રામ કથા
માનસ ગુરૂપદ
શ્રી સંતરામમદિર
નડિયાદ, ગુજરાત
તારીખ ૦૫, ફેબ્રુઆરી ૨૦૧૧ થી તારીખ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૧
મુખ્ય ચોપાઈ
૧
શનિવાર, તારીખ ૦૫, ફેબ્રુઆરી ૨૦૧૧
તુલસીએ ગુરૂ પદની વંદના કરી છે. ગુરૂ પદ સમજાઈ જાય તો ઘણી ભ્રાંતિઓ દૂર થાય અને પોતાનું સ્વરૂપ સમજાઈ જાય. અને પોતાનું સ્વરૂપ સમજાઈ જાય પછી બીજું કશું કરવાનું રહેતું જ નથી.
શિક્ષકનું કામ શિક્ષા આપવાનું છે.
આચાર્યનું કામ દીક્ષા આપવાનું છે.
ગુરૂનું કામ સ્મરણ કરાવવાનું છે, આત્મ સ્મૃતિ કરાવવાનું છે.
સદ્ગુરૂ સાક્ષી રૂપ સમજાવે.
આત્મ પદ પણ ગુરૂ પદ ગણાય.
૨
રવિવાર, તારીખ ૦૬, ફેબ્રુઆરી ૨૦૧૧
તુલસીએ ગુરૂનો મહિમા ગાયો નથી. ગુરૂ પદ, ગુરૂ ચરણ રજ, ગુરૂ નખ જ્યોતિ વગેરેનો મહિમા ગાઈ શકાય. પણ ગુરૂનો મહિમા ગાઈ શકાય તેવો છે જ નહિં. અને તેથી જ તુલસીએ ગુરૂનો મહિમા નથી ગાયો પણ ગુરૂ પદ, ગુરૂ ચરણ રજ, ગુરૂ નખ જ્યોતિ વગેરેનો મહિમા ગાયો છે.
ગુરૂ મહિમા ગાવા માટે તો આપણે અસમર્થ છીએ.
જેમ અસિતિ .... ત્રુભુવન ગુરૂ શંકર માટે કહેવાય છે તે જ રીતે ગુરૂ માટે પણ કહેવાય.
વેદ પણ ગુરૂનો મહિમા ગાવા સમર્થ નથી.
૧
ગુરૂ પદ એટલે ગુરૂના ચરણ, પદ એટલે ચરણ.
૨
ગુરૂ પદ એટલે ગુરૂના ચરણ જેના ઉપર રહ્યા છે તે પાદુકા.
ગુરૂના લક્ષણો અનંત છે.
ગુલાબ ઐસે હી ગુલાબ નહિં હોતા...
જે ભજનાનંદી હોય, જે સહજાનંદી હોય તે ગુરૂ કહેવાય.
૩
ગુરૂએ જે સ્થાનમાં રહી ભજન કર્યું હોય તે સ્થાન પણ ગુરૂ પદ કહેવાય. આવા સ્થાનમાં એક પ્રકારની ઊર્જા હોય છે.
આ ત્રણ જેને મળી જાય તે ધન્ય થઈ જાય અને તેની ઈર્ષા દેવતાઓ પણ કરે છે.
વંદે બોધમયમ...
તુલસી ત્રણ ગુરૂમાંથી પસાર થયા છે.
૧ પોતાના ગુરૂ નરહરિ મહારાજ.
૨ તુલસીના બીજા ગુરૂ રામ ચરિત માનસ છે, જે તેમના સદ્ગુરુ છે.
૩ તુલસીના ત્રીજા ગુરૂ દાદા ગુરૂ શંકર છે. શંકર ત્રિભુવન ગુરૂ છે.
વાંકાને જે ગ્રહણ કરે તે ત્રિભુવન ગુરૂ કહેવાય. શંકર વક્ર ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરે છે.
આપણા જેવા વક્ર અને ગુરૂ જેવા સરળનું મિલન એ ગુરૂ શિષ્યનો સંબંધ છે.
૩
સોમવાર, તારીખ ૦૭, ફેબ્રુઆરી ૨૦૧૧
૪
મંગળવાર, તારીખ ૦૮, ફેબ્રુઆરી ૨૦૧૧
૫
બુધવાર, તારીખ ૦૯, ફેબ્રુઆરી ૨૦૧૧
શબ્દ અને સુરતા
મંજુલતા એટલે પવિત્રતા, સુંદરતા
ગુરૂના શબ્દનું સુરતાથી સેવન કરીએ એટલે પવિત્રતા આવે.
મંજુલતા બાળક જ રહે છે, જેથી તે કાયમ રહે. મંજુલતા- પવિત્રતા-સુંદરતા બાળક માફક કાયમ જ રહે.
વાણી સર સંધાન ન કરે પણ સ્વર સંધાન કરે.
આખું વિશ્વ મંગલ લાગવા માંડે એ બીજી અનુભૂતિ છે.૬
ગુરૂવાર, તારીખ ૧૦, ફેબ્રુઆરી ૨૦૧૧
ગુરૂ ઉપાસનામાં ગુરૂના ચરણના નખ અને નયનનું બહું મહત્વ છે.
ગુરૂના ચરણના નખની જ્યોતિના સ્મરણથી દિવ્ય દ્રષ્ટિ - દિવ્ય સૃષ્ટિ પ્રાપ્ત થાય.
ગુરૂ ઉપાસના નિષ્કપટ ભાવે કરવી પડે.
સાધુને કોઈ તેની નજીક ન હોય અને સાધુ કોઈનાથી દૂર ન હોય.
એકમાં જ નિષ્ઠા છે એ દર્શાવે છે કે કોઈ બીજો છે.
"ઔર દેવતા ચિત ન ધરિઓ" એ અદ્વૈત છે, બીજો કોઈ છે જ નહિં. આ જ અદ્વૈત છે.
દર્શન અને સામિપ્યથી પણ ચિંતન વધારે મહત્વનું છે.
ચરણ જોયા પછી ચહેરો જોવાની જરુર જ નથી.
દયા, મૈત્રી અને આદર સન્માન
બીજાને તુચ્છ સમજે એના જેવો કોઈ તુચ્છ નથી.
મત્સર એટલે ઈર્ષા
ગુરૂ ચરણના ધશ નખની દશ જ્યોતિ છે.
૧
જમણા પગના અંગુઠાના નખની જ્યોતિ એ ગુરૂ પ્રસાદ છે. પ્રસાદનો સુક્ષ્મ અર્થ કૃપા છે. ગુરૂ પ્રસાદ એટલે ગુરૂ કૃપા.
"
૨
ગુરૂના જમણા પગના અંગુઠા પછીની આંગળીના નખની જ્યોતિ એ જ્ઞાન છે.
ગુરૂ વિવેકનો દરિયો છે.
વિવેક એ ગુરૂના નકહની જ્યોતિ છે.
૩
ગુરૂના નકહની ત્રીજી જ્યોતિ ગુરૂ વચન છે, ગુરૂએ આપેલ સૂત્ર છે.
તર્ક વિતર્ક કર્યા વિના ગુરૂ વચનને સ્વીકારીએ એટલે આપણા ખોરડામાં અજવાળું થાય.
ગુરૂના પ્રવચનને પકડવા કરતાં ગુરૂના વચનને પકડવું વધારે મહત્વનું છે.
૪
ગુરૂ ગ્રંથ એ ગુરૂ ચરણની ચોથી જ્યોતિ છે.
ગુરૂ ગ્રંથની તોલે ત્રિભુવનમાં બીજી કોઈ વસ્તુ નથી.
ગુરૂ વાણી જેમાં ગ્રંથસ્થ થઈ હોય તેને ગુરૂ ગ્રંથ કહેવાય.
ગુરૂ બોલે એ વાણી પણ સદ્ગુરૂ બોલે તે આકાશ્સ્વાણી છે.
૫
ગુરૂ સેવા એ ગુરૂ નખની પાંચમી જ્યોતિ છે.
ગુરૂની આજ્ઞાનું પાલન એ ગુરૂ સેવા છે.
૬
કવચ - અભેદ કવચ
ગુરૂની પૂજા એ અભેદ કવચ છે.
૭
ગુરૂ મંત્ર એ નખ જ્યોતિ છે.
યોગ્યતા આવે એટલે ગુરૂ સામેથી આવે.
૮
ગુરૂ અનુરાગ જ્યોતિ છે.
ગુરૂનો તેના શિષ્ય ઉપર અનુરાગ એક જ્યોતિ છે.
૯
૧૦
૭
શુક્રવાર, તારીખ ૧૧, ફેબ્રુઆરી ૨૦૧૧
શબ્દ ગુરૂના ઘેરથી આવે, સુરતા શિષ્યના ઘેરથી આવે.
સુરત અને નુરત અપભંશ શબ્દ છે.
નુરત એ નૃત્ય ઉપરથી અપભંશ થયેલ શબ્દ છે એવો એક અભિપ્રાય છે.
મુક્તિ એટલે હળવાફૂલ, સ્વાભાવિઅક, as it is.
કમળની માફક જ્યારે બધી જ પાંખડીઓ ખીલી જાય તે મુક્તિ છે. ------- રવીન્દ્રનાથ ટાગોર
ઈચ્છાઓનો ત્યાગ ઈચ્છાઓથી જ થશે. સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ પારમાર્થિક ઈચ્છાઓથૉ જ થાય.
સુરત એ સ્મૃતિનો અપભ્રંશ શબ્દ છે.
સુરતા એતલે કોઈની અખંડ યાદ, અખંડ સ્મૃતિ.
સુરતા એ જ સુરત
ગુરૂની ૫ વસ્તુ સાથે કેવી રીતે વર્તવું જોઈએ.
૧ ગુરૂપદ - ગુરૂપદમાંથી, ગુરૂ ચરણમાંથી આચરણ શીખવાનું હોય. ગુરૂ ચરણનું દર્શન કરવાનું હોય.
૨ ગુરૂ ચરણ રજ - ગુરૂ ચરણની રજનું ૩ પ્રકારે સેવન કરવું. ઔષધી રૂપે - ચૂર્ણ રૂપે , અંજન રૂપે આંખમાં અંજન કરવું.
૩ ગુરૂની દ્રષ્ટિમાંથી પ્રેરણા મેળવવી, કૃપા અનુભવવી.
આધ્યાત્મ જગતમાં પોતાને થયેલ અનિભવો ગમે ત્યાં જાહેર ન કરવા.
૪ ગુરૂ વચનનું પાલન કરવું, વચન પાલનમાં વિક્લ્પો ઊભા ન કરવા.
ઊંચે કે નીચે જોવાનું છોડી સીધી રીતે જોવાથી સંપાતીને સીતા દેખાય છે, ભક્તિ મલે, શાંતિ પ્રાપ્ત થાય.
૮
શનિવાર, તારીખ ૧૨, ફેબ્રુઆરી ૨૦૧૧
ભગવાનની કથા કહેવા માટે ગુરૂના ચરણની રજ માથે ચઢાવવી જ પડે. વ્યાખ્યાન આપવા માટે આવું કરવું જરૂરી નથી.
ગુરૂપદ રજ શિષ્યના મસ્તકનું ઢાંકણ - આવરણ છે જે ખરાબ વસ્તુઓને શિષ્યના મસ્તકમાં ઘુસવા નથી દેતું.
તત્વની પ્રાપ્તિ માટે નીચેની વસ્તુની આવશ્યકતા છે.
૧ અભ્યાસ - પાઠ, પઢાઇ
૨ સુકૃત કર્મ
૩ પુરુષાર્થ
શ્રદ્ધા અને વિશ્વાસથી પુરુષાર્થનો જન્મ થાય.
શિવ પાર્વતીને ત્યાં કાર્તિકેયનો જન્મ થાય છે. શિવ વિશ્વાસ છે, પાર્વતી શ્રધ્ધા છે અને કાર્તિકેય પુરૂષાર્થ છે.
નાના બાળકને તેના મા કે બાપ રમાડતાં રંઆડતાં અધર ઊજાળે ત્યારે બાળકને બીક નથી લાગતી કારણ કે તેને વિશ્વાસ છે કે જે હાથે મને ઊછાળ્યો છે તે જ હાથ મને ગ્રહણ કરી લેશે.
ગુરુએ આપેલ વચનોમાં વિશ્વાસ એ શ્રધ્ધા છે.
૪ સદ્પુરુષની પ્રેરણા તત્વ પ્રાપ્તિ માટે જરૂરી છે.
૫ ગુરૂ પ્રસાદ તત્વ પ્રાપ્તિ માટે આવશ્યક છે.
ગુરૂના નખની જ્યોતિ પ્રાપ્ત થઈ હોય તો તેને ગોપનીય રખાય, સાર્વજનિક ન કરાય.
યોગ, યુક્તિ, તપ, મંત્ર ગોપનીય રખાય, સાર્વજનિક ન કરાય.
મંત્ર એટલે મંત્રણા, રાજનિતિની મંત્રણા
સત્યની પ્રાપ્તિ માટે જે સહન કરવું પડે તે તપ છે.
પતંજલી ભગવાનના સૂત્ર - નિયમ
૧ શૌચ - અંદર બાહ્ય પવિત્રતા
૨ સંતોષ
૩
૪ સ્વાધ્યાય - સ્વનો અધ્યાય, આત્મ ચિંતન, આત્મ દર્શન
૫ ઈશ્વર પરિધાન
જે મસ્તક ગુરૂ પદ પાસે ન ઝૂકે તે કડવું તુંબડું છે.
૯
રવિવાર, તારીખ ૧૩, ફેબ્રુઆરી ૨૦૧૧
ગુરૂ ચરણ પરાગ રજ માટે પરાગ, રજ, ધૂળ અને રેણું શબ્દ વપરાયા છે.
પરાગનો સંબંધ ફૂલ સાતેહ હોય છે, પરગ ફૂલને હોય.
સુવાસ, સુરસ, અનુરાગ અને સુરૂચી પરાગ સાથે જોડાયેલ છે.
ગુરૂ પદથી મોટું કોઈ પદ વિશ્વમાં નથી.
ગુરૂ પદનું પૂજન કરવા કરતાં ગુરૂપદ્ને પ્રેમ કરવો જોઈએ.
ગુઋ શિષ્યને આંખ - દ્રષ્ટિ આપે અને પાંખ પણ આપે. ગુરૂ શિષ્યની પાંખમાં પ્રાણ પુરે એટલે શિષ્યની ગતિ શરૂ થાય.
પરાગ દિક્ષા
ધૂલ દિક્ષા
ધૂળનો સીધો સંબધ પૃથ્વી સાથે છે. સહન કરવાની શક્તિ હોય તો જ ધૂળ દિક્ષા લેવાય. પૃથ્વીઓ મોટામાં મોટો ગુણ ધીરજ રાખવી અને સહન કરવું છે.
ગુરૂ શિષ્યને ધૂળ કરી નાખે અને છતાં ગુરૂ અંદરથી તો કરૂણાની મૂર્તિ હોય.
ગુરૂની કૃપાની તુલનામાં કોઈ કપા નથી.
રજ એ સુક્ષ્મતમનો સંકેત ચે.
સુતી વખતે ગુરૂ પદને યાદ કરીને સુઈ જવું જોઈએ.
રજ દિક્ષા
ગુરૂ જેટલો મોટો, તેટલો તેનો શિષ્ય નાનો.
રેણું દિક્ષા
તીર્થોમાં પથરાયેલી રજ એ રેણું છે. રેણું એટલે વિશિષ્ટ સ્થાનમાં રહેલી રજ.
તેથી જ વ્રજ રેણુંનો મહિમા છે.
રેણું દિક્ષા એટલે ગુરૂની આજ્ઞા મેળવી કોઈ વિશિષ્ટ સ્થાનમાં નિવાસ કરવો. ગુરૂના ચરનને મહાન તીર્થ સમજી તેના પગમાં પડ્યા રહેવું અને કોઈ જ ઈચ્છા ન રાખવી.