Translate

Search This Blog

Wednesday, July 3, 2013

આજની બિઝનેસસ્કૂલો ભગવદ્ ગીતા તરફ ઢળી રહી છે

The information displayed below is with the courtesy of Divya Bhaskar daily.


મોડે મોડે 'બ્રહ્મજ્ઞાન’: આજની બિઝનેસસ્કૂલો ભગવદ્ ગીતા તરફ ઢળી રહી છે, by Sanjay Vora in the Divya Bhaskar daily





  • - 'નફા (ફળ)ની ચિંતા કર્યા વિના ધંધો (કર્મ) કરવો જોઇએ’



  • અમેરિકાની ટોચની બિઝનેસ સ્કૂલોમાં મેનેજરોને તેમની નેતૃત્વશક્તિ વિકસાવવા માટે અને કામના દબાણ વચ્ચે આંતરિક શાંતિનો અહેસાસ કરાવવા માટે ગીતા ભણાવવામાં આવે છે. 


  • ભારતના સ્વામી પાર્થસારથિ વેદાંતના વિદ્વાન ગણાય છે અને અમેરિકાની મલ્ટિનેશનલ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સ માટે તેઓ ભગવદ્ ગીતા ઉપર ખાસ પ્રવચનો આપે છે. આશરે ૮પ વર્ષના સ્વામીજી પ્રવચનમાં કહે છે કે, 'બિઝનેસમાં સફળ થવા માટે એકાગ્રતા, સાતત્ય અને સહકારની સૌથી વધુ આવશ્યકતા છે. આ ત્રણ ચીજો કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરવી તેનું રહસ્ય આપણને ભદવદ્ ગીતામાંથી જાણવા મળે છે. બુદ્ધિના વિકાસ વિના મન અને શરીર ઉપર કાબૂ મેળવી શકાતો નથી.



  • બુદ્ધિનો વિકાસ કરવાના ઉપાયો માત્ર ભગવદ્ ગીતામાં જ જાણવા મળે છે.’ સ્વામી પાર્થસારથિના આ ગીતા પ્રવચનો સાંભળવા અધિકારીઓ ઊંચી ફી ચૂકવે છે. તેમણે વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં ગીતાના આધારે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર એક સેમિનાર કર્યો હતો. ન્યૂયોર્કમાં તેમણે હેજ ફંડના મેનેજરોની એક બેઠકને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે અમર્યાદ ધન એકઠું કરવાની તૃષ્ણા સાથે આંતરિક સુખની પ્રાપ્તિ કરવા માટેની તમન્નાનો કેવી રીતે મેળ બેસાડવો એ અંગે પ્રવચન આપ્યું હતું. ફડચામાં ગયેલી લેહમેન બ્રધર્સ કંપનીના વડામથકમાં સ્વામીજીનું પ્રવચન રાખાયું હતું. તેમાં એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે સવાલ કર્યો હતો, કે 'તોફાની સહકર્મચારીઓ સાથે કેવી રીતે કામ લેવું ?’ સ્વામીજી કહે, 'તેમને તમારા મગજમાંથી કાઢી નાંખો. તમારી સફળતા કે નિષ્ફળતા માટે તમે જ જવાબદાર છો.’


Continue reading at Divya Bhaskar.

No comments:

Post a Comment