Translate

Search This Blog

Sunday, September 18, 2016

કથાકારનો કંઠ મધુર નથી હોતો, કથા જ મધુર હોય છે

કથાકારનો કંઠ મધુર નથી હોતો, કથા જ મધુર હોય છે



  • ‘રામચરિત માનસ’ પંખીઓનો મેળો છે. અને પંખીઓ વધારે સારાં લાગે છે, કારણ કે પંખી આકાશમાં જાય છે તો કોઇ પગલાં છોડતાં નથી. કોઇ નવો પંથ બનાવતાં નથી. કોઇ નવી સંકીર્ણતા પેદા કરતા નથી અને નથી કોઇ અવાજ આવતો કે નથી કોલાહલ થતો. કાશીમાં ભીડ થઇ શકે છે, કૈલાસમાં નહીં. એ એકાકી માર્ગ છે. જેટલા જેટલા મહાપુરુષ થયા છે, બુદ્ધપુરુષ થયા છે એ બહુધા પોતાના કાળમાં એકાકી છે. એ બધા પક્ષી છે. વાલ્મીકિ સ્વયં પક્ષી છે. ‘વંદે વાલ્મીકિ કોકિલં.’ શુકદેવજી સ્વયં પોપટ છે, શુક છે. આ પંખીઓનો મેળો છે.
  • આ ‘માનસ’ મહાન છે. એ મોટામોટાના કંઠને સુધારી દે છે. કાગડાને આચાર્ય બનાવીને કેટલો બધો આદર આપ્યો!
  • જેમના જીવનનું કોઇ પણ લક્ષ્ય ન હોય એ સાચો સાધુ છે. 
  • કથા પ્રગલ્ભ થવાને માટે છે. પ્રગલ્ભનો અર્થ થાય છે રોજેરોજ બમણી થતી ભીતરી તેજસ્વિતા. કથાથી રોજ નવું તેજ વધે એને પ્રગલ્ભ કહે છે. ‘રુદ્રાષ્ટક’માં શિવને પ્રગલ્ભ કહેવાયા છે. ‘રુદ્રાષ્ટક’ના વૈદ્યનાથ તેજસ્વી છે.


પ્રચંડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં 
અખંડં અજં ભાનુકોટિપ્રકાશં.
નમામીશમીશાન નિર્વાણરૂપં 
વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપં.


  • ભગવાનની કથા શ્રોતા-વક્તાને તેજથી ભરી દે એ દાહક તેજ ન હોય, પરંતુ સૌમ્ય તેજ હોય. એ શીતલ તેજ હોય. કથા પ્રગલ્ભ બનાવે છે.
  • ‘રામાયણ’માં લખ્યું છે, રામમંત્ર જપો અને કૃષ્ણ મળે છે. આ સમન્વયનું શાસ્ત્ર છે. નામમહિમામાં લખ્યું છે, ‘જીહ જસોમતિ હરિ હલધર સે.’ જીભ યશોદા છે અને હરિ હલધર. તમારે શાંતિ જોઇએ તો શંકરનું નામ લો. વિશ્રામરૂપી રામ પામવા હોય તો શંકરનું નામ લો. ‘જપહુ જાપ શંકર સતનામા.’
ગીધ અધમ ખગ આમિષ ભોગી.

ગતિ દીન્હી જો જાચત જોગી.


  • ‘રામાયણ’માં સૌથી મોટી વાત તો એ છે કે એક કાગડા પાસે કથા કહેવડાવવામાં આવી. કાગભુશુંડિજી પાસે કથા કહેવડાવી અને પંખીરાજ ગરુડને નીચે બેસાડ્યા. 


નાથ કૃતારથ ભયઉં મૈં તવ દરસન ખગરાજ.
સદા કૃતારથ રૂપ તુમ્હ કહ મૃદુબચન ખગેસ.



  • તો, કથા એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેય આપનારી છે, પરંતુ રામકથા ધર્મ આપે છે અને ભક્તિયુક્ત ધર્મ આપે છે. સ્નેહમય, પ્રેમમય કથા છે આ રામકથા. રામકથા જીવનનો અર્થ આપે છે, પારમાર્થિક અર્થ આપે છે. સ્થૂળ રૂપે પૈસાનો અર્થ સ્વીકારો તો પણ ઠીક, પરંતુ એ ભક્તિમય અર્થ આપે છે. રામકથાનો આશ્રય કરવાથી તમારી પાસે અર્થ-પૈસા આવશે તો પણ તમારા પૈસાની સાથે ભક્તિ પણ આવશે, જે તમારા ધનને સાર્થક કરશે. રામકથા ચારેય ફળ આપે છે, એમાં ત્રીજું સ્થાન કામનું છે. રામકથા રતિમુક્ત, ભક્તિયુક્ત કામ આપે છે.
  • જે કામ પરમાત્માની વિભૂતિ છે. રામકથા એક સો આઠ મણકાની માળા છે. એ મોક્ષ આપે છે તો શુષ્ક મોક્ષ નથી આપતી, ભક્તિયુક્ત મોક્ષ આપે છે. .



  • આમ, આપણે હૃદયને જોડવાનું છે. રામકથા એ જ કહે છે. શિવનું સમગ્ર ચરિત્ર ને દર્શન એ જ સિદ્ધાંતને લઇને ચાલે છે. એ સૌને જોડે છે. 

સંકલન : નીિતન વડગામા


Read full article at Sunday Bhaskar.



No comments:

Post a Comment