Translate

Search This Blog

Friday, July 31, 2015

Guru Purnima, गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા

જય ગુરુ દેવ

આજના ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મારા ગુરુજી પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણોમાં સત્‌ સત્‌ વંદન

Today, it is Full Moon Day (પુનમ) in the month of Ashadh – (શુક્રવાર, અષાડ સુદ ૧૫, સંવત ૨૦૭૨, તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૫), well-known as Guru Purnima (गुरु पूर्णिमा, ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, व्यास पूर्णिमा), the day reserved for Guru Puja or Guru Worship and a sacred Indian festival dedicated to spiritual guides enlightening disciples by their deep knowledge and wisdom as well as academic teachers, traditionally celebrated by Hindus, Jains and Buddhists to pay their respects to their Gurus/masters/teachers and express their gratitude.

Guru Purnima is also known as Vyasa Purnima and this day is commemorated as birth anniversary of Veda Vyasa. Veda Vyasa was the author as well as a character in the Hindu epic Mahabharata.



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌

સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ


કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ


દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।


गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥


ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |


ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||


ધ્યાન મૂલમ્‌ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ્‌ ગુરુ પદમ્‌,

મંત્ર મૂલમ્‌ ગુરુ વાક્યમ્‌,

મોક્ષ મૂલમ્‌ ગુરુ કૃપા…..

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્‌..




ગુરુ પરંપરા

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ 
 વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll
શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં
તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્‌ સંતતમાનતોસ્મિ  ll
સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l
અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્‌  ll



The article published in the Divya Bhaskar daily under the heading માનસદર્શન, મોરારિબાપુ is displayed here with the courtesy of Divya Bhaskar daily.



  • ગુરુ આશ્રિતના શીલ સંસ્કાર અને ભજનનું રક્ષણ કરે છે, 26-07-2015 




ગુરુ જ એક એવું સ્થાન છે જે આપણી બધી નબળાઇઓને ભૂલીને આપણો સ્વીકાર કરે છે. આપણને ગોદમાં લઇને પ્યારથી ભરી દે છે.ગુરુ ઔષધિ બનીને આશ્રિતોના જીવનમાં આવે છે.

બાલકાંડના પ્રારંભમાં ગોસ્વામીજી મંગલાચરણના સાત મંત્રોનું ગાન કરે છે. ત્યારબાદ સાવ ગ્રામભાષામાં સરળ હિન્દીમાં દેહાતી હિન્દીમાં શ્લોકને લોક સુધી પહોંચાડવા માટે આપણા જેવા માણસો સુધી પહોંચવા માટે તુલસીદાસજી શિખર પરથી સાવ નીચે આવે છે. આમ તો તુલસીદાસજી સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન હતા પરંતુ એમને લોકોની બુદ્ધિ સુધી નહીં દિલ સુધી પહોંચવું હતું. એ માટે સરળ ભાષામાં રામચરિતમાનસનો પ્રારંભ કરે છે. પ્રારંભમાં સંસ્કૃતના સાત મંત્રો મંગલાચરણના રૂપ લખીને વંદના કરે છે.

વેદ, શાસ્ત્ર, પુરાણ, સંહિતા, બ્રાહ્મણગ્રંથ, અન્ય ગ્રંથ ભારતના તત્ત્વજ્ઞાનનું જેટલું સાહિત્ય છે, સત્ સાહિત્ય છે એ બધાનો ક્યાંક ને ક્યાંક ગોસ્વામીજીએ ઉલ્લેખ કર્યો છે. આપણી સનાતનીય પરંપરામાં કોઇપણ મંગલકાર્યના આરંભમાં મોટેભાગે આપણે પંચદેવની પૂજા કે પંચદેવનું સ્થાપન કરીએ છીએ. તુલસીદાસજીએ પણ જ્યારે આટલા મોટા શાસ્ત્રનું દાન કરવું છે ત્યારે પંચદેવોનું સ્મરણ કર્યું છે. જેમાં ગણેશ, દુર્ગા, શિવ, ભગવાન વિષ્ણુ અને સૂર્યનારાયણ. આ પંચદેવની પૂજા-અર્ચના આપણી પરંપરામાં છે એનું આપણને બધાને ગૌરવ છે. પરંતુ આ પંચદેવની વાતો સાર્વભૌમ છે. જો પોતાના હઠાગ્રહો છોડીને બધા જ વિચારધારાના લોકો આ વાતને સમજે તો પંચદેવની વિચારધારા મૂલત: સાર્વભૌમ છે, સંકીર્ણ નથી. ક્યારેક પંચદેવનું વ્યક્તિએ પોતાની વિચારધારાથી દર્શન કરવું જોઇએ. જેમાં ગણેશની પૂજા એટલે વિવેકની પૂજા છે.

ગણેશ એટલે વિવેક અને વિવેકની મનાઇ કયો ધર્મ કરે છે. પંચદેવમાં દુર્ગાનું બીજું સ્થાન છે. દુર્ગા એટલે શ્રદ્ધા, કોઇપણ ધર્મમાં શ્રદ્ધાનું ખંડન થઇ શકે? આજે સમગ્ર સંસાર શ્રદ્ધા ઉપર ટક્યો છે. પછી આગળ ભગવાન શિવનું સ્થાન છે. શિવનો અર્થ જ કલ્યાણ થાય છે. પંચદેવમાં ભગવાન વિષ્ણુનું ચોથું સ્થાન છે. આપણાં શાસ્ત્રો અને મહાપુરુષો ભગવાન વિષ્ણુની વ્યાખ્યા એવી કરે કે જેમાં વિશાળતા, વ્યાપકતા અને ઉદારતા હોય એ વિષ્ણુ છે. છેલ્લે પંચદેવમાં ભગવાન સૂર્યનારાયણનું સ્થાપન થાય છે. સૂર્યનો અર્થ પ્રકાશ પણ કરી શકાય છે. જે પ્રકાશ અર્પણ કરે એ સૂર્ય છે. વ્યક્તિ પ્રકાશમાં જીવવાનો સંકલ્પ કરે તો એ સાચી સૂર્ય ઉપાસના છે. માનસના પ્રારંભમાં તુલસીદાસજીએ પંચદેવોની વંદના કરી અને પછી જેમાં પાંચેય દેવ સમાઇ જાય છે એવા સદગુરુ ભગવાનની વંદના કરે છે.

ગુરુમાં બધું જ આવી જાય છે. સદગુરુમાં બધું સમાઇ જાય છે. રામચરિતમાનસમાં પહેલું પ્રકરણ ગુરુવંદના છે. આપણે એને શુભકામના આપીએ કે આપ ગુરુ વગર જઇ શકો તો જાવ. પરંતુ આપણા જેવા માટે તો કોઇ કર્ણધાર જોઇએ. કોઇ ગાઇડ જોઇએ. આપણા વારંવાર બુઝાતા દીવાને જલતો રાખવા કોઇ શુદ્ધપુરુષ જોઇએ. અમારા આદરણીય નગીનદાસબાપા મને એક દિવસ કહેતા હતા કે બાપુ અથર્વવેદમાં ગુરુમહિમાની વાત છે. મેં તરત જ એમની વાત પકડી લીધી અને બાપાને કહ્યું કે ગુરુ મહિમાના મંત્રો શોધીને આપને મળે તો મને આપજો. પછી તો એ મંત્રો મળ્યા એમાં અમુક વાત કરી છે કે ગુરુ પાંચ વસ્તુ છે. અથર્વવેદ કહે છે કે ગુરુશિષ્યનું મૃત્યુ છે. ગુરુ મૃત્યુ છે એ વાત જે જે મહાપુરુષોએ કરી છે એ પછી આવ્યા છે. એ વાત પહેલાં વેદમાં કહી હતી જ્યાં સુધી રહસ્ય ખૂલતું નથી ત્યાં સુધી જાણ થતી નથી.

ગુરુ મૃત્યુ છે એને બરાબર યાદ રાખજો. ગુરુ એટલા માટે મૃત્યુ છે આપણે જ્યાં સુધી મરતા નથી ત્યાં સુધી નવજીવન પ્રાપ્ત થતું નથી. આપણે કોઇ મહાપુરુષ પાસે જે રૂપમાં ગયા હોઇએ છીએ એને તો એ મારી નાખે છે અને નવું જીવન પ્રદાન કરે છે. ક્યારેક અનુભવ કરજો કે જ્યારે આપણે ગુરુ પાસે જઇએ ત્યારે કંઇક જુદા હોઇએ છીએ અને એમની પાસે બેસીને પાછા ફરીએ છીએ ત્યારે ખુશ્બૂથી સભર હોઇએ છીએ તો શિષ્યમાં જે મારવા યોગ્ય તત્ત્વ હોય એને ગુરુ મારી નાખે છે. જૈન સંપ્રદાયના એક શબ્દનો આશ્રય લઇને કહું તો ગુરુ કષાયને મારી નાખે છે. દૂરિતને ખત્મ કરી નાખે એ ગુરુ છે માટે ગુરુ મૃત્યુ છે. ઓશો પણ કહેતા કે ‘મેં મૃત્યુ સિરવાતા હૂં’ અથર્વવેદમાં કહ્યું કે ગુરુ મૃત્યુ છે એ વાત મને બહુ જ સારી લાગી છે કારણ કે જે મૃત્યુ આપી શકતા નથી એ ક્યારેય જીવન પણ આપી શકે નહીં. ખેતરમાં દાણા વાવે એને ખબર છે કે દાણો પહેલા ખતમ થઇ જાય પછી ઊછરે છે. ગુરુ વિશે તો આપણા સંતવાણીના ઉપાસકો ગાય છે.

ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો
પ્રથમીના માલિક તમે રે તારો તો અમે તરીએ
જમીન આશમાન યે મૂળ વિણ માંડ્યા
થંભ વિણ આભ કરાય વારી વારી...

ગુરુનો પાર પામી શકાતો નથી. મને એક કથામાં શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુ મારા પ્રશ્નનો જવાબ કૃપા કરીને આપજો. એણે એવું પૂછ્યું હતું કે ગુરુને પાર પામી શકાતો નથી પરંતુ આપ બતાવો કે ગુરુનો પ્યાર પામી જઇએ તો? ત્યારે મેં કહેલું કે બહુ સારી વાત છે પાર પામી શકાતો નથી. એનો પ્યાર પામી શકાય છે. એનો પાર પામવાની કોઇની ત્રેવડ નથી પરંતુ પ્યાર અવશ્ય પામી શકાય છે. ગુરુ જ એક એવું સ્થાન છે જે આપણી બધી નબળાઇઓને ભૂલીને આપણો સ્વીકાર કરે છે. આપણને ગોદમાં લઇને પ્યારથી ભરી દે છે. અથર્વવેદની બીજી વાત, ગુરુને વરુણ કહ્યા છે. વેદમાં વરુણને રક્ષણ કરતા દેવ મનાયા છે. ગુરુ આશ્રિતના શીલનું, સંસ્કારોનું, ભજનનું રક્ષણ કરે છે. ભગવાન વેદ ત્રીજું સૂત્ર કહે છે કે ગુરુ સોમ છે.

સોમ એટલે ચંદ્રમા. એનું મૂળરૂપ તો સૂર્ય સમાન છે. પરંતુ સોમ થઇને આપણને શીતળતા પ્રદાન કરે છે. આપણને ઠંડક આપે છે. આગળ વેદ ભગવાને ગુરુને ઔષધિ કહ્યા છે. ગુરુથી મહારોગ મટે છે. ગુરુ ઔષધિ બનીને આશ્રિતોના જીવનમાં આવે છે. બાકી આજના સમયમાં કોઇ શરીરની બીમારી આવે તો મારી આપને બધાને પ્રાર્થના છે કે ડોક્ટર પાસે જઇને ઇલાજ કરાવવો. પરંતુ કોઇ બુદ્ધપુરુષની દુવા એક એવી દવા છે કે જાણે સોનામાં સુગંધ એ અમૃત છે. સંજીવની છે. છેલ્લે ભગવાન વેદ કહે છે કે ગુરુ પય છે. ગુરુ દૂધ છે. બાળકના દોષ જોવાતા કે ગણવામાં આવતા નથી. ભૂખ્યા બાળકને પરાણે ગોદમાં લઇને મા કહે છે, પી લે પી લે પહેલા પેટ ભરીને સંતોષ પામી જા. ગુરુ પણ શિષ્યની સામે આવી જ વાતો કરે છે.

તો અથર્વવેદમાં પાંચ સૂત્ર જેમાં ગુરુમૃત્યુ, ગુરુવરુણ, ગુરુસોમ, ગુરુ ઔષધિ અને ગુરુ પય એવાં પાંચ લક્ષણો બતાવ્યાં છે. આમ તો આપણો દ્વારિકાવાળો મૂળ ગુરુ છે માટે આપણે બધા બોલીએ છીએ કે કૃષ્ણ વન્દે જગદ્‌ગુરુ. કૃષ્ણ બુદ્ધપુરુષ, કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણ પૂર્ણાવતાર, કૃષ્ણ સદગુરુ છે. ભગવાન કૃષ્ણ જેવા ગુરુ કોણ? ફરી પહેલું સૂત્ર વેદનું યાદ કરો કે ગુરુ મૃત્યુ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે હું મૃત્યુ છું. હું અમૃત છું. એવું કૃષ્ણનું વચન છે. કૃષ્ણ જગદ્્ગુરુ છે. કૃષ્ણ પરમાત્મા તો છે જ. પરંતુ પરમાત્મા આપણને ક્યારેક ક્યારેક દૂર પડે છે. ગુરુ નિકટ પડે છે. પરમાત્મા સાથે વાત થોડી થાય છે? ગુરુ સાથે તો વાત થઇ શકે છે. એવા સદગુરુ ભગવાનને યાદ કરું અને નમન સાથે જય સીયારામ...
(સંકલન: રામેશ્વરદાસ હરિયાણી)

માનસદર્શન, મોરારિબાપુ. 





The article by Shree Kantibhai Bhatt published on July 24, 2015 in the Divya Bhaskar daily is displayed here with the courtesy of Shree Kantibhai Bhatt and Divya Bhaskar daily.
  • ગુરુપૂર્ણિમા! શું તમે ગુરુમાં માનો છો ખરા?

Shree Kanti Bhatt,  July 24, 2015



-ગુરુમહિમા
કોઈને જરૂર ગુરુ બનાવો અને જો એમ ન હોય તો તમે તમારી જાતના ગુરુ બની આધ્યાત્મિક બનો

લેખની શરૂઆતમાં જ મારે ગુરુસ્તોત્ર લખવો જોઈએ. આ 31 જુલાઈ, 2015ના શુક્રવારે ગુરુપૂર્ણિમાં આવે છે. 99.9 ટકા લોકો અને ખાસ તો હિન્દુઓ, બૌદ્ધો અને જૈનો ગુરુમાં માને છે. કેટલાક થોડાક અવળચંડાછે જે ગુરુમાં માનતા નથી. ગુરુશબ્દની મહત્તામાં માને છે પણ પોતે જ પોતાના ગુરુ છે એમ કહે છે. ગુરુસ્તોત્ર જલદી વાંચો:-
ગુરુ બ્રહ્મા ગુરુવિષ્ણુ ગુરુદેવો મહેશ્વર:
ગુરુરેવ પરં બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમ:

જીવનમાં ગુરુનું સીગ્નીફીકન્સ ખુબ છે. ગુરુ જ ઈશ્વર છે આ શ્લોકમાં બ્રહ્માને ગુરુ કહ્યા છે, વિષ્ણુને ગુરુ કહ્યા છે. શિવને ગુરુ કહ્યા છે. આ ગુરુપૂર્ણિમાનું એટલે ખાસ મહત્વ છે. ઈશ્વરની ઈચ્છા હશે તો હું પેરેલીસીસ છતાં આ ગુરુપૂર્ણિમાં ઉજવવા જોધપુર જઈશ. જોધપુરમાં મેં જેને ગુરુ માન્યા છે તે રાજર્ષિમુનિ ખાસ સૌરાષ્ટ્રનાં તેમના આશ્રમ-કાયવરોહણથી જોધપુર જવાના છે.  જોધપુરના અસ્સલ પાઘડી-ફેંટા પહેરેલા બહાદુર રાજપુતો જોવા મળશે. મુંબઈમાં અનરાધાર વરસાદ વરસે છે. જોધપુરમાં ભગવાનકૃપાથી 31મી જુલાઈએ સૂર્ય ભગવાન સોળકળાએ હશે. મને ડબલ પેરેલીસીસ છે પણ જોધપુર મારે જોવું છે. તેનો ઈતિહાસ આકર્ષક છે. મુંબઈથી મોટર રસ્તે 984 કીલોમીટર છે. જેટનું વિમાન 1ાા કલાકમાં લઈ જાય છે. આ બધુ એટલા માટે લખું છું કે જીવ્યા કરતા જોયુ ભલુએ ન્યાયે જોધપુર જરૂર જોઈ આવો. રાઠોડ વંશના રાવ જોધાએ આ શહેર-રાજ 1459મા સ્થાપ્યુ છે.

એક વિચિત્ર પણ ‌વખાણવાલાયક જોધપુરના ગરીબ-તવંગર બન્નેની કલા દૃષ્ટિ જોઈલો કે સૌએ શરૂમાં પોતાના ઘર બ્લુ રંગથી રંગ્યા હતા. તેને બ્લુસીટી તરીકે પણ ઓળખાતુ હતુ. તમારી પત્ની કે પ્રેમિકાને ખુશ કરવી હોય તો જોધપુરની સદર બજારમા કે નઈસડક વિસ્તારમા જજો ત્યાં તમને જોધપુરની કલાકારીગીરીની ચીજો, રાજસ્થાની સુંદર વસ્ત્રો તમારી પત્ની માટે ઘાઘરાને ઓઢણા- ઉત્તમ ભરત સાથે વેચાતા મળશે. તમને શોખ હોય તો જોધપુરનાં ફેટા-પાઘડી પણ લેતા આવજો તો તે પહેરીને નવરાત્રમા દાંડીયા રાસ લેતી વખતે અનોખા દેખાઓ. હોટેલમાં રૂ. 300 માં ઉતરી શકાય છે.
આપણે ગુરુપૂર્ણિમા નિમિત્તે જોધપુરને યાદ ર્ક્યુ છે. મારા માનેલા ગુરુ રાજર્ષિમુનિ જોધપુરમાં ખાસ ગુરુપૂર્ણિમા ઉજવે છે. મારે તેમને ગુરુપૂર્ણિમાને દિવસે મળવા ઈન્શાલ્હા જવુ છે. ભારત સરકારે જોધપુરની મહત્તા ટકાવી રાખી છે. ઈસ્કોનનું હરેકૃષ્ણ મંદિર અહીં છે. અક્ષરધામ મંદિર છે. સ્વામિનારાયણનું મંદિર તો હોય જ.

જોધપુરમાં ભરપુર મંદિરો છે. પણ મોરારીબાપુને રસ પડે તેવુ હનુમાન મંદિર છે. એક ડઝન મંદિરોમાં મંડળેશ્વર મહાદેવના જરૂર દર્શન કરજો. અને ગુજરાતીઓને સૌથી વધુ રસ હોય તો ખાવામા રસ છે. પહેલાં મુંબઈમાં ચોપાટીની ભેળ ખાવા આવતા. ભાવનગરી ફાફડીયા ગાંઠીયા ખાતા તેમ જોધપુરમાં ઘણા જીભના સ્વાદુ લોકો જોધપુરની મખ્ખનીયા લસ્સી, માવાકી કચોરી, પ્યાજ કી કચોરી અને ખાસ તો અહીં અનોખી રીતે બનાવાતી લાપસી ચોખ્ખા ઘીમા ખાવાની મજા છે. જોધપુર નજીકના રણમા એક સ્પેશિયલ કાચરા નામનું શાક ઉગાડાય છે. તેનુ શાક સ્વાદુ હોય છે. જેને મીઠાઈનો શોખ હોય તો જોધપુરના માલપુવા, ઘેવર, મોતીચુરના લાડું અને રસમલાઈ ખાવા જરૂર આવે. મારે માટે મોતીચુરનાં ચાંદીના વરખવાળા લાડું લેતા આવે. અહીં રણમાં સ્પેશિયલ ફિસ્ટ થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જોધપુરના અમુક સ્ત્રી પુરુષોના અસલ વસ્ત્રો જેમાં અમેરિકનો અને અંગ્રેજોને રસ પડ્યો છે તેથી અહીં જોધપુરમાં ફેશન ટેક્નોલોજીની કોલેજ 2010મા ખુલી છે. આયુર્વેદને ટકાવવા 2003મા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના નામની આયુર્વેદ કોલેજ છે. અહીંની મોજડી બહુ જ વળણાય છે એટલે ખાસ અનોખી જાતના પગરખા માટે ફૂટવેર ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરભારત સરકારે ખોલ્યુ છે! પાકિસ્તાન પડખામાં છે એટલે સરદાર પટેલ યુનિ.મા સિક્યુરીટીની તાલિમ અપાય છે. ઉર્દૂ યુનિ. પણ છે.

સ્વામિ રાજશ્રી મુનિ સૌરાષ્ટ્રથી ખાસ ગુરુપૂર્ણિમાને દિવસે અહીં આવી રહ્યા છે. તેમના વિશે હું લખી ગયો છું અને ફરી કહુ છું કે તેમણે મને કોઈ ગુરુ ન કરું તે બાબતની છૂટ આપી છે. પણ આવા ઉદાર સ્વામિને સંક્ષેપમાં જાણવા જોઈએ. ડીવાઈન યોગની દીક્ષા સ્વામિ રાજશ્રીને તેના ગુરુ કૃપાલ્વાનંદે 1971માં આપેલી ત્યારથી આજે તે 85ની ઉંમરે યોગનો પ્રચાર કરે છે. તેમને સનાતન ધર્મને જાગૃત કરવાનુ કામ સોંપાયુ હતુ. પરંતુ મને તો તેમણે સુરેન્દ્રનગર નજીક જખાવ ગામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એમ ત્રિવેદનુ અદભુત મંદિર સ્થાપ્યુ છે તે ગમ્યું છે. 4000 યાત્રીઓ લગભગ રોજ જખાવ આવે છે. આ મંદિરમા હું ગયો ત્યારે મને અદભુત શાંતિ મળી હતી. મારા દીવાનખાનાની બેઠકમાં મારી સામે જ રાજર્ષિ મુનિ અને મોરારીબાપુની તસવીર છે. મારી શ્રદ્ધા કહે છે કે આ બધાની કૃપાથી મારા પક્ષઘાતના દર્દમા છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થતા હું આ લેખ લખી શકું છું.

ફરી યાદ કરાવુ છું કે પાકિસ્તાનની બોર્ડરથી 250 કીલોમીટર જ દૂર જોધપુર છે. ઈન્ડિયન આર્મિ અને ઈન્ડિયન એરફોર્સ તેમ જ બ્રોર્ડર સિક્યુરીટી ફોર્સને અહીં કાયમ રાખાય છે. ઘણા રાજસ્થાન વણિકો તેમની પુત્રીના લગ્ન કરવા અહીં ખાસ જોધપુર આવે છે તેથી જોધપુરમાં વેડીંગ ઈન્ડસ્ટ્રીડેવલપ થઈ છે. જાનૈયા અને જાનડીઓને પહેરવાના અનોખા ડ્રેસ વેચાય છે. રાજર્ષિ મુનિ અને જોધપુરની પૂર્ણ ગાથા ગાવાનુ અધુરુ રહે છે પણ પણ આજે ગુરુપૂર્ણિમા છે તેથી તેને અંતમાં મહત્વ આપુ છું કે તમારે ગુરુ ન હોય તો કોઈને જરૂર ગુરુ બનાવો અગર તમે તમારા ગુરુ બની આધ્યાત્મિક બનો. આ દિવસ એવો છે તમે તમારા જીવનની ઉપયોગીતા વિશે વિચારો અને ઈશ્વરને આ જન્મ આપવા થેંક્સ કહો. આજે જીવનમા શું સાચું છે અને શું ખોટુ છે તે વિશે વિચાર કરવાનો મોકો મળે છે. છેલ્લે લખીલો કે મારા-તમારા સૌમાં ડહાપણ અને ઉંચે જવાની જે શક્તિ ભંડારેલી છે. તે શક્તિને જગાડવાનો આ દિવસ છે-ગુરુપૂર્ણિમા.





********************

ગુરુ ! તારો પાર ન પાયો…
ગુરુ ! તારો પાર ન પાયો
ધણી ! તારો પાર ન પાયો
પૃથવીના માલિક ! તારો જી – હો – જી.
હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી – હો – જી.
એ જી ! સમરું શારદા માતા
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી – હો – જી.
એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી – હો – જી.
એ જી ! માખણ વિરલે પાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી – હો – જી.
એ જી ! વરસે નૂર સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
ગગન મંડળમાં બે બાળક ખેલે જી – હો – જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી – હો – જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી ! વારી ! વારી ! અખંડ ગુરુજીને ઓળખો જી – હો – જી.

**********************









No comments:

Post a Comment