Translate

Search This Blog

Monday, January 30, 2017

ભજન કરવું, પણ ભજનનો અહંકાર ક્યારેય ન કરવો

ભજન કરવું, પણ ભજનનો અહંકાર ક્યારેય ન કરવો
  • રામજનમના અનેક હેતુ છે, એમાંનો એક હેતુ, નારદજીને કામવિજયનો અહંકાર આવ્યો. 
  • પણ અહંકાર આવે એટલે પછી બધાંની વાતો આપણને ઊંધી લાગે. ભગવાને રોકવાનો પ્રયાસ કર્યો પણ નારદ રોકાતા નથી.
  • પરમાત્માએ પોતાની માયાને જ કીધેલું કે તું વિશ્વમોહિની બન.
  • નારદને થયું કે દુનિયાભરના રાજા-મહારાજા અહીંયા ભેગા થયા છે તો મારે જવું જોઇએ કે જેથી કરીને મેં કામને જીત્યો એ વાત વિશાળ સમુદાય સુધી પહોંચે.
  • જે કહેતો હતો કે, મેં કામદેવને હરાવ્યો, બીજી જ મિનિટે તમે દશા જુઓ! આ નારદ, દેવર્ષિ, ઇશ્વરની વિભૂતિ એને વિશ્વમોહિનીમાં મોહ જાગ્યો. 
  • ભગવાન વિષ્ણુએ કહ્યું કે, ‘નારદજી, મારું કામ તમારું હિત થાય એ કરવાનું નથી. મારું કામ તમારું પરમહિત થાય એ કરવાનું છે.’ 
  • ધ્યાન રાખજો. આપણે ઇશ્વરની પાસે કંઇક માગ્યું હોય અને એ આપણી વાત ન સ્વીકારાય તો સમજજો કે ઇશ્વર આપણું પરમહિત કરવા માગે છે. 
  • વિશ્વમોહિનીએ જયમાળા વિષ્ણુના ગળામાં પહેરાવી.
  • વિશ્વમોહિનીને બેઠેલી જોઇ અને પછી બેકાબૂ થઇ ગયા! વખાણ કરનારો ક્યારે ગાળો દેશે, કહેવાય નહીં! આટલેથી ન અટકતા નારદે શાપ આપ્યો છે કે, ‘હે વિષ્ણુ, તમે મને માનવ શરીરમાંથી વાનરનું રૂપ આપ્યું છે. જે દેહથી તમે મને ઠગ્યો છે એવું શરીર, માનવદેહ તમારે ત્રેતાયુગમાં ધારણ કરવું પડશે. વિશ્વમોહિનીના વિયોગમાં તમે મને તડપાવ્યો છે. મારે પરણવું હતું, પરણવા ન દીધો. નારીનો વિયોગ કેટલો દુ:ખદ હોય છે. એનો જાતે અનુભવ તમારે કરવો પડશે.
  • એ મારી ઇચ્છા હતી કે તમે બોલો. જગતમંગલ માટે મારે અવતાર લેવાનો હતો. તમે નિમિત્ત બનો.
  • આખા પ્રસંગનો સાર એટલો જ કે ભજન કરવું પણ ભજનનો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખવું કારણ કે અહંકાર આવ્યા પછી ધીરે ધીરે પતન શરૂ થાય છે.

(સંકલન : નીતિન વડગામા)





No comments:

Post a Comment