Translate

Search This Blog

Friday, October 17, 2014

માનસ ઈસુ, ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી

રામ કથા

માનસ ઈસુ

જેરુસેલમ, ઈઝરાઈલ

તારીખ ૦૧-૦૫-૨૦૧૨ થી તારીખ ૦૯-૦૫-૨૦૧૨

મુખ્ય ચોપાઈ

જેહિં જેહિં જોનિ કરમ બસ ભ્રમહીં     |

તહઁ તહઁ ઈસુ દેઉ યહ હમહીં     ||
......................................................................................અયોધ્યાકાંડ ........૨૩

जेहिं जेहिं जोनि करम बस भ्रमहीं ।
तहँ तहँ ईसु देउ यह हमहीं ॥

સુભ અરુ અસુભ કરમ અનુહારી     |
ઈસુ દેઈ ફલુ હ્નદયઁ  બિચારી     ||
.......................................................................................અયોધ્યાકાંડ..........૭૬
सुभ अरु असुभ करम अनुहारी । 
ईसु देह फ़लु ह्र्दयँ बिचारी ॥ 

આ કથાના સંદર્ભમાં શ્રી કાન્તી ભટ્ટ દ્વારા "આસપાસ" નામના કોલમમાં એક લેખ શુક્રવાર, તારીખ ૧૭-૧૦-૨૦૧૪ ના રોજ દિવ્ય ભાસ્કર દૈનિકમાં પ્રકાશિત થયો છે. સદર લેખ દિવ્ય ભાસ્કર અને શ્રી કાન્તિ ભટ્ટના સૌજન્ય સહ રજુ કરતાં તેમના તરફ આભાર સહ આનંદ વ્યક્ત કરું છું.

--------------------------------------------------------------------------------------------------------------------------
ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી
Kanti Bhatt|Oct 17, 2014,





- ઈઝરાયલ નજીકની ગુફા જ્યારે રામકથાથી ગુંજી ઊઠી



જૂની કહેવત જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિને બદલીને જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે હનુમાનજી અને રામાયણની પોથીકરવી પડશે. મને જેરૂસલેમ શહેરમાં કિર્તીલાલ મણિલાલ નામના હીરાના વેપારી લઈ ગયા. પછી ઝેડેકીયાગુફાની જાણ કરી ત્યારે મને થયું કે મોરારીબાપુએ જ્યારે કોઈ સ્થળ બાકી રાખ્યું નથી કે જ્યાં કથા ન કરી હોય. હવે તો તેઓ બોલ બોલ મીડિયામાંથી દૈનિક મીડિયાંમા પણ આવી ગયા છે. મને હતું કે, બાપુએ ઝેડેકીયાની ગુફામાં તો કથા નહીં જ કરી હોય. પરંતુ પછી ખબર પડી કે 33 કે 34 મહિના પહેલાં મોરારીબાપુ હનુમાનજીની છબી અને 400 ભક્તો સાથે ઈઝરાયલના તેલઅવીવ શહેર પાસેની ઝેડેકીયા ગુફામાં પણ કથા કરી આવ્યા છે. હવે ભારતનું અવકાશયાન એક ડઝન મોરારી ભક્તો અને અવકાશ પત્રકારને લઈ જાય તો બાપુ અવકાશમાં પણ કથા કરી આવશે!

તમને આ ઝેડેકીયા ગુફા એ વળી કઈ ગુફા છે તેનું કુતુહલ થશે. જેરૂસલેમ પોસ્ટના ખાસ પત્રકાર આ કથામાં જઈ આવેલા તે મી. જેરોમ શેરોન પણ બાપુથી પ્રભાવિત થઈ ગયેલા. તેમણે કહ્યું કે, ‘મોરારીબાપુ પ્રેમ અને કરૂણાનો તેમ જ સત્યને વળગવાનો ઉપદેશ આપતા હતા. ધાર્મિક મતભદો ભુલી ઈશ્વરની પ્રીતિ મેળવવા તમામ પ્રયાસ કરવો જોઈએ.મોરારીબાપુ જેરૂસલેમ નગરી ગયા, તે નગરી મને કિર્તીલાલ મણિલાલ શાહ તેમ જ હીરાના બીજા વેપારી મફ્તકાકાએ જણાવેલી. પણ બાપુ ગુફામાં ગયેલા તે ગુફાની વાત પછી લાગ્યું કે ટોચે તો સૌ જાય. પેલેસ્ટાઈન બોર્ડર ઉપરની ટેકરીએ ચડવાની ભુલ કરી બેઠો, પણ રામકૃપાથી બચી ગયો. ગુફા ઉપરની ટેકરી જોખમી છે.

આ જેરૂસલમ નગરી જગતના ત્રણ મોટા ધર્મોનું ઉદભવ સ્થાન છે તે મને ત્યાં ગયા પછી ખબર પડી. મોરારીબાપુ ચાર-ચાર કલાકનું પ્રવચન-કથા-મંત્ર જાપ અને રામ ધુન ઝેડેકીયાની ગુફામાં બોલાવતા. સંગીતકારો પણ ગુફા ગજાવવા આવેલા. ભારતીય શાસ્ત્રીય રાગો અને ભક્તિ ગીતોના નાદથી ઝેડેકીયા ગુફા ગુંજી ઉઠી હતી. ઈઝરાયલી અખબાર જેરૂસલેમ પોસ્ટને બાપુએ ઈન્ટરવ્યુ પણ આપેલો. બાપુએ અખબારને જણાવ્યું કે, ‘યહુદી ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામનું ઉદ્ભવ સ્થાન અને કેન્દ્ર જેરૂસલેમ હતું. એટલે જ મેં સત્ય, પ્રેમ અને કરૂણાના ઉપદેશ માટે આ સ્થળ પસંદ કરેલું. અમુક ધર્મની જ મોનોપોલી સત્ય ઉપરની નથી. એવુ જ પ્રેમનું છે. પ્રેમ એ લાઈફ ફોર્સ છે. તમે બીજાનું દૃષ્ટિબિંદુ સ્વીકારો ત્યારે પ્રેમ પ્રગટ થાય છે.મોરારીબાપુએ આવું હિન્દીમાં કહેલું.
ખરેખર બાપુ પ્રેમના આટલા બધા જબ્બર પુરસ્કર્તા હતા તે જેરૂસલેમના ઈન્ટરવ્યુથી ખબર પડી. બાપુ તો હિન્દીમાં બોલતા હતા પણ જેરૂસલેમ પોસ્ટે એવી યંત્રણા કરેલી કે તેનું ઓટોમેટીક અંગ્રેજીમાં અને યહુદી ભાષામાં એકસાથે ભાષાંતર થતું હતું. મોરારીબાપુએ સર્વધર્મને ઉતાવળથી સરખા ગણવાતેમ બોલી નાખ્યું, પણ ધર્મ અંગેના હિન્દુઓના વલણનું ગૌરવ કરેલું. અમે હિન્દુઓ માનીએ છીએ કે સત્યને કે ઈશ્વરને પામવા એક કરતાં વધુ માર્ગો છે. જેમ કે પર્વતની ટોચે જવા અનેક માર્ગો છે! કોઈ પણ વ્યક્તિ પોતાના ધર્મ દ્વારા સ્પીરીચ્યુઅલ ટ્રુથ મેળવી શકે છે.’- મોરારીબાપુ આવું બોલેલા.

વચ્ચે વચ્ચે મોરારીબાપુ ધર્મના ઝઘડા (રીલીજીયસ ડીવીઝન) વિશે બોલતા હતા. તેમાં સૌથી પાવરફુલ ઝઘડો કરનારા ઈસ્લામીઓ. ત્યારે તો મોરારીબાપુ આજુ બાજુ ક્ષિતિજમાં ય દેખાતા નહોતા! મોરારીબાપુએ પસંદ કરેલી ઝેડેકીયાની ગુફા સુધી પહોંચવા નવ નવ કલાકની, અગર 28 કલાક લાંબી મુસાફરી કરીને મોરારી ભક્તો અમેરિકા, ઈગ્લેંડ, ઈસ્ટ આફ્રિકા અને ભારતથી દરેક લગભગ રૂ. 1 લાખથી રૂ. 5 લાખ ખર્ચીને આવેલા. આ રામકથા લગભગ મારી ગણતરી પ્રમાણે રૂ. 30 કરોડની થઈ હશે. ભુલચુક લેવી દેવી. ધીરજ સોલંકી નામનો દવાનો ગુજરાતી વેપારી જે ન્યુયોર્ક પાસેના શહેર ન્યુજર્સીમાં વેપાર કરે છે, તે પત્ની સાથે ગુફામાં આવેલા. રીકી પાનખનીયા નામના ભક્તે કહ્યું કે, અમને બ્રિટનમા બધું મળી રહે છે. ધન ખુબ મળે છે, પણ સ્પીરીચ્યુઅલ ભુખ રહે છે. અમારી એ ભુખ બાપુ સંતોષે છે. વાહ! કેવી સ્પીરીચ્યુઅલ ભુખ! જ્યાં જ્યાં મોરારીબાપુ કથા કરે છે ત્યાં આવા આધ્યાત્મિક ખોરાક વગર મરી રહેલાલોકોનાં ટોળાં વધે છે. મહુવામાં કથાથાય છે, અગર તો સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે ત્યાં આધ્યાત્મિક ખોરાક ખાધા પછી પણ અમુક ભુખ્યા રહે છે.


આમેય જેરૂસલેમ તો ધર્મ ભુખ્યુંશહેર છે જ. યહુદીઓ દરેક ઘરમાં રાયફલ રાખે છે અને ઘણા ઘરોમાં આરબોથી ડરનારા બબ્બે રાઈફલો અને ઓટામેટીક શસ્ત્રો રાખે છે. તે જોતાં લાગે કે જેરૂસલેમ તો રાયફલ ભુખ્યું શહેર છે. યહુદી પ્રાર્થનાનો એક પુરાણો અને રૂ. 8.10 કરોડમાં વેચાયેલો હિબ્રુ ભાષાનો ગ્રંથ હતો. મોરારીબાપુને આ હિબ્રુ ભાષાની પ્રાર્થના પણ ભેટ અપાયેલી તેમ અમે સાંભળેલું. આ ઝેડેકીયાની ગુફા પાંચ એકરમાં પથરાયેલી છે. તેની બહાર આસપાસ 87 હોટેલો છે. આ હોટેલો પ્રથમવાર રામકૃપાથી અગર કહો કે મોરારીબાપુથી ફુલ્લી બુકડ થયેલી. તમે ઈઝરાયલ-જેરૂસલેમ જાઓ તો ત્યાં રવિવારથી ગુરૂવાર સુધી માત્ર’ 300 રૂપિયાની ટીકીટમાં ગુફા જોઈ શકાય છે. આ ગુફાને જૂના વખતમાં કપાસ-રૂના ગોદામ તરીકે વપરાતી, પણ ધર્મ ધુરંધરોને લાગ્યુ કે ગુફા હંમેશાં ધાર્મિક-શ્રદ્ધાળુને આકર્ષે છે એટલે તેને પ્રવચન સ્થળ કરી નાખ્યું અને મોરારીબાપુની કથાએ પછીથી ગુફાને દુઝણી બનાવી નાખી. મોરારીબાપુને છેલ્લે જાણીને દુ:ખ થશે કે તેમણે જે વ્યાસપીઠ બનાવેલી તે સેંકડો વર્ષોની મજુરીથી ગુલામોએ ચણા ફાંકીને ખોદી હતી! અને હા! ઘણા ગુલામ-મજુરો ગુફામાં મજુરી કરી ભુખ્યા મરી ગયેલા.

--------------------------------------------------------------------------------------------------------------------------


No comments:

Post a Comment