दुर्गा द्वात्रिशन्नाम माला, દુર્ગા દ્વાત્રિશન્નામ માલા
પૂજ્ય મોરારિ બાપુએ "માનસ દુર્ગા" ના કથા પ્રવાહ દરમ્યાન દુર્ગાના ૩૨ નામનો બુધવાર, તારીખ ૦૧-૧૦-૨૦૧૪ ના દિવસે ઉલ્લેખ કર્યો હતો.
એક સમયની વાત છે. બ્રહ્મા વગેરે દેવતાઓએ પુષ્પો વગેરે વિવિધ ઉપચારોથી મહેશ્વરી દુર્ગાનું પૂજન કર્યું. એનાથી પ્રસન્ન થઇને દુર્ગતિનો નાશ કરનારાં દેવી દુર્ગાએ કહ્યું, ‘દેવતાઓ તમારા પૂજનથી હું સંતુષ્ટ છું. તમારી જે ઇચ્છા હોય તે માગો. હું તમને દુલર્ભ વસ્તુ પણ આપીશ.’
દુર્ગાદેવીનું આ વચન સાંભળીને દેવતાઓએ કહ્યું, ‘હે દેવી, જે ત્રણેય લોકો માટે કંટકરૂપ હતો તે અમારા શત્રુ મહિષાસુરને તમે મારી નાખ્યો. એનાથી સમગ્ર જગત સ્વસ્થ અને નિર્ભય થઇ ગયું છે.
તમારી જ કૃપાથી અમને પોતપોતાનાં પદ ફરીથી પાછાં મળી ગયાં છે. તમે ભકતો માટે કલ્પવૃક્ષ છો. અમે તમારા શરણમાં આવ્યા છીએ. તેથી અમારા મનમાં હવે કશું મેળવવાની અભિલાષા બાકી રહી નથી. અમને સર્વ કાંઇ મળી ગયું છે. તેમ છતાં તમારી આજ્ઞા છે તેથી અમે જગતના રક્ષણ માટે તમને કશુંક પૂછવા ઇરછીએ છીએ.
હે મહેશ્વરી! એવો કયો ઉપાય છે કે જેનાથી સત્વરે પ્રસન્ન થઇને તમે સંકટમાં આવી પડેલા જીવનું રક્ષણ કરો છો? હે દેવેશ્વરી આ વાત સર્વથા ગોપનીય હોય તો પણ અમને અવશ્ય બતાવો.’
દેવતાઓએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે દયામય દુર્ગાદેવીએ કહ્યું, ‘હે દેવો! સાંભળો આ રહસ્ય અત્યંત ગોપનીય અને દુર્લભ છે. મારા બત્રીસ નામોની માળા બધા પ્રકારની આપત્તિનો નાશ કરનારી છે. ત્રણેય લોકમાં આના જેવી અન્ય કોઇ સ્તુતિ નથી. આ રહસ્યરૂપ છે. આને બતાવું છું, સાંભળો.’
જે મનુષ્ય મુજ દુર્ગાની આ નામ માળાનો પાઠ કરે છે તે બધા પ્રકારના ભયમાંથી મુક્ત થઇ જાય છે એમાં સંદેહ નથી. દેવતાઓને આવું કહીને જગદંબા ત્યાં જ અંર્તઘ્યાન થઇ ગયા. દુર્ગાજીનું આ ઉપાખ્યાન જે સાંભળે છે તેના પર કોઇ વિપત્તિ આવતી નથી.
|| दुर्गा द्वात्रिशन्नाम माला ||
दुर्गाबत्तीस नामावली
दुर्गा दुर्गार्तिशमनी दुर्गापद्विनिवारिणी
दुर्गमच्छेदिनी दुर्गसाधिनी दुर्गनाशिनी || १ ||
दुर्गतोद्वारिणी दुर्गनिहन्त्री दुर्गमापहा
दुर्गमज्ञानदा दुर्गदैत्यलोकदवानला || २ ||
दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी
दुर्गमार्गप्रदा दुर्गमविध्या दुर्गमाश्रिता || ३ ||
दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यान भासिनी
दुर्गमोहा दुर्गमगा दुर्गमार्थस्वरूपिणी || ४ ||
दुर्गमासुरसहन्त्री दुर्गमायुधधारिणी
दुर्गमाड्म्नि दुर्गमता दुर्गम्या दुर्गमेश्वरी || ५ ||
दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गदारिणी
नामावलिमिमां यस्तु दुर्गाया मम मानवः || ६ ||
पठेत् सर्वभयान्मुत्को भविष्यति न् संशयः ||
1
|
દુર્ગા
|
दुर्गा
|
Durgā
|
The Reliever of Difficulties
The Reliever of Difficulties
|
2
|
દુર્ગતિ શમની
|
दुर्गातिर्शमनी
|
Durgātirśaminī
|
Who puts difficulties at peace
Who Brings Difficulties to Peace
|
3
|
દુર્ગાપદ્રિનિવારિણી
|
दुर्गापद्विनिवारिणी
|
Durgāpadvinivāriṇī
|
Dispeller of difficult adversities
Who Dispels Difficult Enemies
|
4
|
દુર્ગમચ્છેદિની
|
दुर्गमच्छेदनी
|
Durgamacchedinī,
|
Who cuts down difficulty
Who Does Spiritual Practices to Relieve Difficulties
|
5
|
દુર્ગસાધિની
|
दुर्गसाधिनी
|
Durgasādhinī
|
The performer of Discipline to expel difficulties
Who Destroys Difficulties
|
6
|
દુર્ગનાશિની
|
दुर्गनाशिनी
|
Durganāśinī
|
The Destroyer of Difficulty
Who Takes the Whip to Difficulties
|
7
|
દુર્ગતોદ્ધારિણી
|
दुर्गतोद्वारिणी
|
Durgatoddhāriṇī
|
Who holds the whip of difficulties
|
8
|
દુર્ગનિહન્ત્રી
|
दुर्गनिहन्त्री
|
Durgenihantrī,
|
Who sends difficulties to Ruin
Who Sends Difficulties to Run
|
9
|
દુર્ગમાપહા
|
दुर्गमापहा
|
Durgamāpahā
|
Who measures difficulties
Who Measures Difficulties
|
10
|
દુર્ગમજ્ઞાનપદા
|
दुर्गमज्ञानदा
|
Durgamajñānadā
|
Who makes difficulties unconscious
Who Makes Difficulties Lose Consciousness
|
11
|
દુર્ગદૈત્યલોકદવાનળા
|
दुर्गदैत्यलोकदवानला
|
Durgadaityalokadavānalā
|
Who destroys the world of difficult thoughts
Who Destroys the World of Difficult Thoughts
|
12
|
દુર્ગમા
|
दुर्गमा
|
Durgamā
|
The mother of difficulties
Mother Who Relieves Difficulties
|
13
|
દુર્ગમાલોકા
|
दुर्गमालोका
|
Durgamālokā
|
The perception of difficulties
|
14
|
દુર્ગમાત્મસ્વરૂપિણી
|
दुर्गमात्मस्वरूपिणी
|
Durgamātmasvarūpiṇī
|
The Intrinsic Nature of the soul of difficulties
Who Perceives Difficulties
|
15
|
દુર્ગમાર્ગપ્રદા
|
दुर्गमार्गप्रदा
|
Durgamārgapradā
|
Who searches through the difficulties
|
16
|
દુર્ગમવિદ્યા
|
दुर्गमाविध्या
|
Durgamavidyā
|
The knowledge of difficulties
Whose Inner Nature Is the Soul of Difficulties
|
17
|
દુર્ગમાશ્રિતા
|
दुर्गमाश्रिता
|
Durgamāśritā
|
The Extrication from difficulties
Who Seeks Out Difficulties
|
18
|
દુર્ગમજ્ઞાનસંસ્થાના
|
दुर्गमज्ञानसंस्थाना
|
Durgamajñānasaḿsthānā
|
The continued existence of difficulties
Who Understands Difficulties
|
19
|
દુર્ગમધ્યાનભાસિની
|
दुर्गमध्यानभासिनी
|
Durgamadhyānabhāsinī
|
Whose meditation remains brilliant when in difficulties
Who Extracts From Difficulties
|
20
|
દુર્ગમોહા
|
दुर्गमोहा
|
Durgamohā
|
Who deludes difficulties
The Continued Existence of Difficulties
|
21
|
દુર્ગમગા
|
दुर्गमगा
|
Durgamagā
|
Who resolves difficulties
Who Resolves Difficulties
|
22
|
દુર્ગમાર્થ સ્વરૂપિણી
|
दुर्गमार्थस्वरूपिणी
|
Durgamārthasvarūpiṇī
|
Who is the intrinsic nature of the object of difficulties
Who Is the Inner Nature of the Object of Difficulties
|
23
|
દુર્ગમાસુરસંહન્ત્રી
|
दुर्गमासुरसहन्त्री
|
Durgamāsurasanhantrī
|
The annihilator of the egotism of difficulties
The Destroyer of the Ego of Difficulties
|
24
|
દુર્ગમાયુધધારિણી
|
दुर्गमायुधधारिणी
|
Durgamāyudhadhāriṇī
|
Bearer of the weapon against difficulties
Who Resolves Difficulties
The Destroyer of the Ego of Difficulties
Who Bears the Weapon Against Difficulties
|
25
|
દુર્ગમાંગી
|
दुर्गमांगी
|
Durgamāńgī
|
The refinery of difficulties
The Refinery of Difficulties
|
26
|
દુર્ગમતા
|
दुर्गमाता
|
Durgamatā
|
Who is beyond difficulties
Who Transcends Difficulties
|
27
|
દુર્ગમ્યા
|
दुर्गम्या
|
Durgamyā
|
This present difficulty
Accessible With Difficulty
|
28
|
દુર્ગમેશ્વરી
|
दुर्गमेश्वरी
|
Durgameśvarī
|
The empress of difficulties
The Goddess Who Relieves Difficulties
|
29
|
દુર્ગભીમા
|
दुर्गभीमा
|
Durgabhīmā
|
Who is terrible to difficulties
The Terror of Difficulties
|
30
|
દુર્ગભામા
|
दुर्गभामा
|
Durgabhāmā
|
The lady to difficulties
The Lady of Difficulties
|
31
|
દુર્ગભા
|
दुर्गभा
|
Durgabhā
|
The illuminator of difficulties
Who Enlightens Difficulties
|
32
|
દુર્ગદારિણી
|
दुर्गदारिणी
|
Durgadāriṇī
|
Who cuts off difficulties
Who Chops Off Difficulties
|
ભગવદ્ગોમંડલ જ્ઞાનકોશમાં દુર્ગા વિષે
નીચે પ્રમાણે વર્ણન કરેલ છે.
દુર્ગા
આદિશક્તિ. શુક્લ યજુર્વેદ વાજસનેય
સંહિતામાં રુદ્રની ભગિની અંબિકાનો ઉલ્લેખ આ પ્રમાણે છેઃ હે રુદ્ર ! તમારી ભગિની
અંબિકા સહિત આમારો દીધેલ ભાગ એટલે પુરોડાશ ગ્રહણ કરો. આથી જણાય છે કે, શત્રુઓના નાશ વગેરેને માટે જે રીતે પ્રાચીન આર્યો રુદ્ર નામના ક્રૂર
દેવતાનું સ્મરણ કરતા હતા, એવી રીતે તેની ભગિની અંબિકાનું પણ કરતા
હતા. વૈદિક કાળમાં અંબિકા દેવી રુદ્રની ભગિની મનાતી હતી. તલવકાર અથવા કેન
ઉપનિષદમાં આખ્યાયિકા છે કેઃ એક વાર દેવતાઓ સમજ્યા કે વિજય અમારી જ શક્તિથી થયો છે.
આ ભ્રમને મટાડવાને માટે બ્રહ્મ યક્ષના રૂપમાં દેખાયા, પણ દેવતાઓએ તેમને ઓળખ્યા નહિ. તેને જાણવાને માટે પહેલાં અગ્નિ તેમની
પાસે ગયા. યક્ષે પૂછ્યું: તમે કોણ છો ? અગ્નિએ કહ્યું:
હું અગ્નિ છું અને સર્વ કાંઈ ભસ્મ કરી શકું છું. આ ઉપરથી તે યક્ષે એક તણખલું
રાખીને કહ્યું કે, આને ભસ્મ કરો. અગ્નિએ ઘણું જ જોર
કર્યું, પણ તણખલુ જેવું ને તેવું જ રહ્યું. એવી
જ રીતે વાયુ દેવતા પણ ગયા. તે પણ તે તણખલાને ઉડાડી શક્યા નહિ. ત્યારે બધા દેવતાઓએ
ઇંદ્રને કહ્યું કે, આ યક્ષનો પત્તો મેળવવો જોઈએ કે તે કોણ
છે જ્યારે ઇંદ્ર ગયા ત્યારે યક્ષ અંતર્ધાન થઈ ગયા. થોડી વાર પછી એક સ્ત્રી પ્રકટ
થઈ. તે ઉમા હૈમવતી દેવી હતી. ઇંદ્રના પૂછવાથી ઉમા હૈમવતીએ જણાવ્યું કે તે યક્ષ
બ્રહ્મ હતા. તેના વિજયથી તમને મહત્ત્વ મળેલ છે. ત્યારે ઇંદ્ર આદિ દેવતાઓએ બ્રહ્મને
જાણ્યા. અધ્યાત્મ પક્ષવાળા ઉમા હૈમવતીથી બ્રહ્મવિદ્યાનું ગ્રહણ કરે છે. તૈત્તિરીય
આરણ્યકના એક મંત્રમાં દુર્ગા દેવી શરણમહં પ્રપદ્ય, વાક્ય આવે છે અને એક સ્થળે ગાયત્રી છંદનો એક મંત્ર છે, જેને સાયણે દુર્ગાગાયત્રી કહેલ છે. દેવી ભાગવતમાં દેવીની ઉત્પત્તિ
સંબંધમાં આ પ્રમાણે કથા છેઃ મહિષાસુરથી હારીને બધા દેવો બ્રહ્માની પાસે ગયા. બ્રહ્મા
શંકર તેમજ દેવતાઓની સાથે વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ કહ્યું કે, મહિષાસુરને મારવાનો ઉપાય એ છે કે, સર્વે દેવો પોતાની સ્ત્રીઓ સહિત મળીને પોતપોતાનું થોડું થોડું તેજ
કાઢે. તે સર્વ તેજસમૂહથી એક સ્ત્રી ઉત્પન્ન થશે જે તે અસુરનો વધ કરશે. મહિસાસુરને
વરદાન હતું કે તે કોઈ પણ પુરુષને હાથે નહિ મરે. વિષ્ણુની આજ્ઞાનુસાર બ્રહ્માએ
પોતાના મુખથી રક્ત વર્ણનું, શંકરે રૌપ્ય વર્ણ વિષ્ણુએ નીલ વર્ણનું,
ઇંદ્રે વિચિત્ર વર્ણનું એમ બધા દેવતાઓએ
પોતપોતાનું તેજ કાઢ્યું અને એક તેજઃસ્વરૂપા દેવી પ્રકટ થઈ, જેણે તે અસુરનો સંહાર કર્યો. કાલિકાપુરાણમાં લખ્યું છે કે પરબ્રહ્મના
અંશ સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ થયા. બ્રહ્મા અને
વિષ્ણુએ તો સૃષ્ટિની સ્થિતિને માટે પોતપોતાની શક્તિને ગ્રહણ કરી, પરંતુ શિવે શક્તિનો સંયોગ ન કર્યો અને તે યોગમાં મગ્ન થઈ ગયા. બ્રહ્મ
આદિ દેવતા આ વાતની પાછળ પડ્યા કે શિવ પણ કોઈ સ્ત્રીનુ પાણિગ્રહણ કરે. પરંતુ શિવને
યોગ્ય કોઈ સ્ત્રી મળતી જ ન હોતી. ઘણો જ વિચાર કર્યા પછી બ્રહ્માએ દક્ષને કહ્યું:
વિષ્ણુ માયા સિવાય કોઈ સ્ત્રી એવી નથી કે જે શિવને લોભાવી શકે. આથી હું તેની
સ્તુતિ કરૂં છું, તમે પણ તેની સ્તુતિ કરો કે તે તમારી
કન્યાના રૂપમાં તમારે ત્યાં જન્મ લે અને શિવની પત્ની થાય. તે વિષ્ણુની માયા દક્ષ
પ્રજાપતિની કન્યા સતી થઈ, જેણે પોતાનાં રૂપ અને તપથી શિવને મોહિત
અને પ્રસન્ન કર્યા. દક્ષયજ્ઞના વિનાશ સમયે જ્યારે સતીએ દેહનો ત્યાગ કર્યો, ત્યારે શિવે વિલાપ કરતાં કરતાં તેના શબને પોતાની કાંધ ઉપર ઉપાડી
લીધું. પછી બ્રહ્મા, વિષ્ણુ અને શનિએ સતીના મૃત શરીરમાં
પ્રવેશ કર્યો અને તે તેના ટુકડા ટુકડા કરીને ઉપાડવા લાગ્યા. જ્યાં જ્યાં સતીનાં
અંગ પડ્યાં ત્યાં ત્યાં દેવીનું સ્થાન કે પીઠ થઈ. જ્યારે દેવતાઓએ મહામાયાની ઘણી જ
સ્તુતિ કરી, ત્યારે તે શિવના શરીરમાંથી નીકળી,
જેનાથી શિવનો મોહ દૂર થયો અને તે ફરીને
યોગસમાધિમાં મગ્ન થયા. એક તરફ હિમાલયની ભાર્યા મેનકા સંતતિની કામનાથી ઘણા દિવસોથી
મહામાયાનું પૂજન કરતી હતી. મહામાયાએ પ્રસન્ન થઈને મેનકાની કન્યા થઈને જન્મ લીધો
અને શિવથી વિવાહ કર્યો. માર્કંડેય પુરાણમાં ચંડી દેવી દ્વારા શુંભ નિશુંભના વધની
કથા લખી છે, જેનો પાઠ ચંડીપાઠ અથવા દુર્ગાપાઠના
નામથી પ્રસિદ્ધ છે અને સઘળે તે પાઠ થાય છે. કાશીખંડમાં લખ્યું છે કે, રુરુના પુત્ર દુર્ગ નામે મહાદૈત્યે દેવતાઓને બહુ હેરાન કર્યા ત્યારે
તેઓ શિવની પાસે ગયા. શિવે અસુરને મારવાને માટે દેવીને મોકલ્યાં. દુર્ગાના પર્યાય
નીચે પ્રમાણે છેઃ આદ્યાશક્તિ, ઉમા, કાત્યાયની, ગૌરી, કાલી, હૈમવતી, ઈશ્વરી, શિવા, ભવાની, રુદ્રાણી, શર્વાણી, કલ્યાણી, અપર્ણા, પાર્વતી, મૃણાણી, ચંડિકા, અંબિકા, શારદા, ચંડી, ગિરિજા, મંગલા, નારાયણી, મહામાયા, વૈષ્ણવી, હિંડી, કોટ્ટવી, ષષ્ઠી, માધવી, જયંતી, ભાર્ગવી, રંભા, સતી, ભ્રામરી, દક્ષકન્યા, મહિષમર્દિની, હેરંબજનની, સાવિત્રી, કૃષ્ણપિગલા, શૂલધરા, ભગવતી, ઈશાની, સનાતની, મહાકાલી, શિવાની, ચામુંડા, વિધાત્રી, આનંદા, મહામાત્રા, ભૌમી, કૃષ્ણા, ચાર્વંગી, વાણી, ફાલ્ગુની, માતૃકા, તારા, કાલિકા, કામેશ્વરી, ભૈરવી, ભુવનેશ્વરી, ત્વરિતા, મહાલક્ષ્મી, વાગીશ્વરી, ત્રિપુરા, જ્વાલામુખી, બગલામુખી, અન્નપૂર્ણા, અન્નદા, વિશાલાક્ષી, સુભગા, સગુણા, ધવલા, ઘોરા, પ્રેમા, વટેશ્વરી, કીર્તિકા, તુમુલા, કામરૂપા, જૃંભણી, મોહિની, શાંતા, વેદમાતા, ત્રિપુરસુંદરી, તાપિની, ચિત્રા, અનંતા.
The following article is displayed here with the courtesy of Gujarat Samachar - a leading Gujarati daily.
દુર્ગે સ્મૃતા હરસિભીતિમશેષજન્તોઃ' મા દુર્ગાનાં એક નહીં બત્રીસ નામ !
Read this article at its source link.
- ભક્તિપૂર્ણ રીતે મા દુર્ગાના આ બત્રીસ નામોનો પાઠ કરી શકે છે
અમદાવાદ, 25 સપ્ટેમ્બર 2017 સોમવાર
આદ્યશક્તિની ઉપાસના થાય ત્યારે 'દુર્ગા' નામ આપણા મોંએ સહજ આવે છે. નવરાત્રિનું પર્વ પછી તે આસોની હોય કે ચૈત્રની નવદુર્ગાઓનો ઉલ્લેખ સવિશેષ રીતે થતો હોય છે.
સામાન્યપણે નવદુર્ગાઓનાં નામ પ્રચલિત છે પણ શાસ્ત્રોમાં અનેક નામોથી ઉલ્લેખ થાય છે
આપણે નવરાત્રિ પર્વ દરમિયાન શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચન્દ્રઘન્ટા, કૂષ્માન્ડા, સ્કન્દમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધદાત્રી વગેરે નવદુર્ગાઓનું સ્મરણ કરીએ છીએ. આ બધાં જાણીતા નામો છે.
દુર્ગતિનો નાશ કરે એ દુર્ગા શક્તિ ઉપાસનામાં દુર્ગા બત્રીસી નામ માળાનું પણ મહત્ત્વ છે. આ નામો સાથે પૂજન-અર્ચન, મંત્રજાપ પુરશ્ચરણનો મહિમા છે. આરાધકો એમ કરતા પણ હોય છે. જો કે, સામાન્ય માનવી પણ ભક્તિપૂર્ણ રીતે મા દુર્ગાના આ બત્રીસ નામોનો પાઠ કરી શકે છે.
આ બત્રીસી નામોમાં દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગાપદ્વિનિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગસાધિની, દુર્ગાશિની, દુર્ગતોદ્ધારિણી, દુર્ગનિહંત્રી, દુર્ગમાપહા, દુર્ગમજ્ઞાનદા, દુર્ગદૈત્યલોકદવાનલા, દુર્ગમા, દુર્ગમાલોકા, દુર્ગાત્માસ્વરૃપિણી, દુર્ગમાર્ગપ્રદા, દુર્ગમવિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમજ્ઞાનસંસ્થાના, દુર્ગમધ્યાનભાસિની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૃપિણી, દુર્ગમસુરસંહંત્રી, દુર્ગમાયુધધારિણી, દુર્ગમાંગી, દુર્ગમાતા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગભામા, દુર્ગભા, દુર્ગદારિણીનો સમાવેશ થાય છે.
સપ્તશ્લોકી દુર્ગાપાઠમાં પણ કહેવાયું છે કે, 'દુર્ગેસ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ, સ્વસ્થૈ, સ્મૃતા મતિમતિવ શુભાં દદાસિ, દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કાત્યદન્યા, સર્વોપકારણકરણાય સદાર્દ્રચિત્તા' અર્થાત્ હે મા દુર્ગા, સ્મરણ કરવાથી તમે બધાં પ્રાણીઓના ભયને હરી લો છે અને સ્વસ્થ મનુષ્યો વડે ચિંતન કરવાથી તમે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ આપો છો. દુઃખ દરિદ્રતા અને ભયને હરનારાં હે દેવી ! તમારા સિવાય બીજું કોણ છે કે જેનું ચિત્ત બધાંનો ઉપકાર કરવા સદૈવ દયાર્દ્ર રહેતું હોય ?
No comments:
Post a Comment