Translate

Search This Blog

Sunday, June 18, 2017

પિતા-પુત્રીનો સંબંધ અદ્દભૂત અને નિ:સ્વાર્થ હોય છે

પિતા-પુત્રીનો સંબંધ અદ્દભૂત અને નિ:સ્વાર્થ હોય છે




  • બાપનું હૃદય પીગળે છે કે મારી દીકરી આજથી પારકી થઇ જશે! મેના પણ ઉદાસ થઇ જાય છે.


ગહિ ગિરીસ કુસ કન્યા પાની.
ભવહિ સમરપીં જાનિ ભવાની.



દાઇજ દિયો બહુ ભાંતિ પુનિ કર જોરિ હિમભૂધર કહ્યો.
કા દેઉ પૂરનકામ સંકર ચરન પંકજ ત્રહિ રહ્યો.


  • એક જ પ્રાર્થના કરું છું કે આ મારી દીકરી ઉમા મારો પ્રાણ છે. 
  • આજથી અમે એ આપને આપીએ છીએ અને આપને ત્યાં મોકલીએ છીએ. એને આપના ઘરની દાસી ન માનજો, એને સાચવજો અને એનું સર્વ રીતે રક્ષણ કરજો. આ હું આપને એક પિતા તરીકે ભલામણ કરું છું.’ તો આ બાજુ માતા પોતાની પુત્રી પાર્વતીને શિખામણ આપે છે-


કરેહુ સદા સંકર પદ પૂજા.
નારિધરમુ પતિ દેઉ ન દૂજા. 


  • ‘હે પાર્વતી, તું શિવનાં ચરણની સદા પૂજા કરજે. નારીઓનો એ જ ધર્મ છે.’ 
  • એવું વર્તન કરજે કે તારા પતિનું વહાલ તારા પર હંમેશ માટે વરસતું રહે. તારું સૌભાગ્ય અખંડ રહો, એવા આશીર્વાદ મેનાએ ઉમાને આપ્યા. 
  • ‘રામચરિત માનસે’ જગતને જણાવ્યું છે કે પુત્રીને સાસરે વળાવતી વખતે ભારતીય માતાએ પુત્રીને કેવી વાતો કહેવી જોઇએ. પુત્રીને વળાવતી વખતે એમ પણ કહેવાય છે કે બેટા, જીવનમાં મુસીબત આવી પડે તો તે પણ હસતાં હસતાં સહન કરી લેજે, કોઇને ખબર ન પડે એ રીતે મોં ઢાંકીને બે આંસુ પાડી લેજે પણ તારા કુળને કલંક લાગે એમ કરીશ નહીં. 
  • દીકરી જ્યારે પરણીને પતિને ઘેર જતી હોય ત્યારે કુટુંબના બધા માણસોને દુ:ખ થાય એ સ્વાભાવિક છે, પરંતુ વધારેમાં વધારે દુ:ખ દીકરીના બાપને થાય છે. જેટલું દુ:ખ બાપને થાય છે એટલું બીજા કોઇને થતું નથી. 
  • પિતા-પુત્રીનો સંબંધ અદ્‌ભૂત અને નિ:સ્વાર્થ હોય છે. ઘરનો મોટો માણસ, વડીલ પુરુષ આખા ઘરને લાડ લડાવે છે પરંતુ પુત્રીને પિતા લાડ લડાવે છે અને પિતાને પુત્રી લાડ લડાવે છે. એટલે જ પુત્રીને સાસરે વળાવતી વખતે પિતાને બહુ આઘાત લાગે છે. 
  • પરંતુ પુત્રીને કયો સ્વાર્થ? અને આંસુની ધારા એ જ લાવે જે નિ:સ્વાર્થ હોય. 


{(સંકલન : નીતિન વડગામા)


Continue Reading ....... 

Monday, June 12, 2017

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે

ધન એ મનની નહીં, પરંતુ ખરેખર તો તનની જરૂરિયાત છે




  • શરીર માટે અર્થની વ્યવસ્થા કરી. મન માટે કામની વ્યવસ્થા કરી. બુદ્ધિ માટે ધર્મની વ્યવસ્થા કરી અને મુક્તિ માટે આત્માની વ્યવસ્થા કરી. 
  • ધન એ મનની નહીં, તનની જરૂરિયાત છે. 
  • ધન જ્યારે મન માટે કેન્દ્રિત બને છે ત્યારે ભલભલાનાં મન બગડ્યાં છે અને એ મન મુક્તિમાં બાધક બન્યું છે. એ મને ભજનમાં વિઘ્નો ઊભાં કર્યાં છે. પૈસા શરીર માટે છે, મન માટે નથી. 
  • પ્રભુએ મન માટે કામની વ્યવસ્થા કરી છે. મન વાસનાગ્રસ્ત છે. મનને કંઇક વિષયનાં સુખો જોઇએ છે. થોડોક રસ જોઇએ છે, એટલા માટે પ્રભુએ કામની વ્યવસ્થા કરી છે. 
  • સમ્યક કામ ખરાબ નથી. કામ એ શરીર માટે નથી, કામ એ મન માટે છે. 
  • બુદ્ધિ માટે ધર્મ. ધર્મ શરીર માટે નથી. 
  • પણ મુશ્કેલી એ છે કે અેવું બધું તમે કરો તો બિનસાંપ્રદાયિક અને રામનું નામ લો એટલે તમે સાંપ્રદાયિક! 
  • ઘણા લોકો કહે, ‘કપાળ રંગે, કાળજાં તો રંગાતાં નથી!’ પણ હું આપને એમ કહેવા માગું છું કે કપાળ રંગાય, કાળજાં ન રંગાય! કાળજું તો ઇશ્વરે આપ્યું હોય ને એવું જ હોય. કબીરસાહેબે કીધું છે તેમ, જેવી તેં આપી હતી એવી ચાદર તને પાછી આપી દેવી છે. એને રંગ ન હોય. અંત:કરણને ન રંગાય. સ્વભાવને તો કેમ બદલી શકાય? 
  • ભગવાને કાલિનાગનું મુખ પકડ્યું હતું એ મૂકી દીધું ને કીધું કે સ્વભાવને બદલવાનું મારું કામ નથી, એ તો સાધુ બદલી શકે. ધર્મ બુદ્ધિપૂર્વક સ્વીકારાય. ‘વિચાર’ એ શાસ્ત્રનો કેટલો મહાન શબ્દ છે! 
  • ‘સરસઇ બ્રહ્મ બિચાર રચાઇ.’ આમ ‘રામાયણ’માં વિચાર પ્રદેશનું ઉદ્દઘાટન છે. ‘રામાયણ’ તમને અંધશ્રદ્ધા ન આપે. ‘રામાયણ’ તમને વિચાર આપે, દૃષ્ટિ આપે. આ વિચારનો ગ્રંથ છે, વિવેકનો ગ્રંથ છે, વૈરાગનો ગ્રંથ છે. 
(સંકલન : નીતિન વડગામા)

Continue reading at Sunday Bhaskar.



Sunday, June 4, 2017

ગંગા એ વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિક ઓળખ છે

ગંગા એ વિશ્વભરમાં ભારતની આધ્યાત્મિક ઓળખ છે

  • દીપકની જ્યોતિ થતાં જ સદીઓનું અંધારું દૂર થાય છે, પરંતુ દીપક બુઝાવીને વારંવાર અંધારું ન કરો. 
  • ‘મંગલ કરનિ કલિમલ હરનિ.’ પરમાત્માની કથા કોઈ સાંભળે તો એનાં બધાં જ પાપ સમાપ્ત થઈ જાય છે. 

ગૌતમ નારિ શ્રાપ બસ ઉપલ દેહ ધરિ ધીર.
ચરન કમલ રજ ચાહતિ કૃપા કરહુ રઘુબીર.


મૈં નારિ અપાવન પ્રભુ જગપાવન
રાવન રિપુ જન સુખદાઈ.

રાજીવ બિલોચન ભવ ભયમોચન
પાહિ પાહિ સરનહિં આઈ.



  • ગંગા એ વિશ્વમાં ભારતની ઓળખ છે. નગાધિરાજ હિમાલય એ વિશ્વમાં ભારતની ઓળખ છે. આ પ્રકૃતિનાં પરમતત્ત્વો વિશ્વમાં આપણી ઓળખ આપતા રહે છે. ગંગા, ગંગા છે! તુલસીદાસજી ‘વિનયપત્રિકા’માં ગંગાનો મહિમા કરતા કહે છે-


જય જય ભગીરથનન્દિનિ,
મુનિ-ચય ચકોર-ચન્દિનિ,
નર-નાગ-બિબુધ-બન્દિનિ
જય જહનુ બાલિકા.

બિસ્નુ-પદ-સરોજજાસિ,
ઇસ-સીસપર બિભાસિ,
ત્રિપથગાસિ, પુન્યરાસિ, પાપ-છાલિકા.



  • સ્વયં ભગવાન પણ ભોજન કરે છે તો પછી ભગવાનને માટે તમે ભૂખ્યા શું કામ રહો છો! જરૂર, વ્રત અને ઉપાવસ એ તમારી વ્યક્તિગત શ્રદ્ધાનો મામલો છે. એને મારા પ્રણામ છે, પરંતુ ભગવાન પણ ખાય છે તો આપણે ભૂખ્યાં શું કામ રહીએ?

ભૂખે ભજન ન હોય ગોપાલ,
યહ લો અપની કંઠી-માલા. 
(સંકલન : નીતિન વડગામા)


Continue reading at Sunday Bhaskar.



Friday, June 2, 2017

પંચગીની કથા

પંચગીની કથા

રામ કથા

પંચગીની, મહારાષ્ટ્ર

શનિવાર, તારીખ ૧૦/૦૬/૨૦૧૭ થી રવિવાર, તારીખ ૧૮/૦૬/૨૦૧૭

કથાનું લાઈવ પ્રસારણ આસ્થા ચેનલ ઉપર માણી શકાશે.


Visit source link for more details.