Translate

Search This Blog

Wednesday, January 25, 2017

સુમતિ : શ્રોતાનું પહેલું લક્ષણ

સુમતિ : શ્રોતાનું પહેલું લક્ષણ


  • તુલસી કહે છે કે શ્રોતા કેવા હોવા જોઇએ? ‘માનસ’માં લખ્યું છે-
શ્રોતા સુમતિ સુસીલ સુચિ કથા રસિક હરિદાસ પાઇ ઉમા અતિ ગોપ્યમપિ સજ્જન

કરહિ પ્રકાસ.


  • ‘ભાગવત’કારે પ્રહલાદના મુખે કેમ કહેવડાવ્યું?-

શ્રવણં કીર્તનં વિષ્ણો: સ્મરણં પાદ સેવનમ્,
અર્ચનં વંદનં દાસ્યં સખ્યમ્ આત્મનિવેદનમ્.


  • ‘માનસ’ પણ કહે છે-

જિન્હકે શ્રવન સમુદ્ર સમાના,
કથા તુમ્હારિ સુભગ સરિ નાના.
ભરહિં નિરંતર હોહિ ન પૂરે.
તિન્હકે હિય તુમ્હ કહુઁ ગૃહ રૂરે.


  • શુભ શ્રવણથી જેના કાન ક્યારેય તૃપ્ત ન થાય એ ભક્તિ છે. તો શ્રોતા થવું બહુ સારું છે. 
  • શ્રોતાનું પહેલું લક્ષણ, શ્રોતા સુમતિ હોવો જોઇએ. સુમતિનો મતલબ છે શુભ વિચારોવાળો હોવો જોઇએ. 
  • ‘ઉપનિષદ’નો અર્થ એ છે કે કોઇ શિષ્ય સન્નિકટ બેઠા હોય એને ગુરુની ચેતના ક્યારેક વાણીથી, ક્યારેક કેવળ ચિંતનથી કે સંકલ્પોથી સંક્રાંમક બનતી હોય. સુમતિ-શુભમતિ એ શ્રોતાનું પહેલું લક્ષણ છે.


શ્રોતા સુમતિ સુસીલ સુચિ કથા રસિક હરિદાસ!

  • શ્રોતા સુશીલ, શીલવાન હોવો જોઇએ. શીલવાન એટલે એનું બેસવું-ઊઠવું વિવેકપૂર્ણ હોય. 
  • ગંગાસતી કહે છે કે સાધુમાં શીલ હોય તો વારે વારે પ્રણામ કરો.


શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઇ.
જેના બદલે નહીં વ્રતમાન રે.


  • શુચિ, શ્રોતા પવિત્ર હોવા જોઇએ. શક્ય હોય ત્યાં સુધી ભાવને પવિત્ર રાખો. અહીં શ્રોતાની વાત છે, બાકી વક્તાને પણ એ કરવાનું છે. 
  • શુચિ, આંતર-બાહ્ય બંને, કથામાં આવો ત્યારે મોટા પ્રેમયજ્ઞમાં જઇ રહ્યા છો, એમ પવિત્ર થઇને આવો. પવિત્ર ભાવથી આવો. 
  • શ્રોતા કથારસિક હોવો જોઇએ. હવે જેમને કથામાં રસ નથી એવો શ્રોતા શંકરને પસંદ નથી. 
  • વિનોબાજી કહેતા હતા કે બીજું કાંઇ ન કરો, ધ્યાનથી સાંભળો, તો પંઢરપુરવાળો તમારું સાંભળશે.
  • કથામાં રસ હોય. કથા અમૃત છે, રસ છે. તો કથાશ્રવણ. એ શ્રોતાનું લક્ષણ.
  • શ્રોતાનું અંતિમ લક્ષણ છે ‘હરિદાસ.’ ભગવાનની કથાનો શ્રોતા હરિદાસ હોવો જોઇએ. હરિ એટલે વિષ્ણુ અને વિષ્ણુ એટલે વ્યાપક, સમગ્ર અસ્તિત્વનો સેવક. હું અસ્તિત્વનો માલિક નથી. હું અસ્તિત્વનો નોકર છું, એ ભાવ જેનામાં ઊઠે. જે સમગ્ર અસ્તિત્વ છે, જે સમગ્ર જગત છે એનો હું સેવક છું. ‘હરિદાસ’, શ્રોતા હરિદાસ હોય. 

સંકલન : નીતિન વડગામા





No comments:

Post a Comment