Translate

Search This Blog

Monday, July 22, 2013

ગુરુ પૂર્ણિમા, Guru Purnima, Jaya Gurudev

આજે તારીખ ૨૨ જુલાઈ, ૨૦૧૩ તેમજ વિક્રમ સંવત ૨૦૬૯, અષાઢ સુદ પૂર્ણિમા છે જે ગુરુ પૂર્ણિમાનું મહાન પર્વ છે.

આજે મારા ગુરુ પ્રાતઃ સ્મરણીય પૂજ્ય બ્રહ્માનંદપુરીજી મહારાજના ચરણ કમળમાં મારા દંડવત પ્રણામ કરું છું.



શંકરમ્‌ શંકરાચાર્યમ્‌ કેશવમ્‌ બાદરાયણમ્‌


સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તૌ પુનઃ પુનઃ



કૃતે વિશ્વગુરુર્બ્રહ્મા ત્રેતાયાં ઋષિસતમઃ
દ્વાપરે વ્યાસ એવ સ્યાત કલાવત્ર ભવામ્યહમ્‌


જગદ્‌ગુરુ તરીકે સતયુગમાં બ્રહ્મા, ત્રેતાયુગમાં મહષિ વશિષ્ટ, દ્વાપરયુગમાં મહર્ષિ વેદ વ્યાસ અને કળિયુગમાં શંકરાચાર્યની ગણના થશે એવું આદિ શંકરનું વિધાન છે.

ગુરુ પરંપરા

નારાયણમ પદ્મભુવં વસિષ્ઠં શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ 

 વ્યાસં શુકં ગૌડપદં મહાન્તં ગોવિન્દ યોગીન્દ્રમથાસ્ય શિષ્યં  ll

શ્રી શંકરાચાર્યમથાસ્ય પદ્મપાદં ચ હસ્તામલકં ચ શિષ્યં

તં તોટકં વાર્તિકકારમન્યાનસ્મદ્રરૂન્‌ સંતતમાનતોસ્મિ  ll

સદાશિવ સમારમ્ભાં શંકરાચાર્ય મધ્યમાં  l

અસ્મદાચાર્યં પર્યન્તાં વન્દે ગુરૂપરંપરામ્‌  ll


આદિ શંકરાચાર્ય સંન્યાસ ધર્મ અને ગુરુ પરંપરાના અગિયારમા અધિષ્ઠાતા છે.

સત્‌યુગમાં (૧) નારાયણ, (૨) બ્રહ્મા, (૩) રુદ્ર

ત્રેતાયુગમાં (૪) વશિષ્ટ (૫) શક્તિ (૬) પારાશર

દ્વાપરયુગમાં (૭) વેદ વ્યાસ (૮) શુકદેવ

કળિયુગમાં (૯) ગૌડપાદ (૧૦)   ગોવિંદપાદ (૧૧) શંકરાચાર્ય

આદિ શંકરના ચાર મુખ્ય શિષ્ય હતા, (૧) હસ્તામલકાચાર્ય જે પશ્ચિમ દિશામાં આવેલ દ્વારકા સ્થિત શારદા મઠના પ્રથમ મઠાધિશ હતા, (૨) પદ્‌મપાદ જે પૂર્વ દિશામાં આવેલ જગન્નાથમાં ગોવર્ધન મઠના પ્રથમ મઠાધિશ હતા, (૩) તોટકાચાર્ય જે ઉત્તર દિશામાં બદ્રિકાશ્રમમાં જ્યોતિર્મઠના પ્રથમ મઠાધિશ હતા અને (૪) સુરેશ્વરાચાર્ય દક્ષિણ દિશામાં રામેશ્વરમાં શૃગેરી મઠના પ્રથમ મઠાધિશ હતા.

પશ્ચિમામ્નાય શારદામઠ, પૂર્વામ્નાય ગોવર્ધનમઠ,
ઉત્તરામ્નાય જ્યોતિર્મઠ, દક્ષિણામ્નાય શૄગેરીમઠ.

ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ ૧૫ ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શિષ્ય તેના ગુરુ પ્રત્યે તેનો અહોભાવ, તેનો સમર્પણનો ભાવ વ્યક્ત કરે છે. ગુરુ ભક્તિનું આ અનેરુ પર્વ છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ પ્રત્યેનું ૠણ અદા કરવાનો પવિત્ર અવસર છે.ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર કરી આપણે ગુરુ પ્રત્યેનો આપણો અહોભાવ વ્યક્ત કરીએ છીએ.ગુરુ વંદનાનો શ્રેષ્ઠ દિવસ એટલે ગુરુ પૂર્ણિમાં. ગુરુ પૂર્ણિમાનાં દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે.આપણાં શાસ્ત્રો, ગ્રંથોમાં ગુરુ અને ગુરુ પદનો મહિમા અને ગુણગાણનું અદ્‌ભૂત વર્ણન છે.

ગુરુ પુર્ણિમા એટલે ભારત વર્ષની ગુરુ પરંપરાનો દિવસ, ભારતીય સંસ્કૃતિની ગરિમાનો દિવસ, અંધકારથી પ્રકાશ તરફ ગતિ કરવાનો દિવસ, ગુરુ કૃપાનો પ્રાપ્તિ દિવસ, જીવનમાંથી અજ્ઞાનરુપી અંધકારને દૂર કરવાનો દિવસ, જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો દિવસ, આદ્યાત્મિક જગતના મહાન પર્વનો દિવસ, ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ, ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ વ્યકત કરવાનો દિવસ, ગુરુએ બતાવેલ આદર્શોના માર્ગે ચાલવાનો સંકલ્પ કરવાનો દિવસ, ગુરુ શિષ્યના પવિત્ર મિલનનો દિવસ.


શિવ મહિમ્ન શ્રોત્રમાં પુષ્પદંત કહે છે કે,ગુરુથી શ્રેષ્ઠ કોઈ નથી -

મહેશાન્નાપરો દેવો મહિમ્નો નાપરા સ્તુતિઃ અઘોરાન્નપરો મંત્રો નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્‌.. ." ." """.- ....

ગુરુ નો એક અર્થ વિશાળ, મોટું, મહાન થાય છે.
ગુરુ એટલે ઊંમરમાં મોટા નહીં પણ તેમના વિચારોમાં મહાન, તેમના મનથી મહાન, તેમના જ્ઞાનમાં મહાન.
ગુ એટલે અંધકાર અને રુ એટલે દૂર કરનાર, ગુરુ એટલે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર.
ગુરુ એટલે પથ દર્શક, આપણા જીવનના ઘડવૈયા, પતિતોના ઉધ્ધારક, મુક્તિ દાતા.
ગુરુ એટલે ફક્ત પુસ્તકીય જ્ઞાન આપનાર શિક્ષક નહીં પણ ગુરુ એટલે જીવનનું પુસ્તક સમજાવનાર.
પૂર્ણિમા એટલે સૌથી તેજસ્વી રાત્રી, સૌથી પ્રકાશિત રાત્રી.
ગુરુ એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન જ્ઞાનનો પૂર્ણ તેજસ્વી પ્રકાશ ફેલાવે.
ગુરુ શિષ્યની અજ્ઞાનમય અંધકારથી ભરપૂર જીવન રાત્રીમાં સત્ય અને જ્ઞાનનો પ્રકાશ રેલાવે છે.
ગુરુ શિષ્યના જીવનમાં વૈચારિક ક્રાંતિ લાવે છે.
આપણે કહીએ છીએ કે...

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वररः ।

गुरु साक्षात्‌ परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ॥

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર : |
ગુરુ સાક્ષાત્ પરં બ્રહ્મ તસ્મૈ શ્રીગુરુવે નમ : ||


ગુરુ બ્રહ્મા છે જે સર્જન કરે છે, ગુરુ વિષ્ણુ છે જે પાલન પોષણ કરે છે અને ગુરુ મહેશ છે જે વિસર્જન કરે છે. જે સદ્‌ગુણોનું સર્જન કરે, સુવિચારોનું પાલન પોષણ  કરાવે અને આપણા દૂર્ગુણોનું વિસર્જન કરે, નાશ કરે તે ગુરુ છે.

ધ્યાન મૂલમ્‌ ગુરુ મૂર્તિ,

પૂજા મૂલમ્‌ ગુરુ પદમ્‌,

મંત્ર મૂલમ્‌ ગુરુ વાક્યમ્‌,

મોક્ષ મૂલમ્‌ ગુરુ કૃપા…..

ધ્યાન ધરવા માટેનું મૂળ ગુરુજીનું સ્વરૂપ છે,પૂજા કરવા માટે ગુરુજીના ચરણ કમલ છે,ગુરુજીનાં વચનો અને ઉપદેશ એ એક મંત્ર  જેટલાં જ પવિત્ર અને પ્રેરક છે અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુજી ની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે.
ધ્યાન કરવા જેવી જો કોઈ મૂર્તિ હોય તો તે ગુરુની મૂર્તિ છે, ગુરુનું સ્વરુપ છે, પૂજા કરવા જેવી વિભૂતિ હોય તો તે ગુરુ પાદૂકા છે, ગુરુના ચરણ કમળ છે, ગુરુ વાક્ય, ગુરુ ઉપદેશ, ગુરુ વચન એ મંત્ર સમાન છે, ગુરુની કૃપાથી જ મોક્ષ મળે છે, મુક્તિ મળે છે.

ગુરુ કૃપા મુર્તિ છે, ગુરુ કૃપા સાગર છે.

કામ, ક્રોધ, લોભ, મોહ અને  અહંકાર જેવા ૫ મહાન શત્રુઓથી મુક્તિ અપાવે તે ગુરુ.

ગુરુ શિષ્યના હ્નદયમાં પરમાત્માની પ્રાપ્તિની ભૂખ જગાડે.
ગુરુ સત્યનો ઉપદેશ આપે.
ગુરુ શિષ્યના જીવનને ચરિતાર્થ કરે.
ગુરુ શિષ્યને મળેલ મનુષ્ય અવતાર સફળ બનાવે.
ગુરુ મોક્ષનો માર્ગ બતાવે.
ગુરુ કુંભારની જેમ શિષ્યના જીવનને ઘાટ આપે, જીવનનું યોગ્ય ઘડતર કરે.
ગુરુ બહારથી કઠોર લાગે પણ અંદરથી બહું જ કોમળ હોય. ગુરુની કઠોરતા શિષ્યના ભલા માટે હોય છે.
ગુરુ શિષ્યને કલ્યાણનો માર્ગ બતાવે.
ગુરુ સંસાર સાગર તરવાનો માર્ગ બતાવે.
જીવનમાંથી મોહ, માયા, આસક્તિ દૂર કરે તે ગુરુ.
માનવીને સાચો માનવ બનાદે તે ગુરુ.
જીવનમાં સારા નરસાનું  ભાન કરાવે તે ગુરુ.
જીવનમાં સત્ય પ્રગટાવે તે ગુરુ.
જીવનમાં વિવેક જગાડે તે ગુરુ.
જીવનમાં સાચી દિશા બતાવી મંઝિલે પહોંચાડે તે ગુરુ.
જીવનમાં ઈશ્વરની અનુભૂતિ કરાવે તે ગુરુ.

માનવ શ્રેષ્ઠ, ગુણ શ્રેષ્ઠ અને જ્ઞાન શ્રેષ્ઠ એવી પ્રેમની જીવંત મૂર્તિ એ જ ગુરુ છે.

ગુરુની કૃપા દ્રષ્ટિ પામવા સમર્પણ, ત્યાગ અને નિસ્વાર્થ ભાવથી ગુરુની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, ગુરુની આજ્ઞા માનવી.

માણસનો બે વખત જન્મ થાય છે, પહેલો જન્મ માતાની કૂખથી અને બીજો જન્મ સદ્‌ગુરુની હૂંફથી.

માતાની કૂખેથી થતા પહેલા જન્મ દ્વારા દેહ મળે છે, જ્યારે ગુરુની હૂંફથી થતા બીજા જન્મ દ્વારા દીક્ષા મળે છે, જ્ઞાન મળે છે.

પ્રથમ જન્મ સમયે બાળક રડે છે, જ્યારે બીજા જન્મ સમયે જ્ઞાનનો પ્રકાશ મળતાં હસે છે, આનંદીત થાય છે.

પહેલા જન્મની યાત્રા જન્મથી મૃત્યુ સુધીની છે, જ્યારે બીજા જન્મની યાત્રા જન્મથી મોક્ષ સુધીની છે.

પ્રથમ જન્મથી મોહ માયાનાં બંધન પેદા થાય છે જ્યારે બીજા જન્મથી મોહ માયાના બંધનમાંથી મુક્તિ મળે છે.

સિકંદરે કહ્યું છે કે,
" મારા માતા પિતા મને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર લઇ આવ્યા પણ ગુરુએ તો મને પૃથ્વી ઉપરથી સ્વર્ગમાં લઇ જવાનો માર્ગ બતાવ્યો."

ચાણક્યએ કહ્યું છે કે,
"ગુરુની ગોદમાં પ્રણય અને પ્રલય બંને ઉછરી શકે છે."


ગુરુ તો પરમ પરમાત્માથી પણ વિશેષ છે, તેથી જ સંત કબિરે ગાયું છે કે...

ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,

બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય 

પૂજ્ય મોરારિ બાપુ તો કહે છે કે, "ગુરુ વ્યક્તિ નથી, વ્યક્તિત્વ પણ નથી, અસ્તિત્વ છે."

દલપત પઢિયારના મત મુજબ, "ગુરુ વ્યક્તિ તરીકે નબળો હોઇ શકે પણ  ગુરુપદ કદી નબળું ન હોઇ શકે."

શિવ આદિ ગુરુ છે, વિશ્વ ગુરુ છે.

શ્રી ગોસ્વામી તુલસીદાસજી વંદના પ્રકરણમાં ગુરુ વંદના કરતાં કહે છે કે,

 "બંદઉ ગુરૂ પદ કંજ કૃપા સિંધુ નરરૂપ હરિ l 

મહામોહ તમ પુંજ જાસુ બચન રબિ કર નિકર ll" 

- મહામોહના ગાઢ અંધકાર માટે જેમનાં વચનો સૂર્યકિરણ રૂપ છે એ કૃપાસાગર અને મનુષ્ય રૂપમાં સાક્ષાત શ્રી હરિ એવા ગુરુદેવનાં ચરણકમળને હું વંદું છું.




ગુરુ પૂર્ણિમાના પાવન અવસરને અનુરૂપ ગુરુની મહત્તાનું ગુણ ગાન કરતો “ગુરુ મેરી પૂજા” નામનો સુર અને સંગીત મઢ્યો યુ-ટ્યુબની નીચેની લિંક ઉપર  એક સુંદર વિડીયો માણો.


http://www.youtube.com/v/CXpBV8PImu8?version=3&feature=player_detailpage



Pujya Bhaishri's Guru Purnima Sandesh  and related image which is received on my email are displayed here with the courtesy of Sandipani Vidyaniketan, Porbandar and blessings of Pujya Bhaishri.




The three forms of a Guru
Jai Shri Krishna,

The peace, internal happiness and bliss we desire are not dependent upon any situation, thing or person. In fact, happiness dependent on others is not true happiness. Peace and bliss are you, yourself. You are the form of happiness. This is why religion advises you that it is sufficient to know yourself. So, how do we know ourselves? This knowledge is only attainable via a Guru (teacher).However, it is not necessary that this Guru be a human. Today, we will discuss about the three types of a Guru.

1. Govind/ God - God is everyone's Guru.

Krishnam vande jagatgurum

God is Guru and Guru is God. In our religion, we do not consider a Guru as ordinary, but we take Guru as God. Shri Krishna and Lord Shiv are the spirits of a Guru. Let us follow what Shri Ram has said, Shri Krishna has taught and Lord Shiv has advised. Let us take them as our Guru. So, Govind is the first Guru.

2. Initiation Guru - Let us see the difference between Govind as Guru and an initiation Guru. When we do darshan of God in the temple and ask God a question, we do not receive an answer from the idol in the temple. We should have someone in our life to whom we can open our heart, raise our dilemmas without hesitation and gain answers to our quest for knowledge.

Have someone life who lights the light of hope within us, we bond to and who initiates us. Initiation involves a procedure but this procedure should be internal and not external. What is the point of an external procedure if one is not devoted internally to a Guru, or paid their respects and sat in front of a Guru? Of what use is a Guru if one has no quest for knowledge?

The questioning human mind argues that in the present day no Guru can be trusted. Guru is like us and has similar faults. If your mind disagrees, do not consider someone as a Guru. However, if your heart is thirsty to build a relationship with someone who will show you the way and be your support, then listen to your heart. It is not just a matter of an external ritual of gaining a mantra. The speech of a Guru is a mantra.

When our heart accepts the need of a Guru and we faithfully surrender to a Guru, then, even if our Guru is not present in front of us and we have his photo/ idol, this will still guide us in our life.

3. Scripture as our Guru - This could be Ramayan, Bhagavat or Gita. We are indebted to Maharshi Ved Vyas, Jagadguru Shankracharya Maharaj, Swami Ramkrishna Paramhans, Swami Vivekanand, Shri Arvind and many other great people. These great people have made the effort to raise good and true humanity within us. They have given us the power to think righteously. Guru Purnima is the day to present our faith, affection and gratitude towards these great people.

"Gurudev! We present our affection and faith at your feet. It is not possible to pay you back for what you have given us." Guru Purnima is the opportunity to express these feelings.

We have discussed about three types of Guru today: one is Govind, second Govind-like Guru and third, our scriptures.

On this day, let us present our affection from Lord Narayan, Jagadguru Shankracharyaji to the current great people in this world. Let us pay our respects to all the Gurus and pray that we attain the light of knowledge and gain the right understanding so that the good human is born within us and the demon- and animal-like nature within us are destroyed.

Mohe laagi latak guru.....

Jai Gurudev!

The article published in the Divya Bhaskar - Sunday Bhaskar is related to the Guru and it is displayed here with the courtesy of Divya Bhaskar.

ગુરુના મૌનથી જ શિષ્યની શંકાનું સમાધાન થઇ જાય છે 

Source Link: http://www.divyabhaskar.co.in/article/MAG-gurus-silence-the-resolved-doubt-of-the-disciple-4332251-NOR.html

http://epaper.divyabhaskar.co.in/magazine/sunday-bhaskar/57/21072013/0/1/

જે ને હું ગુરુકૃપાથી ગાઉં એ રામચરિતમાનસ પણ એક પ્રકારનો ગુરુગ્રંથ છે. દરેકના જીવનમાં ગુરુની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે માટે આપણા જીવનમાં ગુરુ હોવા ખૂબ જ જરૂરી છે. આપણે ત્યાં તો જે વ્યક્તિને ગુરુ નથી અથવા તો ગુરુ તરીકે કોઇને સ્વીકાર્યા નથી એને નુગરો કહેવામાં આવે છે. ઘણા લોકો વિચારતા હોય છે કે જીવનમાં ગુરુ હોવા જ જોઇએ? આના જવાબમાં હું એટલું જ કહીશ કે શરીરમાં કોઇ બીમારી આવે તો ડોક્ટર નિદાન કરીને દવા આપીને દૂર કરી શકે છે પણ મનના રોગ માટે કોઇ ગુરુ જ દવા આપી શકે છે. ગુરુ જ ઔષધિ આપીને ભવરોગને મિટાવી શકે છે. આજે ફરીવાર એક વાર વ્યાસપીઠ ઉપરથી કહી રહ્યો છું કે હું રામચરિતમાનસનો ગાયક છું પણ મારું સર્વસ્વ મારા સદ્ગુરુ ભગવાન છે.

જીવનમાં ગુરુને ઇષ્ટ કરતાં પણ વધારે માનો અથવા તો ગુરુને જ ઇષ્ટ માનો. રામચરિતમાનસમાં તુલસી કહે છે કે જનક મહારાજની સભામાં અનેક રાજાઓ આવ્યા હતા. એક પણ ધનુષ્યભંગ ન કરી શક્યા. અરે, રાવણ પણ થાકી ગયો. એનાથી પણ ધનુષભંગ ન થયો. કેવલ ભગવાન રામથી ધનુષ તૂટયું હતું એનું એક જ કારણ હતું કે રામે ગુરુને યાદ કર્યા હતા તથા રામની સાથે ગુરુ હાજર હતા, જ્યારે એકપણ રાજાએ ગુરુને યાદ કર્યા નહોતા અને સાથે પણ ન હતા. રામે ઇષ્ટને યાદ કરવાને બદલે ગુરુને યાદ કર્યા માટે ગુરુએ કાર્યને ઇષ્ટ બનાવ્યું તો આપણી અંદર અનેક પ્રકારના રોગ છે જે કેવળ ગુરુ જ દૂર કરી શકે છે. એ રોગને દૂર કરવા માટે આપણા જીવનમાં કોઇ બુદ્ધ પુરુષ હોવા જરૂરી છે. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિ છે એમાં પણ ગુરુનો મહિ‌મા ગાયો છે.

'ગુરુપદ પંકજ સેવા તીસરિ ભગતિ અમાન’

રામચરિતમાનસ તુલસી ત્રીજી ભક્તિ ગુરુની સેવા કરે છે પરંતુ ગુરુની સેવા અભિમાન છોડીને કરવાની છે. અભિમાન તો કુપથ્ય છે. રાવણે ગુરુને ખૂબ જ સેવ્યા છે. ભગવાન શંકર રાવણના ગુરુ છે. રાવણે મહાદેવને ગુરુ સ્વરૂપે પ્રાપ્ત કર્યા છે. પરંતુ અભિમાન છોડયું નહીં. જ્યારે ભગવાન રામે પણ ગુરુ કર્યા છે. વશિષ્ઠજી પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી. વિશ્વામિત્ર ઋષિ પાસેથી શાસ્ત્રવિદ્યા મેળવી. ભારદ્વાજજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું. રામ કેટલાય ગુરુજનોને મળ્યા છે. બધાનું ભગવાન રામ વરણ કરે અને વરણ કર્યા પછી સમર્પણ કરે છે. જ્યારે રાવણ ગુરુનું વરણ કરે પણ ગુરુને માનતો નથી. મને ઘણા લોકો પૂછતા હોય છે કે બાપુ ગુરુનો અર્થ તમારા મતે શું હોઇ શકે?

હવે આના જવાબમાં શાસ્ત્રીય ભાષામાં કહું તો જીવનમાં રહેલા અંધકારને દૂર કરી પ્રકાશનાં દર્શન કરાવે તે ગુરુ છે. પણ મારે મારી જવાબદારીએ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે ગુરુ એટલે જેની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિયોગનો સુમેળ હોય, જેને યાદ કરવાથી શિષ્યને શાંતિ મળે. જેનાં દર્શન કરવાથી જ પાપ નષ્ટ થઇ જાય. જેના સંભાષણ અને મૌનથી જ શિષ્યની શંકાઓનું સમાધાન થઇ જાય તેમજ શિષ્યની સાથે ફક્ત શિષ્યના હિ‌ત માટે જ સંબંધ રાખે તેનું હાસ્ય અને દૃષ્ટિ અધ્યાત્મ માર્ગમાં આવતાં વિઘ્નને દૂર કરે, જેનું એકમાત્ર લક્ષ્ય હોય કે શિષ્યને પ્રભુપ્રાપ્તિ કરાવવી છે. અંતે શિષ્યની અંદર સત્યની ખોજ કરાવે તે ગુરુ છે. ગુરુ પણ ત્રણ પ્રકારના હોય છે. જેમાં એક દવા આપીને ચાલ્યા જાય છે પછી ક્યારેય શિષ્યને પૂછતા નથી કે તે દવા લીધી કે નહીં. જ્યારે બીજા ગુરુ એવા હોય છે કે દવા આપે છે સાથે સૂચના પણ આપે છે કે દવા બરાબર સમયસર લેજો પછી એ શિષ્ય ઉપર છોડી દે છે. જ્યારે ત્રીજા નંબરના ગુરુ એવા છે કે બરાબર શિષ્યનું નિદાન કરી શિષ્ય ના પાડે તોય શિષ્યના કલ્યાણ માટે થઇને દવા પીવડાવી દે છે. એટલે આપણે ત્યાં ઘણા સૂચકના રૂપમાં ગુરુ હોય છે.

ઘણા વાચકના રૂપમાં ગુરુ હોય છે. જ્યારે ઘણા બોધકના રૂપમાં ગુરુ હોય છે. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થયા કરે છે કે સદ્ગુરુની નિશાની શું? મારી જવાબદારીએ કહું તો જેના ઉપર ક્યારેય આપણને અરુચિ પેદા ન થાય, જેનમાં ક્રોધ ન હોય, પોતાની વાણી ઉપર સંયમ હોય, વાણીમાં પવિત્રતા હોય, તેમજ ક્યારેય કોઇનું અહિ‌ત ન વિચારે એ સદ્ગુરુ છે અને જ્યારે શિષ્યના સંબંધોની વાત આવે ત્યારે હું બહુ જ સ્પષ્ટ કહું છું કે ગુરુ અને શિષ્યનો સંબંધ તો જગતનો પવિત્રમાં પવિત્ર સંબંધ છે. ગુરુ-શિષ્યનો સંબંધ તો સૂરજ અને સૂરજમુખીના ફૂલ જેવો હોવો જોઇએ કે જ્યારે શિષ્ય ગુરુને જુએ ત્યારે શિષ્ય આનંદથી ખીલવો જોઇએ. શિષ્યને એના ગુરુમાં નિષ્ઠા દેખાવી જોઇએ. પૂજ્યભાવ દેખાવો જોઇએ. મને તો મારા ગુરુમાં વ્યક્તિગત નિષ્ઠા છે.

મને એક બહુ જ સરસ પ્રશ્ન કર્યો હતો કે બાપુ સદ્ગુરુની સાચી ઓળખ કઇ રીતે થઇ શકે? આપની દૃષ્ટિએ સદ્ગુરુમાં કેવાં ગુણ લક્ષણો હોવાં જોઇએ? ત્યારે મેં કહેલું કે સદ્ગુરુ શબ્દ મધ્યકાળમાં આવ્યો છે. એના પહેલાં દરેક જગ્યાએ ગુરુ શબ્દનું દર્શન થાય છે. ગુરુ શબ્દ પૂર્ણ છે. ગુરુ શબ્દ માટે કોઇ વિશેષણની જરૂર પડે એવું મને લાગતું નથી. કદાચ એક સમય એવો આવ્યો હશે કે ગુરુની સાથે બીજું ઘણું પોષણ થતું પ્રવેશ્યું હશે એટલે એ સમય દરમિયાન ગુરુની આગળ સત્ શબ્દનો પ્રયોગ થયો હશે. આમ તો સદ્ગુરુ શબ્દ મારા પ્રિય શબ્દમાંનો એક શબ્દ છે. મને સદ્ગુરુ શબ્દ ખૂબ જ પ્રિય છે. તો ગુરુ શબ્દ મૂળ શબ્દ છે. હવે આ મૂળ શબ્દમાં મને ઘણા 'ગ’કારનાં દર્શન થાય છે. રામકથાની યાત્રાને આધારે મારે મારી જવાબદારીએ વ્યાખ્યા કરવી છે. જે આ પ્રમાણે છે.

૧. ગગનનો 'ગ’કાર છે

હવે ગુરુમાં મોટામાં મોટો 'ગ’કાર ગગનનો 'ગ’કાર છે. આ 'ગ’કારનો અર્થ બહુ સરળ છે. હવે તમે બધા જ જાણો છો કે ગગન તો વિશાળ ફલક રૂપમાં છે. ગુરુ પણ વિશાળ સ્વરૂપમાં છે. જરાય સીમિત ન હોય તે ગુરુ છે. જેનામાં સાંકડાપણું ન હોય તે ગુરુ છે. બિલકુલ સરળ ભાષામાં કહું તો જેનો પનો બહુ મોટો હોય એ ગુરુ છે. ગુરુ તો ગગન સમાન છે. ગુરુને ક્યારેય નાના ન માનવા જોઇએ.

૨. ગૌરવનો 'ગ’કાર છે

ગુરુને વિશેષ રૂપમાં મૂલવવા હોય તો 'ગૌરવ’ના રૂપમાં મૂલવી શકાય છે. હું મારા સદ્ગુરુ ભગવાન ત્રિભોવનદાદાને યાદ કરું એ મારા માટે ગૌરવ છે. એનાથી વધારે કયું ગૌરવ હોઇ શકે? મારા માટે તો ત્રિભોવનદાદા એ જ ગૌરવ છે કે જેની કૃપાથી આજે અમે ફુલ્યાફાલ્યા ફરીએ છીએ એની કૃપા છે. દરેકના જીવનમાં પોતાના ગુરુનું ગૌરવ હોવું જ જોઇએ.

૩. ગંગાનો 'ગ’કાર છે

ગુરુ શબ્દનું બિલકુલ પવિત્ર પ્રવાહના રૂપમાં જો એક દર્શન કરવું હોય તો ગુરુ મારા માટે ગંગાનો 'ગ’કાર છે. ગંગા પવિત્ર છે. ગુરુનો પ્રવાહ પણ પવિત્ર જ હોય છે. રામચરિતમાનસમાં તુલસી લખે છે.

'ગુરુ બિબેક સાગર જગુ જાના’

ગુરુ તો વિવેકનો સાગર છે. ગુરુ પાસેથી શિષ્યને વિવેકનો ભંડાર પ્રાપ્ત થાય છે. તો ગુરુની વાણી ગંગાના પવિત્ર નીરની જેમ વહે છે. માટે ગુરુની વાણીના પ્રવાહમાં સ્નાન કરી શિષ્યએ ધન્ય બનવાનું છે.

૪. ગાગરનો 'ગ’કાર છે

ગુરુ એક ગાગર છે. એનો પણ એક દેહ છે. એનું પણ એક સીમિત કદ હોય છે. આકારના રૂપમાં ગુરુ ગાગરમાં ભરેલો સાગર છે. હવે ગાગરનો 'ગ’કાર એટલા માટે મેં કહ્યો કે જેનું વજન આપણે ઊંચકી શકીએ. જેનું વજન આપણને ભારે ન પડે એ અર્થમાં ગુરુના 'ગ’કારમાં ગાગરનો 'ગ’ છે. ગાગરને ગમે તે રીતે મૂકી શકાય છે. આપણને બધાને ખ્યાલ છે કે ગાગરને ખભે મૂકી શકાય છે. માથે મૂકી શકાય છે, હાથમાં રાખી શકાય છે, પાણિયારા ઉપર મૂકી શકાય છે, પાટલા ઉપર પણ રાખી શકાય છે અને ગુરુ એને જ કહેવાય કે શિષ્યના કોઇ સમયમાં શિષ્યને જાણીને સ્થાન લઇ લે એ ગુરુ છે અને શિષ્યને સાચી દિશા તરફ દોરી જાય અને શિષ્યની તરસ છિપાવી દે તે ગુરુ છે. ગાગરનું કામ પણ એજ છે કે પોતાની અંદર ભરેલા પાણીથી બીજાની તરસને છિપાવાની છે. ગુરુનું પણ આવું જ કાર્ય છે.

પ. ગ્રંથનો 'ગ’કાર છે

મેં પહેલાં જ કહી દીધું કે હું જેને ગાઉં છું એ રામચરિતમાનસ ગ્રંથ પણ એક પ્રકારનો ગુરુગ્રંથ છે. નાનકદેવ તથા આખી શીખ પરંપરામાં ગ્રંથને જ ગુરુ માનવામાં આવે છે. ગ્રંથસાહેબ બોલે છે. હું અહીંયાં કેવળ ધર્મગ્રંથનો સમાવેશ કરતો નથી એમાંય કોઇ એક ધર્મની વાત તો હું ક્યારેય કરતો નથી મારા માટે તો બધા જ ધર્મ સમાન છે. હા આપણા ધર્મનું આપણને ગૌરવ જરૂર હોવું જોઇએ. તો સમગ્ર ધર્મના પવિત્ર ગ્રંથો અરે સત્ત્વ, તત્ત્વથી ભરેલા કોઇ પણ ગ્રંથ, પુસ્તક અથવા તો કવિતાના પુસ્તક, ગઝલના પુસ્તક ગદ્ય હોય કે પદ્ય હોય એ બધા જ ગ્રંથો મારા માટે ગુરુનો 'ગ’કાર છે.

૬. ગણપતિનો 'ગ’કાર છે.

હમણાં જ મેં કહ્યું કે ગુરુ તો વિવેકનો સાગર છે. હવે વિવેકનો અર્થ ગણપતિ એવો થાય છે. ગણપતિ વિવેકના દેવ છે માટે ગણેશજીનો 'ગ’એ પણ ગુરુનો 'ગ’કાર છે.

૭. ગૌરીનો 'ગ’કાર છે

રામચરિતમાનસમાં એક વાક્ય છે. 'મોરે તુમ્હ પ્રભુ ગુર પિતુ માતા’ ગૌરીનો 'ગ’ એ ગુરુરૂપ માતૃરૂપ છે. ગુરુ તો આપણી માતા છે. માતા જેવી રીતે પોતાના બાળકને લાડ કરે, જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે અને ક્યારેક ઠપકો પણ આપે. ગુરુનું પણ આવું જ કાર્ય છે કે જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપે, ઠપકો પણ આપે અને સાચી દિશા બતાવે. તો ગુરુ વિશે આપણે ત્યાં અનેક દર્શનો આવ્યાં છે, એમાં એક જ વાત આવે છે કે ગુરુ અનિવાર્ય છે. ઉપકારક છે એ વાત વારંવાર કહેવાઇ છે. પણ ક્યારેક માણસે પોતે દિલનો દીવો થવાનું છે. એ દિલના દીવાને પ્રગટાવવા માટે કોઇ તત્ત્વની જરૂર પડે છે જે સદ્ગુરુના રૂપમાં અવશ્ય આવશે જે અજવાળાના પ્રકાશે આપણે રહેવાનું છે. અંતે સદ્ગુરુ ભગવાનને પ્રાર્થના કરું કે આપણી આત્મજ્યોતિ પ્રગટાવી દે અને સંસારના વાયરાથી બચાવે એવી સદ્ગુરુનાં ચરણોમાં પ્રાર્થના. '
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)




મોરારિબાપુ 


માનસદર્શન 

No comments:

Post a Comment