Translate

Search This Blog

Sunday, June 28, 2015

માનસ પૂન્ય પૂંજ

રામ કથા

માનસ પૂન્ય પૂંજ

Patriot Center (GMU), 4400 University Drive,
Fairfax, VA 22030 (Suburb of Washington DC)

શનિવાર, તારીખ ૨૭-૦૬-૨૦૧૫ થી રવિવાર, તારીખ ૦૫-૦૭-૨૦૧૫

મુખ્ય કેન્દ્ર બિન્દુની પંક્તિ

पुन्य पुंज तुम्ह पबनकुमारा     |

सेवहु जाइ कृपा आगारा     ||

.........................................................................७/१८/१


पुन्य पुंज बिनु मिलहिं न संता     |

सत अंगति संसृति कर अंता     ||

..................................................................७/४४/६


શનિવાર, ૨૭-૦૬-૨૦૧૫

પૂણ્ય એટલે શુભ કર્મ, શુભ વિચાર, શુભ ચિંતન.

જ્યારે આપણામાં પ્રમાણિકતા આવે તો પવુત્રતા આવે અને પવિત્રતા આવે એટલે પ્રસન્નતા આવે.

પ્રસન્નતા એ પરમાત્માનો પર્યાય છે.

પ્રસન્નતા એટલે પરમાત્મા.

બહું પૂણ્ય એકત્રિત થાય ત્યારે સંત મિલન થાય તેમજ હરિ સેવા કરવાનો અવસર પણ ત્યારે જ મળે.

કોઈ સંતની, બુદ્ધ પુરૂષનો ભેટો થાય એ તેવું પૂણ્ય એ પૂણ્ય પૂંજ કહેવાય.

જનકના સુક્રિતનું પરિણામ સીતા છે.

દશરથ રાજાને બ્રહ્મ પુત્ર રૂપે પ્રાપ્ય થાય છે તે પૂણ્ય પૂંજ છે.

વનવાસીઓને રામનો ભેટો પૂણ્ય પૂંજ છે.

રૂપનો અહંકાર પણ વ્યક્તિ માટે એક રોગ છે, માનસદર્શન, મોરારિબાપુ

રૂપનો અહંકાર પણ વ્યક્તિ માટે એક રોગ છે
રૂપનો અહંકાર ન કરો. પોતાના સ્વરૂપનો કરો. રૂપ બદલી શકાય છે. સ્વરૂપ ક્યારેય બદલી શકાતું નથી. રૂપ ઉપર પરદો પાડી શકાય છે જ્યારે સ્વરૂપ ઉપર પરદો વધારે સમય ટકી શકતો નથી. શૂપર્ણખાએ બહુ સુંદર રૂપ લીધું. કેટલા સમય માટે?


Read full article at Sunday Bhaskar, page 8.

Friday, June 26, 2015

Monday, June 22, 2015

પ્રેમ જ પરમાત્માની એક જાતિ છે, માનસદર્શન, મોરારિબાપુ

પ્રેમ જ પરમાત્માની એક જાતિ છે



જેની ભાષા બિલકુલ ગંગાના જળ જેવી હોય, જેમનાં વચન સીધાં-સાદાં અને સરળ હોય, વાણીમાં સાધુતાનું અને સંસ્કારનું દર્શન થતું હોય, એવાં વચન દ્વારા પ્રેમની પ્રસૂતિ થાય છે.

Read full article at Sunday Bhaskar, epaper, page 8


Readers may like to read the article at Jeevan Darshan.

Wednesday, June 17, 2015

મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી

The image and the article displayed below are with the courtesy of Divya Bhaskar and Shree Kanti Bhatt.

મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી


મોરારિબાપુને સંતગીરી કે મોટાઈનો દંભ નથી




Read the article at its source link.




- મોરારિ બાપૂ તેમના દાદા પાસેથી રામાયણના પાઠ શીખ્યા


- બાપુનું જીવન વહેતું આવ્યું છે, સામાન્ય માનવી સાથે સામાન્ય બની રહીને બાપુ રહ્યા છે.



રિફલેક્શન ઓન ગાંધી’ નામના પુસ્તકમાં જ્યોર્જ ઓરવેલ નામના પ્રખ્યાત માનવ-જીવની વિકાસગાથા લખનારે કહેલું કે દારૂ, તમાકુ, ગાંજો, ચરસ વગેરે ચીજોથી સંતોએ, બાવાએ દૂર રહેવુ જોઈએ. સંતગીરી (સેઈન્ટહુડ)ના સિક્કાથી પણ સાચા સાધુએ દુર રહેવું જોઈએ. જ્યોર્જ ઓરવેલની વાતો મોરારિબાપૂએ સાવ સરળ રીતે અને સહજ રીતે અપનાવી છે. તેમના સ્વભાવમાં કોઈ સંતગીરી કે મોટાઈનો દંભ નથી.

એક દિવસે મોરારિબાપૂ અચાનક મારા મુંબઈના ફ્લેટમાં આવી પહોંચ્યા ત્યારે તેમના જન્મજાત સંસ્કાર જણાઈ આવ્યા હતા. ઓસ્કાર વાઈલ્ડે તો પોતાના પશ્ચિમના અનુભવ પ્રમાણે 1893માં બોલી નાખ્યું કે- કોઈ સંત અને સેતાન-પાપી જન વચ્ચે એટલો ફરક છે કે દરેક સંતને કોઈને કોઈ ‘ભૂતકાળ’ હોય છે અને સેતાન કે પાપી માટે ભવિષ્ય હોય છે. મોરારિબાપૂને માટે આ ઊક્તી સાવ યુઝલેસ છે. મોરારિબાપૂને હું છેલ્લા પાંચ દાયકાથી વધુ સમયથી જાણું છું અને છાતી ઠોકીને કહી શકું કે, અહાહા.. તેમને માટે આખો કિર્તીમય વર્તમાન અને ખાસ તો અનોખો અકલ્પ્ય ભવિષ્યકાળ જ છે. તેના જીવનમાં કોઈ ડાઘ મેં જોયો નથી. તેમનામાં સ્પીરીચ્યુઆલીટી જ ભરી પડી છે. જેમ્સ બાલ્ડવીન જેવા વિદ્વાને કહેલું કે- દરેક માનવીમાં જન્મજાત પોતાને સંત જેવા સારા માણસ થવાની તમન્ના (ઈમ્પલ્સ) હોય છે. પોતે જે છે તેનાથી તેને ઉંચું જવુ છે તેના માટે તે અથાગ મહેનત કરે છે.



બાપરે! મોરારિબાપૂએ મોરારિદાસ હરીયાણીમાંથી બાપૂ થવામાં કોઈ જ મહેનત કરવી પડી નથી કે સંત થવાનો કોઈ ધખારો મેં જોયો નહોતો. બસ જીવન વહેતું આવ્યું છે. સામાન્ય માનવી સાથે સામાન્ય બની રહીને તે બસ બાપૂ રહ્યા છે. કોઈ મને પૂછે છે કે મોરારિબાપૂને તમે ઘણું મળ્યા છો. તેમણે કદી વ્યાયામ, દંડ, બેઠક, કુસ્તી કે શરીરને અલમસ્ત બનાવવા કોઈ પ્રયાસ ર્ક્યો છે? મેં કહ્યુ કે મોરારીબાપુએ કદાચ યુવાનીમાં કાંઈ આવી હરકત કરી હોય તો મને ખબર નથી, પણ બાપૂએ તો તેના આત્માને અલમસ્ત અને તગડો રાખવાની ચીવટ પણ રાખવી પડી નથી. તે વધુ સરળતાથી થતું આવ્યું છે.



મારા સદભાગ્ય છે કે હું મહુવામાં મેટ્રીક સુધી ભણ્યો અને ત્યારે શહેર કે ગામડામાં અમારે માટે રામ મંદિર એક કલ્ચરલ એક્ટિવીટીના ધામ બની જતું. મોરારિબાપૂની કથા સાંભળવા નિકટ બેસવા માટે સ્પર્ધા થતી. મોરારિબાપૂનું વાંચન ધીરે ધીરે વિકસવા માંડ્યુ. મને લાગે છે કે તેમને સિકસ્થ સેન્સ- છઠ્ઠી ઈન્દ્રીય જાગ્રત થઈ ગઈ એ વાતનો ત્યારે ખ્યાલ આવ્યો કે બ્રેબોર્ન સ્ટેડીયમમાં મોરારિબાપૂના આધ્યાત્મિક જ્ઞાન કે ધાર્મિક ઈતિહાસના જ્ઞાનની ચકાસણી કરવા એક મુંબઈગરાની સભા યોજાઈ. તેમાં કવિ હરીન્દ્ર દવે અને કવિ સુરેશ દલાલ તેમજ બીજા સુપર- ઈન્ટેલિજન્ટ લોકો સમક્ષ મોરારિબાપૂને પેશ કરાયા. કોઈ પીએચડી જવાબ આપી શકે તેવા અઘરા પ્રશ્નો બ્રેબોર્ન સ્ટેડીયમમાં બાપૂને પૂછાયા. તે બધા જ સવાલોને શાંતિથી મોરારીબાપૂ જવાબ આપતા હતા, તે જોઈને મોરારિબાપૂ માટે અમુક ‘બુદ્ધિમંતો’ ક્રીટીકલ હતા તેની ટીકાવૃત્તિ ઓગળી ગઈ.

મોરારિ બાપૂ તેમના દાદા ત્રિભુવનદાસ હરીયાણી પાસેથી રામાયણના પાઠ શીખ્યા. મોરારીબાપુ અંતરમુખી, એકદમ શાંત, સ્વમાની- સ્વતંત્ર હતા. એ વખતે તમામ શિક્ષકો મોટે ભાગે ધોતિયા પહેરતા હતા. આવા ધોતિયાવાળા માસ્તર નરોત્તમદાસ મહેતાએ બાપૂને એક ‘ઈન્ટેલેક્ચ્યુઅલ વિદ્યાર્થી’ તરીકે કોમ્પલીમેન્ટ આપેલા. બાપૂ દર વર્ષે સાહિત્યકારોની ગોષ્ટી રાખી પોતે શાંત શ્રોતા તરીકે બેસે છે. જોકે તેમના હાથ સતત માળા ફેરવતા હોય છે! આનું સીગ્નફીકન્સ કેટલું જબ્બર છે. મનને ડાઈવર્ટ ન થવા દેવા માટે ઘણા સાધુઓ આવી રીતે સતત રૂદ્રાક્ષ કે તુલસીની માળા સતત ફેરવે છે.



કેદારનાથ, બદ્રીનાથ કે ગંગોત્રીમાં તો કથા કરી હોય તે તો ઠીક છે, પણ બાપૂએ ભાવનગરની જેલમાં કેદીઓ સમક્ષ પણ રામકથા કરેલી. મને તો સ્ટીમર ‘કુનાર્ડ પ્રીન્સેસ’ નામના પેસેન્જર શીપના ધનિક મુસાફરોની ઈર્ષ્યા આવે છે કે આ સ્ટીમરમાં બાપૂએ કથા કરેલી. 1994માં જુદા જુદા ધર્મના ધુરંધરો એક પ્લેટફોર્મ મળેલા અને સેટેલાઈટ ટીવી સામે બાપૂએ અનોખી રીતે કથા કરેલી. સમુદ્રમાં 250 શ્રોતા હોય કે 37000 ફૂટ ઊંચે અવકાશ હોય ત્યાં બાપુને સાંભળવાનો લ્હાવો ભાગ્યશાળી લેતા. કૈલાસ માનસરોવર કે કૈલાશ પર્વત પણ શું કામ બાકી રહી જાય? ગુરુપૂર્ણિમા જે જુલાઈની પૂનમે આવે છે તે ખાસ દિવસે બહુધા બાપુ તલગાજરડામાં હોય છે અને કોણ જાણે ત્યારે તેમની વાણી ઔર ખીલેલી પૂનમનાં ચાંદ જેવી હોય છે.  હું તો ઘણી વખતે બ્રેબોર્ન સ્ટેડીયમ કે બીજા સ્થળે અમારા આ મહુવાના જણને જોઈ રહેતો અને વિચાર કરતો કે એક જમાનામાં 37-40 વર્ષ પહેલાં રામપરાયણ કોઈ બેસાડે તો કેવા સરળતાથી બાપૂ ‘દોડી’ જતા.



બાપરે! એક તબક્કો એવો આવ્યો કે લખવામાં હું રોજ રોજ એક ‘કલમના મજુર’ તરીકે લખું છું તે રીતે મોરારિબાપૂ તો રામ કથાની સુપર-ડુપર-એક્સપ્રેસ ચલાવવા માંડેલા. કોઈ વખત બપોરે એક ગામે કથા પુરી થાય અને તુરંત બીજા ગામે કથા શરૂ કરી દે ત્યારે મોરારિબાપૂ એક તિલક મહારાજ નામના રસોઈયાને સાથે રાખતા. તે ખૂબ ચીવટથી શેકેલી ભાખરી, તાંદળજાની ભાજી, લીલા મરચા અને ખીચડી ચીવટથી પકવતા. તે ભાગ્યે જ ઝડપથી ખાતા. બાપૂના પિતાએ તેમને ઠપકો આપીને કથાની આ હડીયાપાટીની સંખ્યા ઓછી કરવા કહેલું. એક પ્રસંગ મેં સાંભળેલો. મોરારિબાપૂને એક પ્રખર સંત મળેલા. તેમનો અંગુઠો સતત લોહીલુહાણ હોય. ત્યારે તે રામનું નામ રૂટતા. તેનો અંગુઠો કદી રૂઝાતો નહીં. મોરારિબાપૂએ કતુહલવશ પૂછેલું ત્યારે એ સપ્તરંગી સંતે કહ્યું કે, સતત રામના રટણ માટે હાથે કરીને હું અંગુઠાને ઘાયલ કરું છું. શું મોરારિબાપૂ કથાઓ કરી કરીને થાક્યા નહીં હોય? હું માનુ છું કે પેલા સંતની જેમ સતત રામ સાથે રહેવા બાપૂ રામકથા ઈચ્છા કે અનિચ્છા સાથે કહેતા હશે. પણ બાપુ આ વાતનું ખંડન કે અનુમોદન કરે તે મને સ્વીકાર્ય છે.



(અમુક વાચકને આ લેખમાં બાપૂ વિશે કંઈ વિશિષ્ટ ન લાગ્યું હોય તો મારા પેરેલિસીસની તીવ્ર દશાનો દોષ છે, પણ જીંદગીના મારા છેલ્લા તબક્કામાં બાપુને કાન્તિ ભટ્ટના કોમ્પલીમેન્ટસ છે).

Tuesday, June 16, 2015

મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા

The image and article displayed below are with the courtesy of Divy Bhaskar and Shree Kanti Bhatt.


મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા

મોરારિબાપુ: શિક્ષકમાંથી સંત બનેલી મહાન પ્રતિભાની કથા



- ધરતી, જળ અને આકાશ એમ સૃષ્ટિનાં ત્રણેય સ્વરૂપોમાં રામકથા કહેનારા ધર્મ નિરપેક્ષ સંત
- રામકથા કહેતા કહેતા મોરારીબાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત બની ગઈ

ચાર્લ્સ કાલેબ કોલ્ટન નામના એક ક્રાંતિકારી પાદરીને ધાર્મિક ઝઘડા પ્રત્યે ભારે રોષ હતો. તેણે કહેલું કે, અરે જુઓ તો આ માણસ કેવો છે? ધર્મ અને ધાર્મિક માન્યતા માટે કંકાસ કરશે, ધર્મ માટે થોથાં લખશે, ધર્મ માટે લડશે અને ધર્મ માટે મરશે પણ ખરો, પણ ધર્મમાં નિરાંતે પ્રેમ ફેલાવીને જીવશે નહીં. આ બાબતમાં ચાર્લ્સ કોલ્ટન સાહેબે આપણાં-અમારા મહુવાના સંત કથાકાર મોરારીદાસ પ્રભુદાસ હરીયાણીને મળવું જોઈતું હતું. મોરારીદાસ જે હવે માત્ર મોરારીબાપુ તરીકે વીકીપીડીયા અને જગતભરમાં ઓળખાય છે તે ચાર્લ્સ કોલ્ટનને અમે કહી શકીએ કે, મોરારીબાપુ ધર્મ માટે કદી કંકાસ કરતા નથી, થોથાં લખતા નથી, પણ ધર્મ અને રામકથા દ્વારા સર્વત્ર પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે.

વિન્સેન્સ સ્મીથ નામના અંગ્રેજ વિદ્વાન માનતા હતા કે, રામચરીત માનસ અર્થાત રામાયણના લેખક સંત તુલસીદાસ શહેનશાહ અકબર કરતા પણ મહાન હતા. તેમના કહેવા પ્રમાણે બુદ્ધ પછી કોઈ મહાન ધર્મગુરુ દુનિયામાં આવ્યા હોય તો તે તુલસીદાસ છે. એ. એ. મેકડોવેલ નામના વિદ્વાને કહેલું કે, ભારતના લાખ્ખો લોકો માટે તુલસીદાસનું ‘રામચરીત માનસ’ બાઈબલને ટપી જાય એટલી શ્રદ્ધા ધરાવે છે. આ તુલસીદાસની રામાયણ કથા કહેનારા સૌરાષ્ટ્રના મહુવા ગામ નજીક તલગાજરડાના મોરારીબાપુનું નામ વિદેશીઓ માટે અજાણ્યું હશે, પરંતુ ગુજરાતના લોકો તેમને બરાબર જાણે છે. હું પણ મારા રૂમમાં હીપ્નોટીક આંખો ધરાવતા મોરારીબાપુની તસવીર રાખું છું.

રામકથા કહેતા કહેતા મોરારીબાપુની પ્રતિભા એક શિક્ષકમાંથી સંત જેવી થઈ ગઈ છે. આજે 69ની વયે મોરારીબાપુ એક 26 વર્ષના યુવાન કથાકાર જેટલા જ જુસ્સા તેમ જ કંટ્રોલ્ડ શાંતિથી રામકથા કહે છે. એમની શાંતિ ખરેખર સોનેરી છે. મહાત્મા ગાંધીજી રામાયણની ચોપાઈઓ સાંભળીને આનંદ વિભોર થઈ ઉઠતા. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના પણ પોતે તુલસીકૃત રામાયણ વાંચતા. આગરા યુનિવર્સિટીમાં ડઝનબંધ વિદ્યાર્થી સંત તુલસીદાસ ઉપર મહાનિબંધ (થીસીસ) લખીને પી.એચ.ડી. થાય છે. તુલસીદાસ કોઈ ફિલસૂફ નહોતા. તે માત્ર એક શુદ્ધ સરસ હૃદયવાળા રામ ભક્ત હતા.

આજે હું મોરારીબાપુ વિશે લખું છું ત્યારે સંત તુલસીદાસને મારા લેખમાં લાંબે સુધી પરીચય કરાવ્યો તે રામાયણને લોકભોગ્ય બનાવી મોરારીબાપુએ પુરા ભારતમાં છેક અરૂણાચલ પ્રદેશ અને પરદેશમાં બ્રિટન, દ. આફ્રિકા, કેન્યા, યુગાન્ડા અને ભૂમધ્ય સમુદ્રમાં ચાલતી સ્ટીમરે કથા કરી છે. તેમણે વિમાનમાં કથા કરી છે અને ભવિષ્યમાં દેવતાઓને કથા સંભળાવવા કોઈ અવકાશયાનમાં જશે. ઈટાલીના રોમ શહેર જ્યાં ચારેકોર ઝનુની ખ્રિસ્તી અને રોમના પોપની ફેં ફાટે છે ત્યાં 9 દિવસની રામકથા કહેલી. પેલેસ્ટાઈન અને ઈઝરાયેલનો કંકાસ ચાલે છે ત્યાં જેરૂસલેમમાં પણ કથા કરેલી. જેરૂસલેમ એ યહુદી, મુસ્લિમો અને ખ્રિસ્તીઓના ધર્મનું શહેર છે. મોરારીબાપુ વગર- સર્ટિફીકેટે ધર્મ નિરપેક્ષ છે. મોરારીબાપુએ યુનુસ અને બેગમ સુઝાનને હજ પઢાવાની સગવડ કરી આપેલી. માત્ર ભાષાની ચાલાકી જ નહીં મોરારીબાપુ સમયના તકાજા સાથે જાગ્રત રહે છે. હમણા નેપાળના પીડીતો માટે બાપુએ રૂ.15 લાખ આપેલા.

જે. એન. કાર્પેન્ટર નામના પાદરી કહે છે કે તુલસીદાસ વૈરાગી બાવા હતા. એ પ્રકારે મોરારીબાપુને અમે સૌ બાવા કહેતા. તેઓ વૈષ્ણવ સંપ્રદાયના ‘બાવા’ છે. હું કેન્યાથી નકરૂ નામના હીલસ્ટેશને ગયો. અહીં કાઠીયાવાડના ગાયના ગોવાળો પાલકો રહે છે ત્યાં પણ બાપુ કથા કરી આવ્યા છે. મોરારીબાપુનું સરકારી રજીસ્ટર કે પાસપોર્ટમાં નામ લખાય તો બહુધા પહેલાં મોરારીદાસ હરીયાણી લખાતું. આ અટક બાપુના બાપદાદાની છે. સૌરાષ્ટ્રના સંતો વિશે અનેક ભાત ભાતની કથા હોય છે. આ વાત પ્રમાણે હરીયાણાના સંત સૌરાષ્ટ્રમાં આવેલા તે પરણ્યા નહોતા. તેમના શિષ્ય જીવણદાસજી નાગર બ્રાહ્ણણ હતા. તેમણે સંસાર માંડેલો અને તેમણે હરીયાણી અટક રાખેલી, જીવણદાસજીની સમાધિ મહુવા નજીક તલગાજરડા જે બાપુનું વતન છે ત્યાં છે.

હું પણ મહુવામાં મેટ્રીક સુધી ભણ્યો છું. મહુવામાં નાના ગોપનાથનું મંદિર છે. અમે મહુવાની માલણ નદીમાં નહાવા જતા ત્યારે બાપુ એક ટીનેજર તરીકે કથા કહીને તેની રામપોથીને સંકેલતા તે મેં જોયેલું. ચોમાસામાં માલણ નદીમાં પુર આવે ત્યારે બાપુ આ રામાયણ પોથીને એકદમ માથે ચઢાવીને પુરવાળી નદીમાં ખાબકતા પણ પોથીને કોઈ નુકશાન થવા દેતા નહીં. મોરારીબાપુથી બે મોટી બહેનો છે. મોરારીબાપુ એસએસસી થયા પછી કોલેજમાં ભણવા પૈસા નહોતા. (આજે સેંકડો કન્યાને ભણવાની સગવડ કરી આપે છે). જૂનાગઢ નજીક શાપુર ગામે શિક્ષકની તાલીમ માટેની કોલેજ છે, ત્યાં બાપુએ તાલીમ લીધેલી. બાપુ કવિતા સમજાવે ત્યારે બાળકોને તેમાં રસ પડતો. તેઓ મહાભારત અને રામાયણના પ્રસંગો પ્રેમપૂર્વક સમજાવતા. કલાપિની કવિતા રાગમાં ગાઈને વચ્ચે વાર્તા કહેતા.
મહુવામાં સ્વામિનારાયણ મંદિરની પ્રાથમિક શાળા હતી. 1946-47ની લડત વખતે ત્યારે એ શાખામાં અમે મીલીટરી તાલીમ લીધેલી. પણ પછી બાપુ એ મંદિરવાળી પ્રાથમિક શાળામાં બે વર્ષ શિક્ષક હતા. એ દરમિયાન જ્યાં પણ સંગીતનો કાર્યક્રમ હોય ત્યાં બાપુ અચુક પહોંચી જતા. સાવરકુંડલા નજીક બાઢડા ગામમાં પંજાબના સાધુ યોગાનંદજીનો આશ્રમ હતો.

બાપુ ત્યાં જતા અને પોતાને ગાવાનો મોકો મળે તેની રાહ જોતા. ધુરંધર ગાયકો આશ્રમમાં આવતા. બાપુને ગાવાનો છેલ્લે મોકો મળતો પણ તાળીઓના ગડગડાટ ‘છેલ્લો’ નહીં પણ ‘પહેલા’નો રણકાર આપતા. શાપુરમાં મોરારીબાપુ શિક્ષક તરીકેની તાલીમ લેતા ત્યારે ઓજત નદીને કાંઠે રામ ખળદાસજી નામના રામાયણના પ્રખર અભ્યાસી બાવા રહેતા. એ સાધુને આખુ રામાયણ કંઠસ્થ હતું. તેમને ‘ક’ અક્ષર ઉપરથી તુલસીદાસની કેટલી ચોપાઈઓ છે તે બોલવાનું કહે તો તે તુરંત બોલી જતા. આવા સાધુ સમક્ષ મોરારીબાપુએ સૌપ્રથમ પોતાની શૈલીથી ધીમે સ્વરે રામકથા કહી ત્યારે રામ ખળદાસ ‘સાધુવાદ’ એવા પ્રશસ્તિના કાઠિયાવાડી ઉચ્ચારણો કરતા. એટલે કે શાબશ મોરારી શાબાશ! ....
(વધુ આવતીકાલે)

Sunday, June 14, 2015

માનસ પરમારથ


રામ કથા

માનસ પરમારથ

ૠષિકેશ, ઉત્તરાખંડ

શનિવાર, તારીખ ૧૩-૦૬-૨૦૧૫ થી રવિવાર, ૨૧-૦૬-૨૦૧૫

મુખ્ય પંક્તિ

રામ બ્રહ્મ પરમારથ રૂપા     |

અબિગત અલખ અનાદિ અનૂપા     ||

                                                                                             અયોધ્યાકાંડ               ૨/૯૨/૭
राम ब्रह्म परमारथ रुपा     |  

अबिगत अलख अनादि अनूपा      ||


નીતિ પ્રીતિ પરમારથ સ્વારથુ     |

કોઉ ન રામ સમ જાન જથારથુ     ||

                                                                                         અયોધ્યાકાંડ    ૨/૨૩૫/૫

नीति प्रीति परमारथ स्वारथु      | 

कोउ न राम सम जान जथारथु      || 




શનિવાર, ૧૩-૦૬-૨૦૧૫


રવિવાર, ૧૪-૦૬-૨૦૧૫


સાધુ હસતો રહે તેમાં જ તેનો મહિમા છે.

મરણ વિધાતાના હાથમાં છે પણ સ્મરણ આપણા હાથમાં છે.

કોઈ પણ સતકર્મ ધન વિના ન થાય અને ધન શોષણ કર્યા વિના પ્રાપ્ત ન થાય તેમજ શોષણ સંવેદન હિન હ્નદય વિના ન થાય.

શાસ્ત્ર, રાજા અને યુવતિ કોઈના વશમાં ન થાય.

હું શાસ્ત્ર જાણું છું એવા ભાવથી શાસ્ત્રનો અભ્યાસ ન થાય.

પરમાર્થ માટે મુખ્ય ૭ માર્ગ - પંથ છે.


વેદ પથ


વૈરાગ્ય પથ


ભક્તિ પથ - પ્રેમ પથ


ધર્મ પથ


સત્ય પથ


જ્ઞાન પથ


સનાતન પથ

સોમવાર, ૧૫-૦૬-૨૦૧૫

કથા રુપી ગંગાનું ગોમુખ કરુણા છે.

પાની સે પાની મે પાની લખવું જેટ્લું જ મુશ્કેલ મહોબતની કહાની લખવું  છે.

શબ્દ બ્રહ્મ છે તેમજ ભ્રમ પણ છે.

ભરદ્વાજ મુનિ પરમાર્થાના જ્ઞાતા છે.

પરમાર્થનું મૂળ પ્રેમ છે.

શિવ રામ મંદિરનુ દ્વાર છે.

સાત વ્યક્તિ પરમાર્થ વાદી છે.


મંગળવાર, ૧૬-૦૬-૨૦૧૫

વાદ ભૂતિ છે જ્યારે સંવાદ વિભૂતિ છે.

સંવાદથી લાભ ન થાય પણ શુભ જરુર થાય.

લાભ બાહ્ય થાય જ્યારે શુભ આંતરિક થાય. શુભ આંતર યાત્રા છે.

પરમાર્થ વાદી, પરમાર્થી અને પરમાર્થ એમ ત્રણ છે.

ઘણા સ્વાર્થી હોય પણ તેઓ બોલે પરમાર્થી.

ઘણા પરમાર્થીની વાતો અણસમજ લોકોને સ્વાર્થી લાગે.

आए देव सदा स्वारथी     |
बचन कहहिं जनु परमारथी     ||

ભક્ત બરફ છે જેનો સ્વભાવ પીગળવાનો છે.

ભક્તિ નર્તન છે, પ્રવાહ છે અને ભગવંત વરાળ છે જે સર્વત્ર વ્યાપી જાય છે.

સ્વભાવગત સ્વાર્થીને સમજવો અઘરો છે અને સ્વભાવગત પરમાર્થીને સમજવો અતિ અઘરો છે.

જીવનું કલ્યાણ મા જ કરી શકે. જાનકી મંગલ અને પાર્વતી મંગલ નો સંદર્ભ.

જાનકી મંગલ અને પાર્વતી મંગલનો અભ્યાસ રામાયણના છાત્રોએ કરવો જ જોઈએ.

નારદ દેવ નથી પણ દેવર્ષિ છે, પરમ પરમાર્થી છે.

જ્ઞાનમાં પહેલાં જાણવાનું હોય ચે અને પછી માનવાનું હોય છે જ્યારે ભક્તિમાં પહેલાં માનવાનું હોય છે અને પછી જાણવાનું હોય છે.

સત્યનો વિસ્તાર પરમાર્થ છે.

પ્રેમનો વિસ્તાર પરમાર્થ છે

કરૂણાનો વિસ્તાર પરમાર્થ છે.

સત્ય, પ્રેમ અને કરૂણા બીજ છે જેનું વટવૃક્ષ પરમાર્થ છે.

ઘણાને ધજાના ધ ની, ધર્મના ધ ની ખબર નથી અને છતાંય તે ધજાગરા કરે છે.

ચેતનાની બહિરગામી યાત્રા બુદ્ધિ છે અને ચેતનાની આંતરગામી યાત્રા શ્રદ્ધા છે.





ભક્તિમાર્ગમાં ‘ભજન’ શબ્દ સૌથી ઊંચો છે, માનસદર્શન, મોરારિબાપુ

ભક્તિમાર્ગમાં ‘ભજન’ શબ્દ સૌથી ઊંચો છે


ભક્તિમાર્ગમાં ભજનથી ઊંચો કોઇ શબ્દ નથી. ભજન ગવાય છે. આપણી જીભથી ભજન થાય છે. મારી જીવનયાત્રામાં અમુક શબ્દો મને બહુ જ પ્રિય છે જેમાં મને ભજન શબ્દ વધારે પ્રિય છે. ભજન શબ્દ ભગવાન શિવને પ્રિય છે, તુલસીદાસજીને પણ વધારે ગમે છે.

Read full article at Sunday Bhaskar.

Sunday, June 7, 2015

ચપટી આપશો તો ધરાઇ જઇશું, માનસદર્શન

ચપટી આપશો તો ધરાઇ જઇશું
સત્ય કોઇનો અધિકારી નથી. દિલના સાફ માણસમાં જે સત્ય હોય છે એ સત્યને આપણે સ્વીકારવું જોઇએ કારણ કે એ ભોળા માણસનું સત્ય દંડવત્ કરવા પ્રેરે એવું હોય છે.

Read full article at Sunday Bhaskar, epaper, page 8