Translate

Search This Blog

Monday, August 1, 2016

મહાકાવ્ય ‘રામાયણ’ના કેન્દ્રમાં માનવની પ્રતિષ્ઠા છે

મહાકાવ્ય ‘રામાયણ’ના કેન્દ્રમાં માનવની પ્રતિષ્ઠા છે

  • પ્રેમ તેજપુંજ હોય. પ્રેમ ઝાંખો ન થાય. પ્રેમરૂપી પરમાત્માનું વર્ણન થઈ શકતું નથી. સાચો પ્રેમ રાગી ન હોય, હંમેશાં વૈરાગી જ હોય
  • મૂળમાં, રામકથામાં પાંચની કથા છે. પંચકથાનો આ પાવન પ્રદેશ છે. 


  • પહેલું, આ ભગવંતકથા તો છે જ. ભગવંત એટલે બ્રહ્મ, સાક્ષાત્ ઉપનિષદનું બ્રહ્મ, એની આ કથા છે. 
  • બીજું, આ કંતકથા છે. કંત એટલે પતિ, કંત એટલે આપણો પોષક-પાલક નાથ, માથું નમાવવાનું અને સેવા કરવાનું ઠેકાણંુ. સીતાના કંથ રામની જ આ કથા નથી, પણ મંદોદરીના કંથ રાવણની પણ આ કથા છે. 
  • ત્રીજું, આ સંતકથા છે. આમાં સંતોની કથા બહુ છે. હનુમાનજી સંત છે. વિભીષણ સંત છે. 
  • એક કથા ‘રામાયણ’માં છે પંથકથા, પંથની કથા. એટલે જે જુદા જુદા પંથ પડ્યા છે એની કથા નથી. પણ, રામે જે સનાતન કેડા પાડ્યા છે એની કથા છે. પ્રમાણ-


ગ્રીષમ દુસહ રામ બનગવનૂ,
પંથકથા ખર આતપ પવનૂ.


  • રામના વનગમનની કથા એ તુલસીદાસજી કહે, વૈશાખી ગ્રીષ્મ ઋતુ છે, ભયંકર તાપ છે, એવી આ પંથકથા છે. .
  • એક તપસ્વી વચ્ચે આવ્યો. એનું નામ નથી લખ્યું. એ તેજપુંજ હતો. એનામાં તેજ બહુ હતું. ઉંમર નાની હતી. કવિ એની ગતિ ન લખી શકે એવો હતો. વૈરાગી વેશ હતો અને એ મન, કર્મ, વચનથી રામનો અનુરાગી હતો.એ તપસ્વી કોણ હતો, ક્યાં ગયો, એનો આજ લગી કોઇ અત્તોપત્તો નથી! સંતોએ કહ્યું કે એ તપસ્વી બીજો કોઇ નહોતો. વિશ્વનો પ્રેમ રૂપ ધારણ કરીને આવ્યો હતો. પ્રેમમાં તેજ બહુ હોય. પ્રેમ તેજપુંજ હોય. પ્રેમ ઝાંખો ન થાય. અને પ્રેમરૂપી પરમાત્માનું વર્ણન થઇ શકતું નથી. પ્રેમ અવર્ણનીય છે. સાચો પ્રેમ ક્યારેય રાગી ન હોય, હંમેશાં વૈરાગી જ હોય, 
  • તો આ સદ્્ગ્રંથમાં ભગવંતની કથા, કંતની કથા, સંતની કથા, પંથની કથા અને જુદા જુદા ગ્રંથની કથા આમાં છે. જુદા જુદા ગ્રંથોમાંથી લઇને અનેક કથાઓ આમાં છે. આમાં અનેક શાસ્ત્રો ને ગ્રંથોની કથા છે એટલે આને હું ગ્રંથકથા પણ કહું છું. 
  • આ રામે એક વખત શિવ પાસે માગ્યું’તું, અને હવે આ એક જીવ પાસે માગે છે. અને જીવ પણ છેલ્લો, લોક અને વેદ બધાંથી અછૂત, અસ્પૃશ્ય, તિરસ્કૃત, એવા માણસની પાસે રામ માગે છે. 


માગી નાવ ન કેવટુ આના.
કહઇ તુમ્હાર મરમુ મૈં જાના.


  • કેવટ પાસે નૌકા માગી કે તમે જુઓ, આજે છેલ્લો માણસ ક્યાં ઊભો છે? અને એ આપણી પાસે ન આવે ત્યારે ધર્મએ એની પાસે જવાની જવાબદારી છે. 

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment