Translate

Search This Blog

Friday, May 6, 2016

હનુમાન એવા દેવ છે, જે બલિદાન નથી માગતા



હનુમાન એવા દેવ છે, જે બલિદાન નથી માગતા




  • હનુમાનજી માટે ‘મહાવીર’ શબ્દ યોજાયો છે. એની અર્થસંગતિ છે. સમગ્ર વિશ્વ જેની આરાધના કરતું હોય એ મહાવીર



  • હનુમાનના પહેલા અક્ષર ‘હ’નો અર્થ છે - હકારાત્મક વિચાર, આપણા જીવનમાં પોઝિટિવ વિચાર આવે. અને પછી હનુમાનનું ચરિત્ર જુઓ. એ માણસ એના સમગ્ર જીવનમાં હકારાત્મક છે. હનુમાનને સમજવા હોય તો ‘હ’ને સમજો. તુલસી કહે છે-

આગ્યા ભંગ કબહુ ન કિન્હી.



  • બીજો અક્ષર ‘નુ’. આપણી બુદ્ધિમાં પ્રશ્ન ઊઠશે કે દરેક બાબતમાં હા કહેવી? બુદ્ધિ તર્ક કરશે. તો, હનુમાનજીનો બીજો અક્ષર ‘નુ’ આપણને એવું શીખવે છે કે, જે વસ્તુ નુકસાનકર્તા હોય એમાં હા ન કહેવી.



  • ત્રીજો અક્ષર ‘મા’. ‘મા’નો અર્થ છે કે, સૌને માન આપો. હનુમાનજી નાનામાં નાના વાનરને ઇજ્જત દેતા હતા. ક્યાં હનુમાન અને ક્યાં નાનો વાનર! સૌને માન આપો. લોકોને માન આપવાથી આપણું બગડે છે શું? સૌને આદર આપો. સૌ પ્રત્યે ભાવ રાખો. સૌ પરમાત્માનાં મંદિર છે. સૌમાં હરિ બેઠા છે. કોઇને ધક્કો દેતા પહેલાં વિચારો. તો, ‘મા’નો અર્થ છે માનદ.


જ્યોત સે જ્યોત જગાતે ચલો,
પ્રેમ કી ગંગા બહાતે ચલો.

  • અને હનુમાનનો ‘ન’. ‘ન’ એટલે નમ્રતા. હકારાત્મક વિચાર, નુકસાનકારક હોય એમાં હા ન કહેવી, સૌને માન આપવું અને એનો ક્યાંય અહંકાર ન આવી જાય એટલે છેલ્લો અક્ષરાર્થ છે નમ્રતા. ‘પાછે પવન તનય’. હનુમાન સૌની પાછળ રહ્યા. આપણે આ ચાર સૂત્ર સમજવાની જીવનમાં કોશિશ કરીએ, પ્રામાણિક પ્રયાસ કરીએ તો હનુમંતતત્ત્વ સમજમાં આવી શકે છે.



  • હનુમાનનું એક વિશેષણ છે મહાવીર. 

રામ જાસુ જસ આપ બખાના.


  • તો, અહીં હનુમાનજી માટે ‘મહાવીર’ શબ્દ યોજાયો છે. એની અર્થસંગતિ છે. સમગ્ર વિશ્વ જેની આરાધના કરતું હોય એ મહાવીર. 

  • હરિભાઇ કોઠારીએ એક વખત કહ્યું હતું, હનુમાનનું મંદિર હોય તો એમાં રામજીની મૂર્તિ જરૂરી નથી, એકલા હનુમાન હોઇ શકે, રામની સ્થાપના ન હોય, પરંતુ રામનું મંદિર હોય તો હનુમાનજીને રાખવા જ પડશે, રાખવા જ પડશે.



  • તેલનો અર્થ છે સ્નેહ. હનુમાનજીને તેલ ચડાવવાનો મતલબ આપણો સ્નેહ ચડાવવો. 

  • બીજું, સૂત્ર કે ધાગા ચડાવીએ છીએ. સૂત્રનો અર્થ છે યોગસૂત્ર, ભક્તિસૂત્ર, સાંખ્યસૂત્ર, ન્યાયસૂત્ર, 



  • જે આપણી બધી કામનાઓ પૂર્ણ કરે. આ સૂત્ર અનુસાર સદ્્ગુરુ બે કામ કરે છે. કાં તો એ આશ્રિતની બધી કામનાઓ પૂરી કરી દે છે, કાં બધી કામનાઓ નષ્ટ કરી દે છે. આપણી કામનાઓ પૂરી થાય કે આપણી કામનાઓ નષ્ટ પામે એની પસંદગી આપણે કરવાની છે.

બલિપૂજા ચાહત નહીં, ચાહત એક પ્રીતિ.
સુમિરત હી માનૈ ભલો, પાવન સબ રીતિ.


  • સૌની આરાધનાનું કેન્દ્ર બને એ હનુમાન. એ એવા દેવ છે, જે બલિદાન નથી માગતા. 



  • પ્રતીકના રૂપમાં પણ કાપો નહીં. 

  • મારા હનુમાન બલિપૂજા માગતા નથી. હનુમાન બે પ્રકારના બલિ માગે છે, અહંકારનો અને મમતાનો. પશુને શું કામ કાપીએ? મારાં પ્રિય પદોમાંનું એક પદ છે-


હરિને ભજતાં હજી કોઇની
લાજ જતાં નથી જાણી રે,
જેની સુરતા શામળિયાને સાથ
વદે વેદ વાણી રે.

સંકલન : નીિતન વડગામા)

Read Full Article at Sunday Bhaskar.


No comments:

Post a Comment