Translate

Search This Blog

Sunday, April 2, 2017

આપણી આંખો ભીની થાય તો પ્રત્યેક તિથિ રામનવમી બની શકે

આપણી આંખો ભીની થાય તો પ્રત્યેક તિથિ રામનવમી બની શકે
  • ‘પ્રગટવું, જન્મવું અને અવતરવું-એ ત્રણમાં મૌલિક ભેદ શું છે?’ 
  • તો પ્રભુનું પ્રગટવું, પ્રભુનું જન્મવું અને પ્રભુનું અવતરવું, એમાં મૌલિક અંતર મારી દૃષ્ટિએ એટલું જ કે પ્રગટવું એને કહેવાય કે જે નીચેથી ઉપર આવે. જેમ મણિ ખાણમાંથી પ્રગટે. જેમ ખેતરમાં વાવેલું બીજ અંકુરિત થઇને બહાર પ્રગટે. નીચેથી ઉપરની તરફ ગતિ કરવી એને એક અર્થમાં પ્રગટવું કહેવાય.
  • જન્મવું મધ્યમાં છે. ત્યાં કોઇના ગર્ભમાંથી બહાર આવવું પડે છે. 
  • અને ઉપરથી નીચે આવવું તેને અવતરવું કહેવાય. 
  • પ્રગટવું એ આધ્યાત્મિક ભાવ છે. 
  • જન્મવું એ સાંસારિકભાવ છે 
  • અને અવતરવું એ કેવલ કૃપાનો ભાવ છે. એટલા માટે પ્રભુ કરુણામૂર્તિ છે.
  • પણ જ્યારે જ્યારે કોઇ પણ સાધકમાં પરમાત્માની સ્ફૂર્તિ થાય. પ્રગટીકરણ થાય ત્યારે પણ એવી ભૂમિકાએ જગતભરનાં તીર્થો આવી એ વાતાવરણને સુશોભિત કરતાં હોય છે. 

અસ પ્રભુ હૃદયઁ અછત અબિકારી.
સકલ જીવ જગ દીન દુખારી

  • ઇશ્વર બધાંના હૃદયમાં છે, છતાં દુનિયા દીન-હીન અને દુ:ખી હોય છે? 
  • પાડોશીને ત્યાં રેડિયો હોય અને આપણે ત્યાં પણ રેડિયો હોય. પડોશીનો રેડિયો જૂનો હોય અને આપણી પાસે નવો હોય. 
  • પાડોશીના ઘર કરતાં આપણા ઘરમાં સારો રેડિયો હોય છતાં આપણામાં કેમ સંગીત ન સંભળાય ને આને સંભળાય, એનાં ચાર કારણો છે.
  • એક, પાડોશીએ રેડિયો ચાલુ કર્યો ને આપણે ચાલુ નથી કર્યો. 
  • બીજું, પાડોશીનો રેડિયો અંદરથી બગડેલો નહીં હોય. અને આપણો અંદરથી એટલો બગડેલો છે કે ખરખરાટ સિવાય બીજું કાંઇ આવતું જ નથી. 
  • ત્રીજું, સંપ્રદાયવાદ. ‘મારો સંપ્રદાય જ મોટો!’ મોટો, મુબારક! પણ બીજાને તોડે છે શું કામ? આ બગડેલા રેડિયાનું લક્ષણ છે. કેટલી સ્પર્ધાઓ ચાલે છે! આ ત્રણને લીધે રેડિયો બગડ્યા છે!
  • રેડિયો બગડે તો એના ખાસ રિપેરર પાસે આપણે રિપેર કરવા જતાં. 
  • એમ અંદરથી જેનો રેડિયો બગડ્યો હોય એણે કોઇ સદ્્ગુરુની પાસે જઇને રેડિયો ઠીક કરાવી લેવો. આ બધા બુદ્ધપુરુષો રિપેરર છે. 
  • આવા બુદ્ધપુરુષો આપણા અંદરથી બગડેલા માનવશરીરરૂપી રેડિયાને રિપેર કરે છે. ત્રણ પ્રકારની ઇર્ષ્યાથી મને ને તમને દૂર રાખે છે.
  • એક ત્રીજું કારણ, પાડોશીએ સ્ટેશન મેળવ્યું છે ને આપણે સ્ટેશન હજી મેળવ્યું નથી! સ્ટેશન મળી જવું જોઇએ. 
  • ચોથું અને છેલ્લું કારણ, રેડિયો સ્ટેશન બંધ થઇ ગયું ને પછી આપણે ચાલુ કર્યું હોય! કાન બંધ થઇ ગયા, આંખો બંધ થઇ ગઇ ને પછી રેડિયો ચાલુ કર્યો! 
  • કથા લોઢાને પારસની જેમ સોનું કરી નાખે એ કથાની એટલી મોટી અસર ન ગણાય, પણ કથા લોઢા જેવા માણસને સોનું નહીં, પારસ બનાવી દે, પછી એ બીજાને અડે એટલે એને સત્સંગની ભૂખ જાગે.
  • આપણા હૈયામાં ભગવાનની કથા એક બ્રહ્મતત્ત્વને પ્રગટાવે છે. કોઇ કૌશલ્યા મળી જાય તો એના કોઠેથી પરમાત્મતત્ત્વને જન્માવે છે અને ભગવાનની કથા કૃપા કરી મારા ને તમારા જીવનમાં ઇશ્વરનું અવતરણ કરે છે.
  • રામકથામાં અથવા તો જીવનમાં હનુમંતવંદના ખૂબ જ આવશ્યક છે. હનુમંતતત્ત્વ સદ્દગુરુતત્ત્વ છે. બુદ્ધતત્ત્વ છે, જાગૃત તત્ત્વ છે. 
  • સૌ કોઇ હનુમાનજીને સેવી શકે છે.


(સંકલન : નીતિન વડગામા)

Read full article at Sunday Bhaskar.




No comments:

Post a Comment