Translate

Search This Blog

Saturday, December 1, 2018

માનસ આદિ કવિ



રામ કથા
માનસ આદિ કવિ
શનિવાર, ૦૧/૧૨/૨૦૧૮ થી રવિવાર, ૦૯/૧૨/૨૦૧૮
સિમરિયા, બિહાર
મુખ્ય વિચાર બિંદુની પંક્તિઓ


ब्यास आदि कबि पुंगव नाना। 
जिन्ह सादर हरि सुजस बखाना॥1॥
जान आदिकबि नाम प्रतापू। 
भयउ सुद्ध करि उलटा जापू॥


શનિવાર, ૦૧/૧૨/૨૦૧૮
एहि प्रकार बल मनहि देखाई। करिहउँ रघुपति कथा सुहाई॥
ब्यास आदि कबि पुंगव नाना। जिन्ह सादर हरि सुजस बखाना॥1॥

इस प्रकार मन को बल दिखलाकर मैं श्री रघुनाथजी की सुहावनी कथा की रचना करूँगा। व्यास आदि जो अनेकों श्रेष्ठ कवि हो गए हैं, जिन्होंने बड़े आदर से श्री हरि का सुयश वर्णन किया है॥1॥


सहस नाम सम सुनि सिव बानी। जपि जेईं पिय संग भवानी॥3॥

आदिकवि श्री वाल्मीकिजी रामनाम के प्रताप को जानते हैं, जो उल्टा नाम ('मरा', 'मरा') जपकर पवित्र हो गए। श्री शिवजी के इस वचन को सुनकर कि एक राम-नाम सहस्र नाम के समान है, पार्वतीजी सदा अपने पति (श्री शिवजी) के साथ राम-नाम का जप करती रहती हैं॥3॥


संभु प्रसाद सुमति हियँ हुलसी। रामचरितमानस कबि तुलसी॥
करइ मनोहर मति अनुहारी। सुजन सुचित सुनि लेहु सुधारी॥1॥


श्री शिवजी की कृपा से उसके हृदय में सुंदर बुद्धि का विकास हुआ, जिससे यह तुलसीदास श्री रामचरित मानस का कवि हुआ। अपनी बुद्धि के अनुसार तो वह इसे मनोहर ही बनाता है, किन्तु फिर भी हे सज्जनो! सुंदर चित्त से सुनकर इसे आप सुधार लीजिए॥1॥

ભગવાન શિવ અનાદિ કવિ છે, વાલ્મીકિ આદિ કવિ છે અને તુલસી પ્રસાદી કવિ છે.


રવિવાર, ૦૨/૧૨/૨૦૧૮


સુરદાસ વ્રજ ભાષાના આદિ કવિ છે.
ભજનથી જ વાસના નષ્ટ થાય.
હિરણ્યકશ્યપુ આદિ દૈત્ય છે.
ઋષભદેવ આદિ નાથ છે.
આદિ પુરાણમાં ૪ લાખ શ્લોક છે.
આદિ પુરૂષ ભગવાન યોગેશ્વર - કૃષ્ણ છે.
નવ રસની  સૃષ્ટિમાં આદિ રસ શ્રૂંગાર રસ છે.
આપેલું વચન તોડનાર નર્કમાં ન જાય પણ નર્કમાં જ હોય.

એક વાર હરિનામ લેવાથી પણ પાપ નાશ પામે. પણ તેથી પાપ કરવું ન જોઈએ.

राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।

चौ.-बिनु संतोष न काम नसाहीं। काम अछत सुख सपनेहुँ नाहीं।।
राम भजन बिनु मिटहिं कि कामा। थल बिहीन तरु कबहुँ कि जामा।।1।।

सन्तोष के बिना कामना का नाश नहीं होता और कामनाओं के रहते स्वप्न में भी सुख नहीं हो सकता। और श्रीराम के भजन बिना कामनाएँ कहीं मिट सकती हैं ? बिना धरती के भी कहीं पेड़ उग सकते हैं ?।।1।।
પૃથુ રાજા આદિ રાજા છે.


સોમવાર, ૦૨/૧૨/૨૦૧૮

આદિ ગુરૂ શંકર – મહાદેવ છે.
આદિ જગદ્‌ગુરૂ શંકરાચાર્ય છે.
મહાભારતમાં આદિ પર્વ છે.
રામ ચરિત માનસમાં ભગવાન રામજીની ૯ શોધ છે.
ભરત પ્રેમની શોધ
સીતા – શાંતિ, ભક્તિનૉ શોધ
અહલ્યાની શોધ – તિરસ્કૃત, વંચિતની શોધ
શબરી શોધ
સુગ્રીવ શોધ – સિગ્રીવ જે ભયભીત થયેલ છે તેને અભય કરવાની શોધ, આ ભયભીત સમાજને અભય કરવાની શોધ છે.
હનુમાનજીની શોધ
વિભીષણની શોધ
રાવણને નિર્વાણ આપવાના મંત્રની શોધ
આદિ કવિ વાલ્મીકિની શોધ

આંખ ૪ પ્રકારની હોય.
ગાય આંખ – આ આંખ નોર્દોષ આંખ છે, કરૂણામય આંખ છે.
મૃગનયની આંખ – આવી આંખ આકર્ષિત કરે તેવી આંખ હોય છે.
બાલક જેવી નિર્દોષ આંખ
રાજીવ નયન – કમલ નયન

મંગળવાર, ૦૪/૧૨/૨૦૧૮
ધર્મ ૬ વસ્તુઓને શુદ્ધ કરે.
૧ ધર્મ દેશને શુદ્ધ કરે. જેનાથી દેશ શુદ્ધ થાય તે જ ધર્મ.
૨ ધર્મ કાળ – સમયને શુદ્ધ કરે, ધર્મ સમય બગાડે નહીં. સમય વ્યર્થ ન જવો જોઈએ.
૩ ધર્મ કર્તાને શુદ્ધ કરે. કર્મ કરતાં કર્મ કર્યાનો અહંકાર ન આવવો જોઈએ. ફ્ક્ત નિમિત્ત બનાવી કર્મ કરાવે તે ધર્મ.
૪ ધર્મ પદાર્થને શુદ્ધ રાખે. ભક્તિ એ પદાર્થ છે અને તેથી ભક્તિને શુદ્ધ રાખે તે ધર્મ.
૫ જે મંત્રને શુદ્ધ રાખે તે ધર્મ. મંત્ર એટલે વિચાર. જે વિચારોને શુદ્ધ રાખે તે ધર્મ.
બુધવાર, ૦૫/૧૨/૨૦૧૮
શરીરેને સગવડતા જોઈએ – શરીરને જરુરિયાત હોય જ્યારે મન ઈચ્છા કરે.
પ્રકૃતિમાં પરિવર્તન સતસંગ દ્વારા થાય.
પાંચ વસ્તુ જે વ્યક્તિમાં હોય તે સમર્થ છે, તે સમર્થ બુદ્ધ પુરૂષ છે.
૧ જેનામાં રામનો સ્વભાવ હોય તે સમર્થ બુદ્ધ પુરૂષ છે. આવા બુદ્ધ પુરૂષની શરણમાં જવું જોઈએ.
૨ જે વ્યક્તિમાં કૃષ્ણનો પ્રભાવ હોય તે સમર્થ છે. પ્રભાવ હોય પણ તેનો અહંકાર ન હોય.
૩ જે વ્યક્તિમાં મહાદેવ જેવો સદ્‌ભાવ હોય તે સમર્થ છે.
૪ જે વ્યક્તિમાં કામનાનો અભાવ હોય તે સમર્થ છે.

૫ જે વ્યક્તિમાં રામ નામ – હરિ નામ પ્રત્યે લોભાવ હોય, લોભ હોય, ખેંચાવ હોય તે સમર્થ બુદ્ધ પુરૂષ છે.


No comments:

Post a Comment