં ગુજરાતીઓ સહિતના ભારતીય શ્રોતાઓ અને સ્‍થાનિક ધર્મપ્રેમીઓને સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશો આપી રહ્યા છે, વિશ્વના ધર્મો આ ત્રણેય પરમતત્‍વોને સ્‍વીકારે, આ ત્રણેય બાબતો ભગવાન રામમાં મૂર્તિમંત છે. ‘‘રામો વિગ્રહવાન ધર્મ'' રામાયણના આદ્ય રચયિતા વાલ્‍મિકીની દ્રષ્‍ટિએ રામ મૂર્તિમંત ધર્મ છે તેથી રામ અને રામાયણ વર્તમાન જગત માટે નિતાંત આવશ્‍યક છે, માનવીને અને સમગ્ર સમાજને ભવિષ્‍યમાં પણ યજ્ઞફળ આપનારી રામકથાનું પૂ. મોરારિબાપુ ઇટરાલીના પ્રાચીન શહેર રોમના કોન્‍સિલીજીયન ઓડીટોરિયમ ખાતે ઇટાલીયન સમય સવારે ૯-૩૦ થી ૧-૩૦, ભારતીય સમય પ્રમાણે બપોરે ૧ થી પ સુધી રામકથાના અર્ક સમાન તત્‍વજ્ઞાન ‘માનસ ભગવાન' વિષયે છેલ્લાં ત્રણ દિવસથી રામ રસનું યાન કરાવી રહ્યા છે. ૧૭૦૦ બેઠકની ક્ષમતાના આ હોલમાં પહેલાં દિવસથી જ શ્રોતાઓની સંખ્‍યા ભરચક રહે છે, ગઇકાલે ચોથા દિવસે ઓડીટોરિયમ બહાર મુકેલ માઇક સ્‍પીકરોમાં રામકથા સાંભળવાવાળા શ્રોતાઓની સંખ્‍યા પણ ઘણી હતી.
    પૂ. મોરારિબાપુએ શ્રીરામ કથાના પ્રથમ ત્રણ દિવસ ભગવાન વિષયે સંવાદી ચર્ચા કરી ભગવાનની સર્વ વ્‍યાયકતાનું દર્શન કરાવ્‍યું બે દિવસ ચાલેલી આ સંવાદમય ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી, ગઇકાલે ચોથા દિવસે પૂ. બાપુએ રામકથાના મુખ્‍ય વિષય ‘માનસ ભગવાન' ના ઉપક્રમને આગળ વધારતાં કહ્યું કે, ‘ભગવાન અનંત છે, વિભૂનો કોઇ અંત નથી, જેમાં  છ વસ્‍તુ અનંત છે તેને આપણે ભગવાન કહીએ છીએ, ભગવતા હોય તે ભગવાન. કોઈપણ દેશ અને કાળ માટે આ સનાતન સત્‍ય આત્‍મસાત કરવુ જ રહ્યુ. આવા પરમ તત્‍વને કથામાંથી સમજવુ જોઈએ તો જ કથા શ્રવણની સાર્થકતા છે, હંમેશા હૃદયના દરવાજા ખુલ્લા રાખો, આંખો ખુલ્લી રાખો. આપણે બંધિયાર થઈ ગયા છીએ એટલે જ માનવીય સમસ્‍યાઓ સર્જાણી છે. બાપુએ શ્રોતાઓને શીખ આપતા કહ્યુ કે, ‘કોઈની નિંદા ન કરો, નિદાન કરો. નિદાન હંમેશા કલ્‍યાણ પક્ષે હોય છે. જેનામા ભેદ હોય તે બીજાને શાંતિ નહિ આપી શકે અને મેળવી શકશે પણ નહિં. ભગવાન કૃષ્‍ણ અભેદ છે, તેમના મતે કર્ણ ધર્માત્‍મા છે, દુશ્‍મન પર પણ દયા કરવાવાળો કર્ણ છે, દુશ્‍મનના પણ સારા ગુણ જોવાની આ છે અભેદયતા.
   ચાર કલાકની આ શિસ્‍તબદ્ધ કથામાં શ્રોતાઓની ચીઠ્ઠીઓના જવાબ આપતા પૂ. બાપુએ કહ્યુ કે, ‘કથા પ્રેમવાટિકા છે, ધર્મશાળા છે, રામકથાનું આદર્શ પાત્ર ભરત માનવ સમાજને પ્રેમનો સંદેશો આપે છે, કથામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે છેલ્લે ધર્મશાળા પણ ઉચિત શબ્‍દ છે. ભગવાન શિવ દ્વારા રચિતશ્રી રામકથા તેમણે પાર્વતીને સંભળાવી હતી ત્‍યારબાદ સદીઓથી આ સનાતન સત્‍યનો સંદેશો આપતી કથાએ તત્‍કાલીન માનવ સમાજને જીવનનું પથદર્શન કરાવ્‍યુ છે.
   પૂ. મોરારીબાપુએ રોમ ખાતેની ચોથા દિવસની કથામાં જીજ્ઞાષુ શ્રોતા સમુદાય સમક્ષ માનવ સમાજ જેને પરમતત્‍વ-ભગવાન માને છે તેની બૃહદ પરિભાષા સમજાવતા કહ્યુ કે, ‘માનવ સ્‍વરૂપે ઘટતી ઉપર અવતરેલ દિવ્‍યાત્‍મામાં ૬ અનંત વસ્‍તુનું દર્શન થાય છે... આંતર-બાહ્ય ઐશ્વર્ય. આ દિવ્‍ય ઉપલબ્‍ધિને આલોચનાની કોઈ અસર થતી નથી. આવી અખંડ કિર્તીના માલિક હોય છે ત્રીજી અનંત વસ્‍તુ, અનંત શ્રી - શોભા, સૌંદર્ય. પરમાત્‍માનું સૌંદર્ય અખંડ રહે છે, હંમેશા અખંડ શ્રી વિભુષિત હોય છે, અનંત આગેકૂચ અને અનંત વિક્રમ - પરાક્રમ છે. અખંડ જ્ઞાન અને અખંડ વૈરાગ્‍ય ભગવાનની ઓળખ છે. અખંડ સ્‍વાર્થરહીત સમજ ભગવાનની અનંતતાના માપદંડ છે. આ પુર્ણ પરમાત્‍મા, પુર્ણ બ્રહ્મના આપણે અંશો છીએ ત્‍યારે પ્રવર્તમાન કલીકાળમાં ભગવાનના આવા ઐશ્વરીય ગુણોને શા માટે ન અનુસરીયે? શ્રી રામ અનંત છે, શ્રી રામ કથા અનંત છે. ભુતળ ઉપરના સર્વે માનવીઓને દિવ્‍ય અને ઉચ્‍ચતર જીવનનો સંદેશો આપે છે. તુલસીદાસે આ કથાને ભાષાબધ્‍ધ કરી, આપણે ભાવબધ્‍ધ કરીએ એ સમયની માંગ છે.
   પૂ. બાપુએ કહયું કે, વિશ્વના માનવ સમાજને ધરતી ઉપર દિવ્‍ય જીવનનો સંદેશો આપતા બે ભારતીય સદગ્રંથો ભાગવત અને રામાયણ-રામકથાના ચિરાગ-દિવાને બુઝાવવા સમયે સમયે અનેક આંધી-તોફાનો આવ્‍યા પણ બુજાવી શકયા નથી. માનવીને સદપ્રકાશ આપતી આ દિવ્‍ય જયોત આજે પણ અનેક માનવીના જીવનને પ્રકાશ આપી રહી છે.
   રામાયણના આદર્શ મહિલા પાત્રો કૌશલ્‍યા, રામના નાનાભાઇ લક્ષ્મણના ધર્મપત્‍ની વિશ્વના દંપતીઓ માટે આદર્શ બની રહેવા જોઇએ. પતિને પ્‍યાર કરો, પતિ-પત્‍નિ પારસ્‍પરીક આદર અને પ્‍યાર કરે આ છે રામકથાની શીખ. બાપુએ હળવો વ્‍યંગ કરતા કહયું કે, આજે આપણા ઘરે વસ્ત્રોના કબાટો ભર્યા છે. પરંતુ આપણે ઉઘાડા પડતા જઇએ છીએ!! આવું કેમ?
   ચોથા દિવસના કથા વિરામ સમાપન તરફ આગળ વધતા પૂ. મોરારીબાપુએ અયોધ્‍યામાં દશરથ રાજાએ પુત્ર પ્રાપ્તી માટે યજ્ઞ કર્યો તેની કથાનું રસપ્રદ વર્ણન કરતાં કહયું કે, આ યજ્ઞનો પ્રસાદ યથા યોગ્‍ય રીતે ત્રણે રાણીઓને દશરથ રાજાએ વહેંચ્‍યો અને પરીણામે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્‍નની પ્રાપ્તી થઇ તે પ્રમાણે માનવ સમાજને રામકથાના યજ્ઞફળથી રામ (સત્‍ય), લક્ષ્મણ (જાગૃતી), ભરત (પ્રેમ) અને શત્રુધ્‍ન (મૌન સમર્પણ) જેવા મુલ્‍યોની પ્રાપ્તી થશે.
   ચોથા દિવસે રામકથા વિરામ પૂર્વે રોમના ભવ્‍ય ઓડીટોરિયમમાં શ્રોતાઓએ  રામજન્‍મને વધાવીને નાચ-ગાન સાથે રામ જન્‍મોત્‍સવ ઉજવ્‍યો હતો, ‘અવધ મેં આનંદ ભયો' નાદથી હોલ ગુંજી ઉઠયો હતો. રામજન્‍મની કથાયાત્રા પૂ. બાપુ આવતીકાલે આગળ વધારશે.
   પૂ. મોરારિબાપુની રોમની રામકથાની સાથે સાથે
   * રામ અને રામ કથા વર્તમાન જગત માટે નિતાંત આવશ્‍યક છે, ભવિષ્‍ય માટે પણ સદાય માર્ગદર્શક બની રહેશે.
   *કોઇની નિંદા ન કરો, નિદાન કરો... નિદાન હંમેશા કલ્‍યાણપક્ષે હોય છે.*જેનામાં ભેદ હશે તે બીજાને શાંતિ નહિ આપી શકે, અને મેળવી શકશે પણ નહી.  *કથામાંથી પરમતત્‍વ સમજવું જોઇએ તો જ કથાશ્રવણની સાર્થકતા છે. *વિભુનો કોઇ અંત નથી, જેમાં છ વસ્‍તુ અનંત છે તેને આપણે ભગવાન કહીએ છીએ. *‘‘દુશ્‍મન પર પણ દયા કરવાવાળો કર્ણ છે, કર્ણ ધર્માત્‍મા છે.'' આ છે કૃષ્‍ણનું અલૌકિક અભેદયરૂપ. *શ્રી રામ મૂર્તિમંત ધર્મ છે, રામકથા સંપૂર્ણ માનવીય છે. *સત્‍ય, પ્રેમ, કરૂણા વગેરે મૂલ્‍યો શાશ્વત અને સનાતન છે, તેના કોઇ પ્રદેશ કે સીમાડા નથી. *તુલસીદાસે રામકથાને ભાષાબદ્ધ કરી છે, ચાલો આપણે ભાવબદ્ધ કરીએ.
   - ભરતભાઇ પટેલ
   (આસ્‍થા ટીવી ચેનલ પરથી દોહન)


  • ભગવાન અપ્રાકૃત નહિં, પ્રાકૃત હોવા જોઈએ : પૂ. મોરારિબાપુ

http://www.akilanews.com/03072014/main-news/1404385327-42230

ઈટાલીના રોમ શહેરમાં યોજાયેલ પૂ. મોરારિબાપુની રામકથાના પાંચમા દિવસે વ્‍યાસપીઠેથી ભગવાનની શેર - શાયરી અને વૈષ્‍ણવ ગીત - સંગીતથી કથા હોલ ગુંજી ઉઠયો : કથા દરમ્‍યાન પધારેલ ચર્ચના ફાધર - ખ્રિસ્‍તી ધર્મગુરૂનું વ્‍યાસપીઠેથી સ્‍નેહભર્યુ સ્‍વાગત કરાયું : ફાધરની આર્શીવચન સ્‍પીચ સાથે પાંચમા દિવસની કથાને વિરામ અપાયો

રાજકોટ, તા. ૩ : વિશ્વના સૌથી પ્રાચીન શહેર ઈટાલીના રોમ ખાતે ભારતના સન્‍માનીય સંત અને સુપ્રસિદ્ધ રામાયણી પૂ. મોરારિબાપુની કથા કારકિર્દીની ૭૪૨ મી શ્રી રામકથા ‘‘માનસ ભગવાન'' વિષયે અલગ અંદાજથી, સાંપ્રત માનવ સમાજને ભગવાનની પરિભાષાનો શ્રી રામકથાની પ્રસ્‍તુતિમાં સમયોચિત પરિવર્તન કર્યુ છે. પહેલા ફકત રામાયણની કથા કરતા પૂ. બાપુએ હવે ભારતીય દિવ્‍ય ગ્રંથો રામાયણ અને મહાભારતના ભાગવત ગ્રંથનાં તત્‍વજ્ઞાનને વર્તમાન માનવ સમાજને દૃષ્‍ટિ પ્રદાન કરતા કોઈ એક વિષયને લઈને નવ દિવસ કથાની સાથે ચર્ચા કરે છે.
   ઈટાલીના રોમ ખાતે ચાલતી તેમની રામકથામાં પૂ. બાપુએ પરમતત્‍વ ભગવાનની બૃહદ વ્‍યાખ્‍યા કરીને તાત્‍વિક ઓળખની સમજ આપી હતી. ચાર દિવસની કથાયાત્રામાં પૂ. બાપુએ રોમના શ્રોતા સમુદાયને પ્રભુના અનંત સ્‍વરૂપનું દર્શન કરાવ્‍યું. ઈશ્વર અનંત છે. તેથી ઉત્‍ક્રાંતિ પણ અનંતકાળ સુધી ચાલતી રહેશે. ભવિષ્‍યના પ્રવાસથી માનવીની સમજ અજ્ઞાત છે, પરંતુ સમગ્ર માનવજાત ભગવાનની ઓળખના દિવ્‍ય જ્ઞાનને સંપૂર્ણ કરવા ધર્મ, વંશ અને રાષ્‍ટ્રવાદથી ઉપર ઉઠી સહિયારો પ્રયત્‍ન કરશે તો આધ્‍યાત્‍મ અને વિજ્ઞાનના સહિયારા પ્રયત્‍નથી દિવ્‍ય જ્ઞાનમાં આપણને જણાતા અવરોધો અને ખાડા વહેલાસર ભરી શકવાની શકયતા છે. વિશ્વનાં માનવીએ હવે વિશાળ ભાવનાથી જીવવું જરૂરી છે અને તો જ આપણે ભાવિ યુગની અપેક્ષાઓને પૂરી કરી શકશું. ભાવિ યુગ અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સુવર્ણમય સંગમ હશે. ગઈકાલે રોમ ખાતેની રામકથાના પ્રારંભ પૂર્વે કથામાં ઉપસ્‍થિત જાણીતા કથાકાર ડો. ભુપેન્‍દ્ર પંડયાના પ્રેરક પ્રવચનોનાં સંકલનનું પુસ્‍તક વ્‍યાસપીઠે પૂ. મોરારીબાપુને અર્પણ કરીને આર્શીવાદ લીધા હતા. ત્‍યારબાદ રોમની કથાના આયોજકો પૈકીના સદ્દગ્રહસ્‍થે પૂ. બાપુની ચોથા દિવસની કથાનો અંગ્રેજી અનુવાદ શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યો હતો.
   પૂ. બાપુએ કથા પ્રસ્‍તુતિ પૂર્વે રોમને પાવનભૂમિ કહીને અહિં પવિત્ર ઘટના ઘટી તેને સાદર પ્રણામ કર્યા હતા. ભગવાન ઈશુનું અવતરણ અહિંની પવિત્ર ઘટના છે. કથા ઉપક્રમનો પ્રારંભ કરતાં પૂ. બાપુએ કહ્યું કે, રામચરિત માનસમાં રામ, શિવ, હરિને ભગવાન કહ્યા છે. ગોસ્‍વામી તુલસીદાસના મતે ‘‘ભગવાન એ છે કે જે ભકતો માટે અવતાર ધારણ કરે છે'' બાપુએ કહ્યું કે, તુલસીદાસના આ વિધાન સામે કોમેન્‍ટ કરતા પહેલા હું સો વાર વિચાર કરૂં છું. તેમણે ઉમેર્યુ કે, મંદિર, મારૂ મંદિર, મારો ધર્મ એ યોગ્‍ય નથી. જીસસ તેના પ્રથમ પ્રવચનમાં કહે છે કે માનવી પોતાનું આચરણ સુધારે,સ્ત્રીઓનું અપમાન ન કરો, અશકતોને ત્રાસ ન આપો, નિર્દોષોનું રકત ન બહાવો, એનો મતલબ એવો નથી કે દોષિતોના ખૂન ન બહાવો.
   પૂ. બાપુએ કહ્યું કે આજે હું વ્‍યાસપીઠેથી કહું છું કે ભકતને માટે જ ભગવાન છે, અભકત માટે નથી? ભગવાન ભકતો માટે જ અવતાર ધારણ કરે છે? નિર્દોષોનું લોહી ન વહાવો, હું કહું છું કે કોઈનું રકત ન બહાવો. ધર્મગુરૂઓને કોને અધિકાર આપ્‍યો છે કે, તેઓ નક્કી કરે કે આ દોષિત છે અને આ નિદોર્ષ છે? કથા પ્રવાહમાં પૂ. બાપુએ પરાપૂર્વથી ચાલ્‍યા આવતા અનેક અપ્રસ્‍તુત કથનોનું ખંડન કરતા કહ્યું કે, વેદશાષાોનું સમય સમય પર શુદ્ધિકરણ થવું જોઈએ. વેદવિજ્ઞાન સમગ્ર માનવજાતની ધરોહર છે, તેથી તેને માટે અહંકાર અને અભિનિવેષ પ્રધાન શ્રેષ્‍ઠતા અને અન્‍ય રાષ્‍ટ્રો પ્રત્‍યે અનાદર સેવવાની જરૂર નથી.
   કારણ કે દરેક રાષ્‍ટ્રનો આવો ભકિતસ્ત્રોત હોય છે. બાપુએ કહ્યું કે, ‘‘કોઈ વિચાર આખરી નથી, તેમાં સંશોધન થવું જોઈએ એટલે જ બુદ્ધ તેમના શિષ્‍યો, ભકતોને હંમેશા કહેતા કે, મારી પ્રતિભા અને લોકપ્રિયતાને ધ્‍યાનમાં લઈને મારી વાત માની લેતા નહિં, તમે વિચારજો, તમારો અનુભવ હા પાડે તો જ સ્‍વીકારજો. પૂ. બાપુએ ઉમેર્યુ કે, નાળીયેરીના વૃક્ષોના રોપાને એક લાઈનમાં રોપી શકાય પણ ઉછરીને મોટા થતા ઉપરના ભાગે કઈ તરફ વળે તેને રોકી ન શકાય.
   ભૂતળ પર ભગવાનના અવતરણનું  કારણ ભકત હોય પણ લાભાન્‍વિત આખુ જગત છે. આ દુનિયામાં કોઈ નિદોર્ષ નથી, બધા દોષી છે. કોઈ સાધુ નથી બધા અસાધુ છે, ખલ છે, બધા પાપાત્‍મા છે. કોઈ વૈદ્ય તંદુરસ્‍તની સેવા - સુશ્રુષા નથી કરતા, મરીજ, દર્દીનો જ ઈલાજ કરે છે. કથા ભકત માટે ભગવાન આવ્‍યા છે? તિલક કરે એ ભકત? ભકતની વ્‍યાખ્‍યા શું છે? ભકત ચાર પ્રકારના છે, તેના માટે ભગવાને આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે. આર્ત ભકત, અથાર્થી ભકત, જ્ઞાનીભકત અને જીજ્ઞાષુ ભકત.
   પૂ. બાપુએ વ્‍યાસપીઠેથી વારંવાર ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘‘ભગવાન અપ્રાકૃત નહિં, પ્રાકૃત હોવા જોઈએ. બે હાથવાળા ભગવાન જોઈએ'' ભકતને માટે આવે અને બધાને લાભ મળે તે ભગવાન, જેના હર ચરિત્ર પાવન છે તે ભગવાન તુલસીદાસ કહે છે કે મારા ઈષ્‍ટદેવ બાળક રામ છે.
   મહાભારતનું યુદ્ધ અને ભગવાન શ્રી કૃષ્‍ણની પ્રાકૃતતાનું વર્ણન કરતા પૂ. બાપુની આંખો ભીની થઈ ગઈ હતી અને કથાવિરામ સુધી આંખોમાંથી આંસુ ટપકતા હતા. તેમણે કહ્યું કે મહાભારતનું યુદ્ધ પ્રાકૃત છે. શ્રી કૃષ્‍ણનું આગમન, નિરાગમન સ્‍વાભાવિક અને માનવીય છે. તેમણે જરૂર પડે ત્‍યાં જ ઐશ્વર્ય બતાવ્‍યું છે. યુદ્ધ પૂરૂ થયુ ત્‍યારે કૃષ્‍ણને તેના મા - બાપ યાદ આવ્‍યા, પાંડવો પાસેથી જવાની રજા માંગી, એમાં કૃષ્‍ણના માનવીય દર્શન થાય છે, કૃષ્‍ણ પ્રાકૃતિક રીતે સંપૂર્ણ જીવન જીવ્‍યા હતા.
   યદુવંશની નારીઓ આજે પણ કાળા વષાો પહેરે છે, તેઓ માને છે કે કૃષ્‍ણ ગયા પણ તેનો શોક હજુ પણ છે, કૃષ્‍ણની બાબતમાં કોઈ ચમત્‍કાર નહિં, કોઈ પ્રચાર નહિં, નિયતિને રોકી શકયા નહિ ભગવાન કૃષ્‍ણ પ્રાકૃત ભગવાન છે. આ ભાવવાહી પ્રસ્‍તુતિ દરમ્‍યાન પૂ. બાપુ રડતા રહ્યા હતા.
   કથાના આગળના ઉપક્રમમાં પૂ. બાપુએ સ્‍વસ્‍થ થઈને કહ્યું કે, ભગવાન, આત્‍મા કયાંય જોવામાં આવતા નથી તો તેની ચર્ચા શા માટે?
   અંદર સે આતે આતે
   રૂકતા કૌન હૈ?
   તું નહિં અંદર તો,
   દુખતા કૌન હૈ?
   અગર નહિં પરદા,
   દિખતા કયું નહિં?
   પરદા હૈ તો,
   છીપતા કૌન હૈ?
   અગર વો નહિ સુનતા,
   તો સુનતા કૌન હૈ?
   કોઈ વૃક્ષને આપણે જોઈએ છીએ, પણ જેના કારણે વૃક્ષ છે તેના મૂળીયાને આપણે જોઈ શકતા નથી. શરીરને આપણે જોઈએ છીએ પરંતુ જેને કારણે શરીર છે તે આત્‍માને આપણે જોઈ શકતા નથી. બીજ, મૂળ નથી દેખાતા તેના કારણે જ વૃક્ષો દેખાય છે.
   ગઈકાલે શ્રી રામકથાના પાંચમા દિવસે રોમનો કથા હોલ શેર, શાયરી અને વૈષ્‍ણવ ભકિતના તાલબદ્ધ ગીતોથી ગુંજી ઉઠયો હતો.
   
   પૂ. મોરારિબાપુની રોમની રામકથાનાં આધ્‍યાત્‍મિક અંશો
   *     ભાવિયુગ અધ્‍યાત્‍મ અને વિજ્ઞાનનો સુવર્ણમય સંગમ હશે.
   *     રોમ - વેરીકન પ્રદેશમાં ઈશુનું અવતરણ અહિંની પવિત્ર ઘટના છે.
   *     તુલસીદાસ કહે છે, ‘‘ભગવાન એ છે, જે ભકતો માટે ભૂતળ પર આવે છે.''
   *     ભકત માટે જ ભગવાન છે, શું અભકત માટે નથી? : વ્‍યાસપીઠ વિધાન
   *     દોષિત અને નિદોર્ષ હોવાનું નક્કી કરવાનો ધર્મગુરૂઓને કોને અધિકાર  આપ્‍યો છે?
   *     વેદ - શાષાોનું સમય સમય પર શુદ્ધિકરણ થવું આવશ્‍યક  જ નહિં અનિવાર્ય છે.
   *     કોઈ વિચાર આખરી નથી, તેમાં સંશોધન થવું જોઈએ : મોરારિબાપુ
   *     ભૂતળ પર ભગવાનના અવતરણનું કારણ ભકત હોય પણ લાભાન્‍વિત આખુ જગત છે.
   *     આ દુનિયામાં કોઈ નિદોર્ષ નથી, બધા દોષી છે, કોઈ સાધુ નથી, બધા અસાધુ છે.
   *     કોઈ વૈદ્ય નિરોગી માનવીની સારવાર - સુશ્રુષા નથી કરતો, રોગી - દર્દીનો જ ઈલાજ કરે છે.
   *     ભગવાન અપ્રાકૃત નહિં, પ્રાકૃત હોવો જોઈએ.
   *     ભગવાન કૃષ્‍ણનું ધરતી પર આગમન અને આવાગમન સ્‍વાભાવિક અને માનવીય છે, શ્રી કૃષ્‍ણ પ્રાકૃત ભગવાન છે.
   *       જેના હર ચરિત્ર પાવન છે તે ભગવાન છે.
   - ભરતભાઈ પટેલ
   (આસ્‍થા ટી. વી. ચેનલ પરથી શ્રી રામકથાનું આધ્‍યાત્‍મિક દોહન)  • શ્રીમદ્દ વલ્લભાચાર્યજી શાસ્ત્ર પ્રમાણિત માનવ ભગવાન છે : પૂ. મોરારિબાપુ


http://www.akilanews.com/04072014/rajkot-news/1404464209-27713


શ્રી રામકથાના વૈશ્વિક બ્રાન્‍ડ એમ્‍બેસેડર અને માનવકલ્‍યાણની દિવ્‍ય વિચારધારાના માલિક પૂ. મોરારિબાપુ ભારતીય ધર્મગ્રંથ ‘‘રામાયણ'' ને કેન્‍દ્રમાં રાખીને શ્રી રામકથાના માધ્‍યમથી વિશ્વના માનવસમાજને જીવ, જમીન અને જળનું સંચાલન કરતા સૂક્ષ્મ પરમતત્‍વનું આધ્‍યાત્‍મિક દર્શન કરાવી રહ્યા છે : ‘‘શ્રી રામકથા માનવ સ્‍વરૂપે પૃથ્‍વી ઉપર અવતરેલ ભગવાન રામની જીવનકથા છે,

પરંતુ તેમાં માનવીય મૂલ્‍યોનું દર્શન છે, સદીઓ પછી પણ આ કથા તત્‍કાલીન માનવસમાજને પ્રેરણા આપતી આવી છે
   સાંપ્રત બુદ્ધપુરૂષ પૂ. મોરારિબાપુ રામાયણનો અર્ક - આધ્‍યાત્‍મ દર્શન શ્રોતાઓ સમક્ષ રજૂ કરે છે, છેલ્લા વર્ષોમાં તેમની કથાઓ પૈકી લંડનના વેમ્‍બલી અરેના હોલમાં ‘માનસ મુકિત' વિષયે તેમની લાજવાબ કથા હતી : આવી જ દિવ્‍ય રામકથા તા. ૨૬ જૂનથી ૬ જુલાઈ દરમ્‍યાન ઈટાલીના રોમ શહેરમાં ‘‘માનસ ભગવાન'' વિષયે યોજાયેલ છે : ગઈકાલે કથાના છઠ્ઠા દિવસે તેમણે આ સંદર્ભમાં તેમનું દર્શન અને
   વિચારો રોપતા શ્રોતાઓ સમક્ષ મૂકયા હતા, અહિં પૂ. બાપુની કથાએ શહેરના પ્રબુદ્ધજનોમાં આકર્ષણ જમાવ્‍યું છે : મૌન રહીને પણ કંઈક કહી દેવાની શૈલીથી શ્રોતાઓ પ્રભાવિત થાય છે
   રાજકોટ, તા. ૪ : તુલસીદાસ ગોસ્‍વામીની દિવ્‍ય રચના ‘‘રામચરિત માનસના પ્રમાણભૂત'' માનસ ભગવાન આધ્‍યાત્‍મ તત્‍વને પૂ. મોરારિબાપુ આજકાલ ઈટાલીના રોમ સીટીમાં રામકથાના માધ્‍યમથી ઉજાગર કરી રહ્યા છે. ભગવાન ઈશુની પાવન ભૂમિ રોમ ખાતે સ્‍થાયી થયેલ ધર્મપ્રેમી ભારતીયો દ્વારા યોજાયેલ આ કથામાં દરરોજ વિવિધ ધર્મ, કોમના શ્રોતાઓ વિશાળ સંખ્‍યામાં હાજરી આપીને કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.
   શ્રી રામકથાના પાંચમા દિવસે આયોજકો દ્વારા રોમના પ્રિન્‍ટ મિડીયા અને ન્‍યુઝચેનલોના પત્રકારોનું એક મિલન યોજયુ હતું. પત્રકાર પરિષદમાં પૂ. મોરારીબાપુએ રોમમાં શ્રી રામકથાના ઉદેશ, કથાના વિષય ‘‘ભગવાન માનસ'' ની દિવ્‍ય અને તાત્‍વિક સમજ આપી હતી, સ્‍થાનિક ગુજરાતીએ પૂ. બાપુની અભિવ્‍યકિત પત્રકારો સુધી પહોંચાડી હતી, ખુશખુશાલ માહોલમાં પૂ. બાપુએ પત્રકારોએ પૂછેલા પ્રાસંગિક પ્રશ્નોના ઉત્તરો આપ્‍યા હતા, એક પત્રકારે પૂછ્‍યુ કે, અહિંનું ચર્ચ આપે જોયું છે, કેવું લાગ્‍યું? બાપુએ ચર્ચની કલાકારીગીરી અને તેમાં પ્રસ્‍થાપિત મધરમેરી અને જીસસના ભાવવાહી સ્‍ટેચ્‍યુ - મૂર્તિઓના ભરપેટ વખાણ કર્યા હતા. ગઈકાલે પૂ. મોરારીબાપુ રોમના અખબારી જગતમાં છવાઈ ગયા હતા. આ હતી એક પરમતત્‍વના ઉપાસક અને પ્રચારકની સિદ્ધિ.
   રોમ ખાતેની શ્રી રામકથાના છઠ્ઠા દિવસે પૂ. મોરારીબાપુએ ‘‘માનસ ભગવાન'' વિષયની પ્રાથમિક ભૂમિકા આપતા કહ્યું કે ‘‘માનસ ભગવાન'' એક દર્શન છે. પ્રવર્તમાન માનવ સમાજને એક નૂતન સંદેશો છે, પૂ. બાપુએ ઉમેર્યુ કે યુગે યુગે અનેક બુદ્ધપુરૂષો થઈ ગયા, તેઓના અનેકાનેક પ્રયાસો છતાં આજ પર્યત માનવી ઈશ્વરને ઓળખી શકયો નથી. ઈશ્વર તો સચરાચર છે, અદ્વિતીય છે, તે અકાલ છે, નિર્ભય અને આત્‍મીય છે. આપણી આસપાસ છે પણ આપણે ઓળખી શકયા નથી. ઈશ્વતત્‍વ સમગ્ર વિશ્વ વાસ્‍તે એક જ છે. વિવિધ ધર્મ અને વિભિન્‍ન સંપ્રદાય એ તત્‍વને ભિન્‍નત્‍વ બક્ષીને અન્‍યથા વિધવિધ રીતે ઓળખાવે છે. ઝુઝવા નામકરણથી ઈશ્વર તત્‍વનો લોપ થતો નથી, બલ્‍કે એનો મહિમા વિશેષ ભાવે ગવાય છે. ધર્મગ્રંથ, ધર્મવિધિ, ધર્મવિધાન અને ધર્મસમજ સમયાંતરે અને દેશકાલે પરિવર્તિત રહેતા હોય છે. પરંતુ આ અલૌકિક તત્‍વ સત્‍યમય અને સનાતમ છે, આપણે એથી અવશ્‍ય અભિજ્ઞ હોવા જોઈએ કે, ‘‘ઈશ્વર તો એક જ છે, માત્ર સમયે સમયે અને સ્‍થળાંતરે એ વિભિન્‍ન નામથી ઓળખાય છે.''
   પૂ. બાપુએ કથાના ઉપક્રમમાં કહ્યું કે, પરમાત્‍મા અનુભવગમ્‍ય અને જ્ઞાનગમ્‍ય છે, પવનપુત્ર જેવા બુદ્ધપુરૂષ ઈશ્વર આડે આવતા વાદળોને હટાવશે તો જ ભગવાનના દર્શન થશે, તત્‍વને જાણી શકીએ નહીં તો શાસ્ત્રો નિષ્‍ફળ જાય છે અને જાણી ગયા પછી શાસ્ત્રો નિરર્થક બની જાય છે. સમયની ગર્તામાં કેટલાય અલ્‍યજીવી ગ્રંથો ગરકાવ થઈ ગયા છે, વેદ, પુરાણ ગ્રંથોને કયારેય ફેંકશો નહીં. રામાયણ, ભાગવત, ધમ્‍મપદ, કુરાન, બાઈબલ, આગમ વગેરે ધર્મગ્રંથોને કયારેય છોડશો નહીં''
   પૂ. બાપુએ કહ્યું કે, ભારતીય અધ્‍યાત્‍મની સીમા અનંત છે, તેને દેશકાળની કોઈ મર્યાદા નથી, અધ્‍યાત્‍મ શિખર ઉપર જવા માટે અનેક રસ્‍તાઓ - માર્ગ છે, આ માર્ગે શિખર સુધીની યાત્રા કરવાની દરેક દેશના યાત્રીને છૂટ છે, ભારતીય પ્રજ્ઞાદેશની આ ઉદારતા છે, આપણે ત્‍યાં સરસ્‍વતી મંદિરમાં ઈસાઈની પ્રાર્થના કરી શકાય છે પણ મસ્‍જીદ કે ચર્ચમાં હું રામકથા કરી શકું? આનો ઉત્તર હજુ મને મળ્‍યો નથી. આપણા ઋષિઓ, બુદ્ધપુરૂષોમાં ઔદાર્ય છે, મારી વ્‍યાસપીઠ ઈશુને સો સો સલામ કરે છે. ભારતની ઉદાર પ્રવાહી પરંપરાને યુવાનો અનુસરે, મારી તેઓને શીખ છે કે કયારેય સોબત ન બગડે એ યાદ રાખજો કે તમે ભારતીય છો.
   માનવ જીવનમાં નાની નાની ઘટનાઓમાંથી પ્રેરણા અને બળ પ્રાપ્‍ત થાય છે, જીવનમાં જેને જેને બહુમૂલ્‍ય વિશિષ્‍ટ સિદ્ધિઓ મેળવી છે તે ભીડવાળાએ નહિં, એકલાએ જ મેળવી છે.... ‘‘તારી હાંક સુણીને કોઈ ન આવે તો એકલો જાને રે''
   ભગવાનના પ્રાગટય અને ઓળખ આપતા પૂ. બાપુએ કહ્યું કે ભગવાનનો ચાર શ્રેણીમાં રામચરિત માનસમાં ઉલ્લેખ છે, (૧) દેવસ્‍ય : દેવતાઓ દ્વારા સ્‍થાપિત - પ્રાગટય (૨) સિદ્ધસ્‍ય : આચાર્યો દ્વારા સ્‍થાપિત શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે દ્વારા સ્‍થાપિત અથવા સ્‍વયં આચાર્ય.... વલ્લભાચાર્ય માનવ ભગવાન છે, ‘‘હર ગાંવ મેં, હર ઘરમેં'' જોવા મળે છે. (૩) સ્‍વયં વ્‍યકતસ્‍ય (સ્‍વયં પ્રગટ) : સાલીગ્રામ, જે બનાવવામાં નથી આવતું. સ્‍વયં પરમાત્‍મા છે, તેને જોઈને બ્રહ્મ પણ આヘર્ય પામે છે. પંઢરપુરમાં શિવલીંગ સ્‍વયં પ્રગટ છે. (૪) ભાવસ્‍ય : ભાષા કે ભોગથી વશ નથી થતાં, માત્ર ભાવથી વશ થાય છે. આ સંદર્ભે પૂ. બાપુએ માનવીને ભાવ શુદ્ધિના કેટલાક ઉપાયો બતાવ્‍યા છે (૧) શરીરનું અવલોકન કરો (૨) ચિતનું અવલોકન કરો. બુદ્ધ હંમેશા તેમના શિષ્‍યોને કહેતા કે ચિતનું અવલોકન કરો આપણું ચિત જાગૃત અવસ્‍થામાં કયાં કયાં ભટકે છે, તેનું બારીકાઈથી અવલોકન કરો. ચિતનું સમર્પણ, નકારાત્‍મક, હકારાત્‍મકની દિશામાં ચિત કયાં કયાં ગયું, બરાબર જુઓ... અવલોકન કરો કેટલુ બુરૂ વિચાર્યુ છે. આ બુદ્ધનો પ્રેકટીકલ પ્રયોગ છે. (૩) ચિતનું શોધન : અભ્‍યાસ કરો, રાત્રે ઉંઘ ન આવે તો ચિતનું સંશોધન કરો, ગોપીઓનું ચિત હંમેશા કૃષ્‍ણમાં જ રહ્યુ હતું. (૪) ચિતની સ્‍થિતિનું અવલોકન : મને શાંતિ કેમ નથી મળતી? શું કારણ છે? આવું અવલોકન સાધક કરે તો ખ્‍યાલ આવશે કે તેનું કારણ હું પોતે છું. કોઈને મળીએ તો ખૂબ સારૂ લાગે અને કોઈને મળવાથી મજા નથી આવતી તેનું કારણ શું? તમારા આંતરમનનું અવલોકન કરો. આ તમામ અવલોકનો શકય છે.
    પૂ. બાપુએ એક ખૂબ સુંદર વાત કરી, ‘‘ભાવસ્‍ય ભગવાન'' - જે વ્‍યકિત પાસે જાવ અને સુખનો અનુભવ થાય તે તેને ભગવાન સમજો, જે સુખ આપે તે ભગવાન છે.
   શ્રી રામકથાયાત્રાને આગળ વધારતા  વ્‍યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ રામ સહિતના ચારેય ભાઈઓના નામકરણનો પ્રસંગ, કુલગુરૂ વશિષ્‍ઠએ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્‍ન નામ આપ્‍યા, આ ચારે ભાઈઓ દશરથના પુત્ર નથી, વેદોના પુત્ર છે, નેત્ર છે પરંતુ સાંસારીક દૃષ્‍ટિએ રાજા દશરથના પુત્રો છે અયોધ્‍યામાં વિશ્વામિત્રનું આગમન, દશરથ પાસે રામની માગણી કરે છે. વશિષ્‍ઠની ભલામણથી દશરથ તેના પુત્ર રામને વિશ્વામિત્રને સોંપે છે, ઘોર જંગલનાં આશ્રમમાં રામ આવે છે, ઋષિઓને ત્રાસ આપતા અસુરો, રાક્ષસો, કાલકાનો વધ કર્યો, ઋષિઓ માને છે રામ મારવાવાળા નથી, તારવાવાળા છે, રામ વિશ્વામિત્ર સાથે યાત્રાએ નીકળે છે, ગૌતમ મુનિના આશ્રમે આગમન, અહલ્‍યા ઉદ્ધાર, ત્‍યાંથી રામની યાત્રા આગળ વધે છે, કથા ઉપક્રમમાં ગંગા અવતરણની કથા, ગંગા સ્‍નાન કરીને શ્રી રામનો વિશ્વામિત્ર સાથે જનકરાજાનાં દરબારમાં પ્રવેશ, જાનકી સાથે રામનું પ્રથમ મિલન સ્‍વયંવરમાં શ્રી રામે ધનુષ તોડયુ અને જાનકીએ ગળામાં વરમાળા પહેરાવી. બાપુએ કહ્યું કે ધનુષ્‍ય અહંકાર છે અને જાનકી ભકિત છે. માનવી જયાં સુધી અહંકાર નથી છોડતો ત્‍યાં સુધી તેને ભકિત પ્રાપ્‍ત થતી નથી.
   ભગવાન રામના તથા તેમના ચારેય ભાઈઓના સાથે લગ્ન થયા, અયોધ્‍યાથી ધીંગી જાન આવી હતી, માગસર શુકલ પંચમીએ જનકના દરબારમાં આ સામૂહિક લગ્નોત્‍સવ ઉજવાયો હતો. અહિં સુધીની કથા બાદ વિરામ અપાયો હતો.
   પૂ. મોરારિબાપુની રોમ ખાતેની  રામકથાનું તત્‍વદર્શન
   * આપણા ભોગોને વશ થઈ જાય તે ભગવાન નથી, શૈતાન છે.
   * ભગવાન હરપળ આપણી સાથે છે, પણ ઓળખાણ બાકી છે.
   * ‘‘માનસ ભગવાન'' એક દર્શન છે, પરમતત્‍વની આધ્‍યાત્‍મિક ઓળખ છે.... જે જુદા જુદા સ્‍વરૂપે આપણી આસપાસ છે.
   *પવનપુત્ર જેવા બુદ્ધપુરૂષ વચ્‍ચે આવતા વાદળોને હટાવશે ત્‍યારે ભગવાનના દર્શન થશે.
   * હું કોઈને દીક્ષા નથી આપતો, દિશા આપું છું : પૂ. મોરારીબાપુ
   * સમયની ગર્તામાં કેટલાય અલ્‍પજીવી ગ્રંથો ગરકાવ થઈ ગયા છે, વેદ - પુરાણ ગ્રંથોને ફેંકશો નહીં
   * ભારતીય અધ્‍યાત્‍મને દેશકાળની કોઈ મર્યાદા નથી, પ્રજ્ઞાદેશની આ ઉદારતા છે.
   *જીવનમાં જેને જેને બહુમૂલ્‍ય વિશિષ્‍ટ સિદ્ધિ મેળવી છે તે ભીડભાડવાળાએ નહીં, એકલાએ જ મેળવી છે.
   * માનવીને નાની નાની ઘટનાઓમાંથી પ્રેરણા અને બળ મળે છે.
   * મારે કોઈ શિષ્‍ય નથી, હું કોઈનો ગુરૂ નથી. મારે મારા લાખો શ્રોતાઓ છે.
   * કોઈ વ્‍યકિતની મુલાકાતથી સુખનો અનુભવ થાય તો તેને ભગવાન સમજો, સુખ આપે તે ભગવાન છે.
   * વિશ્વાસનું મૂલ્‍ય ધનસંપતિથી આંકી શકાતું નથી પણ હૃદયના સાચા અને નિષ્‍કપટ ભાવથી નક્કી થાય છે.
   * મૈં કિસી ફકીર કે હોંઠો કી મુસ્‍કાન હું, કોઈ મેરી કિંમત કયા અદા કરે ભલા... !!
   * જીવનમાં તમને કોઈ બાબતનો મોહ ન હોય તો તમે બુદ્ધ છો, બુદ્ધ એટલે નીજમાં લીન થવું... બુદ્ધ સત્‍યની નજીક હોય છે.
   - ભરતભાઈ પટેલ
   (દોહન પ્રસ્‍તુતિ)  • ભગવાન દીનદયાળ અને ઉદાર છે : વિનય પત્રિકા


http://www.akilanews.com/05072014/rajkot-news/1404550422-27780

પૂ. મોરારીબાપુએ રોમ શહેર ખાતેની તેમની રામકથાના અંતિમ ચરણોમાં સાતમા દિવસે વિશ્વના માનવ સમાજને સંદેશો આપતા જણાવ્‍યું કે, આ પૃથ્‍વીનું સંચાલન કરતું પરમતત્‍વ એક જ છે, જે દુનિયામાં ભગવાનનાં વિવિધ નામે ઓળખાય છે : વાસ્‍તવમાં ભગવાન એક જ છે, ગોસ્‍વામી તુલસીદાસે વિનય પત્રિકામાં ભગવાનની જે પરિભાષા આપી એ મુજબ ભગવાન શિવ, રામ ઉદાર અને દીનદયાળ છે, ભૂતળ ઉપર જન્‍મતુ દરેક બાળક ભગવાન છે : માનવી ભગવાન અંશાવતાર છે, ત્‍યારે વિશ્વના માનવ સમાજના દરેક વ્‍યવહારોમાં ઉદારતા રાખશો તો સૌ કોઈને ઐશ્વરી અંશ હોવાની અનુભૂતિ થશે

રાજકોટ, તા. ૫ : ઈટાલીના રોમ સીટી ખાતે ૨૮ જૂને શરૂ થયેલ પૂ. મોરારીબાપુની શ્રી રામકથાની આવતી કાલ રવિવારે પૂર્ણાહૂતિ છે. ‘‘માનસ ભગવાન'' વિષયે શ્રી રામકથાને પૂ. બાપુએ દેશકાળને અનુરૂપ અનોખી રીતે રજૂ કરી. ‘‘સબ નર કરૈ હિ પરસ્‍પર પ્રિતી'' એ સૂત્રને કેન્‍દ્રમાં રાખી બાપુની કથાની ફલશ્રૂતિ સ્‍વરૂપે શ્રોતાજનો પાસે એટલુ જ માગે છે કે, ‘‘કોઈ કોઈથી કોઈપણ પ્રકારનું અંતર ન રાખો. સમાજમાં જે માણસ બીજાને નીચો ગણે છે એનાથી નીચો માટે મન બીજો કોઈ નથી.'' આમ, ઉંચ - નીચના ભેદભાવ, ત્‍યાગ અને સમર્પણની ભાવના, માનવીય શોષણ - અવમૂલ્‍યન,સ્ત્રીમુકિત, ઈશ્વર અને ધર્મની બૃહદ સમજ, વ્‍યસનમુકિત, મહાપુરૂષોનો મહિમા જેવા માનવ કલ્‍યાણના અનેક વિષયો તેમની કથામાં ચર્ચાય છે. તેમની દરેક કથાઓ શ્રોતાઓને પ્રેરક અને ફળદાયી બની રહે છે.
   રોમ, વેટીકલ શહેરો ભગવાન ઈશુની અવતરણ ભૂમિ છે એટલે ઈટાલીમાં ખ્રિસ્‍તી ધર્મનું પ્રભુત્‍વ છે. હિન્‍દુ અને ખ્રિસ્‍તી ધર્મમાં ઘણી બાબતોમાં સામ્‍યતા છે, ઈશ્વર, પ્રાર્થના પદ્ધતિ, નીતિ, સદાચારમાં સમાનતા હોય, રોમ ખાતેની પૂ. મોરારીબાપુની શ્રી રામકથા સમન્‍વયકારી બની રહેશે. કથા દરમ્‍યાન પોન્‍ટી ફિકસ કાઉન્‍સીલ ફોર ઈન્‍ટર રિલીજીયન્‍સ ડાયલોગના પ્રમુખ કાર્ડીનલ નોરાને પણ કથામાં હાજરી આપી હતી, કથાના આયોજક ડોલર પોપટે તેમનું ભાવભીનું સ્‍વાગત કર્યુ હતું. દરમ્‍યાન પૂ. મોરારીબાપુએ સેન્‍ટ પિટર બાસિલિકાની મુલાકાત લઈને ત્‍યાં આવેલ દેવળમાં માઈકલ એન્‍જેલો દ્વારા મધર મેરી અને ભગવાન ઈશુના જે વિશ્વપ્રસિદ્ધ શિલ્‍પો બનાવ્‍યા છે તેની ભરપેટ પ્રસંશા કરી હતી.
   રોમની રામકથાના અંતિમ ચરણો તરફ આગળ વધતા ગઈકાલે કથાના સાતમા દિવસે ટાંકીને ભગવાન શિવની ઉદારતાની શ્રોતાઓને સમજ આપતા કહ્યું કે, શિવ અને રામ જેવા તેના ચાર પ્રકારના ભકતો પણ ઉદાર છે, ઉદાર શબ્‍દ ભકિત માર્ગનો પ્‍યારો શબ્‍દ છે. યાચના કરવી હોય તો એવા દરબારમાં કરો, જે ભીખ મંગા ન સમજે, દાસ સમજે.
   પૂ. બાપુએ કહ્યું કે, ‘‘કોઈની ભગવતાને ઓળખવા માટે જરૂર છે બુદ્ધ પુરૂષની જે ઢંકાયેલ વાદળમાંથી અનાવૃત કરે, વેદાંત આવરણભંગ કરવાનું કહે છે.
   ભગવાનની પરિભાષા સમજાવતા પૂ. બાપુએ કહ્યું કે, ‘‘ભગવાન સર્વવ્‍યાપક, સચરાચર છે. દરેક બાળક ભગવાનનું સ્‍વરૂપ છે. જીવનભર પરીવારને પોષવાવાળો બુઝર્ગ ભગવાન છે, આવા ભગવાન મારી ખોજ છે.
   માનવ ભગવાનનું એક સુંદર દૃષ્‍ટાંત આપતા પૂ. બાપુએ કહ્યું કે, ‘‘જેલમાંથી છૂટેલા બે સૈનિકો એક જગ્‍યાએ બેસીને નાસ્‍તો કરતા હતા, દરમ્‍યાન અનેક બાળક ત્‍યાં આવી ચડયો, એક સૈનિકે ખીસ્‍સામાંથી ચોકલેટ કાઢીને બાળકને આપી. બાળકે ચોકલેટના ત્રણ કટકા કર્યા, બે કટકા સૈનિકોને આપ્‍યા એક તેની પાસે રાખ્‍યો પણ મોઢામાં ન મૂકયો. સૈનિકે ચોકલેટ ખાવાનું કહ્યું ત્‍યારે બાળકે કહ્યું કે, પહેલા આપ ખાવો, પછી હું ખાઈશ. આવા લોકો જયાં હશે ત્‍યાં વણબંધાયેલ મંદિરો હશે, અલ્લાહ કરે એ મોસમ જલ્‍દી આવે.
   ભગવાનની દિવ્‍ય ઓળખ આપતા પૂ. બાપુએ કહ્યું કે, ‘‘ભગવાન દીનદયાલ છે, ગરીબ - દરિદ્ર ઉપર દયા કરે છે. દીનની વિસ્‍તૃત વ્‍યાખ્‍યા કરતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે, જેના વિચાર દુર્બળ હોય તે દિન છે, જેના વ્‍યવહારોમાં ઈમાનદારી નથી તે ગરીબ છે, સુખી અને સાધન સંપન્‍ન હોવા છતાં જેનામાં ઉદારતા નથી, વિદ્યા છે પણ વિનય નથી, પદ છે પણ પાદુકા નથી, શકિત છે પણ સરળતા નથી. તેઓ બધા દિન - ગરીબ છે, આધ્‍યાત્‍મિક જગતમાં આવી સમજ છે.
   નકલી દિનતા ટકતી નથી. સ્‍વાભાવિક દીનતા જોઈએ. દિનતાનું એક સામર્થ્‍ય હોય છે. કાંટો ચૂભે એ એનો સ્‍વભાવ છે, સુગંધ આપવાનો ફુલનો સ્‍વભાવ છે, સદ્દગુણ નથી.
   ભકિતમાં માનવાનું પહેલા હોય અને જ્ઞાનમાં જાણવાનું પહેલા હોય છે, ભયથી થાય છે એ આર્તભકિત, કંઈક જાણવું છે, તે છે જીજ્ઞાષા ભકિત, કંઈક જાણી લીધુ એ જ્ઞાન ભકિત છે. ભકિતમાં છલાંગ હોવી જોઈએ.
   પૂ. મોરારીબાપુએ કથાયાત્રાનું પ્રયાણ કરતા કહ્યું કે કથાના ચાર બિંદુઓ હોય છે, સૂત્ર, મંત્ર, સંવેદના અને સમાપન. અયોધ્‍યા કાંડનું ગોસ્‍વામી તુલસીદાસ મંગલાચરણ કરે છે. આ કાંડ યુવાનોને સંકેત કરતો કાંડ છે. ભગવાન શિવે પાર્વતીજીને જે આદર આપ્‍યો એવો આદર તારી પત્‍નિને આપજે.  વિવેકની ગંગા તારા મસ્‍તક પર રાખજે અને નિરંતર ચિંતન કરજે કે, ‘‘હું બીજનો ચાંદ છું, પૂર્ણિમાનો નહિં'' - બાપુએ વર્તમાન સમાજની બિમારીની ટકોર કરી કે, દુનિયામાં વધારેમાં વધારે આલોચના યુવાનીની થાય છે. જીવનના આ તબક્કે યુવાનોના કોઈ સદ્દગુરૂ હોવા જોઈએ.
   પૂ. બાપુએ સમાજના નિદંકો - આલોચકોની આવશ્‍યકતા બાબતે કબીર સાહેબની એક સાખી રજૂ કરીને આપણી આસપાસ ટીકાકારો હોવા જરૂરી સમજ્‍યા.
   નિંદક નીમરે રાખીએ, આંગન કૂટી છવાય, બિનુ પાની સાબુન બિના, નિરમલ કરૈ સુભાય.
   કબીર કહે છે કે, નિંદા કરનારને આપણાથી દૂર નહિં પણ નજીકમાં જ રાખવો જોઈએ. તેને તો આપણા આંગણામાં ઘરની પાસે જ એક ઝૂંપડી બનાવી તેમાં પ્રેમથી રહેવા દેવો જોઈએ, કારણ કે એ નિંદક આપણને આપણી નબળાઈઓને ભૂલો અને સ્‍વભાવને હંમેશા નિંદા દ્વારા સાફ કરતો રહે છે... એને દૂર કેમ કરાય?
   અયોધ્‍યા કાંડનો કથા ઉપક્રમ આગળ વધે છે, અવધમાં રામના આગમનથી અયોધ્‍યાવાસીઓમાં ખુશીનો માહોલ, રામની સાથે સીતા, લક્ષ્મણ પણ વનવાસમાં જોડાયા, રાજા દશરથ સહિતના અવધવાસીઓનો વિલાપ, વનમાં મંદાકિનીના કિનારે બે કુરીયામાં રામ, સીતા, લક્ષ્મણ વિરામ કરે છે. આવતી કાલે અરણ્‍યકાંડની પ્રસ્‍તુતિ.
   પૂ. મોરારિબાપુની રોમ સીટીની  રામકથાની સાથે સાથે....
   * યાચના કરવી હોય તો એવી વ્‍યકિત પાસે કરો, જે ભીખમંગા  નહિં પણ દાસ સમજે.
   * લોભી કદી કિર્તી પ્રાપ્‍ત કરી શકતો નથી અને કામી કયારેય નિષ્‍કલંક રહી શકતો નથી.
   * સંસારને માણવા માટે સાવસાધી જરૂરી છે.
   * પરિવારનું જીંદગીભર પોષણ કરે છે એ બુઝર્ગ ભગવાન છે, મને આવા ભગવનની ખોજ છે.
   * રાજકીય, સામાજીક અને ધાર્મિક ક્ષેત્રોમાં માનવીય શોષણ બંધ થવું જોઈએ.
   * ધર્મના નામે જે કંઈ અનિષ્‍ઠ આચરાઈ રહ્યું છે તેનાથી મોટી કોઈ બેઈમાની નથી.
   * સુખી, સર્વ પ્રકારે સંપન્‍નતા હોવા છતાં ઉદારતા નથી તે માનવી દરિદ્ર છે.
   * આભૂષણો તો અનેક પાસે હોય છે, પણ કોકને જ શોભે છે.
   * આપણે સૌ અવસરવાદી છીએ, મોકાની રાહમાં જ હોઈએ છીએ.
   * દુનિયામાં વધારેમાં વધારે આલોચના યુવાનીની હોયદ છે. જીવનના આ તબક્કે કોઈ સદ્દગુરૂ હોવા જોઈએ.
   * કોઈને પ્રતિષ્‍ઠા પ્રાપ્‍ત છે ત્‍યારે ટેકસ ચૂકવવો  પડે છે. લોકો નિંદા કરે, ઈર્ષા કરે આ બધો ટેકસ છે.
   * જીવનમાં જેટલુ સુખ આવે છે, એટલું જ દુઃખ આવવું જોઈએ. સુખ - દુઃખ સાપેક્ષ છે.
   * શ્રી રામ હાર્દિક ભકત છે, તેમણે જ્ઞાની ભકત, આર્તભકત કે અથાર્થી ભકત સાથે લેવા - દેવા નથી.
   * જગતમાં કોઈ સ્‍પર્ધા કરવી હોય તો ત્‍યાગ અને સમર્પણની કરજો.
   * રામાયણનું એક એક પાત્ર સમર્પણના ગૌરીશંકર શિખરને સ્‍પર્શે છે.
   * ભૂખ્‍યા માનવીની જાત - પાત જોવામાં નથી આવતી,ભૂખ એક જ એની પાત્રતા છે.
   - ભરતભાઈ પટેલ
   (કથા દોહન પ્રસ્‍તુતિ)

The article published in the WEBDUNIYA is displayed here with the courtesy of WEBDUNIYA.

Click here to read it at the source link.
  • ઘરમાં કપડાનાં કબાટ ભર્યા છે છતાં, ઓછા કપડા પહેરવાની ફેશન ચાલી છેઃ મોરારીબાપુ


ગુરુવાર, 3 જુલાઈ 2014


વૈશ્વિક સંત અને સુપ્રસિધ્‍ધ રામાયણી પૂ. મોરારિબાપુ રામકથાના માધ્‍યમથી વિશ્વના તમામ ધર્મને એક મંચ પર લાવીને શાંતિ, પ્રેમ અને સદ્દભાવનાનો સંદેશો આપવા વિવિધ દેશોમાં  રામકથાનું તત્‍વજ્ઞાન હળવી અને સહજ શૈલીમાં રજુ કરી રહ્યા છે. આજકાલ તેઓ ખ્રિસ્‍તીઓના પ્રદેશ ઇટાલીના રોમ શહેરમાં ગુજરાતીઓ સહિતના ભારતીય શ્રોતાઓ અને સ્‍થાનિક ધર્મપ્રેમીઓને સત્‍ય, પ્રેમ અને કરૂણાનો સંદેશો આપી રહ્યા છે, વિશ્વના ધર્મો આ ત્રણેય પરમતત્‍વોને સ્‍વીકારે, આ ત્રણેય બાબતો ભગવાન રામમાં મૂર્તિમંત છે. ‘‘રામો વિગ્રહવાન ધર્મ'' રામાયણના આદ્ય રચયિતા વાલ્‍મિકીની દ્રષ્‍ટિએ રામ મૂર્તિમંત ધર્મ છે તેથી રામ અને રામાયણ વર્તમાન જગત માટે નિતાંત આવશ્‍યક છે, માનવીને અને સમગ્ર સમાજને ભવિષ્‍યમાં પણ યજ્ઞફળ આપનારી રામકથાનું પૂ. મોરારિબાપુ ઇટરાલીના પ્રાચીન શહેર રોમના કોન્‍સિલીજીયન ઓડીટોરિયમ ખાતે ઇટાલીયન સમય સવારે ૯-૩૦ થી ૧-૩૦, ભારતીય સમય પ્રમાણે બપોરે ૧ થી પ સુધી રામકથાના અર્ક સમાન તત્‍વજ્ઞાન ‘માનસ ભગવાન' વિષયે છેલ્લાં ત્રણ દિવસથી રામ રસનું યાન કરાવી રહ્યા છે. ૧૭૦૦ બેઠકની ક્ષમતાના આ હોલમાં પહેલાં દિવસથી જ શ્રોતાઓની સંખ્‍યા ભરચક રહે છે, ગઇકાલે ચોથા દિવસે ઓડીટોરિયમ બહાર મુકેલ માઇક સ્‍પીકરોમાં રામકથા સાંભળવાવાળા શ્રોતાઓની સંખ્‍યા પણ ઘણી હતી.

    પૂ. મોરારિબાપુએ શ્રીરામ કથાના પ્રથમ ત્રણ દિવસ ભગવાન વિષયે સંવાદી ચર્ચા કરી ભગવાનની સર્વ વ્‍યાયકતાનું દર્શન કરાવ્‍યું બે દિવસ ચાલેલી આ સંવાદમય ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી, ગઇકાલે ચોથા દિવસે પૂ. બાપુએ રામકથાના મુખ્‍ય વિષય ‘માનસ ભગવાન' ના ઉપક્રમને આગળ વધારતાં કહ્યું કે, ‘ભગવાન અનંત છે, વિભૂનો કોઇ અંત નથી, જેમાં  છ વસ્‍તુ અનંત છે તેને આપણે ભગવાન કહીએ છીએ, ભગવતા હોય તે ભગવાન. કોઈપણ દેશ અને કાળ માટે આ સનાતન સત્‍ય આત્‍મસાત કરવુ જ રહ્યુ. આવા પરમ તત્‍વને કથામાંથી સમજવુ જોઈએ તો જ કથા શ્રવણની સાર્થકતા છે, હંમેશા હૃદયના દરવાજા ખુલ્લા રાખો, આંખો ખુલ્લી રાખો. આપણે બંધિયાર થઈ ગયા છીએ એટલે જ માનવીય સમસ્‍યાઓ સર્જાણી છે. બાપુએ શ્રોતાઓને શીખ આપતા કહ્યુ કે, ‘કોઈની નિંદા ન કરો, નિદાન કરો. નિદાન હંમેશા કલ્‍યાણ પક્ષે હોય છે. જેનામા ભેદ હોય તે બીજાને શાંતિ નહિ આપી શકે અને મેળવી શકશે પણ નહિં. ભગવાન કૃષ્‍ણ અભેદ છે, તેમના મતે કર્ણ ધર્માત્‍મા છે, દુશ્‍મન પર પણ દયા કરવાવાળો કર્ણ છે, દુશ્‍મનના પણ સારા ગુણ જોવાની આ છે અભેદયતા.

   ચાર કલાકની આ શિસ્‍તબદ્ધ કથામાં શ્રોતાઓની ચીઠ્ઠીઓના જવાબ આપતા પૂ. બાપુએ કહ્યુ કે, ‘કથા પ્રેમવાટિકા છે, ધર્મશાળા છે, રામકથાનું આદર્શ પાત્ર ભરત માનવ સમાજને પ્રેમનો સંદેશો આપે છે, કથામાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે છેલ્લે ધર્મશાળા પણ ઉચિત શબ્‍દ છે. ભગવાન શિવ દ્વારા રચિતશ્રી રામકથા તેમણે પાર્વતીને સંભળાવી હતી ત્‍યારબાદ સદીઓથી આ સનાતન સત્‍યનો સંદેશો આપતી કથાએ તત્‍કાલીન માનવ સમાજને જીવનનું પથદર્શન કરાવ્‍યુ છે.

   પૂ. મોરારીબાપુએ રોમ ખાતેની ચોથા દિવસની કથામાં જીજ્ઞાષુ શ્રોતા સમુદાય સમક્ષ માનવ સમાજ જેને પરમતત્‍વ-ભગવાન માને છે તેની બૃહદ પરિભાષા સમજાવતા કહ્યુ કે, ‘માનવ સ્‍વરૂપે ઘટતી ઉપર અવતરેલ દિવ્‍યાત્‍મામાં ૬ અનંત વસ્‍તુનું દર્શન થાય છે... આંતર-બાહ્ય ઐશ્વર્ય. આ દિવ્‍ય ઉપલબ્‍ધિને આલોચનાની કોઈ અસર થતી નથી. આવી અખંડ કિર્તીના માલિક હોય છે ત્રીજી અનંત વસ્‍તુ, અનંત શ્રી - શોભા, સૌંદર્ય. પરમાત્‍માનું સૌંદર્ય અખંડ રહે છે, હંમેશા અખંડ શ્રી વિભુષિત હોય છે, અનંત આગેકૂચ અને અનંત વિક્રમ - પરાક્રમ છે. અખંડ જ્ઞાન અને અખંડ વૈરાગ્‍ય ભગવાનની ઓળખ છે. અખંડ સ્‍વાર્થરહીત સમજ ભગવાનની અનંતતાના માપદંડ છે. આ પુર્ણ પરમાત્‍મા, પુર્ણ બ્રહ્મના આપણે અંશો છીએ ત્‍યારે પ્રવર્તમાન કલીકાળમાં ભગવાનના આવા ઐશ્વરીય ગુણોને શા માટે ન અનુસરીયે? શ્રી રામ અનંત છે, શ્રી રામ કથા અનંત છે. ભુતળ ઉપરના સર્વે માનવીઓને દિવ્‍ય અને ઉચ્‍ચતર જીવનનો સંદેશો આપે છે. તુલસીદાસે આ કથાને ભાષાબધ્‍ધ કરી, આપણે ભાવબધ્‍ધ કરીએ એ સમયની માંગ છે.

   પૂ. બાપુએ કહયું કે, વિશ્વના માનવ સમાજને ધરતી ઉપર દિવ્‍ય જીવનનો સંદેશો આપતા બે ભારતીય સદગ્રંથો ભાગવત અને રામાયણ-રામકથાના ચિરાગ-દિવાને બુઝાવવા સમયે સમયે અનેક આંધી-તોફાનો આવ્‍યા પણ બુજાવી શકયા નથી. માનવીને સદપ્રકાશ આપતી આ દિવ્‍ય જયોત આજે પણ અનેક માનવીના જીવનને પ્રકાશ આપી રહી છે.

   રામાયણના આદર્શ મહિલા પાત્રો કૌશલ્‍યા, રામના નાનાભાઇ લક્ષ્મણના ધર્મપત્‍ની વિશ્વના દંપતીઓ માટે આદર્શ બની રહેવા જોઇએ. પતિને પ્‍યાર કરો, પતિ-પત્‍નિ પારસ્‍પરીક આદર અને પ્‍યાર કરે આ છે રામકથાની શીખ. બાપુએ હળવો વ્‍યંગ કરતા કહયું કે, આજે આપણા ઘરે વસ્ત્રોના કબાટો ભર્યા છે. પરંતુ આપણે ઉઘાડા પડતા જઇએ છીએ!! આવું કેમ?


No comments:

Post a Comment