Translate

Search This Blog

Saturday, September 10, 2016

શિક્ષકો એવા ઘડાનું નિર્માણ કરે.....

શિક્ષકો એવા ઘડાનું નિર્માણ કરે, જે દરેક મુસાફરની તરસ છિપાવે



  • શિક્ષકે સતત વિચારતા રહેવું પડે કે કોઈના ગર્ભમાંથી આવેલું આ માટલું મારા વર્ગખંડમાં આવી વિકૃત ન થઈ જાય.
  • શિક્ષક વિશે મારે એક વાક્યમાં કહેવું હોય તો એટલું જ કહું કે શિક્ષક એક કુંભાર છે. 
  • ભગવાન શંકરાચાર્યએ આજથી પંદરસો વર્ષ પહેલાં કહેલું, ‘ન મે જાતિભેદ:’ 
  • ખરેખર તો મારો કહેવાનો અર્થ એ છે કે કુંભાર એટલે વૃત્તિ, વર્ણ નહીં.
  • એ રીતે આજનો શિક્ષક પોતાની મમતા ઉમેરી પાસે આવેલા બાળકનો જીવનપિંડ તૈયાર કરે એ એનો ધર્મ હોવો જોઇએ. આને કેળવણી કહેવાય. આ રીતે કેળવ્યા પછી એનો એક માનસિક પિંડ રચાય છે અને એ પિંડથી આપણે કયા પ્રકારનું પાત્ર નિર્માણ કરવું છે એ નક્કી કરવું પડે.
  • વિદ્યાર્થીને આપણે આ સમજાવવાનું છે કે તારા ચિત્તની હું એવી તાવડી બનાવીશ કે તારું ચિત્ત હંમેશાં હસતું રહે, પ્રસન્ન રહે. તારા ઘરે વિદ્યાદેવી પ્રસન્ન થઇને પ્રગટ થાય. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકમાં જ ઘૂસી રહે એ ન ચાલે. જો શિક્ષક કેવળ પુસ્તક વાંચે અને મસ્તક ન વાંચે તો એ સામે બેઠેલા પાત્રની માનસિક સૃષ્ટિમાં પ્રવેશ નહીં કરી શકે. શિક્ષકને બાળકનું મન વાંચતા આવડવું જોઇએ.
  • મારી દૃષ્ટિએ ચાર પાત્રોમાંનું બીજું પાત્ર શિક્ષકે ઘડવાનું છે એ છે ઘડો. શિક્ષક પણ આ રીતે જ એક હાથ બાળકના હૃદય પર ઢાંકી મીઠા શબ્દોમાં કંઇક ટપારે ત્યારે જે આકાર લાવવો છે તે લાવી શકશે.
  • મેં જે ઘડાનું નિર્માણ કર્યું છે એ કોઇ પણ માણસની જ્ઞાનપિપાસાને કોઇ પણ સમયે તૃપ્ત કરે.
  • ત્રીજું પાત્ર છે નળિયું.  એ જ રીતે વિદ્યાર્થીઓના બૌદ્ધિકપણાના બે ભાગ કરવા પડે છે. એને પહેલેથી જ સમજાવવાનું હોય કે ભાઇ, તારા જીવનમાં બહુ દ્વન્દ્વ આવશે. સુખ આવશે, દુ:ખ આવશે. નિરાશા આવશે, ઉત્સાહ આવશે. પણ આ બધાને ગોઠવતાં તું શીખી જઇશ તો તારું ઘર ભીંજાશે નહીં. મુશળધાર વરસાદમાં પણ તારા ઘરમાં કોઇ ચૂવા નહીં પડે.
  • આમ ઘરની અને એ રીતે પૂરા સમાજની સુરક્ષા માટે શિક્ષકે વિદ્યાર્થીને નળિયાં જેવો બનાવવાનો છે.
  • છેલ્લે જે ચોથું પાત્ર છે તે કોડિયું છે. શિક્ષકે વિદ્યાર્થીને કોડિયાં જેવો બનાવવાનો છે. કોડિયાંનું કર્મ છે કે પોતે પોતાનામાં દીપ પ્રજ્વલિત કરે અને એ રીતે સમાજને પ્રકાશિત કરે. 

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment