Translate

Search This Blog

Showing posts with label જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.. Show all posts
Showing posts with label જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.. Show all posts

Sunday, January 1, 2017

જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.

જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.




  • જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.
  • ઓશોએ ક્યારેક કહ્યું હતું કે બિલકુલ ખાલી થઇ જાઓ ત્યારે ઘટના ઘટશે, પરંતુ 'રામાયણે' શીખવ્યું છે કે સંપૂર્ણ ખાલી ન થાઓ
  • જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે. બંધન શા માટે? ભગવદ્કથા કે સંતોનો સંગ આપણી અંદર કંઇક પ્રગટ કરે છે. જે હતું, કોઇ કારણસર દબાઇ ગયું હતું, એ કેન્દ્રીય તત્ત્વને સક્રિય કરે છે. ભગવદ્કથાથી કોઇ કેન્દ્રને આપણે સ્પર્શી શકીએ છીએ.
  • આપણને એની ખબર જ નથી કે આપણી અંદર માત્ર શ્રાવણ માસમાં જ અભિષેક નથી થતો, કોઇ દ્વારા રસવર્ષાનો અખંડ અભિષેક થઇ રહ્યો છે. પરંતુ એ બિંદુને આપણે પકડી નથી શકતા! શા માટે આપણે માથા પર સાધુસંતોનો હાથ મુકાવવાનું પસંદ કરીએ છીએ? મારા ગોસ્વામીજીએ તો પોતાના દર્શનમાં લખ્યું છે-

જબ દ્રવૈ દીનદયાલુ રાઘવ,
સાધુ-સંગતિ પાઇયે.
જેહિ દરસ-પરસ-સમાગમાદિક
પાપરાસિ નસાઇયે.


  • કોઇ સાધુ મળી જાય તો સમજવું, મારા ઠાકુર મારા પર કૃપાવંત થઇ ચૂક્યા છે. જેમના સમાગમથી પાપરાશિનો નાશ થશે. જેમની ચેતનાઓ ઘૂમતી હશે તો આપણા કેન્દ્રને સક્રિય કરતી રહેશે. 
  • ઓશોએ ક્યારેક કહ્યું હતું કે બિલકુલ ખાલી થઇ જાઓ ત્યારે ઘટના ઘટશે. એ સારું સૂત્ર છે. બુદ્ધના શૂન્યવાદનો એ અર્થ છે. પરંતુ ભક્તિમારગમાં, ‘રામાયણ’ના પ્રવાહમાં તો આપણે એ શીખ્યા છીએ કે સંપૂર્ણ ખાલી ન થાઓ. તમારામાં કંઇક છે એને રહેવા દો. 
  • પરંતુ પ્રેમધારામાં, કૃષ્ણની ધારામાં, શિવ ઉપાસનાની ધારામાં, રામભક્તની ધારામાં તો કંઇક હોવું જોઇએ. ભક્તિમાં તાંબડી ખાલી ન હોવી જોઇએ. 
  • જે આપો છો એ જ સોનું હોય છે. જે સંઘરો છો એ ધૂળ બની જાય છે. ભિખારીનો ચોખાનો એક દાણો સોનાનો થઇ ગયો! 
  • આપણી પાસે મુઠ્ઠી એક શ્રદ્ધા હોવી જોઇએ. એક ચપટી વિશ્વાસ હોવો જોઇએ. 
  • મા-બાપની ખાનદાનીના કેટલાક ચોખા ઓલરેડી આપણામાં છે. આપણા કોઇ ગુરુ-સદ્દગુરુના ચોખાના કેટલાક દાણા આપણા જીવનમાં છે. એ જ આપણી ઝોળી ભરી દે છે. 
  • રાવણ અશોકવાટિકામાં જાનકીને ડરાવવા-ધમકાવવા અથવા તો એની દૃષ્ટિ મેળવવા માટે આવે છે. રાવણ આવ્યો એ પહેલાં હનુમાનજી આવી ગયા છે. એનો મતલબ એ થાય કે જીવનમાં સમસ્યા આવે એના પહેલાં પરમાત્મા સમાધાન મોકલી આપે છે.

સંકલન : નીતિન વડગામા


Read full article at Sunday Bhaskar.