Translate

Search This Blog

સનાતન જાગૃતિ


सच्चिदानन्द रूपाय विश्वत्पत्यादि हेतवे ।
तापत्रय विनासाय श्रीकृष्णाय वयं नुम ।।
     સત્, ચિત્ત, આનંદ સ્વરૂપ, વિશ્વની ઉત્પત્તિ હેતુ, ત્રણેય તાપોનો વિનાશ કરનાર જગતગુરૂ શ્રીકૃષ્ણને મારા વંદન.
     ભારતવર્ષમાં જેટલા પણ ધાર્મિક ગ્રંથો અથવા આધ્યાત્મિક ગ્રંથો છે, એ બધામાં પૃથ્વીવાસિયોના જીવનને સુખદ, સુંદર, અને સંપન્ન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ બધામાં માનવ જીવનનું પૃથ્વી સાથે, પ્રકૃતિ સાથે, અને બ્રહ્માણ્ડ સાથે સબંધ સ્થાપિત કરવામાં આવ્યું છે. ભારતવર્ષમાં હિન્દુધર્મ વાસ્તવમાં સનાતન ધર્મનો ઉપભ્રંશ છે, જેમ કે વિશ્વમાં ધર્મ ક્યાય નથી કારણ કે ધર્મના નામ પર ફક્ત સંપ્રદાયોનો ઉદય જ થયો છે, જેનો વિસ્તાર ક્યારેક પ્રલોભન, કયારેક જોર-જૂલ્મના નામે તો ક્યારેક બીજા ધર્મના રૂઢિગ્રસ્થ હોવાના કારણે, અથવા જનમાણસના અસંતોષને કારણે થયો છે. જ્યારે સનાતન ધર્મ સ્થાયિત્વ જ્ઞાન, સહનશીલતા અને મહાનુદારતાના આધાર પર રહ્યો છે. જે એક બૃહદ અને અનુભૂત જીવન દર્શન છે.
     "સનાતન જાગૃતિ" નો ધ્યેય ભારતવર્ષમાં પરંપરાગત ચાલતી આવતી સનાતન ધર્મની જીવન શૈલી અને એના રીતિ રીવાજોને જનસામાન્ય સુધી પહોંચાવી, સમાજમાં સનાતન ધર્મનો સાચો મર્મ દેખાડવાનો છે. તથા જનસામાન્યને વેદાન્તી જીવન દર્શનનું જ્ઞાન કરાવાનું છે, જેનું અનુકરણ કરીને સમાજનો કોઇ પણ વ્યક્તિ ક્રમશઃ વિકાસ કરતા આનંદના ઉચ્ચ સ્તરનું શ્રેષ્ઠત્તમ જીવન જીવી શકે.
     આભાર !
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
      पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥
     ૐ, પરમાત્મા સર્વપ્રકારે પૂર્ણ છે. આ જગત પણ પૂર્ણ છે. એ પૂર્ણ પરમાત્માથી જ આ પૂર્ણ જગત ઉત્પન્ન થાય છે. પૂર્ણના પૂર્ણને લઇ લેવાથી પૂર્ણ જ બાકી રહે છે.
     ૐ શાંતિ શાંતિ શાંતિ







Continue reading more at : સનાતન જાગૃતિ


No comments:

Post a Comment