Translate

Search This Blog

Saturday, December 7, 2019

ભાગવદ કથા, અમદાવાદ


પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને અમદાવદમાં ફેબ્રુઆરી ૨૦૧૮માં યોજાયેલ ભગવદ કથાના કેટલાક અંશ

ભાગવદમાં અવતારોની જે કથાઓ છે તે પૈકીની દશાવતારની કથામાં પ્રથમ અવતાર માછલી – મત્સ્ય છે.
પરમ ચેતના માછલી રુપે અવતરે છે.
ભેંસ, બ્રાહ્મણ અને ભાજી પાણીથી રાજી
કેવી રીતે પ્રશ્નના જવાબો જ્યાંથી મળે તે કથા છે.
જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. તેથી અંતરયાત્રા કરવી જોઈએ
એક બીજમાં વૃક્ષ છુપાયેલું છે. એક બીજમાંથી ક્રમશઃ અનેક વૃક્ષો પેદા થઈ શકે.
સાધના એટલે છુપાયેલી સંભાવનાઓને ચરિતાર્થ કરવાની ક્રિયા.
રાખનાં રમકડાંને રામે
મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટી માથે માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાંને, રમકડાંને …

આ શરીરનો અંત રાખ છે.
બીડીના એક છેડે અગ્નિ છે અને બીજા છેડે બેવકુફ છે.
ભોગો નથી ભોગવાતા પણ ભોગ જ ભોગવે છે.
જે પોસતું તે જ મારતું.
તું અનાસક્ત ભાવથી કર્મ કર એવું ગીતા કહે છે.
बिधि निषेधमय कलिमल हरनी। करम कथा रबिनंदनि बरनी॥
हरि हर कथा बिराजति बेनी। सुनत सकल मुद मंगल देनी॥5॥

विधि और निषेध (यह करो और यह न करो) रूपी कर्मों की कथा कलियुग के पापों को हरने वाली सूर्यतनया यमुनाजी हैं और भगवान विष्णु और शंकरजी की कथाएँ त्रिवेणी रूप से सुशोभित हैं, जो सुनते ही सब आनंद और कल्याणों को देने वाली हैं॥5॥

ભક્તિની ગંગા, કર્મની યમુના અને જ્ઞાનની સરસ્વતીનું સંગમ સ્થાન તિર્થરાજ પ્રયાગ છે.

सौरज धीरज तेहि रथ चाका। सत्य सील दृढ़ ध्वजा पताका॥
बल बिबेक दम परहित घोरे। छमा कृपा समता रजु जोरे॥3॥

शौर्य और धैर्य उस रथ के पहिए हैं। सत्य और शील (सदाचार) उसकी मजबूत ध्वजा और पताका हैं। बल, विवेक, दम (इंद्रियों का वश में होना) और परोपकार- ये चार उसके घोड़े हैं, जो क्षमा, दया और समता रूपी डोरी से रथ में जोड़े हुए हैं॥3॥

આધળાને આંધળા કહી બોલાવીએ એમાં શીલ નથી.
બા ને બા કહેવાય, બાપાની બૈરી ન કહેવાય.
ધર્મમાં ક્રિયાકાંડ એ તેનું બાહ્ય રુપ છે, ધર્મ એટલે જીવનશૈલી – way of life.
કથા એ સમુહમાં શિક્ષણ આપતી વિશ્વ વિદ્યાલય છે, જ્યાં કોઈ પણ ઊંમરની વ્યક્તિ પ્રવેશ કરી શકે છે.
કથાનો ઉદ્દેશ મનોરંજન નથી પણ મનોમંથન છે.
હસો તેનો વાંધો નથી પણ હસી કાઢો તેનો વાંધો છે.
વ્યક્તિ શાસ્વત નથી પણ વિચાર શાસ્વત છે.

ગ્રંથો ગુરૂ છે.

सदगुर ग्यान बिराग जोग के। बिबुध बैद भव भीम रोग के॥
जननि जनक सिय राम प्रेम के। बीज सकल ब्रत धरम नेम के॥2

ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैं। ये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2

કથા ભવરોગની ડૉકટર છે.

अति हरि कृपा जाहि पर होई। पाउँ देइ एहिं मारग सोई।।2।।
 जिसपर श्रीहरि की अत्यन्त कृपा होती है, वही इस मार्ग पर पैर रखता है।।2।।
જેના ઉપર હરિની અત્યંત કૃપા હોય તે જ હરિ કથામાં જઈ શકે છે.
बिनु सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥
સૂર્ય માફક તપે તે જ પ્રકાશ આપી શકે.

“ગીતામાં થયેલ સંબોધનોનું મનો વિજ્ઞાન” ઉપર  Ph. D. થઈ શકે. આ એક સરસ વિષય છે.
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्‌।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥3॥
अतुल बल के धाम, सोने के पर्वत (सुमेरु) के समान कान्तियुक्त शरीर वाले, दैत्य रूपी वन (को ध्वंस करने) के लिए अग्नि रूप, ज्ञानियों में अग्रगण्य, संपूर्ण गुणों के निधान, वानरों के स्वामी, श्री रघुनाथजी के प्रिय भक्त पवनपुत्र श्री हनुमान्‌जी को मैं प्रणाम करता हूँ॥3॥
સમાજના દરેક માણસમાં તેના હ્મદયમાં ભક્તિ – પ્રેમ  હોવો જોઇએ, દરેક માણસમાં બુદ્ધિ – જ્ઞાન અને વૈરાગ્ય હોવા જોઇએ.
શરીરમાં, સંપત્તિમાં, સ્ત્રીમાં આસક્તિ ન હોવી જોઈએ.
શ્રીમદ ભાગવદની કથા જે વેદો અને ઉપનિષદોનો સાર છે, દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પેદા થાય.
સનતકુમારો ગંગાના તટ ઉપર શ્રીમદ ભાગવદની કથા નારદ અને અન્ય ઋષિમુનિઓને સંભળાવે છે.
ભગવદ કથાના શ્રવણથી પરમ આનંદની પ્રાપ્તિ થાય છે.
મહા પાપી પણ કથા શ્રવણ દ્વારા પાપ મુક્ત થાય છે.
ભાગવદના મંગલાચરણનો શ્લોક
जन्माद्यस्य यतोsन्वयादितरत: चार्थेषुभिज्ञे स्वराट्,तेने ब्रह्म हृदा य आदि कवये मुह्यन्ति यत् सूरय ।
तेजोवारिमृदां यथा विनिमय यत्र त्रिसर्गो मृषा,धाम्ना स्वेदन सदा निरस्तकुहकं सत्यम परम धीमहि ।।




લગ્નગાળો ચાલે એ સારું છે પણ લગ્ન થયા પછી ગાળો ન પડી જાય (પતિ પત્ની વચ્ચે અંતર ન થાય એ જોવું જોઇએ) એ જોવું જોઈએ, પ્રેમથી રહી ગૃહસ્થ ધર્મ નિભાવવો જોઈએ.
સંસારના ચારેય આશ્રમમાં ગૃહસ્થાશ્રમ એ શ્રેષ્ઠ અવસ્થા છે, તેના આધારે બાકીના આશ્રમ –બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ આશ્રમ ટકેલા છે.
જાણકારી વેચાય છે.
સુખી દાંપત્ય જીવન માટે કેટલીક શરતો પાડવી રહી. તેથી ફેરા ફરતી વખતે સપ્તપદી બોલાતી હોય છે.
જે ગુરુકૂળમાં ભણ્યા હોઈએ, જે ગુરુ પાસે ભણ્યા હોઈએ તેનું ઋણ ચૂકવવું જોઈએ.
શાસ્ત્ર મુજબ જ્યારે વિદ્યાર્થી ગુરુકૂળમાં ભણતો હોય ત્યારે તેને કોઈ સુતક ન લાગે.
કૃષ્ણ અને સુદામા એક જ ગુરૂકૂળમાં કોઈ પણ ફી ભર્યા વિના ભણતા હતા.
કૃષ્ણ જે જગદગુરુ બન્યા તેમને જગદગુરૂની કક્ષા સુધી પહોંચાડનાર તેના ગુરૂ કેવા હશે?
ધર્મ સંમત કામને આપણે દેવ ગણીએ છીએ.
એક જ અરમાન છે મને
મારું જીવન સુગંધી બને...
જીવનમાં ધર્મ હશે તો જીવન સુગંધીત બનશે. જો ધર્મ નહીં હોય તો જીવન ગંધાઈ ઊઠશે.
જ્યારે પુત્ર જન્મ થાય ત્યારે આપણા પિતૃઓનું ઋણ મુક્ત થાય છે.
અર્પણ, તર્પણ અને સમર્પણમાં ત્યાગ સમાયેલો છે.
सीय राममय सब जग जानी। करउँ प्रनाम जोरि जुग पानी॥

આપણા શરીરમાં જે ચૈતન્ય છે તે આત્મા છે અને સમષ્ટિમાં – પૃથ્વીમાં જે ચૈતન્ય છે તે પરમાત્મા છે.

બૌધિક લોકોની ધર્મ પ્રત્યેની સુગના લીધે સમાજને, રાષ્ટ્રને ઘણું નુકશાન થયું છે.
કથા એ સમૂહ શિક્ષણનું (MASS EDUCATION) એક મોટું અને સફળ માધ્યમ છે.
સમાજ માટે કરેલો ત્યાગ એ અર્પણ, પિતૃઓ, વડિલો માટે કરેલ ત્યાગ એ તર્પણ અને દેવો માટે કરેલ ત્યાગ સમર્પણ છે.
ત્યાગીને ભોગવી જાણો.
तेन त्यक्तेन भुंजीथा. मा गृधः कस्य स्विद्धनम् ।।
ગાયનું દોહન કરો પણ શોષણ ન કરો.
સમજદાર લોકોના સમુહને સમાજ કહેવાય.
રીસોર્સીઝનો – પાણી, વિજળી વગેરે - વિવેક પૂર્ણ ઉપયોગ – બગાડ કર્યા સિવાયનો ઉપયોગ યજ્ઞ છે.
ભાગવતનો પહેલો શબ્દ જન્મ છે અને છેલ્લો શબ્દ પરમ છે.
જન્મ શબ્દથી ભાગવતની યાત્રા શરૂ થાય છે.
જન્મથી જ જીવનની શરૂઆત થાય છે.
પરમને પામવા માટે જન્મથી શરૂ થયેલી આ યાત્રા છે.

સૂત્ર એટલે ઓછામાં ઓછા અક્ષરોમાં સત્યને પ્રગટકરવાની કળા.
જેને જાણ્યા સિવાય બધું જાણેલું વ્યર્થ છે અને જેને જાણ્યા પછી કશું જાણવાની જરૂર નથી એ બ્રહ્મ કહેવાય.
આ સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને લય જેના થકી થાય છે તે બ્રહ્મ છે.
અધ્યાત્મના ક્ષેત્રમાં શાસ્ત્ર જ પ્રમાણ છે.
આધ્યત્મમાં કાન મહત્વના છે તેથી તો શ્રવણ પ્રથમ ભક્તિ છે. આધ્યાત્મમાં સાંભળવાને પ્રમાણ ગણો જ્યારે વ્યવહારમાં આંખ દ્વારા જે દેખાય છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે.
જેમ ઘડિયાળને કોઈ બનાવનાર છે તેમ આ જગતને બનાવાનાર પણ કોઈ છે.
પૃથ્વી તણો પિંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે ?
જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે ?

જગ ચોર બુટા ભર્યા..  ક્યારે કિનારી છાપ શે.?
એને ઘેર બીબા કહો કેટલા હશે.?
એ રંગરેજ બેઠો ક્યાં હશે ?.
ઈશ્વર અનુમાનનો વિષય છે.
જ્યારે એવું અનુભવાય કે બધામાં પરમાત્મા છે ત્યારે કોઈની સાથે વેર નહીં થાય અને આપણે સાચા અર્થમાં વૈષ્ણવજન બનીશું.
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પર દુઃખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે
પરમાત્મા સર્વજ્ઞ છે, પરમાત્મા સંપૂર્ણ જ્ઞાની છે, પરમાત્મા સ્વયં પ્રકાશિત છે.
મૃત શરીર કશું જોઈ શકતું નથી,
પ્રકાશમાં બધું દેખાય છે પણ અંધારામાં બધું ન દેખાય. અંધારામાં અંધારું દેખાય. આમ પ્રકાશ અને અંધારું જેના લીધે દેખાય છે તે પરમાત્મા છે.
જેમ માટલાના હોવા માટે માટીની જરૂર છે પણ માટીના હોવા માટે માટલાની જરૂર નથી . માટલું હોય ત્યારે માટી હોય અને માટલું ન હોય ત્યારે પણ માટી તો હતી જ. તેમ જગતના હોવા માટે જગદીશની જરૂર છે પણ જગદીશના હોવા માટે જગતની જરૂર નથી.
જે છે તેને છુપાવે અને જે નથી તેને દેખાડે તે માયાનું કપટ છે. હરિને છુપાવવો અને સંસારને દેખાડવો એ માયાનું કપટ છે.

માયાનું કામ ધોખામાં નાખવાનું છે.
વેદોનો સાર ગાયત્રી મંત્ર છે અને ગાયત્રી મંત્રનો વિસ્તાર ભાગવત છે.
ગાયત્રી મંત્રના ૩ ચરણ છે, ૮ અક્ષરનું એક ચરણ છે, અડધો અક્ષર ન ગણાય.
ગાયત્રી મંત્ર :
ॐ भूर्भुव: स्व:
પ્રથમ ચરણ - तत्सवितुर्वरेण्यं
બીજું ચરણ - भर्गो देवस्य धीमहि।
ત્રીજું ચરણ - धियो यो न: प्रचोदयात्।
  ऊँ - ઇશ્વર
  भू: - પ્રાણ સ્વરૂપ
  भुव: - દુ:ખનાશક
  स्व: - સુખ સ્વરૂપ
  तत् - ઉસ
  सवितु: - તેજસ્વી
  वरेण्यं - શ્રેષ્ઠ
  भर्ग: - પાપનાશક
  देवस्य - દિવ્ય
  धीमहि – ધારણ કરો
  धियो - બુદ્ધિ
  यो - જો
  न: - આપણી
  प्रचोदयात् – પ્રેરિત કરો
ૐ (પરમાત્મા) ભૂ: (પ્રાણ સ્વરૂપ) ભુવ: (દુ:ખનાશક) સ્વ: (સુખ સ્વરૂપ) તત (તે) સવિતુ: (તેજસ્વી) વરેણ્યં (શ્રેષ્ઠ) ભર્ગો: (પાપ નાશક) દેવસ્ય (દિવ્ય) ધીમહી (ધારણ કરો) ધિયો (બુધ્ધિ) યો (જો) ન: (અમારી) પ્રચોદયાત (પ્રેરિત કરો).

એટલે કે તે પ્રાણ સ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતરાત્માથી ધારણ કરીએ. તે પરમાત્મા અમારી બુધ્ધિને સારા માર્ગે દોરે.
પરમ સત્ય શું છે એ ભાગવત બતાવે છે.

ભાગવત એટલે શ્રી કૃષ્ણ સ્વયં છે, ભાગવત શ્રી કૃષ્ણ સ્વરૂપ છે.
ભાગવતના પ્રકાશથી બીજા બધા ગ્રંથો પ્રકાશિત થાય છે.
જ્યાં કથા થાય છે તે સ્થાન તીર્થ સ્થાન બની જાય છે.
નૈમિષ્યારણ્યમાં ગોમતીના કિનારે
સાક્ષરા ને ઊલટું કરવાથી રાક્ષસા થાય છે.
સાક્ષર – રાક્ષસ
ભારત દેશ કથાઓનું મહત્વ સમજે છે.
સંપત્તિ અને દોલતમાં ફેર છે, સત્ય વિનાનું, ધર્મ વિનાનું ધન દોલત છે.
નર્મદેશ્વર અને શાલીગ્રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી ફક્ત આહવાહન કરવાનું હોય છે.
ખીલેલું પુષ્પ એટલે પ્રસન્ન મન જે પ્રભુને અર્પણ કરવાનું છે. શુદ્ધ ચિત એ પત્ર છે જે પ્રભુને આપવાનું છે.
ભગવાનની પૂજા માટેનું સર્વોત્તમ જળ આપણા અશ્રુ છે.
મંદિરમાં દર્શન કર્યા પછી હોઠ ઉપર મુસ્કાન હોવું જોઈએ.
ઈશ્વરની આપણા ઉપરની કૃપા તરફ દ્રષ્ટિ કરો.
પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પથ્થરની મૂર્તિમાં ભગવાન છે એવો ભાવ રાખી આપણે મૂર્તિ પૂજામાં માનીએ છીએ.
આપણે આકારને જોવા ટેવાયેલા છીએ. તેથી નિરાકારમાં ધ્યાન લગાવવું આપણા જેવા દેહધારીઓ માટે મુશ્કેલ છે.
અગરબત્તીમાં જે વાંસની સળી છે તેને બાળવી યોગ્ય નથી. તેથી અગરબત્તી સળગાવતા કરતાં કરતાં ધૂપ કરવો વધું સારૂં છે. વાંસ નનામીમાં વપરાય છે.
આપણને જે માર્ગ ગમે તે માર્ગે ઈશ્વર સાથે જોડાવું જોઈએ.
શાંતિ પમાડે તેને સંત કહીએ.

शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥

शान्तं शाश्वतमप्रमेयमनघं निर्वाणशान्तिप्रदं
ब्रह्माशम्भुफणीन्द्रसेव्यमनिशं वेदान्तवेद्यं विभुम्‌।
रामाख्यं जगदीश्वरं सुरगुरुं मायामनुष्यं हरिं
वन्देऽहं करुणाकरं रघुवरं भूपालचूडामणिम्‌॥1॥
शान्त, सनातन, अप्रमेय (प्रमाणों से परे), निष्पाप, मोक्षरूप परमशान्ति देने वाले, ब्रह्मा, शम्भु और शेषजी से निरंतर सेवित, वेदान्त के द्वारा जानने योग्य, सर्वव्यापक, देवताओं में सबसे बड़े, माया से मनुष्य रूप में दिखने वाले, समस्त पापों को हरने वाले, करुणा की खान, रघुकुल में श्रेष्ठ तथा राजाओं के शिरोमणि राम कहलाने वाले जगदीश्वर की मैं वंदना करता हूँ॥1॥


॥ श्रीरुद्राष्टकम् ॥

नमामीशमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् ।
निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजेऽहम् ॥ १॥
हे मोक्ष स्वरुप, विभु, व्यापक, ब्रह्म और वेद स्वरुप, ईशान दिशा के ईश्वर तथा सब के स्वामी श्री शिव जी, मैं  आपको नमस्कार करता हूँ। निजस्वरूप में स्थित (अर्थात माया आदि से रहित ), गुणों से रहित, भेदरहित, इच्छारहित, चेतन आकाश एवं आकाश को ही वस्त्र के रूप में धारण करने वाले दिगंबर [ अथवा आकाश को भी आच्छादित करने वाले ] आपको मैं भजता हूँ ।।
निराकारमोंकारमूलं तुरीयं गिरा ज्ञान गोतीतमीशं गिरीशम् ।
करालं महाकाल कालं कृपालं गुणागार संसारपारं नतोऽहम् ॥ २॥
निराकार, ओंकार के मूल, तुरीय (तीनो गुणों से अतीत ), वाणी, ज्ञान और इन्द्रियों से परे, कैलाशपति, विकराल, महाकाल के भी काल, कृपालु, गुणों के धाम, संसार से परे आप परमेश्वर को मैं नमस्कार करते हूँ ।
तुषाराद्रि संकाश गौरं गभीरं मनोभूत कोटिप्रभा श्री शरीरम् ।
स्फुरन्मौलि कल्लोलिनी चारु गङ्गा लसद्भालबालेन्दु कण्ठे भुजङ्गा ॥ ३॥
जो हिमाचल के समान गौरवर्ण तथा गंभीर हैं, जिनके शरीर में करोड़ों कामदेवों की ज्योति एवं शोभा है, जिनके सिरपर सुन्दर गंगा नदी विराजमान हैं, जिनके ललाट पर द्वितीय का चन्द्रमा और गले में सर्प  सुशोभित है ।।
चलत्कुण्डलं भ्रू सुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालम् ।
मृगाधीशचर्माम्बरं मुण्डमालं प्रियं शंकरं सर्वनाथं भजामि ॥ ४॥
जिनके कानों में कुण्डल हिल रहे हैं, सुन्दर भ्रुकुटी और विशाल नेत्र हैं; जो प्रसन्नमुख, नीलकंठ, और दयालु हैं; सिंहचर्म का वस्त्र धारण किये और मुण्ड माला पहने हुए हैं; उन, सबके प्यारे और सबके नाथ [ कल्याण करने वाले ] श्री शंकर जी को मैं भजता हूँ ।।
प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानुकोटिप्रकाशम् ।
त्रयः शूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानीपतिं भावगम्यम् ॥ ५॥
प्रचंड (रुद्ररूप), श्रेष्ठ, तेजस्वी, परमेश्वर, अखंड, अजन्मा, करोड़ों सूर्यों के सामान प्रकाश वाल, तीनों प्रकार के शूलों ( दुःखों ) का निर्मूलन ( निवारण ) करने वाले, हाथ में त्रिशूल धारण किये, भाव ( प्रेम ) के द्वारा प्राप्त होने वाले भवानी (माँ पार्वती ) के पति श्री शंकर जी को मैं भजता हूँ ।।
कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानन्ददाता पुरारी ।
चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मथारी ॥ ६॥
कलाओं से परे, कल्याणस्वरूप, कल्प का अंत ( प्रलय ) करने वाल, सज्जनों को सदा आनंद देने वाले, त्रिपुर के सच्चिदानन्दघन, मोह को हरने वाले, मन को मथने वाले कामदेव के शत्रु हे प्रभो, प्रसन्न होईये, प्रसन्न होईये।।
न यावत् उमानाथ पादारविन्दं भजन्तीह लोके परे वा नराणाम् ।
न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासम् ॥ ७॥
जब तक पार्वती  के पति आपके चरण कमलों को मनुष्य नहीं भजते, तब तक उन्हें न तो इस लोक और न ही परलोक में सुख-शान्ति मिलती है और न ही उनके तापों का नाश होता है। अतः हे समस्त जीवों के अंदर ( ह्रदय में ) निवास करने वाले प्रभो ! प्रसन्न होइए।।
न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भु तुभ्यम् ।
जरा जन्म दुःखौघ तातप्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो ॥ ८॥
मैं  न तो योग जानता हूँ, न ही जप और न पूजा ही। हे शम्भो मैं तो सदा सर्वदा आपको ही नमस्कार करता हूँ। हे प्रभो ! बुढ़ापा और जन्म ( मृत्यु ) के दुःख समूहों से जलते हुए मुझ दुखी की दुखों से रक्षा कीजिये। हे ईश्वर ! हे शम्भो ! मैं आपको नमस्कार करता हूँ।।
रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ।
ये पठन्ति नरा भक्त्या तेषां शम्भुः प्रसीदति ॥
भगवान रूद्र की स्तुति का यह अष्टक उन शंकर जी की तुष्टि ( प्रसन्नता ) के लिए ब्राह्मण द्वारा कहा गया। जो मनुष्य इसे भक्ति पूर्वक पढ़ते है, उन पर भगवान् शम्भू प्रसन्न होते हैं।।

      ॥  इति श्रीगोस्वामितुलसीदासकृतं श्रीरुद्राष्टकं सम्पूर्णम् ॥


ક્રોધના મૂળમાં ભય છે.
૬ પ્રશ્નથી ભાગવત કથા શરુ થાય છે.
૧          શાસ્ત્રોનો સાર શું છે?
૨          શ્રેય – કલ્યાણ શું છે?
૩          શ્રેયની પ્રાપ્તિનું સાધન શું છે?
૪          ભગવાનના અવતારોનું રહ્સ્ય શું છે?
૫          ભગવાને કયા કયા અવતાર લીધા અને શું લીલા કરી?
૬          ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે જાય છે? ક્યાં રહે છે?
ભગવાન એટલે જેનામાં ૬ વસ્તુ છે તે. ભગવાન ૬ ગુણ વાળા છે.
જેનામાં ઐશ્વર્ય, વિર્ય- પરાક્રમ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય હોય તે ભગવાન કહેવાય.
શ્રી એટલે ફક્ત લક્ષ્મી જ નહીં પણ પહેલું સુખ તે જાતે નર્યા, સ્વસ્થ શરીર.
ભજન માટે આ શરીર મળ્યું છે. ભજન એટલે સેવા, આપણી પાસે જે કંઈ છે તેનો સ્નેહ પૂર્વક સદૌપયોગ કરો.
દરેક પ્રશ્નનો બે અધ્યાયમાં જવાબ આપ્યો છે, એટલે ભાગવતના ૧૨ અધ્યાય છે.
બીજ અને પ્રશ્ન ઉત્તમ હોવા જોઈએ.

ભગવાન શંકર પાર્વતીને કથા જાણવા માટેના પૂછેલા પ્રશ્ન માટે ધન્યવાદ આપે છે.

धन्य धन्य गिरिराजकुमारी। तुम्ह समान नहिं कोउ उपकारी॥3॥
हे गिरिराजकुमारी पार्वती! तुम धन्य हो! धन्य हो!! तुम्हारे समान कोई उपकारी नहीं है॥3॥
पूँछेहु रघुपति कथा प्रसंगा। सकल लोक जग पावनि गंगा॥
तुम्ह रघुबीर चरन अनुरागी। कीन्हिहु प्रस्न जगत हित लागी॥4॥
ધર્મ એ છે જેનું આચરણ કરવાથી ભગવાનમાં પ્રેમ થાય. ભગવાનમાં પ્રેમ એટલે પ્રાણી માત્રમાં પ્રેમ.

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।।4.8।।
साधुओं(भक्तों) की रक्षा करनेके लिये पापकर्म करनेवालोंका विनाश करनेके लिये और धर्मकी भलीभाँति स्थापना करनेके लिये मैं युगयुगमें प्रकट हुआ करता हूँ।
સાધુ એટલે જે સીધો, જે સરલ છે.

सरल सुभाव मन कुटिलाई। जथा लाभ संतोष सदाई।।
यहाँ इतना ही आवश्यक है कि सरल स्वभाव हो, मनमें कुटिलता हो जो कुछ मिले उसीमें सदा सन्तोष रक्खे।।
જેની ઘરવાળીના નાકનો હિરો મોટો એના ધણીનો ધંધો ખોટો
WEALTH, WOMAN and WINE આ ત્રણ W જેનામાં હોય તે અસુર.

जब जब होई धरम कै हानी। बाढ़हिं असुर अधम अभिमानी॥3
जब-जब धर्म का ह्रास होता है और नीच अभिमानी राक्षस बढ़ जाते हैं॥3
चौपाई :
करहिं अनीति जाइ नहिं बरनी। सीदहिं बिप्र धेनु सुर धरनी॥
तब तब प्रभु धरि बिबिध सरीरा। हरहिं कृपानिधि सज्जन पीरा॥4
और वे ऐसा अन्याय करते हैं कि जिसका वर्णन नहीं हो सकता तथा ब्राह्मण, गो, देवता और पृथ्वी कष्ट पाते हैं, तब-तब वे कृपानिधान प्रभु भाँति-भाँति के (दिव्य) शरीर धारण कर सज्जनों की पीड़ा हरते हैं॥4
સત્ય, પ્રેમ, કરૂણા ન હોય, મૂલ્યો ન હોય, અનિતી થાય એ બધું થાય ત્યારે ધર્મની હાની થાય છે.
અર્થ અને કામની પ્રાપ્તિ ધર્મ પૂર્વક કરી અંતે મોક્ષની પ્રાપ્તિ કરવાની છે.
જેસલ જાડેજા પોતાની પાપને પ્રકાશિત કરી લુંટારામાંથી પીર બની જાય છે.
પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.

વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી !
વાળી ગોંદરેથી ગાય રે,
બહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રે !-એમ જેસલ કહે છે જી..

પાદર લૂંટી પાણિયાર, તોળી રાણી !
પાદર લૂંટી પાણિયાર રે,
વનના મોરલા મારિયા, તોરલ દે રે !—એમ જેસલ કહે છે જી0

ફોડી સરોવર પાળ, તોળી રાણી !
ફોડી સરોવર પાળ રે,
વનકેરા મૃગલા મારિયા તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

લૂંટી કુંવારી જાન, તોળી રાણી !
લૂંટી કુંવારી જાન રે,
સતવીસું મોડબંધા મારિયા, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી0

હરણ હર્યાં લખચાર, તોળી રાણી !
હરણ હર્યાં લખચાર રે,
એવાં કરમ તો મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહએ છે જી

જેટલા મથેજા વાળ, તોળી રાણી,
જેટલા મથેજા વાળ રે,
એટલા કુકરમ મેં કર્યાં, તોરલદે રે !—એમ જેસલ કહે છે જી

પુણ્યે પાપ ઠેલાય, જાડેજા !પુણ્યે પાપ ઠેલાય રે,
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે !—એમ તોરલ કહે છે જી

શ્રી બદ્રીનાથજીની આરતી
पवन मंद सुगंध शीतल,
हेम मन्दिर शोभितम्।
निकट गंगा बहत निर्मल,
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
शेष सुमिरन, करत निशदिन,
धरत ध्यान महेश्वरम्।
वेद ब्रह्मा करत स्तुति
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
इन्द्र चन्द्र कुबेर दिनकर,
धूप दीप निवेदितम्।
सिद्ध मुनिजन करत जय जय
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
शक्ति गौरी गणेश शारद,
नारद मुनि उच्चारणम्।
योग ध्यान अपार लीला
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
यक्ष किन्नर करत कौतुक,
गान गंधर्व प्रकाशितम्।
लक्ष्मी देवी चंवर डोले
(श्री भूमि लक्ष्मी चँवर डोले)
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
कैलाशमे एक देव निरंजन,
शैल शिखर महेश्वरम।
राजा युधिष्टिर करत स्तुती,
श्री बद्रीनाथ विश्व्म्भरम्॥
यह बद्रीनाथ पंच रत्न,
पठन पाप विनाशनम्।
नरनारायण तप निरत
श्री बद्रीनाथ विश्वम्भरम्॥
વિષ્ણુના 24 અવતારો
1. શ્રી સનકાદિ મુનિ - સનત કુમારો – આ અવતાર બ્રહ્નચર્ય પરંપરા માટે છે.
2. વરાહ અવતાર – આ અવતાર ગૃહસ્થાશ્રમ પરંપરા માટે છે.
3. નારદ અવતાર – આ અવતાર વાનપ્રસ્થાશ્રમ પરંપરા માટે છે.
4. નર-નારાયણ અવતાર – આ અવતાર સંન્યાસ આશ્રમ પરંપરા માટે છે.
5. કપિલ મુનિ
6. દત્તાત્રેય અવતાર
7. ભગવાન વિષ્ણુના સાતમા અવતારનું નામ યજ્ઞ નારાયણ છે.
8. ભગવાન ઋષભદેવ
9. આદિરાજ પૃથુ
10. મત્સ્ય અવતાર
11. કૂર્મ અવતાર
12. ભગવાન ધન્વંતરી
13. મોહિની અવતાર
14. નરસિંહ અવતાર
15. વામન અવતાર
16. હયગ્રીવ અવતાર
17. શ્રીહરિ અવતાર
18. પરશુરામ અવતાર
19. મહર્ષિ વેદવ્યાસ
20. હંસ અવતાર
21. શ્રીરામ અવતાર
22. શ્રીકૃષ્ણ અવતાર
23. બુદ્ધ અવતાર
24. કલ્કિ અવતાર

ગતિ પ્રકૃતિનો પરિચય છે, ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે, પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પ્રકૃતિની ગતિ વર્તુળાકાર છે.
વિષ્ણુને સ્તુતિ પ્રિય છે, શિવને અભિષેક પ્રિય છે.
ધ્યાન એ ભણતરનું ગુલામ નથી. અભણ પરમ જ્ઞાની હોઈ શકે, જ્યારે ભણેલા જ્ઞાની ન પણ હોય.

સાંસારિક જીવનની પ્રત્યેક કિર્યા એક સંઘર્ષ છે, એક યુદ્ધ છે.
શ્રી કૃષ્ણ સ્વધામ ગમન સમયે કહે છે કે હું ભાગવતમાં સમાવિષ્ટ થઈ જાઉં છું અને હું મારા દરેક ભક્તને, પ્રેમી જન ભાગવત દ્વારા માર્ગદશન આપતો રહીશ. આમ ભાગવત એ સ્વયં ક્રુષ્ણ જ બિરાજમાન છે.
ભાગવતના ૧૨ સ્કંધ એ ભગવાન કૃષ્ણના ૧૨ અંગ છે.
પ્રથમ સ્કંધ – જમણો ચરણ
દ્વિતીય સ્કંધ – ડાબો ચરણ
તૃતીય સ્કંધ – જમણો હાથ
ચોથો સ્કંધ – ડાબો હાથ
પાંચમો સ્કંધ – જમણી જાંઘ
છઠ્ઠો સ્કંધ – ડાબી જાંઘ
સાતમો સ્કંધ – જમણો પંજો
આઠમો સ્કંધ – ડાબો પંજો
નવમો સ્કંધ – વામ વક્ષ સ્થળ
દશમો સ્કંધ - હ્નદય
અગિયારમો સ્કંધ - લલાટ
બારમો સ્કંધ -ઊંચો ઊઠેલો ડાબો હાથ

કૃષ્ણ ગાયો ચરાવે છે. ગાયો એ આપણી ઈન્દ્રીયો છે. ગાયો ચરતી ચરતી ઘાસના લોભમાં દૂર જતી રહે ત્યારે
આપણી ઈન્દ્રીયો ચારો ચરે છે, ઈન્દ્રીયોનો વિષય ભોગ એ એનો ચારો છે.
ગાયો ચરવા જાય ત્યારે તેની સાથે તેનો ગોવાળ હોવો જોઈએ. ગોવાળ એટલે કૃષ્ણ જે આપણી ઈન્દ્રીયો ખોટા રસ્તે જાય ત્યારે તેને પાછી વાળે છે. તેથી આપણે કૃષ્ણ જેવા ગોવાળ કાયમ સાથે રાખવા જોઈએ.
ગાયમાં બધા જ દેવો વસે છે. આપણે ગાયને માતા કહીએ છીએ.
જે આપણું કલ્યાણ કરે તે ધર્મ અને જે આપણને પતનના ખાડામાં નાખે તે અધર્મ.
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી;
રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા..

મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો;
દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા..
કૃષ્ણને ગોપાષ્ટમી પસંદ છે જ્યારે આપણને જન્માષ્ટમી ઉજવવી ગમે છે.
કૃષ્ણના અનેક નામો પૈકી ગોપાલ નામ વધારે પસંદ છે.
કૃષ્ણને ગીતા, ગોપી અને ગાય વ્હાલા છે.
ગીતા બધા જ શાસ્ત્રોનો સાર છે.
गुर बिनु भव निधि तरइ कोईजौं बिरंचि संकर सम होई।।
संसय सर्प ग्रसेउ मोहि तातादुखद लहरि कुतर्क बहु ब्राता।।3।।
गुरु के बिना कोई भवसागर नहीं तर सकता, चाहे वह ब्रह्मा जी और शंकरजीके समान ही क्यों हो। [गरुड़जीने कहा-] हे तात ! मुझे सन्देहरूपी सर्पने डस लिया था और [साँपके डसनेपर जैसे विष चढ़नेसे लहरें आती है वैसे ही] बहुत-सी कुतर्करूपी दुःख देने वाली लहरें रही थीं।।3।।
રાવણ કહે છે કે …………
होइहि भजनु तामस देहामन क्रम बचन मंत्र दृढ़ एहा
जौं नररूप भूपसुत कोऊहरिहउँ नारि जीति रन दोऊ॥3॥
इस तामस शरीर से भजन तो होगा नहीं, अतएव मन, वचन और कर्म से यही दृढ़ निश्चय हैऔर यदि वे मनुष्य रूप कोई राजकुमार होंगे तो उन दोनों को रण में जीतकर उनकी स्त्री को हर लूँगा॥3॥
જે આકૃષ્ટ કરે છે – આકર્ષે છે તે કૃષ્ણ.
જેમ કૃષ્ણની મોરલી સાંભળી ગાયો દોડીને તેની પાસે આવે છે તેમ આપણી ઈન્દ્રીયો પણ કૃષ્ણના શબ્દને સાંભળી તેના તરફ દોડે છે.
કૃષ્ણ વાંસળી અને છડી રાખે છે, કૃષ્ણની વાંસળી એ શિવ છે અને છડી એ બ્રહ્ના છે.
ભગવાન સ્વધામ પ્રયાણ સમયે ભાગવતમાં પ્રવેશ કરે છે.
વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી છે.
ભાગવત વેદ સંમત શાસ્ત્ર છે.
જે વેદની નીંદા કરે છે, વેદને માનતો નથી તે નાસ્તિક છે.
મંદિર ન જનાર, પૂજા પાઠ ન કરનાર પણ જો વેદને માને છે તો તે આસ્તિક છે.
सीय राममय सब जग जानीकरउँ प्रनाम जोरि जुग पानी
સનાતન ધર્મમાં પરમ તત્વને આપણે નર તેમજ નારી સ્વરૂપે પુજીએ છીએ, માનીએ છીએ.
દેવર્ષિ નારદની પ્રેરણાથી વ્યાસજી ભાગવતની રચના કરે છે તેમજ વાલ્મિકી રામાયણની રચના કરે છે.
જેમ અવતાર અવતરે છે તેમ વેદના મંત્ર પણ ઋષિના મુખે અવતરે છે, જે ઋષિને મંત્ર અવતરે તે ઋષિ તે મંત્રના ઋષિ ગણાય.
કથામાં ભજન અને કિર્તન આવે અને સાથે સાથે શાસ્ત્રોની વાતો પણ આવે.
ઈતિહાસ અને પુરાણ એ પાંચમો વેદ છે, રામાયણ અને મહા ભારત ઈતિહાસ છે જેને પાંચમો વેદ ગણવામાં આવે છે.
વ્યાસજી વિદ્વાન છે જ્યારે નારદ ભક્ત છે, વિદ્વાન વ્યાસજીની ચિંતા ભક્ત નારદજી દૂર કરે છે.
જ્ઞાનીને પણ ભક્ત પાસે પોતાની મુઝવણ દૂર કરવા જવું પડે છે અને ભકત જ્ઞાનીની મુઝવણ દૂર કરે છે.
નારદજી વ્યાસને એવી રચના કરવાનું કહે છે કે જેથી ભગવાન પ્રત્યે પ્રેમ પેદા થાય, ભક્તિ આવે.
ભાગવતની રચના કર્યા પછી વ્યાસજી સંતોષ થાય છે.
ભક્ત સમાજની જવાબદારી – LIABILITY નથી પણ સંપત્તિ – ASSET છે.  ભક્ત તો ભગવાનને પણ ભોગ ધરાવે છે, જમાડે છે.
ભાગવતમાં બે અધ્યાયમાં રામાયણ છે જે વ્યાસ રચિત રામાયણ છે.
ભગવાનની વાણી તેને જ સંભળાય જેને ભગવાન સાથે ટ્યુંનીંગ થયેલું હોય.
વસુદેવ એટલે વિશુદ્ધ મન અને દેવકી એટલે દેવમય બુદ્ધિ જ્યારે આ બે પરણે ત્યારે તેમને ત્યાં કૃષ્ણનો જન્મ થાય.
ભગવાનનું ગર્ભાશય માતાનું હ્નદય છે. ભગવાન માતાના હ્નદયમાં ગર્ભ ધારણ કરે છે.

આનંદઘન ભગવાન સર્વત્ર વ્યાપક છે અને તેથી આ જગત આનંદઘન ભગવાનની અભિવ્યક્તિ હોવાના લીધે સર્વત્ર આનંદ રહેશે અને આ આનંદ જ્યાં અપ્રગટ છે ત્યાં સુધી દુઃખ રહેશે. આપણે માનીએ તો આ જગત આનંદમય છે અને ન માનીએ તો દુઃખમય છે.
ભાગવાન સત ચિત આનંદ સ્વરૂપ છે, આ જગત ભગાવાનના સત ગુણની અભિવ્યક્તિ છે. સત એટલે સતા એવો અર્થ થાય છે. સત્તા એટલે પાવર. પણ સંસ્કૃતમાં સત એટલે અસ્તિત્ત્વ, EXISTANCE. બીજો ગુણ ચિત છે, ભગવાન ચિત રૂપ છે, ચૈતન્ય છે, એકલું સત જડ લાગે.નરસિંહ ભગવાન જડ થાંભલામાંથી પ્રગટ થાય છે. વ્યાપક એટલે જેનો કોઈ કાળે અને કોઈ સ્થળે અભાવ ન હોય તે, દરેક સમયે અને દરેક જગાએ હોય, EVERY WHRE AND EVERY TIME – ALL THE TIME.
हरि ब्यापक सर्बत्र समानाप्रेम तें प्रगट होहिं मैं जाना
देस काल दिसि बिदिसिहु माहींकहहु सो कहाँ जहाँ प्रभु नाहीं॥3॥
मैं तो यह जानता हूँ कि भगवान सब जगह समान रूप से व्यापक हैं, प्रेम से वे प्रकट हो जाते हैं, देश, काल, दिशा, विदिशा में बताओ, ऐसी जगह कहाँ है, जहाँ प्रभु हों॥3॥
એક પણ કાળ એવો નથી જ્યારે ભગવાન ન હોય તેમજ એક પણ સ્થળ એવું નથી જ્યાં ભગવાન ન હોય.
OMNIPRESENT -સર્વ વ્યાપક AND OMNIPOTENT – સર્વશક્તિમાન
Omnipotence means God is all-powerful. This means God has supreme power and has no limitations.
Omniscience means God is all-knowing. ...
Omnipresence means God is everywhere at the same time.
अग जगमय सब रहित बिरागीप्रेम तें प्रभु प्रगटइ जिमि आगी
मोर बचन सब के मन मानासाधु-साधु करि ब्रह्म बखाना॥4॥
वे चराचरमय (चराचर में व्याप्त) होते हुए ही सबसे रहित हैं और विरक्त हैं (उनकी कहीं आसक्ति नहीं है), वे प्रेम से प्रकट होते हैं, जैसे अग्नि। (अग्नि अव्यक्त रूप से सर्वत्र व्याप्त है, परन्तु जहाँ उसके लिए अरणिमन्थनादि साधन किए जाते हैं, वहाँ वह प्रकट होती हैइसी प्रकार सर्वत्र व्याप्त भगवान भी प्रेम से प्रकट होते हैं।) मेरी बात सबको प्रिय लगीब्रह्माजी ने 'साधु-साधु' कहकर बड़ाई की॥4॥
જે હરે તે હરિ, જે આપણા પાપોને, અજ્ઞાનને હરે તે હરિ.
વીજળીનો પ્રવાહ બધે એક સમાન વહે પણ બલ્બની ક્ષમતા પ્રમાણે પ્રકાશ વધારે કે ઓછો દેખાય.
પાણી બધે એક જ હોય પણ પાણી જે પાત્રમાં ભરેલું હોય તે પ્રમાણે દેખાય.
લાકડામાં અગ્નિ છે પણ દેખાતો નથી. આ અગ્નિને પેટાવવો પડે.  જગતમાં હરિ છે પણ તે દેખાતો નથી, તે પ્રગટ થાય ત્યારે જ દેખાય, જ્યારે અજ્ઞાન દૂર થાય ત્યારે જ હરિ દેખાય.
ગુરૂ એટલે અજ્ઞાનને પોતાના પ્રકાશ દ્વારા દૂર કરે તે.
જ્ઞાન એટલે ફક્ત અક્ષર જ્ઞાન નહીં.
ગુરૂ પાસે જઈએ એટલે શાંતિ મળે, બધા જ પ્રશ્નોનું સમાધાન મળે.બધી જ સમસ્યાઓનું સમાધાન મળે.
ગ્રંથ પણ ગુરૂ છે.
सदगुर ग्यान बिराग जोग केबिबुध बैद भव भीम रोग के
जननि जनक सिय राम प्रेम केबीज सकल ब्रत धरम नेम के॥2॥
ज्ञान, वैराग्य और योग के लिए सद्गुरु हैं और संसार रूपी भयंकर रोग का नाश करने के लिए देवताओं के वैद्य (अश्विनीकुमार) के समान हैंये श्री सीतारामजी के प्रेम के उत्पन्न करने के लिए माता-पिता हैं और सम्पूर्ण व्रत, धर्म और नियमों के बीज हैं॥2॥
સદગુરૂ વૈદ્ય છે.
ગુરૂ જ્ઞાનને પ્રગટ કરવામાં મદદ કરે.
“હું છું” માં બધો સંસાર સમાયેલો છે.
“હું છું” એવો બધાને અનુભવ છે, “હું નથી” એવો અનુભવ કોઈનો નથી.
આ મકાન મારું છે, મકાન તમારું છે પણ તમે પોતે નથી, મકાન એ તમે નથી.
छिति जल पावक गगन समीरापंच रचित अति अधम सरीरा॥2॥
(उन्होंने कहा-) पृथ्वी, जल, अग्नि, आकाश और वायु- इन पाँच तत्वों से यह अत्यंत अधम शरीर रचा गया है॥2॥
प्रगट सो तनु तव आगे सोवाजीव नित्य केहि लगि तुम्ह रोवा
उपजा ग्यान चरन तब लागीलीन्हेसि परम भगति बर मागी॥3॥
वह शरीर तो प्रत्यक्ष तुम्हारे सामने सोया हुआ है, और जीव नित्य हैफिर तुम किसके लिए रो रही हो? जब
ज्ञान उत्पन्न हो गया, तब वह भगवान्के चरणों लगी और उसने परम भक्ति का वर माँग लिया॥3॥
ભજન એ ડોલવા માટે નથી પણ અંતરની આંખ ખોલવા માટે છે.
‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત થાય, ત્યાં સુધી મંડીયા રહો' – વિવેકાનંદ
अस  बिचारि  नहिं  कीजिअ  रोसू।  काहुहि  बादि    देइअ  दोसू
मोह  निसाँ  सबु  सोवनिहारा।  देखिअ  सपन  अनेक  प्रकारा॥1॥
ऐसा  विचारकर  क्रोध  नहीं  करना  चाहिए  और    किसी  को  व्यर्थ  दोष  ही  देना  चाहिए।  सब  लोग  मोह  रूपी  रात्रि  में  सोने  वाले  हैं  और  सोते  हुए  उन्हें  अनेकों  प्रकार  के  स्वप्न  दिखाई  देते  हैं॥1॥ 
एहिं  जग  जामिनि  जागहिं  जोगी।  परमारथी  प्रपंच  बियोगी
जानिअ  तबहिं  जीव  जग  जागा।  जब  सब  बिषय  बिलास  बिरागा॥2॥
इस  जगत  रूपी  रात्रि  में  योगी  लोग  जागते  हैंजो  परमार्थी  हैं  और  प्रपंच  (मायिक  जगतसे  छूटे  हुए  हैं।  जगत  में  जीव  को  जागा  हुआ  तभी  जानना  चाहिएजब  सम्पूर्ण  भोग-विलासों  से  वैराग्य  हो  जाए॥2॥ 
જે મોહ નિંદ્રામાંથી જાગી ગયો છે તે જોગી છે.
ભજન, સંતવાણી, કથા જાગવા માટે છે.
જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિનો કોઈ સાક્ષી છે અને તે જ ચૈતન્ય છે, આત્મા છે.
આપણે – આત્મા ત્રણ શરીર ધારણ કરે છે, એક સ્થુલ શરીર- PHYSICAL BODY, સુક્ષ્મ શરીર – મન, બુદ્ધિ -MIND AND SENSES, અને કારણ શરીર જે વાસના, અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે વાસના છે.
કૃષ્ણ ત્રણ જગાએ જાય છે, કૃષ્ણ એટલે સૌનો આત્મા જેની લીલા ત્રણ જગાએ – મથુરા, ગોકુળ અને દ્વારકામાં થાય છે, મથુરામાં જન્મે છે, પછી ગોકુળમાં જાય છે અને ત્યાંથી દ્વારકા જાય છે.
મથુરા એટલે સ્થુલ શરીર જે સ્વપ્ન અવસ્થા છે. જ્યાં મન જાગે છે પણ ઈન્દ્રીયો સુઈ જાય છે. કોમ્પુટરની સ્ટેન્ડ બાય અવસ્થા છે.
ગોકુળ એટલે સુક્ષ્મ શરીર જે જાગૃત અવસ્થા છે અહીં મન નથી અને ઈન્દ્રીયો પણ નથી તે અવસ્થા.
દ્વારકા એટલે કારણ શરીર જે સુસુપ્ત અવસ્થા છે. અહીં મન અને ઈન્દ્રીયો સુઈ જાય છે.
આનંદ મનમાં પ્રગટ થાય જે ગોકુલમાં જાય ત્યારે બધાને ખબર પડે.
કૃષ્ણ મથુરામાં જન્મે છે પણ ગોકુળમાં જાય ત્યારે ખબર પડે છે.
આપણા શરીરમાં ૫ વાયુ છે.
એક વાયુ જે શ્વાસોસ્વાચ્છ જે લોહી શુદ્ધ કરે છે
એક વાયુ લોહીનું પરિભ્રમણ કરે છે.
એક વાયુ ખોરાકને આગળ ધકેલે છે.
એક વાયુ છે જેના લીધે આંખના પલકારા કરે છે.
એક વાયુ જે ગુદા દ્વારા નીકળે છે જે અપાન વાયુ છે.
બ્રહ્નાનંદ ઈન્દ્રિયાતીત છે.
मनोबुद्धयहंकारचित्तानि नाहम् श्रोत्र जिह्वे घ्राण नेत्रे
व्योम भूमिर्न तेजॊ वायु: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥1॥
मैं तो मन हूं, बुद्धि, अहंकार, ही चित्त हूं मैं तो कान हूं, जीभ, नासिका, ही नेत्र हूं, मैं तो आकाश हूं, धरती, अग्नि, ही वायु हूं, मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं

प्राण संज्ञो वै पञ्चवायु: वा सप्तधातुर्न वा पञ्चकोश:
वाक्पाणिपादौ  चोपस्थपायू चिदानन्द रूप:शिवोऽहम् शिवोऽहम् ॥2॥
मैं प्राण हूं ही पंच वायु हूं, मैं सात धातु हूं, और ही पांच कोश हूं, मैं वाणी हूं, हाथ हूं, पैर, ही उत्सर्जन की इन्द्रियां हूं, मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं
मे द्वेष रागौ मे लोभ मोहौ मदो नैव मे नैव मात्सर्य भाव:
धर्मो चार्थो कामो ना मोक्ष: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥3॥
मुझे घृणा है, लगाव है, मुझे लोभ है, और मोह, न मुझे अभिमान है, ईर्ष्या, मैं धर्म, धन, काम एवं मोक्ष से परे हूं, मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं
पुण्यं पापं सौख्यं दु:खम् मन्त्रो तीर्थं वेदार् यज्ञा:
अहं भोजनं नैव भोज्यं भोक्ता चिदानन्द रूप:शिवोऽहम् शिवोऽहम् ॥4॥
मैं पुण्य, पाप, सुख और दुख से विलग हूं, मैं मंत्र हूं, तीर्थ, ज्ञान, ही यज्ञ, न मैं भोजन(भोगने की वस्तु) हूं, ही भोग का अनुभव, और ही भोक्ता हूं, मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं
मे मृत्यु शंका मे जातिभेद:पिता नैव मे नैव माता जन्म:
बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्य: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥5॥
मुझे मृत्यु का डर है, जाति का भेदभाव, मेरा कोई पिता है, माता, ही मैं कभी जन्मा था, मेरा कोई भाई है, मित्र, गुरू, शिष्य, मैं तो शुद्ध चेतना हूं, अनादि, अनंत शिव हूं
अहं निर्विकल्पॊ निराकार रूपॊ विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणाम्
चासंगतं नैव मुक्तिर्न मेय: चिदानन्द रूप: शिवोऽहम् शिवोऽहम् ॥6॥
मैं निर्विकल्प हूं, निराकार हूं, मैं चैतन् के रूप में सब जगह व्याप् हूं, सभी इन्द्रियों में हूं, मुझे किसी चीज में आसक्ति है, ही मैं उससे मुक्त हूं, मैं तो शुद्ध चेतना हूं, अनादि‍, अनंत शिव हूं
સૌનો આત્મા શ્રી કૃષ્ણ છે.
પ્રેમથી પરમાત્મા પ્રગટ થાય.
બ્રહ્ન એટલે નિર્ગુણ નિરાકાર
ઈશ્વર એટલે જે માયા દ્વારા પ્રકૃતિ પ્રગટ કરે છે.
ભગવાન એ છે જે અવતાર લે છે, વિષ્ણુના ૨૪ અવતાર એ ભગવાન છે.
GOD IS WHERE G REPRESENTS GENERATOR, O REPRESENTS OPERATOR AND D REPRESENTS DESTRUCTOR.
આપણી બુદ્ધિ સ્વાર્થમય છે, તર્કમય છે.
શાસ્ત્રોની વાતોને તર્ક કર્યા વિના માની લો.
બુદ્ધિ સતસંગથી દેવમયી બને.
વસુદેવ જે વિશુદ્ધ મન છે અને દેવકી જે દેવમયી બુદ્ધિ છે તેની વચ્ચે લગ્ન થાય ત્યારે આનંદ રૂપી કૃષ્ણનો જન્મ થાય.
નંદ એ છે જે બીજાને આનંદ આપે, આવા નંદને ઘેર પરમાનંદ આવે.
જે બીજાને યશ આપે તે યશોદા, જેને ત્યાં આનંદ આવે એટલે તેનો યશ આખી દુનિયામાં ફેલાય.
ઈન્દ્રીયોનો સમૂહ એ ગોકુળ છે, આ શરીર એ જ ગોકુળ છે, જે ઈન્દ્રીયોનો સમુહ છે.
ભક્તમાં દીનતા હોય, દેહાભિમાન ન હોય, હું ભક્ત છું એવું પણ ન કહે.
ગોપી કૃષ્ણને હ્નદયમાં છુપાવે છે, પ્રત્યેક ઈન્દ્રિય દ્વારા ભક્તિ રસનું પાન કરે છે.
ભગવાન પ્રગટ થાય હર્ષ ન થાય પણ ત્યારે આનંદ થાય, આનંદનો વિરોધી શબ્દ નથી. હર્ષનો વિરોધી શબ્દ શોક છે.
બ્રાહ્નણ, ગાયો,   પ્રત્યે પ્રેમ
વિપ્ર એટલે જેનું જ્ઞાન વિવેક પૂર્ણ છે, જેનામાં વિવેકની પ્રધાનતા હોય.
ભગવાન જ્યારે કોઈ બ્રહ્ન ભોજન કરાવે ત્યારે તેના – ભોજન કરાવનાર - ઉપર આનંદિત થાય છે.
ધનની શુદ્ધિ દાનથી થાય, તનની શુદ્ધિ સ્નાનથી, મનની શુદ્ધ ધ્યાનથી થાય તેમ નવ જાત બાળકની શુદ્ધિ સંસ્કારથી થાય.
ગર્ભાધાન પણ સંસ્કારથી થાય છે.
ગીતામાં બ્રહ્ન શબ્દનો અર્થ જુદી જુદી રીતે થાય છે.
સંગ્રહિત સંપત્તિ દાન દ્વારા વહેંચાવી જોઈએ.
ધર્મ પૂર્વક કમાણી કરો અને સંપત્તિ ભગવાનની છે એવું માનો.
શુભ/અશુભ પ્રસંગોએ દાન આપવાનું મહત્વ છે. કલીકાલમાં ચાર ચરણ પૈકી દાનનો ચરણ જ રહ્યો છે.
હાં રે ગોકુળ માં આજ દિવાળી
પ્રગટ થયા વનમાળી રે (૨) ... ગોકુળ માં ..
હાં રે ઘેર ઘેર થી ગોપીઓ આવે ,
હાં રે મનગમતા સાજ સજાવે ,
વાલમજી ના ગીત ગાવે રે ... (૨) .. ગોકુળમાં ..
હાં રે નાચે કુદે ગોવાળો,
હાં રે મારા હૈયે આનંદ ઊછાળો,
નિરખવાને નંદલાલો રે .... (૨) .. ગોકુળમાં ...
હાં રે આજે નંદ તણાં ભુવન માં,
હાં રે આજે ભીડ ભરાઈ ભારે,
આનંદ રસ રેલાવે રે ... (૨) .. ગોકુળ માં ...
હાં રે ત્યાં તો અબીલ ગુલાલ ઉડાડે,
હાં રે ત્યાં તો ગોરસ ના મટકા ફોડે ..
ગોરસ રસ રેલાવે રે ... (૨) .. ગોકુળ માં ...
હાં રે પારણીયે વિશ્વ વિહારી,
હાં રે ઝુલાવે વ્રજની નારી,
ગોવિંદ તારી બલિહારી રે .. (૨) .. ગોકુળ માં ..


હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારું   મનડું    છે    ગોકુળ    વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા આતમના આંગણે શ્રી મહાકૃષ્ણજી
મારી આંખે દીસે છે  ગિરધારી રે  ધારી
મારું તનમન ગયું છે જેને  વારી રે વારી
મારા શ્યામ મુરારી
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા પ્રાણ  થકી  મને  વૈષ્ણવ  વહાલા
નિત્ય કરતાં શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીના  કીધાં રે દર્શન
મારું મોહી લીધુ મન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

હું તો નિત્ય શ્રી વિઠ્ઠલવરની સેવા રે કરું
હું તો  આઠે  સમા  કેરી  ઝાંખી  રે  કરું
મેં  તો  ચિતડું  શ્રીનાથજીને  ચરણે  ધર્યું
જીવન સફળ કર્યું
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

હે આવો જીવનમાં લ્હાવો ફરી કદી મળે
વારે  વારે   માનવ   દેહ  કદી      મળે
ફેરો  લખ  રે  ચોરાસીનો  મારો  રે  ફળે
મને મનમોહન મળે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણમાં  શ્રીનાથજી દયા રે કરી
મને  તેડાં રે જમ  કેરાં  કદી  આવે
મને મારો વહાલો બોલાવે
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારું   મનડું    છે    ગોકુળ    વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીના વન
મારા પ્રાણજીવન
હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી


સત્વશીલ સાહિત્ય, ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત જેવું સાહિત્ય, સમાજ માટે આવશ્યક છે. સાહિત્યના અભાવમાં આદર્શ ન મળે.
સંસાર સમસ્યાનું બીજું નામ છે. સંસાર દરિયો છે અને મોજાં એ સમસ્યાઓ છે, દરિયામાં મોજાં ન આવે એ શક્ય જ નથી તે રીતે સંસારમાં સમસ્યા આવે જ.
રામ પ્રસન્ન થઈને વનવાસ સ્વીકારે છે.
ભગવાનની ભક્તિ હકારાત્મક રહીને કરવી.
ભગવાનના ભક્તનો ક્યારેય વિનાશ થતો નથી એવું શ્રી કૃષ્ણનું વચન છે.
મૈં તો કબસે તેરી શરણ મેં હું ,મેરી ઓર ભી  તો તું ધ્યાન દે.
મેરે મન મેં કયું અંધકાર હૈ ,મેરે ઈશ્વર મુજે જ્ઞાન દે .

તેરી આરતી કા દીયા બનું યે હી હય મેરી મનોકામના ,
મેરી શાન તેરા હી નામ લે,કર મન તેરી હી ઉપાસના.
ગુણગાન તેરા હી મૈં કરું,મુજે યે લગન ભગવાન દે.

કોઈ સુખકી ભોર (સવાર) ખીલે તો ક્યા ,કોઈ દુઃખી રૈન (રાત) મિલે તો ક્યા?
પતઝડ મેં ભી જો ખીલા કરે ,મૈં વો ફૂલ બનકે રહું સદા,
જો લુંટે ના ફીકી પડે કભી,મુજે વો મધુર મુસ્કાન દે.
કૃષ્ણને આપણે આપણા હ્નદયના સિંહાસન ઉપર બિરાજ્યા છે.
અમર થવા માટે અમૃતનો આખો દરિયો પીવાની જરૂર નથી, અમૃતનું આચમન જ અમર થવા માટે પર્યાપ્ત છે.
ભાગવત કથામાં એક ક્ષણ પણ દુર્લભ છે, જો ભાગ્ય હોય તો જ કથા લાભ મળે.
મુખ્ય ત્રણ સંવાદમાં ભાગવત કથા કહેવાઈ છે.
૧       નૈમિષારણ્યમાં સુતજી ઋષિ અને શૌનકજી વચ્ચેનો સંવાદ
૨       શુકદેવજી અને રાજા પરિક્ષિત વચ્ચે્નો સંવાદ
૩       વિદુર અને મૈત્રી વચ્ચેનો સંવાદ
જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં
જીવ આ ભાડાના મકાનમાં રહે છે, શરીર પ્રારબ્ધ પ્રમાણે મળે છે. જન્મની જાતિ, સ્થળ, કાળ વગેરે પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે.
કારણ વિના કાર્ય શક્ય જ નથી.
જેમ પથ્થરમાં ભગવાનની મૂર્તિ પ્રગટાવવા માટે વધારાનો નકામો ભાગ કાઢીએ છીએ તેમ આપના હ્નદયમાં બિરાજમાન ભગવાનને પ્રગટ કરવા વૈરાગ્ય અને કર્મનો હથોડો અને ટાંકણું લઈ જ્ઞાનની કુશળતાથી નકામો ભાગ દૂર કરવાની જરૂર છે.
જે ગમે જગત ગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો;
આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો … જે ગમે જગત
હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા,
શકટનો ભાર જેમ શ્વાન તાણે;
સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,
જોગી જોગેશ્વરા કોક જાણે … જે ગમે જગત
સુક્ષ્મથી સ્થુલ તરફની ગતિ એ સર્જન છે, સ્થુલ કરતાં સુક્ષ્મ પાસે વધારે તાકાત છે.
તન સ્થુલ છે, મન સુક્ષ્મ છે, મનની તાકાત તનની તાકાતથી વધારે છે. ગાંધીજીના મનની તાકાતના લીધે જ આઝાદી મળી છે, ગાંધીજીના તનની તાકાત કરતાં તેમના મનની તાકાત ઘણી વધારે છે.
મન કરતાં બુદ્ધિની તાકાત વધારે છે અને બુદ્ધિની તાકાતથી આત્માની તાકાત વધારે છે.
ભગવાન જ્યારે અવતાર લે ત્યારે તેના રુપ, લીલા, નામ અને ધામનો મહિમા છે.
જ્યાં જળનું મહત્વ હોય તેને તીર્થ કહેવાય અને જ્યાં સ્થળનું મહત્વ હોય તેને ધામ કહેવાય.
પુષ્કર તીર્થ છે જ્યારે વૃંદાવન, દ્વારકા વગેરે ધામ છે.
આ સ્થુળ શરીર એ ગોકુલ છે જ્યાં હ્નદયમાં ભગવાન બિરાજે છે.
પુતના એ અવિદ્યા છે, જેનું બાહ્ય રુપ સુંદર છે પણ ભીતરથી ભયંકર છે.
અવિદ્યાને નાશ કરવાથી વધારે રાક્ષસનો જન્મ ન થાય.
જ્યારે જ્યારે આપણું ધ્યાન કૃષ્ણ તરફથી હટીને ઈન્દ્રિય સુખ તરફ જાય છે ત્યારે ત્યારે આસુરી વૃત્તિઓ આપણા ઉપર હુમલો કરે છે.
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વાહાલો, મટુકીમાં ઘાલી.
સંસારના કાર્યો કરતાં કરતાં ધ્યાન પરમાત્મામાં રાખો.
ભક્તિ માર્ગ એટલે બધા ભોગોને ભગવાનને સમર્પિત કરવા.
સંયુક્ત પરિવાર એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે.
ભણતર વધે તેની સાથે સમજ વધે અને તેની સાથે સહનશીલતા પણ વધવી જોઈએ.

રામ એટલે સત્ય, કૃષ્ણ એટલે પ્રેમ અને બુદ્ધ એટલે કરૂણા.
સત્વ ગુણનો રંગ સફેદ છે, રજો ગુણનો રંગ લાલ છે અને તમો ગુણનો રંગ કાળો છે. તેથી યજ્ઞ કુંડની વેદીમાં આ ત્રણ રંગ હોય છે.
આ શરીર એ યજ્ઞ કુંડ છે અને તેમાં રહેલ ચૈતન્ય એ અગ્નિ છે.
આપણા ઋષુ મુનિઓએ સ્ત્રી પુરૂષના સમાગમ સમયે બોલાતા મંત્રોની પણ રચના કરી છે.
નવું જાણવાની જિજ્ઞાસા એ અગ્નિ છે અને વક્તા જે બોલે છે સોમ છે.
કથામાં સ્વાનુશાસન હોય છે.
ધર્મમાં રાજ નીતિ ન હોવી જોઈએ પણ રાજ નીતિમાં ધર્મ જરૂરી છે.
રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક આ ત્રણ ફોર્સ જરૂરી છે.
યૌવન અને આધ્યાત્મનો સંયોગ ઘણો સારો છે. કથામાં યૌવન શ્રવણ કરે એ ઘણું સારું છે, મહિમાવંત છે.
કૃષ્ણ માટે ગોપીઓની માફક રડવાનું હોય.
સત્વ ગુણ એટલે યશોદા જે ગૌર વર્ણ છે.
બોટલના દૂધમાંથી પોષણ મળે પણ માતાના દૂધથી સંસ્કાર આવે.
શિવાજીનું હાલરડું …..
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી.- શિવાજીને૦
બાળક એટલે માતાના વિચાર અને પિતા ચારિત્ર્યનું પ્રતિબિંબ.
ભગવાન વિશ્વાત્મા છે.
કૃષ્ણ ભગવાન માખણની ચોરી કરે છે.
બાંધવાનું કામ માયા કરે છે અને કૃષ્ણ છોડવાનું કામ કરે છે.
મોજમાં રેવું, મોજમાં રેવું, મોજમાં રેવું રે
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે મોજમાં રેવું
ભગવાનથી જુદું કંઈ નથી અને ભગવાનથી બહાર પણ કંઈ નથી. આ સંદેશ ભગવાન પોતાના મુખમાં વિશ્વ દર્શનની લીલા દ્વારા જણાવે છે.
મનના સ્વાસ્થ્ય માટે હસવું જરૂરી તેમજ રડવું પણ જરૂરી છે.
કૃષ્ણને યશોદા દામ વડે બાંધે છે, દામ એટલે ગુણ, યશોદા ગુણ દ્વારા નિર્ગુણને બાંધે છે.
ચિર હરણ
ભક્તિની યમુનામાં સ્નાન કરવા જાવ ત્યારે વાસનાના વાસ્ત્રો કિનારે મુકીને જાવ. વાસનાના આ વસ્ત્રો આપણે સ્નાન કર્યા પછી પાછા પહેરી ન લઈએ તેના માટે કૃષ્ણ આ વસ્ત્રોનું હરણ કરે છે. કૃષ્ણ વાસનાના વસ્ત્રો હરી લે તો જ આપણી વાસના છૂટે. જ્યાં સુધી વાસનાના વસ્ત્રોનું કૃષ્ણ હરણ ન કરે ત્યાં સુધી દેહ ભાવ જાય નહીં અને જ્યાં સુધી દેહ ભાવ જાય નહીં ત્યાં સુધી ગોપી ભાવ થાય નહીં અને જ્યાં સુધી ગોપી ભાવ થાય નહીં ત્યાં સુધી રાસ લીલામાં પ્રવેશ મળે નહીં અને જ્યાં સુધી રાસમાં પ્રવેશ મળે નહીં ત્યાં સુધી જીવ શિવની એકતા શક્ય બને નહીં. આ આત્મા પરમાત્માના મિલનની વાર્તા છે.
ગો એટલે ઈન્દ્રીયો અને વર્ધન એટલે ધારાણ કરનાર. આ દેહ એ જ ગોવર્ધન છે, જેને આત્મા રૂપી કૃષ્ણ જ્યાં સુધી ધારણ કરે ત્યાં સુધી રહે અને આત્મા જતો રહે ત્યારે ચાર જણ ધારણ કરવા જોઈએ – શબને ચાર વ્યક્તિ ઊંચકે છે.
હરિ અનંત, હરિ કથા અનંતા.
શ્રેષ્ઠ ગુરુ એ છે જે ઉપદેશથી ઓછું અને આચરણથી વધારે શીખવાડે છે. આવા ગુરુને આપને આચાર્ય કહીએ છીએ.
શ્રી કૃષ્ણ જગદગુરુ છે.
ગીતાનો ઉપદેશ આખા વિશ્વ માટે છે. ગીતામાં શ્રી ભગવાન ઉવાચ એવો શબ્દ છે, શ્રી કૃષ્ણ ઉવાચ એવો શબ્દ નથી. ભગવાન સૌનો એક જ છે. ગીતા એટલે ભગવાન દ્વારા અપાયેલ ઉપદેશ. આપને ભગવાનના સંતાનો છીએ. ભગવાન આપણું સર્વસ્વ છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ ॥

સંતોષ એ જ પરમ ધન છે.
બધાની બધી ઈચ્છા પુરી ન થાય પણ આવશ્યકતા બધાની પુરી થાય છે.
પ્રકાશ, પાણી, અન્ન, પવન વગેરે આવસ્ગ્યકતા છે જે આપણને મળે જ છે.
ઈચ્છાઓ અનંત છે જે અશાંત કરે છે, દુઃખ પેદા કરે છે.
કેવટ કશું જ માગતો નથી.
नाथ  आजु  मैं  काह    पावा।  मिटे  दोष  दुख  दारिद  दावा
बहुत  काल  मैं  कीन्हि  मजूरी।  आजु  दीन्ह  बिधि  बनि  भलि  भूरी॥3॥
(उसने  कहा-)  हे  नाथआज  मैंने  क्या  नहीं  पायामेरे  दोषदुःख  और  दरिद्रता  की  आग  आज  बुझ  गई  है।  मैंने  बहुत  समय  तक  मजदूरी  की।  विधाता  ने  आज  बहुत  अच्छी  भरपूर  मजदूरी  दे  दी॥3॥
अब  कछु  नाथ    चाहिअ  मोरें।  दीन  दयाल  अनुग्रह  तोरें
फिरती  बार  मोहि  जो  देबा।  सो  प्रसादु  मैं  सिर  धरि  लेबा॥4॥
हे  नाथहे  दीनदयालआपकी  कृपा  से  अब  मुझे  कुछ  नहीं  चाहिए।  लौटती  बार  आप  मुझे  जो  कुछ  देंगेवह  प्रसाद  मैं  सिर  चढ़ाकर  लूँगा॥4॥ 
ભગવાન અતિ કૃપા કરે ત્યારે આપણી ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જાય છે.
દર્પણ આપણા વર્તમાનને જ બતાવે. દર્પણને આપણા ભૂતકાળ કે ભવિષ્ય કાળ સાથે કંઇ લેવાદેવા નથી. જ્યારે ચિત્ર ભૂતકાળ બતાવે છે.
ભાગવત કથા દરરોજ નવીન જ હોય, દરરોજ નવા અર્થ, દરરોજ નવા ભાવ, નવું દર્શન જાણવા મળે.
આવશ્યકતાથી વધારે જે કંઈ આપણી પાસે છે તે આપણું નથી, ફકત આપણી પાસે છે.
ભગવાન મળ્યા પછી ભગવાન પાસે કશું માગવાનું ન હોય.
ભગવાન સાધન નથી પણ સાધ્ય છે.    
જેને કંઈ જોઈએ છે તે દરિદ્ર છે. જેને કંઈ ન જોઈતું હોય તે આત્મ તૃપ્ત છે.
એક સમય એવો આવશે જ્યારે ભાગવત તમને પકડી લેશે.
આપણે ભગવાનનો હાથ પકડીએ તો ક્યારેક છૂટી પણ જાય. પણ જ્યારે ભગવાન આપણો હાથ પકડે પછી તે ક્યારેય છોડશે નહીં.
આપણી પાસે જે કઈ છે તેનું અભિમાન ન કરવું. કોઈ સદગુરુના શરણમાં રહીએ તો અભિમાન નહીં આવે.
અભિમાન આપણા સદગુણોને ખાઈ જાય છે અને જ્યારે આપણા સદગુણોનું અભિમાન આવે છે પછી બીજા આપણા સદગુણો નથી જોતા પણ અભિમાન જ જુએ છે, કારણ કે સદગુણોને તો અભિમાન ખાઈ જાય છે.
મોરારીબાપુ ૪ વસ્તુ રાખવાનું કહે છે. આ ચાર છે – સંત, કંથ, ગ્રંથ અને પંથ છે. કંથ એટલે ઈષ્ટદેવ.
ગુરુ વિનાના ને નુગરો કહે છે. નુગરો એ અધ્યાત્મ ક્ષેત્રની સૌથી મોટી ગાળ છે.
યજ્ઞ, દાન અને તપ મનુષ્યને પવિત્ર કરનાર છે, તેનો ત્યાગ ન કરવો.
જ્યારે સ્વાર્થ માટે ક્રાન્તિ થાય ત્યારે તે ક્રાન્તિ ફેઈલ થાય છે.
રાસ લીલા દરમ્યાન દરેક ગોપી પોતાને શ્રીષ્ઠ સમજવા લાગી અને પોતાની શ્રેષ્ઠતાનું અભિમાન કરતાં કૃષ્ણ અંતર્ધ્યાન થઈ જાય છે. તેથી ગોપીઓ વિરહમાં કૃષ્ણને શોધાવા નીકળે છે.
ગોપી ગીત
गोप्य ऊचुः
जयति तेऽधिकं जन्मना व्रजः
श्रयत इन्दिरा शश्वदत्र हि
दयित दृश्यतां दिक्षु तावका-
स्त्वयि धृतासवस्त्वां विचिन्वते
જયતિ તેSધિકં જન્મના વ્રજઃ
શ્રયત ઈન્દિરા શશ્વદત્ર હિ |
દયિત દૃશ્યતાં દિક્ષુ તાવકા-
સ્ત્વયિ ધૃતાસવસ્ત્વાં વિચિન્વતે || ૧ ||
પ્યારા શ્યામસુંદર! તમારા જન્મના કારણે વૈકુંઠ વગેરે લોકોથી પણ વ્રજનો મહિમા વધી ગયો છે. તેથી તો સૌન્દર્ય અને મૃદુલતાનાં દેવી લક્ષ્મીજી પોતાનું નિવાસસ્થાન વૈકુંઠ છોડીને અહીં નિત્ય નિરંતર નિવાસ કરવા લાગ્યાં છે, વ્રજની સેવા કરવા લાગ્યાં છે. પરંતુ પ્રિયતમ્ જુઓ આ તમારી ગોપીઓ, જેમણે તમારા ચરણોમાં જ પોતાના પ્રાણ સમર્પિત કરી રાખ્યા છે, વન-વન ભટકતી તમને શોધી રહી છે. (૧)
शरदुदाशये साधुजातस-
त्सरसिजोदरश्रीमुषा दृशा
सुरतनाथ तेऽशुल्कदासिका
वरद निघ्नतो नेह किं वधः
શરદુદાશયે સાધુજાતસત્
સરસિજોદરશ્રીમુષા દૃશા |
સુરતનાથ તેSશુલ્કદાસિકા
વરદ નિઘ્નતો નેહ કિં વધઃ || ૨ ||
અમારા પ્રેમપૂર્ણ હ્રદયના નાથ! અમે તમારી વિના મોલની દાસીઓ છીએ. શરદઋતુના સરોવરમાં સુંદર રીતે ખીલેલા શ્રેષ્ઠ કમળના ગર્ભની શોભાને હરી લેતાં નેત્રો વડે તમે અમને ઘાયલ કરી છૂક્યા છો. અમારા મનોરથો પૂર્ણ કરનારા પ્રાણનાથ! શું નેત્રોથી હણવા એ વધ નથી? (૨)
विषजलाप्ययाद्व्यालराक्षसा-
द्वर्षमारुताद्वैद्युतानलात्
वृषमयात्मजाद्विश्वतोभया-
दृषभ ते वयं रक्षिता मुहुः
વિષજલાપ્યાદ્ વ્યાલરાક્ષસાદ્
વર્ષમારૂતાદ્ વૈદ્યુતાનલાત્ |
વૃષમયાત્મજાદ્ વિશ્વતોભયા-
દૃષભ તે વયં રક્ષિતા મુહુઃ || 3 ||
સર્વોત્કૃષ્ટ દેવ! યમુનાજીના ઝેરી જળથી, અજગરના રૂપમાં ગળી જવા માટે આવેલા અઘાસુરથી, ઈન્દ્રનો વૃષ્ટિપ્રકોપ, આંધી, વીજળી, દાવાનલ, વૃષભાસુર અને વ્યોમાસુર વગેરેથી અને જુદા જુદા સમયે તમામ પ્રકારના સંકટોથી તમે વારંવાર અમારી રક્ષા કરી છે. (૩)
खलु गोपिकानन्दनो भवा-
नखिलदेहिनामन्तरात्मदृक्
विखनसार्थितो विश्वगुप्तये
सख उदेयिवान्सात्वतां कुले
ન ખલુ ગોપિકાનન્દનો ભવા-
નખિલદેહિનામન્તરાત્મદૃક્
વિખનસાSર્થિતો વિશ્વગુપ્તયે
સખ ઉદેયિવાન્ સાત્વતાં કુલે || ૪ ||
તમે માત્ર યશોદાનંદન જ નથી, સમસ્ત શરીરધારીઓના હ્રદયમાં રહેનારા તેમના સાક્ષી છો, અંતર્યામી છો. સખા! બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વની રક્ષા કરવા માટે તમે યદુવંશમાં અવતાર લીધો છે.
विरचिताभयं वृष्णिधुर्य ते
चरणमीयुषां संसृतेर्भयात्
करसरोरुहं कान्त कामदं
शिरसि धेहि नः श्रीकरग्रहम्
વિરચિતાભયં વૃષ્ણિધુર્ય તે
ચરણમીયુષાં સંસૃતેર્ભયાત્ |
કરસરોરુહં કાન્ત કામદં
શિરસિ ધેહિ નઃ શ્રીકરગ્રહમ્ || ૫ ||
પોતાના પ્રેમીઓની અભિલાષા પૂરી કરનારાઓમાં અગ્રેસર યદુવંશશિરોમણી! જે લોકો જન્મ-મૃત્યુરૂપી સંસારના ચકરાવાથી ડરીને તમારા ચરણોનું શરણ ગ્રહણ કરે છે, તેમને તમારાં કરકમલ પોતાની છત્રછાયામાં રાખીને અભય કરી દે છે. અમારા પ્રિયતમ્ બધાની લાલસા, અભિલાષા પૂરી કરનારા તે જ કરકમલ, જેનાથી તમે લક્ષ્મીજીનો હાથ પકડ્યો છે, અમારા મસ્તક પર પધરાવો. (૫)
व्रजजनार्तिहन्वीर योषितां
निजजनस्मयध्वंसनस्मित
भज सखे भवत्किङ्करीः स्म नो
जलरुहाननं चारु दर्शय
વ્રજજનાર્તિહન્ વીર યોષિતાં
નિજજનસ્મયધ્વંસનસ્મિત |
ભજ સખે ભવત્કિંકરીઃ સ્મ નો
જલરુહાનનં ચારુ દર્શય || ૬ ||
વ્રજવાસીઓના દુઃખ દુર કરનારા વીરશિરોમણી શ્યામસુંદર! વ્રજજનોની વ્યથાને હરનારા, ભક્તજનોના ગર્વને મન્દસ્મિતથી ચૂર્ણ કરનારા અમારા પ્રિય સખા! અમારાથી રિસાઓ નહીં, પ્રેમ કરો, અમે તો તમારી દાસીઓ છીએ, તમારા ચરણો પર ન્યોછાવર છીએ. અમ અબલાઓને પોતાના પરમ સુંદર મુખકમળના દર્શન આપો. (૬)
प्रणतदेहिनां पापकर्शनं
तृणचरानुगं श्रीनिकेतनम्
फणिफणार्पितं ते पदांबुजं
कृणु कुचेषु नः कृन्धि हृच्छयम्
પ્રણતદેહિનાં પાપકર્ષનં
તૃણચરાનુગં શ્રીનિકેતનમ્ |
ફણિફણાર્પિતં તે પદામ્બુજં
કૃણુ કુચેષુ નઃ કૃન્ધિ હૃચ્છયમ્ || ૭ ||
તમારાં ચરણકમળ શરણાગત પ્રાણીઓનાં તમામ પાપોને નષ્ટ કરી દે છે. તે સમસ્ત સૌન્દર્ય, મધુર્યની ખાણ છે અને સ્વયં લક્ષ્મીજી તેમની સેવા કરે છે. તમે તે ચરણોથી અમારાં વાછરડાની પાછળ-પાછળ ચાલો છો અને તમે તે ચરણોને અમારા માટે કલિયનાગના મસ્તક ઉપર મૂકતાં પણ સંકોચ કર્યો નહીં. અમારું હ્રદય તમારા વિરહાગ્નિથી બળી રહ્યું છે અને તમને મળવાની આકાંક્ષા અમને પજવી રહી છે. તમે તમારા તે જ ચરણ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારા હ્રદયની બળતરાને શાંત કરો. (૭ )
मधुरया गिरा वल्गुवाक्यया
बुधमनोज्ञया पुष्करेक्षण
विधिकरीरिमा वीर मुह्यती-
रधरसीधुनाऽऽप्याययस्व नः
મધુરયા ગિરા વલ્ગુવાક્યયા
બુધમનોજ્ઞયા પુષ્કરેક્ષણ
વિધિકરીરિમા વીર મુહ્યતી-
રધરસીધુનાSSપ્યાયયસ્વ નઃ || ૮ ||
કમલનયન! તમારી વાણી કેટલી મધુર છે! તેનો એક-એક શબ્દ, એક-એક અક્ષર, અતિ મધુર, અતિ મધુર છે. તે મોટા-મોટા વિદ્વાનોને પણ મુગ્ધ કરે છે, તેના પર તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. તમારી તે જ વાણીનું રસાસ્વાદન કરીને તમારી આજ્ઞાંકિત દાસી ગોપીઓ મોહિત થઈ ગઈ છે. દાનવીર! હવે તમે દિવ્ય અમૃતથી પણ મધુર અધરામૃતનું પાન કરાવીને અમને જીવન-દાન આપો અમને તેનાથી રસતરબોળ કરી દો. (૮)
तव कथामृतं तप्तजीवनं
कविभिरीडितं कल्मषापहम्
श्रवणमङ्गलं श्रीमदाततं
भुवि गृणन्ति ते भूरिदा जनाः
તવ કથામૃતં તપ્ત જીવનં
કવિભિરીડિતં કલ્મષાપહમ્ |
શ્રવણમંગલં શ્રીમદાતતં
ભુવિ ગૃણન્તિ તે ભૂરિદા જનાઃ || ૯ ||
પ્રભુ! તમારી લીલાકથા પણ અમૃતસ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા લોકોમાટે તો તે જીવન-સર્વસ્વ છે. મોટા-મોટા જ્ઞાની મહાત્માઓ – ભક્ત કવિઓએ તેનું ગાન કર્યું છે, તે બધાં પાપ-તાપને હરવાવાળી છે, સાથે સાથે તેના શ્રવણમાત્રથી મંગલ-પરમ કલ્યાણનું દાન પણ કરનારી છે. તે પરમ સુંદર, પરમ મધુર, અને બહુ વિસ્તૃત પણ છે. જે તમારી તે લીલા-કથાનું ગાન કરે છે, વાસ્તવમાં પૃથ્વીલોકમાં તે જ સૌથી મોટા દાતા છે.
प्रहसितं प्रिय प्रेमवीक्षणं
विहरणं ते ध्यानमङ्गलम्
रहसि संविदो या हृदिस्पृशः
कुहक नो मनः क्षोभयन्ति हि१०
પ્રહસિતં પ્રિય પ્રેમવીક્ષણં
વિરહણં ચ તે ધ્યાનમંગલમ્ |
રહસિ સંવિદો યા હૃદિસ્પૃશઃ
કુહક નો મનઃ ક્ષોભયન્તિ હિ || ૧૦ ||
વહાલા! એક દિવસ એ હતો, જ્યારે તમારું પ્રેમભર્યું હાસ્ય અને ચિતવન તથા તમારી જુદી જુદી ક્રીડઓનું ધ્યાન કરીને અમે આનંદમગ્ન થઈ જતી હતી. તે લીલાઓનું ધ્યાન પણ અપરમ મંગલદાયક છે, પછી તમે મળ્યા. હ્રદયને સ્પર્શી જનારી તમારી હાસ્યરસ યુક્ત વાતો કરી. હે કપટી! હવે એ બધી વાત યાદ આવતાં અમારાં મનને ક્ષુબ્ધ કરી દે છે. (૧૦)
चलसि यद्व्रजाच्चारयन्पशून्
नलिनसुन्दरं नाथ ते पदम्
शिलतृणाङ्कुरैः सीदतीति नः
कलिलतां मनः कान्त गच्छति११
ચલસિ યદ્ વ્રજાચ્ચારયન્ પશૂન્
નલિનસુંદરં નાથ તે પદમ્ |
શિલતૃણાંગકુરૈઃ સીદતીતિ નઃ
કલિલતાં મનઃ કાન્ત ગચ્છતિ || ૧૧ ||
અમારા પ્રિય સ્વામી! તમારા ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. જ્યારે તમે ગાયો ચરાવવા વ્રજમાંથી નીકળૉ છો ત્યારે તમારા યુગલચરણમાં કાંકરા,કુશ-કાંટા વાગી જવાથી કષ્ટ થતું હશે. એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે, અમને ભારે દુઃખ થાય છે. (૧૧)
दिनपरिक्षये नीलकुन्तलै-
र्वनरुहाननं बिभ्रदावृतम्
घनरजस्वलं दर्शयन्मुहु-
र्मनसि नः स्मरं वीर यच्छसि१२
દિનપરિક્ષયે નીલકુંતલૈ-
ર્વનરુહાનનં બિબ્રદાવૃતમ્ |
ઘનરજસ્વલં દર્શયન્ મુહુ-
ર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ || ૧૨ ||
દિવસ ઢળ્યે જ્યારે તમે વનમાંથી ઘેર આવો છો ત્યારે અમે જોઈએ છીએ કે કાળા વાંકડિયા કેશથી છવાયેલા તમારા સુંદર મુખકમલ પર પુષ્કળ ગોરજ ઉડેલી હોય છે ત્યારે તમારું સુંદરતમ તે મુખકમલ અમને દેખાડીને અમારા હ્રદયમાં મિલનની આકાંક્ષા – પ્રેમ ઉત્પન્ન કરો છો. || ૧૨ ||
प्रणतकामदं पद्मजार्चितं
धरणिमण्डनं ध्येयमापदि
चरणपङ्कजं शन्तमं ते
रमण नः स्तनेष्वर्पयाधिहन्१३
પ્રણતકામદં પદ્મજાર્ચિતં
ધરણિમણ્ડનં ધ્યેયમાપદિ |
ચરણપંકજં શંન્તમં ચ તે
રમણ નઃ સ્તનેષ્વર્પયાધિહન્ || ૧૩ |
પ્રિયતમ! એકમાત્ર તમે જ અમારાં બધાં દુઃખોને હરવાવાળા છો. તમારા ચરણકમળ શરણાગત ભક્તોની બધી સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી તે ચરણોની સેવા કરે છે અને પૃથ્વીના તો તે ભૂષણ જ છે. આપત્તિ સમયે એકમાત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપાત્તિઓ નષ્ટ થઈ જાય છે. કુંજવિહારી! તમે તમારાં તે કલ્યાણસ્વરૂપ ચરણકમળ અમારા વક્ષઃસ્થળ પર પધરાવીને અમારી હ્રદયની વ્યથાને દૂર કરો. (૧૩)
सुरतवर्धनं शोकनाशनं
स्वरितवेणुना सुष्ठु चुम्बितम्
इतररागविस्मारणं नृणां
वितर वीर नस्तेऽधरामृतम्१४
સુરતવર્ધનં શોકનાશનં
સ્વરિતવેણુના સુષ્ઠુ ચુમ્બિતમ્ |
ઇતરરાગવિસ્મારણં નૃણાં
વિતર વીર નસ્તેSધરામૃતમ્ || ૧૪ ||
વીરશિરોમણી! તમારું અધરામૃત મળવાની આકાંક્ષાને વધારનારું છે. તે વિરહજન્ય સમસ્ત શોક-સંતાપને હરી લેછે. સ્વરસંગીત ઉત્પન્ન કરતી વેણું તેનું પાન કરે છે. મનુષ્યોની બીજી સર્વ ઈચ્છાઓને ભુલાવી દેનારા આપના તે અધરામૃતનું અમને પાન કરાવો! (૧૪)
अटति यद्भवानह्नि काननं
त्रुटिर्युगायते त्वामपश्यताम्
कुटिलकुन्तलं श्रीमुखं ते
जड उदीक्षतां पक्ष्मकृद्दृशाम्१५
અટતિ યદ્ ભવાનહ્નિ કાનનં
ત્રુટિર્યુગાયતે ત્વામપશ્યતામ્
કુટિલકુન્તલં શ્રીમુખં ચ તે
જડ ઉદીક્ષતાં પક્ષ્મકૃદ્ દૃશામ્ || ૧૫ ||
વહાલા! દિવસે જ્યારે તમે વનમાં વિહાર કરવા ચાલ્યા જાઓ છો ત્યારે તમને જોયા વિના અમારા માટે એક ક્ષણ યુગ જેવો થઈ જાય છે અને જ્યારે તમે સાંજે પાછા આવો છો ત્યારે વાંકડિયા કેશથી છવાયેલું તમારું પરમ સુંદર મુખ અમે જોઈએ છીએ, ત્યારે અમને અમારાં નેત્રોની પાંપણો વચ્ચે નડે છે. તેથી એવું લાગે છે કે અમારાં નેત્રોની પાંપણો ઉત્પન્ન કરનારા બ્રહ્મા ખરેખર મૂર્ખ છે. || ૧૫ ||
पतिसुतान्वयभ्रातृबान्धवा-
नतिविलङ्घ्य तेऽन्त्यच्युतागताः
गतिविदस्तवोद्गीतमोहिताः
कितव योषितः कस्त्यजेन्निशि१६
પતિસુતાન્વય ભાર્તૃબાન્ધવા-
નતિવિલઙ્ઘ્ય તેSન્ત્યચ્યુતાગતાઃ |
ગતિવિદસ્તવોદ્ ગીતમોહિતાઃ
કિતવ યોષિતઃ કસ્ત્યજેન્નિશિ || ૧૬ ||
પ્રિય શ્યામસુંદર! અમે અમારા પતિ-પુત્ર-ભાઈ-બંધુ અને કુલ-પરિવાર છોડીને, તેમની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી તમારી પાસે આવી છીએ. અમે તમારી બધી રમત જાણીએ છીએ, અને તમારા મધુર ગીતથી મોહિત છીએ તે તમે જાણો છો. છતાં હે કપટી! આ રીતે રાત્રીના સમયે તમારી સાથે જ પ્રેમ કરનારી એવી અમ યુવતીઓનો તમારા વિના કોણ ત્યાગ કરી શકે? (૧૬)
रहसि संविदं हृच्छयोदयं
प्रहसिताननं प्रेमवीक्षणम्
बृहदुरः श्रियो वीक्ष्य धाम ते
मुहुरतिस्पृहा मुह्यते मनः१७
રહસિ સંવિદં હૃચ્છયોદયં
પ્રહસિતાનનં પ્રેમવીક્ષણમ્ |
બૃહદુરઃ શ્રિયો વીક્ષ્ય ધામ તે
મુહુરતિસ્પૃહા મુહ્યતે મનઃ || ૧૭ ||
પ્યારા કૃષ્ણ! તમારી ચેષ્ટાઓ, તેના કારણે તમને મળવાની અમારી કામના, તમારું મંદ હાસ્ય, પ્રેમભરી દૃષ્ટિ અને લક્ષ્મીના નિવાસરૂપ તમારું વિશાળ વક્ષઃસ્થળ – આબધું જોઈને અમારી સ્પૃહા અત્યંત વધી રહી છે અને વારંવાર અમારું મન મુગ્ધ થઈ રહ્યું છે. (૧૭)
व्रजवनौकसां व्यक्तिरङ्ग ते
वृजिनहन्त्र्यलं विश्वमङ्गलम्
त्यज मनाक् नस्त्वत्स्पृहात्मनां
स्वजनहृद्रुजां यन्निषूदनम्१८
વૃજવનૌકસાં વ્યક્તિરઙ્ગ તે
વૃજિનહન્ત્ર્યલં વિશ્વમઙ્ગલમ્ |
યજ મનાક્ ચ ન સ્ત્વત્સ્પૃહાત્મનાં
સ્વજનહૃદ્ રુજાં યન્નિષૂદનમ્ || ૧૮ ||
અરે કૃષ્ણ! તમારું પ્રાકટ્ય વ્રજવાસીઓ તથા વનવાસીઓનાં સર્વ દુઃખોનો નાશ કરવા માટે અને સઘળા વિશ્વનું મંગલ કરવા માટે છે. અમારું હ્રદય તમારા પ્રતિ પ્રેમથી ભરાઈ રહ્યું ચે. કંઈક થોડી એવી ઔષધિ આપો, જે તમારા નિજજનોના હ્રદયરોગનો સર્વથા નાશ કરી દે. (૧૮)
यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेष
भीताः शनैः प्रिय दधीमहि कर्कशेषु
तेनाटवीमटसि तद्व्यथते किंस्वित्
कूर्पादिभिर्भ्रमति धीर्भवदायुषां नः१९
યત્તે સુજાતચરણામ્બુરુહં સ્તનેષુ
ભીતાઃ શનૈઃ પ્રિય દધીમહિ કર્કશેષુ |
તેનાટવીમટસિ તદ્ વ્યથતે ન કિંસ્વિત્
કૂર્પદિભિર્ભ્રમતિ ધીર્ભવદાયુષાં નઃ || ૧૯ ||
કમળથી પણ કોમળ તમારા ચરણ છે, તેમને અમે અમારા કઠોર વક્ષઃસ્થળ પર પણ બીતાં બીતાં ધીરેથી પધરાવીએ છીએ કે જેથી તમને પીડા ન થાય! તે જ ચરણોથી તમે રાત્રિના સમયે ઘોર જંગલમાં છાના-છાના ભટકી રહ્યાં છો! શું કાંકરા-કાંટાથી તમારા ચરણોને પીડા નહીં થતી હોય? અમને તો આવો વિચાર કરતાં જ ચક્કર આવી જાય છે, અચેત થઈ જઈએ છીએ. હે કૃષ્ણ! હે શ્યામસુંદર! હે પ્રાણનાથ! અમરું જીવન આપના માટે છે, અમે માત્ર તમારા માટે જીવી રહી છીએ. અમે તમારી છીએ. (૧૯)
इति श्रीमद्भागवत महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे रासक्रीडायां गोपीगीतं नामैकत्रिंशोऽध्यायः
રાસ લીલા એ આત્મા અને પરમાત્માના મિલનની, જીવ અને શિવના એકતાની કથા છે.
ગોપી કોઈ સ્ત્રી નથી પણ આત્મા છે.
પ્રેમ પ્રિયતમ અને પ્રેમી એક કરે છે જ્યાં પ્રેમી કે પ્રિયતમ નથી રહેતા પણ કેવલ પ્રેમ જ રહે છે.
જ્યારે ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય એ સ્થિતિ સમાધિ છે.
અન્યાય કરનાર ભૂલ કરે છે તો અન્યાયને ચૂપચાપ સહન કરનાર પણ ભૂલ કરે છે.
એકલા આવ્યા મનવા,   એકલા જવાના
સાથી  વિના, સંગી  વિનાએકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

એકલા આવ્યા મનવા,   એકલા જવાના
સાથી  વિના, સંગી  વિનાએકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના
એકલા આવ્યા  મનવા...

આપણે એકલા  ને  કિરતાર એકલો
એકલા જીવોને તારો આધાર એકલો

આપણે એકલા  ને  કિરતાર એકલો
એકલા જીવોને તારો આધાર એકલો
એકલા રહીએ ભલે
વેદના સહીએ ભલે

એકલા  રહીને  બેલી  થાઓ  રે બધાંના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

એકલા આવ્યા મનવા,   એકલા જવાના
સાથી  વિના, સંગી  વિનાએકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

એકલા જવાના, એકલા જવાના
એકલા જવાના, એકલા જવાના
એકલા આવ્યા  મનવા...

કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે

કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે
કાયા ના સાથ દે ભલે
છાયા ના સાથ દે ભલે

પોતાના     પંથે    પોતાના   વિનાના
સાથી વિના, સંગી વિના, એકલા જવાના
એકલા જવાના, એકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

એકલા આવ્યા મનવા,   એકલા જવાના
સાથી  વિના, સંગી  વિનાએકલા જવાના

એકલા જવાના, એકલા જવાના
એકલા જવાના, એકલા જવાના

………………….. બરકત વિરાણી  ‘બેફામ
કૃષ્ણને એક જ શબ્દમાં મુલવવા હોય તો તે શબ્દ છે “અનાસક્ત”.
કૃષ્ણને, તેની લીલાઓને સમજાવા અઘરા છે, તેની લીલાઓ ઉપર આજે પણ ઘણા લોકો ટિકા કરે છે. 
અનેક દોષોથી ભરેલો હોવા છતાં કલીયુગ શ્રેષ્ઠ યુગ છે.
સાધુ પુરુષો નદી સમાન છે જે સ્વતંત્ર રીતે લોક કલ્યાણ માટે ફરતા રહે છે. નહેર અને નદીના પ્રવાહમાં ફરક છે, નદીના પ્રવાહ મુજબ નકશો બને જ્યારે નકશા પ્રમાણે નહેરનો પ્રવાહ વહે.
કોઈના મૃત્યુમાં કોઈ કારણ હોતું નથી, ફક્ત બહાનું હોય છે.






































































No comments:

Post a Comment