રામ કથા
માનસ ગણિકા
અયોધ્યા
શનિવાર, તારીખ ૨૨/૧૨/૨૦૧૮ થી
રવિવાર, તારીખ ૩૦/૧૨/૨૦૧૮
મુખ્ય પંક્તિઓ
૧
શનિવાર, ૨૨/૧૨/૨૦૧૮
अपतु अजामिलु गजु गनिकाऊ। भए
मुकुत हरि नाम प्रभाऊ॥
कहौं कहाँ लगि नाम बड़ाई। रामु
न सकहिं नाम गुन गाई॥4॥
नीच अजामिल, गज और
गणिका (वेश्या) भी श्री हरि के नाम के प्रभाव से मुक्त हो गए। मैं नाम की बड़ाई कहाँ
तक कहूँ, राम भी नाम के गुणों को नहीं गा सकते॥4॥
पाई न केहिं गति पतित पावन राम
भजि सुनु सठ मना।
गनिका अजामिल ब्याध गीध गजादिखल
तारे घना।।
आभीर जमन किरात खस स्वपचादि
अति अघरूप जे।
कहि नाम बारक तेपि पावन होहिं
राम नमामि ते।।1।।
अरे मूर्ख मन ! सुन,
पतितोंको भी पावन करनेवाले श्रीरामजीको भजकर किसने परमगति नहीं पायी ? गणिका, अजामिल,
व्याध, गीध, गज आदि बहुत-से दुष्टों को उन्होंने तार दिया। अभीर, यवन, किरात, खस, श्वरच
(चाण्डाल) आदि जो अत्यन्त पापरूप ही हैं, वे भी केवल एक बार जिनका नाम लेकर पवित्र
हो जाते हैं, उन श्रीरामजीको मैं नमस्कार करता हूँ।।1।।
૨
રવિવાર, ૨૩/૧૨/૨૦૧૮
સત્યનો અસ્વીકાર અપરાધ
છે.
જે વસ્તુ આપણી નથી
તેને કોઈ પણ રીતે ભોગવવી એ ગણિકાવૃત્તિ છે.
……… ભદ્રાયુભાઈ
ભગવાન દતાત્રયેના
૨૪ ગુરૂઓ પૈકી એક ગુરૂ ગણિકા છે.
રામને ગણિકા સાથે
શું સગાઈ છે?
રામ રૂપી બ્રહ્મને
પ્રગટ કરવામાં ગણિકાનો ફાળો છે, યોગદાન છે.
પુત્ર કામેષ્ટિ યજ્ઞ
કરાવનાર શ્રૂંગી ઋષિને લાવવા ગણિકા જાય છે.
૩
સોમવાર, ૨૪/૧૨/૧૦૧૮
૪
મંગળવાર, ૨૫/૧૨/૨૦૧૮
ભજનાનંદીઓ માટે દિવસ વ્યર્થ જાય તેનો વાંધો નથી પણ રાત વ્યર્થ
ન જવી જોઈએ. રાત્રી ભજન માટે છે, રાતે ભજન થવું જ જોઈએ. ભજન વિના રાત જાય એ રાત બેકાર
છે – વ્યર્થ છે.
ધજા ફરકતી હોવી જોઈએ, ફફડતી હોવી ન જોઈએ.
જન્મ અને મૃત્યુ આપણા હાથમાં નથી પણ જીવન આપણા હાથમાં છે.
સારા લોકોનો એક ભૂતકાળ હોય છે અને ખરાબ લોકોનો એક ભવિષ્ય કાળ
હોય છે. સારા લોકોનો ભૂતકાળ ખરાબ હોઈ શકે તેમજ ખરાબ લોકો માટે સારો ભવિષ્ય કાળ હોઈ
શકે.
પ્રત્યેક કથામાં આપણો એક નવો જન્મ થાય છે.
શંકર પંચમુખી છે.
વિશ્વાસ રૂપી શંકરનાં પાંચ મુખ પૈકી એક મુખ રામ નામ જપે છે,
બીજું મુખ હરિ ગુણગાન ગાય છે, ત્રીજું મુખ ધ્યાન ધરે છે, ચોથું મુખ બધાને પ્રેમ કરે
છે અને પાંચમું મુખ મૌન રહે છે.
૫
બુધવાર, ૨૬/૧૨/૨૦૧૮
અસત્યની રક્ષા આપણે કરવી પડે છે જ્યારે સત્ય આપણી રક્ષા કરે
છે.
સુખ સગવડના ઉપકરણોથી મળતો આનંદ ખંડિત થાય છે.
૬
ગુરૂવાર, ૨૭/૧૨/૨૦૧૮
શંકરનાં પાંચ મુખ છે અને ૧૫ દ્રષ્ટિ છે.
વિશ્વાસ રૂપી શંકરની ૧૫ દ્રષ્ટિ નીચે પ્રમાણે છે.
૧ સમ્યક દ્રષ્ટિ
– વિશ્વાસ રૂપી શંકરની એક આંખ સમ્યક દ્રષ્ટિ વાળી છે.
૨ સમ દ્રષ્ટિ
૩ સહજ દ્રષ્ટિ
૪ સરલ દ્રષ્ટિ
– આવિ દ્રષ્ટિ કઠોર ન હોય.
૫ સજલ દ્રષ્ટિ
– વિશ્વાસની એક આંખ દીન અને દીનબંધુંની યાદમાં સજલ રહે છે.
૬ સબલ દ્રષ્ટિ
૭ સુલભ દ્રષ્ટિ
૮ સૂર્ય દ્રષ્ટિ
જે મોહનો નાશ કરે.
૯ સોમ દ્રષ્ટિ
– ચંદ્ર દ્રષ્ટિ
૧૦ સુક્ષ્મ દ્રષ્ટિ
૧૧ સુદીર્ઘ
દ્રષ્ટિ
૧૨ સુંદર દ્રષ્ટિ
– આવી દ્રષ્ટિ અસુંદરને પણ સુંદર બનાવે છે.
૧૩ સંતુપ્ત દ્રષ્ટિ
– આવી દ્રષ્ટિ અસમ્યક વિકારો, કામનાઓને સમ્યક બનાવે છે.
૧૪ સ્નેહલ દ્રષ્ટિ
૧૫ સૌમ્ય દ્રષ્ટિ