જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
- જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે.
- ઓશોએ ક્યારેક કહ્યું હતું કે બિલકુલ ખાલી થઇ જાઓ ત્યારે ઘટના ઘટશે, પરંતુ 'રામાયણે' શીખવ્યું છે કે સંપૂર્ણ ખાલી ન થાઓ
- જ્યાંથી પ્રસન્નતા પ્રાપ્ત થાય ત્યાં સત્સંગ છે. બંધન શા માટે? ભગવદ્કથા કે સંતોનો સંગ આપણી અંદર કંઇક પ્રગટ કરે છે. જે હતું, કોઇ કારણસર દબાઇ ગયું હતું, એ કેન્દ્રીય તત્ત્વને સક્રિય કરે છે. ભગવદ્કથાથી કોઇ કેન્દ્રને આપણે સ્પર્શી શકીએ છીએ.
- આપણને એની ખબર જ નથી કે આપણી અંદર માત્ર શ્રાવણ માસમાં જ અભિષેક નથી થતો, કોઇ દ્વારા રસવર્ષાનો અખંડ અભિષેક થઇ રહ્યો છે. પરંતુ એ બિંદુને આપણે પકડી નથી શકતા! શા માટે આપણે માથા પર સાધુસંતોનો હાથ મુકાવવાનું પસંદ કરીએ છીએ? મારા ગોસ્વામીજીએ તો પોતાના દર્શનમાં લખ્યું છે-
જબ દ્રવૈ દીનદયાલુ રાઘવ,
સાધુ-સંગતિ પાઇયે.
જેહિ દરસ-પરસ-સમાગમાદિક
પાપરાસિ નસાઇયે.
- કોઇ સાધુ મળી જાય તો સમજવું, મારા ઠાકુર મારા પર કૃપાવંત થઇ ચૂક્યા છે. જેમના સમાગમથી પાપરાશિનો નાશ થશે. જેમની ચેતનાઓ ઘૂમતી હશે તો આપણા કેન્દ્રને સક્રિય કરતી રહેશે.
- ઓશોએ ક્યારેક કહ્યું હતું કે બિલકુલ ખાલી થઇ જાઓ ત્યારે ઘટના ઘટશે. એ સારું સૂત્ર છે. બુદ્ધના શૂન્યવાદનો એ અર્થ છે. પરંતુ ભક્તિમારગમાં, ‘રામાયણ’ના પ્રવાહમાં તો આપણે એ શીખ્યા છીએ કે સંપૂર્ણ ખાલી ન થાઓ. તમારામાં કંઇક છે એને રહેવા દો.
- પરંતુ પ્રેમધારામાં, કૃષ્ણની ધારામાં, શિવ ઉપાસનાની ધારામાં, રામભક્તની ધારામાં તો કંઇક હોવું જોઇએ. ભક્તિમાં તાંબડી ખાલી ન હોવી જોઇએ.
- જે આપો છો એ જ સોનું હોય છે. જે સંઘરો છો એ ધૂળ બની જાય છે. ભિખારીનો ચોખાનો એક દાણો સોનાનો થઇ ગયો!
- આપણી પાસે મુઠ્ઠી એક શ્રદ્ધા હોવી જોઇએ. એક ચપટી વિશ્વાસ હોવો જોઇએ.
- મા-બાપની ખાનદાનીના કેટલાક ચોખા ઓલરેડી આપણામાં છે. આપણા કોઇ ગુરુ-સદ્દગુરુના ચોખાના કેટલાક દાણા આપણા જીવનમાં છે. એ જ આપણી ઝોળી ભરી દે છે.
- રાવણ અશોકવાટિકામાં જાનકીને ડરાવવા-ધમકાવવા અથવા તો એની દૃષ્ટિ મેળવવા માટે આવે છે. રાવણ આવ્યો એ પહેલાં હનુમાનજી આવી ગયા છે. એનો મતલબ એ થાય કે જીવનમાં સમસ્યા આવે એના પહેલાં પરમાત્મા સમાધાન મોકલી આપે છે.
સંકલન : નીતિન વડગામા
Read full article at Sunday Bhaskar.
No comments:
Post a Comment