Translate

Search This Blog

Sunday, September 28, 2014

જગતનું મૂળ : આદિઅંબા, માનસદર્શન,મોરારિબાપુ

જગતનું મૂળ : આદિઅંબા



  • ચાર-ચાર પ્રવાહમાંથી જગદંબા પ્રસાર થતી હોય શક્તિની માંગ આખા વિશ્વને છે. 



  • લંકાના રણમેદાનમાં રાવણ મરતો નહોતો ત્યારે ભગવાન રામ દુર્ગાપૂજાનું અનુષ્ઠાન કરે છે. 



  • રામચરિતમાનસની કથા નવ દવસની હોય એટલે હું ઘણીવાર કહ્યા કરું છું કે હું જેટલીવાર રામકથા ગાઉં એટલી વાર મારા માટે નવરાિત્ર છે. 



  • મારી પોથી મારું રામચરિતમાનસ મારા માટે ગરબો છે. એમાં એકસો આઠ છિદ્ર નથી, એકસો આઠ દ્વારો છે. ગરબામાં જે છિદ્રો હોય છે છિદ્ર નથી ઘડાનું છિદ્ર તો કલંકરૂપ છે. ગરબામાં રહેલું છિદ્ર શોભા છે. કિરણોનો પ્રસવ આપતું દ્વાર છે. ગરબાની અંદર આપણે કોડિયામાં દીપ પ્રગટાવીએ છીએ પછી ઉપર એક મોટું કોડિયું મૂકીએ છીએ.



  • રામચરિતમાનસમાં ઉત્તરકાંડમાં જ્ઞાનદીપકનો દીવડો છે દીવડા સુધી આપણે પહોંચી શકીએ તો કોઇ ચિંતા નથી પરંતુ દીવડાની ઉપર બીજું પણ એક કોડિયું હોય એમાં આપણે મીઠાઇ પધરાવતા હોઇએ છીએ. કોડિયું વ્યાસપીઠની દૃષ્ટિએ ભક્તિ છે. મીઠાશથી ભરપૂર ભક્તિતત્ત્વ એમાં રહેલું છે. 





  • અરે ફિલ્મ ગીતો તમારી દૃષ્ટિ છે. મારી દૃષ્ટિએ તો મારા હનુમાનને રીઝવવાની પ્રાર્થાન છે. 



  • રામ સ્વયં દુર્ગા છે. રામ સ્વયં અંબા છે. રામ અંબિકા છે. 




  • રામકથા સ્વયં કાલિકા છે. રામકથા અંબિકા છે. રામચરિતમાનસના મહર્ષિ પરમ વિવેકી યાજ્ઞવલ્કય મહારાજ ભારદ્વાજ ઋષિને કહે છે કે હે ઋષિ, રામકથા દુર્ગા છે. રામ ભગવતી અંબા છે. અરે, હનુમાનદાદો પણ અંબા છે. 



  • એક માતૃશક્તિ રક્ત રૂપે આવે પછી આંસુરૂપે આવે અને ત્રીજું બાળકનો જન્મ થાય, બાળકને માની ગોદમાં આપવામાં આવે ત્યારે થોડો સમય જાય એટલે મા દૂધ રૂપે પ્રગટ થાય છે. 



  • તો શક્તિ પહેલાં રક્ત રૂપે વહે છે. પછી આંસુ અને દૂધ રૂપે વહે છે. અને પછી પોતાના સંતાનને તૃષ્ટ-પુષ્ટ કરવા માટે આખી જિંદગી પરસેવા રૂપે વહે છે. 



  • ચાર-ચાર પ્રવાહમાંથી જગદંબા પ્રસાર થતી હોય શક્તિની માંગ આખા વિશ્વને છે. 



  • તો હનુમાનજી પણ જગદંબા છે. 




  • જગતનું મૂળ આદિશક્તિ આદિઅંબા છે. આવો નવરાત્રિના દિવસોમાં આદિશક્તિને યાદ કરીએ અને પ્રેમથી માની આરતી ઉતારીએ. 



(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)


મોરારિબાપુ , માનસદર્શન


Read Full Article at Sunday Bhaskar, ePaper, page 8.


No comments:

Post a Comment