Translate

Search This Blog

Sunday, July 14, 2013

પરમાત્માનું ભજન પ્રેમ પ્રગટ કરે છે, માનસદર્શન, મોરારિબાપુ

The article information is displayed here with the courtesy of Divya Bhaskar.

પરમાત્માનું ભજન પ્રેમ પ્રગટ કરે છે


  • આજે પરિવારમાં, સમાજમાં, પૂરા રાષ્ટ્રમાં તથા સમગ્ર વિશ્વમાં આ પ્યારી ધરતી ઉપર પરસ્પર પ્રેમની ખૂબ જરૂર છે અને મારું માનવું પણ છે કે પ્રેમમાંથી જેનો જન્મ થાય છે એનું નામ ત્યાગ છે.


'રામ હી કેવલ પ્રેમ પિયારા
જાનિ લેહુ જો જાન નિહારા’



  • પ્રેમ તો એને કહેવાય કે બધું જ લૂંટાઇ જાય તેમ છતાં બીજાને સાચવી લેવા. કોઇને આપણા કારણે નુકસાન ન થાય એ પ્રેમ છે અને જેનામાં આવો પ્રેમ પ્રગટ થાય છે ત્યાં પરમાત્મા પ્રગટ થયા એવું માનવું જોઇએ. હું તો માનું છું કે જ્યાં પ્રેમ પ્રગટ થઇ જાય ત્યાર પછી પરમાત્મા પ્રગટ ન પણ થાય તો કોઇ ચિંતા નથી કારણ કે પ્રેમ જ આપણા માટે પરમાત્મા છે. હવે પ્રશ્ન એ પણ થાય છે કે આપણા બધામાં પ્રેમ હોવા છતાં પ્રગટ કેમ થતો નથી? અથવા આપણે કેમ પ્રેમને પ્રગટ કરી શકતા નથી? આ વિષયનાં કેટલાંક સરળ સાધનો રામચરિતમાનસમાં તુલસીદાસજીએ બતાવ્યાં છે. રામચરિતમાનસમાં દશરથજી પ્રેમ પામી શક્યા કારણ કે એના મૂળમાં સત્ય હતું. જેના જીવનમાં સત્ય હશે એ પ્રેમને પ્રગટ કરી શકશે. કદાચ સત્ય બોલવામાં હોય પણ આચરણમાં ઓછી માત્રા હોય તો પ્રેમ પ્રગટ કરવાનું બીજું સ્થાન તુલસીદાસજી બતાવે છે કે,


'જનની જનક સીય રામ પ્રેમ કે
બીજ સકલ બ્રત ધરમ નેક કે’

પરમાત્માનું નામ લેવું, પરમાત્માની કથા સાંભળવી. પરમાત્માનું નામ પ્રેમ પ્રગટ કરી શકે છે. કળિયુગમાં તો હરિ નામ લેવાથી પ્રેમ પ્રગટ થાય છે.

Continue reading at Sunday Bhaskar.

No comments:

Post a Comment