Translate

Search This Blog

Sunday, February 5, 2017

‘રામાયણ’ બારમાસી આંબો છે આ આંબાને વેડવો પડતો નથી

‘રામાયણ’ બારમાસી આંબો છે આ આંબાને વેડવો પડતો નથી



  • ત્રેતાયુગ આપણે ત્યાં શાસ્ત્રીય યજ્ઞ માટેનો યુગ છે અને ભગવાન રામ યજ્ઞકુંડની પ્રસાદીમાંથી પ્રગટવાના છે, એટલા માટે પ્રભુના અવતારનો યુગ ત્રેતા પસંદ થયો છે. 
  • એનાં કાંડ તો ત્રણ જ છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ અને ભક્તિકાંડ. એ પણ ત્રણનો અંક સૂચવે છે એટલા માટે ભગવાન રાજા ત્રેતાયુગમાં આવ્યા.
  • ત્રીજું કારણ એ પણ છે કે ભગવાનને અસુરને નિર્વાણ આપવું હતું એ એક, દૈવી સમાજને સ્થાપિત કરવો હતો, વેદશાસ્ત્રનો સેતુ અખંડ રાખવો હતો અને સાધુઓનું પરિત્રાણ કરવું હતું - આ ત્રણ કારણો પ્રધાન હતાં. માટે ભગવાન ત્રણની સંખ્યા તરફ સંકેત કરતા ત્રેતાયુગમાં પ્રગટે છે. 
  • ભગવાને પૃથ્વીનામક ગ્રહ પર જન્મ લીધો એનું કારણ વધારે ને વધારે અકળામણ પૃથ્વીને થઇ છે દુરાચાર લોકોથી. પૃથ્વીનું એક રૂપ ગાય છે. અને ભગવાન એ પૃથ્વી ઉપર એટલા માટે અવતર્યા છે કે પૃથ્વીને પીડા થઇ હતી.
  • ડોંગરેબાપા પણ કહેતા કે અવધનો અર્થ થાય, જ્યાં કોઇનો વધ ન થાય. એટલે કે જે ભૂમિ પર, જે દેશમાં કોઇનો વધ નથી, કોઇ વેર નથી, કોઇ સંઘર્ષ નથી, યુદ્ધ નથી. એટલે અયોધ્યામાં ઇશ્વર આવ્યા.
  • મહિના તો બાર છે, પણ ચૈત્ર શું કામ પસંદ કર્યો? ‘રામચરિત માનસ’માં બારેય મહિના તમને મળશે પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ. મધુમાસ એટલે ચૈત્રમાસ.
  • તુલસીદાસજી લખે છે ‘જે શ્રદ્ધા સંબલ રહિત નહિં સંતન્હ કર સાથ.’ 
  • તમને કોઇ સાધુડાનો સંગ હોય એ જ આનું મૂલ્ય. મારી તુલસીની આ આંબાવાડીને પાણી પાવું પડતું નથી, એ એક જ પાણી માંગે છે. ક્યારેક ક્યારેક રામકથા કહેતાં કહેતાં આંખમાંથી આંસુડાં પડી જાય! માણસના જીવનમાં તેજની જરૂર છે અને આંખમાં ભેજની જરૂર છે. અને આના પૂજાપાઠ માટે કંઇ નહીં કરવાનું. કેવળ પ્રેમ. એવો આ આંબો છે. આને હું આંબો કહું છું, ક્યારેક કામદુર્ગા ગાય કહું છું.
  • નવમી તિથિ પસંદ કરી. નવમી તિથિ એટલા માટે કે આપણે બધા જ જાણીએ છીએ કે નવનો આંકડો છેલ્લો છે. રામ પૂર્ણ પરમાત્મા છે અને નવમીએ આવ્યા. નવમી તિથિ રિક્તતિથિ કહેવાય.
  • ‘મંગલ ભવન અમંગલહારી’, આ મંગલમૂરતિ મારુતનંદનને યાદ કરો એટલે મંગળનો ગ્રહ, ‘બુદ્ધિમતામ્ વરિષ્ઠમ્’ને યાદ કરો એટલે બુધનો ગ્રહ, ‘બંદઉ ગુરુપદ પદુમ પરાગા’ એટલે ગુરુનો ગ્રહ અને હનુમાનજીને યાદ કરો તો શુક્રનો ગ્રહ અને શનિશ્વરને યાદ કરો તો શનિનો ગ્રહ, સૂર્યની ઉપાસના કરો તો સૂર્યનો ગ્રહ, ચંદ્રની ઉપાસના કરો તો ચંદ્રનો ગ્રહ.
  • ડરાવે એ ધર્મ નહીં, નિર્ભય બનાવે એ ધર્મ. 
  • રામ બપોરે જન્મ્યા. બપોરનો સમય એવો છે કે બહુ તડકોય ન હોય અને બહુ ઠંડીય ન હોય. બીજો ફાયદો એ છે, રામ બપોરે જન્મ્યા કારણ કે માણસ લગભગ બપોરે જમી થોડીવાર આડો પડતો હોય છે, એટલે પ્રભુનું આગમન માણસને તૃપ્ત કરીને વિશ્રામ આપવાનો કાળ એ રામનું આગમન છે. અને મંગળવારે પ્રભુ પ્રગટ્યા. મંગળવાર કારણ કે ભગવાન રામ પોતે ‘મંગલભવન’ છે. આવાં ઘણાં કારણો સંતો બતાવે છે.

(સંકલન : નીતિન વડગામા)


Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment