Translate

Search This Blog

Sunday, December 25, 2016

ઇસુમાં જીવન, વિચારો અને વર્તનની સરળતા સહજ છે.

ઇસુમાં જીવન, વિચારો અને વર્તનની સરળતા સહજ છે.


  • ઇસુ એટલે ઇશ્વર. ઇશ્વર એટલે પરમાત્મા, બ્રહ્મ, ભગવાન, શિવ, જે અર્થ કરીએ એવું પરમતત્ત્વ-પરમાત્મા. 
  • ઇસુના જીવનની સરળતા, ઇસુના વિચારોની સરળતા, ઇસુના વચનની સરળતા અને ઇસુના વર્તનની સરળતા એ ચાર વસ્તુ ભગવાન ઇસુમાં સરળ અને સહજ છે. એમનાં વચન બિલકુલ સરળ છે. 
  • જે સરળ હોય છે એ સબળ હોય જ છે. સબળ હોય એ સરળ હોય જ એમ કહેવું મુશ્કેલ છે. ભગવાન સરળ હોવાને કારણે બહુ સબળ છે અને કરુણામય છે.
  • તો એમણે બહુ ટૂંકમાં સુંદર જવાબ આપ્યો કે, જ્યાં સત્ય હશે ત્યાં એની સાક્ષીમાં ઊભો રહેવા માટે હું આવ્યો છું.
  • આપણાં શાસ્ત્રોએ તો કહ્યું છે, ‘સત્યંવદ ધર્મંચર.’ આપણી સમગ્ર શાશ્વતી પરંપરા, પ્રવાહી પરંપરા કહે છે કે ‘સત્યંબ્રૂયાત્’, ‘પ્રિયંબ્રૂયાત’. ‘સત્યંવદિસ્યામિ.’ 
  • ગોસ્વામીજી સત્યની પ્રતિષ્ઠા ગાતાં એમ કહી દે છે કે જગતભરના ધર્મોનું મૂળ સત્ય છે-

સત્ય મૂલ સબ સુકૃત સુભાએ. 
બેદ પુરાન બિદિત મનુ ગાએ.


  • જિસસનું એક સૂત્ર તો એવું છે કે, જેને ધર્મને કારણે સતાવવામાં આવશે એને મારા પિતા પ્રેમ કરશે,
  • તુલસીએ કહ્યું, ‘સરલ સુભાવ ન મન કુટિલાઇ.’ આખું અધ્યાત્મ આવી ગયું. 
  • ઋગ્વેદનો મંત્ર છે-

સ્વસ્તિ પંથામનુ ચરેમ સૂર્યાચંદ્રસાવિવ.
પુનર્દદતાધ્નતા જાનતા સં ગમેમહિ.


  • એનો સંદેશ એવો છે કે ચંદ્ર અને સૂર્યની જેમ નિયમિત બનો. 
  • જિસસનાં દિનચર્યાનાં મહત્ત્વના સૂત્રો છે. 
  • પહેલું, ‘તમારો ચહેરો સ્મિતથી પ્રસન્ન અને સુશોભિત રાખવો.’ 
  • બીજું, પોતાની ખોજનું લક્ષ્ય રાખો. રોજ પોતાની ખોજ કરો અને નિજખોજમાં એટલા વ્યસ્ત થઇ જાઓ જેથી બીજાની નિંદા કરવાનો સમય જ ન રહે.
  • આગળનું સૂત્ર, ‘સૌને મિત્ર બનાવો, જેથી કોઇ શત્રુ નહીં રહે અને તમે આપોઆપ જ અજાતશત્રુ બની જશો.’ 
  • પછીનું સૂત્ર છે, ‘સદૈવ આશાવાદી અને સત્યવાદી રહો.’ 
  • આગળનું સૂત્ર છે, ‘ઉત્સાહશક્તિ મજબૂત કરો.’ 
  • આઠમું સૂત્ર, ‘ભૂતકાળની ભૂલોમાંથી બોધ લઇને ભવિષ્યના રસ્તાને સુધારો.’ 
  • નવમું સૂત્ર, ‘એ યાદ રાખો કે, વ્યક્તિત્વનો વિકાસ સત્કર્મોથી થશે, શબ્દોથી નહીં.’ કેવળ વ્યાખ્યાઓથી જીવન નહીં બને. સત્કર્મ કરવું પડશે.
  • આખરી વચન, ‘જ્યારે સંકટનો સમય હોય ત્યારે મનને નિરાશ થવાથી બચાવવું.’ જિસસનાં આ બધાં સૂત્રો સરળ છે. અને તેનાં મૂળ વેદમાં મળે છે.


સંકલન : નીતિન વડગામા


Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment