Translate

Search This Blog

Saturday, January 7, 2017

માનસ કન્યાકુમારી

રામ કથા

માનસ કન્યાકુમારી

કન્યાકુમારી (તામિલનાડુ)

શનિવાર, ૦૭-૦૧-૨૦૧૭ થી રવિવાર, ૧૫-૦૧-૨૦૧૭

મુખ્ય પંક્તિ


सब लच्छन संपन्न कुमारी। 

होइहि संतत पियहि पिआरी॥

.......................................१-६६/३


जौं तपु करै कुमारि तुम्हारी। 

भाविउ मेटि सकहिं त्रिपुरारी॥

........................................१-६९/५



શનિવાર, ૦૭-૦૧-૨૦૧૭
આધ્યાત્મ માર્ગના ૪ પડાવ છે, - જંગલ, વન, ઉપવન અને ઘર - ઘર એટલે જ્યાં મા હોય છે.

એક પગે ઊભા રહી તપ કરવું એ કઠિન તપ છે.

એક પગે ઊભા રહી તપ કરવું એટલે એક નિષ્ઠ બની તપ કરવું.

ગુરૂ નિષ્ઠાવાળા સાધક માટે હરિનામ સાધન છે જ્યારે ગુરૂ સાધ્ય છે.


નીચેની પંક્તિઓ આભાર અને સૌજન્ય સહ પ્રસ્તુત છે.

Read at its source link. 

પાઘડીવાળા…ભલે પા’ઘડી જીવ્યા,
એના આ’ઘડી અમર નામ મરજીવા… પાઘડીવાળા

પાઘ ભગવીને…આખા દેશનો દિવો,
એનું નામ વિવેકાનંદ મરજીવા… પાઘડીવાળા

પાઘ મરાઠીને…એનુ નામ શિવાજી,
હિંદનો રાખણહાર મરજીવા…પાઘડીવાળા

પાઘ પંજાબીને..એનુ નામ ભગતસિંહ,
ગોરિયાઓ ગભરાય મરજીવા… પાઘડીવાળા

પાઘ ગુજરાતીને…એણે બ્રહ્મને હર્યા,
એનુ નામ જોગી જલીયાણ મરજીવા… પાઘડીવાળા

પાઘ મેવાળીને…રાજ રાણાનુ,
ચારણે રાખેલ સત મરજીવા…પાઘડીવાળા
(રાજભા ગઢવી – ગીર)

આપણને હરિ તો મળેલ જ છે, જરૂર ફક્ત એવા ગુરૂની છે જે આ મળેલ હરિને ઓળખાવી દે.

આપને ત્યાં પાંચ નિષ્ઠાનું મહત્વ છે.

એક ગુરૂ પદમાં નિષ્ઠા

સત્ય કાયમ અદ્વૈત હોય - એક જ હોય.

પ્રેમ કાયમ દ્વૈત હોય - પ્રેમમાં બે ની આવશ્યકતા છે પ્રેમી અને પ્રેમિકા.

કરૂણા વિશિષ્ટા દ્વૈત છે.

કરૂણા કરનાર એક હોય છે પણ તેની કરૂણાનો અનુભવ કરનાર અનેક હોય છે.


ગુરૂના એક વચનમાં નિષ્ઠા


ગુરૂ ગ્રંથમાં નિષ્ઠા - ગુરૂએ આપેલ શાસ્ત્રમાં નિષ્ઠા


ગુરૂએ આપેલ મંત્રમાં નિષ્ઠા


ગુરૂ સ્થાનમાં નિષ્ઠા

આ પાંચ નિષ્ઠા સાથે ચાલતો સાધક એક પગ ઊપર ઊભો રહી સાધના કરી રહ્યો છે.


રવિવાર, ૦૮-૦૧-૨૦૧૭

મા, ઘ્રુવ, જમદગ્નિ, માર્કેન્ડયજી, દુર્વાસા, રાવણ વગેરેએ એક પગે ઊભા રહી તપ કરનાર તપસ્વીઓ છે.

અગ્નિમાં સમાઇ જવું, અગ્નિની ઉપાસના કરવી વગેરેનું ફળ વૈરાગ્ય છે.

હિંચકા ઉપર ઝૂલવાથી ચિદવિલાસમાં વધારો થાય છે.

જંગલમાં પડાવ એ સ્વપ્નાવસ્થા છે.

વનમાં પડાવ એ સુષુપ્તી અવસ્થા છે.

ઉપવનમાં પડાવ એ જાગૃત અવસ્થા છે.

નિજ ઘરમાં પ્રવેશ એ તુરીયા અવસ્થા છે.

હિંચકે ઝૂલવું એ પણ એક સાધના છે.

સાચો અનુરાગ વૈરાગ્યમાંથી પેદા થાય.

મોરારી બાપુએ કહ્યું કે તેઓની બેઠકનાં ચાર સ્થાન છે, વ્યાસપીઠ જે ગુરૂની ગોદ છે, અગ્નિ પાસે, ઝૂલા ઉપર અને કલાકારો તેમજ અન્ય સાથે.

અગ્નિ પાસે બેસવાથી વૈરાગ્યનું સંવર્ધન થાય છે.

પાકો ભરોંસો આખરી ક્ષણે બચાવશે જ.

કુંવારી કન્યામાં પ લક્ષણ હોય, ૫ વિદ્યા હોય. આ પાંચ જેનામાં હોય તે કુંવારી કન્યા છે.

૧ બ્રહ્મ વિદ્યા

૨ વેદ વિદ્યા

૩ અધ્યાત્મ વિદ્યા

૪ યોગ વિદ્યા

૫ લોક વિદ્યા

બ્રહ્મ વિદ્યાનું સ્થાન મસ્તક છે અને તેનું ફળ "હું બ્રહ્મ છું" એવી અનુભૂતિ કરાવવી એ છે.

વેદ વિદ્યાનું સ્થાન કંઠ છે અને તેનું ફળ જીવન અને બ્રહ્મનું રહસ્ય સમજવાનું છે.

આધ્યાત્મ વિદ્યાનું સ્થાન હ્નદય છે અને તેનું ફળ સત્ય, પ્રેમ અને કરૂણા છે.

યોગ વિદ્યાનું સ્થાન ચિત છે અને તેનું ફળ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે.

લોક વિદ્યાનું સ્થાન નાભિ છે જે મૂળ સ્થાન પણ છે અને તેનું ફળ સાધકને બધી વિદ્યામાં અગ્રેસર કરવાનું છે.

ગુરૂના જીવ સાથે જ્યારે આપણો જીવ મળી જાય ત્યારે આપનું મન, બુદ્ધિ, ચિત અને અહંકાર જરા પણ ન રહે; કોઈ તર્ક કે વિચાર આવે.


સોમવાર, ૦૯-૦૧-૨૦૧૭

સાધુ અગ્નિ ઉદરા હોય છે, નીંદા, માન, અપમાન, પ્રશંસા બધું જ સહન કરી લે છે.

समरथ कहुँ नहिं दोषु गोसाईं। 

रबि पावक सुरसरि की नाईं॥

सूर्य, अग्नि और गंगाजी की भाँति समर्थ को कुछ दोष नहीं लगता॥

જે નિર્દોષ છે તે જ સમર્થ છે.

ઈશ્વરનો અવતાર થાય પણ સદ્‌ગુરૂનો અવતાર ન થાય. કારણ કે સદ્‌ગુરૂ હોય છે જ, કાયમ હોય છે, સદૂગુરૂ વર્તમાનમાં જ રહે, સદ્‌ગુરૂ પળને કદી ભૂતકાળ ન થવા દે તેમજ ભવિષ્ય માટે પણ ન રાખે.

સદૂગુરુમાં દશેય અવતાર સમાવિષ્ઠ છે.

સદૂગુરૂ કાયમ અસંગ હોય.

અવતાર સાથે નામ, રૂપ, લીલા અને ધામ જોડાય છે.

જ્યારે સદૂઊગુરૂ સાથે નામ, રૂપ, લીલા, ધામ નથી જોડાતાં.

સદૂગુરૂનું નામ નથી લેવાતું એવી એક પરંપરા છે. ગુરૂનું કોઈ નામ ન હોય, ગુરૂ બેનામ છે, અનામ છે.

ગુરૂનું રૂપ ન હોય પણ સ્વરૂપ હોય.

રૂપની સીમા હોય છે જ્યારે સ્વરૂપની -ચેતનાની સીમા ન હોય, તે તો વ્યાપક હોય.

ગૂરૂની લીલા ન હોય પણ જે આપણને લીલા લાગે છે તે તો ગુરૂની કરૂણાની ક્રિડા છે.

ગુરૂનું ધામ ન હોય પણ ગુરૂ સ્વયં જ ધામ છે.

અહીં ગુરૂ એટલે તેનો સંર્દભ સદ્‍ગુરૂ જ છે.

राम भगति जन मम मन मीना। 

मेरा मन राम भक्तिरूपी जलमें मछली हो रहा है [उसीमें रम रहा है]।

ગુરૂમાં મીન અવતાર હોય છે.

ગુરૂનું મન પરમ આનંદમાં માછલીની માફક તરે છે.

બુદ્ધ પુરૂષ કાચબા પ્રમાણે પોતાની બધી જ ઈન્દ્રીયોને અંદર સમાવી લે છે, અંતરમુખ બની જાય છે.

ગુરૂ વરાહ અવતાર છે, વરાહ એટલે વર + આહ, આહ એટલે શબ્દ, જે બુદ્ધ પુરૂષના મુખેથી શ્રેષ્ઠ શબ્દો નીકળે તે વરાહ મુખ છે, વરાહ અવતારમાં વરાહ ધરતીને ધારણ કરે છે, તેમ ગુરૂ આપણો ધરણીધર છે.

નરહરિ

વામન

પરશુરામ - મહા જ્ઞાની

પરશુરામ ફરસી ધારણ કરે છે, ફરસી એ દાનનું પ્રતીક છે. બુદ્ધ પુરૂષ મહાદાની છે, અવઢરદાની છે.

રામ
ગુરૂમાં રામ તત્વ બિરાજમાન હોય છે. રામ સુખ આપે છે, પરમ વિશ્રામ આપ્ર છે, સુખ ધામ છે. ગુરૂ પણ સુખ આપે છે, પરમ વિશ્રામ આપ્ર છે, સુખ ધામ છે.

કૃષ્ણ
 પરમ આકર્ષણ એટલે કૃષ્ણ.

ગુરૂ પરમ આકર્ષણ કરે છે, ખરાબ, સારા બધાને આકર્ષે છે.

કલ્કિ જે નિષ્કલંક છે.

ગુરૂ નિષ્કલંક છે.

મહાદેવ ત્રિભુવન ગુરૂ છે જેનો અવતાર નથી, રૂપ નથી, લીલા નથી કરી, ધામ પણ નથી. ભગવાને શિવે લીલા નથી કરી પણ કરુણા જ કરી છે.

સદ્‌ગુરૂની લીલા ન હોય પણ ચરિત્ર હોય, શિવની લીલા નથી પણ શિવ ચરિત્ર છે.

કૃષ્ણે તપની પરિભાષા આપી છે.

માનસિક તપ

વાગમયી તપ

શારીરિક તપ
देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ।
ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ॥
देवों, ब्राह्मण, गुरुजन-ज्ञानीजनों का पूजन, पवित्रता, सरलता, ब्रह्मचर्य और अहिंसा - यह शरीर का तप कहेलाता है ।


देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम्।

ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते।।17.14।।

  • Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka

।।17.14।।अब तीन प्रकारका तप कहा जाता है --, देव? ब्राह्मण? गुरु और बुद्धिमान्ज्ञानी इन सबका पूजन? शौच -- पवित्रता? आर्जव -- सरलता? ब्रह्मचर्य और अहिंसा यह सब शरीरसम्बन्धी -- शरीरद्वारा किये जानेवाले तप कहे जाते हैं अर्थात् शरीर जिनमें प्रधान है? ऐसे समस्त कार्य और करणोंसे जो कर्ताद्वारा किये जायँ वे शरीरसम्बन्धी तप कहलाते हैं। आगे यह कहेंगे भी कि उन ( सबकर्मों ) के ये पाँच कारण हैं इत्यादि।

मूल श्लोकः
દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનં શૌચમાર્જવમ્।

બ્રહ્મચર્યમહિંસા ચ શારીરં તપ ઉચ્યતે।।17.14।।



  • Hindi Translation Of Sri Shankaracharya's Sanskrit Commentary By Sri Harikrishnadas Goenka

।।17.14।।અબ તીન પ્રકારકા તપ કહા જાતા હૈ --, દેવ? બ્રાહ્મણ? ગુરુ ઔર બુદ્ધિમાન્-જ્ઞાની ઇન સબકા પૂજન? શૌચ -- પવિત્રતા? આર્જવ -- સરલતા? બ્રહ્મચર્ય ઔર અહિંસા યહ સબ શરીરસમ્બન્ધી -- શરીરદ્વારા કિયે જાનેવાલે તપ કહે જાતે હૈં; અર્થાત્ શરીર જિનમેં પ્રધાન હૈ? ઐસે સમસ્ત કાર્ય ઔર કરણોંસે જો કર્તાદ્વારા કિયે જાયઁ વે શરીરસમ્બન્ધી તપ કહલાતે હૈં। આગે યહ કહેંગે ભી કિ 'ઉન ( સબકર્મોં ) કે યે પાઁચ કારણ હૈં' ઇત્યાદિ।


  • Sanskrit Commentary By Sri Shankaracharya

।।17.14।। --,દેવાશ્ચ દ્વિજાશ્ચ ગુરવશ્ચ પ્રાજ્ઞાશ્ચ દેવદ્વિજગુરુપ્રાજ્ઞાઃ તેષાં પૂજનં દેવદ્વિજગુરુપ્રાજ્ઞપૂજનમ્? શૌચમ્? આર્જવમ્ ઋજુત્વમ્? બ્રહ્મચર્યમ્ અહિંસા ચ શરીરનિર્વર્ત્યં શારીરં શરીરપ્રધાનૈઃ સર્વૈરેવ કાર્યકરણૈઃ કર્ત્રાદિભિઃ સાધ્યં શારીરં તપઃ ઉચ્યતે। 'પઞ્ચૈતે તસ્ય હેતવઃ (ગીતા 18।15)' ઇતિ હિ વક્ષ્યતિ।।



ગીતા પ્રમાણે શરીરનું તપ એટલે (૧) દેવની પૂજા કરવી, (૨) દ્વીજ -બુદ્ધ પુરુષનું પૂજન કરવું, (૩) ગુરૂનું પૂજન કરવું, (૪) બુદ્ધિમાનનું પૂજન કરવું તેમજ આદર આપવો, (૫) પવિત્ર રહેવું - શરીર અને વિચાર પવિત્ર રાખવા, (૬) નમ્રતા રાખવી, (૭) બ્રહ્મચર્ય - સંયમ સમયક્તા સહ પાળવું અને (૮) અહિંસા છે.

ગુરૂ એટલે માતા, પિતા, આચાર્ય, અને વયોવૃદ્ધ વડિલ, અહીં પૂજા એટલે સેવા.

વાણીનું તપ એટલે બીજાને ઉદ્વેગ ન થાય તેવું બોલવું, સત્ય બોલવું, તેમજ પ્રિય બોલવું.

માનસિક તપ એટલે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું.

મૌન રહેવું, મનનશીલ રહેવું તપ છે.

રાજસી તપ

સત્કાર માટે કરેલા ઉપવાસ રાજસી તપ છે.

કોઈ પ્રમાણ પત્ર મેળવવા કરેલ ઉપવાસ, મૌન વગેરે રાજસી તપ છે.

આ બધાં તપ દંભ પૂર્વક કરેલ તપ છે.

તામસી તપ

શરીરને મૂઢતાથી કષ્ટ આપવું એ તામસી તપ છે.

માણસને રહેવાનાં ૫ સ્થાન છે.

વિચારમાં રહેવું. માણસ વિચારશીલ હોવો જોઈએ.

વિનોદમાં રહેવું. પ્રસન્નતામાં રહેવું.

વૈરાગ્યમાં રહેવું. ધીરે ધીરે વૈરાગ્ય વધારી વૈરાગ્યમય જીવન જીવવું.
નામ સ્મરણ કરવાથી રાગાત્મક સંબંધ ક્રમશઃ છૂટતા જાય છે અને વૈરાગ્ય આવે છે.

વિશ્વાસમાં રહેવું.

વિવેકમાં રહેવું.


મંગળવાર, ૧૦-૦૧-૨૦૧૭





બુધવાર, ૧૧-૦૧-૨૦૧૭
ગુણાતીત શ્રદ્ધા એ કન્યાકુમારી છે.
श्रद्धां प्रातर्हवामहे श्रद्धां मध्यंदिनं परि।
श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः॥

શ્રદ્ધા જેટલી દ્રઢ કાલીન હોય તેટલી કુંવારી રહે.

વાણીના ૭ પ્રકાર
૧ આકાશવાણી
૨ બ્રહ્મવાણી
૩ દેવવાણી
૪ વેદવાણી
૫ લોક્વાણી
૬ અંતર વાણી
૭ ગુરૂવાણી જે શ્રેષ્ઠ વાણી છે.


ગુરૂવાર, ૧૨-૦૧-૨૦૧૭
આસક્તિયુક્ત, ભેદ યુક્ત જેવા પ્રસંગે માતાપિતા, ગુરૂની વાણી ન માનવી જોઈએ.

સત્ય તપ છે, તપસ્યા છે.

પ્રેમ તપ છે, તપસ્યા છે.

કરૂણા તપ છે, તપસ્યા છે.


શુક્રવાર, ૧૩-૦૧-૨૦૧૭

શનિવાર, ૧૪-૦૧-૨૦૧૭

No comments:

Post a Comment