Translate

Search This Blog

Sunday, August 21, 2016

શિવ ચિદાનંદ છે, સુખધામ છે અને મોહભંજક છે

શિવ ચિદાનંદ છે, સુખધામ છે અને મોહભંજક છે



‘રામચરિત માનસ’માં શિવતત્ત્વનું દર્શન અનેક પ્રકારે કરવામાં આવ્યું છે.
ચિદાનંદ સુખધામ સિવ બિગત મોહ મદ કામ.
વિચરહિં મહિ ધરિ હૃદયં 
હરિ સકલ લોક અભિરામ. 

‘માનસ’નો ‘સિવ’ શબ્દ જોડીને એક વિશિષ્ટ શિવદર્શન આ દોહામાં છે.

  • શિવ ચિદાનંદ છે. તમે જેમના ચિત્તનો આનંદ અખંડ જુઓ એમને શિવ સમજવા. 



  • પ્રસન્નતા ચિત્ત સુધી નથી પહોંચતી ત્યારે એ આનંદ વચ્ચે વચ્ચે સ્ખલિત થઇ જાય છે. 



  • આનંદનો મણિ સૌ પાસે છે. આપણે આપણા વિચારોનું દર્શન કરીએ. 



  • કેટલાક ગુરુ એવા હોય છે, જે સાધકનો રસ્તો રોકી દે છે અને કેટલાક ગુરુ એવા હોય છે. જે કોઇ પણ રીતે એને સમયસર મુકામ પર પહોંચાડી દે છે. ખોટા ગુરુઓ પોતાની સંકુચિત વાતો સાધકના કાનમાં નાખવા માગે છે. એમને દીક્ષા દેવાને બહાને, કંઠી પહેરાવવાને બહાને, કથા સંભળાવવાને બહાને, કોઇ પણ રીતે રસ્તો રોકવો છે! સાધકની ગતિ રોકવાને માટે કેટલાય કાલનેમિ મોજૂદ છે!



  • જે આપણી આનંદધારાને પ્રગટ થવામાં અવરોધ ઊભો કરે એવા વિચારોને કાંકરાની માફક ફેંકી દેવા. સૌની પાસે આનંદમણિ છે. આનંદ આપણું સ્વરૂપ છે. 



  • બીજું લક્ષણ, સુખધામ શિવ. ભગવાન શિવ સુખધામ છે. રામનું નામ છે સુખધામ. શિવનું સ્વરૂપ સુખધામ છે. શિવ પાસે જવાથી સુખ મળે છે. 



  • ત્રીજું લક્ષણ છે, શિવ મોહથી મુક્ત છે. સદ્દગુરુ મોહથી મુક્ત છે. એ મોહને મિટાવે છે. એમાં વિશુદ્ધ પ્યાર હોય છે, આસક્તિ નથી હોતી. શિવ મોહથી ઉત્પન્ન થનારી બધી જ વ્યાધિઓના પરમ વૈદ છે. એ ક્યારેય મોહગ્રસ્ત નથી થઇ શકતા. જે પરમગુરુ છે એ મોહભંજક છે. ‘માનસ’ના શિવ મોહભંજક છે. 

  • ગુરુને મદ નથી હોતો, કેમ કે જેમની પાસે પદ હોય એમને મદ હોય. ગુરુ પાસે કોઇ પદ નથી હોતું. સદ્દગુરુ પદના નહીં, પાદુકાના માણસ છે. 

  • શિવ ચિદાનંદ છે, સુખધામ છે અને મોહભંજક છે. ‘માનસ’માં બાર શીલની ચર્ચા છે અને એ જ બાર જ્યોતિર્લિંગ છે.

(સંકલન : નીિતન વડગામા)



Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment