Translate

Search This Blog

Monday, September 22, 2014

જીવનના ચાર પુરુષાર્થો, Live, Learn, Love and Leave

The article displayed below is with the courtesy of Sunday Bhaskar Magazine published by દિવ્ય ભાસ્કર on Sunday, September 21, 2014.

જીવનના ચાર પુરુષાર્થો આજે પણ સાચા છે?


  • શાસ્ત્રોએ ઘણી મહેનત પછી ચાર પુરુષાર્થ સૂચવ્યા તે ધર્મ, અર્થ, કામ, મોક્ષ… ચારેયની સરળતમ સમજૂતી રહી: જીવન જીવવા માટે ધર્મ, જીવન ચલાવવા માટે અર્થ, જીવન માણવા માટે કામ અને જીવન છોડવા માટે મોક્ષ… બહું સ્થૂળ સમજ થઇ. સાચી સમજ તો ખૂબ ઊંડી. તમે જે ધારણ કરો છો તે ધર્મ છે, તમે જે ઉપાર્જિત કરો છો તે અર્થ છે, તમે જે પરિમાર્જિત કરો છો તે કામ છે અને તમે જે વિસર્જિત કરો છો તે મોક્ષ છે… એક સમજ એવી છે કે જીવનને ધર્મથી જીવશો તો અર્થ પ્રાપ્ત થશે, અર્થનો આદરથી ઉપયોગ કરશો તો કામનાં દ્વાર ખૂલશે, કામને સંતુષ્ટિથી પામશો તો મોક્ષમાર્ગ સરળ બનશે… 

1. ધર્મ એટલે What and How to Live? જીવવું કેમ ધર્મ છે. મારે કેમ જીવવું? મારે શા માટે જીવવું? તેનું જે મને માર્ગદર્શન કરે તે મારો ધર્મ છે. દરેક ક્ષણે જે નક્કી કરી આપે કે કેમ જીવવું અને શું જીવવું તે ધર્મ.

2. અર્થ એટલે How to Learn? દરેક પળે શીખવાનું, દરેક ક્ષણને અર્થપૂર્ણ બનાવવાની. અર્થ એટલે નાણું કે પૈસા નહીં. મારે શું શીખવું, મારે કેમ શીખવું તે અર્થ. અહીં અર્થ એટલે meaning.

3. કામ એટલે What and How to Love? મારે કેમ પ્રેમ કરવો, મારે શા કાજે પ્રેમ કરવો તેની સ્પષ્ટ સમજ તે કામ. અહીં કામ એટલે કામના માત્ર નહીં, અહીં કામ એટલે મારે કરવાનું થતું કાર્ય પણ. મને સોંપાયેલા અને મેં સ્વીકારેલા કાર્યને હું કેમ ચાહું તે…! આમ બને તો કામનો થાક લાગે, પણ આનંદ આવે.

4. મોક્ષ એટલે How to Leave? કેમ છોડવું, તે મોક્ષ. અકર્તાભાવથી કામ થયું હોય તો હોંશે હોંશે તેના ફળમાંથી મોક્ષ મેળવી શકાય… 'આ મારું છે કારણ મેં કર્યું છે', 'આ તો હું કેમ છોડું...' સંવાદો જન્મે તે મોક્ષ. આવી વાતો કેમ છોડવી તે મોક્ષ.

શબ્દો ચાર: ધર્મ, અર્થ, કામ, મોક્ષ… તેના અંગ્રેજી શબ્દો ચાર: Live+Learn+Love+Leave. અંગ્રેજીના પહેલા અને છેલ્લા શબ્દોના ઉચ્ચારણો સરખા 'લીવ'… પણ સ્પેલિંગ જુદા અને અર્થઘટન તો સાવ જુદાં. Liveથી જીવન શરૂ થાય અને Leave પર તે પૂર્ણ થાય… જીવનના ચાર શાસ્ત્રોક્ત પુરુષાર્થોને એક વાક્યમાં કહેવા હોય તો? આવું વિધાન બને: જીવતાં જીવતાં શીખવાનું, શીખતાં શીખતાં પ્રેમ કરવાનો, પ્રેમસભર બની જઇને સઘળું છોડતા જવાનું! 



ભદ્રાયુ વછરાજાની

Read the article at ePaper, Sunday Bhaskar, Page 2.


Read More on ધર્મ-અર્થ-કામ-મોક્ષ  at વિચાર ધારા – હેમા પટેલ.

No comments:

Post a Comment