Translate

Search This Blog

Sunday, February 25, 2018

માનસ વિભીષણ

રામ કથા
માનસ વિભીષણ
નૈરોબી, આફ્રિકા
શનિવાર, તારીખ ૨૪/૦૨/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૦૪/૦૩/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
सचिव जो रहा धरमरुचि जासू।
भयउ बिमात्र बंधु लघु तासू॥
उसका जो मंत्री था, जिसका नाम धर्मरुचि था, वह रावण का सौतेला छोटा भाई हुआ ॥
नाम बिभीषन जेहि जग जाना।
बिष्नुभगत बिग्यान निधाना॥
उसका विभीषण नाम था, जिसे सारा जगत जानता है। वह विष्णुभक्त और ज्ञान-विज्ञान का भंडार था।

શનિવાર, ૨૪/૦૨/૨૦૧૮


રવિવાર, ૨૫/૦૨/૨૦૧૮
પ્રતિષ્ઠા બધાને આપો પણ નિષ્ઠા ફક્ત એક જ પ્રત્યે રાખો.
માણસે માણસ બનવાની જરૂર છે.
માણસ જો ઈર્ષા, નીંદા અને દ્વેષ ન કરે તો માણસ બની જાય. આ ત્રણ છૂટી જાય તો માણસ માણસ બની જાય. ઈર્ષા જીવથી થાય, નીંદા જીભથી થાય અને દ્વેષ કરવામાં આખી જિંદગી જાય.
રામ કથા એ ૯ ભાઈઓની કથા છે જેમાં બે ભાઈ – વાલી અને સુગ્રીવ – વાનર છે, ત્રણ ભાઈ -રાવણ, કુંભકર્ણ અને વિભીષણ - રાક્ષસ છે અને ચાર ભાઈ – રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન માનવ છે.


Saturday, February 3, 2018

માનસ સેવા યજ્ઞ, मानस सेवा यज्ञ

રામ કથા
માનસ સેવા યજ્ઞ
સાવરકુંડલા, જિ : અમરેલી, ગુજરાત
શનિવાર, તારીખ ૦૩/૦૨/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૧૧/૦૨/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
आगम  निगम  प्रसिद्ध  पुराना। 
सेवाधरमु  कठिन  जगु  जाना॥
                                                           अयोध्याकांड
वेद,  शास्त्र  और  पुराणों  में  प्रसिद्ध  है  और  जगत  जानता  है  कि  सेवा  धर्म  बड़ा  कठिन  है।
अग्यासम  न  सुसाहिब  सेवा। 
सो  प्रसादु  जन  पावै  देवा।2॥
                                                        अयोध्याकांड
और  आज्ञा  पालन  के  समान  श्रेष्ठ  स्वामी  की  और  कोई  सेवा  नहीं  है।  हे  देव!  अब  वही  आज्ञा  रूप  प्रसाद  सेवक  को  मिल  जाए॥2॥

શનિવાર, તારીખ ૦૩/૦૨/૨૦૧૮
વ્યક્તિ કે વસ્તુ હોવા છતાં તેના તરફથી યોગ્ય કાર્ય ન થાય, યોગ્ય પ્રતિભાવ ન મળે તેને આધિ કહેવાય.
વ્યાધિ પ્રારબ્ધથી આવે તેવું શાસ્ત્ર કથન છે. અયોગ્ય આહાર વિહાર જેવા સ્વનિર્મિત કાર્યોના લીધે પણ વ્યાધિ આવે.
અભાવના લીધે જે પરિસ્થિતિ આવે તે ઉપાધિ છે.
આધિ, વ્યાધિ અને ઉપાધિને અતિક્રમણ કરી દે તે સમાધિ છે.
અધિનો એક અર્થ ઐશ્વર્ય પણ થાય છે.
એટલે જ્યાં સમતાનું ઐશ્વર્ય હોય તે સમાધિ છે.
માનસમાં અનેક યજ્ઞોનું વર્ણન છે.
બાલકાંડમાં ૪ યજ્ઞ છે.
૧ પુત્ર કામેષ્ઠિ યજ્ઞ
सृंगी रिषिहि बसिष्ठ बोलावा। पुत्रकाम सुभ जग्य करावा॥
૨ જપ યજ્ઞ
जहँ जप जग्य जोग मुनि करहीं। अति मारीच सुबाहुहि डरहीं॥
૩ ધનુષ્ય યજ્ઞ
धनुषजग्य सुनि रघुकुल नाथा। हरषि चले मुनिबर के साथा॥
૪ સમર યજ્ઞ
मैं एहिं परसु काटि बलि दीन्हे। समर जग्य जप कोटिन्ह कीन्हे॥2॥
૫ અયોધ્યાકાંડ એ પ્રેમ યજ્ઞનો કાંડ છે.
૬ અરણ્યકાંડ એ જ્ઞાન યજ્ઞનો કાંડ છે.
૭ કિષ્કિન્ધાકાંડ એ મૈત્રી યજ્ઞનો કાંડ છે.
૮ સુંદરકાંડ એ સુંદર યજ્ઞનો કાંડ છે.
૯ લંકાકાંડ એ નિર્વાણ યજ્ઞનો કાંડ છે.
૧૦ ઉત્તરકાંડ એ આરોગ્ય યજ્ઞનો કાંડ છે.
  • બુદ્ધ પુરૂષ સામે ખોટું ન બોલવું.
  • બુદ્ધ પુરૂષ જે કહે તે સ્વીકારી લેવું.
  • બુદ્ધ પુરૂષ સિવાય બીજાનો આશ્રય ન કરવો. બુદ્ધ પુરૂષની યાજ્ઞા એ પ્રસાદ છે.
રવિવાર, તારીખ ૦૪/૦૨/૨૦૧૮
રામ વ્યક્તિ હતા, વ્યક્તિ છે અને વ્યક્તિ રહેશે. રામ વ્યક્તિત્વ હતું, વ્યક્તિત્વ છે અને વ્યક્તિત્વ રાહેશે. રામ અસ્તિત્વ હતું, અસ્તિત્વ છે અને અસ્તિત્વ રહેશે.
રામ વિશ્વ મંગલનો એક વિચાર હતો.
ધન હોય તેને ધની કહેવાય પણ દાની ન કહેવાય.
બીજાને આદર મળતો હોય ત્યારે પાછળ રહેવું અને બીજા ઉપર આપત્તિ આવે ત્યારે છલાંગ મારીને તેને સહાય કરવા આગળ આવવું.
યજ્ઞ કરીએ ત્યારે નીચે પ્રમાણેનો ભાવ રાખવો.
૧ આમાં મારા માટે કશું જ નથી.
૨ સમતા રાખવી.
સમજદારીથી અળગા થઈ જવાના આ સૌ બહાના છે.
૩ યજ્ઞમાં પોતાની ક્ષમતા પ્રમાણે આહૂતિ આપવી.
૪ સેવા યજ્ઞમાં જે કંઈ આપીએ તે નમ્રતા પૂર્વક આપવું તેમજ હસતાં હસતાં અહંકાર મુક્ત રહીને આપવું.
કોઈ પણ યજ્ઞ કરવા માટે ૭ વસ્તુની આવશ્યકતા છે.
૧ યજ્ઞ કુંડ
૨ અગ્નિ
૩ સમધિ
૪ ઘૃત – દ્રવ્ય – ઘી
૫ પવિત્ર જળ
૬ યજ્ઞ કરાવનાર આચાર્ય
૭ યજ્ઞના યજમાન
સેવા યજ્ઞ કરવા માટે નીચે પ્રમાણે આવશ્યકતા રહે.
૧ સેવા યજ્ઞનો યજ્ઞ કુંડ એ શરૂઆતનું ખાલીપણું – શૂન્યતા છે તેમજ આ યજ્ઞ કુંડ જે આવે તેનો સ્વીકાર કરી લે.
આવો ખાલી કુંડ સમય જતાં ભૂતિ – વિભૂતિ – ઐશ્વર્યથી ભરાઈ જાય.
૨ સેવા કરવાની તિવ્રતા, ઉગ્રતા મુક્ત તિવ્રતા, લક્ષ્ય પ્રાપ્તિની તિવ્રતા એ સેવા યજ્ઞનો અગ્નિ છે.
૩ સેવા યજ્ઞનું સમિધ
૪ પરિશ્રમ કરતાં થતો પરસેવો અને સંવેદના વખતે આવેલ અશ્રુ એ સેવા યજ્ઞનું પવિત્ર જલ છે.
૫ જીવનનો સહજ સ્નેહ એ સેવા યજ્ઞનું ઘી છે.
૬ સૌનું શુભ થાય એવો વિચાર મુકનાર સેવા યજ્ઞના આચાર્ય છે.

૭ આવા યજ્ઞમાં સેવા ભાવે સહયોગ આપનાર સેવા યજ્ઞના યજમાન છે.