Translate

Search This Blog

Welcome to my blog - ભલે પધાર્યા મારા બ્લોગમાં

હું, અમૃતગિરિ જીવણગિરિ ગોસ્વામી, મારા બ્લોગમાં આપને આવકારું છું.
મારું નામ અમૃતગિરિ જીવણગિરિ ગોસ્વામી છે. ખેડા જિલ્લાનું બાલાસિનોર મારું વતન છે. મેં પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાનું શિક્ષણ બાલાસિનોરમાંથી મેળવ્યું હતું. મેં માધ્યમિક કક્ષાનું શિક્ષણ “The Coronation High School” માંથી મેળવ્યું હતું. કૉલેજ કક્ષાનું શિક્ષણ વડોદરાની “The Maharaja Sayajirao University“ ની Faculty of Science માંથી મેળવ્યું હતું. તેમજ કર્મ ભૂમિ પણ વડોદરા બનતાં હવે વડોદરામાં જ સ્થાયી થઈ વડોદરાને જ વતન જેવું જ બનાવ્યું છે.
અહીં મારા વ્હાલા વાડશોલની વાતોને વાગોળતાં મારાં સંસ્મરણોને વાચા આપવાનો મારો પ્રયાસ છે. બાલાસિનોરના મહાનુભાવોની જૂની યાદો ઘણાને ગમશે.
મારાં જુનાં સંસ્મરણોને વાચા આપવામાં મારા મિત્રો શ્રી ભાનુપ્રસાદ ગોરધનદાસ પંડ્યા, ઉમિયાશંકર જે. પંડ્યા તેમજ શ્રી રવીન્દ્ર નટવરલાલ શુક્લ તરફથી સુંદર સહકાર પ્રાપ્ત થયો છે. તેમજ ઈન્ટરનેટનું માધ્યમ પણ ઘણું ઉપયોગી રહ્યું છે.
આવી વાડશોલની જૂની વાતો દ્વારા જો કોઈ અન્ય જૂના મિત્રો તેમનો અનુભવ જણાવશે તો તે આવકારદાયક રહેશે.
ગુજરાતી બ્લોગના આ માધ્યમ દ્વારા વાડશોલના વતનીઓની વાતો સાંભળવામાં પણ મજા આવશે.
વ્હાલા વાડશોલવાસીઓના પ્રતિભાવ આવકાર્ય છે.
આપના રચનાત્મક વિચારો આવકાર્ય છે.
આ સાથે અન્ય માહિતિને પણ પ્રસાદ સ્વરુપે વહેંચવાનો મેં પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે આ પ્રસાદ પણ આપને ગમશે જ.
પેજના પોસ્ટિંગ ઉપર ક્લિક કરવાથી જે તે પોસ્ટની વિગત આપ માણી શકશો.
જો આપની પાસે બાલાસિનોર – વાડાશિનોર એટલે કે વાડશોલ વિષે, કૉરોનેશન હાઈસ્કૂલ વિષે અથવા અન્ય કોઈ વિશેષ જાણકારી સહિતની રસપ્રદ માહિતિ હોય તો તેને આપ કૉમેન્ટના રુપે મોકલશો તો તેને આપના નામ સહિત પ્રકાશિત કરતાં મને આનંદ થશે.
આ ઉપરાંત મારા બ્લોગમાં મેં શ્રવણ કરેલ કથા પ્રસંગો અને આવી કથાના શ્રવણ દરમ્યાન મારી સમજમાં આવેલ કેટલાક અંશ પણ પ્રસ્તુત કરવા પ્રયત્ન કર્યો છે.
પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને યોજાયેલ રામ કથાના શ્રવણ દ્વારા મારી સમજમાં આવેલ કેટલાક અંશ અત્રે પ્રસ્તુત છે. આ એક પ્રસાદી જે મેં ગ્રહણ કરી છે તેને વહેંચવાનો પ્રયાસ છે. અહી કોઈ ક્ષતિ હોય તો તે મારી સમજનો અભાવ છે. કદાચ વક્તાને સમજવાની મારી ક્ષમતા પણ ઓછી હોઈ શકે.

No comments:

Post a Comment