Translate

Search This Blog

Sunday, November 20, 2016

ભજનરૂપી સારથિ આપણને સૌને સાવધાન કરે છે

ભજનરૂપી સારથિ આપણને સૌને સાવધાન કરે છે
 • 'મહાભારત'ના કુરુક્ષેત્રના રથના સારથિ કૃષ્ણ છે. લડનારો અર્જુન છે, જ્યારે 'રામચરિત માનસ'માં ભગવાન પોતે જ યુદ્ધ લડે છે
 • કુરુક્ષેત્રના ધર્મક્ષેત્રમાં એક રથ છે. રથના સારથિ કૃષ્ણ છે. રથી અર્જુન છે. શ્વેત ઘોડાઓ છે. ત્યાં ધર્મક્ષેત્ર છે, 'રામચરિત માનસ'માં ધર્મરથ છે. ધર્મક્ષેત્ર અને કુરુક્ષેત્રના મૌલિક અંતર છે. જેનું સારથ્ય કૃષ્ણ કરી રહ્યા છે એ રથ યુદ્ધના આરંભમાં આવ્યો છે અને 'માનસ'નો આ ધર્મરથ લગભગ યુદ્ધના અંતમાં આવ્યો છે. 
 • બંને વચ્ચે કેટલુંક વૈષમ્ય પણ છે, કેટલુંક સામ્ય પણ છે. 'મહાભારત'ના કુરુક્ષેત્રના રથના સારથિ કૃષ્ણ છે. લડનારો અર્જુન છે. ત્યાં ભગવાન લડવાના નથી અને અહીં 'રામચરિત માનસ'માં ભગવાન સ્વયં યુદ્ધ કરવાના છે. અહીં સારથિ ઇશ નથી, ઇશ-ભજન છે.
 • સારથિની ત્રણ ફરજ હોય છે. સારથિનું પહેલું દાયિત્વ છે ઘોડાને સંભાળીને રાખવાનું. 
 • સારથિનો બીજો ધર્મ છે, એ રથને લક્ષ્ય સુધી પહોંચાડે. 
 • અને સારથિનું ત્રીજું દાયિત્વ રથમાં જે રથી બેઠા છે એની કોઇ પણ પ્રકારે સુરક્ષા કરવાનું છે. 
 • તો ઈશ્વર સારથિ બને ત્યારે એનાં પાંચ દાયિત્વ હોય છે.
 • ઈશ્વરરૂપી સારથિનાં બીજાં બે લક્ષણ. એ ચોથું દાયિત્વ નિભાવે છે કે એ આપણું ભરણપોષણ કરે છે.
 • અને પાંચમું એ દાયિત્વ છે, એ સદાય પહેલાં રથીને બેસાડે છે. 
 • આપણું જીવન જેમના આશ્રયમાં હોય એ ક્યારેક ક્યારેક થોડો ગુસ્સો કરે તો દિવાળી મનાવજો! માનજો કે મારું શુભ થવાનું છે. 'માનસ'માં લખ્યું છે, જેમનો ક્રોધ પણ મુક્તિનો મારગ છે. 
 • ભજનરૂપી સારથિ મળે તો પાંચ નહીં, સાત દાયિત્વ નિભાવે છે. 
રામભજન બિનુ મિટહિં કામા.
થલ બિહીન તરુ કબહું કિ જામા.

 • ભજન આપણી ઇન્દ્રિયોને સંતુલિત રાખે છે. ભજન સારથિ બને તો આપણે લક્ષ્ય ચૂકતા નથી. ભજન સારથિ બને તો એ રથીનું ધ્યાન રાખે છે. 
 • ભજનરૂપી સારથિનું ચોથું દાયિત્વ છે, એ ભરણપોષણ કરે છે. અને ભજન સારથિ હોય ત્યારે આપણને સાવધાન કરે છે. ભજન ક્યાં કયાં રોકે છે એની ભજનાનંદીઓને ખબર હોય છે.
 • ભજનરૂપી સારથિનું છઠ્ઠું દાયિત્વ એ છે કે એ સૌને ભેગાં કરી દે છે. 
 • અને ભજન જેમના રથનો સારથિ હોય એમનું સાતમું બહું જ સુંદર દાયિત્વ છે કે એ ભજનાનંદીને કલંક નહીં લાગવા દે. 

 સંકલન : નીતિન વડગામા


મોરારિબાપુમાનસ દર્શન

No comments:

Post a Comment