Translate

Search This Blog

Sunday, June 19, 2016

સાધુને ગર્વ ન હોય, પણ ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય

સાધુને ગર્વ ન હોય, પણ ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય
  • ઘણી જગ્યાએ વ્યક્તિ જ એટલી મહાન હોય, એને લીધે સ્થાનનો મહિમા વધે છે. એ ખાખરાના ઝાડ નીચે બેસી જાય તો એ કલ્પતરું થઇ જાય, સાહેબ! કારણ કે વ્યક્તિ મહાન છે.


  • એટલે કાં તો સ્થાનને લીધે વ્યક્તિ પૂજાતી હોય છે અથવા તો વ્યક્તિના ભજન અને તપસ્યાને લીધે સ્થાન તપ્ત થતું હોય છે. પણ, આ બે વસ્તુ પર્યાપ્ત નથી. એક ત્રીજી વસ્તુ, 
  • ઘણાં સ્થાનનો પણ બહુ પ્રભાવ ન હોય સાહેબ, અને વ્યક્તિમાં પણ કાંઇ એવું અજવાળું આપણે ન જોતાં હોઇએ, પણ એને ક્યાંકથી એવી મંત્રઉપાસના પ્રાપ્ત થઇ ગઇ હોય, અને મંત્રની ઉપાસના કરે તેથી તે વ્યક્તિ પણ પૂજ્ય બનવા માંડે અને સ્થાન પણ બળવતર બનવા માંડે. 
  • અને રામકથા તો કહે છે- મંત્ર પરમ લઘુ જાસુ બિધિ હરિ હર સુર સર્બ.


  • વિધિઓ ગમે તેટલી હોય, એ બધી જ નાની છે, અને વિશ્વાસ ગમે તેટલો નાનો હોય, એ બહુ મોટો છે. વિધિથી વિશ્વાસનું કાઠુ બહુ ઊંચું હોય છે, સાહેબ! અને આપણે વિશ્વાસની ઊંચાઇ મૂકીને ક્યારેક વિધિના ઝાંખરાંમાં ફરતાં હોઇએ છીએ! મને તો ઘણાં પૂછે કે હરિનામ જપવાની વિધિ કઇ, તો હું જાહેરમાં કહું કે કોઇ વિધિ નહીં, વિશ્વાસ જ જોઇએ.


ભોજલ કે ભરોસો જેને,
ત્રિકમજી તારશે અેને...


  • આપણી ભાષામાં, ‘જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂકડો’, પણ આ કાંઇ કાઠિયાવાડી સૂત્ર થોડું છે? આ તો ઉપનિષદનું સૂત્ર છે. આ તો આપણી ભાષામાં આપણે એને લઇ આવ્યા. બાકી મૂળ તો ઉપનિષદમાં ‘અન્નં બ્રહ્મૈતિ વ્યજાનાત્.’ આ સૂત્ર છે. 
  • અને સાધુને ગર્વ ન હોય પણ સાધુને ગુરુકૃપાનું ગૌરવ જરૂર હોય. ગુરુકૃપાનું ગૌરવ હોય સાહેબ, અભિમાન નહીં.

(સંકલન : નીિતન વડગામા)

Read full article at Sunday Bhaskar.No comments:

Post a Comment