Translate

Search This Blog

Wednesday, December 18, 2019

ચતુઃશ્લોકી ભાગવત



अहमेवासमेवाग्रे नान्यद् यत् सदसत् परम्।
पश्चादहं यदेतच्च  योऽवशिष्येत सोऽस्म्यहम् ॥१॥

श्री भगवान कहते हैंसृष्टि से पूर्व केवल मैं ही था। सत्, असत् या उससे परे मुझसे भिन्न कुछ भी नहीं था। सृष्टि रहने पर (प्रलय काल में) भी मैं ही रहता हूँ। यह सब सृष्टि रूप भी मैं ही हूँ और जो कुछ इस सृष्टि, स्थिति तथा प्रलय से बचा रहता है, वह भी मै ही हूँ॥१॥

ऋतेऽर्थं यत् प्रतीयेत प्रतीयेत चात्मनि।
तद्विद्यादात्मनो मायां  यथाऽऽभासो यथा तमः ॥२॥

जो मुझ मूल तत्त्व के अतिरिक्त (सत्य सा) प्रतीत होता(दिखाई देता) है परन्तु आत्मा में प्रतीत नहीं होता (दिखाई नहीं देता), उस अज्ञान को आत्मा की माया समझो जो प्रतिबिम्ब या अंधकार की भांति मिथ्या है॥२॥

यथा महान्ति भूतानि भूतेषूच्चावचेष्वनु।
प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु तेष्वहम्॥३॥

जैसे पंचमहाभूत (पृथ्वी, जल, अग्नि, वायु और आकाश) संसार के छोटेबड़े सभी पदार्थों में प्रविष्ट होते हुए भी उनमें प्रविष्ट नहीं हैं, वैसे ही मैं भी सबमें व्याप्त होने पर भी सबसे पृथक् हूँ।॥३॥

एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनाऽऽत्मनः।
अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा॥४॥

आत्मतत्त्व को जानने की इच्छा रखने वाले के लिए इतना ही जानने योग्य है कि अन्वय (सृष्टि) अथवा व्यतिरेक (प्रलय) क्रम में जो तत्त्व सर्वत्र एवं सर्वदा(स्थान और समय से परे) रहता है, वही आत्मतत्त्व है॥४॥

ભગવાનના અનુગ્રહ વિના ભગવાનને જાણી શકાય નહીં
ભગવાન કહે છે કે જ્યારે આ સૂષ્ટિમાં કંઈ જ ન હતું ત્યારે પણ હું હતો. આ જે કંઈ છે તે પણ હું જ છું અને જ્યારે આ કંઈ જ નહીં રહે ત્યારે પણ હું જ રહીશ. કાલ બધાનો નાશ કરી દે છે પણ કાલનો કોઈ નાશ નથી કરી શકાતું. આ કાલ પણ હું જ છું. આ સૃષ્ટિ મારા વડે જ ચાલે છે.
સમયને કાલને શું થયું છે તે બધું જ ખબર છે. કાલથી અજાણ્યું કશું નથી.
આત્મા છે પણ દેખાતો નથી.
પરમાત્મા છે પણ દેખાતો નથી.
આ શરીરને જે ચલાવે છે તે આત્મા છે અને આ સૃષ્ટિને જે ચલાવે છે તે પરમાત્મા છે.
ભગવાનનો કોઈ આદિ નથી તેથી ભગવાન અનાદિ છે, તેનો અંત નથી તેથી અનંત છે.
આત્મા પેદા નથી થતો તેમજ નાશ પણ નથી પામતો.
બીજા શ્લોકમાં ભગવાન માયા વિશે જણાવે છે.
હકીકતમાં જે છે તેને છુપાવે અને જે નથી તેને દેખાડે તે માયા છે.
ભગવાન છે પણ માયા તેને છુપાવે છે જ્યારે સંસાર જે નથી તેને માયા દેખાડે છે.
ચલચિત્રમાં જે પડદા ઉપર દેખાય છે તે સંસાર છે જે હકીકતમાં છે નહીં.
બધામાં પરમાત્મા છે અને પરમાત્મામાં બધું જ છે.
શરીર, સૃષ્ટિ નાશ પામે છે પણ પરમાત્મા નાશ નથી પામતો.
નેકલીસમાં સોનુ છે પણ તે નેકલીસને ભઠ્ઠીમાં નાખવાથી નેકલીસ ખત્મ થાય છે પણ સોનુ ખત્મ નથી થતું.
કાર્ય અને કારણ માં કાર્ય એટલે જે બનેલું છે તે અને જેનાથી બન્યું છે કારણ.
આ શરીર કાર્ય છે અને જે પાંચ ભૂત અને માતા પિતા કારણ છે. પાંચ મહાભૂત એ ઉપાદાન કારણ છે અને માતા પિતા નિમિત્ત કારણ છે.
માટીનો ઘડો એ કારણ છે જે માટીથી બને છે અને કુંભાર બનાવે છે, જેમાં માટી એ ઉપાદાન કારણ છે અને કુંભાર એ નિમિત્ત કારણ છે.
આ જગત એ કાર્ય છે જેનું કારણ પરબ્રહ્ન પરમાત્મા છે.
વંદે દેવ ઉમાયતિં સુરુગુરું વન્દે જગત્ કારણમ્ । વન્દે પન્નગભૂષણં મૃગધરં વન્દે પશૂનાં પતિમ્ ।
વંદે સૂર્ય શશાંક વહિન નયનં વન્દે મુકુંદ પ્રિયમ્ । વન્દે ભત્ક જનાશ્રયમ્ ચ વરદં વન્દે શિવં શંકરમ્ ।।
                      
તેથી આપણે ભોલેનાથને જગતના કારણ કહીએ છીએ.
સોનુ ઉપાદાન કારણ છે અને સોની નિમિત્ત કારણ છે. સોની એ સોનુ નથી.
સૃષ્ટિ પરબ્રહ્ન બનાવે છે.
જગદીશના સાકાર સ્વરૂપને આપણે જગત કહીએ છીએ.
જગદીશ ન હોય તો જગત ન બને પણ જગત ન હોય તો પણ જગદીશ તો છે જ.
નેકલીસ છે એટલે સોનું છે પણ સોનુ છે એ નેકલીસ નથી. નેકલીસ ન હોય તો પણ સોનુ તો હોય જ છે. પણ સોનુ હોય એટલે નેકલીસ હોય જ એવું નથી.




No comments:

Post a Comment