Translate

Search This Blog

Sunday, March 26, 2017

સાધુ એ કોઈ વર્ણ નથી

સાધુ એ કોઈ વર્ણ નથી


  • સાધુ એ કોઈ વર્ણ નથી. 
  • એને અક્ષરમાં લાવી ન શકાય. એ કંઈક જુદું જ તત્ત્વ છે. સાધુ એ કોઈ વર્ણ નથી. સાધુ કોઈ વર્ણ, જાતિ કે જ્ઞાતિ નથી. ‘રામચરિત માનસ’ના આધારે સાધુ, સમાજ છે. ‘સાધુસમાજ પ્રયાગ’ એમ કહેવાયું છે. સાધુતાનું શરીર તો ગુરુના ગર્ભમાં જ પાકે. 
  • ‘ગુરુ! તારા ત્રણ ગર્ભ કે એટલે કે અમારા છોકરાને તારા નયનમાં, તારા મનમાં અને તારા તનની આજુબાજુ રાખજે.’ નેત્ર એ સદ્દગુરુનો ગર્ભ છે.
  • ગુરુ બાળકને એની નજરમાં રાખે છે, એના નેત્રમાં રાખે છે. ગુરુ એ છે જે આશ્રિતને પોતાના મનમાં રાખે અને એ જ્યાં હોય એની આજુબાજુ રહીને કવચ બને છે. 
  • એટલે સાંસારિક ગર્ભમાંથી તો આપણું એક પાંચ ભૌતિક શરીર બંધાતું હોય છે, પણ ગુરુના ગર્ભમાંથી આપણે સાધુતાનું એક નવું રૂપ લઈએ છીએ. બધા જ મહાપુરુષો એના ગુરુના કોઠામાંથી નીકળ્યા છે. ગુરુનો ગર્ભ મૂળ સ્વભાવને જુદી રીતે દીક્ષિત કરી નાખે છે.
  • તેઓ સમાજને સુધારવા નહોતા નીક‌ળ્યા, સમાજને સ્વીકારવા નીકળ્યા હતા અને જેણે સમાજને સ્વીકાર્યો, એણે અડધો સુધારી નાખ્યો. સાધુઓની જગ્યાઓએ સ્વીકારવાની પહેલી પ્રવૃત્તિ કરી. અને સુધારવાનું તો એને પગલે-પગલે પછી થયું.


રજમાં મટાડ્યો એણે કજિયો,
કહો, મારા સદ્દગુરુએ કેવો હરિ ભજિયો...

  • કોઈ ગુરુ પૂરી કૃપા કરે તો પચે જ નહીં. આપણા કોઠા એટલા મજબૂત નથી! 

(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment