Translate

Search This Blog

Tuesday, April 19, 2016

‘રામાયણ’માં રામે અનેક ખોટી પરંપરાને તિલાંજલિ આપી છે

‘રામાયણ’માં રામે અનેક ખોટી પરંપરાને તિલાંજલિ આપી છે



  • ‘રામાયણ’ મને ને તમને શીખવે છે કે બહુ ઇચ્છાઓ ન કરવી. આપણી મર્યાદામાં ઇચ્છાઓ કરવી. જેટલી ઇચ્છાઓ વધશે એટલું દુ:ખ વધશે. ઇચ્છાના છોરુનું નામ દુ:ખ છે. 
  •  લંકા ને અયોધ્યામાં આટલો ફરક છે. અયોધ્યા નિજદર્શન કરે છે, લંકા પરદર્શન કરે છે.



  • પણ લોકો એવા વિચિત્ર છે અને માણસોની ઇચ્છાઓ અને તૃષ્ણાઓ એવી છે કે લોકો ઘરની જવાબદારી છોડે ને પછી બીજી સંસ્થાઓમાં ટ્રસ્ટી થાય! ત્યાં વળી પાછા કામે લાગી જાય! એમાં રાગદ્વેષમાં પડે!
  • એટલે વિચાર આવે તો સમયસર ગાંઠ વાળી લેવી. અને ગાંઠ વાળતા પહેલાં ગુરુને પૂછવું, કેમ કે કૂંચી ગુરુ પાસે હોય છે. 


સુદિન સુમંગલુ તબહિ જબહિ રામ હોહિ જુવરાજુ. 

  • એક વસ્તુ સમજી લો, કોઇ પણ વસ્તુ કોઇ પાસેથી લેવી હોય એમાં મુહૂર્ત જોવડાવવાં, પણ કોઇને કંઇક આપી દેવાનું હોય એમાં કોઇ મુહૂર્ત ન જોવડાવાય! છોડવામાં મુહૂર્ત ન જોવડાવાય! 
  • નાનાભાઇ કહે, ‘બાપુ, તમને કાંઇ કહેવાય નહીં, પણ એ લક્ષ્મી છોકરી નાની અને દલિત અને તમે ભણેલા-ગણેલા અને સવર્ણ. એમાં આટલો બધો ફેર હશે, પણ એનો આત્મા નાનો અને તમારો આત્મા મોટો, એવું ન હોય. આત્મા તો બધાનો સરખો હોય.’ નાનાભાઇ ભટ્ટે ગાંધીજીને ભોંઠા પાડ્યા! ‘એ દલિત કન્યા ને તમે મોટા, બાપુ! આત્મા નાનો-મોટો ન હોય.


  • મોટો માણસ એ છે કે જે ભૂલને સુધારવાની તરત કોશિશ કરે. ખોટી વસ્તુ જ્યારે પકડાય ત્યારે ડાહ્યા માણસે તરત સુધારો કરવો જોઇએ. 
  • (સંકલન : નીતિન વડગામા)

Read full article at Divya Bhaskar, Sunday Edition.

No comments:

Post a Comment