Translate

Search This Blog

Tuesday, May 24, 2016

ફરવું એ ગોમુખ છે, ગામતરું એ હરિદ્વાર છે અને પ્રવાસ છે પ્રયાગ

ફરવું એ ગોમુખ છે, ગામતરું એ હરિદ્વાર છે અને પ્રવાસ છે પ્રયાગ



  • પ્રયાગ જઈએ એટલે પણ યાત્રા જ કહીએ, પણ મારી દૃષ્ટિએ, યાત્રા તો એને કહેવાય કે ‘યદ્ગત્વા ન નિવર્તન્તે’. જ્યાં ગયા પછી પાછું ફરાતું નથી, એનું નામ યાત્રા છે
  • પ્રવાસનું ગોમુખ એ બહાર ફરવા જવું એ છે. આપણા બધાંના પ્રવાસનું એક ગોમુખ હોય છે.

  • પ્રવાસનું બીજું તત્ત્વ છે ગામતરું. એમાં તમારે થોડુંક દૂર જવાનું છે. તમારું મૂળ મૂકીને તમારે ક્યાંક ડાળ સુધી જવાનું છે કે પર્ણ સુધી જવાનું છે કે પુષ્પ સુધી જવાનું છે કે એમ જ સાધના આગળ વધે તો ફોરમ સુધી જવાનું છે! તો ગામતરું એ મારી દૃષ્ટિએ પ્રવાસનું હરિદ્વાર છે. હરવું-ફરવું, કોઇને ઘરે ચા-પાણી પીને પાછાં આવી જવું, ગપ્પાં મારીને આવી જવું એ ગોમુખ છે અને એ ગોમુખની ધારા તો બહુ જ નાની હોય, પણ અેમાંથી જ મોટા પ્રવાસનો જન્મ થયો હોય છે. 

  • અને પછી એક ત્રીજો પડાવ આવે છે એ પ્રયાગ છે. કેટલાક અનુભવોની ત્રિવેણીઓ મળતી હોય છે. ક્યાંકથી જીવનના સારા અનુભવોની પતીતપાવનની ગંગા, ક્યાંકથી કર્મની વિશુદ્ધિ કરતી યમુના અને ક્યાંકથી આપણે કહી ન શકીએ અને સામો સમજી ન શકે એવી ગુપ્ત સરસ્વતી વહેતી હોય છે.

  • પ્રવાસના અનુભવો એક ગ્રંથનાં સૂત્રો જેટલું કામ કરી શકે. 

જે શ્રદ્ધા સંબલ રહિત નહિં સંતન્હ કર સાથ.
તિન્હ કહું માનસ અગમ અતિ જિન્હહિ ન પ્રિય રઘુનાથ.


  • પ્રવાસને હું પ્રયાગ કહું છું ત્યારે એવા પ્રવાસ માટે શ્રદ્ધાનું સંબલ જોઇએ. અંધવિશ્વાસ નહીં, પણ મૌલિક શ્રદ્ધા. 
  • અમારે ગઢડામાં જાદવજી બાપાને કોઇએ પૂછ્યું કે બાપા, શ્રદ્ધા એટલે શું? તો એણે કહ્યું કે બુઝારું શિહોરમાં બને અને માટીનો ગોળો તો ગઢડાની માટીમાંથીય થાય, પણ ગમે તે ગોળા ઉપર શિહોરનું બુઝારું ફિટ થઇ જાય એનું નામ શ્રદ્ધા. મારો ને તમારો પિંડ ગમે ત્યાં હોય સાહેબ, પણ ધાતુએ એક સરખો આકાર પકડ્યો હોય અને એ આપણા પિંડ ઉપર બરાબર ફિટ થઇ જાય એ શ્રદ્ધા છે. તો એવી મૌલિક શ્રદ્ધા હોવી જોઇએ. અને ‘નહિં સંતન્હ કર સાથ.’ સંત એટલે કોઇ સારા માણસ.



  • હું તો આટલાં વર્ષ પછી સાધુની વ્યાખ્યા આટલી જ કરું છું કે જીવનમાં આવતી તમામ પરિસ્થિતિનો સ્વીકાર કરે એનું નામ સાધુ. અને ખરાબ પરિસ્થિતિ આવે તો પણ કોઇની સાથે તકરાર ન કરે એનું નામ સાધુ. તકદીર સાથે પણ તકરાર ન કરે એનું નામ સાધુ. અને કોઇપણ વ્યક્તિ, વસ્તુ, પદાર્થનો તિરસ્કાર ન કરે એનું નામ સાધુ. અને ચોથું, આખા જગતને પ્યાર કરે એનું નામ સાધુ. પ્રવાસમાં આવા, કોઇ સાધુચરિત વ્યક્તિનો સંગ કરવો.


  • ત્રીજું, આપણે જ્યાં જવું છે એના તરફની પ્રીતિ હોવી જોઇએ. મૃત્યુ તરફ જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. હજ પઢવા જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. જગન્નાથ જવું હોય તો એના તરફ પ્રીતિ હોવી જોઇએ. એવો જો પ્રિય ભાવ આપણા હૃદયમાં ન હોય, તો એના માટે જીવનની કોઇ પણ યાત્રા દુર્ગમ છે, અગમ છે, મુશ્કેલીભરી છે.



(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.



Saturday, May 21, 2016

માનસ ભરત


રામ કથા

માનસ ભરત

ચિત્રકૂટ (મધ્ય પ્રદેશ)

શનિવાર, ૨૧-૦૫-૨૦૧૬ થી રવિવાર, ૨૯-૦૫-૨૦૧૬


મુખ્ય પંક્તિ (કેન્દ્રીય વિચાર) 

प्रनवउँ प्रथम भरत के चरना   ।

जासु नेम ब्रत जाइ न बरना    ॥
.....................................................................१/१६/३


राम चरन पंकज मन जासू         ।

लुबुध मधुप इव तजइ न पासू     ॥

...................................................................१/१६/४


(भाइयों में) सबसे पहले मैं श्री भरतजी के चरणों को प्रणाम करता हूँ, जिनका नियम और व्रत वर्णन नहीं किया जा सकता तथा जिनका मन श्री रामजी के चरणकमलों में भौंरे की तरह लुभाया हुआ है, कभी उनका पास नहीं छोड़ता॥


શનિવાર, ૨૧-૦૫-૨૦૧૬

જે પ્રેમ નિયમ તોડાવી ન શકે તે પ્રેમ શું કામનો?

પ્રેમ નેમ (નિયમ) તોડાવી નાખે.

सिय  राम  प्रेम  पियूष  पूरन  होत  जनमु  न  भरत  को।

मुनि  मन  अगम  जम  नियम  सम  दम  बिषम  ब्रत  आचरत  को॥

दुख  दाह  दारिद  दंभ  दूषन  सुजस  मिस  अपहरत  को।

कलिकाल  तुलसी  से  सठन्हि  हठि  राम  सनमुख  करत  को॥

भावार्थ:-श्री  सीतारामजी  के  प्रेमरूपी  अमृत  से  परिपूर्ण  भरतजी  का  जन्म  यदि  न  होता,  तो  मुनियों  के  मन  को  भी  अगम  यम,  नियम,  शम,  दम  आदि  कठिन  व्रतों  का  आचरण  कौन  करता?  दुःख,  संताप,  दरिद्रता,  दम्भ  आदि  दोषों  को  अपने  सुयश  के  बहाने  कौन  हरण  करता?  तथा  कलिकाल  में  तुलसीदास  जैसे  शठों  को  हठपूर्वक  कौन  श्री  रामजी  के  सम्मुख  करता?

ચિત્રકૂટ અતિ વિચિત્ર સુંદર બન મહિ પવિત્ર 
ચિત્રકૂટ અતિ પવિત્ર સુંદર બન મહિ પવિત્ર
પાવનિ પય સરિત સકલ મલ નિકંદિનિ 

ચિત્રકૂટ ૫ વસ્તુની ભૂમિ છે. આમ તો આ ભૂમિ અસિમ છે.

વિહાર ભૂમિ

ચિત્રકુટ ભગવાન સીતારામની વિહાર ભૂમિ છે.


વિરાગ ભૂમિ

ચિત્રકૂટ સાધકોની વિરાગ ભૂમિ - વૈરાગ્યની ભૂમિ છે. આ ભૂમિમાંથી વૈરાગ્ય પેદા થાય, પ્રાપ્ત થાય.


વિવેક ભૂમિ - વિચાર ભૂમિ

ચિત્રકૂટ બગવાન વશિષ્ઠ, રાજર્ષિ જનક, ભરત, અનેક મુનિગણની વિવેક ભૂમિ છે, વિચાર ભૂમિ છે.

  भरत  चरित  करि  नेमु  तुलसी  जो  सादर  सुनहिं।

सीय  राम  पद  पेमु  अवसि  होइ  भव  रस  बिरति॥

तुलसीदासजी  कहते  हैं-  जो  कोई  भरतजी  के  चरित्र  को  नियम  से  आदरपूर्वक  सुनेंगे,  उनको  अवश्य  ही  श्रीसीतारामजी  के  चरणों  में  प्रेम  होगा  और  सांसारिक  विषय  रस  से  वैराग्य  होगा॥


વિશ્વાસ ભૂમિ

ચિત્રકૂટ વિશ્વાસની ભૂમિ છે.


વિયોગ ભૂમિ

ચિત્રકુટ વિયોગની ભૂમિ છે, આંસુની ભૂમિ છે.

તુલસીદાસ ચરન વંદના કરતાં પ્રથમ ગુરૂ ચરણની વંદના કરે છે.


રવિવાર, ૨૨-૦૫-૨૦૧૬

રામ ચરિત માનસને જો ઊભા અક્ષરોમાં લખીએ તો નીચે પ્રમાણે લખાય.

રામ
ચરિત
માનસ

આમ જો આપણે ઊપર જવું હોય તો પહેલાં માનસનું પગથિયું ચઢવું પડે, પછી ચરિતનું પગથિયું ચઢ્યા પછી રામ સુધી પહોંચાય.

વશિષ્ઠ મુનિ નામ કરણ કરતાં ભરત માટેના નામ કરણ માટે કહે છે કે,

बिस्व भरन पोषन कर जोई। 

ताकर नाम भरत अस होई॥

जो संसार का भरण-पोषण करते हैं, उन (आपके दूसरे पुत्र) का नाम 'भरत' होगा |

ભરત શબ્દ બ્રહ્મ છે.

ભરત શબ્દ બોલવાથી પાપ, પ્રપાંચ નાશ પામે છે.

રામ સ્વયં ભરત મંત્રનો જાપ કરે છે.

भरत  सरिस  को  राम  सनेही।  

जगु  जप  राम  रामु  जप  जेही॥

सारा  जगत्‌  श्री  राम  को  जपता  है,  वे  श्री  रामजी  जिनको  जपते  हैं,  उन  भरतजी  के  समान  श्री  रामचंद्रजी  का  प्रेमी  कौन  होगा?॥

જે નિરંતર કર્મમાં નિરત રહે છે તે ભરત છે.   ......કવિવર ટાગોર

ભરત કર્મ યોગી છે.

માનસની આરતી તો વેદ પણ ઊતારે છે.
જે ભજનમાં રત છે, જે ભક્તિમાં રત છે તે ભરત છે.

ભરત અદ્વિતીય છે, અનુપમ છે.

ભરતમાં ભ જ્ઞાન વાચક છે.

જે જ્ઞાનમાં રત છે તે ભરત છે.

सगुनु  खीरु  अवगुन  जलु  ताता।  

मिलइ  रचइ  परपंचु  बिधाता॥

भरतु  हंस  रबिबंस  तड़ागा।  

जनमि  कीन्ह  गुन  दोष  बिभागा॥

हे  तात!  गुरु  रूपी  दूध  और  अवगुण  रूपी  जल  को  मिलाकर  विधाता  इस  दृश्य  प्रपंच  (जगत्‌)  को  रचता  है,  परन्तु  भरत  ने  सूर्यवंश  रूपी  तालाब  में  हंस  रूप  जन्म  लेकर  गुण  और  दोष  का  विभाग  कर  दिया  (दोनों  को  अलग-अलग  कर  दिया)॥

જે વ્યક્તિને ભવમાં રુચી છે તે ભરત છે.
जनम-जनम  रति  राम  पद  यह  बरदानु  न  आन॥

जन्म-जन्म  में  मेरा  श्री  रामजी  के  चरणों  में  प्रेम  हो,  बस,  यही  वरदान  माँगता  हूँ,  दूसरा  कुछ  नहीं॥

ભ એટલે ભય

જે ભયમાં ગ્રસ્ત છે - ભયમાં ડૂબેલ છે તે ભરત છે.

આમ તો જે ભજન કરે તેને ભય ન લાગે.

પણ જે ભક્ત છે તેને એવો ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારાથી મારા સાહિબનો અપરાધ ન થઈ જાય. આમ ભક્ત સાહિબનો અપરાધ ન થઈ જાય તેવા ભયથી ભય ગ્રસ્ત રહે છે.

ભક્તને એવો ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારાથી અન્યાશ્રય ન થઈ જાય.

શ્રેષ્ઠથી થોડા ભય ગ્રસ્ત રહેવું એ અભય થવાની ચાવી  છે.

શિષ્યની દુરગતિ થાય તો ગુરૂ પદ કલંકિત થઈ જાય.

પ્રેમિકાને કાયમ ભય રહે છે કે ક્યાંક તેનો પ્રેમી તેને છોડીને જતો તો નહીં રહે ને.

ભય વિના પ્રિતિ ન થાય.

ભક્તિમાં અખંડ વિશ્વાસ રહે પણ પોતાના કરતુતોનો ભય લાગ્યા કરે છે.

ભરત પ્રેમ મૂર્તિ છે.

માનસના કેટલાક પ્રેમીઓ

૧ સુતિક્ષ્ણ પ્રેમ
૨ અંગદ પ્રેમ
૩ હનુમંત પ્રેમ
૪ દશરથ પ્રેમ
૫ જનક પ્રેમ
૬ ઉમા પ્રેમ

ભરતા એટલે પતિ, પાલન કરનાર, ભરથાર

પ્રેમ અને ત્યાગથી આપણને સ્વાભાવિક ભરી દે, આપણી રિક્તતાને પૂર્ણ કરી દે તે ભરત છે.

આપણો ભાર વહન કરે તે ભરત છે.

માનસમાં ભરત અને ભુષુડી એ બે સર્વોચ્ચ બુદ્ધ પુરુષ છે.

ભરત જેવા બુદ્ધ પુરુષ પાસે જવાથી આશ્રિત બિલકુલ નિરભાર થઈ જાય.

ભરતનું ધર્મ દર્શન, અર્થ દર્શન, કામ દર્શન, મોક્ષ દર્શન, સત્ય દર્શન, પ્રેમ દર્શન અને કરૂણા દર્શન શું છે?

તુલસીદાસજી રામ કથા સ્વાનતઃ સુખાય, મન પ્રબોધ અને પોતાની વાણીને પવિત્ર કરવા માટે ગાય છે.



સોમવાર, ૨૩-૦૫-૨૦૧૬






મંગળવાર, ૨૪-૦૫-૨૦૧૬

નિયમ અમુક સમય માટે લેવાય અને અમુક નિયમ પુરો થતાં તેના માટે પારણા પણ થાય. દા. ત. ઉપવાસ

ગાંધીજી કોઈ એક કાર્ય માટે ઉપવાસ કરતા, જે એક સત્યાગ્રહનું રુપ રહેતું અને તે કાર્યનું સમાધાન થતાં ગાંધીજી ઉપવાસ છોડી પારણા કરતા.

માર્ગ દર્શકનાં પ લક્ષણ છે.

ભરતની યાત્રા અયોધ્યાથી ચિત્રકૂટની છે.

હનુમાનની યાત્રા ત્રિકૂટ - લંકાની છે.

ચિત્રકૂટ અને વૃંદાવનમાં સામ્ય પણ છે અને તફાવત પણ છે.

કૃષ્ણ વૃંદાવન છોડી એક ડગલું ક્યાંય ગયા નથી.

રામ લક્ષ્મણ જાનકી પણ ચિત્રકૂટ છોડી ક્યાંય ગયા નથી.

ચિત્રકૂટમાં રસ છે જ્યારે વૃંદાવનમાં રાસ છે.

તુલસી અને ચિત્રકૂટ એકબીજાના પર્યાય છે, સગોત્રી છે.

ચિત્રકૂટ એ છે કે કૂટ છે - એરણ છે જેનો આકાર ગમે તેટલા પ્રહાર થાય તો પણ બદલાતો નથી.


રવિવાર, ૨૯-૦૫-૨૦૧૬

કથા વિરામ દિવસ
આપણા જીવનમાં રામનું પ્રાગટ્ય એટલે સત્યનું પ્રાગટ્ય, ભરતનું પ્રાગટ્ય એટલે પ્રેમનું પ્રાગટ્ય, લક્ષ્મણનું પ્રાગટ્ય એટલે જાગૃતિનું પ્રાગટ્ય અને શત્રુઘ્નનુમ પ્રાગટ્ય એટલે અવૈર વૃત્તિનું પ્રાગટ્ય.
યોગ્ય શિષ્યની પ્રાપ્તિ એ ગુરૂની મહાનિધી છે.
સારા પુત્ર/પુત્રી એ માબાપની મહાનિધી છે.
સારા શ્રોતા એ વક્તાની મહાનિધી છે.
યજ્ઞ, દાન અને તપ ક્યારેય બંધ ન કરવા.
યજ્ઞ, દાન, તપ કરવાથિ આપણી બુદ્ધિ સુધરે છે.
યજ્ઞમાં આહુતિ અપાય છે. આમ યજ્ઞથી આહુત કરવાની વૃત્તિ પેદા થાય અને તેના પરિણામે જરુરિયાતમંદ વ્યક્તિને આપણી ક્ષમતા પ્રમાણે તેની જરુરિયાત પુરી કરવાની વૃત્તિ પેદા થાય.
કૃત્ય અને નૃત્ય બંને કરવાં જોઈએ.
કૃત્ય અને નૃત્યનું સમન્વિત રૂપ ભરત છે.
ક્ષમાદાન એ મહત્વનું દાન છે.
મૌન રહી વિષમ પરિસ્થિતિને સહન કરી લેવી તે તપ છે.
રામ ચરિત માનસ એ માનવ બનાવવાનું કાર્ય કરે છે. જેનામાં પશુતા હોય, જેનામાં અસુરતા હોય, જેનામાં દીનતા હોય - અછૂત સમાજમાંથી આવતા હોય તેવા બધાને માનસ માનવ બનાવે છે. જ્યારે રામ પુષ્પક વિમાનમાં રીંછ વાનર, વિભીષણ જેવા અસુર, નિષાદ રાજ ગુહ વગેરેને લઈને અયોધ્યામાં ઊતરે છે ત્યારે બધાન માનવ રૂપે ઊતરે છે. આ માનસનું કાર્ય છે.
પાદુકામાં પા અક્ષર પાપ તરફ નિર્દેશ કરે છે, દુ અક્ષર દુકાળ તરફ નિર્દેશ કરે છે અને કા અક્ષર કાયમ તરફ નિર્દેશ કરે છે. આમ પાદુકાથી પાપનો કાયમ દુકાળ થાય છે, પાપ થાય જ નહિં.
રામ જ્યારે અયોધ્યામાં વનવાસ પહેલાં હતા ત્યારે તે સમયે અનિષ્ટ તત્વો અયોધ્યામાં હતાં  અને જ્યારે ૧૪ વર્ષ પછી રામ રાજ્યની સ્થાપના થયા પછી પણ અનિષ્ટ તત્વો આવે છે. પણ ૧૪ વર્ષ સુધી જ્યારે પાદુકા હતી ત્યારે કોઈ અનિષ્ટ તત્વ અયોધ્યામાં આવ્યું નથી, કોઈ પાપ થયું નથી.
નિચે દર્શાવેલ ૫ વસ્તુ છૂટે એટલે પાદુકા પ્રાપ્ત થાય.

ઊંમર થતાં કુટુંબના વડા તરીકેનો અધિકાર છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય. વડાના અધિકાર દ્વારા અહંકાર આવી જાય છે.

ક્રમશઃ અહંકાર ઓછો કરવાથી પાદુકા પ્રાપ્ત થાય.

અંધકાર - અજ્ઞાન - મૂઢતા - વિકૃતિ - તમસ ને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય.

ઊંમર વધતાં અલંકાર - સન્માન વગેરે છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય.

અસ્વીકારને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય. બધાનો સ્વીકાર કરી લો.
આમ સાધના પક્ષમાં અધિકાર, અહંકાર, અંધકાર, અલંકાર ને છોડવાથી પાદુકા પ્રાપ્ત થાય જ્યારે કૃપા પક્ષમાં કોઈની કરૂણા થતાં પાદુકા ગમે ત્યારે પ્રાપ્ત થાય.



Tuesday, May 17, 2016

શબ્દયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ આપણી બુદ્ધિને શુદ્ધ રાખે છે

શબ્દયજ્ઞ અને જ્ઞાનયજ્ઞ આપણી બુદ્ધિને શુદ્ધ રાખે છે


  • લક્ષ્મણ જીવધર્મના આચાર્ય છે. 
  • આચાર્યનું પહેલું લક્ષણ છે જાગૃતિ. 
  • આચાર્ય એ છે કે જે ચૌદ વર્ષ નહીં, ચૌદ જિંદગી સુધી જાગૃત હોય. જાગૃતિ જ આચાર્યપણાનું પહેલું લક્ષણ છે. સાવધાની, હોશમાં જીવવું એ આચાર્યપણાનું પહેલું લક્ષણ છે. એટલે લક્ષ્મણ જાગૃત છે.


  • સત્યને માર્ગે જે ચાલ્યા હશે એનાં ચરણ શીતળ હોય, સુંદર હોય અને સત્યના ઉપાસકો માટે માર્ગદર્શક હોય.


  • એક આચાર્યની દોરેલી લક્ષ્મણરેખા જ્યારે સ્વીકારવામાં ન આવી ત્યારે એનું પરિણામ ‘રામાયણ’માં સારું ન આવ્યું. જાનકીનું અપહરણ થયું.


  • ‘રામચરિત માનસ’ મુજબ આચાર્યપણું એ છે કે દેશ-કાળ પ્રમાણે એણે કેટલીયે નવી-નવી લક્ષ્મણરેખાઓ દોરવી પડશે. 


બંદઉ લછિમન પદ જલજાતા.
સીતલ સુભગ ભગત સુખદાતા.



  • મને ગાંધી બહુ ગમે. બીજું કોઇ કારણ નથી. મારે કહેવું છે એ કે સત્યને માર્ગે જે ચાલ્યાં હશે એનાં ચરણ શીતળ હોય, સુંદર હોય અને સત્યના ઉપાસકો માટે માર્ગદર્શક હોય. જાગૃત રહે તે આચાર્ય. દેશ-કાળ પ્રમાણે નિર્ભીકપણે અને નિરહંકારપૂર્વક સમાજ માટે નવી-નવી લક્ષ્મણરેખાઓ નિર્મિત કરે કે, સમાજની કોઇ સીતાનું અપહરણ ન થઇ જાય, સભ્યતાને કોઇ લૂંટી ન જાય, સંસ્કૃતિને કોઇ દાગ ન લગાડી જાય, એનું નામ આચાર્ય. 


રઘુપતિ કીરતિ બિમલ પતાકા.
દંડ સમાન ભયઉ જસ જાકા.


  • જાગૃત રહેવું, સાવધાન રહેવું, પૂરેપૂરા આધારો પકડવા અને આધારો ન મળે તો જ્યાંથી આધારો મળે ત્યાંથી સત્ય સ્વીકારવાની તૈયારી રાખવી, એ આચાર્યનું એક બહુ મોટું લક્ષણ છે. 


  • આ દેશમાં હજી પણ ઘણા લોકો સત્ય ઉચ્ચારે છે, પણ બીજાનું સત્ય સ્વીકારી નથી શકતા! બીજાના સત્યને સ્વીકારવું બહુ અઘરું પડે છે, બહુ તકલીફ પડે છે, ત્યારે આપણે ક્યાંક ટૂંકા પડીએ છીએ!


  • આવી બુદ્ધિને વારંવાર વિશુદ્ધ કરવાના, બુદ્ધિને બગડતી અટકાવવાના ત્રણ ઉપાયો ‘ભગવદ્્ગીતા’ એ આપ્યા છે- ‘યજ્ઞ દાન તપ: કર્મ.’ માણસ યજ્ઞ કરે, દાન કરે અને તપ કરે તો બુદ્ધિ વિશુદ્ધ થાય. તો, યજ્ઞ, દાન અને તપ વડે જેમણે પોતાની બુદ્ધિને નિરંતર વિશુદ્ધ રાખીને સમાજને આપ્યું છે એની બહુ મોટી અસર થાય છે. 


  • બીજું, દાન. કેટલું મોટું વિચારોનું દાન છે આ! આપણા ઘણા સાહિત્યકારો પાસેથી સાંભળ્યું છે કે, ‘રૂપિયા હોય એ દાન કરે, રૂપિયા ન હોય એ શું દાન કરે?’ પણ તમે એક મુસ્કુરાહટનું દાન કરો, કો’કને હસીને બોલાવો. શિક્ષક હસતો હોવો જોઇઅ. એવી જ રીતે, દેશનો ધર્મગુરુ હસતો હોવો જોઇએ. મારે આપને એ કહેવું છે કે આપણે ‘રામાયણ’માંથી બીજું કાંઇ ન શીખીએ ને માત્ર હસવાનું શીખીએ તોય ઘણું! રામ બોલતા એ પહેલાં હસતા. હસે ને પછી બોલે. આ રામનું લક્ષણ છે. પહેલાં મુસ્કુરાય. હસીને વાત શરૂ કરો તો ઘણું કામ થઇ જાય.


  • રામકથા એ કેવળ ધાર્મિક કથા નથી. મારી રામકથાને હું કેવળ ધાર્મિક મેળાવડો ગણતો જ નથી. એ એક શિબિર છે નવ દિવસની. અનેક વિષયોની ચર્ચા કરીને આપણે એકબીજાની નજીક આવીએ અને પરસ્પર પ્રેમ કરીએ. મોટામાં મોટી મુશ્કેલી એ છે કે રતિલાલ ‘અનિલ’ને કહેવું પડ્યું કે


નથી એક માનવી પાસે
બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે,
ક્યારનો બંધાય છે રસ્તો.


  • રામકથાનું કામ છે માનવીને માનવી સુધી પહોંચાડવાનું. રામ માનવી બનીને આવ્યા હતા. એ પથ્થરો પાસે ગયા, અહલ્યાઓ પાસે ગયા, કેવટો પાસે ગયા, સુગ્રીવો પાસે ગયા, વાંદરાઓ પાસે ગયા, છેવટે રાક્ષસો સુધી પણ ગયા. રામકથા એ સેતુબંધની કથા છે. રામ આપણને એક થવાનું શીખવે છે, પરસ્પર પ્રીતિનો બોધ આપે છે.

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.



Sunday, May 8, 2016

‘મા’ એ તો સવા અક્ષરનો મહામંત્ર

‘મા’ એ તો સવા અક્ષરનો મહામંત્ર



  • બાપ બાળકને સીધું સફરજન આપશે, જ્યારે મા સુધારીને, સમારીને, સારું કરીને આપશે, કારણ કે મા કોઈ પણ વસ્તુને નિર્મળ કરે છે



  • ‘વાલ્મીકિ રામાયણ’માં આપ હાથમાં ત્રાજવું લઈને બિલકુલ નીર-ક્ષીર વિવેકથી જોશો તો જણાશે કે વાલ્મીકિજીનો પક્ષપાત જાનકી તરફ વધારે છે અને હોવો જોઈએ. એટલે રામજીનું ચરિત્ર મહાન નથી, એમ વાલ્મીકિજી નહીં કહે, પણ એટલું તો ચોક્કસ કહે કે સીતાનું ચરિત્ર જ મહાન છે. મહાનમાં મહાન ચરિત્ર કોઈ હોય તો સીતાનું છે. ‘રામચરિતમાનસ’માં તુલસી જાનકીજીના સ્વરૂપનું વિશિષ્ટ દર્શન કરાવે છે. તુલસી લખે છે- 


જનક સુતા જગજનની જાનકી,
અતિસય પ્રિય કરુનાનિધાન કી.


  • નારી એ પુત્રી છે, મા છે અને પ્રિયા અથવા પત્ની છે. હવે એમાં બે બાબતમાં કોઈ પણ સ્ત્રીની સ્વતંત્રતા છે. એકમાં નારી કે કોઈ પણ જીવ કાયમ પરતંત્ર જ રહે છે. એ સત્યને કોઈ ઠુકરાવી ન શકે.



  • સ્ત્રીને મા થવું કે ન થવું એ એની સ્વતંત્રતા. બાળકની મા બનવું કે ન બનવું એ એની સ્વતંત્રતા છે. કોઈનાં પત્ની બનવું કે ન બનવું એ એની સ્વતંત્રતા છે. કોઈની સાથે લગ્ન કરવાં કે નહીં, એ એની સ્વતંત્રતા છે, પણ કોઈની દીકરી તો થવું જ પડે. એમાં એની જરાય સ્વતંત્રતા નથી. 



  • તો જાનકી, જનકની પુત્રી એ એક સ્તર. જગતની માતા એ બીજો સ્તર અને અતિશય પ્રિય કરુણાનિધાન કી, એ ત્રીજો સ્તર. 


તાકે જગુપદ કમલ મનાવઉં,
જાસ કૃપા નિરમલ મતિ પાવઉં.



  • તમે અમને બુદ્ધિ નિર્મલ કરી આપશો એટલે અમે એ માર્ગે ચાલતા થઈએ. બુદ્ધિ તો બધામાં છે, પણ નિર્મલ નથી. બુદ્ધિનો વિકાસ તો ખૂબ થયો છે, પણ નિર્મલ બુદ્ધિ નથી.



  • ‘મા’ શબ્દ એ મારી દૃષ્ટિએ સવા અક્ષરનો મહામંત્ર છે. કબીરસાહેબે ઢાઈ અક્ષરની વાત કરી છે. ‘મા’ એ તો ‘મ’ અને બાજુમાં એક કાનો, એમ સવા અક્ષરનો બનેલો શબ્દ છે.


મોઢે બોલું મા,
સાચેય નાનપણ સાંભરે,
ત્યારે મોટપની મજા,
મને કડવી લાગે કાગડા.
મા મટી, મદડું પડ્યું
છોરું ઉર ચડે,
એને ધાવણ ધાવવા દે
થોડી ઘડિયું ઠાકરા.


  • ત્યારે કવિની કલમ ધ્રૂજી ઊઠી હશે કે હે ઈશ્વર, તારે ઘરે આયુષ્યની ક્યાં ખોટ છે? એને થોડાક દિવસ આપી દે. એ છોકરું દૂધ પી લે ત્યાં સુધી એની માને જિવાડ, નહીંતર તારા ઘરમાં સંતાપ ઊભો થશે!
  • માતાપણું, માતૃત્વ એ મારી સમજ મુજબ મહામંત્ર છે.

  • (સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.


Saturday, May 7, 2016

માનસ જમુના

રામ કથા

માનસ જમુના

શનિવાર, ૦૭-૦૫-૨૦૧૬ થી રવિવાર, ૧૫-૦૫-૨૦૧૬


મુખ્ય પંક્તિ (કેન્દ્રીય વિચાર)

जम गन मुहँ मसि जग जमुना सी। 

जीवन मुकुति हेतु जनु कासी॥

यमदूतों के मुख पर कालिख लगाने के लिए यह जगत में यमुनाजी के समान है और जीवों को मुक्ति देने के लिए मानो काशी ही है। 

बहुरि राम जानकिहि देखाई। 

जमुना कलि मल हरनि सुहाई॥

फिर श्री रामजी ने जानकीजी को कलियुग के पापों का हरण करने वाली सुहावनी यमुनाजी के दर्शन कराए। 


શનિવાર, ૦૭-૦૫-૨૦૧૬
દૈવી સ્થાનોમાં ભગવદ ચર્ચા કરવાનો મોકો મળે એ બહું મોટી ઉપલબ્ધી છે, સૌભાગ્ય છે અને આવી ઘટનાઓ ઐતિહાસિક હોય છે.

યમુનાજી સંસારના ભયને જલાવનાર છે.

ગંગામાં સ્નાન, યમુનાનું પાન અને સરસ્વતીના ઘાટ ઉપર ગાનનો મહિમા છે.

રેવા તટ ઉપર અનુષ્ટાનનો મહિમા છે.

કૃષ્ણાના તટ ઉપર નર્તન - નૃત્ય મહોત્સવનો મહિમા છે.

બ્રહ્મપુત્રાના તટ ઉપર બ્રહ્મવાણીના પારાયણનો મહિમા છે.

ગંડકી નદીના તટ ઉપર નારયણનો મહિમા છે.

આદિ શંકર ભગવાને અને શ્રીમદ વલ્લભાચારજીએ અષ્ટકની રચના કરી છે.

અષ્ટકની રચના વિશેના કારણો

કૃષ્ણને આઠ મુખ્ય રાણી છે અને શ્રી યમુનાજી મુખ્ય છે.

કૃષ્ણના આઠ મુખ્ય સખા છે.

કૃષ્ણ એ આઠમો અવતાર છે.

કૃષ્ણ આષ્ટમીએ પ્રગટ થયા છે.

અષ્ટપદીનો મહિમા છે.

આઠના અંકના ઘડિયામાં ચઢાવ ઉતાર છે.


૮ ૧ ૮                  (૮)
૮ ૨ ૧૬                ( ૧+૬ = ૭)
૮ ૩ ૨૪                ( ૨+૪ = ૬)
૮ ૪ ૩૨                (૩+૨ = ૫)
૮ ૫ ૪૦                (૪+૦=૪)
૮ ૬ ૪૮                (૪+૮ = ૧૨)
૮ ૭ ૫૬                (૫+૬=૧૧)
૮ ૮ ૬૪                (૬+૪+૧૦)
૮ ૯ ૭૨                (૭+૨=૯)
૮ ૧૦ ૮૦             (૮+૦=૮)

૯ ૧ ૯                  (૯)
૯ ૨ ૧૮               (૧+૮=૯)
૯ ૩ ૨૭               (૨+૭=૯)
૯ ૪ ૩૬               (૩+૬=૯)
૯ ૫ ૪૫              (૪+૫=૯)
૯ ૬ ૫૪             (૫+૪=૯)
૯ ૭ ૬૩             (૬+૩ =૯)
૯ ૮ ૭૨             (૭+૨=૯)
૯ ૯ ૮૧              (૮+૧=૯)
૯ ૧૦ ૯૦           (૯+૦=૯)

यमुनाष्टक




नमामि यमुनामहं सकल सिद्धि हेतुं मुदा
मुरारि पद पंकज स्फ़ुरदमन्द रेणुत्कटाम ।

तटस्थ नव कानन प्रकटमोद पुष्पाम्बुना
सुरासुरसुपूजित स्मरपितुः श्रियं बिभ्रतीम ॥१॥

कलिन्द गिरि मस्तके पतदमन्दपूरोज्ज्वला
विलासगमनोल्लसत्प्रकटगण्ड्शैलोन्न्ता ।

सघोषगति दन्तुरा समधिरूढदोलोत्तमा
मुकुन्दरतिवर्द्धिनी जयति पद्मबन्धोः सुता ॥२॥

भुवं भुवनपावनीमधिगतामनेकस्वनैः
प्रियाभिरिव सेवितां शुकमयूरहंसादिभिः ।

तरंगभुजकंकण प्रकटमुक्तिकावाकुका-
नितन्बतटसुन्दरीं नमत कृष्ण्तुर्यप्रियाम ॥३॥

अनन्तगुण भूषिते शिवविरंचिदेवस्तुते
घनाघननिभे सदा ध्रुवपराशराभीष्टदे ।

विशुद्ध मथुरातटे सकलगोपगोपीवृते
कृपाजलधिसंश्रिते मम मनः सुखं भावय ॥४॥

यया चरणपद्मजा मुररिपोः प्रियं भावुका
समागमनतो भवत्सकलसिद्धिदा सेवताम ।

तया सह्शतामियात्कमलजा सपत्नीवय-
हरिप्रियकलिन्दया मनसि मे सदा स्थीयताम ॥५॥

नमोस्तु यमुने सदा तव चरित्र मत्यद्भुतं
न जातु यमयातना भवति ते पयः पानतः ।

यमोपि भगिनीसुतान कथमुहन्ति दुष्टानपि
प्रियो भवति सेवनात्तव हरेर्यथा गोपिकाः ॥६॥

ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता
न दुर्लभतमारतिर्मुररिपौ मुकुन्दप्रिये ।

अतोस्तु तव लालना सुरधुनी परं सुंगमा-
त्तवैव भुवि कीर्तिता न तु कदापि पुष्टिस्थितैः ॥७॥

स्तुति तव करोति कः कमलजासपत्नि प्रिये
हरेर्यदनुसेवया भवति सौख्यमामोक्षतः ।

इयं तव कथाधिका सकल गोपिका संगम-
स्मरश्रमजलाणुभिः सकल गात्रजैः संगमः ॥८॥

तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा
समस्तदुरितक्षयो भवति वै मुकुन्दे रतिः ।

तया सकलसिद्धयो मुररिपुश्च सन्तुष्यति
स्वभावविजयो भवेत वदति वल्लभः श्री हरेः ॥९॥

॥ इति श्री वल्लभाचार्य विरचितं यमुनाष्टकं सम्पूर्णम ॥





॥ यमुनाष्टकम् २ ॥
॥ श्रीः॥




कृपापारावारां तपनतनयां तापशमनीं
मुरारिप्रेयस्यां भवभयदवां भक्तिवरदाम् ।
वियज्ज्वालोन्मुक्तां श्रियमपि सुखाप्तेः परिदिनं
सदा धीरो नूनं भजति यमुनां नित्यफलदाम् ॥ १॥

मधुवनचारिणि भास्करवाहिनि जाह्नविसङ्गिनि सिन्धुसुते
मधुरिपुभूषणि माधवतोषिणि गोकुलभीतिविनाशकृते ।
जगदघमोचिनि मानसदायिनि केशवकेलिनिदानगते
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ २॥

अयि मधुरे मधुमोदविलासिनि शैलविदारिणि वेगपरे
परिजनपालिनि दुष्टनिषूदिनि वाञ्छितकामविलासधरे ।
व्रजपुरवासिजनार्जितपातकहारिणि विश्वजनोद्धरिके
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ३॥

अतिविपदम्बुधिमग्नजनं भवतापशताकुलमानसकं
गतिमतिहीनमशेषभयाकुलमागतपादसरोजयुगम् ।
ऋणभयभीतिमनिष्कृतिपातककोटिशतायुतपुञ्जतरं
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ४॥

नवजलदद्युतिकोटिलसत्तनुहेमभयाभररञ्जितके
तडिदवहेलिपदाञ्चलचञ्चलशोभितपीतसुचेलधरे ।
मणिमयभूषणचित्रपटासनरञ्जितगञ्जितभानुकरे
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ५॥

शुभपुलिने मधुमत्तयदूद्भवरासमहोत्सवकेलिभरे
उच्चकुलाचलराजितमौक्तिकहारमयाभररोदसिके ।
नवमणिकोटिकभास्करकञ्चुकिशोभिततारकहारयुते
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ६॥

करिवरमौक्तिकनासिकभूषणवातचमत्कृतचञ्चलके
मुखकमलामलसौरभचञ्चलमत्तमधुव्रतलोचनिके ।
मणिगणकुण्डललोलपरिस्फुरदाकुलगण्डयुगामलके
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ७॥

कलरवनूपुरहेममयाचितपादसरोरुहसारुणिके
धिमिधिमिधिमिधिमितालविनोदितमानसमञ्जुलपादगते ।
तव पदपङ्कजमाश्रितमानवचित्तसदाखिलतापहरे
जय यमुने जय भीतिनिवारिणि संकटनाशिनि पावय माम् ॥ ८॥

भवोत्तापाम्भोधौ निपतितजनो दुर्गतियुतो
यदि स्तौति प्रातः प्रतिदिनमन्याश्रयतया ।
हयाह्रेषैः कामं करकुसुमपुञ्जै रविसुतां
सदा भोक्ता भोगान्मरणसमये याति हरिताम् ॥ ९॥

इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यस्य श्रीगोविन्दभगवत्पूज्यपादशिष्यस्य श्रीमच्छंकरभगवतः कृतौ यमुनाष्टकम् सम्पूर्णम् ॥


યમુનાષ્ટકમ્ ૨ ॥


યમુનાષ્ટકમ્ ૨ ॥
શ્રીઃ॥


કૃપાપારાવારાં તપનતનયાં તાપશમનીં
મુરારિપ્રેયસ્યાં ભવભયદવાં ભક્તિવરદામ્ ।
વિયજ્જ્વાલોન્મુક્તાં શ્રિયમપિ સુખાપ્તેઃ પરિદિનં
સદા ધીરો નૂનં ભજતિ યમુનાં નિત્યફલદામ્ ॥ ૧॥

મધુવનચારિણિ ભાસ્કરવાહિનિ જાહ્નવિસઙ્ગિનિ સિન્ધુસુતે
મધુરિપુભૂષણિ માધવતોષિણિ ગોકુલભીતિવિનાશકૃતે ।
જગદઘમોચિનિ માનસદાયિનિ કેશવકેલિનિદાનગતે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૨

અયિ મધુરે મધુમોદવિલાસિનિ શૈલવિદારિણિ વેગપરે
પરિજનપાલિનિ દુષ્ટનિષૂદિનિ વાઞ્છિતકામવિલાસધરે ।
વ્રજપુરવાસિજનાર્જિતપાતકહારિણિ વિશ્વજનોદ્ધરિકે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૩॥

અતિવિપદમ્બુધિમગ્નજનં ભવતાપશતાકુલમાનસકં
ગતિમતિહીનમશેષભયાકુલમાગતપાદસરોજયુગમ્ ।
ઋણભયભીતિમનિષ્કૃતિપાતકકોટિશતાયુતપુઞ્જતરં
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૪॥

નવજલદદ્યુતિકોટિલસત્તનુહેમભયાભરરઞ્જિતકે
તડિદવહેલિપદાઞ્ચલચઞ્ચલશોભિતપીતસુચેલધરે ।
મણિમયભૂષણચિત્રપટાસનરઞ્જિતગઞ્જિતભાનુકરે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૫॥

શુભપુલિને મધુમત્તયદૂદ્ભવરાસમહોત્સવકેલિભરે
ઉચ્ચકુલાચલરાજિતમૌક્તિકહારમયાભરરોદસિકે ।
નવમણિકોટિકભાસ્કરકઞ્ચુકિશોભિતતારકહારયુતે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૬॥

કરિવરમૌક્તિકનાસિકભૂષણવાતચમત્કૃતચઞ્ચલકે
મુખકમલામલસૌરભચઞ્ચલમત્તમધુવ્રતલોચનિકે ।
મણિગણકુણ્ડલલોલપરિસ્ફુરદાકુલગણ્ડયુગામલકે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૭॥

કલરવનૂપુરહેમમયાચિતપાદસરોરુહસારુણિકે
ધિમિધિમિધિમિધિમિતાલવિનોદિતમાનસમઞ્જુલપાદગતે ।
તવ પદપઙ્કજમાશ્રિતમાનવચિત્તસદાખિલતાપહરે
જય યમુને જય ભીતિનિવારિણિ સંકટનાશિનિ પાવય મામ્ ॥ ૮॥

ભવોત્તાપામ્ભોધૌ નિપતિતજનો દુર્ગતિયુતો
યદિ સ્તૌતિ પ્રાતઃ પ્રતિદિનમન્યાશ્રયતયા ।
હયાહ્રેષૈઃ કામં કરકુસુમપુઞ્જૈ રવિસુતાં
સદા ભોક્તા ભોગાન્મરણસમયે યાતિ હરિતામ્ ॥ ૯॥

ઇતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યસ્ય શ્રીગોવિન્દભગવત્પૂજ્યપાદશિષ્યસ્ય શ્રીમચ્છંકરભગવતઃ કૃતૌ યમુનાષ્ટકમ્ સમ્પૂર્ણમ્ ॥


ગંગા ધીર ગંભીર છે જ્યારે યમુના નટખટ રુપ છે, કૃષ્ણ પ્રિયા છે.

પાપ જિસ્મ નથી કરતું પણ વિચાર પાપ કરે છે.

ગંગા જિસ્મને - શરીરને સાફ કરે છે પણ વિચારને સાફ નથી કરતી.

જો કે ગંગા વિચારને પણ સાફ કરી શકે.

યમુના વિચારને પણ સાફ કરે છે.

પાંચ મુખ્ય ગાંઠ - ગ્રંથીઓ છે.

આ પાંચેય ગાંઠનું નિવારણ યમુનાજી કરે છે.

૧ મન એ એક મોટી ગાંઠ - ગ્રંથી છે.

જ્યાં પવિત્રમાં પવિત્ર જળ હોય તેને તીર્થ કહેવાય છે અને જ્યાં પવિત્રમાં પવિત્ર જમીન હોય તેને ક્ષેત્ર કહેવાય છે. યમુના તીર્થક્ષેત્ર છે જ્યાં પવિત્રમાં પવિત્ર જળ અને પવિત્રમાં પવિત્ર ક્ષેત્ર - જમીન છે.

ધાગામાં ગાંઠ મારવાથી ધાગાનું રૂપ બદલાય પણ તેમાં બીજા ફેરફાર ન થાય.

ગાંઠ માટે રસ્સી જરૂરી છે પણ ગાંઠ માટે રસ્સી જરૂરી નથી.

તરંગ માટે સમુદ્ર જરૂરી છે પણ સમુદ્ર માટે તરંગ જરૂરી નથી.

૨ આપણી ઈચ્છાઓ ગાંઠ છે.

૩ પોતાનો પ્રાણ ગાંઠ છે - ગ્રથી છે.

૪ સત્વ પણ ગાંઠ છે.

૫ પૂણ્ય પણ ગાંઠ છે. તત્વતઃ પૂણ્ય ગાંઠ છે.

તેથી જ આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે કે
न पुण्यं न पापं न सौख्यं न दु:खम् 
न मन्त्रो न तीर्थं न वेदा: न यज्ञा:
अहं भोजनं नैव भोज्यं न भोक्ता 
चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥४॥

न मुझमें पुण्य है न पाप है, न मैं सुख-दुख की भावना से युक्त ही हूँ
मन्त्र और तीर्थ भी नहीं, वेद और यज्ञ भी नहीं
मैं त्रिसंयुज (भोजन, भोज्य, भोक्ता) भी नहीं हूँ
वस्तुतः मैं चिर आनन्द हूँ, चिन्मय रूप शिव हूँ, शिव हूँ।

આ પાંચેય ગાંઠને સાધનાની ધારાથી સમાપ્ત જરવી હોય તો તે સાધનાની ધારા યમુનાજી છે.

જીવનો સ્વભાવ અહમ છે.

રામ કથા એ તુલસીની યમુના છે.

વિનય, વિશ્વાસ, શ્રદ્ધા, વિશાળતા અને પ્રકાશ એ પંચ વિચાર છે.

શિવજી સાધુ છે.

વાનર  રૂપ હનુમાન પણ સાધુ છે.

જેનાં ૫ મુખ હોય તે સાધુ છે.

મહાદેવ અને હનુમાનજી પંચ મુખી છે.

પંચ મુખી સાધુ - ગુરૂ મળે તો કોઈપણ ભોગે તેને ન ગુમાવવા.

પાંચ મુખ

સાધુ ગુરૂ મુખી હોય.

સાધુના જીવનમાં તેના ગુરૂએ આપેલ આરપાર સંપદા હોય છે, અપાર સંપદા હોય છે.તેનામાં ગ્રંથોમાં પણ ન હોય તેવી ગુરૂ કૃપા હોય છે. સાધુના જીવનમાં ગુરૂનું બહું મહત્વ હોય છે.


સાધુ વેદ મુખી હોય. વેદ એટલે જાણવું. જેણે પુરેપુરુ જાણી લીધું છે તે સાધુ છે.


સાધુનું ત્રીજું મુખ સન્મુખ છે. સાધુ સદાય સન્મુખ હોય, વિમુખ ન હોય.

સાચા સાધુને કોઈ દુશ્મન ન હોય.


સાધુનું ચોથું મુખ એ મૌન મુખ છે. જેને અંતર મુખ પણ કહેવાય. સાધુ અંતર મુખ હોય, બહિર મુખ ન હોય.


સાધુ હસમુખ હોય. સાધુ સદા પ્રસન્ન રહે.

साधु अवग्या तुरत भवानी। 

कर कल्यान अखिल कै हानी॥1॥

(शिवजी कहते हैं-) हे भवानी! साधु का अपमान तुरंत ही संपूर्ण कल्याण की हानि (नाश) कर देता है॥1॥

સાધુ પાસે અસત્ય બોલવું એ સાધુ અવહેલના છે - અવગ્યા છે. અસત્ય બોલવું એ સાધુ સંતની અવગ્યા છે.
સાધુ બહું ભોળા હોય.

સાધુના વચનની અવહેલના કરવી એ સાધુ અવગ્યા છે.

આપણા જેવા માટે આપણો ગુરૂ તેનું બધું જ લૂટાવી દે અને છતાંય આપણે તેનો અન્યાશ્રય કરીએ તે સાધુ અવગ્યા છે.


સોમવાર, ૦૯-૦૫-૨૦૧૬
કર્ણ, શનિદેવ, યમરાજ સૂર્ય પુત્રો છે અને યમુના સૂર્ય પૂત્રી છે.

एक पिता के बिपुल कुमारा। 

होहिं पृथक गुन सील अचारा।।

एक पिता के बहुत-से पुत्र पृथक्-पृथक् गुण, स्वभाव और आचरण वाले होते हैं।

સત્ય, પ્રેમ, કરૂણા અખંડ, શાસ્વત અને અનંત છે.

આપણે મનનો મેલ યમુનામાં ધોઈએ છીએ અને આમ મનનો મેલ ધોયા પછી પણ યમુના મેલી નથી થતી.

આધ્યાત્મ હારવાનું ક્ષેત્ર છે, જીતવાનું ક્ષેત્ર છે જ નહીં.

ધર્મમાં જ્યારે જીદ આવે ત્યારે તે ધર્મ ફક્ત લેબાશ બની જાય છે, ધર્મનો આત્મા મરી જાય છે.

પ્રત્યેક જીવમાં ૫ પ્રકારના દોષ હોય છે.

૧ સહજ દોષ

સહજ દોષને મટાદવો અઘરો છે.

જેમ ધ્રુવને નારદ જેવા સદગુરૂ સહજ રીતે મળી ગયા હતા તેમ જ્યારે કોઈ સદગુરૂ સહજ જ મળી જાય ત્યારે આ સહજ દોષ સમાપ્ત થાય.

ફૂલ કદી કાંટાની નીંદા ન કરે કારણ કે ફૂલ જાણે છે કે કાંટા તેની સુરક્ષા કરે છે, સુરક્ષા માટે છે.

ફૂલ સુગંધ આપે તે તેનો ગુણ નથી પણ તેનો સ્વભાવ છે, કાંટાનું વાગવું પણ કાંટાનો ગુણ નથી પણ સ્વભાવ છે.

૨ દેશજ દોષ

દેશજ એ જીવનો દોષ છે, જે સ્થાનમાં રહીએ તેની અસરથી આવતા દોષ એ દેશજ દોષ છે.

ગરમીમાં રહેનાર શ્યામ હોય અને ઠંડીમાં રહેનાર શરાબ પીવે તે દેશજ દોષ છે.

૩ કાલજ દોષ

કાલના કારણે આવતા દોષ એ કાલજ દોષ છે. કલિ પ્રભાવના કારણે આવતા દોષ એ કાલજ દોષ છે.

૪ સંયોગ દોષ

સોબત, સંગતીના કારણે આવતા દોષ એ સંયોગ દોષ છે.

૫ સ્પર્શજ દોષ

ગંદા હાથ વાળા સાથે હાથ મેળવવાથી આપણા હાથ પણ ગંદા થાય જ.

વિભીષણમાં આ પાંચેય દોષ છે.

સહજ દોષ
सहज पापप्रिय तामस देहा। 

जथा उलूकहि तम पर नेहा॥

भावार्थ:-हे नाथ! मैं दशमुख रावण का भाई हूँ। हे देवताओं के रक्षक! मेरा जन्म राक्षस कुल में हुआ है। मेरा तामसी शरीर है, स्वभाव से ही मुझे पाप प्रिय हैं, जैसे उल्लू को अंधकार पर सहज स्नेह होता है॥4॥

 દેશજ દોષ
 लंका निसिचर निकर निवासा। 

इहाँ कहाँ सज्जन कर बासा॥

लंका तो राक्षसों के समूह का निवास स्थान है। यहाँ सज्जन (साधु पुरुष) का निवास कहाँ?

કાલજ દોષ

સંયોગ દોષ
खल मंडली बसहु दिनु राती। 

सखा धरम निबहइ केहि भाँती॥
दिन-रात दुष्टों की मंडली में बसते हो। (ऐसी दशा में) हे सखे! तुम्हारा धर्म किस प्रकार निभता है?

સ્પર્શ દોષ

વિભીષણ રાવણને પગે લાગે છે અને પગ સ્પર્શ કરતાં જ તેનામાં દોષ આવે છે.



બુધવાર, ૧૧-૦૫-૨૦૧૬

રામ કથા જમુના છે.

સાધકનું ઊર્ધ્વગમન થાય એટલે તેના વિચાર ઓછા થાય.

જ્યાં સુધી વિશ્વાસમાં પ્રવેશ ન થાય ત્યાં સુધી વિચાર કરવો જોઈએ.

વિશ્વાસ એ ગૌરીશિખર છે, ત્યાં પહોંચ્યા પછી વિચાર જ બંધ થઈ જાય.

ઘણા સાધક કુતુહલના સ્તરેથી સીધા વિશ્વાસના સ્તરની છલાંગ લગાવી શકે.

 बटु बिस्वास अचल निज धरमा। 

तीरथराज समाज सुकरमा॥

(उस संत समाज रूपी प्रयाग में) अपने धर्म में जो अटल विश्वास है, वह अक्षयवट है और शुभ कर्म ही उस तीर्थराज का समाज (परिकर) है।

વિશ્વાસ જ સાધુ સમાજનો અક્ષય વટ છે.

જેનો ક્ષય ન થાય તે વિશ્વાસ.

વિરાટ વસ્તુઓનું આયુષ્ય વધારે હોય છે અને સુક્ષ્મ વસ્તુઓનું આયુષ્ય ઓછું હોય છે.

ઘણાને માતાના ગર્ભમાં હોય ત્યારે U turn આવે. આવો U turn પ્રહલ્લાદ, ધ્રુવ, પરિક્ષિત, મોરારી બાપુને આવેલ છે.

માતાના ગર્ભના U turn દરમ્યાન તેનું મન વિકસિત થાય.

બીજો U turn પાઠ શાળા, શાળા, કૉલેજ વગેરે દરમ્યાન આવે, જ્યાં બુદ્ધિ વિકસિત થાય.

સદ્‍ગુરુ/ બુદ્ધ પુરૂષના જમણા પગમાંથી ગંગા નીકળે, જમણો પગ ગંગા સમાન છે, ડાબા પગમાંથી યમુના વહે, ડાબો પગ યમુના છે અને જ્યારે ગુરૂ કરૂણાવશ બોલે ત્યારે તેના હોઠમાંથી સરસ્વતી વહે છે.

नख निर्गता मुनि बंदिता त्रिलोक पावनि सुरसरी।।

जो चरण शिवजी और ब्रह्मा जी के द्वारा पूज्य हैं, तथा जिन चरणोंकी कल्याणमयी रज का स्पर्श पाकर [शिव बनी हुई] गौतमऋषि की पत्नी अहल्या तर गयी; जिन चरणों के नखसे मुनियों द्वारा वन्दित, त्रैलोक्यको पवित्र करनेवाली देवनदी गंगाजी निकलीं

જ્યારે ગુરૂ કરૂણાવશ બોલે છે ત્યારે તેનાં વચન સરસ્વતી છે.

ત્રીજો U turn એ કાર્ય ક્ષેત્ર છે, કાર્ય ક્ષેત્ર એ કર્મ ખંડ છે જ્યાં કાર્ય થાય, પુરુષાર્થ થાય. અહીં વિવેક વિકસિત થાય.

અહીં વિધિ નિષેધ હોય, શું કરવું અને શું ન કરવું એનો વિધિ નિષેધ હોય.

એક વિધિ એ છે કે જ્યાં જેટલું સત્યમાં રહેવાય તેટલું સત્યની નજીક રહેવું.  સત્યના આશ્રયમાં રહેવું.

સત્યમાં રહેવું એટલે (૧) સત્ય વિચારવું (૨) સત્ય બોલવું અને (૩) સત્ય આચરણ કરવું. આ શિવનું ત્રિપુંડ છે.
સત્ય આપણો સ્વભાવ છે.

બીજી વિધિ એ પ્રેમ કરવો એ છે. આખી દુનિયાને પ્રેમથી ભરી દેવી.

ત્રીજી વિધિ કરૂણા છે. બધાને ક્ષમા આપવી.

સાધુ ક્ષમાશીલ હોય.

સત્ય જબાન ઉપર હોય, પ્રેમ હ્નદયમાં હોય અને કરૂણા આંખોમાં હોય.

ત્રણ નિષેધ પણ છે. (૧) નીંદા ન કરવી (૨) દ્વૈષ ન કરવો અને  (૩) ઈર્ષા ન કરવી.

સ્પર્ધાથી લાભ થાય પણ આ લાભ શુભ હોય કે શુભ ન પણ હોય.

શ્રદ્ધાથી શુભ જ થાય.

જો નીંદા દ્વૈષ મુલક હોય તો તેની ચિંતા ન કરો, તેને અવગણો પણ જો નીંદા સંદેશ મુલક હોય તો તેનો સ્વીકાર કરો અને તમારો માર્ગ સુધારી લો.

રાગ દ્વૈષથી મુક્ત ચિત એ કર્મ ક્ષેત્રનો U turn છે.

ધર્મ ખંડ

ધર્મ ખંડ એ PATHLESS PATH છે જ્યાં સ્પર્ધા સમાપ્ત થઈ જાય છે.

વિશ્વાસના શિખરે પહોંચ્યા પછી વિચાર સમાપ્ત થઈ જાય.

વિજ્ઞાન અને વૈજ્ઞાનિક એ અલગ છે. .... કૃષ્ણમૂર્તિ


............ક્રમશઃ

Friday, May 6, 2016

હનુમાન એવા દેવ છે, જે બલિદાન નથી માગતા



હનુમાન એવા દેવ છે, જે બલિદાન નથી માગતા




  • હનુમાનજી માટે ‘મહાવીર’ શબ્દ યોજાયો છે. એની અર્થસંગતિ છે. સમગ્ર વિશ્વ જેની આરાધના કરતું હોય એ મહાવીર



  • હનુમાનના પહેલા અક્ષર ‘હ’નો અર્થ છે - હકારાત્મક વિચાર, આપણા જીવનમાં પોઝિટિવ વિચાર આવે. અને પછી હનુમાનનું ચરિત્ર જુઓ. એ માણસ એના સમગ્ર જીવનમાં હકારાત્મક છે. હનુમાનને સમજવા હોય તો ‘હ’ને સમજો. તુલસી કહે છે-

આગ્યા ભંગ કબહુ ન કિન્હી.



  • બીજો અક્ષર ‘નુ’. આપણી બુદ્ધિમાં પ્રશ્ન ઊઠશે કે દરેક બાબતમાં હા કહેવી? બુદ્ધિ તર્ક કરશે. તો, હનુમાનજીનો બીજો અક્ષર ‘નુ’ આપણને એવું શીખવે છે કે, જે વસ્તુ નુકસાનકર્તા હોય એમાં હા ન કહેવી.



  • ત્રીજો અક્ષર ‘મા’. ‘મા’નો અર્થ છે કે, સૌને માન આપો. હનુમાનજી નાનામાં નાના વાનરને ઇજ્જત દેતા હતા. ક્યાં હનુમાન અને ક્યાં નાનો વાનર! સૌને માન આપો. લોકોને માન આપવાથી આપણું બગડે છે શું? સૌને આદર આપો. સૌ પ્રત્યે ભાવ રાખો. સૌ પરમાત્માનાં મંદિર છે. સૌમાં હરિ બેઠા છે. કોઇને ધક્કો દેતા પહેલાં વિચારો. તો, ‘મા’નો અર્થ છે માનદ.


જ્યોત સે જ્યોત જગાતે ચલો,
પ્રેમ કી ગંગા બહાતે ચલો.

  • અને હનુમાનનો ‘ન’. ‘ન’ એટલે નમ્રતા. હકારાત્મક વિચાર, નુકસાનકારક હોય એમાં હા ન કહેવી, સૌને માન આપવું અને એનો ક્યાંય અહંકાર ન આવી જાય એટલે છેલ્લો અક્ષરાર્થ છે નમ્રતા. ‘પાછે પવન તનય’. હનુમાન સૌની પાછળ રહ્યા. આપણે આ ચાર સૂત્ર સમજવાની જીવનમાં કોશિશ કરીએ, પ્રામાણિક પ્રયાસ કરીએ તો હનુમંતતત્ત્વ સમજમાં આવી શકે છે.



  • હનુમાનનું એક વિશેષણ છે મહાવીર. 

રામ જાસુ જસ આપ બખાના.


  • તો, અહીં હનુમાનજી માટે ‘મહાવીર’ શબ્દ યોજાયો છે. એની અર્થસંગતિ છે. સમગ્ર વિશ્વ જેની આરાધના કરતું હોય એ મહાવીર. 

  • હરિભાઇ કોઠારીએ એક વખત કહ્યું હતું, હનુમાનનું મંદિર હોય તો એમાં રામજીની મૂર્તિ જરૂરી નથી, એકલા હનુમાન હોઇ શકે, રામની સ્થાપના ન હોય, પરંતુ રામનું મંદિર હોય તો હનુમાનજીને રાખવા જ પડશે, રાખવા જ પડશે.



  • તેલનો અર્થ છે સ્નેહ. હનુમાનજીને તેલ ચડાવવાનો મતલબ આપણો સ્નેહ ચડાવવો. 

  • બીજું, સૂત્ર કે ધાગા ચડાવીએ છીએ. સૂત્રનો અર્થ છે યોગસૂત્ર, ભક્તિસૂત્ર, સાંખ્યસૂત્ર, ન્યાયસૂત્ર, 



  • જે આપણી બધી કામનાઓ પૂર્ણ કરે. આ સૂત્ર અનુસાર સદ્્ગુરુ બે કામ કરે છે. કાં તો એ આશ્રિતની બધી કામનાઓ પૂરી કરી દે છે, કાં બધી કામનાઓ નષ્ટ કરી દે છે. આપણી કામનાઓ પૂરી થાય કે આપણી કામનાઓ નષ્ટ પામે એની પસંદગી આપણે કરવાની છે.

બલિપૂજા ચાહત નહીં, ચાહત એક પ્રીતિ.
સુમિરત હી માનૈ ભલો, પાવન સબ રીતિ.


  • સૌની આરાધનાનું કેન્દ્ર બને એ હનુમાન. એ એવા દેવ છે, જે બલિદાન નથી માગતા. 



  • પ્રતીકના રૂપમાં પણ કાપો નહીં. 

  • મારા હનુમાન બલિપૂજા માગતા નથી. હનુમાન બે પ્રકારના બલિ માગે છે, અહંકારનો અને મમતાનો. પશુને શું કામ કાપીએ? મારાં પ્રિય પદોમાંનું એક પદ છે-


હરિને ભજતાં હજી કોઇની
લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયાને સાથ
વદે વેદ વાણી રે.

સંકલન : નીિતન વડગામા)

Read Full Article at Sunday Bhaskar.


Thursday, May 5, 2016

રામ કથા - યમનોત્રી

Yumnotri Katha

Kharsali (Kushi Math), Near Helipad,

Janki Chatti, Yamunotri Dham,

Uttar Kashi-249141 (Uttrakhand, India)

Saturday, May 7th: 4:00 PM onwards

May 8th – 14th May, 2016: 9:30 AM to 1:30 PM

May 15th – Last Day (Sunday): 9:30 AM onwards


Live on Aastha