Translate

Search This Blog

Sunday, April 3, 2016

નરસિંહ મહેતાનું સામાજિક દર્શન

The content partly displayed below is with the courtesy of Divya Bhaskar daily.

નરસિંહ મહેતાનું સામાજિક દર્શન




  • સુરદાસ, તુલસી કે જ્ઞાનેશ્વરની સાથે ઊભા રહે તો સોહે એવા નરસિંહ મહેતાની વાત સમજાય છે એટલી જ મનાય પણ છે.


  • નરસિંહ મહેતા ભક્તકવિની સાથે દાર્શનિક પણ છે. તેઓ કર્મકાંડ અને વર્ણભેદમાંથી બહાર નીકળવા કહે છે.


  • આથી જ કદાચ ભક્તિ આંદોલન જોરશોરથી આ સમયમાં ચાલ્યું હતું.


  • ભારતીય તત્ત્વદર્શનનું ફલક તો ખૂબ જ વ્યાપક હતું. 
  • શંકરે વેદાંતની મદદથી હિંદુ ધર્મનું પુનર્ગઠન કર્યું. વેદાંત અદ્વૈતવાદી છે. એટલે કે ઈશ્વર એક છે તેમ માને છે. ઈશ્વર આમ હોવાથી ઈશ્વરની ભક્તિ કરવી અને જ્ઞાનમાર્ગ કે કર્મમાર્ગથી દૂર રહેવું એવું ભક્ત કવિઓએ કહ્યું. આમ એક અદ્વૈતનો સિદ્ધાંત અને બીજી બાજુ સમર્પણ એમ બે ધારામાં ભક્તિ આંદોલન ચાલ્યું. મોટા ભાગના ભક્ત કવિઓએ ઈશ્વર સમર્પણ વાત કરી, પરંતુ નરસિંહ સમર્પણ સાથે તત્ત્વને જાણવાની અને તેની સાથે ઐક્ય સાધવાની વાત કરે છે. નરસિંહ અહીં અન્ય ભક્ત કવિઓથી જુદા પડે છે. 
  • કવિ કહે છે, ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે ...પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે.’ આમ જે કંઈ છે તે ઈશ્વરનાં સ્વરૂપો છે. 
  •  ‘જ્યાં લગી આત્મા તત્ત્વ ચિહ્્નો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ હવે જો આ પૃથ્વી, પાણી, વાયુ, તેજ, અવકાશ, પંચ મહાભૂત તથા સૂક્ષ્મ જીવો, વનસ્પતિ તથા પ્રાણીઓ (જેમાં મનુષ્ય આવી  જાય) તમામ તત્ત્વો મૂલતઃ  તત્ત્વનાં બનેલ હોય તો એ તત્ત્વને જાણવું અનિવાર્ય છે.



  • આગળ નરસિંહ કહે છે, ‘વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ સાથ દે કનક-કુંડળ વિષે ભેદ ન્હોયે, ઘટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોયે.’ હવે જો હું મૂળ તત્ત્વનો બનેલો હોઉં તો ‘હું ખરે તું ખરો હું વિના તું નહિ,’ એવું ઐક્ય સધાય છે. જો આમ હોય તો આપણને દેખાતો આ વાસ્તવ શું છે? શા માટે કોઈ લૂંટે અને શા માટે કોઈ લૂંટાય? શા માટે કોઈ નગર અને શા માટે કોઈ દલિત?શંકર જેને માયા કહે છે તેને નરસિંહ ઊંઘ (જાગૃતાવસ્થાનો અભાવ) કહે છે. ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.’


  • નરસિંહ કહે છે, ‘શું થયું સ્નાન, સેવા ને પૂજા થકી,... શું થયું વરણના ભેદ આણે,... એ છે પરપંચ સૌ પેટ ભરવા તણા... ભણે નરસૈયો તત્ત્વદર્શન વિના રત્ન ચિંતામણિ જન્મ ખોયો.’ તો નરસિંહ આપણને કર્મકાંડ અને વર્ણભેદ (ઊંઘમાં ભાસતા ભોગ)માંથી બહાર નીકળી જવાનું કહે છે. તત્ત્વ સમજ્યા પછી શું કરવું? નરસિંહ કહે છે, ‘પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર’ એટલે કે તત્ત્વ સમજવું, પરંતુ વિતંડાવાદમાં પડ્યા વિના પ્રેમ કરવો.


  • નરસિંહનું પ્રખ્યાત ભજન વૈષ્ણવજન તો તેને કહીએ... આ સવાલનો ઉત્કૃષ્ટ ઉત્તર આપે છે. આ ભજન માનવવાદનું અમર ગીત છે. 
  • જે પરાઈ પીડ સમજી તેને દૂર કરવાનો પ્રયાસ કરે તે સાચી ભક્તિ કરે છે. આમ કરવા છતાં મનમાં અભિમાન નથી લાવતો. જો માણસો સાથે અદ્વૈત સાધી શકશો તો ઈશ્વર સાથે પણ અદ્વૈત સાધશે તે અહીં સ્પષ્ટ છે.


  •  જો તમે આ અને ઈશ્વર એક છે તો તમે અને અન્ય લોકો પણ એક છે. આથી આ ભેદ સમજો, ભેદ મિટાવો, વૈષ્ણવજન બનો અને એ રીતે કર્મકાંડમાંથી બહાર નીકળી અન્ય સાથે એકાત્મ્ય સાધી ઈશ્વર નજીક જાઓ.

Read full article at Divya Bhaskar - Sunday Bhaskar.

No comments:

Post a Comment