Translate

Search This Blog

Tuesday, December 31, 2019

હિન્દુસ્તાન ચમત્કારોનો નહિ, સાક્ષાત્કારોનો દેશ છે, માનસ દર્શન


હિન્દુસ્તાન ચમત્કારોનો નહિ, સાક્ષાત્કારોનો દેશ છે

  • બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે

  • ગોસ્વામીજી કહે છે, ગ્રહની કયા ગ્રહ સાથે યુતિ થાય છે એના આધારે શુભ-અશુભ થતું હોય છે. તો ગ્રહ સુયોગ અને કુયોગ પામીને અર્થ બદલી દે છે અને અર્થ બદલતાં પરિણામ બદલી જાય છે
  • રાવણના હાથમાં તલવાર એક ખલના હાથની તલવાર છે, પરંતુ શસ્ત્ર રામના હાથમાં આવે તો વિશ્વની સુરક્ષા થઇ જાય છે.
  •  ક્યારેક ક્યારેક કોઇકના હાથમાં શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય છે
  •  આપણા જીવનના રથનાં બે પૈડાં છે. એક પૈડાનું નામ વિચાર છે અને બીજા પૈડાનું નામ વિશ્વાસ છે

  • બુદ્ધપુરુષ પાણીને સ્પર્શે તો પાણી પણ માણસ માટે હરિનામનો નશો બની જાય છે
  •  આપણા બધાંનાં પાપનો જન્મ ત્રણ વસ્તુમાંથી થાય છે. બીજાના દ્રોહથી, ખુદ પર કે બીજા પર કરેલા ક્રોધથી અને જૂઠથી. .

  •  હિન્દુસ્તાન સ્વયં ચમત્કાર છે. હિન્દુસ્તાન ચમત્કારનો નહીં, સાક્ષાત્કારનો દેશ છે
  •  તો જિસસે કહ્યું, બાળક જેવા જે હશે એમને પહેલો પ્રવેશ મળશે. બાળક જેવા હશે એનો મતલબ બાળક જેવા નિર્દોષ, બાળક જેવા નિખાલસ, બાળક જેવા પવિત્ર અંત:કરણ, બાળક જેવા આશ્રિત, એવી સ્થિતિમાં જે હશે પરમાત્માના રાજમાં પહેલાં પહોંચશે.



Tuesday, December 24, 2019

પ્રેમયાત્રામાં અસુર જ નહીં, દૈવી તત્ત્વ પણ બાધક બને




અસહ્ય પ્રેમની અવસ્થાવાળા માણસ જ્યારે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે યાત્રા કરે છે તો પાંચ વિઘ્ન આવે છે. 
  1. વ્રતભંગ થાય; 
  2. વચ્ચે આવતો સમાજ ગેરસમજ કરે; 
  3. મહાત્માઓ કસોટી કરે; 
  4. દેવતાઓ કસોટી કરે, 
  5. પરિવારનો જ કોઇ સભ્ય તમારી હત્યા કરવાનું એલાન કરે ત્યારે સમજવું કે ચિત્રકૂટ સાવ નિકટ છે, કેમ કે ઘણીવાર પ્રેમીઓને નિકટના લોકો જ મારવા માટે તૈયાર થાય છે!



Read full article at Divya Bhaskar.

Sunday, December 22, 2019

માનસ પવનતનય


રામ કથા
માનસ પવનતનય
ભીંડ, મધ્ય પ્રદેશ
શનિવાર, તારીખ ૨૧/૧૨/૨૦૧૯ થી રવિવાર, તારીખ ૨૯/૧૨/૨૦૧૯
મુખ્ય ચોપાઈ
पवन तनय बल पवन समाना
बुधि बिबेक बिग्यान निधाना
पवनतनय के चरित सुहाए
जामवंत रघुपतिहि सुनाए


શનિવાર, ૨૧/૧૨/૨૦૧૯
कहइ रीछपति सुनु हनुमानाका चुप साधि रहेहु बलवाना
पवन तनय बल पवन समानाबुधि बिबेक बिग्यान निधाना॥2॥
ऋक्षराज जाम्बवान्ने श्री हनुमानजी से कहा- हे हनुमान्‌! हे बलवान्‌! सुनो, तुमने यह क्या चुप साध रखी है? तुम पवन के पुत्र हो और बल में पवन के समान होतुम बुद्धि-विवेक और विज्ञान की खान हो॥2॥
नाथ पवनसुत कीन्हि जो करनीसहसहुँ मुख जाइ सो बरनी
पवनतनय के चरित सुहाएजामवंत रघुपतिहि सुनाए3॥
हे नाथ! पवनपुत्र हनुमान्ने जो करनी की, उसका हजार मुखों से भी वर्णन नहीं किया जा सकतातब जाम्बवान्ने हनुमान्जी के सुंदर चरित्र (कार्य) श्री रघुनाथजी को सुनाए॥3॥
હનુમાનજી પવન પુત્ર છે, પવન તનય છે.
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्‌।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥3॥
अतुल बल के धाम, सोने के पर्वत (सुमेरु) के समान कान्तियुक्त शरीर वाले, दैत्य रूपी वन (को ध्वंस करने) के लिए अग्नि रूप, ज्ञानियों में अग्रगण्य, संपूर्ण गुणों के निधान, वानरों के स्वामी, श्री रघुनाथजी के प्रिय भक्त पवनपुत्र श्री हनुमान्जी को मैं प्रणाम करता हूँ॥3॥
हरि अनंत हरि कथा अनंता
હનુમાનજી હરિ છે જે અનંત છે.
દરેક સમસ્યા અગ્નિ કસોટી છે.
હનુમાન ચરિત્ર સમસ્યાની અગ્નિ કસોટીમાં સહાય થશે.
જાનકીની અગ્નિ કસોટી થયા પછી રામ રાજ્ય આવે છે.
પ્રગતિ કરવા માટે કસોટીમાંથી પસાર થવું પડે, સમસ્યાનો સામનો કરવો પડે.
सुनु  सुरेस  रघुनाथ  सुभाऊ  निज  अपराध  रिसाहिं    काऊ॥2॥
हे  देवराज!  श्री  रघुनाथजी  का  स्वभाव  सुनो,  वे  अपने  प्रति  किए  हुए  अपराध  से  कभी  रुष्ट  नहीं  होते॥2॥
जो  अपराधु  भगत  कर  करई  राम  रोष  पावक  सो  जरई
लोकहुँ  बेद  बिदित  इतिहासा  यह  महिमा  जानहिं  दुरबासा॥3॥
पर  जो  कोई  उनके  भक्त  का  अपराध  करता  है,  वह  श्री  राम  की  क्रोधाग्नि  में  जल  जाता  है  लोक  और  वेद  दोनों  में  इतिहास  (कथा)  प्रसिद्ध  है  इस  महिमा  को  दुर्वासाजी  जानते  हैं॥3॥
આજ સુધી કોઈ સમસ્યા એવી નથી જેનું સમાધાન ન હોય.
દરેક સમસ્યાઓનું સમાધાન રામ ચરિત માનસમાં છે.
બુદ્ધ પુરૂષ કામનાઓ પુરી ન કરે પણ કામનાઓ ને જ સમાપ્ત કરી દે છે.
હનુમાનજીના જીવનમાં પાંચ કસોટી આવે છે.
સતી, જાનકી, હનુમાનજી, ભરત, કાકભુષંડીને પણ કસોટીનો સામનો કરવો પડે છે.
આજ સુધી કોઈ આગ એવી નથી જે બુઝાઈ ન હોય.
બીજ અનેક કસોટીમાંથી પસાર થયા પછી વૃક્ષ બને છે.
સાધુ પંચાગ્નિને પચાવી દે છે.
રામ ચરિત માનસનો આરંભ સંશયથી થાય છે, સમાધાન મધ્ય છે અને શરણાગતિ અંત છે. ગીતામાં પણ આરંભ સંશય છે, સમાધાન મધ્ય છે અને શરણાગતિ અંત છે.
नाथ एक संसउ बड़ मोरेंकरगत बेदतत्त्व सबु तोरें
कहत सो मोहि लागत भय लाजाजौं कहउँ बड़ होइ अकाजा॥4॥
हे नाथ! मेरे मन में एक बड़ा संदेह है, वेदों का तत्त्व सब आपकी मुट्ठी में है (अर्थात्आप ही वेद का तत्त्व जानने वाले होने के कारण मेरा संदेह निवारण कर सकते हैं) पर उस संदेह को कहते मुझे भय और लाज आती है (भय इसलिए कि कहीं आप यह समझें कि मेरी परीक्षा ले रहा है, लाज इसलिए कि इतनी आयु बीत गई, अब तक ज्ञान हुआ) और यदि नहीं कहता तो बड़ी हानि होती है (क्योंकि अज्ञानी बना रहता हूँ)॥4॥
આ સંસાર સમસ્યાઓનું જંગલ છે.
હનુમંત અનેક રૂપરૂપાય છે.
હનુમાનજી સાધુ સંતના રક્ષક છે.
સાધુ સંતકે તુમ રખવાલે
राम दूत मैं मातु जानकीसत्य सपथ करुनानिधान की
यह मुद्रिका मातु मैं आनीदीन्हि राम तुम्ह कहँ सहिदानी॥5॥
(हनुमान्जी ने कहा-) हे माता जानकी मैं श्री रामजी का दूत हूँकरुणानिधान की सच्ची शपथ करता हूँ, हे माता! यह अँगूठी मैं ही लाया हूँश्री रामजी ने मुझे आपके लिए यह सहिदानी (निशानी या पहिचान) दी है॥5॥





Saturday, December 21, 2019

ભાગવત કથા રાજકોટ


રાજકોટમાં ૧૮ મે, ૨૦૧૭ થી ૨૫ મે, ૨૦૧૭ દરમ્યાન
પૂજ્ય ભાઈશ્રી રમેશ્ભાઈ ઓઝાના વ્યાસાસને યોજાયેલ ભાગવત કથાના અંશ


મંગલાચરણ

वंशी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरादरुणबिंबफलाधरोष्ठात्
पूर्णेसुन्दरमुखारविंदनेत्रात् कृष्णात्परं किमपि तत्वमहं जाने ।। १ ॥

मैं किसी भी सत्य को नहीं जानता जो कृष्ण से उच्चा हो, जिस के हाथो को बहुत चाहा गया हैं एक बाँसुरी से, जिस का रंग एक वर्षामेघ की तरह हैं, जो एक पीला कपडा पहनता हैं, जिस के होठ एक लाल बिम्बा फल जैसे है, जिस का चहरा पूर्णिमा जैसा सुंदर हैं और जिस की आँखे कमलों जैसी हैं ॥ १ ॥

(जिनके करकमलों में बंसी शोभायमान है, जिनके सुंदर शरीर की आभा नये बादलों जैसी घनश्याम है, जिनका सुंदर मुख पूर्ण चन्द्र जैसा है, जिनके नेत्र, कमल की भांति बहुत सुंदर है, जिन्होंने पीताम्बर धारण किया हुआ है, जिनके अधरोष्ठ अरुणोदय जैसा, माने उदित होते हुए सूर्य के लाल फल के रंग जैसा है, ऐसे श्रीकृष्ण भगवान के सिवा और कोई परम तत्व है, यह मैं नहीं जानता ।)




कृष्णत्वदीयपदपंकजपंजरान्ते अद्‌यैव मे विशतु मानस राजहंसः
प्राणप्रयाणसमये कफवात- पित्तैः कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। ॥ २ ॥

अरे श्री कृष्ण, इसी क्षण मेरे मन के उस राजहंस को आपके चरणो के कमल के उलझे हुए जडो में प्रवेश करने दो । म्रुत्यु के समय आपको स्मरण करना मेरे लिए कैसे मुमकिन होगा, जब मेरा गला बलगम, पित्त और वायु से घुट जायेगा ? ॥ २ ॥

कस्तुरीतिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभं
नासाग्रे वरमौक्तिकं करतले, वेणुः करे कंकणम्‌
सर्वांगे हरिचन्दनं सुललितं कंठे मुक्तावलि
गोपस्त्री परिवेष्टितो विजयते, गोपालचूडामणीः

जिन के ललाट पर कस्तुरी का तिलक शोभायमान है एव वक्षःस्थल पर कौस्तुभ मणि विद्यमान है, नासिका के अग्रभाग पर मोती शोभायमान है, संपूर्ण श्री अंग में चंदन सुशोभित है, कंठ में सुन्दर मोती की माला है और जो भक्तिमयी गोपवधू से घिरे हुए है ऐसे परम कमनीय गोपाल श्री कृष्ण विजयी हो रहे हैं ॥ १ ॥

अस्ति स्वस्तरुणीकराग्रविगलत्कल्पप्रसूनाप्लुतं
वस्तु प्रस्तुतवेणुनादलहरीनिर्वाणनिर्व्याकुलम् ॥
स्रस्तस्रस्तनिरुद्धनीविविलसद्‍ गोपीसहस्रावृतं
हस्तन्यस्तनतापवर्गमखिलोदारं किशोराकृति ।। 2।।

वृजेश्वर, रासेश्वर, आनंदघन, परब्रह्म श्री कृष्ण जिनकी अनुपम वेणुनाद लहरी साक्षात मोक्ष है, अहो ! जिनके कर कमल उदारतापूर्वक अपवर्ग (मोक्ष) को प्रदान करने में तत्पर हैं । वे अनिवर्चनीय दिव्य प्रेमस्वरूपिणी गोपिकाओ से परिवेष्ठित अद्भूत अवाडगमन सगोचर किशोराकृति प्रियतम नीलमणि श्यामसुन्दर श्री कृष्णचन्द्र है ॥ २ ॥

(जो वेणुनाद- लहरी के माधुर्य-आनन्द से निर्व्याकुलया निश्चल हैं; स्वर्गीय (स्वर्ग की) तरुणियों के कराग्रभाग से निकले कल्पतरुओं के पुष्पों द्वारा छा गए हैं; स्खलित नीवियों वाली सहस्र-सहस्र गोपियों से घिरे हैं; जिनके हाथ में प्रणतजनों का अपवर्ग (मोक्ष, परमगति) विद्यमान है; जो सभी के प्रति उदार हैं- ऐसी एक किशोराकृति वस्तु श्रीवृन्दावन में नित्य विराजमान है।। 2।।)

कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम्।
कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्।।

सच्चिदानंद स्वरुप श्री नारायण हरि वही साक्षात् कृष्ण है – उसको वंदन् । व्रजमंडल के प्रियत्म् भगवान श्री कृष्ण को वंदन । कृष्ण द्वैपायन (वेद व्यास) को बंदन । नर (पृथासुत – अर्जुन) नारायन को वंदन ॥


(कृष्ण ही नारायण भगवान हैं। कृष्ण ही व्रजप्रिय, कृष्ण ही द्वैपायन व्यास हैं और कृष्ण ही अर्जुन हैं। सब-के-सब कृष्ण ही हैं।)


जन्माद्यस्य यतोsन्वयादितरत: चार्थेषुभिज्ञे स्वराट्,तेने ब्रह्म हृदा आदि कवये मुह्यन्ति यत् सूरय
तेजोवारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा,धाम्ना स्वेदन सदा निरस्तकुहकं सत्यम परम धीमहि ।।

इस समस्त विश्व की उत्पत्ति, स्थिती (पोषण) तथा विनाश ( प्रलय) का जो निमित्त उपादान दोनों कारण है अर्थात् इस विश्व का निर्माण कर्ता तथा जिस सामग्री से निर्माण किया जता हैवह सामग्री भी वही हैइस दसमस्त विश्व तो उस परम शक्ति में ओतप्रोत है परन्तु विश्व के परम शक्ति में ओतप्रोत होते हुवे भी वहपरब्रह्म इस विश्व से परे है तथा स्वयम् परम जाज्वल्यमान प्रकाशित हो रहा हैसंसार की आदि रचना के समय जिसने इस तथ्य को आदि कवि के सामने प्रस्तुत किया था एवम् जिसके स्वरूप को जानने के लिये बडे बडे ज्ञानी भी भ्रमित होते हैं —- जिस प्रकार रेगिस्तान में सूर्य की किरणें सूखे में जल होते हुवे भीजल की तरंगें दिखलाई देती हैं तथाजलती हुई अग्नि लकङी के रूप जैसी दिखती है, उसी प्रकार यह विश्व की जाग्रत, सुषुप्ति, तथा स्वप्न तीनों अवस्थाऐ अथवा भूत, वर्तमान भविष्य ये तीनों काल सर्वथा मिथ्या होते हुवे भीउस परम शक्ति में प्रतिभासित हो रहे हैंइन लक्षणों वाले परम सत्यका माया के पर्दे से परे आत्म ज्ञान द्वारा हम चिन्तन करते है
( किसी भी उत्पति या उत्पादन में निमित वउपादान कारण अर्थात निर्माता सामग्री एक ही होने का तात्पर्य ही यही है कि वास्तव में निर्मित वस्तु निर्माता से सेप्रथक होकर निर्माता स्वयम् ही निर्मित वस्तु के रूप में भास रहा हैजादू के खेल में जो अनेक प्रकार के तमासे दिखलााये जाते है ,वे जादूगर से प्रथक होकर जादूगर ही उन रूपों में स्वयंम् को प्रकट करता हैदर्पण मेप्रतिबिम्बित चेहरा स्वयम् की आकृति स्वयम् के सिवाय कुछ नहीं होतीइसी तरह सृष्टि का निर्माता तथसामग्री जब एक ही कही गई है तो इसका तात्पर्य यही है कि वह परम सत्य ही सृष्टि केपदार्थ, जीवों,तअन्य कई रूपोंं में भास रही हैवे सब मिथ्याा होकर वास्तव में परम सत्ता ही सत्य हैसृष्टिरुपमें भासना माया हैइस (कुहक) माया के पर्दे को हटाकर ही उस परम सत्य का दिग्दर्शन हो सकता है उसी परम सत्य का आगे भागवत में चिंतन किया है परन्तु खेद का विषय है कि आजकल निरन्तर भागवत कथाओंं में वृद्धि होनेपर भी परम सत्य के दिग्दर्शन के बारे में कथा वाचक मौन रहकर मूल तत्व की विवेचना करते हुवे केवल संगीत करतल वादन तक ही सीमित रह गये हैं




श्रीकृष्ण गोविन्द हरे मुरारे
हे नाथ नारायण वासुदेव !
जिव्हे पिब्स्वामृतमेतदेव
गोविन्द दामोदर माधवेति !2!!
विक्रेतुकामा किल गोपकन्या
मुरारिपादार्पितचित्तवृति: !
दध्यादिकं मोहवशादवोचद्
गोविन्द दामोदर माधवेति !3!!
गृहे गृहे गोपवधुकदंबा:
सर्वे मिलित्वा समवाप्य योगं !
पुण्यानि नामानि पठन्ति नित्य
गोविन्द दामोदर माधवेति !4!!
सुख शयना निलये निजेअपि
नामानि विष्णोः प्रवदन्ति मत्:र्या: !
ते निश्चितं तन्मयतां व्रजदन्ति
गोविन्द दामोदर माधवेति !5!!
जिव्हे सदैवं भज सुन्दराणि
नामानि कृष्णस्य मनोहराणि !
समस्त भक्तार्तिविनाशनानि
गोविन्द दामोदर माधवेति !6!!
सुखावसाने
इदमेव सारं
दुःखावसाने इदमेव ज्ञेयम !
देहावसाने इदमेव जाप्यं
गोविन्द दामोदर माधवेति !7!!
श्रीकृष्ण राधावर गोकुलेश
गोपाल गोवर्धननाथ विष्णो !
जिव्हे पिब्स्वामृतमेतदेव
गोविन्द दामोदर माधवेति !8!!
ચૈતન્ય અવિનાશી છે.
સતીનું શરીર નાશ પામે છે પણ શિવ અવિનાશી છે.
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે.
આ દેહ એ જ દેવાલય છે.
પંચમહાભૂતના આ પૂતળાના સ્વામી - નાથ શિવ છે.

આત્માત્વં ગિરિજા મતિઃ સહચરાઃ પ્રાણાઃ શરીરં ગૃહં
પૂજા તે વિષયોપભોગ-રચના નિદ્રા સમાધિસ્થિતિઃ |
સંચારઃ પદયોઃ પ્રદક્ષિણવિધિઃ સ્તોત્રાણિ સર્વા ગિરો
યદ્યત્કર્મ કરોમિ તત્તદખિલં શંભો તવારાધનમ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે
ઊડી ગયો હંસ પીંજર પડી તો રહ્યું
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં
મારો હંસલો ને દેવળ જૂનું તો થયું

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णा
न्यन्यानि संयाति नवानि देही।।
मनुष्य जैसे पुराने कपड़ोंको छोड़कर दूसरे नये कपड़े धारण कर लेता है ऐसे ही देही पुराने शरीरोंको छोड़कर दूसरे नये शरीरोंमें चला जाता है।
જ્યારે જીવ શિવને વરે ત્યારે જ તેની કિંમત હોય.
પતિ પત્નીની રુચી એક હોવી જોઈએ. લગ્ન દરમ્યાન સામાજિક, ધાર્મિક અને કાયદાકીય રીતે સંબંધને માન્યતા અપાય છે. પતિ પત્ની વચ્ચે શીલ, સખ્યભાવ, ચરિત્ર અને રુચિ એક સમાન હોય, શ્રેષ્ઠ  હોય તો જ દાંપત્ય જીવન સારું રહે.
जासु कथा कुंभज रिषि गाई। भगति जासु मैं मुनिहि सुनाई॥
सोइ मम इष्टदेव रघुबीरा। सेवत जाहि सदा मुनि धीरा॥4॥
जिनकी कथा का अगस्त्य ऋषि ने गान किया और जिनकी भक्ति मैंने मुनि को सुनाई, ये वही मेरे इष्टदेव श्री रघुवीरजी हैं, जिनकी सेवा ज्ञानी मुनि सदा किया करते हैं॥4॥
મહાદેવ અવિનાશી છે, અજન્મા છે.
હોસ્પીટલમાં દવા અને દુવા બંને મળવાં જોઈએ.
. શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને.
. ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને શેરી..
. દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને શેરી..
. નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને શેરી..
. ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને શેરી..
. રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને શેરી..
. પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને શેરી..
. મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને શેરી..
મહાદેવ પ્રલયના દેવ છે તેમજ કરૂણા મૂર્તિ પણ છે.
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्।
सदा वसन्तं हृदयारविन्दे भवं भवानीसहितं नमामि।।

कुंद इंदु सम देह उमा रमन करुना अयन।
जाहि दीन पर नेह करउ कृपा मर्दन मयन॥4॥
जिनका कुंद के पुष्प और चन्द्रमा के समान (गौर) शरीर है, जो पार्वतीजी के प्रियतम और दया के धाम हैं और जिनका दीनों पर स्नेह है, वे कामदेव का मर्दन करने वाले (शंकरजी) मुझ पर कृपा करें॥4॥
મહાદેવ અહંકારના દેવ છે, જેનામાં અહંકાર આવે તેનો અહંકાર મહાદેવ નાશ કરે છે.
નારદ પણ કામને જીત્યા પછી અહંકાર કરે છે – અભિમાન કરે છે જે વિશ્વ મોહિનીના પ્રસંગમાં બતાવવામાં આવ્યું છે.
કામ અને અહંકાર – દર્પ- અહંકાર અને કંદર્પ – કામ ના દેવ છે. કામ અને અહંકારથી મહાદેવ બચાવે છે.
શંકર ભજન વિના વિષ્ણુ ભક્તિ શક્ય નથી.
ભાગવત કરુણાથી જ પ્રગટ થયું છે.
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે સંકટ ના હરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
મે પાપ કર્યા છે એવા, હું તો ભુલ્યો તારી સેવા (૨)
મારી ભુલોના ભુલનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વહાલા, મે પીધા વિષના પ્યાલા (૨)
વિષને અમૃત કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી,
હે કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી

મહાદેવ કથાના વક્તા છે અને શ્રોતા પણ છે.
કથા એ ગંગા છે જેનું ઉદગમ સ્થાન કરુણા છે, કરુણા ગંગોત્રી છે.
સૌથી પહેલ વહેલું ભાગવત ભગવાન આદિ નારાયણે બ્રહ્નાજીને સંભળાવ્યું. ભગવાને સંભળાવ્યું એટલે ભગવત કહેવાયું. બ્રહ્નાએ આ ભાગવત પોતાના પુત્ર નારદજીને સંભળાવ્યું. નારદજીએ વેદવ્યાસજીને સંભળાવ્યું. અને પ્રેરણા કરી જેથી વેદવ્યાસજીએ આ ભાગવત વિસ્તાર કર્યો.
વેદવ્યાસજીએ આ ભાગવત પોતાના પુત્ર શુકદેવજીને સંભળાવ્યું. શુકદેવજીએ આ ભાગવત પરીક્ષિત રાજાને સંભળાવ્યું.
આજ ભાગવત નૈમિષારણ્યમાં સુતજીએ સનકાદીક ઋષિઓને સંભળાવ્યું.
આમ ભગવાન આદિ નારાયણ પોતે જ બ્રહ્નાના રુપમાં, નારદના રુપમાં, વેદવ્યાસના રુપમાં, શુકદેવજીના રુપમાં આ ભાગવત સંભળાવે છે. જ્યારે ભગવાન સંભળાવે ત્યારે જ તે ભાગવત કહેવાય. બ્રહ્મા, નારદ, વ્યાસ, શુકદેવજી એ બધા આદિ નારાયણના જ અવતાર છે.
જ્યારે કરુણાનો ઉદવેગ થાય ત્યારે જ વક્તા ભાગવત કથા કહેવા પ્રેરાય.
સ્વામી કલ્યાણદેવજી મહારાજ કહેતા કે કૃષ્ણને ત્રણ – ગીતા, ગોપી અને ગાય વ્હાલા છે. એમણે કહ્યું છે કે સાધુ એ ભગવાનની સેનાનો સૈનિક છે.
પરીક્ષિત અન્ન, પાણી, રાજપાટ છોડી બધા ઋષિ મુનિઓને પુછે છે કે મરણાસન પ્રાણીનું કર્તવ્ય શું છે તે મને સમજાવો. પરીક્ષિત બે પ્રશ્ન પૂછે છે, જેનું મૃત્યુ સમીપ હોય તેવા પ્રાણીએ શું કરવું જોઈએ અને દરેક પ્રાણીનું જીવનમાં સામાન્ય કર્તવ્ય શું છે. મૃત્યુ સમયે જીવનું વિશેષ કર્તવ્ય શું છે એવો પ્રશ્ન રાજા પરીક્ષિત પૂછે છે.
જન્મ થયા પછી જેવા શ્વાસ લેવાના શરુ થાય ત્યારથી ઊલટી ગણતરી શરુ થઈ જાય છે, જેમ જેમ ઊંમર વધે તેમ તેમ મૃત્યુ નજીક આવે છે. આ ઊલટી ગણતરી છે.
નારદજી કરુણાવશ થઈ શુકદેવજીને રાજા પરીક્ષિતના અપરાધના ક્ષમાપન કરવા માટે વિનંતી કરે છે.
સત્યનારાયણની કથાના કેન્દ્રમાં સત્ય છે, સત્યવર્તી બનવાનું કેન્દ્ર છે, શીરો નથી.
ખોટા રસ્તેથી મેળવેલ સંપત્તિ, બેઈમાનીથી મેળવેલ સંપત્તિ પણ રોગી છે.
દરેક સત્યનું વ્રત કરે તો સમાજ સુધરી જાય, સમાજ સુખી થઈ જાય, અંદરો અંદરના વેર ઝેર બંધ થઈ જાય.
ડૂબતા માણસનો વિડીયો ઊતારવા કરતાં તેને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પરમહંસ પુરૂષો ઉપરથી બહું કઠોર દેખાય પણ અંદરથી બહું કોમળ હોય.
કરુણા સિવાય સેવા, કૃપા ન થઈ શકે.
જીવ માત્ર ભગવાન શ્રી કૃષ્ણના સખા છે, ફક્ત અર્જુન જ સખા નથી.
જીવ પોતાના કર્મ ફળનો ભોક્તા છે, કારણ કે મનુષ્ય ફળની લાલસાથી કર્મ કરે છે. જ્યારે ભગવાનને કર્મ ફળ લાગું પડતાં નથી. કર્મના સિદ્ધાંતથી બ્રહ્નનો પિતા દશરથ પણ મુક્ત નથી, દશરથને પણ કર્મ ફળ ભોગવવા પડે છે. તેથી આપણા વાણી, વર્તનથી બીજાને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવાની જરુર છે.
પરમાત્મા કહે છે કે આ જગતનો માતા પિતા હું જ છું.
પરમાત્માની નજરમાં આપણે સતત રહીએ છીએ. તે આપણને કાયમ જોયા કરે છે.
જગત દ્રશ્ય છે, પરમાત્મા દ્રષ્ટા છે. આપણા કર્મોનો સાક્ષી પરમાત્મા છે.
ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે.
ભગવાનને ગમે તે રીતે આપણે વર્તવું જોઈએ.
ભગવાનને કેવો ભક્ત ગમે?
શું પૂછો છો મુજને કે હું શું કરું છું ?
મને જ્યાં ગમે ત્યાં હરૂં છું ફરૂં છું.
ન જાઉં ન જાઉં કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારીને ડગલું ભરૂં છું.
કરે કોઇ લાખો બુરાઇ છતાં પણ
બુરાઇને બદલે ભલાઇ કરૂં છું.
ચડી છે ખુમારી પીધી પ્રેમ સુરા-
જગતમાં હું પ્રેમી થઇ વિચરૂં છું.
છે સાદું કવન ભક્ત સત્તારનું
કવિ જ્ઞાનીઓને ચરણે ધરૂં છું
અર્જુનને કૃષ્ણ મળ્યા એ અર્જુનનું સદભાગ્ય છે તેમજ કૃષ્ણને અર્જુન મળે છે એ કૃષ્ણનું પણ સદભાગ્ય છે.

શુકદેવજી કહે છે કે ભાગવતની કથાનું અધ્યયન કર્યા પછી મારી સ્થિતિ કહ્યા વિના રહેવાય નહીં અને ગમે તેને કહેવાય નહીં એવી છે. યોગ્ય શિષ્ય, શ્રોતા મળે તેની શોધમાં ગુરૂ હોય છે.
આધ્યાત્મ જગતમાં વ્યાસપીઠ ઉપર જે કહેવાય છે તે વ્યાસ દ્વારા કહેવાઈ ગયેલું જ છે. વ્યાસપીઠ ઉપરથી વેદ માન્ય વાતો જ કહી શકાય.
જે વેદની વાતો માને છે તે આસ્તિક છે અને જે નથી માનતો તે નાસ્તિક છે.
કાંડાની ઘડિયાળ ખોટો સમય બતાવે તો ફક્ત એક જ વ્યક્તિ સમયસર કાર્ય ન કરી શકે પણ જો ગામનું ટાવર ખોટો સમાય બતાવે તો આખું ગામ સમયસર કાર્ય ન કરી શકે.
ગીતા કર્મ યોગી બનાવે.
એક જ પ્રશ્નનો ઉત્તર શિષ્યની લાયકાત/સમજણ/ભૂમિકા પ્રમાણે આધારીત હોય અને ઉત્તર અલગ અલગ હોય.
માથુ દુખતું હોય ત્યારે તેની દવા એક જ ન હોય પણ ક્યા કારણથી માથુ દુખે છે તે પ્રમાણે અલગ અલગ હોય.
ભાગવત કથા ભવ રોગને મટાડવાની દવા છે.
કથા કાન અને મનને આનંદ આપનારી હોય છે. કથા કાનથી પીવાની દવા છે.
રામાયણ રામ કથાને વૈદ્ય કહે છે જ્યારે ભાગવત ભાગવત કથાને ઔષધિ કહે છે.
सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के
ભવ રોગ એ જન્મો જન્મનો ભીમ રોગ છે. ભવ રોગને દૂર કરવાની દવા ભાગવત છે.
જીવનની યાત્રા હમસફર બનીને નહીં પણ હમદર્દ બનીને કરવી જોઇએ. બીજાની પીડાથી પોતાને પીડા થાય તે હમદર્દી છે.
ભાગવતૌષધી રોગ પ્રતિકારત્મક રસાયણ છે. ભાગવત કથા ભવ રોગ ફરીથી આવે તે માટેનું રસાયણ છે -PREVENTIVE CHEMICAL- MEDICINE.
ભાગવત અમૃત છે.
ભાગવત કથા આસવ – જેને પીવાથી નશો ચઢે એવું પેય – છે.
ભગવાન શિવને અખંડ સમાધિનો નશો ચઢેલો છે.
પ્રેમીઓ માટે આ કથા અમૃત છે.
પરમહંસો માટે આ કથા આસવ છે.
આમ ભાગવત કથા એ ઔષધિ, રસાયણ, અમૃત અને આસવ છે.
સતસંગ નિત્ય થવો જોઈએ.
ભાગવત પહેલાં ઔષધિ હોય, પછી રસાયણ બને જેના પછી અમૃત બને છે અને છેલ્લે આસવ બની જશે.
અજાણતાય કોઈનું હિત થઈ જાય તોય આપણો દિ ફરી જાય, સારૂ થઈ જાય.
હનુમાનથી ભૂત દૂર રહે તેમજ હનુમાનનું નામ લેનારથી પણ ભૂત દૂર ભાગે છે.
કથા ચાલતી હોય ત્યાં હનુમાનજી શ્રોતા તરીકે હોય જ.
સંત અને ભગવંત પોતાની જાત છૂપાવે, પોતાને પ્રગટ ન કરે.
ભગવત પ્રાપ્તિમાં છેલ્લો ચાન્સ એવી વસ્તુ જ નથી, સતત પ્રયત્નશીલ રહેવું જ પડે, કાયમ ભજન કર્યા જ કરવું પડે.
હનુમાનજી રુદ્રાવતાર છે, ત્રિભુવન ગુરૂ છે.
तुम्ह त्रिभुवन गुर बेद बखानाआन जीव पाँवर का जाना
કથા જીવનમાં પરિવર્તન લાવે છે.
સૂર્ય એ પ્રકાશનો વાચક, જ્ઞાન પણ પ્રકાશનો વાચક છે.
ગુ એટલે અંધકાર
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यतेअन्धकार निरोधत्वात् गुरुरित्यभिधीयते
'गु'कार याने अंधकार, और 'रु'कार याने तेज; जो अंधकार का (ज्ञाना का प्रकाश देकर) निरोध करता है, वही गुरु कहा जाता है
"अज्ञान तिमिरांधश्च ज्ञानांजन शलाकया,चक्षुन्मीलितम तस्मै श्री गुरवे नमः "
शास्त्रों में 'गु' का अर्थ बताया गया है- 'अंधकार' या 'मूल अज्ञान' और 'रु' का का अर्थ है- 'उसका निरोधक'। गुरु को गुरु इसलिए कहा जाता है कि वह अज्ञान तिमिर को ज्ञान की शलाका से रोशन कर देता हैअर्थात अंधकार को हटाकर प्रकाश की ओर ले जाने वाले को 'गुरु' कहा जाता है
અન્નનો બગાડ ન કરવો જોઈએ. અન્નને જ્યારે બગાડ કરીને જ્યારે ફેંકી દઈએ છીએ ત્યારે અન્નનો કણ રડતો હોય છે.
નૈમિષારણ્યમાં સુતજી વક્તા છે અને શૌનકજી શ્રોતા છે અને ભાગવત કથા ચાલે છે.
ગંગા બધાનું કલ્યાણ કરે તે જ રીતે ભાગવતી ગંગા પણ બધાનું કલ્યાણ કરે છે.
ભાગવત કથા સાંભળવા પહેલાં ભાગવતનો મહિમા જાણીએ તો ભાગવત કથામાં પ્રેમ જાગે.
કથા શા માટે?
જેમ આપણને ખાધા વિના, અન્ન વિના જીવાય નહીં તે જ રીતે કથા નિત્ય જરૂરી છે.
જીવનને સાચા માર્ગે રાખવા માટે, મુલ્યોને ટકાવી રાખવા માટે કથા અનિવાર્ય છે.
વિદ્યાલયો આપણને માત્ર સાક્ષર જ બનાવે છે. શિક્ષણનો મૂળ ઉદેશ્ય ચરિત્ર નિર્માણ છે. પણ આજનું શિક્ષણ ચરિત્ર નિર્માણમાં પરિપૂર્ણ નથી. ભણેલા ગણેલા વ્યક્તિઓ પણ ચરિત્ર નિર્માણમાં પાછળ છે.
ક્રિયા, ભાવ અને વિચાર દ્વારા ચરિત્ર નિર્માણ થાય છે.
ભગવાન સચ્ચિદાનંદના આપણે અંશ છીએ.
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે
તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ:
જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ રૂપ છે  અને જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારનાં દુ:ખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને અમે નમન કરીએ છીએ.
સતના અંશમાં ક્રિયા થાય છે, ચિતના અંશમાં વિચાર અને આનંદના અંશમાં ભાવના હોય છે.
દેહધારીમાં માનવ શ્રેષ્ઠ છે. માણસ વિચારશીલ અને વિચરણશીલ -ચાલતા રહેવું છે.
પરિવાર પ્રત્યેની આસક્તિના લીધે આપણું વિચરણ એક જગાએ સ્થિર થઈ જાય છે.
અનાસક્ત સાધુ કાયમ ચાલતો જ રહે.
નદીનો પ્રવાહ પ્રવાહ અટકે એટલે તે નદી ન રહેતાં ખાબોચિયું બની જાય. અર્થ પણ ફરતું રહેવું જોઈએ, એક જ જગ્યાએ સ્થિર રહે તે યોગ્ય નથી.
સ્વસ્થ શાસન પ્રણાલી માટે સમયાંતરે દરેકની બદલી આવશ્યક છે.
चरैवेति चरैवेति का अर्थ है, चलते रहो, चलते रहो, ज्ञान प्राप्त होगा
રસનો અભાવ એ જ અરસ, અરસ એ જ અલસ, એ જ અળસ જેને આળસ કહેવાય. રસ ન હોય ત્યારે આળસ આવે.
વિચારનો સંબંધ ચિત – ચિદ સાથે છે, ભાવનો સંબંધ આનંદ સાથે છે. સત ચિત - ચિદ આનંદ
માણસના જીવનના ત્રણ જ ઓરડા છે, ક્રિયા- ACTIONS, વિચાર - THOUGHTS અને ભાવ - EMOTIONS આ ત્રણ જ ઓરડા છે. ક્રિયા એ બહારનો ઓરડો છે, ભાવ એ થોડો અંદરનો ઓરડો છે – બેઠક રુમ અને ભાવ એ અંદરનો ઓરડો – શયનખંડ છે. કર્મ છુપાવી ન શકાય, બધા જ જોઈ શકે, અમુક લોકો જ આપણા ભાવને જાણી શકે, આનંદને બહું ઓછા લોકો જાણી શકે.
કથામાં શાસ્ત્રીય વિચારોનું સંક્રમણ થાય છે. મનુષ્ય એ વિચારોનું બંડલ છે, A MAN IS NOTHING BUT A BUNDLE OF THOUGHTS. વસ્તુ બને તે પહેલાં તેનો વિચાર બને, વિચાર આવે. આ વિશ્વ એ પરબ્રહ્મના વિચારનું પરિણામ છે, એક પરમ તત્વએ અનેક રુપ લેવાનું વિચાર્યું જેના લીધે વિશ્વ બન્યું. વિચારનું બહું જ મહત્વ છે અને જ્યારે વિચાર સંકલ્પ બને અને જો એ સંકલ્પ કલ્યાણકારી હશે તો એ સંકલ્પ શિવ સંકલ્પ બનશે.
આજે વિશ્વમાં શાંતિ નથી, માણસની જાતને શાંતિ સદતી જ નથી. આજે શસ્ત્રોના વેચાણની સ્પર્ધા ચાલી રહી છે.
યુદ્ધ માણસના મનમાં શરુ થાય છે. મનમાં યુદ્ધના વિચાર પેદા થાય છે.
સહજ મિલા સો દૂધ બરાબર, માંગ લિયા સો પાની; ખીંચ લિયા સો રકત બરાબર
ઘણા ભેગું કરીને ખાય જ્યારે ઘણા ભેળા મળીને ખાય. ભેગું કરીને ન ખાઓ પણ ભેળા થઈને ખાઓ.
વિચાર બદલાશે ત્યારે જ વિશ્વ બદલાશે. વિચાર બદલવાનું કાર્ય વિદ્યાલયો – શિક્ષણ સંસ્થાઓ દ્વારા થઈ શકે, કથા દ્વારા થઈ શકે.
સમયનું દાન એ બહું મહત્વનું છે. અર્થનું દાન કર્યા પછી અર્થ ફરીથી પ્રાપ્ત કરી શકાય પણ સમયનું દાન કર્યા પછી તે સમય ફરીથી પ્રાપ્ત કરી ન શકાયા.
સારા વિચારોનું આદાન પ્રદાન કરવાથી સારા વિચારોમાં વૃદ્ધિ થાય.
કથા એ માત્ર સાત્વિક મનોરંજન જ નથી પણ કથા એ જીવન નિર્માણ માટે છે, કથા એ ચરિત્ર નિર્માણ માટે છે. કથા શ્રોતા અને વક્તા બંનેને ઘડે છે.
દેવતાઓ સ્વાર્થી છે.
आए देव सदा स्वारथी। बचन कहहिं जनु परमारथी॥1

ऊँच  निवासु  नीचि  करतूती।  देखि  न  सकहिं  पराइ  बिभूती॥3॥
इनका  निवास  तो  ऊँचा  है,  पर  इनकी  करनी  नीची  है।  ये  दूसरे  का  ऐश्वर्य  नहीं  देख  सकते॥3॥
ઊંચ્ચ સ્થાને રહેનારના વિચાર જો નીચ હોય તો તે દરીદ્ર છે અને જો ઝુપડીમાં રહેનારના વિચારો જો ઊંચ્ચ હોય તો તેના જેવો શ્રીમંત કોઈ નથી.
ચરિત્ર નિર્માણ માટે વિચારો બદલવાની જરુર છે.
પૂજ્ય કૃષ્ણશંકર દાદા કહે છે કે મનુષ્યને સંસ્કાર સંપન્ન કરનારી ચાર સંસ્કાર પીઠો છે, ૧ માતાની કૂખ – ગર્ભ અવસ્થા દરમ્યાન બાળકમાં સંસ્કાર આવે છે, માતાનો ખોળો, ૨ પિતાના સંસ્કાર – ખાનદાન, કુટુંભમાં થતી સંસ્કાર ક્રિયાઓ – વ્યવહાર, ૩ ગુરુ કૂળ – વિદ્યાલયો – શિક્ષક નોકર ન હોવો જોઈએ પણ ગુરુ હોવો જોઈએ
શિક્ષક ઊચ્ચ આદર્શવાન હોવો જોઈએ ૪ વ્યાસ પીઠ – સાધુ સંતો, મહાપુરૂષો ઊચ્ચ સંસ્કારનું સિંચન કરે છે.
ઈશ્વરે કોઈને ખાલી હાથે મોકલ્યા જ નથી. ઈશ્વરને દરેકને કોઈને કોઈ ક્ષમતા – સંભાવના આપી જ છે.
નોકર જ્યારે ભણાવે ત્યારે નોકર જ પેદા કરે.
માતાનો ખોળો એ દુનિયાની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી છે.
શિક્ષણ એટલે બાળકમાં રહેલ ક્ષમતાનો વિકાસ, બાળકની અંદર રહેલી સંભાવનાઓને પ્રગટ કરવી.
શિવાજીના સંસ્કાર માતા જીજાબાઈ આપે છે.
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (૨)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું નાવે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી.શિવાજીને
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ -
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે.શિવાજીને
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ -
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા..શિવાજીને
પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર -
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે.શિવાજીને
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ -
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની.શિવાજીને
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય -
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ -
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર -
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે..શિવાજીને
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ -
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય -
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા.શિવાજીને
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ -
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા.શિવાજીને
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું નાવે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

બાળક એટલે માતાના   વિચાર અને પિતાના ચારિત્રનું પ્રતિબિંબ.
નેત્ર અને કાન એ બે દ્વાર એવા છે જે દ્વારા પાપ અને પરમાત્મા આપણામાં પ્રવેશ કરે છે.
પરમાત્મા પરમ સત્ય સ્વરુપ છે, કથા આવા પરમાત્માથી યુક્ત છે.
જે પરમ સત્યથી યુક્ત થાય છે તે પ્રકાશે છે.
जन्माद्यस्य यतोsन्वयादितरतचार्थेषुभिज्ञे स्वराट्,तेने ब्रह्म हृदा  आदि कवये मुह्यन्ति यत् सूरय ।
तेजोवारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा,धाम्ना स्वेदन सदा निरस्तकुहकं सत्यम परम धीमहि ।।

હવે અમે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરીએ છીએ.
એક જીવિકાનું શિક્ષણ હોય છે અને બીજું જીવનનું શિક્ષણ હોય છે.
આ સચરાચર સૃષ્ટિ જેના થકી થઈ છે, જેના લીધે ટકી છે અને જેમાં વિલીન થાય છે તે પરમાત્મા છે. પરમાત્મા સૃષ્ટિનો આધાર છે.
દરિયામાં લહેર દરિયામાંથી ઉત્પન્ન થાય છે, દરિયામાં જ રહે છે અને દરિયામાં જ વિલીન થાય છે. ચૈતન્યનો મહા સાગર આ સૃષ્ટિ છે.
ધર્મ એટલે જે ધારણ કરે છે તે, જેના લીધે આ લોક અને પરલોક સુધરે તે, કલ્યાણ થાય તે, ધર્મ એટલે શું કરવું અને શું ન કરવું.
સંતોષ, પોષણ અને ક્ષુધા નિવૃત્તિ ત્રણે દરેક ખાવાના કોળિયા વખતે થાય.
અમુક કરવું અને અમુક ન કરવું એ બંને ધર્મ છે. શું ન કરાય એ મહાભારત શીખવે છે અને રામાયણ શું કરવું એ શીખવે છે.
જે ખરાબ વ્યક્તિ છે તેનામાં પણ સારા ગુણો છે અને જે સારા છે તેમાં પણ અમુક દુર્ગુણો છે. કોઈ સંપુર્ણ નથી.
આ દુનિયા ગુણ દોષમય છે.
ઈશ્વર આ દુનિયાનો કર્તા – ઉત્પન્ન કરનાર, સંચાલક – ધારણ કરનાર અને વિનાશકર્તા – જેનામાં સમાઈ જાય છે.
પરમ પરમાત્મા સર્વજ્ઞ છે, પોતે પોતા થકી પ્રકાશે છે. અંધારામાં કંઈ ન દેખાય પણ ઉગાડી આંખે અંધારુ દેખાય છે. અંધારાને પ્રકાશિત કરનાર આત્મા છે, અંધારાને દેખાડનાર આત્મા છે.
ભગવાનને જે આવરણ ઢાંકે તે માયા છે, પિતાંબર ભગવાનને ઢાંકે છે તેથી પિતાંબરને – વસ્ત્રને માયાનું પ્રતીક કહી છે. જે આત્માને ઢાંકે તે આવરણને વાસના – અજ્ઞાન કહે છે.
જે તેજ માયાના કપટને પોતાના પ્રકાશ દ્વારા દૂર કરે છે તેનું અમે ધ્યાન કરીએ છીએ.
પૂજાની શરુઆત ધ્યાનથી થાય. પછી આવાહન થાય જે પછી તેને આસન, વસ્ત્ર અર્પણ કરાય.
પર બ્રહ્મ પરમાત્મા સત્ય સ્વરુપ છે.
જેનું હોવું અન્યના હોવા ઉપર આધારિત હોય તેનું અસ્તિત્વ સાપેક્ષ કહેવાય અને જેનું હોવું અન્ય કોઈના હોવા ઉપર આધારિત ન હોય તેનું હોવુ નિરપેક્ષ કહેવાય. પર બ્રહ્મ પરમાત્મા છે તેથી આ સૃષ્ટિ – જગત છે. કાર્ય વિના કારણ ન હોય. જેનું હોવું સાપેક્ષ છે તે મિથ્યા છે અને જે નિરપેક્ષ છે તે સત્ય છે.  તેથી બ્રહ્મ સત્ય જગત મિથ્યા કહેવાય છે.
વેદોનો સાર ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર ભાગવત છે.
મનન કરવાથી જે આપણું રક્ષણ કરે તે મંત્ર કહેવાય.
ભાગવત આંબો
આંબો  અખંડ  ભુવન  માં  થી  ઉતર્યો, વ્રજભૂમિ માં  આંબાનો  વાસ ,
સખી રે આંબો  રોપ્યો.
વાસુદેવે  તે   બીજ   વાવીયું,  હુવો  દેવકીજી   ક્ષેત્ર   પ્રકાશ .  સખી રે
આંબે   જશોદાજી એ  જળ   સિંચ્યા , નંદ -ગોપ   આંબા  ના  રખવાળ.  સખી રે
બ્રહ્માજી  એ તે   ચાર  પત્ર  લખ્યાં, મુનિ  નારદે  કીધાં છે  જાણ.    સખી રે
વ્યાસ  મુનિ  એ  તે  વિસ્તાર્યાં,  તેના  નવે  ખંડ  માં  નામ .            સખી રે
આંબો   ધ્રુવ   પ્રહલાદે   અનુભવ્યો , તેનાં  સેવનારા  વ્રજનાર .    સખી રે
દ્વાદશ સ્કંધ   આંબા ના   થડ   થયા , ત્રણસોપાંત્રીસ અધ્યાય છે શાખ સખીરે
અઢાર હજાર શ્લોક  ની  આંબે  ડાળીઓ, પાંચસે છોંતેર હજારઅક્ષર આંબે પાન   સખી રે
કલ્પવૃક્ષ  થઇ  આંબો  દુઝિયો, એની  ચૌદ  ભુવન માં છે  છાંય . સખી રે
તે  ફળ શ્રી  શુકદેવજી  વેડી ગયા, પરીક્ષિત બેઠાગંગા ને તીર .સખી રે
તેનો રસ  રેડ્યો  પરીક્ષિત  શ્રવણ માં ,ખરો  અનુગ્રહ  નો  આધાર. સખી રે
સાત  દિવસ માં  કૃષ્ણ પદ  મળ્યું ,જય શ્રી  પુરષોત્તમ  અભિરામ . સખી રે
કલિયુગે  પુષ્ટિમાર્ગ  માં પરવર્યો , ધન્ય ધન્ય  તૈલંગકુલ અવતાર.  સખી રે
આંબો  ગાય  શીખે ને  સાંભળે, તેનો  ચરણ કમલ માં  વાસ . સખી રે
જાંઉ  શ્રી  વલ્લભ કુલ ને  વારણે, બલિહારી જાએ માધવદાસ .  સખી રે
નારદ ભાગવત મંત્રના ઋષિ છે, કૃષ્ણ દેવ છે.
ભાગવત એટલે ભગવાન.
ગાયત્રી મંત્રનો સૂર્ય – સવિતા એટલે પરમ બ્રહ્મ, જેનું અમે ધ્યાન ધરીએ છીએ. આ પ્રકાશ સ્વયં પ્રકાશિત છે, સૂર્ય કે ચન્દ્ર કે વિજળીનો પ્રકાશ નથી.
સત્ય એ જ ઈશ્વર, નારયણ, શિવ જે કલ્યાણકારી છે અને જે કલ્યાણકારી હોય તે જ સુંદર હોય. તેથી જ સત્યમ્‌ શિવમ્‌ સુંદરમ્‌ કહેવાયું છે.

ભાગવત કથા મનનો ખોરાક છે જે આંખ અને કાન દ્વારા આરોગાય છે.
COMBINATION OF OUR THOUGHTS, ACTIONS AND EMOTION IS OUR CHARACTER.
ચરિત્ર નિર્માણ માટે મન બદલવું પડે, વિચાર બદલવા પડે.
મનમાંથી યુદ્ધ નીકળે એટલે વિશ્વમાંથી યુદ્ધ નીકળી જાય.
વૈદિક મંત્રોમાં બહું શક્તિ છે. વેદ બધા ધર્મોનું મૂલ છે. વેદ ભગવાન છે. વેદ એટલે સત ચિદ અને આનંદ્દ સ્વરૂપ ભગવાન.
સદ્‌ગુરૂ સુપાત્રને મંત્ર આપે.
સૂર્ય વિશ્વનો આત્મા છે.
સૂર્યને આપણે જગત સાક્ષી કહીએ છીએ.
સૂર્ય બુદ્ધિના દેવ છે, ચંદ્ર મનના દેવ છે.
પુરૂષ બુદ્ધિ પ્રધાન છે જ્યારે સ્ત્રી મન પ્રધાન છે.
સત્યથી જોડાયેલ વિચાર સદવિચાર છે.
પરમાત્મા આનંદઘન છે. આ જગત એ જગદીશનું જ શરીર છે. આ વિશ્વ પરમાત્માની મૂર્તિ છે.
वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ कर्मसु मनस्तव पादयोर्नः
स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ।।
 हे प्रभो ! हमारी वाणी आपके मंगलमय गुणोंका वर्णन करती रहेहमारे कान आपकी रसमयी कथामें लगी रहेंहमारे हाथ आपकी सेवा में और मन आपके चरण-कमलों की स्मृति में रम जाएँयह सम्पूर्ण जगत् आपका निवास-स्थान हैहमारा मस्तक सबके सामने झुका रहेसन्त आपके प्रत्यक्ष शरीर हैंहमारी ऑंखें उनके दर्शन करती रहें ।।
સંતો એ ભગવાનનું મૂર્ત રૂપ છે.
સોનાનાં ઘરેણાં એ સોનાના વિવિધ આકાર છે, સત્ય તો એ છે કે એ સોનુ છે.
શિખા – ચોટલી રાખવાનું કારણ
આ દેહ એ દેવાલય છે, હ્મદય એ ગર્ભ ગૃહ છે જ્યાં પરમાત્મા બિરાજે છે.
આ શરીરનું શિર એ શિખર છે જ્યાં શિખા એ ધજા છે.
તુલસીદાસજી કહે છે કે,
बड़े भाग मानुष तनु पावासुर दुर्लभ सब ग्रंथहि गावा।।
साधन धाम मोच्छ कर द्वारापाइ जेहिं परलोक सँवारा।।4।।
बड़े भाग्य से यह मनुष्य-शरीर मिला हैसब ग्रन्थों ने यही कहा है कि यह शरीर देवताओं को भी दुर्लभ है (कठिनतासे मिलता है)। यह साधन का धाम और मोक्ष का दरवाजा हैइसे पाकर भी जिसने परलोक बना लिया,।।4।।
આપણે દેહ કેન્દ્રી ન બનતાં દેવ કેન્દ્રી બનવું જોઈએ.
આ શરીરથી ભગવત પ્રાપ્તિ થઈ શકે. શરીર વિના ભજન, સેવા ન થઈ શકે.
આ જગત આનંદમય છે. પણ આપણે બીજાનું સુખ સહન કરી શકતા નથી તેથી દુઃખી થઈએ છીએ. આપણા સ્વભાવના કારણે દુઃખ આવે છે.
વિષ્ણુ સહસ્ત્રનામમાં વિશ્વ એ પ્રથમ નામ છે.
વિશ્વં વિષ્ણુર્વષટ્કારો ભૂતભવ્યભવત્પ્રભુઃ।
ભૂતકૃદ્ભૂતભૃદ્ભાવો ભૂતાત્મા ભૂતભાવનઃ ।।૧।।
વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે.
આપણે આપણું પ્રારબ્ધ લઈને આવીએ છીએ અને કર્મોને સાથે લઈને જઈએ છીએ, ખાલી હાથે આવતા કે જતા નથી.
केवट  उतरि  दंडवत  कीन्हा।  प्रभुहि  सकुच  एहि  नहिं  कछु  दीन्हा॥1॥
तब  केवट  ने  उतरकर  दण्डवत  की।  (उसको  दण्डवत  करते  देखकरप्रभु  को  संकोच  हुआ  कि  इसको  कुछ  दिया  नहीं॥1॥
पिय  हिय  की  सिय  जाननिहारी।  मनि  मुदरी  मन  मुदित  उतारी
कहेउ  कृपाल  लेहि  उतराई।  केवट  चरन  गहे  अकुलाई॥2॥
पति  के  हृदय  की  जानने  वाली  सीताजी  ने  आनंद  भरे  मन  से  अपनी  रत्न  जडि़त  अँगूठी  (अँगुली  सेउतारी।  कृपालु  श्री  रामचन्द्रजी  ने  केवट  से  कहानाव  की  उतराई  लो।  केवट  ने  व्याकुल  होकर  चरण  पकड़  लिए॥2॥
કેવટ ઊતરાઈ માટે કંઈ લેતો નથી પણ ભગવાનના ચરણ પકડી લે છે.
ભગવાન કહે છે કે જે મારા શરણે આવે છે તે માયાની જાળમાં ફસાતો નથી.
માયા એવી છે કે એક સમય એવો આવે છે જ્યારે પોતાની છાયા, તિજોરીની માયા અને આ સુંદર કાયા પણ સાથ નથી આપતી.
આપણને આપણા ભારતીય પોષાક, પરંપરાઓનું ગૌરવ હોવું જોઈએ.
હું શિવોહમ છું, સચ્ચિદાનંદ રૂપ છું.
હું પણ એ આનંદઘન રૂપનો અંશ છું.
सीय राममय सब जग जानीकरउँ प्रनाम जोरि जुग पानी

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં, સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે


જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કોક જાણે … જે ગમે જગત

ભાગવતની રચના ક્યારે થઈ?
ભાગવતની રચના ભગવાન વેદવ્યાસે જે દ્વૈપાયન કહેવાયા છે દ્વાપર યુગમાં કરી.
શ્રીમદ્ ભાગવતની રચના મહર્ષિ કૃષ્ણદ્રૈપાયન વ્યાસે(વેદ વ્યાસ) બ્રહ્મર્ષિ નારદની પ્રેરણાથી કરી હતી.
ઈચ્છા કર્યા પછી ઈચ્છા પૂર્તિ માટે કાર્ય કરવું પડે, પુરૂષાર્થ કરવો પડે.
યજ્ઞ એટલે વિશ્વ કલ્યાણ માટેના કાર્યો.
યજ્ઞ કર્મો સિવાયના કાર્યો કર્મ બંધન પેદા કરે છે.
સમજ્યા વગર કરેલ કર્મકાંડ શુષ્ક થઈ ગયા છે.
સંકલ્પ એટલે સમ્યક કલ્પના, સંકલ્પ એટલે પ્રોજેક્ટ રિપોર્ટ.
વ્યાસ ભગવાને વેદ પરંપરા ચાલતી રહે તે માટે વ્યવસ્થા કરી છે.
વેદને સમજવાની પાત્રતા બધામાં નથી, વેદને બધા યોગ્ય રીતે સમજી શકવા અસમર્થ છે.
વ્યાસ ભગવાને ઈતિહાસ અને પુરાણની રચના કરી છે જે પાંચમો વેદ ગણાય છે. આ દ્વારા વેદોનો અર્થ સર્વ જન સુગમ અને સુલભ બનાવ્યો.
મહાભારત પુરાણ શાસ્ત્ર ઘરમાં ન રખાય એ માન્યતા ખોટી છે. તેનાથી ડરવાની જરૂર નથી. આ એક અંધ શ્રદ્ધા છે.
જીવનને ઉત્સવ બનાવવા માટે જીવનમાં આનંદ અને રસ જરૂરી છે.
મોજમાં રહેવા, આનંદમાં રહેવા માટે આનંદ સ્વરૂપ પરમાત્મા સાથે નાતો જોડવો પડે.
આજે ન જોઈતી સ્પર્ધા, તણાવ વગેરેના લીધે ખેલદિલી પૂર્વકની ભાવના નથી રહી.
રાખનાં રમકડાંને રામે
મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાંને, રમકડાંને …
બોલે ડોલે રોજ રમકડાં  નિત નિત રમત્યું માંડે
આ મારું  આ તારું  કહીને એક બીજાને ભાંડે રે
રાખનાં રમકડાંને, રમકડાંને …
એઈ કાચી માટીની કાયા માથે
માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો
વીંઝણલા વીંઝાયા રે
રાખનાં રમકડાંને, રમકડાંને …
અંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી
તનડાં ને મનડાંની વાતો આવી એવી ગઈ
રાખનાં રમકડાંને, રમકડાંને …
રમતની સ્પર્ધામાં હાર જીત તો આવે જ પણ તેને ખેલદિલી પૂર્વક સ્વીકાર કરવાનો હોય.
રામ સભામાં અમે રમવાને ગ્યાંતાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં
આ જગત આનંદમય છે.
વ્યવસ્થા પરિવર્તનશીલ હોવી જોઈએ, સમય બદલાય તેમ વ્યવસ્થા બદલી પડે, સમય પ્રમાણે સમાજમાં સમસ્યાઓ બદલાતી રહે છે. તેથી બદલાયેલી સમસ્યા પ્રમાણે તે સમસ્યાના સમાધાન માટે વ્યવસ્થા પણ બદલવી પડે.
આપણે કોઈને સમર્થ આપી શકીએ કે કોઈનો વિરોધ કરી શકીએ પણ તેની ઉપેક્ષા ન કરી શકીએ.
પ્રેમી નિર્ભય હોય, પ્રેમીને પાપમાં રૂચી ન હોય. પ્રેમી નારાયણને રાજી કરવા કર્મ કરશે અને તે કર્મ ઈશ્વરને સમર્પણ કરે છે.
રાધા કૃષ્ણને પ્રેમ કરે છે કારણ કે કૃષ્ણ એ કરે છે જે રાધાને ગમે છે. કૃષ્ણ જે કંઈ કરે છે તે રાધાને ગમે છે.
ભગવત પ્રેમ એટલે ભક્તિ.
જે સીધો હોય તે સાધુ છે.
વાસુદેવ ગાયત્રી મંત્ર નીચે પ્રમાણે છે.
नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि
प्रद्युम्नायानिरुद्धाय नमः सङ्कर्षणाय
ભગવાનના ચાર નામ છે, વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ. આ અંતઃકરણના અધિષ્ઠાતા દેવો છે. મનના અધિષ્ઠાતા દેવ અનિરુદ્ધ છે, બુદ્ધિના અધિષ્ઠા દેવ પ્રદ્યુમન છે, ચિતના અધિષ્ઠાતા દેવ વાસુદેવ અને અહંકારના  સંકર્ષણ અધિષ્ઠાતા દેવ છે.
જ્યાં ધીમહિ – અમે ધ્યાન કરીએ છીએ - આવે તે ગાયત્રી મંત્ર કહેવાય.
શ્રી મદ રાજચન્દ્રએ ગાંધીજીના ઘણા પ્રશ્નોના સમાધાન આપ્યા છે.
બ્રહ્માના ૧૦ માનસ પુત્રો થયા છે જેમાં એક નારદજી છે. નારદજી પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતા અને વાસુદેવ ગાયત્રી મંત્રનો જાપ કરતાં કરતાં તેમને ભગવાનની અનુભૂતિ થઈ હતી.
દેવોની કૃપાથી આપણને સાત સ્વરની વીણા પ્રાપ્ત થઈ છે. સાત સ્વરની વીણા એટલે આ શરીર.
નારદજી વ્યાસજીને ચતુઃશ્લોકી ભાગવાત આપી તેનો વિસ્તાર કરવા વ્યાસજીને કહે છે.
નારદ પણ ભગવાનનો અવતાર છે.
ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય ત્યારે ધ્યાન ખરી પડે એ સ્થિતિને સમાધિ કહે છે.
વ્યાસજી એ ચતુઃશ્લોકી ભાગાવતને ૧૮૦૦૦ શ્લોકમાં વિસ્તાર કર્યો જે શ્રી મદ ભાગવત કહેવાયું.
આપણે ઈશ્વર જે પૂર્ણ છે તેના અંશ હોવા છતાં આપણી અજ્ઞાનતાના કારણે અપૂર્ણતા અનુભવીએ છીએ.
જ્યાં સફાઈ છે ત્યાં સ્વાસ્થ્ય અને સુંદરતા છે. બહારની ગંદકી જેટલી ખતરનાક છે એટલી જ અંદરની ગંદકી પણ ખતરનાક છે.
સતસંગથી અંદરનો કચરો દેખાય જે ધ્યાન, સતસંગ, ભક્તિ, કથા દ્વારા દૂર થાય.
ભવરોગ સૌથી ભયંકર રોગ છે.
જાણેલા દોષોને દૂર કરવા એ સતસંગની સાર્થકતા છે.
ઘણી વાર આપણને આપણી મલિનતા કોઠે પડી જાય છે.
સતસંગ દ્વારા દોષ ઓળખાય છે, જે ખરાબ છે તેની ઓળખ થાય.
ભાગવત પોતે જ ધ્યાન છે, સતસંગ પણ છે.
કથામાં મંગલાચરણ એ ધ્યાન છે.
તુલસજીદાસજી કહે છે કે,
एहिं कलिकाल साधन दूजाजोग जग्य जप तप ब्रत पूजा।।

रामहि सुमिरिअ गाइअ रामहिसंतत सुनिअ राम गुन ग्रामहि।।3।।

યોગ, યજ્ઞ, જપ, તપ, વ્રત, પૂજા એ ૬ સાધન છે.

વરૂણ જીભના દેવતા છે. ભાગવતમાં વરૂણ વિજયની કથા આવે છે.

કામ હ્મદયનો રોગ છે. મનુષ્ય ક્યારેક ઈન્દ્રીયોનો ગુલામ બની જાય છે.
કામનાનો વાયુ, વાસનાનો વાયુ શઢમાં ભરાઈને મનની નૌકાને ગમે ત્યાં ખેંચી જાય છે. પણ આ કામનાનો વાયુ, વાસનાનો વાયુ જરૂરી પણ છે પણ તેના ઉપર આપણો કાબુ હોવો જરુરી છે જેના કારણે આપણી નૌકા સારા લક્ષ્યાંકના સ્થળે લઈ જઈ શકાય.
ઘણા માણસના જીભના કારણે ગામના ગામ સળગી જાય છે.
મનમાં મૈત્રી ભાવના હોવી જોઈએ.
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે
ગુણથી  ભરેલા ગુણીજન  દેખી  હૈયું મારું  નૃત્ય  કરે
એ  સંતોના ચરણ કમળમાં  મુજ જીવનનો અર્ધ્ય  રહે
મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું   મુજ  હૈયામાં  વહ્યા  કરે
મૈત્રીનાં વાદળ વરસે તેને કરૂણા કહે છે.
પુષ્ટી પરંપરામાં મીણને લગાવ કહે છે. મીણનો ઉપયોગ ઠાકોરજીને ઘરેણાં – હિરા માણેક વગેરે ચોંટાડવા માટે કરવામાં આવે છે.
ભાગવતમાં પ્રંમાણે આવશ્યકતાથી વધારે જે આપણી પાસે છે તેનો સંઘર્ષ કરી રાખવો ચોરી છે. આપણી જઠરને જોઈએ તેનાં કરતાં વધારે જે કંઈ છે તે આપણું નથી એવું ભાગવત કહે છે. આવશ્યકતા કરતાં જે કંઈ વધારે છે તે આપણું નથી પણ આપણી પાસે છે. તેનો સદ્‌ઉપયોગ કરવા માટે આપણી પાસે છે. ભાગવત તો કહે છે કે આવશ્યકતાથી વધારે રાખનાર ચોર છે.
સત્ય, અહિંસા, અસ્તેય, અપ્રિગ્રહ – સંગેહ ન કરવો અને બ્રહ્મચર્ય એ પાંચ યમ છે. પાંચ નિયમ – શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિઘાન છે. આ પછી આસન આવે.
મંત્ર વિશ્વાસ સાથે જપવો જોઈએ. શાંતિ પૂર્વક જપ કરવા જોઈએ.
તપ માટે સહનશીલતા જોઈએ. સહન કરવું એ તપ છે. તપ માટે સહનશીલતા જરુરી છે.
વ્રત માટે સંયમ જરૂરી છે, વ્રતો સંયમ માટે છે.
પૂજામાં સાવધાની જોઈએ. પૂજા દરમ્યાન ધ્યાનથી શું કરવાનું છે તેની સાવધાની જરૂરી છે.
કલીકાલમાં આવા તપ, વ્રત કરી શકાય તેમ નથી તેથી હરિ નામનૂ સ્મરણ કરવાનું, હરિ નામ ગાવાનું મહત્વ છે,
તુલસીદાસજી પણ કહે છે કે,
एहिं कलिकाल साधन दूजाजोग जग्य जप तप ब्रत पूजा।।
रामहि सुमिरिअ गाइअ रामहिसंतत सुनिअ राम गुन ग्रामहि।।3।।

[तुलसीदासजी कहते हैं-] इस कलिकाल में योग, यज्ञ, जप, तप, व्रत और पूजन आदि कोई दूसरा साध नहीं हैबस, श्रीरामजीका ही स्मरण करना, श्रीरामजी का ही गुण गाना और निरन्तर श्रीरामजीके ही गुणसमूहोंको सुनना चाहिये।।3।।
માનસિક હિંસાથી પણ બચવું જોઈએ.
કથામાં ભગવાનના નામનું સ્મરણ, કિર્તન થાય છે.
કથા શ્રવણ દરમ્યાન સમાધિની સ્થિતિ પણ આવી શકે.
કથા એ એક જ્ઞાન યજ્ઞ છે, જપ છે. કથામાં જંપ પણ છે, શાંતિ છે. કથા JUMP પણ છે, હનુમાન કૂદકો છે. કથા તપ પણ છે. કથા દરમ્યાન ઘણું સહન કરવાનું થાય છે, ટીકા પણ થાય છે. આવું સહન કરવું એ તપ છે. કથા વ્રત પણ છે, કથા દરમ્યાન ઘણા સંયમનું પાલન કરવું પડે. કથા સાંભળવાનો નિયમ એ વ્રત થાય છે. કથા એ એક સફાઈ અભિયાન છે. અભિયાન સમય જતાં આદત બની જાય છે. અંદરની તેમજ બહારની ગંદકી દૂર કરવી જોઈએ.


હરિ ભક્તિ સૌથી મૂલ્યવાન વસ્તુ છે. હરિ ભક્તિને, હરિ પ્રેમને હૈયાની તિજોરીમાં સુરક્ષિત રાખવાનો હોય છે.
ભાગવત સાંભળવા માત્રથી કૃષ્ણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે. આ કૃષ્ણ ભક્તિ છે જે શોક, મોહ અને ભયનું હરણ કરનાર છે. આ ત્રણ જ દુઃખનાં કારણ છે.
શોક એ ભૂતકાળને સંબંધિત છે, મોહ વર્તમાન કાળને સબંધિત છે અને ભય ભવિષ્યકાળ સંબંધિત છે.
નિત્ય આનંદ, નિત્ય સુખ અને નિત્ય શાંતિ એનું જ બીજું નામ પરમાત્મા છે.
તુલસીદાસજી પણ કહે છે કે,
जो आनंद सिंधु सुखरासी। सीकर तें त्रैलोक सुपासी॥
सो सुखधाम राम अस नामा। अखिल लोक दायक बिश्रामा॥3॥
ये जो आनंद के समुद्र और सुख की राशि हैं, जिस (आनंदसिंधु) के एक कण से तीनों लोक सुखी होते हैं, उन (आपके सबसे बड़े पुत्र) का नाम 'राम' है, जो सुख का भवन और सम्पूर्ण लोकों को शांति देने वाला है॥3॥
આનંદ નિત્ય હોવો જોઈએ, સુખ નિત્ય હોવું જોઈએ, શાંતિ નિત્ય હોવી જોઈએ. આ પરમાત્મા જ આપી શકે.
વાલ્મીકિ અને વ્યાસ નારદની પ્રેરણાથી બે મહાગ્રંથ રામાયણ અને મહાભારતની, ભાગવતની રચના કરે છે.
સંત એટલે નર્યું પાવિત્ર્ય, ફક્ત પાંડિત્ય જ નહીં.
નારદના બે પ્રૌઢ શિષ્યો વાલ્મીકિ અને વેદવ્યાસ અને બે બાલક શિષ્યો પ્રહલ્લાદ અને  ધ્રુવ છે.
નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે, મહાન સંત છે, ભગવાનનો અવતાર છે, જેની પ્રેરણા થકી રામાયણ અને ભાગવતના જેવા ગ્રંથો મળ્યા.
આવેશમાં પણ વિવેક ન ખોવાવો જોઈએ.
વંદનમાં વેરને સમાવવાની ક્ષમતા છે, વંદનથી વેર સમાપ્ત થાય.
દ્રૌપદી દયાની દેવી છે.
યુધિષ્ઠિર ધર્મ છે, ભીમસેન બળ છે, અર્જુન આત્મા છે, સહદેવ જ્ઞાન  છે અને નકુળ રૂપ છે, જેની સાથે દ્રૌપદી જે દયા છે તે જોડાયેલી છે.
દ્રૌપદીના પાંચ પતિ એટલે એવો પતિ જેનામાં ધર્મ હોય -મૂલ્યો હોય – યુધિષ્ઠિર ધર્મ છે, બળવાન હોય – વિર હોય – ભીમ બળવાન છે, પ્રેમી હોય – અર્જુન પ્રેમી છે, જ્ઞાની હોય – સહદેવ જ્ઞાની છે, રૂપવાન હોય – નકુળ રૂપવાન છે.
ક્ષમા આપવી એ ભાગવત ધર્મ છે.
ભાગવતમાં ત્રણ પરમ ભાગવત સ્ત્રીઓ -દ્રૌપદી, કુંતા અને ઉત્તરા અને ત્રણ પરમ ભાગવત પુરૂષોની કથા છે.
દુઃખીને વધારે દુઃખી ન કરાય.
ન્યાયાધીશોનો ન્યાધીશ શ્રી કૃષ્ણ છે.
આપણે આપણી પાસે શું છે તે જોતા નથી પણ શું નથી તે જોઈએ છીએ.
तेरी मेहरबानी का है बोज इतना,
की मैं तो उठाने के काबिल नही हूँ
ઉત્તરા પરમ ભાગવત છે.
વિશ્વાસ ઈશ્વરમાં હોવો જોઈએ જેને FAITH કહેવાય છે, વિશ્વાસ પોતાના સગા સંબંધીઓમાં હોવો જોઈએ જેને TRUST કહે છે અને વિશ્વાસ પોતાનામાં પણ હોવો જોઈએ જેને CONFIDENCE કહે છે.
કુંતા કૃષ્ણની કૃપા ઉપર જ ધ્યાન આપે છે.
કુંતા એવી માગણી કરે છે કે મારા જીવનમાં હંમેશાં દુઃખ રહે કારન કે જ્યારે જ્યારે દુઃખ આવે, વિપત્તિ આવે છે ત્યારે કૃષ્ણ તેને દુર કરવા, સહાય કરવા કાયમ હાજર રહે છે.
યુદ્ધ પછી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય અઘરૂ છે.
भीष्मकृत स्तुति
इति मतिरुपकल्पिता वितृष्णा भगवति सात्वतपुंगवे विभूम्नि
स्वसुखमुपगते क्वचिद्विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भवप्रवाहः।।32।।

इस आयु की समाप्ति तक नाना प्रकार के उपायों से मैंने अपनी निष्काम बुद्धि यादवों में श्रेष्ठ सर्वव्यापक (श्रीकृष्ण) भगवान में समर्पित की है; क्योंकि ये अपने परमानन्द में मग्न रहते हुए भी किसी समय क्रीड़ा करने के लिए माया को स्वीकार करते हैं, जिस माया से सृष्टि का प्रवाह चलता है (इससे यह सूचित हुआ कि वह माया आपके स्वरूप का तिरोधान नहीं करती है, जिस प्रकार कि जीव को अपने वश में कर लेती हैं)।।32।।


त्रिभुवनकमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने
वपुरलककुलावृताननाब्जं विजयसखे रतिरस्तु मेऽनवद्या।।33।।

(अब श्रीकृष्ण जी के स्वरूप का वर्णन करते हुए उसमें प्रतीति चाहते हैं-) तीनों लोकों में सबसे सुंदर तमाल के समान नीलवर्ण वाले तथा सूर्य के किरणों के समान चमकते हुए पीत वस्त्रधारी घुँघराले बालों से शोभायमान कमलसदृश मुखवाले, अर्जुन के सारथि के ऊपर मेरी निष्काम प्रीति हो।।33।।


આપણા શાસ્ત્રો સંવાદના રૂપમાં કહેવાયા છે. ગીતા, ભાગવત, રામાયણ એ શાસ્ત્ર છે જે સંવાદના રૂપમાં કહેવાયા છે. ગીતા યોગ શાસ્ત્ર છે, રામાયણ પ્રયોગ શાસ્ત્ર છે અને ભાગવત વિયોગ શાસ્ત્ર છે.
રામાયણ સત્ તત્વ પ્રધાન છે, ગીતા ચિદ તત્વ પ્રધાન છે અને ભાગવત આનંદ તત્વ પ્રધાન છે.
ધર્મ ન દૂસર સત્ય સમાના એવું રામાયણ કહે છે.
વિચારનો સંબંધ ચિદ તત્વ સાથે જોડાયેલ છે.
ભાગવદમાં વિશુદ્ધ પ્રેમની ગાથા છે જે આનંદ તત્વ પ્રધાન છે.
ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો પ્રધાન સંવાદ છે.
રામાયણમાં મુખ્ય ત્રણ સંવાદ છે, પ્રયાગમાં, શિવ પાર્વતીનો સંવાદ અને કાક ભૂષંડિ સંવાદ.
ભાગવતમાં ત્રણ સંવાદ - નૈમિષારણ્ય સંવાદ, શુકદેવજી અને પરીક્ષિત સંવાદ અને વિદુર અને મૈત્રીનો સંવાદ.
શાંતિ વિના સુખ ન મળે.
સંત શાંત હોય છે, સુખી હોય છે.
સંસાર પ્રત્યેની આસક્તિના લીધે દુઃખ આવે છે, દોષ આવે છે જે સંત સંગથી દૂર થાય છે અને આવો સંગ કલ્યાણકારી હોય છે.
ગુરૂને માનો તેમજ ગુરૂનું પણ માનો. ગુરૂ કહે તેમ કરો.
શાસ્ત્રઓને માનો તેમજ શાસ્ત્રોએ કહ્યા પ્રમાણે કરો.
પરમાત્મામાં થયેલી પરમ આસક્તિ જ ભક્તિ છે.
મનનું તપ મૌન છે, વાણીનું તપ સત્ય છે.
પરમહંસની નગ્નતાને જોઈને દિવ્ય ભાવ પ્રગટ થાય. પરમહંસની નગ્નતા જોઈ વિકાર પેદા ન થાય, ત્યાં બિભસસ્તા ન હોય.
જે પ્રતિકૂળ પરિસ્થિતિમાં જે ઉગ્ર ન થાય, ક્રોધ ન કરે, વ્યગ્ર ન થાય તે શાંત છે.
પંડિતોની રૂચી વાદમાં હોય.
વાદ સત્ય મૂલક હોવો જોઈએ.
જે આપણું કલ્યાણ કરે તે જ ધર્મ છે. શિવજી ધર્મ ઉપર સવારી કરે છે.
ધર્મ બુદ્ધિવાન માટે છે.
યુદ્ધ પહેલાં અર્જુનને વિષાદ થાય છે અને યુદ્ધ જીત્યા પછી યુધીષ્ઠિરને વિષાદ થાય છે. યુદ્ધમાં કોઈ હારતું નથી કે કોઈ જીતતું નથી.
સમાધાનના બધા પ્રયત્નો કર્યા પછી પણ જો સમાધાન ન આવે તો અનિવાર્ય અનિષ્ટના રૂપમાં યુદ્ધનો સ્વીકાર કરવો પડે છે.
ભાગવતનો દશમો સ્કંધ હ્મદય છે અને તેથી કૃષ્ણ જન્મ દશમા સ્કંધમાં આવે છે.
સાધક માટે હ્નદય ગર્ભાશય છે, ગર્ભ ગૃહ  છે જ્યાં કૃષ્ણ અવતાર લે છે.
વસુદેવ એટલે વિશુદ્ધ મન અને દેવકી એટલે દેવમય બુદ્ધિ જે બે દ્વારા કૃષ્ણ જન્મ ધારણ થાય.
શિવ મન છે જે ક્થા સાંભળે છે જ્યારે સતી બુદ્ધિ છે જે કથા સાંભળતી નથી.
ધર્મની વાત આવે ત્યારે - અધ્યાત્મમાં બુદ્ધિએ મનની વાત સાંભળવી જોઈએ, મનનું અનુસરણ કરવું જોઇએ જ્યારે વ્યવહારમાં બુદ્ધિનું અનુસરણ કરવું જોઇએ.
શ્રદ્ધા એટલે શાસ્ત્રો અને સંતોની વાણી સત્ય છે એવી દ્રઢ નિષ્ઠા.
વિશ્વાસ એ મનનો ધર્મ છે, મનનો સ્વભાવ છે. જ્યારે બુદ્ધિ તર્ક કરે, સંશય કરે.
સત્ય વ્યાપક હોય, કોઈ કાળે, કોઈ સમયે, કોઈ પણ સ્થળે અભાવ ન હોય. વ્યાપકને કોઈ વિયોગ ન હોય. જે ચિત રૂપ હોય તે જ્ઞાની હોય. જે આનંદ રૂપ હોય તે રૂદન ન કરે.
મન એ કાન ઉપર ભરોંસો કરે જ્યારે બુદ્ધિ આંખ ઉપર ભરોંસો કરે.
આંખે જે દેખાય છે તે બધા ઉપર ભરોંસો કરવા જેવો નથી. જે દેખાય તેવું હોતું નથી અને જે નથી દેખાતું તેવું હોય છે પણ.
સતસંગ દ્વારા શ્રદ્ધા આવે.
ઈશ્વર બુદ્ધિથી ક્યારેય સમજાય.
જ્યારે બ્રહ્નાનંદ આવશે ત્યારે વિષયાનંદ નહીં રહે.
તર્ક બીજાને હરાવી શકે પણ જીતી ન શકે. જ્યારે વિશ્વાસ હંમેશાં જીતે છે.
વિશ્વાસ બોલતો હોય તો જ વિશ્વાસ જાગે.
કૃષ્ણ લીલા ત્રણ સ્થળે – મથુરા, ગોકુલ અને દ્વારકામાં થાય છે. મથુરા એટલે સુક્ષ્મ શરીર, ગોકુલ એ સ્થુલ શરીર છે અને દ્વારકા એ કારણ શરીરનું પ્રતીક  છે.
સ્થુલ શરીર એટલે આ પંચ ભૌતિક દેહ, સુક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત, અહંકાર ઈત્યાદિ  અને કારણ શરીર એટલે અજ્ઞાન, વાસના.
આ સૃષ્ટિ એ ભગવાનની રમત છે.
ભગવાનથી આપણે જુદા નથી અને ભગવાન દૂર પણ નથી. ફ્ક્ત અજ્ઞાનવશ આપણને આ જાણ નથી. ભગવાનની કૃપા થાય તો જ તેને જાણી શકાય. પ્રેમ હોય તો ભગવાનનું સ્મરણ રહે. પૂર્ણ પ્રેમમાં વિસ્મૃતિ છે જ નહીં. આવો પ્રેમ કેવી રીતે થાય? ભગવાનના આપણા ઉપર અનેક ઉપકારો છે. આવું જ્યારે આપણે સમજીએ ત્યારે આપણને ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય.
અકામ ભક્તિ પણ નિષ્કામ ભક્તિનું પ્રથમ પગથિયું છે.
ભગવાન જેવો ઉદાર દાતા બીજો કોઈ નથી.
કોઈની આવશ્યકતા બાકી નથી રહેતી પણ બધાની બધી ઈચ્છા પુરી ન થાય.
પ્રેમ જીવનની આવશ્યકતા છે. જીવનમાં રસ હશે તો જ જીવનમાં આનંદ આવશે.
પ્રેમ અને શ્રમ બંને બહું આવશ્યક છે.
જીવન પ્રેમ યુક્ત અને શ્રમ યુક્ત હોવું જોઈએ. જેના જીવનમાં પ્રેમ અને શ્રમ હશે તે કદી દુઃખી નહીં થાય.
સ્વછતા રાખવી એ આપણો સ્વભાવ થઈ જવો જોઈએ.
માનવ જીવન મૂલ્યવાન છે તેને વેડફી ન નાખો.
વાણી અને પાણીને વિચારીને વાપરો. પાણીનો બગાડ ન કરવો.
ધરતીને પ્રેમ કરો અને તેના ઉપર ગંદકી ન કરો. ધરતી તો માતા છે. તેના ઉપર ગંદકી ન કરાય, થૂંકાય નહીં. નાનું બાળક માતાના ખોળામાં મળ મૂત્ર કરે છે પણ માતા તે બાળકને અને પોતાને સાફ કરે છે. પણ બાળક મોટું થાય ત્યારે આવું ન કરાય.
પરમાત્મા માટે પ્રેમ હોય તો પરમાત્મા રાજી રહે તેવું કરવું જોઈએ.
ગાયનું દૂધ જો ન દોહવામાં આવે તો ગાયને પીડા થાય. તે જ પ્રમાણે તિજોરીમાં પૈસા વધે અને તેનો સદઉપયોગ ન કરો તો પીડા થવી જોઈએ.
મળ મૂત્રનો ત્યાગ કરવા તેની જગ્યા શોધી મળ મૂત્રનો ત્યાગ કરીએ ત્યારે શાંતિ થાય. ત્યાગ તો અનિવાર્યતા છે. આમ જીવનમાં ત્યાગની અનિવાર્યતા છે. દાતા માટે દાન આપવું એ તેની અનિવાર્યતા છે. દાતા દાન કરે એ બીજા ઉપર – સમાજ ઉપર ઉપકાર નથી પણ દાતાની અનિવાર્યતા છે.
જે ઉપયોગી બને તેના યોગી બનવાના ચાન્સ વધારે છે. ઉપ અધિકારીના અધિકારી બનવાના ચાન્સ વધારે છે.
બીજાને ઉપયોગી થવા માટે પ્રેમ, ત્યાગ અને સેવાના ગુણ હોવા જોઈએ. પ્રેમ એ જીવનની સંજીવની બુટી છે. પ્રેમ દ્વારા પરમાત્મા પ્રાપ્ત થઈ શકે.
પ્રેમ હશે ત્યાં ત્યાગ આવશે.
અનેક ઈચ્છાઓ - કામનાઓ દુઃખનું કારણ છે.
આવશ્યકતા કોઈની અધુરી નથી રહેતી અને ઈચ્છઓ બધાની પુરી નથી થતી.
તનને શ્રમની જરૂર છે અને મનને પ્રેમની જરૂર છે.
પ્રેમને પરમાત્મા પણ વશ થાય છે. ભગવાન પણ ભકત્ને વશ થાય છે, ભક્તને આધીન થાય છે. ભગવાન માટે તેના ભક્ત એ નાનું બાળક છે જ્યારે જ્ઞાની એ પ્રૌઢ બાળક છે.
તેથી ભગવાન તેના નાના બાળક – ભક્તને આધીન રહે છે. જેમ નાના બાળકની બધી આવશ્યકતા તેની મા પુરી કરે છે તેમ ભગવાન તેના નાના બાળક – ભક્તની બધી આવશ્યક્તા પુરી કરે છે.
બીજા પાસે માગવું એના કરતાં ભગવાન પાસે માગવું કંઈક અંશે સારૂ છે. જો કે ભગવાન પાસે પણ ન માગવું જોઈએ. કારણ કે ભગવાન જાણે જ છે કે આપણને શું જોઈએ છે.
માબાપ વૃદ્ધાશ્રમમાં ન જવા જોઈએ. આપણી સંસ્કૃતિમાં વાનપ્રસ્થાશ્રમ છે, વૃદ્ધાશ્રમ નથી.
માતા પિતા એ જીવતું જાગતું તીર્થ છે.
આપણા પારિવારીક મૂલ્યો એ આપણી ધરોહર છે.
પ્રેમના અભાવમાં કૌટુંબિક ઝગડાઓ થાય છે.
ગોપીઓ પ્રેમની ધજા છે. ભગવાન પ્રેમને જ વશ થાય છે.
ઘરથી મંદિરનો રસ્તો ૧૦ મિનિટનો હોય છતાં તે મંદિરે પહોંચતાં ૭૦ વર્ષ લાગી જાય છે.
હરિ પ્રેમથી પ્રગટ થાય છે.
हरि ब्यापक सर्बत्र समाना। प्रेम तें प्रगट होहिं मैं जाना॥
પ્રેમ જ્યારે અનંત થઈ જાય ત્યારે રોમ રોમ સંત બની જાય છે.
ભાગવત પ્રેમનું શાસ્ત્ર છે.
ભાગવતમાંથી ત્રણ વસ્તુ શીખવાની છે, માણસે માણસ સાથે કેવી રીતે વર્તવું, માણસે મનુષ્યેતર જીવ સૃષ્ટિ સાથે કેવી રીતે વર્તવું અને માણસે પ્રકૃતિ સાથે કેવી રીતે વર્તવું.
માબાપ પોતાના સંતાન પ્રત્યે જેવું વર્તન કરે તેવું વર્તન બીજા માણસ પ્રત્યે, મનુષ્યેતર જીવ સૃષ્ટિ પ્રત્યે અને પ્રકૃતિ સાથે વર્તવું જોઈએ.
મનુષ્યને ઈશ્વર વિના ચાલશે પણ મનુષ્યને મનુષ્ય વિના નહીં ચાલે.
કોઈ ઈશ્વરમાં ન માને તો તેમાં ઈશ્વરને કોઈ વાંધો નથી, તેમજ બીજા બધાને પણ કોઈ વાંધો ન હોવો જોઈએ.
અકારણ વૃક્ષ છેદન પાપ છે.
“છોડમાં રણછોડ છે” એવો સંદેશ પૂજ્ય પાંડુરંગ દાદાએ આપ્યો છે.
સતસંગ થાય એ ઘડી ધન્ય ઘડી છે.
પદાર્થના ત્રણ રૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણ રુપમાં પદાર્થ એક જ હોય છે ફક્ત રુપ જ બદલાય છે. રુપ બદલાય છે પણ તત્વ એક જ રહેછે.
નિર્ગુણ નિરાકાર ભક્તોને વશ થઈ સગુણ સાકાર બને છે. આ જગત ભગવાનનો જગદાવતાર છે.
કંસ દેહાભિમાન છે.
સકટ ભંગ પ્રસંગનો અર્થ નીચે પ્રમાણે છે.
બળદ ગાડું એ સંસાર છે, તેના બે પૈંડા એ પતિ પત્ની છે, બળદ એ ધર્મનું પ્રતીક છે, તેમાં દહી ભરેલા માટલા એ ભૌતિક રસ છે, ગાડાને જ્યારે બળદ જોડેલા ન હોય એટલે એ ધર્મ રહિત જીવન છે. બે બળદ ગૃહસ્થીના ગાડાને ગતિ આપે, આ બે બળદ એટલે બે ધર્મ, એક વેદ ધર્મ અને બીજો વ્યવહાર ધર્મ, એક પરમાર્થ ધર્મ અને બીજો  વ્યવહાર ધર્મ, એક લોક મર્યાદા અને બીજી  વેદ મર્યાદા. પતિ પત્નીમાંથી એક નો અંત થાય એ રસેશ્વરની કઠોર કૃપા છે જે આપણને સંસારના રસોમાંથી બહાર કાઢવા આવી કઠોર કૃપા થાય છે.
સંસારમાં જે કંઈ છે – સગા, સંબંધીઓ, સ્વયં પોતે, તેમજ ધન દોલત તે બધું ભગવાનની કૃપાથી છે, ભગવાનનું છે અને ભગવાન મારા છે. કોઈ આપણું નથી ફક્ત ભગવાન જ આપણા છે.
સત્યને માનવાનું ન હોય પણ સ્વીકારવાનું હોય.
સંસાર આપણો નથી, ભગવાન જ આપણા છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો.
સંસારના ભોગોને ભક્ત ભગવાનને અર્પણ કરે છે, ભગવાનને ધરે છે. આ ભગવત સેવા છે.
મન ભગવાનમાં લાગેલું રહે એ માનસી સેવા છે. માનસી સેવા સિદ્ધિ છે.
પુષ્ટિ એટલે ભગવાનની કૃપા તેથી જ પુષ્ટિ માર્ગ છે.
સફેદ રંગ એ સત્વ નો રંગ છે, જે શાંતિ આપે રજ નો રંગ લાલ છે અને તમ નો રંગ કાળો છે.
મા નું દૂધ એ મા ના પ્રેમનું પદાર્થમાં રુપાંતર છે.
જે પરમાત્માને રાજી કર્યા તો તે સંપૂર્ણ વિશ્વને રાજી કર્યા સમાન છે. એકલા વિશ્વને રાજી કરવું શક્ય નથી પણ જો ઈશ્વરને રાજી કરીએ તો તે આખા વિશ્વને રાજી કર્યા સમાન છે.
રક્તદાન ગરીબ પણ કરી શકે અને અતિ ધનવાન પણ એ દાન સ્વીકારવા મજબુર બની શકે.
હોસ્પીટલોમાં ઘણી સુધારાની આવશ્યકતા છે.
નિતિથી કમાયેલું ધન પણ દશમો ભાગ પરમાર્થ માટે કાઢ્યા પછી જ શુદ્ધ થાય છે.
ધન સંગ્રહ માટે નથી પણ સદઉપયોગ માટે છે. ધનની ત્રણ ગતિ છે – યશ, ભોગ અને નાશ. પરમાર્થ માટે ધન વપરાય ત્યારે યશ પ્રાપ્ત થાય છે. જે ધનને સંગ્રહ કરે છે તે તેનો માલિક નથી પણ ચોકિદાર છે. સમયનો દશમો ભાગ પણ પરમાર્થમાં વાપરો. ભાગવત તો કહે છે કે સંતતિનો દશમો ભાગ પરમાર્થ માટે મોકલો. ગૃહસ્થાશ્રમ ચાર આશ્રમ પૈકી શ્રેષ્ઠ આશ્રમ છે.
સાધુ એ છે જે સમાજ પાસેથી ઓછામાં ઓછું લઈ વધારેમાં વધારે સમાજને પાછું આપે.  સાધુ ભીક્ષા ન આપનારને પણ શુભ આશીર્વાદ આપે છે. સાધુ માટે ભીક્ષા એ એનું કર્મ છે, માગતો નથી. સાધુ માથે પડેલો નથી પણ માથે ચઢાવવા જેવો છે. સાધુ LIABILITY નથી પણ ASSET છે.
ત્યાગ વૈરાગ્ય હોય તો જ ટકે. આવેશમાં કરેલો ત્યાગ એ ત્યાગ નથી, આવેશમાં ત્યાગી બનેલો પાછો સંસારમાં આવે છે.
ભગવાન બધું કરતો હોવા છતાં તે કંઈ જ કરતો નથી કારણ કે ભગવાન કર્મ નથી કરતો. ભગવાન ભેદ કેમ કરે છે તે સ્મજાવતાં શુકદેવજી કહે છે કે ભગવાન કોઈ કર્મ કરતો જ નથી પછી ભેદ ક્યાં થાય છે?
આત્મા છે પણ દેખાતો નથી, ફક્ત અનુભવી શકાય છે. પરમાત્મા પણ છે પણ દેખાતો નથી, અનુભવી શકાય છે. ભગવાન વિના પાંદડું પણ હાલી નથી શકતું. ભક્તિ માર્ગમાં બધું ભગવાન જ કરે છે એવું વર્ણન છે. ભગવાન ક્રિયામાં ભેદ કરે છે પણ ભાવમાં ભેદ નથી કરતા. ભગવાન બધાને તારે છે. માતા પોતાના બે બાળકો પૈકી મોટા બાળકની થાળીમાં બે રોટલા પીરસશે અને નાના બાળકની થાળીમાં અડધો રોટલો પીરસશે. અહીં ક્રિયા ભેદ છે પણ ભાવ ભેદ નથી કારણ કે મોટા બાળકને બે રોટલાની જરૂર છે જ્યારે નાના બાળકને અડધા રોટલાની જરૂર છે. ભક્તો માટે ભગવાન ખાય છે, શબરીનાં બોર ખાધા, વિદુરની ભાજી ખાધી. છતાંય વેદો કહે છે કે ભગવાન ભોક્તા નથી. ભગવાન જ સર્વ છે. ભગવાન પોતાની માતા યશોદા ઉપર પણ માયાનો પ્રયોગ કર્યો. આ વૈષનવીમાયા છે. માયાના ત્રણ પ્રકાર છે – વૈષનવી માયા, વિમુખજન મોહોની અને સ્વમોહિની માયા. રાધા સ્વમોહિની માયા છે જેમાં કૃષ્ણ પોતે મોહિત થાય છે. અર્જુનને ગીતા સાંભળ્યા પછી તેનો મોહ નષ્ટ થાય છે અને સ્મૃતિ પ્રાપ્ત થાય છે જ્યારે યશોદાને કૃષ્ણના મુખમાં વિરાટ રૂપ
દર્શન થયા પછી માયાના પ્રતાપે મોહ થાય છે અને બાલ કૃષ્ણ એ ભગવાન છે એ સ્મૃતિ નષ્ટ થાય છે.
જેમ ફોન ઉપર કનેકશન થયા વિના આપણે વાતો કર્યા કરીએ છીએ તેમ આપણે ભગવાન સાથે કનેક્ટ થયા વિના બધું માગ્યા કરીએ છીએ. ભગવાન કૃપા કરે તો જ તેની સાથે કનેક્ટ થવાય, ભગવાન કૃપા કરી કનેકશન કરે તો તે કનેકશન ક્યારેય બંધ નહીં થાય.
સંતો એ ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન સંતોના રૂપમાં દેખાય છે અને સંતો જે ખાય છે તે મુજબ ભગવાન ખાતા પણ દેખાય છે.
ભગવાન પહેલાળ પાપના કારણોને સમાપ્ત કરે છે પછી પાપને સમાપ્ત કરે છે.
ઈન્ર્દીયોનો નાશ નથી કરવાનો પણ નિગ્રહ કરવાનો છે, વશમાં કરવાનો છે.
બ્રહ્નાનંદ આવે એટલે વિષયાનંદ નાશ પામે.
વસ્ત્રો વાસનાનું પ્રતીક છે, જેને ભગવાન હરી લે છે જેના પરિણામે દેહ ભાવ બદલાય છે. દેહ ભાવ મટે એટલે ગોપી ભાવ આવે અને રાસમાં પ્રવેશ મળે – જીવ શિવનું મિલન થાય.
ગોવર્ધન એટલે આ શરીર જેમાં ઈન્દ્રીયોનું વર્ધન થાય છે. સૌનો આત્મા એ જ શ્રી કૃષ્ણ છે.
દ્રઢ વૈરાગ્ય એટલે આ લોક અને પરલોકના બધા સુખોનો ત્યાગ.
રાધા એ યોગ માયા છે.
ચન્દ્ર એ મનના દેવતા છે.
મનમાં સુતેલી ગોપીને જગાડવા કૃષ્ણ મોરલી વગાડે છે જેને સાંભળી ગોપી જાય છે. હ્નદય એ વૃંદાવન છે. ભીતરથી ઊઠતો અંતરનાદ એ જ વેણુ નાદ છે.
સ્ત્રી રાત્રે ઘરની બહાર ન શોભે અને પુરૂષ દિવસે ઘરમાં ન શોભે.
ધર્મનો એક અર્થ કર્તવ્ય થાય છે. પ્રભુ પ્રેમમાં બધા ધર્મ – બધાં કર્તવ્ય – કર્મ છૂટી જાય છે.
નિડર માણસ જ સત્યના પંથે જઈ શકે.
વિયોગ દ્વારા સંયોગ વિશિષ્ટ થાય.
ગોપી ગીત એ ગોપીઓનું વિરહ ગીત છે.
વિયોગની વ્યથા એને જ થાય જેણે મિલનની મજા માણી હોય.
રાસ લીલા એ જીવ શિવની એકતાની લીલા છે.
જ્ઞાનની પરિપક્વ અવસ્થા એ ભક્તિ છે અને ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાન છે.
ભગવાન પ્રત્યેનો પ્રેમ એ જ ભક્તિ છે.
કૃષ્ણ બે નાદ – વેણુ નાદ અને શંખ નાદ કરે છે.
કીર્તિ રૂપી કમાણી કરનારે ટિકા રૂપી ટેક્ષ ભરવો જ પડે, સન્માનની ભૂખમાં જ અપમાનને આમંત્રણ અપાય છે.
ઘડપણમાં અપમાન સહન કરવાની તૈયારી રાખો.
એકાન્ત સારૂં છે પણ એક્લાપણું ખરાબ છે.