Translate

Search This Blog

Thursday, February 25, 2016

રામ કથા - જુનાગઢ

રામ કથા - જુનાગઢ

શનિવાર, તારીખ ૨૭-૦૨-૨૦૧૬ થી રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬

શ્રી પુનિત આશ્રમ

ભવનાથ તળેટી

જુનાગઢ - ગુજરાત

Saturday, February 27th, 2016 – From 4pm to 7pm.

Sunday, February 28th to Sunday, March 6th - From 9:30am to 1.30 pm.





Following articles published in the Akila News . com are displayed here with the courtesy of Akila News and their management. 
  • જુનાગઢમાં પૂ.મોરારીબાપુની રામકથા માટે ૩ હંગામી માર્ગો બનાવાશે

સાધુ-સંતો કલેકટર,ડીઆઇજી એસ.પી.અને આગેવાનો દ્વારા સમગ્ર રૂટ અને કથા સ્‍થળનું નિરીક્ષણઃ તડામાર તૈયારી

જુનાગઢ તા.૪: ગિરનારની ગોદમાં સિધ્‍ધભુમિમાં યોજાનારી મોરારીબાપુની રામકથા માટે તડામારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કથા સ્‍થળ સુધી પહોંચવામાં શ્રોતાઓને તેમજ યાત્રીકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા સમિતિ દ્વારા કરવામાં આવી છે સાધુ-સંતોની આગેવાની હેઠલ કલેકટર, ડીઆઇજી,એસપી સહિતના ઉચ્‍ચ અધિકારીઓ તથા અગ્રણીઓએ સ્‍થળ નિરીક્ષણ કરીને સુવિધાઓ અંગે સમીક્ષા કરી હતી.
   જુનાગઢ ભવનાથ સ્‍થિત ગિરનાર ધામ પુનિત આશ્રમમાં આગામી તારીખઃ ૨૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ દરમિયાન યોજાનારી પ્રખર રામાયણી મોરારીબાપુની રામકથા માટે મંડપ સહિતની વ્‍યવસ્‍થાઓ અંગે યુધ્‍ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે કથા સ્‍થળ સુધી પહોંચવામાં શ્રોતાઓ તથા ભવનાથમાં આવતા યાત્રિકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવશે. જિલ્લા પંચાયતના ગેસ્‍ટહાઉસ સામેથી પ્રકૃતિધામ પાસેથી એક નવો માગ તેમજ પ્રેરણાધામ થઇને અને પુનિત આશ્રમના હાલના રસ્‍તેથી શ્રોતાઓ કથા સ્‍થળ સુધી આસાનીથી પહોંચી શકશે. ટ્રાફિકની કોઇ સમસ્‍યા ન થાય તે માટે પ્રકૃતિધામ અને પ્રેરણાધામ તથા ‘મીનરાજ' સંસ્‍થાની બાજુમાં હાજાભાઇનું વાડિયુ તેમજ રૂપાયતન ખાતે પાર્કિગની વિશાળ વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે.
   મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ, મહંત ઇન્‍દ્રભારતીબાપુ તેમજ કલેકટર આલોકકુમારની આગેવાની હેઠલ તાજેતરમાં જ અધિકારીઓ અને અગ્રણીઓની ટીમે સમગ્ર રૂટ અને કથા સ્‍થળનું નિરીક્ષણ કર્યુ હતું. તથા માર્ગો  ઉપર સાઇન બોર્ડ સહિતની બાબતોની સમીક્ષા તથા ચર્ચાઓ કરી હતી. હંગામી નવા માર્ગ માટે ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ તથા સ્‍થાનિક કોર્પોરેટર દ્વારા ગ્રાન્‍ટ ફાળવવામાં આવી છે. અગાઉ ડીઆઇજી બ્રિજેશ ઝા તથા એસપી નિલેશ જાજડિયાએ પણ સમગ્ર રૂટનું નિરિક્ષણ કરીને ટ્રાફિક અંગેની સમીક્ષા કરી હતી.
   મોરારીબાપુની આ રામકથા ઐતિહાસિક બની રહે તે માટે માજી આરોગ્‍ય મંત્રી હેમાબેન આચાર્ય જેન્‍તિભાઇ ચાન્‍દ્રા, દાદુભાઇ કનારા, મેયર જીતુભાઇ હિરપરા, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ, પુર્વ ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, હેમંતભાઇ નાણાવટી સહિતના સર્વપક્ષીય આગેવાનો તેમજ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ મહાનગર પાલિકા,જુનાગઢ કૃષિ યુનિવર્સિટી વગેરે સહયોગ આપી રહ્યા છે જુનાગઢની જનતાના યજમાન પદે યોજાનારી આ રામકથાને વર્ષો સુધી યાદગાર બનાવવા માટે ખંભેખંભા મિલાવીને તૈયારીઓ કરી રહ્યા છે.
   





  • જુનાગઢ ગરવા ગિરનારની સન્‍મુખ સહજ ધ્‍યાન અને કથારૂપી સત્‍સંગનો રચાશે સંયોગ



ગિરનાર સાધના આશ્રમના દિવ્‍ય અને આધ્‍યાત્‍મીક વાતાવરણમાં પૂ. મોરારીબાપુની રામકથાના શ્રવણનો લ્‍હાવો શ્રોતાગણને એક અલગ જ અનુભુતી કરાવશે
જુનાગઢ, તા., ૧૭:  પવિત્ર ભુમી પર ગરવા ગિરનારની સન્‍મુખ તા.ર૭ ફેબ્રુઆરીથી વિશ્વ પ્રસિધ્‍ધ રામાયણી પૂ. મોરારીબાપુની કથા યોજાઇ છે. બાપુની કથાનો અવસર ગિરનારમાં લગભગ ર૦ વર્ષ બાદ ફરી આવ્‍યો છે. આ વખતે પૂ. બાપુની કથા ગિરનાર સાધના આશ્રમના પટાંગણમાં આયોજીત થઇ છે. આ આશ્રમ સહજ ધ્‍યાન યોગ તથા અન્‍ય ધાર્મિક-સામાજીક અને સેવાકીય પ્રવૃતિઓ માટે ખુબ જ જાણીતો છે. આમ આ ભુમી પર સેવા, સહજ ધ્‍યાન અને સત્‍સંગ એટલે કે રામકથાનો અનોખો સંયોગ રચાવા જઇ રહયો છે. આશ્રમનું આધ્‍યાત્‍મીક અને ખુબ જ મનોહર વાતાવરણ રામકથાના શ્રોતાઓને એક અલગ જ અનુભુતી કરાવશે?
   પવિત્ર ગિરનાર પર્વતની તળેટીમાં ગિરનાર સાધના આશ્રમ પૂ. મહર્ષિ શ્રી પુનીતાચારીજીના કરકમલો દ્વારા ઇ.સ. ૧૯૭૩માં સ્‍થાપવામાં આવેલ ભવનાથ મંદિરની પાછળ દતાત્રેય માર્ગ પર લગભગ એક કી.મી. દુર ગિરનારની તદન સમીપે લગભગ પપ એકર જમીનમાં વિસ્‍તરેલો આશ્રમ સહજ યોગના સાધકોની સાધના માટે ખુબ જ ઉત્તમ સ્‍થળ છે. અહીના કુદરતી વાતાવરણમાં ધ્‍યાનયોગના માધ્‍યમથી સાધકને ઇશ્વર સાથે આત્‍માનો સાક્ષાત્‍કાર થયાની અનુભુતી સહજ રીતે થાય છે. જીંદગીથી ત્રસ્‍ત થઇ હારેલા-થાકેલા અનેક માનવીઓએ અહી આવી સહજ ધ્‍યાન યોગના માધ્‍યમથી મુશ્‍કેલીઓમાંથી છુટકારો મેળવ્‍યો છે અને સાચા માર્ગે જીવન જીવવાની દિશા પ્રાપ્ત કરી છે. સહજ ધ્‍યાન યોગના માધ્‍યમથી મુશ્‍કેલીઓમાંથી છુટકારો મેળવ્‍યો છે અને સાચા માર્ગે જીવન જીવવાની દિશા પ્રાપ્ત કરી છે. સહજ ધ્‍યાન યોગમાં આ શકિતઓ રહેલી છે. આશ્રમ પરિવાર આ કાર્યને વધુ વિસ્‍તારવામાં માને છે જેનો એક માત્ર હેતુ લોક કલ્‍યાણનો રહેલો છે. અનેક શહેરોમાં ધ્‍યાન કેન્‍દ્રો આવેલા છે. જયાં કોઇ પણ જાતના દેખાડા વગર સહજ ધ્‍યાન યોગ અને સત્‍સંગ ધૂન જેવી પ્રવૃતિઓ સહજ રીતે થઇ રહી છે. આ ઉપરાંત આશ્રમ દ્વારા શિવરાત્રી પર્વ તેમજ વિવિધ સ્‍થાનો પર યોજાતા કુંભમેળાઓમાં સેવાની જયોત જલતી રહી છે. પૂ. સાધુ સંતો અને ભાવિકોની સેવા માટે આવા પ્રસંગોએ આશ્રમ પરિવાર હંમેશા તત્‍પર હોય છે. આગામી ઉજ્જેનના કુંભમેળામાં સેવા જયોત પ્રજ્જવલીત કરવા હાલ તૈયારીઓ થઇ રહી છે.
    ગિરનાર સાધના આશ્રમ પૂ. મહર્ષિ શ્રી પુનીતાચારીજીની ૪૦ વર્ષની સાધનાનો સાક્ષી રહયો છે. અહી વાતાવરણમાં સતત પ. હરી ઓમ તત સત જય ગુરૂદત્ત મંત્રની ધુન ગુંજયા કરે છે. અહી પ્રાતઃકાળે સમુહ પ્રાર્થના, ધુન તથા સાંયકાલે સમુહ ધુન, ધ્‍યાન તેમજ પૂ. બાપુશ્રી તથા પૂ. મૈયાશ્રી સાથે સત્‍સંગ નિયમીત થાય છે. આ સંસ્‍થા તદન બિનસાંપ્રદાયીક છે. સૌ ધર્મ સમભાવ મુજબ આશ્રમમાં આવનાર દરેક સાધક પ્રાર્થના ધૂન અને ભોજન બધુ એક સાથે કરે છે. આ આશ્રમમાં આવનારે પોતાના ગુરૂ કે ગુરૂમંત્ર બદલવાની જરૂર નથી. અલબત પોતાના ગુરૂમંત્રની સાથે આ વરદાની મહામંત્રની ધુન અને ધ્‍યાન કરીને સાધનામાં પ્રગતી કરવાની છે અને લક્ષ્ય પ્રાપ્તીની દિશામાં પ્રગતી કરવા પ્રયાસ કરવાનો છે. આ તપોભુમીમાં સાધના, ઉપાસના અને ભજન કરવા ધ્‍યાન કુટીર, અતિથિગૃહ, સત્‍સંગ મંડપ, ધ્‍યાન-ખંડ, યજ્ઞશાળા, ભોજનશાળા તેમજ ગૌશાળા વિગેરે વ્‍યવસ્‍થાઓ છે. આશ્રમનું વ્‍યવસ્‍થા કાર્ય પૂ. મૈયાજી શૈલજાદેવીજી સંભાળી રહયા છે. તેઓશ્રી સાધનાની સાથે સાથે આ જવાબદારી સહજતાપુર્વક નિભાવી રહયા છે તેઓની અલૌકીક શકિત વંદનીય છે.
   આમ પૂ. મોરારીબાપુની રામકથા સાથે  શ્રોતાઓને ગિરનાર સાધના આશ્રમના દિવ્‍ય અને આધ્‍યાત્‍મીક વાતાવરણનો પણ લ્‍હાવો મળનાર છે. રામકથા સંદર્ભે આશ્રમ પરીવાર  દ્વારા પણ વિવિધ તૈયારીઓ હાથ ધરાઇ છે.


  • મહાશિવરાત્રી પર્વે જુનાગઢમાં શનીવારથી પૂ. મોરારી બાપુની શ્રીરામ કથા


૩૦ હજાર શ્રધ્‍ધાળુઓ કથા શ્રવણ કરી શકે તે માટે વિશાળ સમિયાણો તૈયાર : ર૪ કલાક અન્નક્ષેત્ર ધમધમશેઃ ૧ હજારથી વધુ સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશે. તડામાર તૈયારી
જુનાગઢ, તા. રરઃ આગામી તા. ર૭ ફેબ્રુ. થી ૬ માર્ચ સુધી ગિરનારની તપોભૂમિ અને મોરારીબાપુની ભાવ ભૂમિમાં સાત્‍વિક સંયોગ થશે. ર૦ વર્ષ બાદ પૂ. મોરારીબાપુની રામકથા યોજાનાર છે.
   જેને લઇ તડામાર તૈયારી થઇ રહી છે.
   ગિરનારની તપોભૂમિ અને પ્રખર રામાયણી મોરારીબાપુની ભાવભૂમિના સાત્‍વિક સંયોગ સમી, મહાશિવરાત્રિના મંગલ અવસરે ગિરનારની ગોદમાં રૂડી રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જુનાગઢ, ભવનાથ અને નરસૈયા પ્રત્‍યે  અનેરૂ આધ્‍યાત્‍મિક જોડાણ ધરાવતા મોરારીબાપુએ પોતાની ૭૭૦મી રામકથા માટે ભવનાથનું સ્‍થળ પસંદ કરતા સૌરાષ્‍ટ્રભરના શ્રદ્ધાળુઓમાં ઉત્‍સાહનો માહોલ પ્રસરી ગયો છે.
   છેલ્લા ૫૦ વર્ષથી નિયમીત રીતે શિવરાત્રિના મેળામાં ભાગ લેવા પ્રખર રામાયણી મોરારીબાપુ આ વખતે શિવરાત્રિમાં અહી રામકથા કરી રહ્યા હોય તેના માટે રામકથા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં ૨૦ વર્ષ પછી મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જુનાગઢની સિદ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની ત્રીજી રામકથાનો પ્રારંભ આગામી તા.૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે થશે.તા.૬ માર્ચ સુધી ચાલનારી આ કથામાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્‍યા સુધી બાપુ કથાનું રસપાન કરાવશે. મહાશિવરાત્રિના આગલા દિવસે કથા પુર્ણ થશે.
   સાધુ-સંતો અને જૂનાગઢની જનતાને મહાશિવરાત્રિના પાવન અવસરે જ કથાનું રસપાન કરાવવાનો મનોરથ પરિપૂર્ણ કરાવવા માટે યોજાનારી આ કથાનું યજમાન પદ જુનાગઢની જનતાને જ આપવામાં આવ્‍યું છે. દર વર્ષે અહી દેશભરના સાધુ-સંતોની હાજરીમાં યોજાનારા આધ્‍યાત્‍મિક મીનીકુંભ સમાન મહાશિવરાત્રિના મેળામાં ભજન-ભોજન-ભક્‍તિનો ત્રિવેણી સંગમ રચાય છે. ત્‍યારે રામકથામાં પણ ત્રણેય સાત્‍વિક તત્‍વોનો ત્રિવેણી સંગમ રચાશે. રામકથામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે સતત ૨૪ કલાક અન્નક્ષેત્ર પણ શરૂ કરવામાં આવશે. જયાં કોઇ પણ જ્ઞાતિ-જાતિ, ધર્મના ભેદભાવ વગર દરેક રામભક્‍તોને પ્રેમપૂર્વક ભોજન પિરસવામાં આવશે.
   કથા અંગેની વિગતો આપતા રામકથા સમિતિના જણાવ્‍યા અનુસાર ભવનાથના પુનિત આશ્રમની આશરે ૭ એકર જમીનમાં વિવિધ વિભાગો  રાખવામાં આવ્‍યા છે. આશરે ૨૫ થી ૩૦ હજાર ભાવિકો બેસીને શાંતિથી કથાનું શ્રવણ કરી શકે એટલો વિશાળ સમિયાણો બાંધવામાં આવશે.૨૦૦ થી વધુ સ્‍વયંસેવકો શ્રદ્ધાળુઓ માટે બેસવાની વ્‍યવસ્‍થા જાળવવાની સેવા આપશે. જ્‍યારે સતત ૨૪ કલાક શરૂ રહેનારા અન્નક્ષેત્રમાં ૫૦૦ થી વધુ  કાર્યકરો ખડે પગે તૈનાત રહીને રામભકતોને પ્રેમપૂર્વક ભોજન પિરસશે. કૂલ મળીને એકાદ હજાર કાર્યકરો આ રામકથાના આયોજનને સફળ બનાવવા માટે સેવા આપશે.
   મોરારીબાપુ
   રામકથા માટે અત્‍યારથી જ તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. સાધુ-સંતો, આગેવાનો, અધિકારીઓ, સમાજ સેવકો અને જુનાગઢની પ્રજાના સહયોગથી આ રામકથાને સફળ બનાવવામાં આવશે. સમિતિના સભ્‍યો તથા આગેવાનો વચ્‍ચે મીટીંગો યોજાઇ રહી છે. સમગ્ર ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોને રામકથા માટેના આમંત્રણ પાઠવવામાં આવશે. રામકથાનો લાભ લેવા માટે જુનાગઢની જનતાને જાહેર નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.
   રામકથાની હાઇલાઇટ્‍સ
   રામકથાનો વિષયઃ-  માનસ-રૂખડ, રામકથાની તારીખઃ-૨૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ, ૨૦૧૬, રામકથાનો સમયઃ- સવારે ૯:૩૦ થી ૧:૩૦, રામકથાનું સ્‍થળઃ- ગિરનાર ધામ, પુનિત આશ્રમ, ભવનાથ તળેટી, જુનાગઢ, રામકથાના યજમાનઃ- જુનાગઢના પ્રજાજનો.
   કથાની વિશેષતાઓ
   રામકથા માટે મોરારીબાપુએ જાહેર કરેલી ચોપાઇ સાધુ ચરિત સુભ ચરિત કપાસૂ ા નિરસ બિસદ ગુનમય ફલુ જાસૂ II,જો સહિ દુખ પરછિદ્ર દુરાવા ા બંદનીય જેહિં જગ જસ પાવા II
   કથા પહેલા જ બાપુએ વિષય જાહેર કરી દીધોઃ ‘માનસ-રૂખડ'
   અત્‍યાર સુધીની તમામ રામકથાઓમાં મોરારીબાપુએ વ્‍યાસપીઠ ઉપર બિરાજ્‍યા પછી જ કથાનો વિષય જાહેર કર્યો છે. આ એક પરંપરા રહી છે. પરંતુ સિદ્ધો અને સંતોની ભૂમિમાં ગિરનાર સાનિધ્‍યમાં યોજાનારી આ રામકથા માટે અનેરો લગાવ હોય બાપુએ કથા પહેલા જ તેનો વિષય જાહેર કરી દીધો છે. આ રામકથા ‘માનસ-રૂખડ' વિષય ઉપર યોજાશે.
   નવો રસ્‍તો તૈયાર કરાશે, મેળાના ટ્રાફિકમાં નહી જવું પડે
   રામકથામાં આવનાર શ્રદ્ધાળુઓને મેળાના ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે નવા અલગ રસ્‍તાની જ વ્‍યવસ્‍થા સમિતિ દ્વારા કરવામાં આવશે. ભવનાથ તળેટીના જિલ્લા પંચાયતના ગેસ્‍ટહાઉસ પાસેથી રૂપાયતન થઇને પ્રેરણાધામ પાસેથી સીધા જ પુનીત આશ્રમ સુધીનો નવો રસ્‍તો બનાવવામાં આવશે. રસ્‍તા ઉપર કથા સ્‍થળ સુધી પહોંચવા માટેના સુચના બોર્ડ પણ મૂકવામાં આવશે.
   વિવિધ સ્‍થળોએ વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા ઉભી કરાશે
   રામકથામાં સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી ઉમટી પડનારા શ્રદ્ધાળુઓના વાહનો માટે સમિતિ દ્વારા જુદા જુદા સ્‍થળોએ વિશાળ પાર્કિગની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે. પ્રેરણાધામ, રૂપાયતન, પ્રકૃતિધામ ખાતે ટુ વિહલ ફોરવિહલ સહિતના નાના-મોટા વાહનો માટે પાકિઁગ પોઇન્‍ટ ઉભા કરવામાં આવશે.

  • "માનસ-રૂખડ"ને રાષ્‍ટ્રવાદનો રંગઃ ત્રિરંગો લહેરાવી પૂ. મોરારીબાપુ કરશે કથાનો પ્રારંભ



કથાનો પ્રારંભ કરતા પહેલા ધર્મધ્‍વજનું પણ આરોહણ કરાશેઃ યાત્રાધામ જુનાગઢના તિર્થક્ષેત્ર ભવનાથમાં યોજાનારી રામકથા માટે તડામાર તૈયારીઓ : ગિરનારધામ પુનીત આશ્રમમાં તા.ર૭ ફેબ્રુઆરીથી ૬ માર્ચ સુધી રામકથાનું આયોજન : ૩ હંગામી માર્ગો ઉભા કરાયાઃ ર લાખ ચોરસ ફુટમાં મેટલ ડોમ સાથે વિશાળ સમીયાણો ઉભો કરાશેઃ ૪૦ થી ૪પ હજાર લોકો શાંતિથી કથાશ્રવણ કરી શકશેઃ ૧૬ સીસીટીવી કેમેરાનું કથાને સુરક્ષા કવચઃ ૪ સ્‍થળોએ વિશાળ પાર્કિંગની વ્‍યવસ્‍થાઃ કથાના શ્રદ્ધાળુઓ માટે ગિરનાર દરવાજેથી વિનામુલ્‍યે બસ સુવિધાઃ રપ૮ દેશોમાં લાઇવ પ્રસારણઃ૧પ૦૦ એન.આર.આઇ.ભાગ લેશેઃ ગુજરાતભરના સાધુ-સંતો, ધાર્મિક વડાઓ, રાજકિય-સામાજીક આગેવાનો હાજર રહેશે : કથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓને બપોરે અને સાંજે પ્રસાદરૂપી ભોજન પિરસાશેઃ ૧૦૦ તાલિમબધ્‍ધ સિકયુરીટી અને ૪૦૦ સ્‍વયંસેવકો ખડેપગે સેવા આપશેઃ શ્રદ્ધાળુઓની સુવિધા માટે માર્ગોઉપર દિશા સુચના કરતા બોર્ડ-બેનરો મરાશે
જુનાગઢ, તા. ર૩ : નવ નાથ, બાવન વીર, ચોસઠ જોગણીઓ, ચોર્યાસી સિદ્ધો અને તેત્રીસ કરોડ દેવતાઓનો જયાં વાસ હોવાનું મનયા છે, તેવા ગિરિવર   ગિરિનારની સિદ્ધ તપોભૂમિમાં યોજાનારી રામકથા ‘માનસ-રૂખડ'ને રાષ્‍ટ્રવાદનો રંગ આપવાનો નિર્ણય રામકથા સમિતિ દ્વારા લેવામાં આવ્‍યો છે. અત્‍યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત જ પ્રખર રામાયણી પૂજય મોરારીબાપુ રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવીને ધ્‍વજવંદન કરી ૭૭૦મી રામકથાનો પ્રારંભ કરશે. પૂજય બાપુ પોલીસ બેન્‍ડની સુરાવલીઓ અને રાષ્‍ટ્રગીતના ગાન વચ્‍ચે ત્રિરંગા તથા ધર્મધ્‍વજા લહેરાવીને ગિરનારની ગોદમાં ધર્મ, રાષ્‍ટ્રવાદ અને કથાના ત્રિવેણી સંગમની રચના કરશે. અત્‍યારે દેશમાં પ્રવર્તી લહેરાવીને ગિરનારને ધ્‍યાને લેતા રાષ્‍ટ્રવાદ મજબૂત બને તેવા આશયથી ધર્મની સાથે રાષ્‍ટ્રીયતાનો વિશિષ્‍ટ સમન્‍વય કરાયો છે. એ પછી આ દિવસે જ તા. ર૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે કથાનો વિધિવત પ્રારંભ થશે.  તેમ આજે પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
   વર્ષ ૧૯૯પ બાદ ર૦ વર્ષ જેટલા સમય પછી જુનાગઢમાં યોજાનારી રામકથા માનસ-રૂખડ યજમાનપદ અગાઉથી જ પૂજય મોરારીબાપુએ જુનાગઢની સર્વે જનતાને આપ્‍યું છે. જૂનાગઢના આગેવાનોની જ બનેલી રામકથા સમિતિ આ કથાનું સંચાલન અને આયોજન સંભાળીરહી છે.  જૂનાગઢની સિદ્ધભૂમિ ભવનાથમાં ગિરનારધામ પુનિત આશ્રમ ખાતે યોજાનારી મોરારીબાપુની ત્રીજી રામકથાનો પ્રારંભ આગામી તા. ર૭ ફેબ્રુઆરીના રોજ સાંજે ૪ વાગ્‍યે થશે. ત્‍યારબાદ તા. ૬ માર્ચ સુધી ચાલનારી આ કથામાં દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્‍યા સુધી પૂજય બાપુ કથાનું રસપાન કરાવશે. મહાશિવરાત્રીના આગલા દિવસે કથા પૂર્ણ થશે. ભજન-ભોજન-ભકિતના ત્રિવેણી સંગમ એવી રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓ અને મહાશિવરાત્રીના મેળામાં આવતા યાત્રીકોને કોઇ મુશ્‍કેલી ન પડે તે માટે રામકથા સમિતિએ જુદા જુદા સરકારી વિભાગોના સુચનો, સાધુ-સંતોની લાગણી અને આગેવાનોના માર્ગદર્શન હેઠળ નીચે પ્રમાણેની વ્‍યવસ્‍થાઓ કરી છે. આ વ્‍યવસ્‍થાઓ દ્વારા સોનામાં સુગંધ ભળશે, તેવી આશા રામકથા સમિતિને છે.
   ર લાખ ચોરસ ફુટનો વિશાળ સમીયાણો
   ગિરનારધામ, પુનીત આશ્રમ, ભવનાથ તળેટી ખાતે ૭ એકર વિશાળ જમીનમાં રામકથાનું આયોજન કરાયું છે. ૩પ ફુટની ઉંચાઇના અદ્યતન મેટલ ડોમ સાથેના આ સમીયાણામાં એકી સાથે ૪૦થી ૪પ હજાર લોકો શાંતિથી બેસીને કથા સાંભળી શકે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે. કથા શ્રવણ કરવાની સાથે સાથે ગિરનારના દર્શન પણ થાય તેવું આયોજન સમીયાણામાં કરાયું છે. ર૬૦ બાય પ૦૦ ફૂટના મેટલ ડોમ પૂરતી ઉંચાઇનો હોવાથી હવાની અવર-જવર, પ્રકાશ, સલામતી વગેરે બાબતોની વ્‍યવસ્‍થાની ધ્‍યાન રખાયું છે. મેટલ ડોમની આસપાસ સમીયાણો ઉભો કરાયો છે. આ ઉપરાંત કથા શ્રવણ કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરરોજ બપોરે અને સાંજે સ્‍વયંસેવકો પ્રેમપૂર્વક દરેક શ્રદ્ધાળુને પ્રસાદરૂપી ભોજન પિરસશે. આ તમામ વ્‍યવસ્‍થા માટે આશરે ર લાખ ચોરસ ફૂટનો વિશાળ સમીયાણો રહેશે. કથાનો વિશેષ લાભ શ્રદ્ધાળુઓને મળે તે માટે ર મોટી એલઇડી સ્‍ક્રીન મુકવામાં આવશે. તેનાથી ભાવિકો વધુ નજીકથી પૂજયબાપુના દર્શન કરીને કથા સાંભળી શકશે.
   દેશ-વિદેશના શ્રધ્‍ધાળુ  રામકથા શ્રવણ કરશે
   ‘માનસ-રૂખડ' રામકથા ભારત દેશના સીમાડા વટાવી વિદેશો સુધી પહોંચશે. કથામાં ૧૫૦૦થી વધુ એન.આર.આઈ. અમેરિકા, લંડન, આફ્રિકા, કેનેડા સહિતના દેશોમાંથી ભાગ લેશે. આ વિદેશી મહેમાનો માટે રામકથા સમિતિએ રહેવાની વ્‍યવસ્‍થા કરી છે. બહારથી આવતા સ્‍થાનિક શ્રધ્‍ધાળુઓને ભવનાથમાં વિવિધ ધર્મસ્‍થળો, ધર્મશાળાઓ, જ્ઞાતિ સમાજના ઉતારા અને જગ્‍યા તથા ખાનગી જગ્‍યાઓમાં સંચાલકોએ રહેવાની વ્‍યવસ્‍થા પુરી પાડવાની ખાતરી આપી છે. આસ્‍થા ચેનલ ઉપર વિશ્વના ૨૫૮ દેશોમાં કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત www.moraribapu.org  વેબસાઈટ ઉપર કથાનું વેબકાસ્‍ટીંગ કરાશે. જેથી કોઈ પણ સ્‍થળે લોકો સરળતાથી કથાનું શ્રવણ કરી શકશે. આસ્‍થા ચેનલમાં જે તે દેશના નિયત સમય પ્રમાણે સવારે ૯.૩૦ વાગ્‍યાથી કથાનો પ્રારંભ થશે, તેવી વિશેષ વ્‍યવસ્‍થા કરાઈ છે.
   ગુજરાતભરના સાધુ-સંતો  અને આગેવાનો ભાગ લેશે
   રામકથામાં ગિરનાર મંડળ તેમજ ગુજરાતભરના વિવિધ સાધુ-સંતો, જુદા જુદા સંપ્રદાયના ધાર્મિક વડાઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યા છે. તેમજ સામાજીક, રાજકીય, સેવાભાવી આગેવાનો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને પણ કથા શ્રવણ કરવા માટેના આમંત્રણ અપાયા છે. તા. ૨૭ના રોજ બપોરે ૪ કલાકે કથાનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રસંગે વરિષ્‍ઠ સાધુ-સંતો, પદાધિકારીઓ, આગેવાનો અને અધિકારીઓ વગેરે હાજર રહેશે.
   કથા સ્‍થળ સુધી જવા ત્રણ હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા
   રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓ માટે અલગથી ત્રણ નવા હંગામી માર્ગોની વ્‍યવસ્‍થા ઉભી કરવામાં આવી છે. જેથી કરીને શિવરાત્રીના મેળામાં આવતા યાત્રિકો અને રામકથા સાંભળવા આવતા શ્રદ્ધાળુઓને કોઈ અડચણ થશે નહીં. બન્ને પ્રવાહ અલગ માર્ગો ઉપર શરૂ રહેશે. આ ત્રણ માર્ગ કંઈક આ પ્રમાણે છે (૧) ભવનાથમાં જિલ્લા પંચાયત ગેસ્‍ટહાઉસ સામે પાર્કિંગમા થઈ પરિક્રમા રોડ પર મીનરાજ સંકુલની સામે શિવ નિકેતન આશ્રમ પાસેથી સીધો જ રામકથાના સ્‍થળ સુધીનો માર્ગ, આ માર્ગ કથાના શ્રધ્‍ધાળુઓ માટે સૌથી ટૂંકો માર્ગ રહેશે. જેથી કરીને ભવનાથની બારોબારથી જ કથા શ્રવણ કરવા આવતા શ્રધ્‍ધાળુ કથા સ્‍થળ સુધી પહોંચી જશે અને મેળાના યાત્રિકોને કોઈ ખલેલ પડશે નહીં. (૨) ભવનાથમાં પ્રેરણાધામના પાછળના દરવાજે થઈને કથા સ્‍થળ સુધીનો પહોંચવા માટેનો માર્ગ અને (૩) પુનીત આશ્રમના મુખ્‍ય પ્રવેશદ્વારનો હાલનો માર્ગ.
   શ્રધ્‍ધાળુઓ માટે વિનામૂલ્‍યે બસ સુવિધા
   કથા શ્રવણ કરવા આવતા શ્રધ્‍ધાળુઓને મેળાના ટ્રાફીકથી અલગ રાખવા માટે વિનામૂલ્‍યે બસ સેવાની વિશેષ વ્‍યવસ્‍થા સમિતિએ કરી છે.
   માર્ગો ઉપર દિશાસુચન  કરતા બેનરો લગાવાશે
   ગિરનાર દરવાજાથી કથાના સ્‍થળ સુધી પહોંચવાના માર્ગો ઉપર રસ્‍તાની સુચના આપતા ૩૦ વિશાળ બેનરો લગાવવામાં આવશે. રસ્‍તા ઉપર આ બેનરો જોઇને કથા સાંભળવા આવતા શ્રધ્‍ધાળુઓ શિવરાત્રીના મેળાને ખલેલ પહોંચાડયા વગર સીધા જ કથાસ્‍થળ સુધી પહોંચી જશે. જરૂર પડયે હજુ વધુ આવા બેનરો લગાવવા પણ સમીતીએ તૈયારી રાખી છે. શિવરાત્રીના મેળા અને કથા સાંભળવા આવનાર શ્રધ્‍ધાળુઓના પ્રવાહને જુદા રાખવામાં આવા બેનર મહત્‍વના બની રહેશે.
   જુનાગઢના લોકો દ્વારા જ કથાનું સંચાલન
   રામકથા સમીતીમાં જુનાગઢના સર્વપક્ષીય આગેવાનો દ્વારા જ કથાનું આયોજન અને સંચાલન થઇ રહયું છે. આ ઉપરાંત શ્રધ્‍ધાળુઓને વિશેષ સારી સુવિધાઓ આપી શકાય તેમ માટે જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડે, ડીઆઇજી બ્રિજેશ ઝા, એસપી નિલેશ જાજડીયા, ડીવાયએસપી એ.વી. ગખ્‍ખર, પોલીસ વિભાગ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એ. આર.પાઠક, વન વિભાગ, જુનાગઢ મહાનગર પાલીકા, વીજતંત્ર, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ મશરૂ સ્‍થાનીક કોર્પોરેટરો એભાભાઇ કટારા, ચંદ્રીકાબેન રાખશીયા, મોહનભાઇ પરમાર વગેરે દ્વારા રચનાત્‍મક સુચનો અને સહયોગ આપવામાં આવ્‍યો છે. ભારત સાધુ સમાજના પ્રમુખ અને વરિષ્‍ઠ સંત મહંત ગોપાલાનંદજી મહારાજ, મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી  મહારાજ, મહંત ઇન્‍દ્રભારતી બાપુ, મહંત તનસુખગીરી બાપુ, મહંત શેરનાથ બાપુ, મહંત મહાદેવગીરી બાપુ તેમજ પુનીત આશ્રમના અધ્‍યક્ષા શૈલજાદેવીજી વગેરે સાધુસંતો  અને ગિરનાર મંડળના સંતો દ્વારા પણ રામકથાના આયોજન માટે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્‍યું છે.
   રામકથાની હાઇલાઇટસ
   રામકથાનો વિષય-:- માનસ રૂખડ, રામકથાની તારીખ ર૭ ફેબ્રુઆરીથી ૬ ર્માર્ચ-ર૦૧૬ કથાનો સમય- સવારે ૯.૩૦ થી ૧.૩૦. રામકથાનું સ્‍થળ ગિરનાર ધામ  પુનીત આશ્રમ ભવનાથ તળેટી જુનાગઢ રામકથાના યજમાનઃ જુનાગઢના પ્રજાજનો.
   મોરારીબાપુના શબ્‍દોમાં  ‘માનસ-રૂખડ'
   રૂખડ એટલે જેનું વ્‍યકિતત્‍વ ત્રણ ધારાથી સંપન્ન થાય. જે અદ્‌્‌ભૂત છે, જે અનુભૂત છે અને જે અવધૂત છે, એ રૂખડ! આમ તો રૂડખનું વૃક્ષ આપણે ત્‍યાં થાયછે. અને રામાયણ કહે છે કે, સંત પર્વત છે, સંત નદી છે એમ સંત વૃક્ષ પણ છે. એટલે સંત રૂખડ છે. કોઇપણ પ્રકારના ફિરકાથી મુકત બુદ્ધ પુરૂષ રૂખડ  છે. ગિરનાર એ ભાવિકો માટે શ્રદ્ધાનું આસ્‍થાનું કેન્‍દ્ર છે. એ અચળ છે અને એટલે જ તેની અચળતા આપણને ખેંચે છે. કાલિદાસે હિમાલયને ભારતનો માનદંડ કહ્યો છે. તો આ ગિરનારતો આયુષ્‍યમાં હિમાલય કરતાં પણ જુનો છે, તો પછી એને તો વિશ્વનું પ્રતિક ગણી શકાય !
   રામકથાન અંગેની વધુ વિગતો માટે દાદુભાઇ કનારા -૯૪ર૭પ ૭૦રપ૭ અથવા હસુભાઇ લોઢિયા-૯૪ર૭૦ ૮૯૯૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.
   પત્રકાર પરિષદમાં રામકથા સમિતિના જયંતિભાઇ ચાંદ્રા, ગિરીશભાઇ કોટેચા, ભીખુદાનભાઇ ગઢવી દાદુભાઇ કનારા, હેમંતભાઇ નાણાવટી સહિતનાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી.

No comments:

Post a Comment