Translate

Search This Blog

Sunday, February 14, 2016

માનસ રઘુવંશ - मानस रघुबंस


રામ કથા

માનસ રઘુવંશ - मानस रघुबंस

ભાણસાહેબનું સમાધિ સ્થાન

કમીજલા, વિરમગામ, ગુજરાત

શનિવાર, તારીખ ૧૩-૦૨-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૨૧-૦૨-૨૦૧૬

મુખ્ય વિષયની પંક્તિ

तेहि अवसर भंजन महिभारा। 


हरि रघुबंस लीन्ह अवतारा॥


उन्हीं दिनों पृथ्वी का भार उतारने के लिए श्री हरि ने रघुवंश में अवतार लिया था।

जय रघुबंस बनज बन भानू। 

गहन दनुज कुल दहन कृसानू॥

परशुरामजी कहते है, "हे रघुकुल रूपी कमल वन के सूर्य! हे राक्षसों के कुल रूपी घने जंगल को जलाने वाले अग्नि! आपकी जय हो!"

बड़भागी  बनु  अवध  अभागी।  

जो  रघुबंसतिलक  तुम्ह  त्यागी॥

कौसल्या माता कहती है, " हे  रघुवंश  के  तिलक!  वन  बड़ा  भाग्यवान  है  और  यह  अवध  अभागा  है,  जिसे  तुमने  त्याग  दिया।  "



શનિવાર, તારીખ ૧૩-૦૨-૨૦૧૬

ભાણસાહેબની જીવંત સમાધિ સ્થાન કમીજલામાં રામ કથાનો પ્રારંભ કરતાં પૂજ્ય મોરારિ બાપુએ પ્રસન્ન્તા વ્યક્ત કરતાં કહ્યું કે, મારા માટે આ રામ કથા ગાવા માટે વિશેષ પ્રસન્નતા છે કારણ કે આ પહેલાંની કથા જાગૃત સમાધિ સ્થાન (રાજઘાટ, દિલ્હી) પર થઈ અને પછિ અહીં આ જીવંત સમાધિ સ્થાન પર કથા ગાવાનો અવસર મળ્યો.

જાગૃત સમાધિ સ્થાનથી જીવંત સમાધિ સ્થાન વચ્ચી કોઈ પણ જાતની ઉપાધી વગર આ કથા થઈ રહી છે.

આ સ્થાન એ દેહાણ સ્થાન છે અને આવા દેહાણ સ્થાનમાં કથા ગાન ગાવાનો વિશેષ આનંદ હોય છે. કારણ કે આ કથા ગાન દરમ્યાન અનેક સંતો મહંતો પધારશે અને તેમના પ્રસન્ન ચહેરા જોવાનો લહાવો મળશે.

વળી આ ભજનની ભૂમિ છે અને આવી ભજનની ભૂમિ ઉપર કથા ગાન વિશેષ પ્રસન્નતા આપે.

કથા ગાન એ થાખવાનાં ઠેકાણાં નથી પણ જન્મો જન્મથી થાક્યા પછીના વિશ્રામનાં ઠેકાણાં છે.

આ રામકથા એ ધર્મશાળા નથી પણ પ્રયોગશાળા છે.

ભારતમાં તો ચોવિસે ય કલાક રોજ પ્રેમ દિવસ હોય, ફક્ત એક દિવસ પુરતો પ્રેમ દિવસ ન હોય.

ધર્મ એ છેલ્લા માણસ સુધી જવું જોઈએ.

સત અને સત્તા અને પદ અને પાદૂકાએ છેવાડાના માણસ સુધી જવું જોઈએ.

અર્થ ત્યારે જ સાર્થક થાય જ્યારે એ છેવાડાના માનસ સુધી પહોંચે.

કામ એટલે કે કાર્ય દરેક માણસને છેલ્લા માણસને મળવું જોઈએ.

મોક્ષનો અધિકાર પ્રત્યેક માણસને હોવો જોઈએ.


તુલસીનો સંદેશ સાચા સરનામે પહોંચે તો તેનો વિશેષ આનંદ હોય છે.

પુરૂષાર્થ પગથિયાં છે જ્યારે નસીબ લિફ્ટ છે.

વરિષ્ઠ, વિશિષ્ઠ અને વશિષ્ઠને આદર આપવો એ ગણેશ પૂજન છે.

Read More about "સંત કવિ શ્રી સદ્દગુરુ ભાણસાહેબ જીવંત સમાધિ સ્થાન"




રવિવાર, ૧૪-૦૨-૨૦૧૬




कौल कामबस कृपिन बिमूढ़ा। 

अति दरिद्र अजसी अति बूढ़ा॥1॥

यदि ऐसा करूँ, तो भी इसमें कोई बड़ाई नहीं है। मरे हुए को मारने में कुछ भी पुरुषत्व (बहादुरी) नहीं है। वाममार्गी, कामी, कंजूस, अत्यंत मूढ़, अति दरिद्र, बदनाम, बहुत बूढ़ा,॥1॥

 सदा रोगबस संतत क्रोधी। 

बिष्नु बिमुख श्रुति संत बिरोधी॥

तनु पोषक निंदक अघ खानी 

जीवत सव सम चौदह प्रानी॥2॥

नित्य का रोगी, निरंतर क्रोधयुक्त रहने वाला, भगवान्‌ विष्णु से विमुख, वेद और संतों का विरोधी, अपना ही शरीर पोषण करने वाला, पराई निंदा करने वाला और पाप की खान (महान्‌ पापी)- ये चौदह प्राणी जीते ही मुरदे के समान हैं॥2॥




સોમવાર, ૧૫-૦૨-૨૦૧૬

રામચરિત માનસમાં આવતા રઘુબંસ શબ્દો

1
तेहि अवसर भंजन महिभारा। हरि रघुबंस लीन्ह अवतारा॥
पिता बचन तजि राजु उदासी। दंडक बन बिचरत अबिनासी॥4॥

2
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम॥110॥

3

रिषय संग रघुबंस मनि करि भोजनु बिश्रामु।
बैठे प्रभु भ्राता सहित दिवसु रहा भरि जामु॥217॥

4
लखन लखेउ रघुबंसमनि ताकेउ हर कोदंडु।
पुलकि गात बोले बचन चरन चापि ब्रह्मांडु॥259॥

5
गौतम तिय गति सुरति करि नहिं परसति पग पानि।
मन बिहसे रघुबंसमनि प्रीति अलौकिक जानि॥265॥

6
जय रघुबंस बनज बन भानू। गहन दनुज कुल दहन कृसानू॥
जय सुर बिप्र धेनु हितकारी। जय मद मोह कोह भ्रम हारी॥1॥

7
तहाँ राम रघुबंसमनि सुनिअ महा महिपाल।
भंजेउ चाप प्रयास बिनु जिमि गज पंकज नाल॥292॥

8
जाइ  दीख  रघुबंसमनि  नरपति  निपट  कुसाजु।
सहमि  परेउ  लखि  सिंघिनिहि  मनहुँ  बृद्ध  गजराजु॥39॥

9
कुटिल  कठोर  कुबुद्धि  अभागी।  भइ  रघुबंस  बेनु  बन  आगी॥2॥

10
बड़भागी  बनु  अवध  अभागी।  जो  रघुबंसतिलक  तुम्ह  त्यागी॥

11
सिय  सुमंत्र  भ्राता  सहित  कंद  मूल  फल  खाइ।
सयन  कीन्ह  रघुबंसमनि  पाय  पलोटत  भाइ॥89॥

12
सुखस्वरूप  रघुबंसमनि  मंगल  मोद  निधान।
ते  सोवत  कुस  डासि  महि  बिधि  गति  अति  बलवान॥200॥

13
तुलसी  कृपा  रघुबंसमनि  की  लोह  लै  लौका  तिरा॥

14
समय  समाज  धरम  अबिरोधा।  बोले  तब  रघुबंस  पुरोधा॥
जनक  भरत  संबादु  सुनाई।  भरत  कहाउति  कही  सुहाई॥2॥

15
 बिस्वरूप रघुबंस मनि करहु बचन बिस्वासु।
लोक कल्पना बेद कर अंग अंग प्रति जासु॥14॥

16
प्रनतपाल रघुबंसमनि त्राहि त्राहि अब मोहि।

17
 जय जय जय रघुबंस मनि धाए कपि दै हूह।
एकहि बार तासु पर छाड़ेन्हि गिरि तरु जूह॥66॥

18
संधानि धनु रघुबंसमनि हँसि सरन्हि सिर बेधे भले॥

19
रघुबंस बिभूषन दूषन हा। कृत भूप बिभीषन दीन रहा।।4।।

20
निज दास ज्यों रघुबंसभूषन कबहुँ मम सुमिरन कर्यो।

21
सुमिरि राम रघुबंस मनि हरषित चलेउँ उड़ाइ।।112क।।


22
सुनु खगेस नहिं कछु रिषि दूषन। उर प्रेरक रघुबंस बिभूषन।।


23
रघुबंस भूषन चरित यह नर कहहिं सुनहिं जे गावहीं।।


24
अस बिचारि रघुबंस मनि हरहु बिषम भव भीर।।130क।।

25
तेहि अवसर भंजन महिभारा। हरि रघुबंस लीन्ह अवतारा॥

26
प्रजा सहित रघुबंसमनि किमि गवने निज धाम॥110॥


27
रिषय संग रघुबंस मनि करि भोजनु बिश्रामु।




રામચરિત માનસમાં આવતા रघुवंश  શબ્દ


1


पाणौ  महासायकचारुचापं  नमामि  रामं  रघुवंशनाथम्‌॥3॥



મંગળવાર, ૧૬-૦૨-૨૦૧૬

કાલિદાસે વર્ણવેલ રઘુવંશીઓનાં ૧૬ લક્ષણ





सोऽहं आजनमशुद्धानां आफलोदयकर्मणां।

आसमुद्रक्षितीशानां आनाकरथवर्त्मनां॥ १.५॥



यथाविधिहुताग्नीनां यथाकामार्चितार्थिनां।

यथापराधदण्डानां यथाकालप्रभोधिनां॥ १.६॥



त्यागाय संभृतार्थानां सत्याय मितभाषिणां।

यशसे विजिगीषुणां प्रजायै गृहमेन्धिनां॥ १.७॥



शैशवेऽभ्यस्तविद्यानां यौवने विषयैषिणां।

वार्धके मुनिवृत्तीनां योगेनान्ते तनुत्यजां॥ १.८॥



रघूणां अन्वयं वक्ष्ये तनुवाग्विभवोऽपि सन्।

तद्गुणैः कर्णमागत्य चापलाय प्रचोदितः॥ १.९॥ 



ગુરૂવાર, ૧૮-૦૨-૨૦૧૬

પરમ તત્વના અવતરણ સમયે તેમજ પરમ તત્વના અંશ એવા પરમ સંતના અવતરણ સમયે ૪ વસ્તુ આવે છે, અવતરે  છે.

धरहु धीर होइहहिं सुत चारी। 

त्रिभुवन बिदित भगत भय हारी॥2॥


પરમ તત્વની સાથે ધીરજ - ધૈર્ય અવતરે.


પરમ તત્વની સાથે દ્રષ્ટિ અવતરે.


પરમ તત્વની સાથે ઐશ્વર્ય અવતરે.


પરમ તત્વની સાથે શૌર્ય અવતરે. - ભયભીતને ભયથી મુક્ત કરવા શૌર્ય જરુરી છે.

આપણે સાત સમુદ્રની વાત કરીએ છીએ જે આ પ્રમાણે હોઈ શકે. આવા સમુદ્ર આપણે જોયા નથી. - લવણ સમુદ્ર, ઘી સમુદ્ર, દૂધ સમુદ્ર, દહીં સમુદ્ર, મધ સમુદ્ર અને મીઠો સમુદ્ર.

પરમ અવ્યવસ્થાનું નામ જ પરમાત્મા છે.

આ પરમ અવ્યવસ્થા જે કેરે છે તેને તે પરમ તત્વને કાબુમાં રાખનાર ૫ તત્વો છે. આવા 5 તત્વો નીચે પ્રમાણે છે.

નખ શીશ શુદ્ધ પુરૂષે પ્રગટાવેલ જ્યોત.


બુદ્ધ પુરૂષની દ્રષ્ટિ


બુદ્ધ પુરૂષનું - સદ્‌ગુરૂનું વચન



રામ મંત્ર

અહીં રામ મંત્ર એટલે કોઈ પણ મંત્ર.


બુદ્ધ પુરૂષનું ચરણ

અશ્રદ્ધા, અંધશ્રદ્ધા અને અતિ શ્રદ્ધા - સમજ્યા વગરની શ્રદ્ધા એ ત્રણેય ખરાબ છે.  સ્વામી સચ્ચિદાનંદજી - દંતાલી

અતિ આહાર તેમજ અતિ અઆહાર પણ ખરાબ છે.

યંત્ર જો તાપમાન કંટ્રોલ કરી  શકે તો મંત્ર કેમ કંટ્રોલ કરી શકે ?

ગુરૂની ગાદી ઉપર ઈશ્વર નથી બેસી શકતો પણ ઈશ્વરની ગાદી ઉપર ગુરૂ બેસી શકે છે.


શુક્રવાર, ૧૯-૦૨-૨૦૧૬

ગુરૂકૂળ શ્રેષ્ઠ કૂળ છે.

નાદ વંશ ઉત્તમ વંશ છે.

तात जनकतनया यह सोई।

धनुषजग्य जेहि कारन होई॥

पूजन गौरि सखीं लै आईं।

करत प्रकासु फिरइ फुलवाईं॥1

भावार्थ:-हे तात! यह वही जनकजी की कन्या है, जिसके लिए धनुषयज्ञ हो रहा है। सखियाँ इसे गौरी पूजन के लिए ले आई हैं। यह फुलवाड़ी में प्रकाश करती हुई फिर रही है॥1

जासु बिलोकि अलौकिक सोभा।

सहज पुनीत मोर मनु छोभा॥

सो सबु कारन जान बिधाता।

फरकहिं सुभद अंग सुनु भ्राता॥2

भावार्थ:-जिसकी अलौकिक सुंदरता देखकर स्वभाव से ही पवित्र मेरा मन क्षुब्ध हो गया है। वह सब कारण (अथवा उसका सब कारण) तो विधाता जानें, किन्तु हे भाई! सुनो, मेरे मंगलदायक (दाहिने) अंग फड़क रहे हैं॥2

रघुबंसिन्ह कर सहज सुभाऊ।

मनु कुपंथ पगु धरइ न काऊ॥

मोहि अतिसय प्रतीति मन केरी।

जेहिं सपनेहुँ परनारि न हेरी॥3

भावार्थ:-रघुवंशियों का यह सहज (जन्मगत) स्वभाव है कि उनका मन कभी कुमार्ग पर पैर नहीं रखता। मुझे तो अपने मन का अत्यन्त ही विश्वास है कि जिसने (जाग्रत की कौन कहे) स्वप्न में भी पराई स्त्री पर दृष्टि नहीं डाली है॥3

जिन्ह कै लहहिं न रिपु रन पीठी।

नहिं पावहिं परतिय मनु डीठी॥

मंगन लहहिं न जिन्ह कै नाहीं।

ते नरबर थोरे जग माहीं॥4


भावार्थ:-रण में शत्रु जिनकी पीठ नहीं देख पाते (अर्थात्‌ जो लड़ाई के मैदान से भागते नहीं), पराई स्त्रियाँ जिनके मन और दृष्टि को नहीं खींच पातीं और भिखारी जिनके यहाँ से 'नाहीं' नहीं पाते (खाली हाथ नहीं लौटते), ऐसे श्रेष्ठ पुरुष संसार में थोड़े हैं॥4

રઘુવંશીનું મન કુપંથ ઉપર ન જાય.

રઘુવંશી સ્વપ્નમાં પણ પરસ્ત્રીનો વિચાર ન કરે.

આપણને આપણા મન ઉપર, આપણી જાત ઉપર ભરોંસો હોવો જોઈએ.

રઘુવંશી એ છે જેની પીઠ કદી દુશ્મને જોઈ ન હોય.

પીઠમાંથી અધર્મ જન્મે અને વક્ષ સ્થળમાંથી ધર્મ જન્મે.

રઘુવંશી તરફ કોઈ સ્ત્રી આકર્ષિત ન થાય.

રઘુવંશીના આંગણે કોઈ યાચક ના શબ્દ ન સાંભળે.

રઘુવંશી અલૈકિક વસ્તુ જોઈ હસી પડે, આનંદિત થાય, પ્રસન્ન થાય.

જેનામાં ધીરતા, વીરતા અને ઉદારતા હોય તે રઘુવંશી કહેવાય.


હરિ નામ લેવાથી પાપ પણ નષ્ટ થાય.

નાદ વંશનાં - ગુરૂ કૂખનાં લક્ષણો

જે વ્યક્તિને કોઈ પણ પ્રશ્ન નથી રહ્યો, જેના બધા જ પ્રશ્નો ઉકલી ગયા છે તે નાદ વંશી છે.

ગુરૂના વચનોથી જે લોહીલુહાણ થઈ ગયો છે તે લોહાણો કહેવાય. લોહાણાનું ગુરૂ વચનો થકી રક્ત નીકળી ગયું છે અને વિરક્ત થઈ ગયો છે.

જે કબ્ર સુધી સબ્ર રાખે તે ........

૨ 
નાદ વંશી અકસર મૌન રહેવાનું પસંદ કરે. નાદ વંશી આશ્રિતની ભૂલ થાય તો તેને મીઠા શબ્દોમાં - મીઠી બોલીમાં ઠપકો આપે.

૩ 
નાદ વંશી કદી સમદ્રષ્ટિ ન ચૂકે.

નાદ વંશીના ચહેરા ઉપર પરમ સંતોષ હોય.

નાદ વંશી પ્રત્યેક ઘડી ઉજવણી કર્યા કરે, કાયમ આનદીત રહે.

નાદ વંશીનો ડર લાગે અને છતાંય તેની પાસે રહેવા સિવાય ન ગમે. નાદ વંશીની પાસે જવાથી બધી ભ્રાંતિ છૂટી જાય.



શનિવાર, ૨૦-૦૨-૨૦૧૬

આજે કથા દરમ્યાન પૂજ્ય રમેશભાઈ ઓઝાએ અશીર્વચન દરમ્યાન સૂર્ય ભગવાન માટે જણાવ્યું કે સૂર્ય એ છે જેના માટે NO VACATION, NO EXPECTATIONS AND NO DISCRIMINATION.

કથા દરમ્યાન પૂજ્ય મોરારી બાપુની TALK.

સમુદ્ર જેવી વિશાળ અને ઊંડાણવાળી ૪ વિદ્યા રઘુ મહારાજ શીખે છે.


આણવિક્ષિત વિદ્યા


ત્રયી વિદ્યા


વાર્તા વિદ્યા


દંડ વિદ્યા



આણવિક્ષિત વિદ્યાધરની એક આંખમાં તેજ હોય અને બીજી આંખમાં કરૂણા હોય. અને આ તેજ તપાવે તેવું તેજ નહીં પણ અજવાળું આપે, પ્રકાશિત કરે, ઊર્જાને જાગૃત કરે તેવું હોય જેથી બીજાની કરૂણાનો અનુભવ કરી શકાય.

આ વિદ્યાને ઉપનિષદીય વિદ્યા પણ કહે છે.

આ વિદ્યાનો એક અર્થ પ્રયોગ કરેલ વિજ્ઞાન એવો પણ છે.

જે રોટલો ન આપી શકે તે રામ શું આપવાનો?

દ્વૈષ અને ઈર્ષા એ બે મોટાં દૂષણ છે.

જ્યાં દ્વૈષ અને ઈર્ષા આવે એટલે બીજાને પાડવાનાં ષડયંત્ર રચાય.

સત્તા દેશ નીકાલ કરે જ્યારે સત દ્વૈષ નીકાલ કરે.

નીંદા જીભથી થાય જ્યારે દ્વૈષ, ઈર્ષા જીવથી થાય.

ધર્મનો રસ વૈરાગ્ય છે.


ત્રયી વિદ્યા

આ વેદ વિદ્યા છે.

તલગાજરડા પ્રમાણે સત્ય, પ્રેમ અને કરૂણા એ જ ત્રયી વિદ્યા છે.


વાર્તા વિદ્યા

વાર્તા વિદ્યા એટલે સંવાદની વિદ્યા, સંધીની વિદ્યા, વાતચીતની વિદ્યા.


દંડ નીતિ

દંડ નીતિ ગુનેગારને સજા કરવા માટે હોય જેથી આવા ગુના બનતા અટકે. પણ ગુનેગારને સજા કરવા દરમ્યાન દ્વૈષ ભાવ ન હોય.

રઘુવંશી એ છે જે કોઈ ન કરે તેવું કાર્ય કરે અને આવું કાર્ય વગર પ્રયાસે કરે જેમાં ગુરૂનો પ્રયાસ હોય, ગુરૂનો પ્રતાપ હોય, ગુરૂનો પ્રસાદ હોય.

રામનો ધનુષ્ય ભંગ એ એક રઘુવંશી દ્વારા થયેલ કાર્ય છે જેમાં રામ ભગવાન વગર પ્રયાસે, ગુરૂના પ્રતાપ દ્વારા, ગુરૂના પ્રસાદ દ્વારા ધનુષ્ય ભંગ કરે છે.



રવિવાર, ૨૧-૦૨-૨૦૧૬

ઉપાધિની કંઠી ન પહેરવી પણ કો સમાધિની કંઠી પહેરવી.

જે વચન પાળે એ રઘુવંશી કહેવાય.

જે આવેલ કાળને - સમયને સ્વીકારિ લે તે રઘુવંશી કહેવાય.

રઘુવંશી સારો તેમજ નરસો સમય સ્વીકારી લે.

મૃત્યુ તો ધ્રુવ છે, તેને સ્વીકારી લેવાનુમ હોય, તેનાથી ડરવાનું ન હોય.

તુલસીદાસજી ખરાબ સમયે ૭ સાથીનો સહારો લેવાનું વર્ણવે છે.


 ધીરજ


ધર્મ


વિવેક


સાહસ


સાહિત્ય - સારું સાહિત્ય


સત્ય વ્રત - સત્ય પાલન


રામ ભરોંસો

રઘુવંશી કોઈને મારે નહીં પણ તારે - ઉદ્ધાર કરે.

રામ રઘુવંશી નથી.

પણ રામ રઘુવંશ્મણિ છે.

રામ રઘુવંશ ભૂષણ છે.

રામ રઘુવંશ્વિભૂષણ છે.

રામ રઘુવંશ તિલક છે.

રામ રઘુવંશ નાથ છે.

ધર્મગુરૂ અભિપ્રાય આપે, જ્યારે સદ્‌ગુરૂ અનુભવ આપે.

જે નિમિત માત્ર હોય તે નિમિષમાં કાર્ય કરે.

આપણા નાકમાં નાથ ન નાખે તે આપણો નાથ. આપણો નાથ આપણને બંધનમાં ન રાખે.

જે ગુરૂ વાક્યો જો આપણને સત્ય, પ્રેમ, કરૂણાથી વિમુખ લઈ જાય તેવામ હોય તો તેવામ ગુરૂ વાક્યો પણ ન પાડવાં.

અયોધ્યામાં મંથરા હતી તેમજ લંકામાં વિભીષણ હતો.


No comments:

Post a Comment