Translate

Search This Blog

Showing posts with label ગુજરાતી સંગીત. Show all posts
Showing posts with label ગુજરાતી સંગીત. Show all posts

Saturday, September 20, 2014

ઊંચી મેડી તે મારા સંતની રે, નરસિંહ મહેતા


ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામહો રામ
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો માલી ન જાણી રામ

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો માલી ન જાણી રામહો રામ
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામહો રામ
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામહો રામ
ઊંચી મેડી તે મારા સંતની રે….


........................................................................................................................નરસિંહ મહેતા



હંસા દવેના મધુર સ્વરમાં માણો "ઊંચી મેડી તે મારા સંત ની રે"