Translate

Search This Blog

Monday, December 15, 2014

શ્રી કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઈ

શ્રી કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઈ


પાનબાઈ અને ગંગાસતીની અજાણી જીવનકથા”  વિશેનો માહિતિ સભર લેખ દિવ્ય ભાસ્કરના સૌજન્ય સહ અત્રે પ્રસ્તુત છે.

પાનબાઈ અને ગંગાસતીની અજાણી જીવનકથા

Source Link: http://epaper.divyabhaskar.co.in/magazine/kalash/58/05112014/0/1/

આ ઉત્તમ ભક્તો અને ફિલસૂફોની જીવનકથા વર્ણવતું એક પુસ્તક મજબૂતસિંહ જાડેજાએ લખ્યું હતું.
'વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ...
અચાનક અંધારાં થાશેજી;
જોત રે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઇજી...
એકવીસ હજાર છસ્સોને કાળ ખાશેજી...
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ...'

આ ભજન ગુજરાતમાં કોઇપણ જગ્યાએ પ્રસ્તુત થાય, ત્યારે તેની આગળ-પાછળ ધર્મ, ધ્યાન, ભક્તિ, વૈરાગ્ય અને જીવનની ફિલસૂફીની વાત વણાઇને આવે. પણ, જે લોકો ભજન ગાય છે, સાંભળે છે, તેનાં પર બોલે છે એમાંના ઘણાને પાનબાઇ કે ગંગા સતી વિશે માહિતી હોતી નથી. ભક્તિપ્રધાન આમજનસમૂહ પાસે એક ઉત્તમ ભક્ત અને ફિલસૂફ એવાં ગંગાસતી અને પાનબાઇ વિશેની નક્કર વિગતો નથી. ઘણા વક્તાઓ બન્ને ભક્ત બેલડીને સાસુ અને પુત્રવધૂ પણ ગણે છે.
અલબત્ત, કોઇપણ ભક્ત વિશે દંતકથાઓ તો પ્રસરે જ. પણ, ગંગા સતી અને પાનબાઇની બાબતમાં આપણે પૂરાં ભાગ્યશાળી છીએ. કારણ કે, ગુજરાત રાજ્યના આઇ.પી.એસ. અધિકારી સ્વ. મજબૂતસિંહ જાડેજા(૧૯૨૪-૨૦૦૭) એ અથાગ પરિશ્રમ કરીને ગંગા સતી અને પાનબાઇનાં જીવન અને કવનની વિગતો શોધી છે. સ્વ. જાડેજાસાહેબે સંશોધન માટે 283 વ્યક્તિની મુલાકાત લીધી હતી. અંગ્રેજ સરકારના દસ્તાવેજો તપાસ્યા હતા. 23 જેટલા સંદર્ભગ્રંથોનો અભ્યાસ કર્યો હતો અને પછી જે સત્ય સામે આવ્યું તે સમાજ સમક્ષ મૂકી આપ્યું હતું. એક બાહોશ પોલીસ અધિકારી જ્યારે કશી તપાસ કરે, ત્યારે તેમાં કશુંય ચુકાય નહીં અને પરિણામે મળે એક નિર્ભેળ વિગતસભર પુસ્તક.
મજબૂતસિંહ જાડેજાએ 1993માં પોતાના ઊંડા સંશોધન પર આધારિત 'શ્રી કહળસંગ ભગત, ગંગાસતી અને પાનબાઇની સંશોધન પર સંક્ષિપ્ત જીવનકથા' નામનું પુસ્તક પ્રગટ કર્યું છે. જેની આવૃતિ થઇ છે. હરિવલ્લભ ભાયાણી લખે છે કે,'આ પુસ્તકની એક વિશેષતા કે જાડેજાની ત્રણેય ભક્તો પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિભાવ તથ્યની ચકાસણીને બાધક નથી બન્યા. ચરિત્રનાયકને જેટલો પ્રાચીન ઠરાવીએ એટલો તેનો મહિમા વધુ એવી ભોળી શ્રદ્ધાનાં જે રીતે આપણા ઇતિહાસ સંશોધકો અને પરંપરાભક્તો ભોગ બનતા રહ્યા છે, તેનાથી જાડેજા બચી શક્યા છે. સર્વત્ર ચોકસાઈ જાળવી છે. ભાષા અને શૈલી પણ પ્રાસાદિક અને ભાવદ્યોતક છે.'
ગંગાસતી અને પાનબાઇ તેમનાં ભક્તિ ગીતોને કારણે ખ્યાતનામ બન્યાં છે, પણ બન્નેના પ્રેરક એવા કહળસંગ ભગતથી આપણે બધા લગભગ અજાણ છીએ. કહળસંગ એટલે ગંગા સતીના પતિ. કહળસંગબાપુનો જન્મ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં જુના સમઢિયાળા ગામે શ્રી કલભા ગોહેલ અને શ્રીમતી વખતુબા ગોહેલને ત્યાં વિક્રમ સંવત 1899 (ઇ.સ.1843)માં થયેલો.
આ કહળસંગ નાનપણથી નમ્ર, વિવેકી અને સમજદાર તેમજ સંસ્કારી હતા. નાનપણમાં નદીકિનારે એક યોગીનો ભેટો થયેલો. યોગીથી પ્રભાવિત થઇ જીવનમાં થયેલા એક ચમત્કારને કારણે કહળસંગ તેમને મળવા ગિરનાર ગયેલા. એમની સાથે એમના કાકાના દીકરા ભાઇ વજુભા પણ ગયેલા. યોગી સાથેના સત્સંગ દરમિયાન કહળસંગની પ્રભુપ્રીતિમાં વધારો થયો. અલબત્ત, અવધૂતે કહળસંગને સંન્યાસ લેવાની ના પાડી અને સંસારમાં રહી ભક્તિભાવે જીવન ગાળવા સૂચવ્યું.
ઉંમર થતાં ઇશ્વરાભિમુખ જીવન જીવતા પુત્રને સહાય કરે, ઉત્સાહ પૂરે, શક્તિ રેડે તેવી સુલક્ષણા વહુ શોધવા માટે શ્રી કલભા બાપુ અને શ્રીમતી વખતુબાએ પ્રયત્નો આરંભ્યા. ત્યાં સમાચાર મળ્યા કે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલાં રાજપરા(ઊંડ)માં રહેતાં ભાઇજીભા સરવૈયા અને શ્રીમતી રૂપાળીબા સરવૈયાની દીકરી ગંગાબા તમામ ગુણો ઉપર ખરા ઉતરે તેવી દીકરી છે તેમ જાણવા મળ્યું. તેથી કહળસંગનું માગું નંખાયું. કહળસંગની સુવાસ પણ ફેલાયેલી. એટલે સ્વીકારાઈ ગયું અને બન્નેનાં લગ્ન વિક્રમ સંવત 1920 (ઇ.સ.1864)ના વર્ષમાં થયાં. આ પ્રેમાળ, પવિત્ર ભક્તદંપતીનાં ઘરે બે પુત્રીનો જન્મ થયો.
મોટાં દીકરી બાઇરાજબાનો જન્મ વિક્રમ સંવત 1922 (ઇ.સ.1866) અને નાનાં દીકરી હરિબાનો જન્મ ઇ.સ.1868માં થયો. એ યુગમાં પણ દંપતી પુત્રને બદલે પુત્રી જન્મી હોવા છતાં ખૂબ રાજી થયેલાં અને દીકરીનો સુંદર ઉછેર કરેલો. એ યુગમાં એવો રિવાજ હતો કે રાજવી કુટુંબની કુંવરી પરણીને સાસરે જાય ત્યારે તેને મદદ કરવા માટે એક વડારણ (દાસી) સાથે આપવામાં આવે.
એ રિવાજ પ્રમાણે ગંગાબા જ્યારે પરણીને સાસરે આવ્યા, ત્યારે તેમની સાથે વડારણ તરીકે પાનબાઇ આવેલાં. આ ગંગાસતી પિયર હતાં, ત્યારે રાજપરાના શ્રી હમીરભાઇ પઢીયારની દીકરી પાનકી સાથે એમને સખીપણાં થયેલાં. એટલે ગંગાબાને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે વડારણ તરીકે કોને લઇ જવા છે? ત્યારે તેમણે પાનકી ઉર્ફે પાનબાઇનું નામ આપેલું. આ માટે હમીરભાઇને પૂછતાં તેઓએ કહ્યું કે 'પાનકીની બા કહેશે તેમ કરશું.'
એ રીતે ગંગાસતીની સાથે પાનબાઇ વડારણ તરીકે સમઢિયાળા આવેલા. ભક્તિનો રંગ તો એમને પણ ચઢેલો. એટલે એ ભક્ત ત્રિપૂટી સંસારની તમામ ફરજો સુંદર રીતે પૂર્ણ કરીને બાકીનો સમય ભક્તિમાં ગાળતા.
કહળસંગે આખરી પ્રયાણનો નિર્ણય લીધો. વિક્રમ સંવત 1950ના પોષ મહિનાની પૂર્ણિમાએ સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. એ પછી ગંગાસતીએ વિક્રમ સંવત 1950ના ફાગણ સુદ આઠમને તા.15 માર્ચ, 1894ના રોજ દેહત્યાગ કર્યો અને એ પછી તા.19મી માર્ચ, 1894નાં રોજ પાનબાઇએ સમાધિપૂર્વક વિદાય લીધી. આ ત્રણેય ભક્તો ઇચ્છામૃત્યુને વર્યા તે પરથી સમજાય છે કે તેમની ભક્તિ કેવી પ્રબળ અને એકનિષ્ઠ હશે. રસ પડે એવી વાત તો છે કે સંસારની વચ્ચે જીવીને પણ તમે ભગવાન પાસે રહી શકો છો. તેનું ઉત્તમ ઉદાહરણ આ ભક્તત્રિપુટી છે. આ ત્રણેય પવિત્ર ભક્તોને સાદર વંદન.
ઇતિસિદ્ધમ્: 'મસ્તીવધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ, ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.' …………જવાહર બક્ષી






ગંગાસતી - આતમને જગાડતી વાણીના રચયિતા”  વિશે વધું માહિતિ માટે આ લિન્ક ઉપર ક્લિક કરવા વિનંતિ.

ગંગાસતીનું અધ્યાત્મ દર્શન - ભાણદેવ (સંતવાણી વિચારગોષ્ઠી ૨૦૧૦ - ભાગ ૭) વિશે વધું માહિતિ માણવા આ http://aksharnaad.com/2010/12/24/santvani-vichar-gosthi-part-7/
લિન્ક ઉપર ક્લિક કરવા વિનંતિ. -

ગંગાસતી વ્યાખ્યાન - ડૉ.નિરંજન રાજ્યગુરુ - ધરમપુર, રાજ ચંદ્ર આશ્રમ - ૦૧-૧૨-૨૦૦૭ વિશે વિડિયો માણવા આ લિન્ક https://www.youtube.com/watch?v=Vu0sisTuR5Qhttps://www.youtube.com/watch?v=Vu0sisTuR5Q ઉપર ક્લિક કરવા વિનંતિ.



સ્વર્ગારોહણ - Swargarohan વેબસાઈટ માં સમર્થ સંત અને સાહિત્યકાર મહાત્મા શ્રી યોગેશ્વરજી ના અનેકવિધ સર્જનો - જેવા કે ચિંતનાત્મક લેખો, પ્રેરણાદાયી પત્રો, ભાવભરપૂર ભજનો, કમનીય કવિતાઓ, મધુરા બાળગીતો, સાધકો સાથેની પ્રશ્નોત્તરી, સંતપુરુષોના જીવનની પ્રેરણાદાયી વાતો તથા તેમની પોતાની સુપ્રસિદ્ધ આત્મકથા વિગેરે સાહિત્ય ઉપલબ્ધ છે.

કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યારપછી એમ કહેવાય છે કે ગંગાસતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતા. ગંગાસતીના ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ.
આ ભજનો નીચે પ્રમાણે છે. કેટલાક ભજનો ઓડોયો સહિત પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

આ માટે http://www.swargarohan.org/bhajans/ganga-sati/ ઉપર ક્લિક કરવા વિનંતિ.

1. અંત:કરણથી પૂજાવાની આશા રાખે

2. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં

3. અસલી જે સંત હોય તે ચળે નહીં કોઈ દિ

4. આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ

5. ઊલટ સમાવ્યો સૂલટમાં      ?

6. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઈ

7. એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું

8. કળજુગ આવ્યો હવે કારમો રે

9. કળજુગમાં જતિ સતી સંતાશે ને

10. કાળધર્મ ને સ્વભાવને જીતવો

11. કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે

12. ગંગા સતી જ્યારે સ્વધામ ગયા ત્યારે

13. ગુપત રસ આ જાણી લેજો પાનબાઈ !

14. ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી,

15. છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી

16. જીવ ને શિવની થઈ એકતા

17. જુગતીને તમે જાણી લેજો પાનબાઈ

18. જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં

19. ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઈ

20. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

21. ધ્યાન ધારણા કાયમ રાખવી

22. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું

23. પદમાવતીના જયદેવ સ્વામી

24. પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું

25. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે

26. પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ

27. પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યા

28. પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી

29. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ

30. ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ

31. મન વૃત્તિ જેની સદાય નિર્મળ

32. મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં

33. મનડાને સ્થિર કરે જાગીને જાણે ભલે

34. માણવો હોય તો રસ માણી લેજો પાનબાઈ !

35. મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને

36. મેરુ તો ડગે જેનાં મન નવ ડગે, પાનબાઈ

37. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો

38. રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ

39. લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં

40. વચન વિવેકી જે નરનારી પાનબાઈ

41. વચન સુણીને બેઠાં એકાંતમાં

42. વસ્તુ વિચારીને દીજીએ

43. વિવેક રાખો તમે સમજી ચાલો

44. વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

45. વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઈ !

46. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ

47. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું

48. સદગુરુ વચનના થાવ અધિકારી

49. સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

50. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

51. સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ

52. સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો,

53. હેઠા ઊતરીને પાય લાગ્યા







  • જુનની ૧૪, ૨૦૦૬ માં પહેલા મુકેલી ગંગા સતીનું  ભજન "વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !" ઓડીયો રેર્કોડીંગ….

સ્વર : દમયંતી બરડાઈ
સંગીત : સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ : ગંગાસતી (૧૯૭૯)

સ્વર : દિપ્તી દેસાઇ
સંગીત : ગૌરાંગ વ્યાસ
આલ્બમ : શ્રધ્ધા

Please click on below link to listen "વીજળીને ચમકારે મોતી પરોવવું પાનબાઇ !".

http://tahuko.com/?p=166http://tahuko.com/?p=166






અક્ષરનાદ - અંતરની અનુભૂતિનો અ-ક્ષર ધ્વનિ ની વેબ સાઈટ ઉપર ગંગાસતીના ૫૨ ભજનો - સંકલિત કરેલ છે. આ ભજનો નીચે પ્રમાણે છે. આ ભજનો ડાઉન લોડ કરવાની સુવિધા પણ આ સાઈટ ઉપર ઉપલબ્ધ છે.

1. મેરુ તો ડગે જેના મન નો ડગે

2. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ

3. ભક્તિ હરિની પદમણી પ્રેમદા પાનબાઈ

4. જ્યાં લગી લાગ્યાનો ભય રહે મનમાં

5. સદગુરુ વચનના થાવ અધિકારી

6. નવધા ભક્તિમાં નિર્મળ રહેવું

7. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં

8. મનને સ્થિર કરી આવો રે મેદાનમાં


9. કાળધર્મ ને સ્વભાવને જીતવો

10. લાભ જ લેવો હોય તો બેસોને એકાંતમાં

11. સર્વ ઈતિહાસનો સિદ્ધાંત એક છે

12. ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ

13. પદમાવતીના જયદેવ સ્વામી


14. પાકો પ્રેમ જ્યારે અંગમાં આવે

15. પ્રેમલક્ષણા ભક્તિ જેને પ્રગટી

16. જુગતીને તમે જાણી લેજો પાનબાઈ

17. વચન વિવેકી જે નરનારી પાનબાઈ

18. અચળ વચન કોઇ દિ ચળે નહીં પાનબાઇ

19. સાનમાં રે શાન તમને ગુરુજીની કહું પાનબાઈ

20. આદિ અનાદિ છે વચન પરિપૂર્ણ

21. મેદાનમાં જેણે મોરચો માંડ્યો ને

22. મન વૃત્તિ જેની સદાય નિર્મળ

23. યોગી થવું હોય તો સંકલ્પને ત્યાગો

24. સરળ ચિત્ત રાખીને નિર્મળ રહેવું

25. ધ્યાન ધારણા કાયમ રાખવી

26. પૃથુરાજ ચાલ્યા સ્વધામ ત્યા

27. રમીએ તો રંગમાં રમીએ પાનબાઈ

28. ઝીલવો જ હોય તો રસ ઝીલી લેજો પાનબાઇ

29. વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

30. એકાગ્ર ચિત્ત કરી સાંભળો રે પાનબાઇ

31. મોહજીત રાજા માહાવિવેકી રે

32. આ ઇતિહાસ જ્યારે પાનબાઇએ સાંભળ્યો રે


33. માણવો હોય તો રસ માણી લેજો પાનબાઇ !

34. પરિપૂર્ણ સતસંગ હવે તમને કરાવું

35. ગુપત રસ આ જાણી લેજો પાનબાઇ

36. છૂટાં છૂટા તીર અમને મારો મા રે બાઈજી

37. વચન સુણીને બેઠાં એકાંતમાં

38. મન મરિયું તેને ત્યાગી કહીએ રે

39. પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઇ

40. વીણવો હોય તો રસ વીણી લેજો પાનબાઇ

41. ચક્ષુ બદલાણી ને સુવાંત વરસી

42. હેઠા ઊતરીને પાય લાગ્યા

43. જીવ ને શિવની થઈ એકતા

44. વિવેક રાખો તમે સમજી ચાલો

45. વસ્તુ વિચારીને દીજીએ

46. કુપાત્રની પાસે વસ્તુ ના વાવીએ રે

47. અંત:કરણથી પૂજાવાની આશા રાખે

48. દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવવું

49. સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું

50. સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો

51. કળજુગ આવ્યો હવે કારમો રે

52. કળજુગમાં જતિ સતી સંતાશે ને



No comments:

Post a Comment