Translate

Search This Blog

Monday, January 30, 2017

ભજન કરવું, પણ ભજનનો અહંકાર ક્યારેય ન કરવો

ભજન કરવું, પણ ભજનનો અહંકાર ક્યારેય ન કરવો
  • રામજનમના અનેક હેતુ છે, એમાંનો એક હેતુ, નારદજીને કામવિજયનો અહંકાર આવ્યો. 
  • પણ અહંકાર આવે એટલે પછી બધાંની વાતો આપણને ઊંધી લાગે. ભગવાને રોકવાનો પ્રયાસ કર્યો પણ નારદ રોકાતા નથી.
  • પરમાત્માએ પોતાની માયાને જ કીધેલું કે તું વિશ્વમોહિની બન.
  • નારદને થયું કે દુનિયાભરના રાજા-મહારાજા અહીંયા ભેગા થયા છે તો મારે જવું જોઇએ કે જેથી કરીને મેં કામને જીત્યો એ વાત વિશાળ સમુદાય સુધી પહોંચે.
  • જે કહેતો હતો કે, મેં કામદેવને હરાવ્યો, બીજી જ મિનિટે તમે દશા જુઓ! આ નારદ, દેવર્ષિ, ઇશ્વરની વિભૂતિ એને વિશ્વમોહિનીમાં મોહ જાગ્યો. 
  • ભગવાન વિષ્ણુએ કહ્યું કે, ‘નારદજી, મારું કામ તમારું હિત થાય એ કરવાનું નથી. મારું કામ તમારું પરમહિત થાય એ કરવાનું છે.’ 
  • ધ્યાન રાખજો. આપણે ઇશ્વરની પાસે કંઇક માગ્યું હોય અને એ આપણી વાત ન સ્વીકારાય તો સમજજો કે ઇશ્વર આપણું પરમહિત કરવા માગે છે. 
  • વિશ્વમોહિનીએ જયમાળા વિષ્ણુના ગળામાં પહેરાવી.
  • વિશ્વમોહિનીને બેઠેલી જોઇ અને પછી બેકાબૂ થઇ ગયા! વખાણ કરનારો ક્યારે ગાળો દેશે, કહેવાય નહીં! આટલેથી ન અટકતા નારદે શાપ આપ્યો છે કે, ‘હે વિષ્ણુ, તમે મને માનવ શરીરમાંથી વાનરનું રૂપ આપ્યું છે. જે દેહથી તમે મને ઠગ્યો છે એવું શરીર, માનવદેહ તમારે ત્રેતાયુગમાં ધારણ કરવું પડશે. વિશ્વમોહિનીના વિયોગમાં તમે મને તડપાવ્યો છે. મારે પરણવું હતું, પરણવા ન દીધો. નારીનો વિયોગ કેટલો દુ:ખદ હોય છે. એનો જાતે અનુભવ તમારે કરવો પડશે.
  • એ મારી ઇચ્છા હતી કે તમે બોલો. જગતમંગલ માટે મારે અવતાર લેવાનો હતો. તમે નિમિત્ત બનો.
  • આખા પ્રસંગનો સાર એટલો જ કે ભજન કરવું પણ ભજનનો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખવું કારણ કે અહંકાર આવ્યા પછી ધીરે ધીરે પતન શરૂ થાય છે.

(સંકલન : નીતિન વડગામા)





Saturday, January 28, 2017

માનસ પીરાઈ

રામ કથા
માનસ પીરાઈ

વિહળધામ, પાળીયાદ, જિ. બોટાદ

શનિવાર, ૨૮/૦૧/૨૦૧૭ થી રવિવાર, ૦૫/૦૨/૨૦૧૭
મુખ્ય પંક્તિઓ

करुनामय  रघुनाथ  गोसाँई।  

बेगि  पाइअहिं  पीर  पराई॥
....................................................................................૨  - ૮૪/૨

प्रभु  श्री  रघुनाथजी  करुणामय  हैं।  पराई  पीड़ा  को  वे  तुरंत  पा  जाते  हैं  (अर्थात  दूसरे  का  दुःख  देखकर  वे  तुरंत  स्वयं  दुःखित  हो  जाते  हैं)॥


नर सरीर धरि जे पर पीरा। 

करहिं ते सह्रहिं महा भव भीरा।।
......................................................................................૭  - ૪૦/૩


मनुष्य का शरीर धारण करके जो लोग दूसरोंको दुःख पहुँचाते हैं, उनको जन्म-मृत्यु के महान् संकट सहने पड़ते 
हैं। 


શનિવાર, ૨૮/૦૧/૨૦૧૭

જે વ્યક્તિને મૌનમાં શ્રદ્ધા ન હોય તેવી વ્યક્તિનું પ્રવચન પવિત્ર ન હોય, તેના પ્રવચન ઉપર ભરોંસો ન કરાય એવું ગાંધીજીએ કહ્યું હતું.

પાળીયાદની વિહળધામ જગા એ સ્મરણ અને સમર્પણની ધારાનું મિલન સ્થળ છે.

જે સર્જન સમર્પણ અને હરિ સ્મરણ વિનાનું હોય તે સર્જન વિધૂર છે.

સાધુનાં પાંચ લક્ષણ છે.


જે સાવધાન કરે તે સાધુ.


જે સમસ્યાનું સમાધાન આપે તે સાધુ.


જે દેશકાળ અને વ્યક્તિને લક્ષ્યમાં રાખીને તેના પરમ હિત્ને ધ્યાનમાં રાખી સંશોધન કરે તે સાધુ.


જે ગમે તેવી પરિસ્થિતિમાં નિરાશ થયા વગર હરિ સ્મરણ કરે, નિરંતર શિવ સાધના કરે તે સાધુ.


જે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ સાધુતા ન છોડે તે સાધુ.

પ્રાણ છોડી શકું પણ રામ નામ ન છોડી શકું. ... ગાંધીજી

ગુરૂમાં બધા દેવો સ્માવિષ્ઠ છે.

જીભ ઉપરનો મેલ અને કાનમાં રહેલ મેલ ગુરૂ જ કઢી શકે.

મંથરાની જીભ ઉપર અને કૈકેયીના કાનમાં મેલ હતો.

આજે કૈકેયી અને મંથરા વધતાં જાય છે.

જે આપણને વટલાવ્યા વગરનું વહાલ કરે તે ગુરૂ.

ગુરૂ પદ એટલે ગુરૂના પદ - ચરણ, ગુરૂનું પદ - મંત્ર અને ગુરૂની ગાદી.

_________________________________________________________________________________
  • રામદેવપીરની સમાધિ ખોલી ત્યારે બોલ્યા, હું પોખરણથી નિકળી પાળિયાદમાં પ્રગટ થઇશ


  • ભાવનગર:પાળીયાદ ખાતે આવેલ સૌરાષ્ટ્રની સુપ્ર સિધ્ધ જગવિખ્યાત પુ. વિસામણબાપુની જગ્યા ખાતે આજે પુ. મોરારીબાપુની 786મી ઐતિહાસીક કથાનો પ્રારંભ થયેલ. 


  • પુ. બાપુએ જણાવેલ કે વિહળાનાથની આ પાવન ધરતી પર 9 દિવસની રામકથાનો આરંભ થઇ રહ્યો છે ત્યારે મારી અંદરની ખુબ પ્રસન્નતા વ્યક્ત કરું છું અને અતિ નિર્મળ વિહળ પરંપરાને પ્રણામ કરૂ છું. પુ. વિસામણબાપુના નાદથી શરૂ થયેલી પોખરણ થી પાળીયાદ સુધીની આ યાત્રા છે. પોખરણગઢમાં રામદેવપીર જ્યારે સમાધિ લીધી ત્યારે એક સુચના આપેલ કે કોઇ આને ખોલશો નહીં અને જો ખોલશો તો બરાબર નહીં. અને એ સમાધિ ખોલવામાં આવેલ ત્યારે રામદેવપીર વચન બોલેલા પોખરણથી નીકળી હું હવે પાળીયાદમાં પ્રગટ થઇશ.
  • આ કથા પહેલા કરબલામાં શરૂ થવાની હતી પરંતુ ત્યાંની સ્થિતી સાનુકુળ ન હોય જેથી આ પીરની કથા હોય જેથી આ કથા પાળીયાદના પીરની છે અને આજે મંડાણ થયા તેનો મને ખુબ જ આનંદ છે. 

Read full article at Divya Bhaskar.

_________________________________________________________________________________


રવિવાર, ૨૯/૦૧/૨૦૧૭

પીરનાં વસ્ત્ર લીલાં હોય છે પણ તેની વૃત્તિઓ - પીરાઈ સફેદ હોય છે.

વિષયી જીવની આઠ પીડાઓ હોય છે.

શારીરિક પીડા

ગીતામાં ચાર પ્રકારની શારીરિક પીડાનો ઉલ્લેખ છે.

(અ) જન્મની પીડા
(બ) મૃત્યુની પીડા
(ક) વૃદ્ધાવસ્થાની પીડા
(ડ) રોગની પીડા


માનસિક પીડા

ત્રણ પ્રકારની માનસિક પીડા હોય છે.


  1. ક્રોધની પીડા
  2. બીજાની નીંદા, ઈર્ષા, દ્વેષની પીડા
  3. લોભની પીડા


આર્થિક પીડા


કૌટુંબિક પીડા


પ્રાકૃતિક પીડા


કાલ્પનિક પીડા


રાજકીય પીડા


સામાજિક વાતાવરણની પીડા

સાધકની પીડા

  • સાધકને તેનું ભજન ઓછું થઇ જવાની તેમજ તેના વૈરાગ્યમાં ઘટાડો થવાની પીડા હોય છે.

સિદ્ધની પીડા

સિદ્ધને તેની સિદ્ધિનો અહમ આવવાની, સિદ્ધિનો અહંકાર થવાની પીડા થાય.


જો રામ નામ વિનાની સિદ્ધાઈ હોય તો તેવી સિદ્ધાઈનું પતન થવાનો ખતરો રહે છે.


જેની સાધના કરવાથી સિદ્ધિ મેળવી હોય તેનો અનાદર કરવાનો ખતરો આવી શકે તેવી પીડા.


જે શુદ્ધ  છે તેને કોઈ પીડા હોતી નથી.

_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Baskar. 

બીજાની પીડાને તતક્ષણ જાણી લે તેને વિહળાનાથ કહેવાય – પૂ. મોરારિબાપુ




બોટાદ: પંચાળધરામાં પુ. વિસામણબાપુની જગ્યા પાળીયાદ ખાતે આજે રામગુણ સાગરના બીજા દિવસે વ્યાસપીઠ પર બિરાજમાન પુ. મોરારીબાપુએ માનસ પિરાઇ વિષય ઉપર કથાનું રસપાન કરાવતા જણાવેલ કે પીરની પિરાઇ શું કહેવાય કે જેના વસ્ત્રો લીલા છે પણ વૃતી ધોળી છે. પિરાઇ જેની નિર્મળ ઉજ્જવળ અને વિહળ હોય તેને વિહળાનાથ કહેવાય.

વિહળાનાથનો અર્થ કહેતા પુ. મોરારીબાપુએ જણાવેલ કે વી કહેતા વારે હુ કહેતા કષ્ટ હરે અને ળ કહેતા અંતરના ઓરડામાં દિવા પ્રગટાવે તેને વિહળ કહેવાય. તેનું નામ વિહળ કહેવાય. પિરાઇ કોને કહેવા આજે 248 વર્ષ થયા પુ. વિસામણબાપુને છતા પણ હજુ સુધી લોકોની તેમનામાં શ્રધ્ધા છે. આજે પણ યાદ કરવામાં આવે છે તેને પિરાઇ કહેવાય. અને આ પિરાઇમાં ચોપાઇ ઘરબાયેલી છે. માટે સાધુ તરીકે હું ખુબ જ આનંદ અનુભવું છું.

બિજાની પીડાને તતક્ષણે જાણી લે તેને પીર કહેવાય અને એના આખા જીવનને પિરાઇ કહેવાય. ત્રણ પ્રકારના જીવો વિષય છે જેમાં વિષય જીવો, સાધક-સિધ્ધ અને શુધ્ધ. સંસારી અને માયાવી માનવી માટે વિષય જીવ કે જેમાં આઠ પ્રકારની પીડા હોય છે. શારિરીક-માનસીક-આર્થિક-કૌટુંબીક-પ્રાકૃત્તિક-કાલ્પનીક- રાજકીય અને સામાજીક વાતાવરણની પીડા તતક્ષણ સમજે અને એ પીડાને દુર કરે એવા વિહળાનાથની આ કથા છે. માનસ પિરાઇની કથા થઇ છે ત્યારે બીજાની ઇર્ષા, દ્વેશ અને નિંદા ન કરવી કામ ક્રોધ અને લોભની બહુ ચિંતા ન કરવી માત્ર ને માત્ર ભજન કરવું.

જન્મ અને મૃત્યુ સમયે પીડા થાય છે અને આ પીડાને જન્મોત્સવમાં ફેરવી નાખે તેથી આ વિહળાનાથની કથા છે. સાધકપીડા વિશે પુ. બાપુએ જણાવેલ કે ચાર પ્રકારની સાધક પીડા હોય છે. નીંદા ભજન ઘટે, વૈરાગ્ય ઘટે અને સાધના સકામ ભજનના ભોગે સમાજની સેવા ન કરવી પુ. ગાંધીજીએ કહ્યું હતું કે સવાર સાંજની પ્રાર્થનાએ મારા દેશને આઝાદી અપાવી છે. નિરંતર આઝાદીનું મુળ રામનામ છે. મહાત્મા તુલસીદાસે કહ્યું છે કે તમામ ધર્મનું મુળ રામનામ છે.

સિદ્ધની પીડા ત્રણ હોય છે સિધ્ધની પીડા પતન અને સાધના કરતાં હોય ત્યારે હું જ સિધ્ધ છું. આવા માણસોને સફળતા મળે પણ શાંતી નહીં. શુધ્ધને પીડા ન હોય, સુખને રે દુખની પીડા ન સતાવે. પાનબાઇ તેને શુધ્ધ કહેવાય. પુ. મોરારીબાપુએ કથા દરમ્યાન ઉપસ્થિત સૌ હરિભક્તોને જણાવેલ કે કથા ન માણો તો કાંઇ નહીં પણ આ વિહળાનાથનો પ્રસાદ છે સૌ કોઇ પ્રસાદ લેજો તેમજ પ્રસાદની યાદી પુ. બાપુ કોઇ જગ્યાએ વાંચતા નથી પરંતુ આ વિહળાનાથનો પ્રસાદ છે માટે પ્રસાદીની યાદી બાપુએ વાંચેલ.

વિહળાધામ પાળીયાદ ખાતે કથાના બિજા દિવસે સૌરાષ્ટ્ર દેહણ જગ્યાના સંતો મહંતો સાધુઓ તેમજ કેનદ્રીયમંત્રી પુરૂષોત્તમભાઇ રૂપાલા, દિલીપ સંઘાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ, એગ્રો ઇન્ડ્રસ્ટ્રીઝના ચેરમેન બાબુભાઇ જેબલીયા, બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, શક્તિસિંહ ગોહિલ સહિત વિશાળસંખ્યામાં ઉપસ્થિત લોકોએ કથાનું શ્રવણ કરેલ. આજનું ભજન અને ભોજન મુળ ખોખરનેસના વતની હાલ વડોદરા ખાતે રહેતા પ્રજાપતિ વિરજીભાઇ રાણપુરા ગુણવંતભાઇ તથા પ્રજાપતિ કાનજીભાઇ રાણપુરા તરફથી હતું તેમજ મહાઆરતીનો લાભ પણ તેઓએ જ લીધો હતો.
 _________________________________________________________________________________

સોમવાર, ૩૦/૦૧/૨૦૧૭

જે કાર્યના પ્રારંભમાં પ્રસન્નતા આવે તે કાર્યનું પરિણામ રૂડું આવે.

જે બીજાની પીડા જાણે તેમજ તે પીડા હરી લે તે પીર કહેવાય અને આવી બીજાની પીડા હરિ લીધી છે તેવું બીજાને જાણવા ન દે તે મોટો પીર છે.

એક ધીર સાધક પીરને પાંચ પ્રશ્ન પૂછે છે અને પીર તેના જવાબ આપે છે.

ગુરૂ બિરબલ જેવો હાજર જવાબી ન હોય.


પીરાઈ કોને કહેવાય?
મન, વચન અને કર્મથી જેના સ્વભાવમાં સ્વાભાવિક બીજા ઉપર ઉપકાર કરવાનું વણાઈ ગયું હોય તે પીર છે.
पर उपकार बचन मन काया। 

संत सहज सुभाउ खगराया।।

मन, वचन और शरीर से परोपकार करना यह संतोंका सहज स्वभाव है।।


પરાઈ એટલે શું?
બે વસ્તુ પરાઈ છે.
जननी  सम  जानहिं  परनारी।  

धनु  पराव  बिष  तें  बिष  भारी॥

जो  पराई  स्त्री  को  जन्म  देने  वाली  माता  के  समान  जानते  हैं  और  पराया  धन  जिन्हें  विष  से  भी  भारी  विष  है,॥


પુરાઈ કોને કહેવાય?

ભરત પ્રેમ મૂર્તિ છે જે બધાને પ્રેમથી ભરી દેશે.
बिस्व भरन पोषन कर जोई। 

ताकर नाम भरत अस होई॥


પોરશાઈ શું કહેવાય?

ગમે તેટલા વખાણ કરો પોરશ ચઢાવો છતાં આવિ મોટાઈનો અહંકાર ન આવે તે પોરશાઈ કહેવાય.


પારસાઈ શું કહેવાય? કોને કહેવાય?

જે વર્તમાનમાં જ જીવે તેને પારસાઈ કહેવાય.

પાંચ રીતે બીજાની પીડા હરાય.

સ્પર્શ દ્રારા

જ્યારે પીર બીજાની પીડા હરે ત્યારે પીર ધ્રુજતો હોય, પીરના અંગમાં એક પ્રકારની ઝણઝણાટી પેદા થાય.
સાધક જ્યારે બુદ્ધ પુરૂષ પાસે જાય ત્યારે કોઈ પણ કારણ વિના સાધક રડવા લાગે.

પીર સ્પર્શ કરે એટલે પીડા જાય.

कर परसा सुग्रीव सरीरा। 

तनु भा कुलिस गई सब पीरा॥

फिर श्री रामजी ने सुग्रीव के शरीर को हाथ से स्पर्श किया, जिससे उसका शरीर वज्र के समान हो गया और सारी पीड़ा जाती रही॥

कर सरोज सिर परसेउ कृपासिंधु रघुबीर।

निरखि राम छबि धाम मुख बिगत भई सब पीर॥

कृपा सागर श्री रघुवीर ने अपने करकमल से उसके - जटायु - सिर का स्पर्श किया (उसके सिर पर करकमल फेर दिया)। शोभाधाम श्री रामजी का (परम सुंदर) मुख देखकर उसकी सब पीड़ा जाती रही॥


દ્રષ્ટિ દ્વારા

પીરને ટકટકીને ન જુઓ પણ પીર આપણને જુએ તેવી અપેક્ષા રાખો.

પીર આપણી ઉપર કૃપાદ્રષ્ટિ કરે એટલે આપણી પીડા દૂર થાય.


વાણી દ્વારા

પીર એક કે બે વચન બોલીને આપણી પીડા હરે છે.


વિચાર, સ્મરણ, ચિંતન દ્વારા

પીર આપણા માટે વિચાર કરે અને આપણી પીડા દૂર થાય.

પીર આપણા માટે સ્મરણ કરે ચિંતન કરે અને આપણી પીડા દૂર થાય.


આશ્રય દ્વારા

આપણે ઘણા બધાનો આશ્રય છોડી, ફક્ત કોઈ એકનો જ આશ્રય કરીએ તો આપણી પીડા દૂર થાય.
નાસૈ રોગ હરૈ સબ પીરા । 
જપત નિરંતર હનુમંત બીરા ॥

સાધકે ઈર્ષા અને ઈચ્છા ઓછી રાખવી.
_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of akilanews.http://www.akilanews.com/ 


ર૧મી સદી જાગરણની સદી છે, ‘‘મહિલાનું મોઢું ન જોવું'' એ હવે નહિ ચાલેઃ મોરારીબાપુ

Read the article at its source link.


રામચરિત માનસ રપમો અવતાર...કલ્‍કિ અવતાર છેઃ ત્રેતાયુગમાંસ્ત્રીને સમજાવવામાં શિવ નિષ્‍ફળ ગયા હોય તો જીવે અફસોસ કરવાની જરૂર નથી : દેશને આઝાદી અપાવવામાં ગાંધીજી સાઘન બની ગયા, તેની કલ્‍પનાનું સ્‍વરાજ નથીઃ વિહળનાથ બાપુએ અંધશ્રદ્ધા નાબૂદ કરીને શ્રદ્ધા સ્‍થાપિત કરી છે. : સિધ્‍ધ પુરૂષ પુરાઇથી ભરેલ છે, પ્રેમ વગર પરિપૂર્ણતા આવતી નથીઃ પૂ.મોરારીબાપુ

રાજકોટ, તા. ૩૧ :. લાખો લોકોની શ્રધ્‍ધાના કેન્‍દ્ર, સૌરાષ્‍ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ વિસામણબાપુની જગ્‍યામાં પૂ. વિહળાનાથ દાદાના ૨૪૮માં પ્રાગટય દિનની ઉજવણીના ભાગરૂપે તા. ૨૮ જાન્‍યુઆરીથી ૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના ૯ દિવસ દરમ્‍યાન પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું જાજરમાન આયોજન થયું છે, દરરોજ સવારે ૯.૩૦થી બપોરે ૧.૩૦ સુધી લાખો લોકો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. પાળીયાદ ખાતે આવેલ પીરાઈની આ ભૂમિ આજે રામમય થઈ ગઈ છે, કથામાં દરરોજ સંતોની વિશાળ હાજરી ધ્‍યાનાકર્ષક હોય છે.
      વિહળધામને આંગણે ગઈકાલે ત્રીજા દિવસે અહિંની પીરાઈની પરંપરાને પ્રણામ કરતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે આજે ગાંધી નિર્વાણ દિન છે, પૂ. બાપુએ વ્‍યાસપીઠેથી રાષ્‍ટ્ર માટે ઉપકારક કામ કરનાર સર્વે શહીદોને શ્રધ્‍ધાંજલી અર્પણ કરીને ૧૧ વાગ્‍યે સમગ્ર કથા મંડપમાં પાંચ મીનીટ મૌન રાખીને પૂ. મહાત્‍મા ગાંધીજીને શ્રધ્‍ધાંજલી અર્પી હતી. પ્રાસંગિક વકતવ્‍યમાં પૂ. બાપુએ કહ્યું કે, આપણે સૌ પૂ. ગાંધીબાપુને શ્રધ્‍ધાંજલી રૂપે ખાદી વસ્‍ત્ર બહેરવાનો નિર્ણય કરીએ. ખાદી વસ્‍ત્ર નથી, વૃતિ છે. ખાદી સાથે મારે આત્‍મિય સંબંધ છે. ખાદી અપનાવવી ઉપકારનું કામ છે અને તેનો સંબંધ પીરાઈ સાથે પણ છે, ગાંધી પીર જેવા હતાં. એક વખત સરહદના ગાંધી ખાન અબ્‍દુલ ગફારખાને ગાંધીજીની સભા યોજી હતી, જેમાં બુરખો ઓઢેલી મુસ્‍લિમ મહિલાઓની વિશાળ સંખ્‍યા હતી. ગાંધી પીર જેવા હતા એટલે તેમની સામે પરદો શું? મુસ્‍લિમ મહિલાઓએ ઘુંઘટ હટાવી લીધાં. પૂ. મોરારીબાપુએ કહ્યું કે, ૨૧મી સદી જાગરણની સદી છે, ‘મહિલાનું મોઢું ન જોવું' એ હવે નહિ ચાલે, માતૃશકિતનો હવે અનાદર નહિ થાય. માતાઓ, બહેન દિકરીઓનો તિરસ્‍કાર કરે તે સાધુ કઈ રીતે હોય શકે? પૂ. બાપુનો ગર્ભિત ઈશારો કેટલાક ધર્મ સંપ્રદાય તરફ હતો.
      ‘ગાંધી નિર્વાણ દિન'ના પરિપે્રક્ષ્યમાં પૂ. મોરારીબાપુએ પૂ. મહાત્‍મા ગાંધીજીની ભવિષ્‍ય વાણીની વાત કરતા કહ્યું કે, ગાંધીજીએ તેના નજીકના અંતેવાસીઓની હાજરીમાં ૧૯૩૭માં આગાહી કરી હતી કે, ‘૧૯૪૭માં આપણા દેશને આઝાદી મળશે, આ આઝાદીનો લાભ દેશના છેવાડાના લોકોને મળશે નહિં, લોકશાહી દેશના શાસકો લોકોને પીડા આપશે.' ગાંધીજીની ભવિષ્‍યવાણી આજે સત્‍ય ઠરી છે, ગાંધીજીની કલ્‍પનાનો આ આઝાદ અને લોકશાહી દેશ નથી, ભારતને આઝાદી અપાવવામાં પૂ. ગાંધીજી સાધન બની ગયાનો આજે અનેક બુઝર્ગો અફસોસ વ્‍યકત કરે છે.
      ગઈકાલે ત્રીજા દિવસે કથા પ્રવાહને આગળ વધારતા પૂ. બાપુએ સંવાદના રૂપમાં સૌની પીડાઓનું વર્ણન કરતા કહ્યું કે, પીડા હરે તે પીર છે, આજે પાળીયાદની ભૂમિ પર પીરાઈ પ્રગટી છે. કથાના ત્રણ પ્રકારના આયોજકો હોય છેઃ વ્‍યવહારી, ઉપકારી અને અધિરાઈ. કોઈ કાર્યના આરંભમાં પ્રસન્‍નતા હોય તેનુ સુંદર પરિણામ આવે છે. આ કથાના આયોજકો ઉપકારી છે, પીરાઈ ઉપકારીનો સ્‍વભાવ છે.
      પૂ. મોરારીબાપુએ પીરાઈની સરળ સમજ આપતા કહ્યું કે, ‘પીડા મેં હરી છે તેની ખબર ન પડે તે મોટો પીર છે. પીડા પાંચ પ્રકારે હરવામાં આવે છે, કોઈ બુદ્ધ પુરૂષ, પીર, પયગમ્‍બર સ્‍પર્શ કરીને પીડા હરે છે. રાવણના પ્રહારોની જટાયુને પીડા હતી ત્‍યારે રામે જટાયુના શિર પર હાથ મુકીને પીડા હરી, સાધુ-સંતોના ચરણોને એટલે જ સ્‍પર્શ કરવામાં આવે છે, રામે સુગ્રીવના શરીર પર હાથ ફેરવ્‍યો અને બીજો બજરંગ વજ્રાંગ થઈ ગયો. પીરાઈના સ્‍પર્શથી પીડા દૂર થાય છે. મન, વચન અને કર્મથી જેના સ્‍વભાવમાં પરોપકાર વણાય ગયા હોય તે પીરાઈ છે. દરેક સિદ્ધ પુરૂષ પુરાઈથી ભરેલ છે. પ્રેમ જ પુરાઈ છે. પ્રેમ વગર પરિપૂર્ણતા આવતી નથી. પ્રેમ એવો પ્રવાહ છે જે પુરાઈ કરતો જાય છે. રામાયણમાં આ સંદર્ભે ઉલ્લેખ છે. સરાહના કરીએ, પાનો ચડાવીએ છતાં પણ સામો માણસ પોરહાઈ નહિ તે પીર છે, આવા બુદ્ધ-સિદ્ધ પુરૂષ અન્‍યની પીડા હરે છે. પીરાઈ જેની રગેરગમાં છે તેની દ્રષ્‍ટિ માત્રથી કે કૃપા દ્રષ્‍ટિથી પીડાનો અંત આવે છે. લંકા પ્રયાણ સમયે વાંદરાઓ ઉપર શ્રીરામ કૃપા દ્રષ્‍ટિ નાખે છે ત્‍યારે સૌમાં નવુ જોમ આવે છે. સંતની વાણી-વચન પીડા હરે છે. સંત કબીર, ગુરૂ નાનક, પ્રગટ-અપ્રગટ દિવ્‍ય સંતો આપણી પીડા હરે છે. સ્‍મરણથી પણ પીડા જાય છે.
      વિહળનાથધામની શ્રીરામકથાના વિષય ‘માનસ પીરાઈ'ની વિસ્‍તૃત ચર્ચા અને સંવાદ પヘાત પૂ. મોરારીબાપુએ કથાયાત્રાનો આરંભ રામતત્‍વ શું છે? એ પ્રશ્ન સાથે કર્યો, યાજ્ઞવલ્‍કય મૂનિ ભારદ્વાજને  કથા સંભળાવે છે અને મંગલાચરણમાં શિવ ચરિત્ર કહે છે. સાંપ્રત યુગની શ્રી રામકથા સાંભળવા શિવ અને તેમના પત્‍નિ સતિ કુંભજ ઋષિના આશ્રમમાં કૈલાશથી પગે ચાલીને આવે છે ત્‍યારે મહાત્‍માએ શિવ અને સતિની પૂજા કરીને સ્‍વાગત કર્યું ત્‍યારે દક્ષ-બુધ્‍ધિમાન બાપની પુત્રી સતિ બુધ્‍ધિ પ્રધાન હતી, તેણીએ વિચાર્યું કુંભજ જે ઘડામાંથી જન્‍મ્‍યો છે તે દરિયા જેવી રામકથા કઇ રીતે કરશે, એવો અર્થ સતિએ કર્યો, શિવને રામકથાનું વ્‍યસન હતું એટલે કુંભ જે રામકથાો આરંભી, કથા માત્ર શિવે સાંભળી. કથા સૌ કોઇ સાંભળી શકતા નથી, કયાંક બૌધ્‍ધિકતા કે કયાંક અહંકાર કે કર્મ નડે છે. વ્‍હેમ-સંશયની બિમારી અસાધ્‍ય છે સતિએ રામમાં પણ શંકા કરી, શિવે સાવધાન કર્યા પણ સતિ ન માન્‍યા. શિવની વાત સતિ ન માને તો આપણે તો જીવ છીએ એટલે અફસોસ કરવાની જરૂર નથી. પૂ. બાપુએ માનવ જાતના સ્‍વભાવ સંદર્ભે પોતાનું દર્શન રજુ કરતાં કહ્યું કે, પૃથ્‍વી ઉપર અનેક સિધ્‍ધ પુરૂષો, દેવી-દેવતાઓ અવતર્યો છે પરંતુ માનવ જાતને સુધારી શકયા નથી. માઁ જગદંબા મહિસાસુર રાક્ષસને, શ્રીરામ રાવણને, શ્રી કૃષ્‍ણ મામા કંસને અને કૌરવોને સતયુગ, દ્વાપર યુગ કે ત્રેતા યુગમાં સુધારી શકયા નથી. દુનિયા કદી સુધરતી નથી, નામૂમદીન છે. કથાઓથી કોઇ સુધરતું નથી પરંતુ કથાથી નહિ બગડેલાં બગડતા નથી અને સુધરેલાં સચવાય છે.
       સંસારની યાત્રા વિશ્‍વાસની સાથે કરો, એકલાએ યાત્રા કરી છે તેઓ નિષ્‍ફળ નીવડયા છે. મારિચ, રાવણ, સતિ તેના દ્રષ્‍ટાંતો છે. સતિમાં બૌધ્‍ધિક તોફાન આવ્‍યું, આજે આવા તાર્કિક અને બૌધ્‍ધિક તોફાનોએ સમાજ સાંયુકત્‍યને છીનભીન્‍ન કરી નાખ્‍યું છે.
      માનવ જીવનનું દિવ્‍ય દર્શન કરાવતી આ અણમોલ અને ચીરયૌવના કથા ત્રેતાયુગમાં ભગવાન શિવ મંદિરે પાર્વતીને સંભળાવી હતી ત્‍યારે સતિ અવતારમાં તેને સંશય કર્યો હતો, સંશય માનવીને વિના તરફ દોરી જાય છે. માનવીમાં અંકૂહિત થયેલ સંશય પુષ્‍ટ થાય છે ત્‍યારે વિનાશકારી છે કોઇને જાણ્‍યા વગરનો સંશય, પ્રમાદ અને ખોટા સ્‍થાનમાં આસ્‍થા મૃત્‍યુને નોતરે છે. દક્ષપુત્રીને શ્રી રામમાં સંશય થયો તેના પરિણામો રામાયણમાં વર્ણવ્‍યા છે.
      પૂ. મોરારીબાપુએ કથા વિરામ તરફ આગળ વધતા કેટલીક પ્રેરક વાતો કરતાં કહ્યું કે, કોઇપણ સતકાર્ય કોઇને બતાવવા કે બદલો લેવાની ભાવનાથી ન કરવું, તેના ખરાબ પરિણામો આવે છે. શિવશંકર સામે બદલો લેવાની ભાવનાથી દક્ષરાજાએ કરેલ યજ્ઞમાં તેની પુત્રી સતિ અગ્નિ પ્રજવલિત કરીને બળી ગયા અને દક્ષણો યજ્ઞ નિષ્‍ફળ ગયો. પૂ. બાપુએ ગાંધી નિર્વાણ દિને વ્‍યસનો હોય તો છોડવાનો સંકલ્‍પ કરવા શ્રોતા સમૂદાયને અનુરોધ કર્યો હતો. વ્‍યાસપીઠનું કામ સંસ્‍કાર નહિ, સ્‍વભાવ આપવાનું છે. પરોપકાર કરતી જગ્‍યાઓ, સંસ્‍થાઓમાં બ્રહ્મલીન સંતોની આભા અને ઊર્જા આજે પણ વિદ્યમાન છે, પાળીયાદના વિહળધામની ભૂમિ તેનું દૃષ્‍ટાંત છે. ચીન લુચ્‍ચુ રાષ્‍ટ્ર છે. છેતરપીંડી તેના સ્‍વભાવમાં છે. રામકૃષ્‍ણ પરમહંસ પીર હતા. હાજર જવાબી બિરબલ નહિ, બુધ્‍ધ પુરૂષ હોય છે-કરૂણામય હાથનો સ્‍પર્શ સર્વપ્રકારની પીડા હરે છે.
      કરૂણામય રઘુનાથ ગોસાંઇ, બેગિ પાઇ અહિ પીર પરાઇ
      * જે સ્‍વાભાવિક ઉપકાર જ કરે છે, તેનું નમ પીરાઇ છે.
      * બુધ્‍ધપૂરૂષ જવાબ નથી આપતા, જાગૃત કરે છે.
      * સમર્પણ વગરનું સર્જન વિધુર છે.
      * જે કાર્યના આરંભમાં પ્રસન્‍નતા હોય તેનું સુંદર પરિણામ આવે છે.
      * ખાદી વષા નથી, વૃતિ છે.
      * શંકર ‘‘ઓલ ઇન વન'' દેવ છે, રાક્ષસો, દેવો બધાં ભજે છે.
      * પ્રત્‍યેક વ્‍યકિતની સાથે જન્‍મભૂમિ, માતા અને ભાષા જોડાયેલ છે, હંમેશા માતૃભાષાને અગ્રસ્‍થાન આપો.
      * જેનો કોઇ હેતુ કે પરિણામ ન હોય તેની નિરર્થક ચિંતા ન કરો.
      * ભૃત-પ્રેત અને દોહા-ધાગાઓની અંધ શ્રધ્‍ધાને મનપ્રદેશમાંથી દેશવટો આપો.
      * જેટલી ઇચ્‍છાઓ ઓછી એટલો માણસ સુખી, માનવીને પોતાની ઇચ્‍છાઓ જ મારે છે.
      * જેના દર્શન, ભજન અને સ્‍વભાવથી આનંદની અનુભૂતિ થાય તે મહિમાવંત છે.
      * લોક વ્‍યાખ્‍યા પ્રરાણે રામાયણ એટલે ‘‘જતુ કરવું'' અને મહાભારત એટલે  ‘‘જોઇ લેવું''
      * ગમે તેટલો પાનો ચડાવો પણ પોરહાય નહિ તે પીર છે.
      * જે ઇર્ષા અને ઇચ્‍છા ઓછી કરશે તેનામાં પીરપણું આવશે.
      * શિવ સતિને કહે છે, ‘‘બ્રહ્મ'' પરીક્ષાનો વિષય નથી, પ્રતિક્ષાનો વિષય છે.
      * આજના પતિ-પત્‍નિ એકબીજાને સાધ્‍ય નહિ, સાધન માને છે.
      * સતિમાં બૌધ્‍ધિક તોફાન આવ્‍યું, સમાજમાં આવા તોફાનો જ વિનાશ કરે છે.
      * પોતાની અનુラકૂળતા પ્રમાણે બોલનારો કે ચૂપ રહેનારો વર્ગ સત્‍યનું જતન કરી શકતો નથી.
      * જે પતિ-પત્‍નિના સમાન વિચારો હોય, તેઓનું ગ્રહસ્‍થ જીવન ઉત્તમ હોય છે.
      * બુધ્‍ધિજીવી લોકો સામી વ્‍યકિતની વાત સ્‍વીકારતા નથી.
      કથા દોહનઃ
      ભરતભાઇ પટેલ
      મો.૯૮૨૪૨-૪૬૦૦૨
_________________________________________________________________________________


The article "કોઇપણ કારણ બાધક ન બને તે સાચો સાધક : પૂજ્ય મોરારિબાપુ" displayed below is with the courtesy of Divya Bhaskar daily.


Read the article and picture gallery of the event at its source link.




બોટાદ:પાળીયાદ પુ. વિસામણબાપુની જગ્યામાં પુ. મોરારીબાપુની ચાલતી કથા દરમિયાન રઘુનાથ ગાથાનાં આજે કથાના ચોથા દિવસે રણુજાથી પાળીયાદ સુધીની, વિહળથી નિર્મળ સુધીની પુરી પરંપરાને પ્રણામ કરતાં પુ. મોરારીબાપુએ જણાવેલ કે જ્યાં હરિ ઢુકડો ત્યાં ટુકડો મનુષ્ય શરીર ધારણ કર્યા પછી બીજાને પીડા આપે તે સંતાપ સહન કરે છે. અને પીડા હરે છે તેને પીર કહેવાય.

પીરનો અર્થ – સંત, સાધુ, વર્ણમુક્ત અર્થો છે. જેનામાં પીડા નથી તેમાં પીડા ઉત્પન્ન કરે તેને પીર કહેવાય. એક સાધકે સાધુને સવાલ કર્યો કે પીરાઇથી ભરેલા પીરના લક્ષણો ક્યાં ત્યારે સાધુએ જણાવેલ કે તેના પાંચ લક્ષણો છે.

સાધકની વ્યાખ્યા જણાવતા પુ. બાપુએ કહેલું કે કોઇને કોઇપણ રીતે કારણ વગર બાધક ન બને તેને સાધક કહેવાય. જૈન ધર્મના સાધુ મહારાજસાહેબએ એમ કહેલ છે કે કલ્યાણ ધર્મ સાવધાન રહે ધર્મ કલ્યાણકારી હોવો જોઇએ સાધુસંગ એમ નામ નહિં મળે. ધન ધન એની કમાણી જેને સાધુ કી સંગત પાઇ કબીર કહે છે. મીરા શું કહે છે ભાગ્યે રે મળ્યો છે સાધુ પુરુષનો સંગ. શ્રીમદ્ર રાજચંદ્ર મહારાજે તો ત્યાં સુધી કીધુ છે કે યાદ કરવાથી તારી આંખમાં આસું આવે તેવા સાધુનું દર્શન કરાવી દે તેને પીર કહેવાય. સાધુનો મહિમાં મોટો છે.

આમ આજે રામકથામાં વિશાળ સંખ્યામાં સૌરાષ્ટ્ર દેહણ જગ્યાનાં સંતો મહંતો સહિત ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, હિરાભાઇ સોલંકી તેમજ વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.
પુ. વિસામણબાપુની 248મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે 251 ગામોનો ગામ ધુમાડો બંધ કરી 248 ગામોમાં ગાયોને ઘાસ – કુતરાને રોટલા અને કબુતરને ચણ નાખવામાં આવશે.

ચોવીસ કલાકમાં છ સમયે ક્રોધ ન કરવો
 (1) સવારમાં જાગો (ઉઠો) ત્યારે ખીજ ન કરવી. (2) ઘરેથી બહાર જાઓ ત્યારે ખીજ ન કરવી. (3) પુજા પાઠ તપ જપ ચિંતન કરતાં હોય ત્યારે ક્રોધ ન કરવો. (4) ભોજન કરતી વખતે (5) ઘરે પાછા આવો ત્યારે ઘરે પ્રવેશ કરતી વખતે (6) સુઇ જવાનું હોય ત્યારે સોડમાં ક્રોધ ન હોય ભગવાનનાં બોધને રાખવો તેવી શીખ પુ. મોરારીબાપુએ આપી હતી.

માલ છોડાવીને માળા પકડાવે તે પીર
કથા દરમિયાન પીરના લક્ષણો જણવાતા પૂ. બાપુએ જણાવ્યું હતું કે, (1) પીડા પેદા કરે એનું નામ પીર મારા અને તમારામાં વિહરની પીડા પ્રગટાવે તેનું નામ પીર પરમાત્માની વજિોગની પીડ ઉત્પન્ન કરે તેને પીર કહેવાય. (2) સત્કર્મો કરે તેને સુખની વાંછા કરાય નહીં આપણાં કલ્યાણ માટે સુખને નષ્ટ કરે તેને પીર કહેવાય. (3) કુસંગમાંથી બહાર કાઢે તેને પીર કહેવાય. (4) કલ્યાણકારી ધર્મમાં સાવધ રહે તે સાધક માન સન્માન મુકીને આવે તેની પીડા ઉત્પન્ન કરાવે તે પીર (5) માલ છોડાવી માળા પકડાવે તેનું પીર કહેવાય.
_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of http://www.akilanews.com/

Read the article at its source link.



પાળીયાદની પાવન ભૂમિ ઉપર વિવેક અને મર્યાદાની સાધના થાય છે : મોરારીબાપુ
નિંદા કરનાર અને સાંભળનાર બન્ને દોષી છેઃ સાચા સર્જકને પોતાનું ખમીર અને ઝમીર હોય છેઃ આ દુનિયાનું અસ્‍તિત્‍સવ પીરાઇને આભારી છેઃ આપણી સંસ્‍કૃતિના નિભાવકોએ તુલસીના છોડને સાધુ કહ્યો છેઃ પૂ. મોરારીદાસબાપુ

રાજકોટ, તા. ૧ : સૌરાષ્‍ટ્રના બોટાદ જીલ્લાના પાળીયાદ ખાતે આવેલ પૂ. વિહળાનાથ દાદાની પ્રાચીન પાવન સ્‍થળી વિસામણબાજુની જગ્‍યામાં યોજાયેલ પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનો સૌરાષ્‍ટ્ર સહિત દેશવિદેશના હજારો ભાવિકો લાભ લઈ રહ્યા છે. ગઈકાલે કથાના ચુતર્થ દિને વ્‍યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ પીરાઈ સંબંધી દિવ્‍ય સંવાદ દરમિયાન જણાવ્‍યું કે આ દુનિયા ટકી હોય તો પીરાઈને આભારી છે. સમાજની વિષમતા ઝેર છે, યુગે યુગે વૃદ્ધ પુરૂષો, સંતો, પયગંબર, ઓલીયાઓએ આ ઝેર પીધું છે. ભગવાન શિવ શંકરે જગતને પ્રલયમાંથી બચાવ્‍યું છે, ઝેર ન પીધું હોત તો જગતનો વિનાશ થઈ ગયો હોત, નખશીખ પીરાઈ ભરી છે એવા સાધુ - સંતોમાં આ જગ્‍યાના દિવંગત મહંત પૂ. વિહળાનાથ મહારાજની ગણના થાય છે. તેમણે ૨૦૦ વર્ષ પહેલા પરોપકારના અનેક કાર્યો કર્યા છે, તત્‍કાલીન માનવ સમાજને અંધશ્રદ્ધા મુકત કરવા તેમણે ભેખ લીધો હતો... તેઓ પીરાઈના તેજપુંજ હતા.
   એક સાધકે સાધુને પૂછ્‍યું, પીર કોને કહેવાય? પીરાઈ શું છે? નખશીખ પીરાઈ ભરી હોય એવા સાધુના લક્ષણો બતાવો. આ પ્રશ્નોના સરળ જવાબ પૂ. મોરારીબાપુએ આપતા જણાવ્‍યું કે બીજાની પીડા જાણે, અનુભવે તે પીરને બહુ દૂરનું દેખાય છે. સાધુની ઓળખ માટેના કેટલાક લક્ષણો છે. પવિત્ર શબ્‍દ પણ સાધુ માટે નાનો છે, વેશ પણ સાધુનો પરિચય નથી. સાધુતા આવા કપડાના બંધનમાં બંધાય ન જાય. સાધુતા વિશાળ છે, અગ્નિમાં જીવન જીવવાનો સંકલ્‍પ છે, સાધુમાં... સૌમ્‍યતા, સુંદરતા, નિરાભિમાન અને કોમળતા ઉપરાંત સુહૃદયતા, ઉદારતા, સહનશીલતા, સત્‍યતા અને ભીતરી સ્‍વસ્‍થતા હોવી જોઈએ. આવા સાધુનો મહિમા ગાયને તુલસીએ મહિમાને શણગાર્યો છે. આવા લક્ષણો જે વ્‍યકિતમાં હોય, પછી તે કોઈપણ કોમ, જાતિ કે પ્રદેશનો હોય તેને સાધુ સમજવો. સૂર્ય સાધુ છે, ગંગાજી સાધુ છે, આપણી સંસ્‍કૃતિના નિભાવકોએ તુલસીના છોડને પણ સાધુ કહ્યો છે. પૂ. મોરારીબાપુએ કહ્યું કે દુનિયા ભજન નહિ કરી શકે, સાધુઓએ ભજન કરવા પડશે. સાધુઓએ ભજનના ભોગે કોઈ પ્રવૃતિ ન કરવી જોઈએ.
   વ્‍યાસપીઠ પર એક શ્રોતાની ચીઠ્ઠીનો જવાબ આપતા કહ્યું કે જ્ઞાન સાર્વત્રિક છે, બધામાંથી મળે છે. પણ આપણી દૃષ્‍ટિ હોવી જોઈએ. જીજ્ઞાશા અને જ્ઞાન પ્રાપ્‍તિની રૂચી હોય તો જ્ઞાન ગમે ત્‍યાંથી પ્રાપ્‍ત થાય છે, શ્રી કૃષ્‍ણએ ૨૪ ગુરૂ બનાવ્‍યા હતા, જયાંથી જ્ઞાન મળ્‍યુ તે અપનાવ્‍યું હતું.
   પરાપૂર્વથી રાજા રજવાડા અને બૌદ્ધિકો દ્વારા રમાતી ચોપાટની રમતનું આદ્યાત્‍મિક દર્શન કરાવતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે ચોકઠાબાજીની આ રમતના આપણે સૌ ચોકઠાઓ છીએ. ચોપાટની ચારે બાજુ ચાર યુગ છે અને વચ્‍ચે હરિધામ છે. ૮૪ ચોકઠા - લક્ષચોરાસીની આ રમતમાં આપણે કયા રંગના ચોકઠામાં છીએ તેની ઓળખ આપતા પૂ. બાપુએ કહ્યું કે વાતવાતમાં કારણ વગર ગુસ્‍સો કરે તે ચોપાટનું લાલ ચોકઠું છે. પરિવારમાં સાસુ, કયારેક વહુ પણ લાલ ચોકઠું હોય છે, ક્રોધ બહુ બુરી આદત છે, ક્રોધ કયારે ન કરવો. સવારે ઉઠતાની સાથે, વ્‍યવસાયના સ્‍થળ ઉપર પૂજાપાઠ, ભજન, સ્‍વાધ્‍યાય સમયે, ભોજન કરતી વખતે, સાંજે ઘરમાં પ્રવેશતી વખતે અને જાગીને કયારેય ક્રોધ ન કરવો. આખુ જગત ઈશ્વરમય થાય ત્‍યારે જ ક્રોધનો નાશ થાય છે. ચોપાટમાં ફુલવાળા ૧૨ ખાના છે. આ ખાનાઓ વૈભવ, પદ, પ્રતિષ્‍ઠા, સત્તાધીશો અને અહંકારીઓને બેસવાના ખાના છે. ફુલના આ ચોકઠાની વાત કરીએ તો સોના સાથે પીળો રંગ જોડાયેલો છે. આ રંગ લોભનું પ્રતિક છે, અત્‍યંત લોભી હોય, સપનામાં પણ કોઈને કંઈ આપે નહિં એ સમાજના પીળા ચોકઠા છે. જયારે લીલો રંગ સંતોનો પ્રતિક છે. બીજાનો રાજીપો જોઈને હરિયાળા બની જાય તે લીલા ચોકઠા છે. સમાજની આ સોગઠાબાજી સમજવા જેવી છે. પૂ. મોરારીબાપુએ લક્ષચોરાસીની આ રમત સરળ ભાષામાં સમજાવવા તો પ્રયત્‍ન કર્યો પરંતુ મારા સહિત મોટાભાગના શ્રોતાઓ પૂર્ણપણે સમજ્‍યા નથી.
    રામકથાના ચતુર્થ દિને કથા ઉપક્રમને આગળ વધારતા વ્‍યાસપીઠેથી પૂ.મોરારીબાપુએ સતી રામની પરીક્ષા કરે છે. સતીએ સીતાનું રૂપ ધારણ કર્યુ, રામે સતીને વંદન કરીને શિવ શંકરના ખબર અંતર પૂછ્‍યા, સતી પાછા ફર્યા ત્‍યારે શ્રી રામે ઐશ્વર્ય બતાવ્‍યુ, સતીની મનોવ્‍યથા, દક્ષ પ્રજાપતિના યજ્ઞોત્‍સવમાં શિવ - સતીને મનોવ્‍યથા, દક્ષ પ્રજાપતિના યજ્ઞોત્‍સવમાં શિવ - સતીને આમંત્રણ નહિં, સતી શિવનું માન્‍ય નહિ અને યજ્ઞોત્‍સવમાં વગર આમંત્રણે જાય છે. પિતા - પરિવાર દ્વારા અપમાન, દક્ષપુત્રીની ઓળખ ભૂંસી નાખવા અગ્નિ પ્રગટ કરીને બળ્‍યા ત્‍યાં સુધીની કથાયાત્રાને આગળ વધારતા પૂ. બાપુએ કહ્યું કે આ ઘટના બન્‍યા પછી નારદ કૈલાશ ગયા અને શિવજી સમક્ષ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જે બની ગયુ તેની કથા કહી. શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી, પ્રલયનો આ સમય નથી. દક્ષનું માથુ કાપી નાખી યજ્ઞનો વિધ્‍વંસ કરો. વીરભદ્રએ શિવજીની આજ્ઞાનું પાલન કર્યુ. દરમિયાન દેવોએ શિવજીની સ્‍તુતિ કરી, શિવજી ક્રોધ ભુલી ગયા, યજ્ઞ મંડપમાં પધાર્યા. દક્ષ પ્રજાપતિને બોકડાનું માથુ બેસાડયુ અને તે જીવતો થયો. તેણે શિવજીની સ્‍તુતિ કરી અને યજ્ઞ પૂર્ણ થયો.
   સતીજી હિમાલયમાં પાર્વતીરૂપે પ્રગટ થયા અને શંકર સાથે લગ્ન કરવા અલૌકિક તપヘર્યા કરી. દેવોની સમજાવટથી પાર્વતીજીના શિવજી સાથે લગ્ન નક્કી થયા. ભગવાન શિવશંકરના લગ્ન પ્રસંગના શણગારો વર્તમાન માનવ સમાજને સંસારમાં કેમ જીવવું તેનો સંદેશો આપે છે. વ્‍યાસપીઠેથી પૂ. બાપુએ શણગારોની આધ્‍યાત્‍મિક સમજ આપતા કહ્યું કે શંકરની માથે જટા અને ભષ્‍મ... લગ્ન બાદ ભોગમાં આસકિત નહી રાખવાનુ સુચવે છે. શંકર સર્પોના દાગીના પહેર્યા છે જે ધન - દોલતમાં મોહ નહિં રાખવાની શીખ આપે છે. શંકરનું ત્રિશુલ અને ડમરૂ જેમાં ત્રિશુલ એટલે ત્રણ દુઃખ, આધિ, વ્‍યાધિ અને ઉપાધિને હરે છે. ડમરૂમાંથી ૧૪ સૂત્રો વ્‍યાકરણની ઉત્‍પતિ થઈ છે. જટામાં ગંગા વહે છે તે ભકિત સાથે જીવન જીવવાનો બોધ આપે છે. શંકર લગ્ન મંડપમાં નંદી ઉપર બેસીને ગયા હતા, નંદી ધર્મનું પ્રતિક છે. માનવીએ પોતાના તમામ વ્‍યવહારોમાં ધર્મને કેન્‍દ્રમાં રાખવો જોઈએ. શંકરના શરીરે વીંટળાયેલું સિંહનું ચામડુ સંયમનો સંદેશો આપે છે. સિંહ સંયમનું પ્રતિક છે. શંકર - પાર્વતીના લગ્ન બે મહાઆત્‍માનું મિલન છે. તેમને ત્‍યાં જન્‍મેલા બે પુત્રો ગણેશ અને કાર્તિક આજે ભારતમાં સર્વત્ર પૂજાય છે. ર્મા પાર્વતીએ પૂર્ણેત્‍વ, અમરત્‍વ માટે ઇચ્‍છા વ્‍યકત કરી અને ભગવાન શંકરે તેમને રામકથા સંભળાવી, ર્માં પાર્વતીના દૈવતને કારણે તેના બન્ને પુત્રો પણ અમરત્‍વ પામ્‍યા, દક્ષિણ ભારતમાં કાર્તિકના ભવ્‍ય મંદિરો છે. મહાદેવ શંકરના નંદી અને નાગની પણ પૂજા થાય છે.
    કથા વિરામમાં પૂ. મોરારીબાપુએ માનવ જીવનમાં કેટલાક અવગુણો તરફ અંગુલી નિર્દેશ કરતાં કહ્યું કે, અહંકાર સર્વ પ્રકારના દુઃખોની જનની છે, માનવીનો અહંકાર લોહીના ગુણો-અવગુણો છે. પિતા દક્ષનો અહંકાર સતિમાં આવ્‍યો હતો, બીજી એક બાબત દક્ષરાજાના સન્‍માન અને મહેમાનગતિથી અંજાયને દેવતાઓ પણ મહાદેવ શંકરની નિંદા કરવા લાગ્‍યા. આ મનોદશા આજે પણ માનવ સમાજમાં જોવા મળે છે.
   રામકથા : માનસ પીરાઈ
   *    પૂ. વિહળાનાથ પીરાઈનો તેજપૂંજ હતા.
   *    પાળીયાદની પાવન ભૂમિ ઉપર વિવેક અને મર્યાદાની સાધના થાય છે.
   *    ‘‘રામ'' શબ્‍દમાં રામાયણ અને મહાભારત બંને છે, એટલે વ્‍યાસપીઠનું
        નામ બદલવાની જરૂર છે.
   *    નીજ મંદિરમાં જેના બેસણા છે એવો સાધક સાધુ છે.
   *    દુનિયાનું અસ્‍તિત્‍વ પીરાઈને આભારી છે.
   *    સાધુએ ભજનના ભોગે કોઈ પ્રવૃતિ કરવી ન જોઈએ.
   *    જગાડનારો કોઈને ગમતો નથી, પીડા ઉભી કરે છે.
   *    જ્ઞાન સાર્વત્રિક છે. રૂચિ અને જીજ્ઞાશા હોય તો જ્ઞાન ગમે ત્‍યાંથી મળે છે.
   *    ભગવાન કૃષ્‍ણએ ૨૪ પ્રેરણાગુરૂ સ્‍વીકાર્યા હતા જયાંથી જ્ઞાન મળ્‍યુ તે  અપનાવ્‍યું હતું.
   *    સાચા સર્જકને પોતાનું ખમીર અને ઝમીર હોય છે.
   *    આપણે સૌ ચોગઠાબાજી (ચોપાટની રમત)ના ચોકઠા છીએ.
   *    વાતવાતમાં સમાજને ત્રાસ આપે તે લાલ ચોકઠા છે.
   *    રૂપ બદલી શકાય છે, સ્‍વરૂપ કે સ્‍વભાવ બદલી શકાતા નથી.
   *    સાધુ - સંતો ચોપાટના લીલા ચોકઠા છે.
   *    સાધના માર્ગમાં સાધન શુદ્ધિનું અતિ મહત્‍વ છે.
   *    સમાજે આપેલ ઈ*તની કોડીની કિંમત નથી.
   *    નીંદા કરનાર અને સાંભળનાર બંને દોષી છે.
   *    દુઃખ જીવ અને શિવને વિનમ્ર બનાવે છે, સતીએ શિવને વંદન કર્યા.
   *    ‘‘ણ'' કોઈનો નહિં, કર્ણ, કુંભકર્ણ, કૃષ્‍ણ કોઈના ન હતા
   *    કૃષ્‍ણ ખોટુ બોલ્‍યા છે પણ તેની વાણી મિથ્‍યા નહોતી.
   *    કોઈને કોઈ પ્રકારે બાધક ન બને તે સાધક છે.
   *    આપણો સનાતન માર્ગ બહુ વિશાળ અને વૈજ્ઞાનિક છે. જે ન સમજ્‍યા
        તેઓએ નાની નાની કેડીઓ બનાવી.
   *        બાહ્ય દેખાવ માનવીના મૂલ્‍યાંકનનો માપદંડ નથી, ઉમાપતિ શંકર તેનું ઉદાહરણ છે.
   કથા દોહનઃ
   ભરતભાઇ પટેલ
   મો.૯૮૨૪૨-૪૬૦૦૨

_________________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar. 


રિસામણ હોય ત્યાં વિસામણ ન હોય શિરામણ હોય ત્યાં વિસામણ હોય: બાપુ

Read the article and enjoy picture gallery at the source link.

ભાવનગર:પાળીયાદમાં વિસામણ બાપુની જગ્યા ખાતે પૂ.મોરારિબાપુની માનસ રામક્થા ચાલી રહી છે જેમાં આજે પૂ.વિસામણ બાપુની જન્મ જયંતિ, નિર્મળાબાની રજત તુલા અને ક્થામાં રામ જન્મોત્સવ એમ ત્રિવિધ ઉજવણીનો સમન્વય થયો હતો આજે ક્થામાં પૂ.બાપુએ જણાવ્યું હતુ કે સૂર, શબ્દ અને સાધના માટે આજે વસંત પંચમીનો દવિસ મહત્વનો છે અને આજે વસંત છે ત્યારે તેઓએ માર્મિક શૈલીમાં જણાવ્યું હતુ કે જ્યાં રિસામણ હોય ત્યાં વિસામણ ન હોય પણ જ્યાં શિરામણ હોય ત્યાં વિસામણ હોય.

બુદ્ધિમતામાં ઉત્તોમત્તમ તત્વ હનુમાન છે. હનુમાનજી બુધ્ધિનો સાગર છે. મંદમતિ તુલસીદાસ જેનામાં પીરાઇ છે. એવો પીર કોણ એના લક્ષણો વર્ણવતા હનુમાનજી કહે છે જ્ઞાનમાર્ગ કર્મમાર્ગ અને ભક્તિમાર્ગમાં સમય આવે આંખ ખોલાવે અને સમય આવે આંખ બંધ કરાવે તેને પીર કહેવાય. રામાયણમાં કહ્યું છે હનુમાનજી કર્મઠ છે વિશ્રામ વખતે આંખ બંધ રાખવી પુરુષાર્થ વખતે આંખ ખુલ્લીરાખવી ખંડને જોવો હોય તો અખંડ બની જાઓ અખંડને જોયા પછી આંખો બંધ કરવી જોઇએ, નિર્ભયતાનો અહંકાર છોડાવે તેને પીર કહેવાય.જીવન અને મૃત્યુનું વિશ્લેષણ કરાવે તેને પીર કહેવાય.

આજે કથાના યજમાન ગોપાલભાઇ વસ્તપરા તથા પરવિાર દ્વારા જગ્યાના મહંત પૂ.નિર્મળાબાની રજતતુલા ચાંદીથી કરવામાં આવી હતી. આ ચાંદીનો ઉપયોગ સમાજના હિત માટે કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજની આ રઘુનાથગાથામાં સૌરાષ્ટ્રની દેહણ જગ્યાનાં સાધુ સંતો મહંતો સહિત ભાણોલ જગ્યાનાં કંકુ કેર આઇ સહિત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આત્મારામ પરમાર, બાબભાઇ જેબલીયા, રાજુભાઇ ધ્રુવ, સહિત વિશાળ સંખ્યામાં શ્રોતાજનોએ કથાનું રસપાન કર્યું હતું.
 _________________________________________________________________________________

The article displayed below is with the courtesy of http://www.akilanews.com/

Read the article at its source link.



ભજનાનંદી મોટું હોકાયંત્ર છે, ભજન કોઇને કદી ખોટો માર્ગ ચીંધતું નથી : મોરારી બાપુ

પ્રારબ્ધ, પુકાર અને પ્રતિક્ષા પછી જ પ્રભુનું પ્રાગટય થાય છે : સત્ય, પ્રેમ અને કરૂણા શાશ્વત મૂલ્યો છે તેનું કયારેય અવમૂલ્યન થતુ નથી : ભકિતના દર્શન કરવાની રાહ જુએ તે પીર હોય છે : જે પોતાના માટે જીવ્યા નથી તેની કથા થાય છે : પૂ. મોરારી બાપુ

રાજકોટ, તા. ર :  જન જનમાં ઇશ્વરનાં દર્શન કરનાર સાક્ષાત્કારી સંંત પૂ. વિહળાનાથ મહારાજના પાવનધામ વિસામણબાપુની જગ્યા, પાળીયાદ ખાતે ર૮ જાન્યુઆરી થી પ ફેબ્રુઆરી-ર૦૧૭ના નવ દિવસ દરમ્યાન પૂ. મોરારી બાપુની રામકથાનું ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય આયોજન થયું છે, હજારો ભાવિકો, સંતો-મહંતો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લઇને ધન્યતા અનુભવી રહ્યા છે.
      પૂ. મોરારીબાપુની પાળીયાદની આ કથાનો વિષય છે, ''માનસ પીટાઇ'' રામચરિત માનસના ઉત્તરકાંડની બે વ્યીકતઃ ''કરૂણામય રઘુનાથ ગોસાઇ, બેગિ પાઇ અહિ પીર પરાઇ, નર શરીર ધરી જે પર પીરા, કરહિ તે સહહિ મહા ભવ ભીરા'' - આ બે પંંકિતઓ-ચોપાઇને કથાના કેન્દ્રસ્થાને પ્રસ્થાપિત કરીને પૂ. બાપુ કાઠિયાવાડના મુમુક્ષ શ્રોતાઓ સમક્ષ માનવ જીવનમાં ''પીરાઇ'' ના મહાત્મ્યનો છેલ્લા ચાર દિવસથી સંવાદ કરી રહ્યા છે. ગઇકાલ મંગળવારે વસંત પંચમીના દિવસે પૂ. વિહળાનાથ મહારાજના પ્રાગટય દિનની વ્યાસપીઠેથી વધાઇ આપીને પૂ. બાપુએ કહ્યું કે, આજનો દિવસ પીરને પોતાની જાત સમર્પિત કરવાનો દિવસ છે, પીર કોઇની સાથે નારાજ થાય એવું કરતા નથી . અમીર ખુશરોને કોઇએ કહ્યું, તારો પીર ઓલિયો તારાથી નારાજ છે, અમીર પીરને મળવા જાય છે. રસ્તામાં એક હિન્દુ ફુલની ટોકરી સાથે સામે મળ્યો ત્યારે અમીર પૂછે છે કે, આજે તમારો કોઇ વિશિષ્ટ દિવસ છે ? હા, વસંતનો દિવસ છે એટલે અમારા ઠાકરોજીને ફૂલના શણગાર કરશું. અમીરે વિચાર્યુ, મારો ઠાકર નીઝામુદ્દીન પીર છે. અમીર ખુશહો મોટો સર્જક હતો, સુર અને સંગીતનો ઉપાસહ હતો, કોઇથી નારાજ થાય તે પીર ન હોય. ''રિહામણું થાય એ વિહામણું ન હોય'' રિહાઇ જાય તેને ગુરૂ  ગણવો જ નહિ. વ્યકિતના કાર્યો, પવિત્રતા અને ચારિત્ર્યને લોકો ઓળખે છે, આદર કરે છે જેનામાં પીરાઇ હતી એવા સ્વામી સહજાનંદ સત્યસાંઇબાબા, જલારામ બાપા, વિહળાનાથ મહારાજ જેવા મહાન આત્માઓ, આ પૃથ્વી ઉપર આવીને ચાલ્યા ગયા, તેમની પ્રેરક જીંદગી અને પીરાઇને લોકો આજે પણ યાદ કરે છે, જે પોતાના માટે જીવ્યા નથી તેની કથા થાય છે.
      વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુ એ કહ્યું કે, મારો પીર હનુમાન છે. એક બુદ્ધ પુરૂષને એક બુધ્ધિ અને પ્રશ્ન પૂછ્યો કે, જેનામાંથી પીરાઇ ભરાયેલી હોય એવો પીર કોણ છે ? ર૦ મી સદીના ઓશો પીર છે, ઓશો બધાં  પોતાની પ્રસન્નતાવાળા હોય છે. આપણા સોૈનું વૈશાખી મૌન છે પરંતુ ગમે તે બોલે પણ અંદરથી પોતાની શાંતિ બરકરાર રાખે તે ઓશો છે, આપણી પ્રસન્નતા બીજા પર આધારિત છે, પ્રસિધ્ધ અને અનુભુતિ જુદી વસ્તુ છે. ગંગાસતિ, કબીર, નરસિંહ મહેતા આ બધા ઓશો છે.
      પીરાઇનો જવાબ રામ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભકિત માર્ગમાં આંખ બંધ કરવી અને ખોલવાનો મહિમા છે, કર્મ માર્ગમાં સમય પ્રમાણે આંખો ખોલવી ખંડિતોને જોયા પછી વાટીકામાં સીતા-જાનકીએ રામને જોયા. અખંડના દર્શન પછી જાનકીએ આંખો બંધ કરી દીધી હતી. ભકિત માર્ગમાં આખો ખુલ્લી રાખીને કામ કરો, આંખો બંધ કરવી વિશ્વાસ છે, ખોલવીએ વિધાન છે. જ્ઞાન માર્ગ અત્યંત કઠીન છે, ત્રિપાંખી ધાર છે.
      ભકિત કરવાથી વિના પ્રયત્ને સંસારના મુળરૂપ અવિદ્યાનો નાશ થઇ જાય છે. ભકિત જ્ઞાનને પ્રદિપ્ત કરે છે, તેનાથી દ્રષ્ટિ પેદા થાય છે. ભકિત માર્ગે જ્ઞાનનું પ્રાગટય કરીને મોક્ષ-મુકિતને પામ્યાના મીરા, નરસિંહ, ગંગા સતિ, મુળદાસ, દાસીજીવણ વગેરે તેના ઉદાહરણો છે. જ્ઞાનમાંથી સમાધાન મળે એવી ભકિતથી મુકિતના દ્વારે પહોંચી શકાય છે. પ્રવર્તમાન કળીયુગમાં ભજન શ્રેષ્ઠ ઉપાય છે, ભજન કોઇને ખોટો માર્ગ ચીંધતુ નથી. હનુમાનજી અભય થઇને ભકિતની મુકિત માટે નીકળી પડયા હતા. ભકિતમાં દંભ નહિ, જે રૂપ હોય તે બતાવો, હનુમાનજી નીજ-વાનર રૂપમાં ભકિતની મુકિત માટે ગયા હતા. જેને મનમાં શંકા હોય તે ભકિત ન કરી શકે. ભકિતમાં અશુભ તત્વોનો પણ નિરાદર ન કરો, કયાંય અશુભ દેખાય જ નહિ, સર્વત્ર શિવમય જ દેખાય એટલે જ નરસિંહ મહેતા હરિજનવાસમાં પણ ભકિત કરી શકતા. ર૧મી સદીમાં ઇશ્વર પ્રાપ્તિ માટે હરિભજન-ભકિત સુલભ માધ્યમ છે માટે બાપ... ભાવે, કુભાવે આપના ઇષ્ટદેવનુ ભજન કરો.
      શ્રી રામકથા પ્રવાહમાં પ્રવેશતા પૂ.બાપુએ કહ્યુ કે, લંકા વિજય પછી ભગવાન રામ વાનરસેના સાથે અયોધ્યા આવ્યા, અમુક સમય પછી બધા પાછા ફર્યા પરંતુ હનુમાનજી જવાનુ નામ લેતા નથી, શ્રીરામ તેને માંગવાનુ કહે છે ત્યારે હનુમાનજી કહે છે કે, મારે કોઇ સ્થાન કે પદનો આગ્રહ નથી, મારે આપના બે ચરણપદ જોઇએ છે ત્યારે ભગવાન રામ કહે છે કે ચરણ તો અહલ્યા લઇ ગઇ છે, આંખો મે લક્ષ્મણને આપી છે, ચિતમાં સીતાનું ચિત્ર અંકિત કર્યુ છે માટે ચિત ખાલી નથી અને પાદુકા ભરતને આપી દીધી છે, હાથ ધનુષ-બાણને આપ્યા છે, નાક રઘુવંશને આપી દીધુ છે પરંતુ હે હનુમાન, હું તમને હૃદયનો સંબંધ આપુ છું.
      અયોધ્યામાં શ્રી રામનો જન્મ થાય છે. અહલ્યાની પ્રતિક્ષાનો અંત આવે છે, પુરૂષાર્થ, પ્રાર્થના અને પ્રતિક્ષા પછી જ પ્રભુનું પ્રાગટય થાય છે. ચંદ્રમૌલેશ્વર શંકર માં ઉમીયાને કથા સંભળાવે છે. કૌશલ્યાના કુખે જન્મેલ પરમબ્રહ્મ જેની ગોદમાં છે તે માતા વંદનીય છે. બાળ ભગવાન શ્રી રામનું રૂદન પણ પરમ પ્રિય લાગે છે. ભગવાનની લીલા અપરંપાર છે. ભગવાનનો દેહ સચ્ચીદાનંદ છે. નિર્વિકારી છે એટલે તેની દરેક લીલાઓ સહજ અને સારી લાગે છે. પરમાનંદ પ્રાપ્ત કરીને કૌશલ્યા સમાધિસ્થ થઇ ગયા. દશરથનો આનંદ બ્રહ્માનંદમાં પરિવર્તીત થઇ ગયો. જીવાત્માને પરમાત્માનું દર્શન થાય છે અને જે આનંદ થાય છે તે બ્રહ્માનંદ છે. શ્રી રામનું દર્શન માનવતાનું દર્શન છે. ભગવાન શિવશંકર મનુષ્યનું રૂપ ધારણ કરીને શ્રી રામના દર્શન કરવા ગયા હતા. જીવાત્મા પોતાના મુળભુત સ્વરૂપને ઓળખે એટલા માટે શ્રી રામના દર્શન કરવા જોઇએ. આવા દિવ્ય દર્શન માટે માણસે પહેલાં માનવી બનવું પડે છે.
      ગઇકાલની પાંચમા દિવસની કથા દરમ્યાન પૂ. બાપુએ કેટલીક પ્રેરણાવર્ધક વાર્તા સંવાદ કરતા કહયું કે, આજકાલ બગડતા જતા દાંપત્ય મોટી સમસ્યા છે. પુરૂષ સ્ત્રીનું મન કળી જાય છે પણ હ્ય્દય કળી શકતી નથી. આ સામાજીક સમસ્યાનો એક માત્ર ટુંકો ઉપાય એ છે કે પુરૂષે તેની પત્નિને પ્રેમ આપવો અને સ્ત્રીએ પુરૂષના અહંકારને આદર આપવો. પરમાત્માની સૃષ્ટિમાં સ્ત્રીનું નોંધનીય સ્થાન છે. ઢોંગી મહાત્માઓ સ્ત્રીનું મોઢુ નથી જોતા. મીરાએ કહયું છે કે આ પૃથ્વી ઉપર શું એક કૃષ્ણ જ પુરૂષ છે? જ્ઞાન માર્ગમાં જ્ઞાની પુરૂષો ઇશ્વર સિવાય બીજું બધું ખોટું છે એવું સમજીને સર્વનો મનથી ત્યાગ કરે છે. જયાં જયાં રામ સ્મરણ-કિર્તન થાય છે ત્યાં તમારી રક્ષા કરવા માટે હનુમાન દાદા હંમેશા હાજર જ હોય છે. કળીયુગમાં વિચારોને સરા રાખવા હોય, જીવનમાં ગતી રાખવી હોય, સ્વનું કલ્યાણ કરવું હોય તો ઇષ્ટદેવ સાથે અનુસંધાન સ્મરણ કરો. હરીનામનો જાપ સંતાપ હરે છે. રામજીની બાળલીલાઓ દિવ્ય છે. લક્ષ્મણ, ભરત સાથે રઘુનાથજી કૌશલ્યાના આંગણે રમે છે. ઘુંટણીએ ચાલે છે. રામાયણના મતે માનવીનું જીવન કર્મપ્રધાન છે. જેવી કરણી તેવું ફળ મળે છે. ઇશાવાસ્યામ પ્રમાણે જેવું વાવશું એવું લણશું માણસ પોતાના સ્થાને યોગ્ય રીતે જીવે તો તેને જીવનમાં સન્માન મળે છે.
      ગઇકાલે પાળીયાદની રામકથાના પાંચમા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, યાત્રાધામ નિગમના ઉપાધ્યક્ષ રાજુભાઇ ધ્રુવ વગેરે મહાનુભાવોની કથા મંડળમાં પધરામણી થઇ હતી, તેઓએ કથાનું રસપાન કરીને કથા વિરામમાં વ્યાસપીઠ પૂ. મોરારીબાપુની વંદના કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. વસંત પંચમી, પૂ. વિહળાનાથ મહારાજના ર૩૮માં જન્મોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિસામણબાપુની જગ્યાના મહંત નિર્મળાબાની રજતતુલ્લા કરાવમાં આવી હતી.
      કથા દોહન :  ભરતભાઇ પટેલ
      મો. ૯૮ર૪ર ૪૬૦૦ર
      પાળીયાદની રામકથાના અમૃત બિંદુઓ
      *  ઇશ્વર અસ્પૃશ્યતા નથી રાખતા તો આપણે શા માટે રાખીએ ?
      *  પ્રભુ માટે આર્દહૃદયથી પોકારેલ એક પણ ઉદ્ગાર કદી નિષ્ફળ જતો નથી, ગજેન્દ્ર મોક્ષ તેનું ઉદાહરણ છે.
      *  દિવસ ઊગે તેની પહેલાં રાત જ હોય છે, શ્રી રામના પ્રાગટય પૂર્વે રાવણ તો હતો જ.
      *  સત્ય, પ્રેમ અને કરૂણા... આ ત્રણ સુત્રોને નિરપેક્ષ ભાવે ભજે તે ર૧ મી સદીના સાધુના લક્ષણો છે.
      *  ભકિતના દર્શન કરવાની રાહ જુએ તે પીર હોય છે.
      *  સમાજના છીદ્રો ઢાંકે તે સાધુ હોય છે.
      *  સાધુને ગણવેશ નહિ, ગુણવેશ હોય છે.
      *  ગાયની પુજા જ નહિ, પ્રેમ કરો.
      *  મોક્ષ-મુકિત માટે માનવીએ અંદરની સીસ્ટમ બદલવી પડશે.
      *  પરમતત્વને પામવાનું થાય ત્યારે વિશેષ ધર્મને શરણે જવું પડે છે.
      *  ફકીરી-સાધુતા જીવન માટે હોવી જોઇએ, જીવિકા માટે નહિ.
      *  ઉદ્વેગ, તર્ક અને ભોગ ભકિત માર્ગના અવરોધક તત્વો છે.
      *  ભજનાનંદી મોટું હોકાયંત્ર છે, ભજન કોઇને કદી ખોટો માર્ગ ચીંધતુ નથી.
      *  ઇશ્વર સુખના સાધનો આપે તો અધિકાર ન સમજો, તેમાં પરમાર્થની માનસિકતા રાખો.
      *  ભગવાનની મંદિરમાં જ નહિ, મન મંદિરમાં પણ પ્રતિષ્ઠા થાય તે જરૂરી છે.
      પાળીયાદની રામકથાના અમૃત બિંદુઓ
      *  ઇશ્વર અસ્પૃશ્યતા નથી રાખતા તો આપણે શા માટે રાખીએ ?
      *  પ્રભુ માટે આર્દહૃદયથી ટોકારેલ એક પણ ઉદ્ગાર કદી નિષ્ફળ જતો નથી, ગજેન્દ્ર મોક્ષ તેનું ઉદાહરણ છે.
      *  દિવસ ઊગે તેની પહેલાં રાત જ હોય , શ્રી રામના પ્રાગટય પૂર્વે રાવણ તો હતો જ.
      *  સત્ય, પ્રેમ અને કરૂણા... આ ત્રણ સુત્રોને નિરપેક્ષ ભાવે ભજે તે ર૧ મી સદીના સાનુના લક્ષણો છે.
      *  ભકિતના દર્શન કરવાની રાહ જુએ તે પીર હોય છે.
      *  સમાજના છીદ્રો ઢાંકે તે સાધુ હોય છે.
      *  સાધુને ગણવેશ નહિ, ગુણવેશ હોય છે.
      *  ગાયની પુજા જ નહિ, પ્રેમ કરો.
      *  મોક્ષ-મુકિત માટે માનવીએ અંદરની સીસ્ટમ બદલવી પડશે.
      *  પરમતત્વને પામવાનું થાય ત્યારે વિશેષ ધર્મને શરણે જવું પડે છે.
      *  ફકીરી-સાધુતા જીવન માટે હોવી જોઇએ, જીવિકા માટે નહિ.
      *  ઉદ્વેગ, તર્ક અનેભોગ ભકિત માર્ગના અવરોધક તત્વો છે.
      *  ભજનાનંદી મોટું હોકાયંત્ર છે, ભજન કોઇને કદી ખોટો માર્ગ ચીંકતુ નથી.
      *  ઇશ્વર સુખના સાધનો આપે તો અધિકાર ન સમજો, તેમાં પરમાર્થની માનસિકતા રાખો.
      *       ભગવાનની મંદિરમાં જ નહિ, મન મંદિરમાં પણ પ્રતિષ્ઠા થાય તે જરૂરી છે.
_________________________________________________________________________________

ગુરૂવાર, ૦૨-૦૨-૨૦૧૭

૭૮૬ અંક પવિત્ર માનવામાં આવે છે અને ૭+૮+૬=૨૧ થાય છે.

પીરાણું એ છે જેમાં ૭, ૮ અને ૬ હોય.

દરિયાની ક્ષમતા નદીઓને તેના તરફ ખંચે છે.

ધાર્મિક સંસ્થાઓએ ચાર વાતનું ધ્યાન રાખવું જોઇએ.


ધાર્મિક સંસ્થાઓએ નાનામાં નાના માણસ પ્રત્યે મમતા રાખવી જોઈએ.


ધાર્મિક સંસ્થાઓએ બધા પ્રત્યે સમતા રાખવી જોઈએ.


ધાર્મિક સંસ્થાઓએ સંસ્થામાં સેવા કરવા આવનારની સેવા તેની ક્ષમતા પ્રમાણે લેવી જોઈએ.


ધાર્મિક સંસ્થાઓએ સેવા કરતી વખતે નમ્રતા રાખવિ જોઇએ.

પીરાણામાં ૭ ની સમજણ - મર્યાદા, વિવેક નિ યોગ્ય ભૂમિકા હોય.

પાળિયાદમાં સાધુતા અને શુરવીરતાનો સંગમ છે.

પીરાણામાં ૮ હોય એટલે કે અષ્ટાંગ યોગ હોય.

પીરાણામાં ૬ હોય એટલે કે ખટ દર્શન - ષટ દર્શન - ૬ શાસ્ત્રોનું દર્શન શાસ્ત્ર વાંચ્યા વિના આવેલું હોય.

આમ ૭, ૮, ૬ જેનામાં હોય તે પીરાણો છે.

પરમાત્મા શબ્દમાં ૨૪ અવતાર સમાવિષ્ટ છે, પ એટલે પાંચ, ર એટલે બે, મા એટલે સાડા ચાર, ત્ એટલે આઠ અને મા એટલે સાડા ચાર. આમ ૫+૨+૪.૫+૮+૪.૫ =૨૪

નવરો માણસ જીવતો બોંબ છે.

બુદ્ધ પુરૂષના ચરણોમાં જે પીલાઈ જાય - ઓગળી જાય - ઓતપ્રોત થઈ જાય, રસરુપ થઈ જાય તે પીર છે આને પીરાઈ કહેવાય.

સદગુરૂ પોતાના શિષ્યને પીરનાં લક્ષણ વર્ણવે છે.

જે પુરો હોય, પૂર્ણ હોય તે પીર કહેવાય.

રામ, હનુમાન, શંકર પૂર્ણ છે તેથી તે પીર કહેવાય છે.


જે આપણા પરમ હિતમાં હોય તેવા આપણા બધા જ મનોરથો પુરા કરે તે પીર કહેવાય. જે આપણી માંગ ભરી દે તે જ આપણો પતિ, આપણો પીર.


જગતમાં જેને કોઈ દિવસ કોઈ પાપી ન દેખાય તે પીર કહેવાય.


જે પોતાનો પ્રભાવ ન પાડે પણ પોતાના સ્વભાવની સુગંધ ફેલાવે તે પીર કહેવાય.

ફૂલને સિમિત કરી શકાય પણ ફૂલની સુગંધને સિમિત ન કરી શકાય, ગિરફતાર ન કરી શકાય.


પોતાના ગુરૂની પાદૂકા સુફીવાદ પ્રમાણે પીર છે. અમીર ખુશરોને તેના પીર નિઝામુદ્દીન ઓલિયાની પાદૂકાની ગંધ આવે છે.

પાદૂકા એ કુશળ કર્મનું પ્રતીક છે.(પા - પારંગત, દુ - દુનિયા અને કા - કાર્ય )

તિલક એટલે three luck, good luck, better luck and best luck.


ભાગ્ય એ good luck છે, માખણ જેવું કોમળ હ્નદય એ better luck છે - butter luck છે અને હરિ ભેટે, છાતીએ લગાડે તે best luck છે - chest luck છે.


संत हृदय नवनीत समाना। 

कहा कबिन्ह परि कहै न जाना।।

निज परिताप द्रवइ नवनीता। 

पर दुथख द्रवहिं संत सुपुनीता।।

संतोंका हृदय मक्खन के समान होता है, ऐसा कवियोंने कहा है; परंतु उन्होंने [असली] बात कहना नहीं जाना; क्योंकि मक्खन तो अपनेको ताप मिलनेसे पिघलता है और परम पवित्र संत दूसरोंके दुःखसे पिघल जाते हैं।।

_________________________________________________________________________________
પીર શબ્દના ભગવદ્ગોમંડલમાં આપેલ અર્થ
  • ·         અમીર
  •        ઉમરાવ.
  • ·         ગુરુ
  • ·         ધર્મગુરુ
  • ·         પરલોકનો માર્ગદર્શક
  • ·         ઘરડો માણસ; ડોસો; વૃદ્ધ.
  • ·         દેવત્વ પામેલો મુસલમાન સંત;
  • ·         વલી;
  • ·         મુસલમાન ઓલિયો;
  • ·          મુસલમાનોમાં પવિત્ર ગણાતો પુરુષ;
  • ·         મરણ પામેલ મુસલમાન સંત.
  • ·         પીર આવવા = શરીરમાં પીરનો પ્રવેશ થવો. તેથી અગમ્ય વાતો જાણી શકાય છે, એમ મનાય છે .
  • ·         પીરની માનતા મુજાવર વધારે = નેતા અનુયાયીથી ઓળખાય.
  • ·         પીરે જવું = પીરની માનતાએ જવું.
  • ·         પવિત્ર માણસ;
  • ·         સાધુ.
  • ·         પિતા;
  • ·         બાપ.
  • ·         પ્રભુ;
  • ·         પરમાત્મા.
  • ·         મહાત્મા; સિદ્ધ.
  • ·         મુસલમાનના સાત માંહેનો બીજો વાર; સોમવાર.
  • ·         જાત; પ્રકાર.
  • ·         પીડા; દર્દ; દુ:ખ; વ્યાધિ.
  • ·         પ્રસૂતિની વેદના; પ્રસવપીડા.
  • ·         બીજાની પીડા કે કષ્ટ જોઈને થવું દુ:ખ; દયા; કરુણા; હમદર્દી.
  • ·         મીરની એ નામની એક અટક.
  • ·         એ નામની અટકનું માણસ.
  • ·         પિયર; માવિત્ર.
  • ·         એ નામની અટકનું.
  • ·         ધૂર્ત; ચાલાક; ઉસ્તાદ.
  • ·         વૃદ્ધ; ઘરડું.

પીરાઈ ના અર્થ
૧.      એ નામની એક જ્ઞાતિ; પીરનાં નામ ગાઈને આજીવિકા ચલાવનાર એ નામની એક જ્ઞાતિ.
૨.      પીરપણું.
૩.      બડાઈ.
૪.      મોટાઈ.
૫.      એ નામની જ્ઞાતિનું માણસ.

૬.      એ નામની જ્ઞાતિનું.
___________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar.


મમતા, સમતા, ક્ષમતા રાખી નમ્રતાથી કરવી સમાજ સેવા


Read the article at its source link and enjoy the picture gallery of the day.

બોટાદ:  પાળીયાદ વિસામણબાપુની જગ્યામાં શુરવીર અને સાધુતાનો સંગમ છે. કથાની શરૂઆતમાં મોરારીબાપુએ જણાવેલ કે અરબીભાષાની લીપી અંક સાથે જોડાયેલી છે. ઇસ્લામ ધર્મમાં મહંમદ પૈગમ્બરને પહેલી આયાત ઉતરી બિસ્મીલ્લાહએ રહેમાન રહીમ આ આયાત સાથે જોડાયેલા આંકડાનો સરવાળો 786 થાય છે. 

ઇસ્લામ ધર્મમાં 786 શુકનવંતી છે. નાનકપંપમાં 13 નો આંકડો શુકનવંતી છે. ઇસ્લામ ધર્મના વડાઓએ સંશોધન કર્યુ ઓમ અને રામનું ઓમ એટલે અ ઉ મ અને રામ એટલે ર એટલે અકાર મ એટલે મકાર 7-8-15-6-21 જેમાં આ ત્રણ આંકડા હોય તેને પીર કહેવાય 786 મુળ પિરાણાનો અર્થ છે. 786 આ ત્રણ આંક છે. જેમાં 7 સમજણની સાત ભુમીકા (સીડી) હોય તેને પીર કહેવાય. 8 જેને પોતાને ખબર ન હોય તેવા મુળ પુરુષ સાથે અષ્ટાંગયોગ સાધ્યો હોય છે. તેને પીર કહેવાય અને 6 ભારતીય દર્શન છ પ્રકારનાં છે. જેને ખટદર્શન કહેવાય એ પીરાણું પીરાઇ છે. દરીયો નદીઓને બોલાવે નહી તોય સાગરને મળે છે.  પીરશું છે પીરાઇ શું છેતે આજદિવસ સુધી સાંભળ્યુ હતું પણ આજે અનુભવ્યું છે. આ સ્થાનોએ ચાર બાબતનું ધ્યાન રાખવું, નાના માણસ તરફ મમતા રાખવી, મમતા સાથે ક્ષમતા રાખવી, અહીં સેવા કરવા આવે છે તેની પાસે સમતા પ્રમાણે સેવા લેવી, નમ્રતાથી સમાજ સેવા કરવી.

મોરારીબાપુએ જણાવેલ કે અહીં સેવા શુરવીરતા અને સાધુતાનો સંગમ છે. તે જાળવી રાખવો અહીં સ્વયંમસેવકોમાં જે વિવેક છે. રાતદિવસ જોયા વગર દરેકક્ષેત્રમાં આ કથામાં પોતાની સેવા આપે છે. તેઓની સેવા અદભુત છે. અને જ્યાં વ્યવસ્થામાં ક્ષત્રિય સમાજ હોય છે. એ એનો વિવેક નમુ કે એટલા માટે જનકરાજાની કથામાં જે નિવેદન કરવામાં આવ્યું હતું. તે નિદેવન પાળીયાદ કથામાં કરવામાં આવ્યું હતું ભલી રચના. 

ભગવત ગો મંડળમાં વર્ણવ્યા પ્રમાણે પીરના અર્થ જણાવતા બાપુએ કહેલ કે (1) અમીર અને ઉમરાવ હોય તે પીર (2) પરલોકનો રસ્તો દેખાડનાર ગુરૂ ધર્મગુરુ (3) વૃધ્ધ માણસ (ઘરડો માણસ) (4) દેવત્વ પામેલો કોઇ મુસ્લીમ સંત (5) વલીને પીર કહેવાય (6) મુસ્લીમમાં પવિત્ર ગણાતો શબ્દ પીર (7) પવિત્ર માણસને પીર કહેવાય (8) સાધુને (9) માં બાપને (10) મહાત્મા-સિધ્ધ પુરુષને પીર કહેવાય (11) પીરનો અર્થ પ્રભુ પરમાત્મા (12) દિકરીનું પીયર (માવતર)ને પીર કહેવાય. ત્યારે બાપુએ જણાવેલ કે ખરાઅર્થમાં સાસુ પીર થઇને રહેતો કેરોસીન છાંટવાની કે કુવા પુરવાનું બંધ થાય.આયુષ્યને પીર કહેવાય છે. પરમ અવસ્થાનું નામ પરમાત્મા કહેવાય, પરમાત્મા અંક સાથે જોડાયેલ છે. 24 આંકડા પરમાત્મા 5 પાંચ 2 બે માં સાડાચાર ત અડધો એટલે આઠમાં  એટલે સાડાચાર આમ પીરના કેટલા અર્થ થાય છે. પીરાઇનો અપભ્રંશ પીલાઇ જવું કોઇ બુધ્ધ પુરુષના રંગમાં રસરંગ થવું પીલાઇ જવું તેને પીરાઇ કહેવાય.

પીરના પાંચ લક્ષણો

પીરાઇથી ભરેલા પીરનાં લક્ષણો સમજાવો (1) જે પુરો હોય તે પીર, પુરણની પ્રાપ્તી થાય તે પીર કહેવાય (2) આપણા પરમ હિતમાં હોય એવા બધા જ મનોરથ પુર્ણ કરે તેને પીર કહેવાય. (3) જેને જગતમાં કોઇ દિવસ કોઇ પાપી ન દેખાય તેને પીર કહેવાય. (4) પ્રભાવથી નહીં પણ સ્વભાવથી સુગંધ પાથરે તેને પીર કહેવાય. (5) સુફી મત પ્રમાણે અપને મુર્શીદ કી જુતીયો કો પીર સમજના ગુરૂની પાદુકાને પીર કહેવાય.

___________________________________________________________________________

The article displayed below is with the courtesy of http://www.akilanews.com/

રામ, શિવ અને હનુમાન, આ ત્રણેય રામાયણના પીર છે : મોરારીબાપુ

Read the article at its source link.


દશરથના ચારેય પુત્રો, વેદોના ચાર સૂત્રો છે : ઈશ્વરીય તત્વમાં કયાંય વ્યવસ્થા નથી, અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે : હનુમાન શ્લોક અને લોક વચ્ચેના દેવતા છે : પૂ. મોરારીબાપુ
રાજકોટ, તા. ૩ : કાઠીયાવાડમાં છેલ્લા ૨૦૦ વર્ષ ઉપરાંતથી સેવા, સમર્પણ અને સ્મરણની પરંપરાને આજ કલીયુગમાં પણ અવિરત કાર્યરત અને જીવંત રાખનાર પૂ. વિહળાનાથ મહારાજના પીરાઈની કર્મભૂમિ, પાળીયાદ ખાતેની વિસામણબાપુની જગ્યામાં છેલ્લા ૬ દિવસથી પૂ. મોરારીબાપુ ''માનસ પીરાઈ'' વિષયને કેન્દ્રમાં રાખીને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. આ સંવાદી સત્સંગનો લાખો લોકો લાભ લઈ રહ્યા છે.
   ગઈકાલ ગુરૂવારે રામકથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ કહ્યું કે અરબી ભાષા અંક સાથે જોડાયેલી છે, ઈસ્લામ ધર્મમાં ૭૮૬ - આ ત્રણ અંકનું મહત્વ છે. આ ત્રણ આંકડાઓ ધર્મની આસ્થા સાથે સંબંધ ધરાવે છે. પાળીયાદની મારી કથાનો ક્રમ ૭૮૬ છે, પીર એને કહેવાય જેનામાં આ ત્રણે અંકો હોય, ત્રણેય અંકો પીરાણુ છે. આ કથા ૨૧મી સદીનું શુકન છે. આવા શ્રદ્ધાના સ્થાનોમાં દાન, ધાન આવ્યા જ કરે છે. દરિયો નદીને બોલાવતો નથી છતાં આવ્યા જ કરે છે, પાળીયાદની કથા તેનું પ્રમાણ છે. નાના માણસ માટે મમતા રાખવી, સમાન દૃષ્ટિથી જોવા, ક્ષમતા પ્રમાણે નમ્રતા સાથે સેવા કરવી... સેવાના આ ચાર ચરણ આપણા ધર્મ સ્થાનોમાં આજે પણ જીવંત છે, જેની પાસે યમ, નિયમ, સંયમ, પ્રાણાયામ, ધ્યાન સહિતની સમજણની સાત ભૂમિકા હોય તે પીર છે.
   ભગવત ગોમંડલના શબ્દકોષમાં પીરાઈના અનેક અર્થઘટનો કર્યા છે. એક શ્રોતાની ચીઠ્ઠીનું પૂ. બાપુએ વાંચન કરતા કહ્યું કે પીરાઈને અપભ્રંષ શબ્દ પીલાઈ છે, કોઈ બુદ્ધ પુરૂષના ચરણોમાં ઓગળી જવું, અર્પણ થવુ તે પીરાઈ છે. અમીરની અમીરાય તેને પણ પીર કહેવાય. પરલોકનો રસ્તો દેખાડનાર, દેવત્વ પામેલ મુસલમાન ઓલીયો, કોઈપણ વૃદ્ધ માણસનો શબ્દાર્થ પીર તરીકે આપ્યો છે. પીર એટલે પવિત્ર, પિતૃ વાચક શબ્દમાં માંને પણ પીર કહેવાય, તેણીમાં ભરપૂર પીરાઈ હોય છે. પીર એટલે પ્રસુતિની વેદના, દિકરીનુ માવતર, આંખ, જગદંબા, દાદી - આઈ, પીર એટલે આપણુ મૃત્યુ, મોતનો પર્યાય પણ પીર છે. ગોંડલ બાપુના શબ્દ કોષની ઉદારતા તો જુઓ, સાસુઓને પણ પીર કહી છે. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે દરેક પરીવારોમાં સાસુઓ પીરાઈ બતાવે.
   પાળીયાદની કથા વ્યવસ્થાથી પ્રભાવિત પૂ. મોરારીબાપુએ કહ્યું કે આ ભગીરથ આયોજનની વ્યવસ્થા અવ્યવસ્થિત તત્વનો ચમત્કાર છે. ઈશ્વરી તત્વમાં કયાંય વ્યવસ્થામાં કયાંય વ્યવસ્થા નથી, આ કથા વ્યવસ્થા અવધૂતિ સાધનાને આભારી છે. એક પરમ જીજ્ઞાષુ શિષ્ય ગુરૂને પૂછે છે કે ગુરૂ જેનામાં પીરાઈ ભરી છે તેના લક્ષણો બતાવો.
   ગુરૂ પોતાના શિષ્યને પીરાઈના પાંચ લક્ષણો કહે છે, જે પૂરો હોય તે પીર છે, અધૂરા પાસે આપણે ફરીયાદ ન કરાય. આપણા પરમહિતમાં આપણા બધા મનોરથો પૂરા કરે તે પીર છે, કોઈ તેને પાપી ન દેખાય તે પીર છે. બુદ્ધિપૂર્વક બીજા ઉપર પ્રભાવ પાડવા જે પ્રયત્નો ન કરે તે પીરત્વનું હીર છે. ગુરૂની પાદુકાને આવુ હીર સમજે તે પીર છે. પાદુકામાં બુદ્ધપુરૂષની ઉર્જા હોય છે. ભગવાન શ્રી રામે ભરતને બે પાદુકા નહીં, બે આંખો આપી હતી. રામની આંખોથી જગતને જોવાની દૃષ્ટિ આપી હતી. શબ્દાર્થ પ્રમાણે પાદુકા  પા= પારંગત, દુ= દુનિયા અને કા = કાર્યો એટલે દુનિયાના કાર્યોમાં પારંગત બનાવે તેનું નામ પાદુકા. રામ, શિવ અને હનુમાન રામાયણના પીર છે. આ ત્રણેયની પીરાઈનું દર્શને જ દુનિયાનું અસ્તિત્વ ટકાવી રાખ્યુ છે.
   રામાયણમાં ઉલ્લેખ છે કે પીનાક ધનુષ શંકર પાસે હતું જે જનકરાજાને આપવામાં આવ્યું, જનક રાજાએ ધનુષને મુકિત આપવા રામને આપ્યું, પાદુકા, મુદ્રિકા, ધનુષ પરમ ચૈતન્ય છે. પ્રશ્નોના જવાબો પણ આપે છે. રામની મુદ્રિકા પણ લંકાના અશોકવનમાં મૈથીલી ભાષામાં વાત કરતી હતી. ભગવાન રામે પિનાક ધનુષના  બે કટકા કર્યા ત્યારે ધનુષ વિચારે છે કે બે ને એક કરવા માટે હું એકમાંથી બે થયો છું એવો ઈર્ષાળુને જવાબ આપે છે. બે ટુકડાની પાદુકા બનાવે છે. પાદુકા પીર છે. ઈર્ષાળુ - નિંદાખોર, ટીકા કરવાવાળાની બાબતમાં પૂ. મોરારીબાપુએ સુંદર વાતો કરી, આપણી આસપાસ ટીકાકારો હોવા જરૂરી છે. આપણે ત્યાં દરેક ક્ષેત્રમાં નિંદા કરનારા હંમેશા હાજર જ હોય છે. પછી તે કોઈ ધાર્મિક સંપ્રદાય હોય કે રાજકીય શાસનકર્તા હોય, નિંદા - કૂથલી કરનાર તૈયાર જ હોય છે. તેઓ કોઈ કચાશ રાખતા નથી, પૂ. બાપુએ થોડો વખત મૌન રાખીને કહ્યું કે આમ જોવા જઈએ તો એક રીતે તે જરૂરી પણ છે. આપણા લોકપ્રિય સંત કબીર સાહેબે આ સંદર્ભે એક સાખીમાં સરસ વાત કહી છે.
   નિંદક નેરે રાખીએ, આંગન કૂટી છવાય,
   બિનુ પાની સાબુન બિના, નિરમલ કરે સુભાય.
   નીંદા કરનારને આપણાથી દૂર નહિં, નજીક રાખવા જોઇએ અને તેને તો આપણા ઘરના આંગણામાં જ ઝૂપડી બનાવીને તેમાં પ્રેમથી રહેવા દેવા જોઇએ, કારણ કે આવા નિંદકો આપણી નબળાઇઓને, ભૂલોને અને સ્વાભાવને હંમેશા નિંદા દ્વારા સાફ કરતો રહે છે, સાબુ અને પાણી વિના આપણી જાતને નિર્મલ કરતો રહે છે... એને દૂર કેમ રખાય?
   રામકથાના મૂળ પ્રવાહમાં પ્રવેશતા પૂ. બાપુએ દશરથ રાજાને ત્યાં જન્મેલા ચાર રાજકુમારોના નામકરણની વાત કરતા કહ્યું કે, ગુરૂવશિષ્ઠએ શ્રીરામના અનેક નામ હોવા છતા અંતરથી ઇચ્છાથી તેમણે ''શ્રીરામ'' નામ રાખ્યુ. આખી દુનિયાને વિશ્રામ આપે, કદી નાશ ન થાય એવુ સુખ આપે એવી શ્રીરામની તાકાત અને પ્રભુત્વ છે. શ્રી રામ મંત્રનો જાપ મનને સ્થિર રાખવા માટે થાય છે, અસહ્ય દુઃખોમાં રામનું સ્મરણ ઔષધ  સમાન છે અને રામનામના સ્મરણથી આત્મબળ વધે છે. મનને કાબુમાં રાખી શકાય છે. ખરાબ રસ્તે જતા મનને રોકવા માટે શ્રીરામાનામ મહાવત જેવુ કામ કરે છે. રામનામ મંત્રજાપ મનને વશમાં રાખે છે, ''મંત્રજાપ પાંચમી ભકિત છે'' શબરી મિલન સંવાદમાં રામનું આ વિધા છે. સનાતન ધર્મના ૧૬ સંસ્કાર પૈકી નામકરણ એક સંસ્કાર છે. વરિષ્ઠ ઋષિએ કૌશલ્યા પુત્ર રામ સૌને રમાડે છે, આનંદ આપે છે. લક્ષ્મણજીમાં બધા જ દિવ્ય લક્ષણોનો સમન્વય છે, સર્વલક્ષણસંપન્ન છે. એટલે તેનુ નામ ગુરૂએ લક્ષ્મણ રાખ્યુ. પ્રેમથી જે જગતને ભરી દે છે એનું નામ ભરત અને જે શત્રુઓનો વિનાશ કરે છે શત્રુઘ્ન. આમ ચારેય બાળકોનું નામકરણ સંપન્ન થયું. ગુરૂવસિષ્ઠએ દરેકના  નામમાં આધ્યાત્મિક તત્વનું દર્શન થાય એવા નામ રાખ્યા. શ્રીરામથી વિશ્રામ મળે છે, ત્યાગ અને પ્રેમતત્વને અનુમોદિત કરે એવા આધારભુત તત્વ છે તેનું નામ લક્ષ્મણ રાખ્યું. દરેકમાં વેદના તત્વો છે. અન્યના આધાર બની શકાય એ રીતે રહેવું એ લક્ષ્મણ તત્વ છે. ગઇકાલે રામકાથાના છઠ્ઠા દિવસે રામકથાનો ઉપક્રમ બાલકાંડમાં દશરથ રાજાના રાજકુમારોના નામકરણ પછી કથા વિરામ થયો હતો, કાલે સાતમ દિવસે ચારેય રાજકુમારોનો વરિષ્ઠ ગુરૂના આશ્રમમાં વિદ્યાભ્યાસ અને કથાના ઉતરોતર પ્રસંગો રજૂ કરવામાં આવશે.
   પાળીયાદની રામકથાની સાથે સાથે...

  •       પાળીયાદની ભૂમિમાં સાધુતા અને સુરવીરતાનો સમન્વય છે.
  •       માણસને પ્રસન્ન રાખે તે ધર્મ, ઉદાસીન કરે એ અધર્મ છે
  •       ધર્મસંસ્થાઓ જયારે અર્થપ્રધાન બને છે ત્યારે ત્યાં શ્લોક નહિ, શોક બચે છે
  •       હનુમાન શ્લોક અને લોક વચ્ચેના દેવતા છે
  •       અમૃત પીવે તે દેવ, ઝેર પીવે તે મહાદેવ હોય છે
  •       ઇશ્વરીય તત્વમાં કયાંય વ્યવસ્થા નથી, અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે
  •        રામ, શિવ અને હનુમાન.. આ ત્રણે રામાયણના પીર છે
  •       વિહળનાથ ધામની સેવા પરંપરામાં કોઇ અધમ, અછૂત કે તિરસ્કૃત નથી
  •       જેનાથી વિજય મળે તે લોઢા - લાકડાના રથ નથી હોતા, ધર્મના રથ હોય છે
  •       કોઇ પાદુકા પધરાવે તો માન જો કે, તમારા ઘરે પીરાઇની પધરામણી થઇ છે
  •       દશરથના ચાર પુત્રો વેદોના ચાર સૂત્રો છે, સાર છે
  •       સંતો કે સંતાનોની નજરમાં ઉતરી પડીએ એવો કોઇ વ્યવહાર કયારેય  કરશો નહિં
  •       આપણે ધંધાદારી છીએ, ધર્માદારી નથી
  •       આ કથા ભૂમિ ઉપર વિસામાણ અને રામાયાણનો સમન્વય, મિલન છે
  •       નવરો માણસ જીવતો બોમ્બ છે.
  •        વ્યકિતના જીવનમાં શ્રદ્ધા - આસ્થા અને સમાજમાં વ્યવસ્થા પ્રગટ કરે તે રામકથા
  •       ''રામ'' બે અક્ષરનો મહામંત્ર છે, રામને ભજવા માટે કોઇ વિધીની જરૂર  નથી, વિશ્વાસની જરૂર છે.

   -: કથા દોહન :-
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર
___________________________________________________________________________

The article displayed below is with the courtesy of Divya Bhaskar.

Read the article at its source link.

સિદ્ધાસન, સિંહાસન, ભદ્રાસન અને પદ્માસન એ કલ્યાણના આસન

બોટાદ: સૌરાષ્ટ્રની જગવિખ્યાત વિસામણબાપુની જગ્યા પાળીયાદ ખાતે કથાના પ્રારંભમાં એક જીજ્ઞાસુના સમાધાનમાં પીરનાં આસન વિષે સ્પષ્ટતા કરતા જણાવેલ કે ધરામાં રામકથા રામભક્તી અને ચોપાઇ પડી છે. એવી ધરાપર માનસ પીરાઇ વિષય પર વાત ચાલે છે ત્યારે બાપુએ જણાવ્યું હતું કે રઘુનાથ કરૂણામય છે. જેથી પરપીડા જાણી લે છે. 

સંતત્વથી સાધુતાથી ભરાયેલો છે. ત્યારે પીરનું આસન કેવું હોય તે વિશે જણાવતા કહેલ કે મન અને શરીરને બેસવાથી જે રીતે દ્રઢતા પ્રાપ્ત થાય તેને આસન કહેવાય. 84 લાખ યોનીના 84 લાખ આસન છે. 

એમાંથી ભગવાન શંકરે મનુષ્ય માટે  શુભ આસન 33 આપ્યા અને તેમાંથી કલ્યાણ માટે ચાર આસન કર્યા જેમાં સીધ્ધાસન, સિંહાસન, ભદ્રાસન અને પદમાસન અને આ ચાર આસનથી ઉપરનું આસન સહજાસન એ પીરનું આસન છે. પીરનું આસન એ સુખાસન છે. જે રામાયણને આધારીત નામ છે. યોગી અને વિયોગીના આસન જુદા છે. 

આજની કથામાં રૂખડે સુખડને સમજાવેલો પીરનો અર્થ રૂખડ એટલે બુધ્ધ પુરુષ બાપુની દ્રષ્ટીએ વિલક્ષણ સદગુરૂ અને ગુરૂના ચરણમાં ઘસાઇ ઘસાઇને નવી સુગંધ આપે તેને સુખડ કહેવાય. મોરારીબાપુએ માનસ પીરાઇની વાત કરતાં જણાવેલ કે પાળીયાદના પીરની કથા સાંભળ્યા પછી દોરા ધાગા અને અંધશ્રધ્ધાંમાંથી બહાર નિકળવા સૌને અપીલ કરી હતી.
___________________________________________________________________________

The article displayed below is with the courtesy of http://www.akilanews.com/

Read the article at its source link.

રામાયણનું કેન્દ્ર પાદુકા, ભાગવતનું કેન્દ્ર રાધિકા છે : મોરારીબાપુ

વસ્ત્રો લીલા હોય પણ વૃતિ શ્વેત હોય તો તે પીર છે : રામચરિત માનસઃ બુદ્ધપુરૂષ સમસંવેદન અનુભવે છે ત્યારે તેની ચેતના કામ કરે છે : જેનું જીવન કપાસના રૂ જેવું છે તે પીર છેઃ
એક શ્રોતાનો પ્રશ્ન : સત્યથી અસત્યનું અંતર કેટલું? વ્યાસપીઠનો ઉત્તર : ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધીનું

 રાજકોટ, તા. ૪ : સૌરાષ્ટ્રના બોટાદ જીલ્લાના પાળીયાદની સુપ્રસિદ્ધ વિસામણબાપુની દેહાણ જગ્યાની પાવન ભૂમિ પર પ્રગટેલ પીરાઈનો અવતાર પૂ. વિહળાનાથ મહારાજની આભા અને ઉર્જા આજે પણ વિદ્યમાન છે, તેમની જાગૃત ચેતના પરોપકારના સદ્દકાર્યોને અવિરત પ્રેરે છે. આ દિવંગત - બ્રહ્મલીન સંતના ૨૪૮મા પ્રાગટ્ય દિનના પરિપ્રેક્ષ્યમાં જગ્યાના વર્તમાન મહંત નિર્મળાબાના તત્વાવધાનમાં પૂ. મોરારીબાપુની શ્રી રામકથાનું અદ્દભૂત અને અલૌકિક આયોજન થયું છે. પૂ. મોરારીબાપુ છેલ્લા ૬ દિવસથી ''માનસ પિરાઈ''ને કેન્દ્રમાં રાખીને વિહળથી નિર્મળ સુધીની પરંપરાની સાથે સાથે રામચરિત માનસના પાત્રોની વંદનીય પીરાઈનું દર્શન કરાવી રહ્યા છે. સંતો, મહંતો, સાધુઓ, રાજનેતાઓ, વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ સહિત લાખો શ્રોતાઓ આ અનોખી દિવ્ય કથાનો લાભ લઈ રહ્યા છે.
   ગઈકાલ શુક્રવારે કથાના સાતમા દિવસે વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ કહ્યું કે આ ભૂમિ ઉપર રામ ભકિત - રામ ઉપાસના અને રામચરિત માનસની ચોપાઈઓ ભરપૂર પડી છે, આવી રામમય ભૂમિ ઉપર રામકથા થાય છે, ભગવાન રામની પીરાઈ આ ભૂમિ ઉપર આત્મસાત થઈ છે. વિહળાનાથ મહારાજ - વિસામણબાપુની આ જગ્યા પીરાઈનો પર્યાય છે એટલે જ આ કથાનું નામ ''માનસ પિરાઈ'' રાખ્યુ છે.
   શ્રોતા સમુદાયમાંથી આવેલી કેટલીક ચીઠ્ઠીઓના ઉત્તરો આપતાં બાપુએ કહ્યું કે એક મણી જડીત પાત્ર હોય અને તેની સામે માટીનું પાત્ર હોય તેનું મૂલ્યાંકન કરીએ તો પાત્ર મહત્વનું નથી, પાત્રમાં વસ્તુ છે તેનું મહત્વ છે. કબીર તો અભણ હતા, કબીરની ભાષા સાધુની ભાષા - લોકભાષા હતી, તેમની સાખીઓનો ગ્રંથ માનવ સમાજની ખામીઓ, ખૂબીઓ તરફ લોકભાષામાં અદ્દભૂત અંગુલી નિર્દેષ કરે છે. સદી પછી પણ કબીરનું આ સનાતન સાહિત્ય આજે પણ વાંચે છે. પરંતુ કેટલાક પંડિતો કબીરની ભાષાની ટીકા કરે છે. એ જ પ્રમાણે રામચરિત માનસ પણ દેવવાણી લોકભાષામાં લખાયુ ત્યારે કાશીના પંડિતોએ પણ વિરોધ કર્યો હતો. ગ્રંથ - પાત્ર મહત્વનું નથી પણ તેમાં રહેલ સંદેશ, દર્શનતત્વ - પાત્રતા મહત્વની છે. એક ભાષાએ બીજી ભાષાની નીંદા ન કરવી જોઈએ. કેટલાક ગ્રંથો બાકસ જેવા હોય છે. જે સળગાવવાનું જ કામ કરે છે. મોરારીબાપુએ એવી નારાજગી વ્યકત કરી હતી. પાત્ર અને પાત્રતાને સમજાવતા પૂ. બાપુએ કહ્યું કે કાશ્મીરી સાલ હોય કે કચ્છના ગરમ ધાબળા હોય પણ ટાઢ ઉડવી જોઈએ, ગાયનો રંગ મહત્વનો નથી, તેના દૂધનું મહત્વ છે. પાત્ર મહત્વનું નથી, પાત્રમાં રહેલી વસ્તુનું મહત્વ છે, ટાઢ ઉડવી જોઈએ, બીજી ભાષાની આલોચના ન કરો.
   વ્યાસપીઠે આવેલ એક ચીઠ્ઠીમાં એક શ્રોતાએ 'આસન'ની વ્યાખ્યા અને આસનના કેટલાક પ્રકારો છે તેની જાણકારી માગી હતી. આ પ્રશ્નનો જવાબ આપતા પૂ. બાપુએ કહ્યું કે સૌને પોતાની રીતનું આસન હોય છે. એટલે ૮૪ લાખ યોની - અવતારો મુજબ ૮૪ લાખ આસનો છે, જીવમાત્રના આસનો છે, પણ ભગવાન શંકરે તેમાંથી ગાળીને ૮૪ આસનો નિશ્ચિત કર્યા છે, તે પૈકીના ૩૩ આસનો શુભ આસનો છે. ૩૩માંથી ગાળીને મહાદેવે છેલ્લે ૪ આસનને મહત્વ આપ્યુ છે. ૧ - સિદ્ધાસન, જેના ઉપર મહાદેવ શંકર બિરાજે છે. ૨ - સિંહાસન, જેના ઉપર ભગવાન રામ બિરાજે છે. ૩ - ભદ્રાસન સાધુઓ, બુદ્ધ પુરૂષોના આસનો છે. ૪ - પદ્યાસન ઉપર લંકાની અશોક વાટીકામાં માં જાનકી બિરાજે છે. આ ચાર ઉપર આસન પીરનું આસન પીરાસન - સુખાસન, સહભસન છે. યોગીઓ, વિયોગીઓ અને વૈરાગીઓના આસનો જુદા હોય છે. સંત ભરત અને કૌશલ્યા વિયોગા છે. રામ વનવાસના સમયગાળામાં કૌશલ્યોએ માત્ર ચટાઈને આસન બનાવ્યુ હતું અને ભરત તો જમીનમાં ખાડાને આસન બનાવ્યુ હતું.
   એક શ્રોતાએ ચીઠ્ઠીમાં લખ્યુ હતું કે બાપુ, મારી પાસે ૭૮૬ના શકનવંતા આંકડાની નોટો છે, બાપુએ ચીઠ્ઠી મોકલનાર ત્રણે ભાઈઓને વ્યાસપીઠ પંડાલમાં બોલાવીને ૭૮૬ અંકવાળી રૂ. ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ની નોટો શ્રોતાઓને બતાવીને આ ત્રણે યશભાગી ભાઈઓને ખાસ ખેસ અર્પણ કરીને સન્માન કર્યુ હતું. એક ચીઠ્ઠીમાં દેશની વર્તમાન પરિસ્થિતિથી નારાજ શાયરે એક શાયરી લખીને મોકલી હતી : ''ભારત મારો દેશ છે, કયાંય કોઈ પાસે કેશ છે? લુચ્ચા - લફંગાઓની બોલબાલ અને લાઠી એની ભેંસ છે !'' - કોઈએ પૂછ્યુ કે સત્ય અને અસત્ય વચ્ચે કેટલુ અંતર છે? તેનો જવાબ છે. ગાંધી આશ્રમથી ગાંધીનગર જેટલું..!! હાલ દેશના કેટલાક રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તેમાં પક્ષો, પરિવારો, નેતાઓ વચ્ચે જે ગળાડૂબ પ્રચાર થઈ રહ્યો છે તેના ઉપર કટાક્ષ કરતા પૂ. મોરારીબાપુએ કહ્યંુ કે આ ચૂંટણીમાં ધુરંધરો છે તેમાં એક બાપનું માનતો નથી, બીજો માંનું માનતા નથી અને ત્રીજો કોઈનુ માનતો નથી.
   પૂ. મોરારીબાપુના પિરાઈના દર્શન મુજબ ''રૂપ'' પીરની ઓળખ છે. એક વખત સરોજીની નાયડુએ ગાંધીજીને મજાકમાં પૂછ્યુ કે, બાપુ તમારી દૃષ્ટિએ રૂપાળુ કોણ છે? ગાંધીજી વિનોદી હતા, તેમણે જવાબ આપ્યો કે ''કસ્તુરબા'' સરોજીનીને આશ્ચર્ય થયુ, કસ્તુરબાને બાપુના જવાબની વાત કરી ત્યારે શરમાઈને કહ્યું કે રૂપ ઈશ્વરની દેન છે, રૂપ મારૂ નથી. જેનામાં આંતરબાહ્ય રૂપ હોય તે પીર છે.
   પૂ. મોરારીબાપુનું પ્રિય પાત્ર રૂખડ એક વિલક્ષણ વ્યકિત છે રખડતો સાધુ. રામને પણ રૂખડ કહેવાય. ઉંચી ભૂમિકાનું નામ રૂખડ છે અને ગુરૂના ચરણોમાં ધસાઈ ગયો હોય અને જીવનમાં નવી સુગંધ પ્રગટાવે તે સુખડ. લાઓસે રૂખડ અને કન્ફશિયસ સુખડ હતા, કાગલુખંડી રૂખડ હતા, રૂખડ, સુખડને પાંચ પ્રશ્નો પૂછે છે. આજનો સંવાદ પીરના લક્ષણોનો છે. રૂખડનો પહેલો પ્રશ્ન છે, પીર કોને સમજવો. તેના લક્ષણો શું છે. ૧ - ગમે તેવી પરિસ્થિતિ આવે પરંતુ જેના મુખનું રૂખ ન બદલે તે પીર હોય છે. તે ગાળો દેનારને પણ આવકારે છે. અપમાન કરે તેનું પણ સન્માન કરે છે. સદા પ્રસન્ન રહે તે પીર છે, કયારેય મનોભાવમાં પરિવર્તન આવતુ નથી. સાંજે ખબર પડે છે કે સવારે રામ રાજા બનવાના છે પણ એ જાણ્યા પછી રામના મુખારવિંદની એકપણ રેખાનું પરિવર્તન થતુ નથી, બીજા દિવસે સવારે ખબર પડે છે કે કૈકેયીના વચનને કારણે અયોધ્યાની રાજગાદી ભરતને મળે અને રામને ૧૪ વર્ષ માટે વનવાસમાં જવાનું, ત્યારે પણ રામના મુખારવિંદની એક પણ રેખામાં ફરક પડતો નથી. રૂખડ કક્ષાના બુદ્ધપુરૂષો રૂખ બદલે નહિં બુદ્ધ પુરૂષ સમસંવેદન અનુભવે છે ત્યારે તેની ચેતના કામ કરે છે. એક વાર રામકૃષ્ણ પરમહંસ નૌકામાં જતા હતા ત્યારે એક માણસ તેના શિષ્યોને ચાબુકથી મારે છે, ઠાકુર નૌકામાં ઉભા થઈને ''ના મારો''ની બુમો પાડે છે, મને ન મારો, બધાને આશ્ચર્ય થયું અને ઠાકુરની પીઠ ઉપરનું કપડુ ઉચકયુ તો બરડામાં પાછળના ભાગે ચાબુકના નિશાન હતા. આવા બુદ્ધપુરૂષો પીરાઈના પ્રતિકો છે, રામ પરમતત્વ, પીરાઈથી ભરેલ પીરોના પીર છે. ૨ - તુલસી કહે છે, જેનું જીવન કપાસના રૂ જેવુ હોય છે તે પીર છે. સાધુમાં કોઈ પ્રકારની વાસના કે આસશકિત નથી. કપાસનું ફુલ જેમાં રૂ છે પણ તેમાં રસ નથી, સાધુ એટલે રૂખડ, રૂખડ એટલે રૂ, સાધુ સફેદ છે. પીર એ છે જેનું જીવન શ્વેત છે. વસ્ત્રો લીલા હોય પણ વૃતિ શ્વેત હોય તેનું નામ પીર છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં કપાસનું વર્ણન છે. કપાસનું કુલ ગુણમય છે, ગુણાતિત છે - પીરનો પરિચય છે. કપાસના ફુલ જેવા  સાધુને પીર કહેવાય. સુખડની દૃષ્ટિએ પીરનું ત્રીજુ લક્ષણ ૩ - ''રૂપ'' જેનામાં આંતર - બ્રાહ્ય રૂપ હોય તે પીર છે. બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ, કૃષ્ણ, સ્વામી રામતીર્થ સુંદર બુદ્ધપુરૂષો હતા. પીર માત્ર રૂપાળા હોય છે. એક વખત સ્વામી રામતીર્થ લાહોરની એક હવેલીના એક દરવાજો ઉભેલી ગણિકાના રૂપને નિહાળે છે. જોવામાં તન્મય થયેલ સ્વામીને નર્તકી - ગણીકા જાગૃત કરે છે. ત્યારે સ્વામીજી કહે છે કે હું તારામાં ચિત્રકારને જોઉં છું આ છે પીરનું લક્ષણ. પીરનું ચોથુ લક્ષણ ૪ - મારા અને તમારા શરીર પર ઘા લાગ્યા હોય તેને રૂઝ આપે તે પીર છે, પીરનો પીર હનુમાન છે. લક્ષ્મણને ઘાની રૂઝ હનુમાની સંજીવનીથી આવી હતી. રૂઝ આવે, ઘાનું દુઃખ મટાડે તે પીર છે. પીરની પાંચમી ઓળખ : ૫ - જેનું રોજ નવું રૂપ હોય, નવી તાજગી હોય, રૂપાંતર હોય... રૂપાંતરિત થતો હોય તે પીર છે. શાસ્ત્રો, સિદ્ધાંતો સમયકાલ - સમયોચિત દર્શન બદલે છે. એટલે જ આ કથાનું નામ માનસ પીરાઈ રાખ્યુ છે. આમ શિષ્યથી પરાજીત થાય એમાં ગૌરવ માને, પોતાના શિષ્યને ગુરૂ માનીને સ્વીકારે એ પીર હોય છે. પૂ. મોરારીબાપુએ તેમની ''માનસ પિરાઈ'' રામકથાના સાત દિવસમાં વિવિધ માધ્યમોથી પીરનો વિસ્તૃત પરિચય - આદ્યાત્મિક અને દિવ્ય ઓળખ આપી છે. રામચરિત માનસ પીરાઈથી નીતરતો ગ્રંથ છે.
   પૂ. મોરારીબાપુ કથામાં અવાર નવાર માતૃભાષાને આદર આપવાની અને વ્યસન છોડવાની વાત કરે છે, માતૃભાષાનો અનાદર કરનાર માતૃભૂમિને ભારરૂપ છે. હાલની પ્રજા જો પોતાની માતૃભાષા માટે બેદરકાર રહેશે તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે, આપણા વ્યવહારોની સરળતા અને ઉચ્ચતા આપણી ભાષા દ્વારા જ થશે. સ્વભાષાના વિશાળ જ્ઞાનની અપેક્ષા વિદ્યાર્થીઓ અને તેઓના વાલીઓએ રાખવી જોઈએ - બીજી વાત આજે કેટલાય લોકો વ્યસન પાછળ પાગલ છે. તેઓને પરિવાર, સમય, શરીર, સંપતિ કે જવાબદારીનું ભાન રહેતુ નથી અને પરિવારને પાયમાલ કરે છે આવુ જ થવાનુ હોય તો આપણે જાતે જ વ્યસનને છોડી શા માટે સુખી ન થઈએ?
   માનસ પીરાઈની અમી વર્ષા

  •        પાત્ર મહત્વનું નથી, પાત્રમાં વસ્તુ છે તેનું મહત્વ છે.
  •        પાળીયાદ રામ ઉપાસનાની પાવન ભૂમિ છે.
  •        એક ભાષાએ બીજી ભાષાની નીંદા ન કરવી જોઈએ.
  •        ભાગવતનું કેન્દ્ર રાધિકા અને રામાયણનું કેન્દ્ર પાદુકા છે.
  •        પીરનું આસન સુખાસન - સહજાસન છે.
  •        મઠ અને પીઠ પ્રતિકો છે, પીરના તકિયા અલગ છે.
  •        ગમે તેવી પરિસ્થિતિમાં જેના મુખનું રૂખ ન બદલે તે પીર છે.
  •        અવતારો કરતા સદ્દગુરૂઓનો મહિમા વધારે છે.
  •        આ દેશ સદ્દગુરૂઓની શ્રદ્ધા પર જીવે છે સદ્દગુરૂ સાંપ્રદાયિક નથી હોતા.
  •        સાધનાનો કયારેય સસ્તી પ્રસિદ્ધિ માટે ઉપયોગ ન કરવો.
  •        બુદ્ધ પુરૂષને સમસંવેદન થાય છે ત્યારે તેની ચેતના કામ કરે છે.
  •        તુલસી કહે છે, જેનું જીવન કપાસના રૂ જેવું હોય છે તે પીર છે.
  •        વસ્ત્રો લીલા હોય પણ વૃતિ શ્વેત હોય તો તેનું નામ પીર છે.
  •        મારા અને તમારા શરીર પર ઘા લાગ્યા હોય તેને રૂઝ આપે તે પીર છે.
  •        અન્યની સંવેદના ઉપર દુઃખદ અવસર થાય એવું જીવાય નહિં.
  •        માનવ સમાજ અને સ્વજીવનમાં પરિવર્તન લાવવાની સમજણ હોય તે પીર છે.
  •        પાદુકા પવિત્ર પ્રવાહી પરંપરા છે. બુદ્ધ પુરૂષની પાદુકા આજે પણ રક્ષા કરે છે.
  •        ઉપેક્ષિતોનો આદર કરવાવાળા સંતો, મહંતો પીર છે.
  •        જીવનમાં પરિવર્તન લાવવાની સમજણ હોય તે પીર છે.
  •        નાની ચીજો વડે જ મોટી ચીજો સ્થાપિત થાય છે.

   -: કથા દોહન :-
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર


_________________________________________________________________________________

રવિવાર, ૦૯-૦૨-૨૦૧૭
ભગવાન રામ પીર છે, પીરોના પીર છે તો જાનકી પીરાઈ છે, પીરાઈની પીરાઈ છે.

રામ અને જાનકી શબ્દ અને અર્થ સમાન, જલ અને તરંગ સમાન, શ્લોક અને ચોપાઈ સમાન છે.

શ્લોક અવકાશમાંથી ઊતરે છે તો ચોપાઈ ધરતીમાંથી ઊતરે છે. રામ શ્લોક છે, જાનકી ચોપાઈ છે.

જાનકી એટલે પવિત્રાઈ, અખિલાઈ, ચરિત્રાઈ, ચરિત્ર, પવિત્રતા, બધાનો સમાવેશ, ધરતી જેવી ધીરજ, નમ્રતા, વિનમ્રતા.

રામે જાનકીને પ્રાપ્ત કરતાં પહેલાં પાંચ કાર્યો કર્યાં છે.

આવાં પાંચ કાર્યો કરવાથી સાચા પીર બની શકાય.


તાડકાને દિવ્ય ગતિ

રામ તાડકાને દિવ્ય ગતિ આપે છે.

તાડકા એટલે દુરાશા, આપણી ખરાબ આશાઓ, ઈચ્છાઓ, બીજાને નુકશાન થાય તેવી ઈચ્છાઓ.

જે આપણી દુરાશાને મારે તે પીર બની શકે.

चले जात मुनि दीन्हि देखाई। 

सुनि ताड़का क्रोध करि धाई॥

एकहिं बान प्रान हरि लीन्हा। 

दीन जानि तेहि निज पद दीन्हा॥

मार्ग में चले जाते हुए मुनि ने ताड़का को दिखलाया। शब्द सुनते ही वह क्रोध करके दौड़ी। श्री रामजी ने एक ही बाण से उसके प्राण हर लिए और दीन जानकर उसको निजपद (अपना दिव्य स्वरूप) दिया॥


અહલ્યા ઉદ્ધાર

જે અહલ્યાને - પતીતને બેઠા કરે, સ્વીકારે તેને પીરાઈ પ્રાપ્ત થાય.

પાપની ઉપેક્ષા કરો પણ પાપીને સ્વીકારો.

સુધારવાનું છોડી સ્વીકારવાનું શરૂં કરો.

एहि भाँति सिधारी गौतम नारी बार बार हरि चरन परी।

जो अति मन भावा सो बरु पावा गै पति लोक अनंद भरी॥

इस प्रकार (स्तुति करती हुई) बार-बार भगवान के चरणों में गिरकर, जो मन को बहुत ही अच्छा लगा, उस वर को पाकर गौतम की स्त्री अहल्या आनंद में भरी हुई पतिलोक को चली गई॥


ધનુષ્ય ભંગ

જે અહંકારને જીતે તે પીરાઈ પ્રાપ્ત કરી શકે.

જેને માયાનો અહંકાર ન આવે તે પીરાઈ પ્રાપ્ત કરી શકે.

ઉપર દર્શાવેલ ૧ અને ૨ મુજબનાં કાર્યો કર્યા પછી જેને અહંકાર ન આવે તે પીરાઈ પ્રાપ્ત કરી શકે.


પરશુરામને અવકાશ

જે શીલથી ક્રોધને જીતે તે પીરાઈ પ્રાપ્ત કરી શકે.

શીલથી ક્રોધ બોધ કરવા નીકળી પડે.


આ પ્રમાણેનાં કાર્યો કર્યા પછી કોઈ વિદેહ આમંત્રણ આપી પીરાઈ પ્રાપ્ત કરવાનું કહેણ કરશે.
_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of Divya Bhaskar daily.

ભગવાન રામ પીરોના પીર છે અને જાનકી પીરાઇ છે : પૂ.બાપુ
Read the article at its source link.


બોટાદ:  સૌરાષ્ટ્રની જગવિખ્યાત વિસામણબાપુની જગ્યા પાળીયાદમાં રઘુનાથ ગાથાની પૂર્ણાહૂતિના દિવસે કથા પ્રારંભે મોરારીબાપુએ જણાવેલ કે, કોઇપણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ હોય તેને સામાન્ય નાનો માણસ મળી શકતો નથી. ત્યારે એવા સમયે શ્રૈષ્ઠોએ સામેથી તેની પાસે મળવા જવુ જોઇએ જીવ પોતાની આંખથી જગતને જોવાની કોશિષ કરે છે. ત્યારે તે ભુલો પડે છે એટલે કોઇ બુદ્ધ પુરૂષની આંખોથી જગતને નિહાળવાની ટેવ પાડવી રામાયણ કહે છે.

રામ અને જાનકી પીર અને પીરાઇ છે. આ બન્ને વચ્ચે જલતરંગ જેવો સંબંધ છે. આ બન્ને વચ્ચે જલતરંગ જેવો સંબંધ છે. આ બન્ને અલગ હોય તો એ માત્ર અર્થ છે. એમાં પ્રાણ નથી.
રામ શ્લોક છે તો સીતાજી ચોપાઇ છે. શ્લોક આકાશમાંથી ઉતરે છે. અને ચોપાઇ ધરતીમાંથી પ્રગટે છે. જાનકી પીરાઇની પીરાઇ છે. તેના પાંચ લક્ષણ છે જાનકી એટલે પવિત્રાઇ, ચરિત્રાઇ, ધરીત્રાઇ, અખિલાઇ અને નમ્રતાઇ નવસો નવાણુ નીંદાની નદી આવે અને સાધુની શિલવૃતિમાં સમાઇ જાય. તેને પીરાઇ કહેવાય. એટલે સીતાજી પીરાઇ છે. અને આ પીરાઇને પામવા માટે રામે (પીરે) પાંચ કામ કરવા પડે છે. જેને પંચકર્મ કહે છે.

પીર કૃત્ય કહે છે. પહેલુ કાર્ય તાડકાવધ. તાડકા એટલે દુરાશા આપણામાં રહેલી ખરાબ દુરાશા ઇચ્છાઓનો નાશ કરે એ પિરાઇને પાત્ર છે. બીજુ અહલ્યાનો ઉદ્ધાર કર્યોે. કોઇ પતિતને હું અને તમે બેઠા કરીશુ. અને તેને સ્વીકારશુ ત્યારે પીરાઇ મળશે. ઉપેક્ષા પાપની કરો પાપીની નહિ ત્રીજુ ધનુષ્યભંગ અહંકારનો નાશ કરે અહંકાર તુટે તો પીરાઇ મળે શિવનુ ધનુષ્ય અહંકારનુ પ્રતિક છે. જે ધનુષ્ય રામે તોડયુ ચોથુ પરશુરામને અવકાશ પરશુરામ એ ક્રોધ છે. કોઇ શિલ દ્વારા ક્રોધને બોધમાં પલટી નાખે તેને પીરાઇ વરમાળા પહેરાવે છે. આવા ચાર પાંચ કાર્ય કર્યા પછી કોઇ વૈદેહીના ઘરેથી મહાપુરૂષના ઘરેથી આમંત્રણ મળશે આવો પીરાઇ લઇ જાઓ. પછી જનક રાજા સીતાજીને રામ સાથે પછી જનક રાજા સીતાજીને રામ સાથે પરણાવે છે. આમ પતીતનો સ્વીકાર. આમ આજની પુર્ણાહૂતિના સમયે વિશાળ સંખ્યામાં શ્રોતાઓ સહિત સંતો મહંતો વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પરમાર્થમાં પ્રેમ કુરબાન થતો હોય છે
સાધક ખરાબ આશાઓને ઇચ્છાઓને છોડશે અહંકારને તોડશે. ક્રોધને હરાવશે તેની સાથે પીરાઇને વરાવશે. આમ રામ પરમાર્થ છે. અને ભરત પ્રેમ છે. બન્ને પક્ષમાં હંમેશા પરમાર્થમાં પ્રેમ કુરબાન થતો હોય છે. શાસ્ત્રનો નિચોડ રામનુ સ્મરણ કરો તેનુ ગાન કરો અને શ્રવણ કરો કારણ કે સ્મરણ સત્ય છે. ગાયન પ્રેમ છે. અને શ્રવણ એ કરૂણા છે.


_________________________________________________________________________________
The article displayed below is with the courtesy of http://www.akilanews.com/

ભરત પદનો નહિં, પાદુકાનો માણસ છે, છાતી માપવાનું બંધ કરો, હૈયુ માપો : મોરારીબાપુ



૨૧મી સદીમાં આપણે રામની પીરાઈને અનુસરવુ પડશે : પાળીયાદની રામકથામાં બાપુની તુલસીવાણીઃ રામકથા સુંદર જીંદગીની ખોજ છે, માનવીની મહેચ્છાઓ પૂર્ણ કરે છે : પદયાત્રાનો આદિ આદર્શ ભગવાન રામ છે : ભગવાન રામાવતારમાં હનુમાનજીના અને કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણી રહ્યા છે

રાજકોટ, તા. ૬ : લાખો લોકોની શ્રદ્ધા - આસ્થાનું કેન્દ્ર, સૌરાષ્ટ્રની પ્રાચીન અને પાવન દેહાણ જગ્યા, વિસામણ બાપુની જગ્યામાં ૨૮ જાન્યુઆરી - ૨૦૧૭ના રોજ શરૂ થયેલ છે. પૂ. મોરારીબાપુની રામકથાને ગઈકાલ રવિવારે વિરામ અપાયો છે. પૂ. વિહળાનાથ મહારાજના આ તીર્થધામ ખાતે યોજાયેલ આ કથાનું કેન્દ્રવર્તી દર્શન ''માનસ પીરાઈ''ની આસપાસ રહ્યું હતું. પૂ. મોરારીબાપુએ કથાના ૯ દિવસ દરમિયાન રામચરિત માનસના ઉત્તરકાંડ અને અયોધ્યાકાંડની બે પંકિતઓ - ચોપાઈઓને કેન્દ્રમાં રાખીને પૂ. તુલસીદાસની અનુભૂતિઓનો શ્રોતાઓ સમક્ષ આધ્યાત્મિક સંવાદ કર્યો હતો.
   ''માનસ પિરાઈ'' વિષયને કેન્દ્રમાં રાખીને વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ શ્રોતાઓ સાથે સંવાદ કરતા કહ્યું કે સુગ્રીવ, વાંદર - રીંછ, લક્ષ્મણ, ભરત અને જાનકી - માતા સીતા... આ પાંચ રામાયણના પ્રાણ છે. આ પાંચ પ્રાણની રક્ષા કરે તેને પીર જાણવો, જયારે આ પાંચેય પ્રાણ છોડવાની તૈયારીમાં હતા ત્યારે તેઓને પીરોના પીર હનુમાને બચાવ્યા હતા. ભગવાન રામના ૧૪ વર્ષના વનવાસનો એક દિવસ બાકી હતો ત્યારે અયોધ્યામાં ભરત પ્રાણ છોડવાની પીરસ્થિતિમાં હતા ત્યારે હનુમાને ભરતના પ્રાણ બચાવ્યા હતા. લંકાના અશોક વનમાં ભગવાન રામની પ્રતિક્ષા કરતા સીતા માતાએ પ્રાણ છોડવાનો નિર્ણય કર્યો ત્યારે હનુમાને રામની મુદ્રિકા ફેંકીને જાનકીને બચાવી હતી, લક્ષ્મણ લંકાયુદ્ધમાં ગંભીર રીતે ઘવાયા ત્યારે રાતોરાત સંજીવની લાવીને હનુમાને જ બચાવ્યા હતા, વાલીના ત્રાસથી દૂર નિવાસ કરતા સુગ્રીવને બચાવવા રામ સાથે સમજાવટથી હનુમાને જ પરિસ્થિતિને થાળે પાડી હતી. લંકા પ્રયાણ સમયે વિકટ સંજોગોમાં વાનર - રીંછોને હનુમાને જ હિંમત આપીને પ્રાણ બચાવ્યા હતા. કોઈના પ્રાણ છૂટવાની અંતિમ ક્ષણોમાં જયારે મૂંછોવાળા ભાગી જાય છે ત્યારે પૂંછોવાળા બચાવે છે, હનુમાન આવા પરમ પીર છે.
   સત્ય, પ્રેમ અને કરૂણા પીર છે. આ પીરાઈ તત્વોનું માનવ જીવનમાં શું સ્થાન છે તેની સમજ આપતા પૂ. મોરારીબાપુએ કહ્યું કે સત્ય વ્યકિતના સ્વયંના માટે છે, પ્રેમ પરસ્પર એકબીજા માટે છે અને કરૂણા બધા માટે છે. કરૂણા, જેનામાં રામત્વ છે. એવા યોગીના હૃદયની નીપજ છે. પૂ. બાપુએ વર્તમાનકાલીન સત્યની પરીભાષાને સંદર્ભ જોડતા ઉમેર્યુ કે આજકાલ કેટલાક કહેવાતા મહાનુભાવો સત્યમાં જીવે છે, સત્ય બોલે છે, સત્ય આચરે છે, પરંતુ બીજાનું સત્ય સ્વીકારતા નથી. ઈર્ષા અને દંભના પ્રદૂષિત વાતાવરણમાં સત્ય ગુંગળાઈ રહ્યું છે, ત્યારે વ્યાસપીઠેથી બાપુએ સત્યતત્વનો સંક્ષિપ્ત સંદેશો આપતા જણાવ્યું કે સત્યની નજીક જીવો, બીજાનું સત્ય સ્વીકારો, બીજાના તત્વને પોષો. બુદ્ધનું સત્ય જૈનવિચારનું સત્ય છે. ઋષિ વિશ્વામિત્રની યજ્ઞ સાધનામાં જયારે અસૂરો વિક્ષેપ કરતા હતા ત્યારે યજ્ઞની રક્ષા કરવા માટે અયોધ્યાપતિ દશરથ પાસે તેના બે પુત્રોની માંગણી કરી પણ દશરથ સંમત થયા નહિં, ધન - ખજાનો આપુ પણ રામ ન આપુ ત્યારે ગુરૂ વશિષ્ટ દશરથને સમજાવે છે કે આ બે બાળકો વિશ્વના છે. વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ દર્શન શાસ્ત્રી ખલીલ જિબ્રાનના વિધાનનો સંદર્ભ ટાંકીને શ્રોતાઓને સંદેશો આપતા કહ્યું કે, ''તમારા બાળકો તે તમારા બાળકો નથી, તે તમારા દ્વારા આવે છે તે હકીકત છે પરંતુ તે તમારા માંહેના નથી, તમારી સોડમાં રહે છે છતાં તમારા નથી. તમે એમને પ્રેમ ભલે આપો, પરંતુ તમારા વિચારો આપશો નહીં. તેમના દેહને તમે રહેઠાણ આપજો, પરંતુ તેમના આત્માને નહીં, કારણ કે તેમના આત્મા તો ભાવિના ઘરોમાં નિવાસ કરે છે. જેની તમે સપનામાં પણ ઝાંખી કરી શકવાના નથી. તમે તેમના જેવા થવા પ્રયત્ન કરજો, પરંતુ તેમને તમારા જેવા બનાવવા મથશો નહીં, કારણ કે જીવન કયારેય પાછળ ગતિ કરતુ નથી કે ભૂતકાળ જોડે રોકાઈ રહેતુ નથી.
   રામકથાના અંતિમ ચરણોમાં પૂ. મોરારીબાપુએ બાલકાન્ડથી લંકાકાન્ડ સુધીનું સંક્ષિપ્ત દર્શન કરાવ્યું. બાલકાંડની કથાયાત્રાને આગળ વધારતા કહ્યું કે જનકપુર પધારેલા રામ - લક્ષ્મણ ગુરૂ માટે પુષ્પો લેવા જનકપુરની ખૂબસુરત પુષ્પવાટીકામાં આવે છે. અહીં સ્ત્રીઓ સિવાય કોઈને પ્રવેશ નથી છતાં બાગનો માળી બંને સુંદર રાજકુમારોને આવકાર આપે છે. બંને કુમારો બાગનું અનુપમ સૌંદર્ય જોતાં બાગમાં ફરતા હતા, દરમિયાન માં જાનકી ગૌરી પૂજન માટે માતાજીના મંદિરમાં આવે છે, મંદિરમાં જાનકીએ કરેલ સ્તુતિનો રામાયણમાં ઉલ્લેખ છે. પૂ. મોરારીબાપુએ કહ્યું કે આજની કુમારીકાઓ ગૌરી સ્તુતિ કરશે તો મનોવાંછિત પતિ મળશે. જાનકી પીરાઈનો આદર્શ છે. જાનકી એટલે પવિત્રાઈ, ચરિત્રાઈ, અખિલાઈ, નમ્રતાઈ અને ધરીતરાઈ.
   કથાના નવમા દિવસે વ્યાસપીઠેથી પૂ. મોરારીબાપુએ અયોધ્યાકાંડ અને અરણ્યકાંડના કેટલાક પ્રસંગોનો આધ્યાત્મિક સત્સંગ આગળ વધારતા કહ્યું કે ભગવાન રામે ભરતને કરૂણાનિધાની ચરણપીઠ - પાદુકા સોંપી ત્યારે ભરતને એ આનંદ થયો કે આ ચરણ પાદુકા નથી, પ્રત્યક્ષ સીતારામ છે. હું એકલો નથી, મારી સાથે રામ છે. રામજીએ આ પાદુકા અયોધ્યાની પ્રજાના પ્રાણની રક્ષા માટે રક્ષકના રૂપમાં બે પાદુકા આપી છે. ભરતે તેનું દાયીત્વ નિભાવ્યું. ૧૪ વર્ષ સુધી અયોધ્યામાં કોઈનું મૃત્યુ ન થયું, આ માત્ર ત્રેતાયુગનું સત્ય નથી, હર યુગનંુ સત્ય છે. કોઈપણ બુદ્ધપુરૂષની પાદુકા આજે પણ રક્ષા કરી શકે છે. ભગવાન કૃષ્ણએ દ્વારિકાનો ઉપસંહાર કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેમણે ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ ! તારાથી આ ઉપસંહાર જોવાશે નહીં, હવે તું બદ્રિકાશ્રમમાં જઈને રહે. તારે એકલાને જ જવું પડશે, ચૈતન્યરૂપે હું તારી સાથે છું, ત્યારે ઉદ્ધવે પ્રાર્થના કરી કે મને કોઈ એવો આધાર આપો જેમાં હું આપની ભાવના કરૂ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવને પોતાની ચરણપાદુકા આપી હતી. એ પ્રમાણે અર્જુન પણ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં બેસીને જ મહાભારતનું યુદ્ધ જીત્યો હતો. પાદુકા પવિત્ર પરંપરા છે.
   પૂ. મોરારીબાપુએ કરૂણાનિધાનની પાદુકાના દર્શનને સરળભાષામાં સમજાવતા કરૂણાનિધાનની પીરાઈના દર્શન કરાવતા કહ્યું કે આપણે સ્મરણ ન કરીએ છતાં જે આપણું સ્મરણ કરે તે કરૂણાનિધાન છે. જે બુદ્ધપુરૂષ, સદ્દગુરૂ આપણું સ્મરણ કરે તે કરૂણાનિધાન જ હશે. માયાવી જગતના માનવી ખ્વાબમાં જીવે છે, નજીક છે તે સાચુ નથી લાગતુ અને દૂરનું સિદ્ધ થતુ નથી. કરૂણાનિધાન આપવાનુ જાણે છે. લેવાનુ જાણતા નથી. આ છે કરૂણાનિધાનની માનસિકતા. ખુદને ખબર નથી કે મારામાં કરૂણા છે. સમુદ્રને ખબર નથી કે મારી ગહેરાઈ કેટલી છે, આસમાનને ખબર નથી કે તારાઓ કેટલા છે. ગંગાને તેની પવિત્રતાની ખબર નથી, વ્યાસપીઠને તેની વિશાળતાની ખબર નથી, શરીરને ખબર નથી કે મારામાં ઉર્જા કેટલી છે અને ચંદ્રને ખ્યાલ નથી કે મારી શિતળતા કેટલી છે. અન્યને આપવાનું જ જાણતા પીરોને તેની પીરાઈની ખબર હોતી નથી. અરણ્યકાંડ માનવીને નિર્વાસનાનો ઉપદેશાત્મક સંદેશો આપે છે, સુર્પખાં વાસના અને અસ્થિરતાનું પ્રતિક છે, શબરી ઉપાસના અને અનન્ય ભકિતનો આદર્શ છે. રામ જ્યારે શબરીના આશ્રમે આવ્યા ત્યારે આશ્રમના પ્રાંગણમાં કયારેય ન સુકાનારા રંગબેરંગી સુંદર અને સુગંધી ફુલો ખીલેલાં હતાં, તે જોઇને રામે શબરીને પૂછ્યું, 'મેં કહી નહિ જોયેલાં આ ફૂલછોડ કયા છે? કોણે ઉગાડ્યા? ત્યારે શબરીએ જવાબ આપ્યો કે,' એક દિવસ માતંગ ઋષિ આશ્રમના બાળકોને લઇને જંગલમાં લાકડા કાપવા ગયા હતાં, આવ્યા ત્યારે તેમના માથા ઉપર લાકડાનો ભારો હતો અને શરીરમાંથી પરસેવો ટપકી રહ્યો હતો. આશ્રમના પ્રાંગણમાં જ્યાં જ્યાં બૂંદો ટપકયાં ત્યાં ત્યાં બીજે દિવસે સવારે ફૂલો ખીલી ઉઠ્યા. શ્રમના મહિમાનું આવી ભાવના અને સહૃદયતા ભરેલું વર્ણન વિશ્વના સાહિત્યમાં બીજે ભાગ્યે જ જોવા મળે છે.
   રામચરિત માનસના અરણ્યકાંડમાં આવું જ એક દિવ્ય દ્રષ્ટાંત છે. ઋષિ અત્રી અને અનસુયાનું દાંપત્ય જીવન ભારતીય સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. એક વખત અત્રિમુનીએ સમાધિમાંથી બહાર આવીને પત્ની પાસે પાણી માંગ્યું. કયાંય પાણી ન મળ્યું એટલે અનસુયા ગભરાય ગયા. બીજી જ ક્ષણે પ્રાર્થના કરી કે, મેં આજીવન પતિવ્રતનું પાલન કર્યુ હોય તો ર્માં ધરતી મને પાણી આપો ત્યારે મંદાકીની ગંગા તેના ફળીયામાં પ્રગટ થયા હતા, પતિવ્રતા સ્ત્રીનો આવો પ્રભાવ હોય છે.
   રામાયણમાં ભરતનું ચરિત્ર માનવ સમાજને યુગેયુગે માર્ગદર્શક અને પ્રેરક બન્યું છે, ભયાના દિવ્ય ગુણોનું નિરૂપણ કરતાં પૂ. બાપુએ કહ્યું કે બળ, શીલ, ગુણ અને ભજન હોય એવી વ્યકિતનો મહિમા ગવાય છે. ગ્રંથો જેનું ગાન કરે છે તે ચતુષ્પાદ મહિમા ભરતમાં છે. આ ચાર ગુણો ઘણી વ્યકિતઓમાં હોય છે પણ તેને પ્રમાણિત કરનાર કોણ ? ભરતના આ તત્વોને હનુમાન વખાણે છે. હનુમાન તમામ ગુણોના ભંડાર છે તેમનું પ્રમાણ વિધાન ભરતના મીહમાને પુષ્ટિ કરે છે. રામની પ્રતિજ્ઞામાં ભરત નંદીગ્રામ ખાતે ગુફામાં બેઠા છે, રામની પાદુકાનું પૂજન કરે છે, વિશ્વનાતમામ ધર્મની વિચારધારાઓનો ભરતચરિતમાં સમન્વય છે. ભરત ભાઇના પ્રેમનો આદર્શ છે, ભાતૃભાવનો આદર્શ છે. ભાઇચારો ઇસ્લામ ધર્મની સાધના પધ્ધતી છે. ઇસાઇનો સેવા પ્રેમ ભરતે જનજનની સેવા કરી છે, ભરત પ્રેમની મૂર્તિ છે, બૌધ્ધધર્મની કરૂણા ભરતમાં છે, સાધુના કારૂણ્યનું ભરતમાં દર્શન થાય છે. મહાવીરના ધર્મની અહિંસાની ભરતનું ફણા વગરનું બાણ સાક્ષી પૂરે છે, શિખ ધર્મની નિષ્ઠા ભરતમાં હતી, આ ધર્મના અનુયાયીઓ જેમ ગ્રંથ સાહેબ સન્મુખ બેસીેને આંસુ પાડે છ તેમ શ્રી રામની મનોમૂર્તિ સમક્ષ ભરત પણ અનેક વખત રડી પડયા છે, વેદના અનુભવી છે. પારસી લોકો એકબીજામાં દુધ સાકરની જેમ ભળી જાય તેમ ભરત પણ બધાને પ્રાણપ્રિય જ લાગે, આમ તમામ ધર્મની વિચારધારા ભરતમાં હતી.
   કથા વિરામ પૂર્વે પૂ. મોરારીબાપુએ શ્રોતા સમુદાયને ગંભીર ભાવે કહ્યું કે, માનસ એક એવો ગ્રંથ છે, જેના પ્રસંગોને પંકિતઓને શબ્દોમાં પૂરા કરવા કઠીન છે. નિરંતર ગવાતી, અવિનાશી અને અખંડ કવિતા એટલે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ, આ ગ્રંથ ધર્મકાવ્ય છે, માનવીની તમામ સમસ્યાઓનો તેમાં ઉકેલ છે. આ માત્ર ધર્મગ્રંથ નથી, દુનિયાના તમામ લોકો માટે તત્વજ્ઞાનનો અમુલ્ય ગ્રંથ છે. અનાસકિતપૂર્વક જીવનના તમામ કાર્યો કરીને જ ગ્રંથને આત્મસાત કરી શકાય છે.
   તુલસીની દિવ્ય રચના રામચરિત માનસમાં નિર્વાણ, મોક્ષ મુકિત અને પરમપદના દર્શનો રજુ કર્યા છે, બીજમંત્ર એટલે રામ જ નહિ પર઼તુ તમને જેમાં શ્રધ્ધા હોય તે ભજો. પ્રવર્તમાન કલીકાળમાં ભકિત હરિભજનનું સુલભ માધ્યમ છે, માટે બાપ...ભાવે, કુભાવે આપના ઇષ્ટદેવનું ભજન કરો. ભકિતમાં ચમત્કારીક તાકાત છે. પાળીયાદ ખાતેની કથાની ગઇકાલે પુર્ણાહુતીમાં પૂ. મોરારીબાપુએ સમુહ શિવસ્તુતિ ગાઇને રામ સત્યાવતાર, કૃષ્ણ પ્રમાવતાર અને મહાદેવ શિવ કરૂણાવતાર છે તેમ કહીને કથા વિસમાણ બાપુની જગ્યાના બ્રહ્મકાલીન સંત, પીરાઇનો તેજપૂંજ એવા પૂ. વિહળાનાથ મહારાજના ચરણોમાં અર્પણ કરી.
   રામકથાના પ્રેરક વિધાનો
  •     શાસ્રો સિદ્ધાંતો આપે છે, સંતોષ નથી આપતા
  •     વર્ણ સંસ્કાર નથી, વિચાર છે
  •     આ દેશની માતાઓને કારણે જ આપણે મહાન છીએ
  •     છાતી માપવાનું બંધ કરો, હૈયુ માપો
  •     વ્યસનો ખાનદાની નથી, ખુંવારી છે
  •     પદયાત્રાનો આદિ આદર્શન ભગવાન રામ છે
  •     આ દેશના સાધુએ રાજા પાસે કયારેય સંપતિ નહી, રાષ્ટ્રની રક્ષા માટે સંતતિ માગી છે
  •     રઘુવંશીઓના શબ્દકોષમાં ''ના'' શબ્દ નથી
  •     ભગવાન રામાવતારમાં હનુમાનજીના અને કૃષ્ણાવતારમાં ગોપીઓના ઋણી રહ્યા છે
  •     તમે ખુદને ધારો છો, તે તમે નથી
  •     તમામ ચીજોનું જન્મસ્થાન મન છે, સ્થિતપ્રજ્ઞ મન સામે બ્રહ્માંડ પણ ઝૂકે છે
  •     મોટા માણસોને નાના માણસ મળી  શકે નહિ ત્યારે શ્રેષ્ઠિઓએ માધ્યમ બનવું જોઇએ
  •     પાપીની નહિં, પાપની ઉપેક્ષા કરો
  •     ભરત સતાનો નહિત, સતનો... પદનો નહિ પાદુકાનો માણસ છે
  •     જે ઘરમાં અયોધ્યાકાંડનો આદર્શ હશે ત્યાં સુંદરકાંડની મુલ્યનિષ્ઠા હશે
  •     રામપીર છે, જાનકી પરાઇ છે
  •     ૨૧મી સદીમાં રામની પીરાઇને અનુસરવું પડશે રામાયણના દરેક કાંડમાં પીરાઇના દર્શન થાય છે 
              સત્ય, પ્રેમ, કરૂણા પીરતત્વો છે.

   -: કથા દોહન :-
   ભરતભાઇ પટેલ
   મો.૯૮ર૪ર ૪૬૦૦ર

_________________________________________________________________________________