Translate

Search This Blog

Tuesday, July 4, 2017

21મી સદીમાં શિક્ષણનું કાર્ય પંચધૂણીની તપસ્યા કરવા જેવું છે

21મી સદીમાં શિક્ષણનું કાર્ય પંચધૂણીની તપસ્યા કરવા જેવું છે



  • પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, કૉલેજ હોય કે મોટી મોટી યુનિવર્સિટી હોય, પણ આજની એકવીસમી સદીમાં શિક્ષણનું કાર્ય એ પંચધૂણી તાપવા જેવું અઘરું છે. 
  • પહેલાં તો વિદ્યાપીઠો હતી, હવે વિદ્યાના થડા થઈ ગયા છે! 
  • શિક્ષણની પંચધૂણીનું આ પહેલું તપ છે કે એ કમાણીનું સાધન ન બને, પણ  જીવતરની કમાઈનું સાધન બને. 
  • કોઈને ક્યાંય જવાબદારી લેવી નથી! વાલીથી લઈને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સુધી! 
  • કોઈના ઉપર નાખવાને બદલે પોતાની જવાબદારીનું નિર્વહણ જવાબદારીથી કરવું એ શિક્ષણક્ષેત્રનું પંચધૂણીનું બીજું તપ છે. 
  • ત્રીજું તપ, વિદ્યાર્થીઓને પ્રયોગો કરાવવા પડશે. 
  • એમ દરેક બાળકોમાં જે ક્ષમતા પડી છે એ ક્ષમતાને પ્રગટાવવા માટે પૂરા પ્રામાણિક પ્રયત્નો કરવા એ શિક્ષણક્ષેત્રનું મારી દૃષ્ટિએ ત્રીજું તપ છે.
  • શિક્ષણ ક્ષેત્રનું ચોથું તપ છે કે સ્કૂલના રૂમમાં જ શિક્ષણ કાર્ય પૂરું નથી થઈ જતું. એની બહાર પણ શિક્ષણકાર્ય થાય છે. કેટલાય એવા શિક્ષકોને હું જોઉં છું કે નિવૃત્ત થયા પછી પણ વિદ્યાર્થીઓને ઘેર બોલાવી બોલાવીને કહે. એ કોઈ દિવસ નિવૃત્ત ન થાય. ઉંમરને લીધે નિવૃત્તિ આવે એ એક વાત જુદી છે. શિક્ષક નિવૃત્ત ન થઈ શકે. અને સ્વભાવનો જે શિક્ષક છે એ ક્યાં નિવૃત્ત થાય છે? એ પોતાની રીતે શિક્ષણ અને વિદ્યાની વહેંચણી કરતો જ હોય છે. એ ચોથું તપ છે. 
  • અને પાંચમું તપ, શિક્ષણે છેવાડાના સમાજ સુધી પહોંચવું પડશે. આપણે આપણાને ભણાવવા પડશે.
  • પોલીસ એટલા માટે આવે કે ચોરી શહેરવાળા કરે ને મારવા માટે પોલીસ અમારી પાસે આવે છે! 


(સંકલન : નીતિન વડગામા)

Continue reading ................ 

No comments:

Post a Comment