Translate

Search This Blog

Friday, November 25, 2016

"કાગનું વાત્યું"


Courtesy : Divya Bhaskar.

કાગને ફળિયે 'કાગનું વાત્યું', જેણે ચારણી સાહિત્યને ઘરઘર પહોંચાડ્યું
પદ્મશ્રી દુલા ભાયા કાગ, જેને ચારણી લોકો કાગબાપુ તરીકે ઓળખે છે. કવિ કાગનો જન્મ ભાવનગરના મજાદર ગામે થયો. પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ જીવ ચારણી સાહિત્યથી તરબોળ હતું. સંત મુક્તાનંદ સ્વામીના આશીર્વાદથી દુલાના હૈયાનાં દ્રાર ખૂલી ગયા. અને જાણે જીવતરનો પાઠ સમજાઈ ગયો હોય તેમ જીવન ચારણી સાહિત્યને સમર્પિત કરી દીધું. લોકબોલી, તળપદી શૈલીમાં રચાયેલી તેમની રચનાઓ ગહન અને ચિંતનાત્મકતાને રજૂ કરતી. તેઓ મુખ્યત્વે ધાર્મિક છંદ, ભજન અને દુહાઓ માટે અત્યંત જાણીતા બન્યા. દેશપ્રેમ એવો કે તેમને તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં આપી દીધી હતી. તો દર વર્ષે તેમના ચારણી સાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ કાગ એવોર્ડ પણ આપવામાં આવે છે.


Enjoy DBVIDEOS.

No comments:

Post a Comment