રામ કથા
માનસ રામ જનમકે હેતુ અનેકા
મુંબઈ (મહારાષ્ટ્ર)
માનસ રામ જનમકે હેતુ અનેકા
મુંબઈ (મહારાષ્ટ્ર)
શનિવાર, તારીખ ૧૭/૦૩/૨૦૧૮ થી રવિવાર, તારીખ ૨૫/૦૩/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
राम जनम के हेतु अनेका।
परम बिचित्र एक तें एका॥1॥
परम बिचित्र एक तें एका॥1॥
श्री रामचन्द्रजी के जन्म लेने के अनेक कारण हैं, जो एक से एक बढ़कर विचित्र हैं॥1॥
जनम एक दुइ कहउँ बखानी।
सावधान सुनु सुमति भवानी॥
हे सुंदर बुद्धि वाली भवानी! मैं उनके दो-एक जन्मों का विस्तार से वर्णन करता हूँ, तुम सावधान होकर सुनो।
૧
શનિવાર, ૧૭/૦૩/૨૦૧૮
રામ એટલે શાસ્વત વિચાર.
રામ દશાવતારમાં સાતમો અવતાર છે.
રામ આસમાનથી વિશાળ છે.
રામ વિશ્વનો આધાર છે.
રામ પરમ તત્વ છે.
ब्रह्मांड
निकाया निर्मित माया रोम रोम प्रति बेद कहै।
वेद कहते हैं कि तुम्हारे प्रत्येक रोम में माया के रचे हुए
अनेकों ब्रह्माण्डों के समूह (भरे) हैं।
રામ એટલે શું એનાં મુખ્યત્વે ૭ જવાબ નીચે મુજબ છે.
૧
રામ એટલે આરામ.
આપણને જ્યારે આરામનો અનુભવ થાય તે આપણા માટે રામ નવમી છે, રામ
જન્મ છે.
૨
રામ એટલે પરમ વિશ્રામ.
૩
રામ એટલે અભિરામ.
૪
રામ એટલે આનંદ.
આનંદ અને સુખમાં ફરક છે, સુખમાં દુઃખ દબાઈ જાય છે – દુઃખ મટતું
નથી જ્યારે આનંદમાં દુઃખ મટી જાય છે.
૫
રામ એટલે વિરામ – વિશેષ આરામ.
૬
રામ એટલે આરોગ્ય.
૭
રામ એટલે પ્રેમ સભર આવકાર.
ર
રવિવાર, ૧૮/૦૩/૨૦૧૮
માણસે વ્યવહારિક પ્રશ્રોના સમાધાન માટે પોતાનાપિતાને પૂછવું
જોઈએ, વંશ/કૂળને લગતા પ્રશ્રોના સમાધાન માટે પોતાની માતાને પૂછવું જોઈએ. કોઈને ન પૂછી
શકાય તેવા પ્રશ્રોના સમાધાન માટે પોતાના મિત્રોનો સંપર્ક કરવો જોઈએ. અને આધ્યાત્મિક
પ્રશ્રોના સમાધાન માટે પોતાના બુદ્ધ પુરૂષને પૂછવું જોઈએ.
પાર્વતી પોતાના પતિ જે ત્રિભુવન ગુરૂ છે તેમને રામ કથા અંગે
પ્રશ્ન પૂછે છે.
कथा
जो सकल लोक हितकारी। सोइ पूछन चह सैल कुमारी॥3॥
(याज्ञवल्क्यजी कहते हैं कि) जो कथा सब लोगों का हित करने वाली
है, उसे ही पार्वतीजी पूछना चाहती हैं॥3॥
तुम्ह
त्रिभुवन गुर बेद बखाना। आन जीव पाँवर का जाना॥
प्रस्न
उमा कै सहज सुहाई। छल बिहीन सुनि सिव मन भाई॥3॥
वेदों ने आपको तीनों लोकों का गुरु कहा है। दूसरे पामर जीव इस
रहस्य को क्या जानें! पार्वतीजी के सहज सुंदर और छलरहित (सरल) प्रश्न सुनकर शिवजी के
मन को बहुत अच्छे लगे॥3॥
ગુરૂ કેવી રીતે મળે તેનો ઉત્તર સ્વામી શરણાનણ્દજી મહારાજ પોતાના
અનુભવના આધારે આપે છે જે અલગ પ્રકારનો જવાબ છે.
૧
ગુરૂને પ્રાપ્ત કરવા માટે આપણામાં વિવેક હોવો જોઈએ. કદાચ અહીં
બાહ્ય વિવેકનો ઉલ્લેખ હોઈ શકે. કારણ કે આંતરિક વિવેક તો સતસંગ દ્વારા જ પ્રાપ્ત થાય
છે.
बिनु
सतसंग बिबेक न होई। राम कृपा बिनु सुलभ न सोई॥
૨
આપણે જેની પાસે જઈએ તે પ્રસન્ન હોય તેવા સમયે જવું જોઈએ.
૩
આપણે જેની પાસે જઈએ તે જે કહે તે માની લેવું જોઈએ, તે જે કહે
તે પ્રમાણે કરવું જોઈએ, બેસવાનું કાહે તો કોઈ પણ દલીલ કર્યા વિના ચૂપચાપ બેસી જવું
જોઈએ.
આદમીને ગુરૂ પ્રાપ્તિની તીવ્ર પિપાસા હોવી જોઈએ.
૪
જે સતસંગ કરે, જેની પાસેથી ઊઠવું ગમે નહીં તેનો આશ્રય કરવો જોઈએ.
ભરોંસો કોનો કરવો જોઈએ?
જે આપણી આંખના આંસુને જોઈ શકે તેનો ભરોંસો કરવો જોઈએ. જે આપણી
આંખના આંસુને જુએ અને તે આંસુને પોંછે તેનો ભરોંસો કરવો જોઈએ. તેમજ જે આપણા આવાં આંસુ
જન્મો જન્મ ન આવે તેવું કરે તેનો ભરોંસો કરવો જોઈએ. આપણા આંસુ જન્મો જન્મ ન આવે તે
માટે કરૂણા થાય તેવી દુવા આપણા વતી માગે તેનો ભરોંસો કરવો જોઈએ.
આંખમાં આંસુ જોવા એ સત્ય છે.
આંખના આંસુ પોંછવા એ પ્રેમ છે.
આંખના આંસુ જન્મો જન્મ ન આવે તેવી દુવા કરવી એ કરૂણા છે.
ક્રોધ/શ્રાપથી રાવણત્વ પેદા થાય જ્યારે બોધથી રામત્વ પેદા થાય.
द्वारपाल
हरि के प्रिय दोऊ। जय अरु बिजय जान सब कोऊ॥2॥
श्री हरि के जय और विजय दो प्यारे द्वारपाल हैं, जिनको सब कोई
जानते हैं॥2॥
बिप्र
श्राप तें दूनउ भाई। तामस असुर देह तिन्ह पाई॥
कनककसिपु
अरु हाटकलोचन। जगत बिदित सुरपति मद मोचन॥3॥
उन दोनों भाइयों ने ब्राह्मण (सनकादि) के शाप से असुरों का तामसी
शरीर पाया। एक का नाम था हिरण्यकशिपु और दूसरे का हिरण्याक्ष। ये देवराज इन्द्र के
गर्व को छुड़ाने वाले सारे जगत में प्रसिद्ध हुए॥3॥
વૈકુંઠના દ્વારે ક્રોધ અને અવિવેક બંને છે જેમાંથી રાવણત્વ પેદા
થાય છે.
मुकुत
न भए हते भगवाना। तीनि जनम द्विज बचन प्रवाना॥
एक
बार तिन्ह के हित लागी। धरेउ सरीर भगत अनुरागी॥1॥
भगवान के द्वारा मारे जाने पर भी वे (हिरण्याक्ष और हिरण्यकशिपु)
इसीलिए मुक्त नहीं हुए कि ब्राह्मण के वचन (शाप) का प्रमाण तीन जन्म के लिए था। अतः
एक बार उनके कल्याण के लिए भक्तप्रेमी भगवान ने फिर अवतार लिया॥1॥
વેર કરવાથી ભગવાન મળે તેને આદર્શ ન બનાવી શકાય.
૩
સોમવાર, ૧૯/૦૩/૨૦૧૮
પાર્વતી ભગવાન શંકરને શશિભૂષણ સંબોધન કરે
છે.
ससिभूषन अस हृदयँ बिचारी। हरहु नाथ मम मति भ्रम भारी॥2॥
हे शशिभूषण! हे नाथ! हृदय में ऐसा विचार कर मेरी
बुद्धि के भारी भ्रम को दूर कीजिए॥2॥
દુનિયાને આવરણવાળો માણસ નહીં પણ આચરણવાળો માણસ જોઈએ છે. …
ભદ્રાયુ વચ્છરાજાની
मोर दास कहाइ नर आसा। करइ तौ कहहु कहा बिस्वासा।।
बहुत कहउँ का कथा बढ़ाई। एहि आचरन बस्य मैं भाई।।2।।
मेरा दास कहलाकर यदि कोई मनुष्यों की आशा
करता है, तो तुम्हीं कहो, उसका क्या विश्वास है ? (अर्थात्
उसकी मुझपर आस्था बहुत ही निर्बल है)। बहुत
बात बढ़ाकर क्या कहूँ ? भाइयों ! मैं तो इसी आचरण के
वश में हूँ।।2।।
સ્વામી શરણાનંદજી મહારાજ વિશ્વ માનુસની
વ્યાખ્યા કરતાં કહે છે કે જે માણસ નીચેનાં ત્રણ સૂત્ર સમજી લે અને તે પ્રમાણે વર્તે
તે વિશ્વ માનુસ છે.
૧
જે માણસ સમજી લે કે તેનું શરીર આખા વિશ્વ
માટે છે તે વિશ્વ માનુસ છે.
૨
જેનો અહમ – હું પણું – બિલકુલ અભિમાન મુક્ત
હોય તે વિશ્વ માનુસ છે.
૩
જેનું હ્નદય આખા વિશ્વ માટે પ્રેમ અને કરૂણાથી
ભરેલું હોય તે વિશ્વ માનુસ છે.
૪
મંગળવાર, ૨૦/૦૩/૨૦૧૮
ગુરૂ કેવો હોવો જોઈએ?
૧ ગુરૂ મતવાલો હોવો જોઈએ.
૨ ગુરૂ સતવાલો હોવો જોઈએ.
૩ ગુરૂ ગતવાલો હોવો જોઈએ.
૪ ગુરૂ વ્રતવાલો હોવો જોઈએ. – વ્રતધારી
આપણે વ્રતને પકડવાનું છે, વ્રત આપણને પકડી ન લે તેનું ધ્યાન રાખવાનું છે.
૫ ગુરૂ પતવાલો હોવો જોઈએ. – કોઈ પણ ભોગે
પત ન છોડે તેવો હોવો જોઈએ. બાનાની લાજ રાખે તેવો ગુરૂ હોવો જોઈએ.
શંકરનાં પાંચ મુખ છે જે નીચે મુજબ છે.
૧ વિચાર મુખ
૨ વિવેક મુખ
૩ વિલાસ મુખ
૪ વિરાગ મુખ
૫ વિશ્વાસ મુખ
રામ જન્મનાં પાંચ કારણ આ પાંચ મુખેથી કથન
થયાં છે.
૧ રામ જન્મનું જય વિજયનું કારણ શંકરના વિચાર
મુખ દ્વારા કથન થયું છે.
૨ રામ જન્મનું સતી વૃંદા અને જલંધરનું કારણ
શંકરના વિવેક મુખ દ્વારા કથન થયેલ છે.
૩ રામ જન્મનું નારદ શ્રાપ અંગેનું કારણ
શંકરના વિલાસ મુખેથી કથન થયેલું છે.
૪ રામ જન્મનું સ્વયંભૂ મનુ શતરૂપાનું કારણ
શંકરના વૈરાગ્ય મુખેથી કહેવાયું છે.
૫ રામ જન્મનું રાજા પ્રતાપભાનુનું કારણ
શંકરના વિશ્રામ મુખ દ્વારા કહેવાયું છે.
******
સત્ય, વ્રત, તિર્થ અને જપ આપણા મનને શુદ્ધ
કરે છે.
'સત્ય, વ્રત, તિર્થ અને જપ સહિતના કાર્યોથી
આપણા મનને શાંતિ મળે છે અને શુદ્ધ થાય છે.'
જ્યાં ક્રોધ છે, ત્યાં રાવણત્વ જ હોય, જયાં
બોધ હોય ત્યાં રામત્વ જન્મે. જયાં શ્રાપ હોય ત્યાં રાવણત્વ જન્મે., આશિર્વાદ હોય ત્યાં
રામત્વ જન્મે, વિવાદ-વિખવાદથી રાવણત્વ પેદા થાય, સંવાદથી જ રામ જન્મે છે.
જે રીતે રામચરિત માનસ છે એ જ રીતે રામચરિત
માનસમાં નાનકડું નામ ચરિત માનસ પણ છે જે પંકિતઓ રામનામના પ્રભાવ વિશે પ્રકાશ પાડે છે.
જીવનમાં વહેવારિક પ્રશ્નો પુત્રએ પિતાને
પૂછાય, વંશવારસા-પરંપરાનો પ્રશ્ન સંતાને માતાને પૂછવો, કોઇને પૂછી જ ન શકાય એવો હોય,
મજબૂરી હોય એવા પ્રશ્નો મિત્રને પૂછાય, જીજ્ઞાસા સાથે કે કયાં વ્યકત કરવી એની ભૂમિકા
બાંધતા બાપુએ કહ્યું કે સામાજિક-રાષ્ટ્રીય-રાજકીય પ્રશ્નો એના નિષ્ણાતોને પૂછવા-પ્રમાણિક
નિષ્ણાતને પૂછવા, પરંતુ આધ્યાત્મિક પ્રશ્ન જે જીવનની શાશ્વતતાને સ્થાપિત કરે છે માત્ર-માત્રને
માત્ર આપણા કોઇ બુદ્ધપુરૂષને પૂછાય. શિવએ પરમ ઉચ્ચતા, પરમ બુદ્ધતા, વિશ્વાસ અને વિચારના
ઉચ્ચતમ શિખર છે, માત્ર પાર્વતીના પતિ જ નથી. વિચાર અને વિશ્વાસ એકસાથે રહે એ મોટા ભાગે
મુશ્કેલ છે. વિશ્વના હિતરૂપે પૂછાયેલો છે પણ પ્રશ્ન એ છે કે આપણે પણ પ્રશ્ન હોય કોને
પૂવું ?
કૈલાસ એ સ્થૂળ ન સમજો એ બે પૂર્વીય સભ્યતાની આંતર ઉંચાઇનું નામ છે.
*****
૮
શનિવાર, ૨૪/૦૩/૨૦૧૮
अति आरति पूछउँ सुरराया। रघुपति कथा कहहु करि दाया॥
प्रथम सो कारन कहहु बिचारी। निर्गुन ब्रह्म सगुन बपु धारी॥2॥
हे देवताओं के स्वामी! मैं बहुत ही आर्तभाव
(दीनता) से पूछती हूँ, आप मुझ पर दया करके श्री रघुनाथजी की कथा कहिए। पहले तो वह कारण
विचारकर बतलाइए, जिससे निर्गुण ब्रह्म सगुण रूप धारण करता है॥2॥
पुनि प्रभु कहहु राम अवतारा। बालचरित पुनि कहहु उदारा॥
कहहु जथा जानकी बिबाहीं। राज तजा सो दूषन काहीं॥3॥
फिर हे प्रभु! श्री रामचन्द्रजी के अवतार
(जन्म) की कथा कहिए तथा उनका उदार बाल चरित्र कहिए। फिर जिस प्रकार उन्होंने श्री जानकीजी
से विवाह किया, वह कथा कहिए और फिर यह बतलाइए कि उन्होंने जो राज्य छोड़ा, सो किस दोष
से॥3॥
उमा प्रस्न तव सहज सुहाई। सुखद संतसंमत मोहि भाई॥3॥
हे पार्वती! तुम्हारा प्रश्न स्वाभाविक
ही सुंदर, सुखदायक और संतसम्मत है और मुझे तो बहुत ही अच्छा लगा है॥3॥
प्रथम जो मैं पूछा सोइ कहहू। जौं मो पर प्रसन्न
प्रभु अहहू॥
राम ब्रह्म चिनमय अबिनासी। सर्ब रहित सब उर पुर बासी॥3॥
हे प्रभो! यदि आप मुझ पर प्रसन्न हैं, तो
जो बात मैंने पहले आपसे पूछी थी, वही कहिए। (यह सत्य है कि) श्री रामचन्द्रजी ब्रह्म
हैं, चिन्मय (ज्ञानस्वरूप) हैं, अविनाशी हैं, सबसे रहित और सबके हृदय रूपी नगरी में
निवास करने वाले हैं॥3॥
नाथ धरेउ नरतनु केहि हेतू। मोहि समुझाइ कहहु बृषकेतू॥
उमा बचन सुनि परम बिनीता। रामकथा पर प्रीति पुनीता॥4॥
फिर हे नाथ! उन्होंने मनुष्य का शरीर किस
कारण से धारण किया? हे धर्म की ध्वजा धारण करने वाले प्रभो! यह मुझे समझाकर कहिए। पार्वती
के अत्यन्त नम्र वचन सुनकर और श्री रामचन्द्रजी की कथा में उनका विशुद्ध प्रेम देखकर-॥4॥