રામ કથા
માનસ રૂખડ
શ્રી પુનિત આશ્રમ
ગિરનાર તળેટી
જુનાગઢ - ગુજરાત
શનિવાર, ૨૭-૦૨-૨૦૧૬ થી રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬
મુખ્ય પંક્તિ
साधु चरित सुभ चरित कपासू।
निरस बिसद गुनमय फल जासू॥
जो सहि दुख परछिद्र दुरावा।
बंदनीय जेहिं जग जस पावा॥
૧
શનિવાર, ૨૭-૦૨-૨૦૧૬
માનસ રૂખડનું કથા સ્થળ એવું છે જ્યાં ગુરૂ દત્તનું સત્ય, મા અંબાનો પ્રેમ અને ભવનાથની કરૂણા સતત ખેંચે છે.
રૂખડ એ એક અવસ્થાનું નામ છે, સાધનાની સંપન્નતાની એક સ્થિતિ છે.
રૂખડ એ છે જે અવિનાશી તત્વનો ઉપાસક છે.
રૂખડ એ છે જેનામાં ચાર પ્રકારની મૂઢતા નથી.
રૂખડના રોમે રોમમાં ભજન છે.
રૂખડ એ છે જેણે નિરંતર હરિને ભજ્યો છે.
જે નિરંતર અલખનું રટણ કરે છે તે રૂખડ છે. રૂખડ અલખનો નાદ ગજવનાર છે.
રૂખડ એ છે જે પરમ તત્વને પામવા કાયમ પરિભ્રમણ કરે છે. અને પરમને પામી ગયા પછી પરમના માથા ઉપર ઝબુકે છે.
જે સમજીને છેતરાય તે રૂખડ છે. રૂખડ એ છે જે બધું જાણે છે કે તેને છેતરવાના બધા નેટવર્ક ગોઠવાઈ ગયા છે અને છતાં ય છેતરાય.
ગિરનારની ભૂમિમાં કોઈ કંઈ પણ કર્યા વિના ફક્ત સુઇ રહે તો ય તેની સાધના થઈ જાય.
જે અખંડને પામી ગયો છે તે પાખંડ છે.
જેણે ગલ પામી લીધો છે તે પાગલ.
જે અંદરથી નરવા અને બહારથી ગરવા - વિવેકી હોય તેના ઉપર બધા કૃપા કરે.
સૌજન્ય : વસંત ગઢવી
Read at source link.
ઝાડવાં પોતે પોતાના
ફળ નથી ખાતાં રે
ઉપકારી એમનો આતમો….રે
વનમાં રઝળતી ને ઘાસ મુખે ચરતી રે
ગાવલડી પોતે રે દૂધ નથી પીતી….રે
ઉપકારી એનો આતમો.
રતન રુપાળાં મોંઘા મૂલવાળાં રે
દરિયો પેરે નહિં મોતીડાની માળા….
ઉપકારી એનો આતમો.
કાગે એક બ્રાહ્મણ ભાળ્યો
એના ખભે છે ઉચાળો….
મહારાજ ફરે છે પગપાળો ….રે
ઉપકારી એનો આતમો ….રે.
............... કવિ કાગ
૨
રવિવાર, ૨૮-૦૨-૨૦૧૬
રૂખડનો એક અર્થ અક્ષય વટ થાય છે જે ધર્મ વટ છે, આધ્યાત્મ વટ છે.
રૂખડનો એક અર્થ વેલા વટ પણ થાય છે.
રામ ચરિત માનસ, રામાયણ પણ રૂખડ છે.
રૂખડ એટલે રૂખ + અડ જ્યાં રૂખ એટલે મુડ - સારો કે નરસો મુડ અને અડ એટલે રોકાઈ જવું.
કોઈ પણ રૂખનો સ્વીકાર કરી લે તે રૂખડ છે.
કપાસનો છોડ લીલોછમ હોય છે. તે જ પ્રમાણે સાધુ પણ કાયમ આનંદિત હોય, આઠે પહોર આનંદિત હોય.
કપાસના છોડમાં રસ છે પણ તેના ફૂલમાં કોઈ પણ રસ નથી.
સાધુમાં કોઇ પણ વાસનાનો રસ નથી.
રૂ ને બાળો તો ભળભળ બળી જાય પણ જો તેમાં સ્નેહનું ઘી પુરો તો દીવો બની પ્રકાશ આપે.
સાદુ મૂળમાં ગતિ કરે પણ સાધુની ગતિ ન સમજાય.
આપણા પ્રારબ્ધમાં ૫ પ્રકારે બદલાવ આવે, પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન થાય.
૧
સારો દીકરો, દીકરી કે દત્તક લીધેલ સંતાન આપણા પ્રારબ્ધમાં પરિવર્તન લાવી શકે. દીકરો, દીકરી કે દત્તક સંતાન આવે એ એક નવી ચેતનાનો પ્રવેશ છે. આવી નવી ચેતનાના પ્રવેશ દ્વારા આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન આવી શકે.
૨
આપણા ઘરમાં સુલક્ષણી નારીનો પ્રવેશ આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન લાવી શકે.
૩
આપણો ગુરૂ આપણું પ્રારબ્ધ બદલી નાખવા સક્ષમ છે.
ગુરૂ એ છે જે પોતે ઝેર પીવે અને આપણને - આશ્રિતને અમૃત પીવડાવે.
રામ ચરિત માનસમાં સદ્ગુરૂ શબ્દ ૪ વખત આવે છે. આ ૪ નો સંકેત છે કે તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સફળ કરે, ચારેય અવસ્થા સફળ કરે.
શરણાગતિ કોઈ એકની જ થાય અને ફક્ત એક વાર જ થાય જ્યારે પ્રણામ બધાને કરાય.
૪
મંત્ર આપણું પ્રારબ્ધ બદલી નાખવા સક્ષમ છે.
૫
આપણો પોતાનો પુરૂષાર્થ આપણા પ્રારબ્ધની ગતિમાં પરિવર્તન લાવી શકે, પ્રારબ્ધની દિશા બદલી નાખે.
સાર્વભોમ સાધુતાનું નામ રૂખડ છે.
સાધુ ભલે સુતો હોય પણ તેની સાધના કાર્યરત હોય, કાર્ય કરતી હોય.
તર્કથી કામ ન થાય પણ સતર્કતાથી કામ થાય.
સાધુપણું જ એક ચમત્કાર છે.
સાધુ આપણા બધા વચ્ચે, દુનિયા વચ્ચે અસંગ રહે એ જ મોટો ચમત્કાર છે.
રૂખડનો એક અર્થ આવારા થાય છે.
રૂખડમાં ૪ પ્રકારની મૂઢતા - મૂર્ખતા નથી હોતી.
આ ૪ પ્રકારની મૂર્ખતા નીચે પ્રમાણેની હોય છે.
૧
રૂખડને વાહનનો તેમજ પોતાની સાધનાનો કોઈ બોજ ન હોય. જે કાયમ નિરભાર હોય તે રૂખડ છે.
રૂખડ સરલ તરલ જીવન જીવે.
આપણા ભજનનાના ભોગે સેવા ન કરાય.
મુસ્કહારટ જ મુક્તિ છે -- રવીન્દ્રનાથ ટાગોર
૨
રૂખડને પૃથ્વીની સિમિત અવસ્થા નથી ગમતી પણ ગગનની અસિમિતતા ગમે છે.
રૂખડને પૃથ્વીનાં પ્રલોભનો સ્પર્શી ન શકે પણ ઊર્ધ્વ ચેતના કરે.
૩
રૂખડ કરવા જેવા બધા કામ કરે પણ ન કરવા જેવું એક પણ કામ ન કરે.
૪
રૂખડમાં પોતાની બુદ્ધિ હોવા છતાંય ચારે બાજુથી શુભને ગ્રહણ કરે.
રૂ નો એક અર્થ અજવાળું થાય છે. અને ખડ એટલે ખડ કરવી, ખેતી કરવી.
રૂખડ એ છે જેણે અજવાળામાં ખેડ કરી છે.
જે કોમલ હોય અને કરાલ પણ હોય તે રૂખડ છે.
૩
સોમવાર, ૨૯-૦૨-૨૦૧૬
સત્યનું ફળ, ધર્મનું ફળ પીડા જ હોય છે. ........ ભોળાભાઈ પટેલ
રૂખડ શબ્દમાં રૂ એટલે ધવલ, ખ એટલે સુગંધ અને ડ એટલે ઓડકાર, ડકાર
શુન્યને રૂખડ કહેવાય તેમજ પૂર્ણને પણ રૂખડ કહેવાય.
પરંપરા પ્રવાહી હોવી જોઇએ.
રૂખડનું ક્ષેત્ર ગિરનાર છે.
વ્યક્તિને તેમજ વ્યક્તિના વક્તવ્યને સમજ્યા વગર ન પકડો.
રૂખડનું, રૂખડી ચેતનાનું ધામ કૈલાશ છે.
શંકરનાં જે લક્ષણ છે તેવાં જ લક્ષણ રૂખડી ચેતનાના છે.
રૂખડની ધર્મશાળા સનાતન ધર્મશાળા છે જે નીત નૂતન છે, પુરાતન નથી.
રૂખડનો મંત્ર અલખ છે.
રૂખનો આહાર આનંદ છે. (પરમાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ, ઉપનિષદીયાનંદ, શિવાનંદ)
ઘણા માણસો વિચારક હોય, ઘણા માણસો ઉદ્ધારક હોય, ઘણા માણસો સ્વીકારક હોય.
ઉદ્દારક રામ
ઉદ્દારક રામ અહલ્યાનો ઉદ્દાર કરે છે.
વિચારક રામ મોટાને જ ગાદી મળે તેને અનુચિત ગણે છે.
भावार्थ:-पर इस निर्मल वंश में यही एक अनुचित बात हो रही है कि और सब भाइयों को छोड़कर राज्याभिषेक एक बड़े का ही (मेरा ही) होता है।
સ્વીકારક રામ
સ્વીકારક રામ સુગ્રીવને સ્વીકારે છે, વિભીષણને સ્વીકારે છે.
અહલ્યા પતિલોક્ને પામે છે - પતિલોક એટલે રઘુવીરનો લોક. અહલ્યા રઘુવરને પામે છે.
રૂખડની દેવી અંબાજી મા છે.
રૂખડનો પંથ પંથ મુક્ત પંથ છે, વિહંગાચાર છે. જેને J. KRISHNAMURTI "PATHLESS PATH" કહે છે.
જે રૂખડ હોય તે જ રૂખડને ઓળખી શકે.
રૂખડ ચેતના છાપ, તિલક મુક્ત છે, વેશ મુક્ત છે, સંપ્રદાય મુક્ત છે.
દુપટો એટલે દ્વૈત. મહાપુરૂષ આપણો દુપટો છીનવી લે છે આપણામાંથી દ્વૈત મટાવી અદ્વૈત તરફ લઈ જાય છે.
રૂખડની ગાયત્રી એવી છે જે જોતાવેંત દૂધ અને પાણીને જાણી જાય એવી પ્રજ્ઞાની શબ્દાતીત ગાયત્રી છે.
રૂખડ જે બોલે તે વેદ થઈ જાય છે. રૂખડ નિર્વેદ છે.
રૂખડનું ગોત્ર અચ્યુત ગોત્ર છે જે ચોવિસે કલાક નિરંતર છે.
રૂખડનો સ્વભાવ ગાવાનો તેમજ નાચવાનો છે.
રૂખડનો શ્રીંગાર આંસુ છે, સજળતા છે.
રૂખડની આંખનો શ્રીંગાર હરિ દર્શન છે.
રૂખડનો પ્રભાવ ત્રિભુવન ઉપર છવાઈ રહેવાનો - છવાઈ જવાનો છે.
૪
મંગળવાર, ૦૧-૦૩-૨૦૧૬
સાધુ ડાકુ છે જે આશ્રિતના મન, બુદ્ધિ, ચિત અને અહંકારને લૂંટી લે છે.
રૂખડ શબ્દમાં "રુ" એટલે રુકસદ જેનો અર્થ વિદાય થાય છે તે શબ્દનો અપભ્રંશ શબ્દ રૂખડ છે.
રૂખડ ના "ખ" એટલે ષટ વિકાર
અને "ડ" એટલે ખબર વગર થતી ખેતરી સાધના.
આમ સતત વિકસતી અને વિશ્રામ તરફ જતી ચેતના એ રૂખડ છે.
રૂખડ એ બહું જ ઊંચી અવસ્થા છે.
હનુમાનજી રૂખડ છે.
સિંહિકા એ ઈર્ષા દ્વૈષ છે જેને મારી જ નાખવા પડે.
જાનકી ધરતી કૂખા છે જ્યારે દ્રૌપદી અગ્નિ કૂખા છે.
રૂખડ બેઠેલો હોય છતાંય રખડતો હોય - પરિભ્રમણ કરતો હોય.
રમણ મહર્ષિ પણ રૂખડ છે.
જે રુક્ષ હોવા છતાંય રસમય હોય તે રૂખડ છે.
હિમાલય વિભૂતિ છે જ્યારે ગિરનાર વિભુ છે.
તેથી કૃષ્ણ હિમાલયને પોતાની વિભૂતિ ગણાવે છે પણ ગિરનારનો ઉલ્લેખ નથી કરતા.
કોઈને માપવો નહી પણ પામવો.
૫
બુધવાર, ૦૨-૦૩-૨૦૧૬
સાધુ એ છે જે પરમાત્માને ઊઘાડો કરી દે અને આશ્રિતનાં છિદ્રો ઢાંકી દે.
રામ ચરિત માનસમાં કપાસ શબ્દ બે વાર આવે છે.
[जाग्रत् स्वप्न और सुषुप्ति] तीनों अवस्थाएँ और [सत्त्व, रज और तम] तीनों गुणरूपी कपाससे तुरीयावस्थारूपी रूईको निकालकर और फिर उसे सँवारकर उसकी सुन्दर कड़ी बत्ती बनावें।।
આશ્રમ અને વેશનો મહિમા છે.
સાધુ એ છે જે હરિને જેવો છે તેવો નાનામાં નાના માણસને ઓળખાવી દે.
સાધુ જ્ઞાન દીપ પ્રગટાવે.
કપાસનું ફૂલ ત્રણ લીલાંછમ પાંદડાં વચ્ચે ખીલે છે.
ભેખધારી સામે આપણે આપણી ચાલાકી કે હોંશિયારી કર્યા સિવાય ડાહ્યા બનીને બેસી જવાનું હોય.
૬
ગુરૂવાર, ૦૩-૦૩-૨૦૧૬
આપણે ત્યાં સાધના પક્ષ અને કૃપા પક્ષ એમ બે પંથ છે.
સાધના પક્ષનો સાધક સ્વતંત્ર હોય છે અને તે તેને ગમે તે સાધનાનો પંથ લઈ શકે છે.
જીવ પરવશ છે જ્યારે પરમાત્મા સ્વતંત્ર છે.
જીવન માયાને આધીન છે જ્યારે માયા ઈશ્વરને આધીન છે.
કૃપા માર્ગમાં સાધક સ્વતંત્ર નથી.
કૃપા માર્ગને રૂખડ સમજે છે તેમજ કોઈ પહોંચેલો સાધુ સમજે છે.
દત્તના શિખર સુધી પહોંચવા ઝંખતી ચેતના એ રૂખડ છે.
મુક્તિ પદ અત્યંત દુર્લભ છે. અને છતાંય ઘણા મુક્તિ પદને પામવાનાં કોઈ પણ લક્ષણ ન હોવા છતાંય સહેલાઈથી મુક્તિ પદને પામે છે. આ હરિની કૃપા છે. અને હરિ આવી કૃપા કરવા સ્વતંત્ર છે.
કોઈ પણ યુદ્ધ છળ કપટ વિના થઈ જ ન શકે.
કર્ણના અંગ દેશના રાજ્યાભિષેક સમયે કર્ણના પાલક પિતા આવે છે અને કર્ણ તેના રાજ્યાભિષેકના અભિષેકને અટકાવી પોતાના પાલક પિતાના પગમાં પોતાનું શિર નમાવે છે.
આપણું શરીર એ જ અંગદેશ છે અને આપણા કાન - કર્ણ છે, જે અંગદેશનો રાજા છે.
અને તેથી જ કર્ણનાં કવચ કુંડલ છળકપટ કરી છીનવી લેવામાં આવે છે.
મહાભારતને વાંચો અને રામાયણને સાંભળો.
દરેકને પોતાપણાનું ભાન હોવું જોઈએ કે પોતે શું છે, પોતાની લાયકાત શું છે.
બળ સાથે બુદ્ધિ અને વિદ્યા પણ હોવી જોઈએ.
સમયે કામ આવે એવા ભણેલા શાસ્ત્રો જ વિદ્યા છે.
કૃપા પક્ષને સમજવો અઘરો છે. કૃપા પક્ષ અગમ છે.
ઝળબવું એટલે સાક્ષી ભાવે જોવું, સાક્ષી રૂપે જોવું અને ફળ સાથે કોઈ લેવા દેવા ન રાખવી.
ક્રિકેટ મેચ દરમ્યાનની એમ્પાયરની ભૂમિકા એ ઝળબવા સમાન છે કારણ કે તેને મેચની હાર જીત સાથે કોઈ લેવાદેવા નથી.
આવો એમ્પાયર રૂખડ છે.
ન્યાયાધીશ પણ રૂખડ છે.
વ્યાસ પીઠ પણ રૂખડ છે.
રૂખડમાં અનાસક્તિ યોગ ભરપુર હોય છે. રૂખડમાં કોઈ આસક્તિ ન હોય, ફક્ત નિરસતા જ હોય.
રૂખડ એ નિરંતર પ્રવાહમાન, નિરંતર જાગૃત તત્વ છે અને આવું તત્વ એ કૃપા પક્ષનું તત્વ છે.
રામને મર્યાદા છે જ્યારે રામ કથાને કોઈ મર્યાદા નથી. રામ કથાનો પ્રવાહ ગમે તે દિશામાં જાય.
રૂખડ શબ્દમાં રૂખ એટલે સમાજની રૂખ અને ડ એટલે ડરવું નહીં. જે સમાજના સારા કે ખરાબ રૂખથી ડરે નહીં તે રૂખડ છે.
સ્વામી સચ્ચિદાનંદજીએ આઠ પ્રકારની અવધારણા વર્ણવી છે.
૭
શુક્રવાર, ૦૪-૦૩-૨૦૧૬
જેની ઉપર કૃપા થઈ હોય તે આપણો આદર્શ ન બની શકે.
રામ રાવણ ઉપર કૃપા કરે છે. પણ આપણે રાવણને આપણો આદર્શ ન બનાવી શકીએ.
કુબજાને આદર્શ ન બનાવાય.
ગોપીને આદર્શ બનાવી શકાય.
કોઈ સાધુ પુરૂષને આદર્શ બનાવી શકાય.
રૂખડને આપણે આદર્શ - MILESTONE - બનાવી શકીએ.
રૂખડમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ બંને છે.
મોત ટોળાય જ્યારે કૃપા ઝળુબે.
રામ ચરિત માનસનાં બે પાત્ર - શ્રી ભરતજી અને હનુમાનજી - નિરસ છે, વિષદ - ધવલ છે અને ગુણમય છે.
આ બંને પાત્રોમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ છે.
૨૧ મી સદીમાં સાધુના ભજનની બહું જ જરૂર છે કારણ કે અત્યારે કલી પ્રભાવ ટોળાઈ રહ્યો છે.
શિકાયતી ચિત્ત આધ્યાત્મની યાત્રા ન કરી શકે.
ધૂન બોલવાની સાથે સાથે હાથથી તાળી પાડવી એટલે હાથ હલાવવા, કર્મ કરવું, કર્મઠ બનવું, કર્મ કરવું.
રૂખડમાં રૂ એટલે કપાસનું રૂ જે વસ્ત્ર દ્વારા આપણને ઢાંકે છે, સ્વને ઢાંકે છે અને ખડ એટલે ઘાસ જે ધરતીને ઢાંકે છે, જગતને ઢાંકે છે, સર્વને ઢાંકે છે.
આમ સ્વથી સર્વ સુધી બધાને ઢાંકે તે રૂખડ છે.
જલ જ્યારે વહે ત્યારે તેના રસ્તામાં આવતા ખાડાને જલથી ભરી દે પછી જ આગળ વધે.
આપણે પણ રસ્તામાં આવતા ખાડાઓને પહેલાં ભરી પછી આગળ વધવું જોઈએ.
રૂખડ તેની યાત્રા દરમ્યાન વચ્ચે આવતાને પહેલા પોષે પછી જ આગળ વધે.
જ્યારે જ્યારે ધર્મ સ્પર્ધામાં ઊતરે ત્યારે ત્યારે મૂળ તત્વ ઘવાય છે.
ભરતની યાત્રા ચિત્રકૂટની છે અને હનુમાનની યાત્રા ત્રિકૂટની છે.
ભરતની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન ૫ વિઘ્ન આવે છે અને હનુમાનજીને ત્રિકૂટની યાત્રા દરમ્યાન ૪ વિઘ્ન આવે છે.
આમ રૂખડને તેની સાધનાની યાત્રા દરમ્યાન ૯ પ્રકારનાં વિઘ્નો વેઠવાં પડે છે.
ચરિત્રવાનને જ વિઘ્નો સહન કરવા પડે.
सारा जगत् श्री राम को जपता है, वे श्री रामजी जिनको जपते हैं, उन भरतजी के समान श्री रामचंद्रजी का प्रेमी कौन होगा?॥
ભરત નિરસ છે અને તેથી તેને ધર્મ, અર્થ, કામ કે મોક્ષનામ ફળ નથી જોઈતાં પણ તેને રામ રસ પીવો છે, રામ રસ માટે ભરત સરસ બને છે.
ભરતને તેની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન સહન કરવાં પડતાં ૫ વિઘ્ન નિચે પ્રમાણે છે.
૧
પોતાના વ્રત ભંગનું વિઘ્ન
વ્રત જાહેર થઈ જાય એટલે વ્રત ભંગ કરવાનો પ્રસંગ આવી શકે. તેથી વ્રત જાહેર કરવાનાં ન હોય.
૨
સમાજ દરમ્યાન ગેરસમજ પેદા થવાનું વિધ્ન
૩
સાધુ સંતો પણ કસોટી કરી વિઘ્ન પેદા કરે. જો કે સાધુ સંતો આવું કરી જો કોઈ કચાસ હોય તો તેને પૂર્ણ કરે અને સાધકની ભૂલ સુધારે.
૪
ઘણી વખત દૈવી તત્વો પણ વિઘ્ન નાખે. દેવતાઓ પણ વિઘ્ન ઊભા કરે છે.
भावार्थ:-उस समय (पिछली बार) तो श्री रामचंद्रजी का रुख जानकर कुछ किया था, परन्तु इस समय कुचाल करने से हानि ही होगी। हे देवराज! श्री रघुनाथजी का स्वभाव सुनो, वे अपने प्रति किए हुए अपराध से कभी रुष्ट नहीं होते॥
भावार्थ:-पर जो कोई उनके भक्त का अपराध करता है, वह श्री राम की क्रोधाग्नि में जल जाता है। लोक और वेद दोनों में इतिहास (कथा) प्रसिद्ध है। इस महिमा को दुर्वासाजी जानते हैं॥
૫
પોતાના કુટુંબીજનો પણ વિઘ્ન નાખે અને આપણને મારી નાખવા સુધીના પણ પ્રયાસ કરે.
भावार्थ:-हे तात! गुरु रूपी दूध और अवगुण रूपी जल को मिलाकर विधाता इस दृश्य प्रपंच (जगत्) को रचता है, परन्तु भरत ने सूर्यवंश रूपी तालाब में हंस रूप जन्म लेकर गुण और दोष का विभाग कर दिया (दोनों को अलग-अलग कर दिया)॥
हे लक्ष्मण! मैं तुम्हारी शपथ और पिताजी की सौगंध खाकर कहता हूँ, भरत के समान पवित्र और उत्तम भाई संसार में नहीं है॥
भावार्थ:-हे तात! गुरु रूपी दूध और अवगुण रूपी जल को मिलाकर विधाता इस दृश्य प्रपंच (जगत्) को रचता है, परन्तु भरत ने सूर्यवंश रूपी तालाब में हंस रूप जन्म लेकर गुण और दोष का विभाग कर दिया (दोनों को अलग-अलग कर दिया)॥3॥
ભરત આ બધા વિઘ્નો પસાર કરે છે અને પછી જ રામ મિલન થાય છે.
૮
શનિવાર, ૦૫-૦૩-૨૦૧૬
જેને કોઈ જ પ્રશ્ન નથી તે જ રૂખડ.
ભૂખડને પ્રશ્નો હોય, વહેમ હોય.
તુલસીદાસજી રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો વર્ણવે છે.
રૂખડત્વ પ્રાપ્ત કરવું અઘરૂં છે.
ભરત પોતાના હાથે વણેલ વસ્ત્ર સુગ્રીવને ઓઢાડે છે.
કપાસમાં સત્ય, પ્રેમ અને કરૂણા સમાવિષ્ઠ છે, કપાસ શબ્દના "ક" કરૂણા દર્શાવે છે, "પ" પ્રેમ દર્શાવે છે અને "સ" સત્ય દર્શાવે છે.
જે ગૃહસ્થાશ્રમીને ત્યાં ૧૦ વસ્તુ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને.
૧
જે ઘરમાં કાયમ આનંદ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
જે ઘરમાં સંપ હોય અને સંતોષ હોય તે ઘરના સભ્યો આનંદમાં રહી શકે.
૨
જે ગૃહસ્થના બાળકો બુદ્ધિમાન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૩
જેની ધર્મ પત્ની પ્રિય બોલતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૪
જેના ઘરમાં જરૂરિયાત પુરતું ધન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૫
જે ઘરમાં પતિ અને પત્ની એક બીજાથી સંતુષ્ઠ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૬
જે ઘરના સભ્યો આજ્ઞાપાલક હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. ઘરના સભ્યોમાં ઘરમાં કામ કરનાર વ્યક્તો પણ સમાવિષ્ઠ થઇ જાય છે.
મંદિર બનવાં જોઈએ પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.
બધાએ તેમની ક્ષમતા પ્રમાણે પોતાને ત્યાં કામ કરનાર માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ.
જીવતા દેવતાઓ માટે મંદિર - રાહેવાનું સ્થળ બનાવવું જોઈએ.
૭
જેના ઘરે દરરોજ કોઈ અતિથિ ભોજન કરતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૮
જેના ઘરમાં શિવ પૂજા થતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. જેના ઘરમાં કલ્યાણકારી સૂત્રોથી, વિચારોથી ઘર ભરેલું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
મહાદેવ આદિ રૂખડ છે.
નગ્નતા પણ એક સૌન્દર્ય છે .... ઑશો
૯
જે ઘરમાં દરરોજ એકાદ મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
મહેમાન માટે, ઠાકોરજી માટે મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૧૦
જેના ઘરમાં શાસ્ત્રોનો પાઠ થતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
તુલસીદાસજીએ વર્ણવેલ રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો
૧
રૂખડ નિરસ હોય, અનાસ્ક્ત હોય.
રૂખડ રસ સિક્ત હોવા છતાંય વિરક્ત હોય.
भावार्थ:-उसी अयोध्यापुरी में भरतजी अनासक्त होकर इस प्रकार निवास कर रहे हैं, जैसे चम्पा के बाग में भौंरा। श्री रामचन्द्रजी के प्रेमी बड़भागी पुरुष लक्ष्मी के विलास (भोगैश्वर्य) को वमन की भाँति त्याग देते हैं (फिर उसकी ओर ताकते भी नहीं)॥
૨
ધવલતા - આંતરિક ઉજ્જવળતા
૩
ગુણમય
ગૂણાતીત હોવા છતાંય ગુણમય રહે
૪
દુઃખ સહન કરે
બીજા માટે પોતે દુઃખ સહન કરે જેમ કે પીડ પરાઈ જાણે રે...
૫
બીજાનાં છિદ્રોને ઢાંકે.
હનુમાનજી વિરક્ત સંત છે.
સતયુગમાં નારદ અને સનતકુમારો બ્રહ્મચારી છે.
ત્રેતાયુગમાં પરશુરામ બ્રહ્મચારી છે.
દ્વાપરયુગમાં ભીષ્મ પિતામહ બ્રહ્મચારી છે.
હનુમાનજીને ૪ વિઘ્ન નડે છે, હનુમાનજી વિરક્ત છે એટલે તેમને ૪ વિઘ્ન નડે છે.
સાચા વિરક્તનું શરીર સોનાનું છે.
૧
હનુમાનજીને મૈનાક પર્વતનું વિઘ્ન આવે છે.
આ અમર્યાદ સુવિધાનું, પ્રલોભનનું, સમૃદ્ધિનું વિઘ્ન છે.
સુરસાનું વિઘ્ન
હનુમાનજીને દેવો દ્વારા સુરસાના માધ્યમ વડે વૈભવનું વિઘ્ન નડે છે.
૩
સિહિંકાનું વિધ્ન
સિહિંકા એ ઈર્ષા દ્વેષનું વિઘ્ન છે.
૪
લંકીનીનું વિઘ્ન
આ ભેદ બુદ્ધિનું વિઘ્ન છે
.
હનુમાનજી મચ્છર નથી બન્યા પણ નિર્મત્સર બન્યા છે.
સંતનો હાથ પડે એટલે રક્ત નીકળી જાય અને વિરક્ત બની જવાય. આમ ભેદ બુદ્ધિ નાશ પામે.
૧
ઘર કંકાશ
૨
બધા સાથે વેર
૩
દેવું વધી જવું.
૪
નિવૃત્તીમય વૈરાગ્ય
૯
રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬
ફૂલ એ એક સ્થુલ રૂપ છે, રૂપ છે અને તેની સુગંધ એ એક સુક્ષ્મ રૂપ છે, આ સુગંધ એ રૂખડ છે જે ફૂલ ઉપર ઝળુબે છે.
અંશ તેના અંશી તરફ ગતિ કરે એ અંશનો સ્વભાવ છે.
પ્રકાશની જ્યોત ઉપર તરફ ગતિ કરે, સૂર્ય તરફ ગતિ કરે જ્યારે જલ નીચે તરફ ગતિ કરે.
રૂખડ શબ્દમાં "રૂ" એટલે પ્રકાશ, "ખ" એટલે આકાશ અને "ડ" એટલે ડગલું. જે અજવાળું આકાશ તરફ ધીમે ધીમે ડગલાં ભરે તે રૂખડ.
સાર્વભોમ ચૈતનાનો લોક બોલીનો શબ્દ રૂખડ છે.
જેને શંકર વ્હાલો ન હોય તેની ભક્તિ ફળે જ નહીં.
शंकरजी के भजन बिना मनुष्य मेरी भक्ति नहीं पाता।।
રૂખડનું મૃત્યુ નથી.
Read More on ॥ आत्मषट्कम् , निर्वाणषट्कम् ॥
શબ્દથી બીજાને છેતરી શકાય પણ શબ્દને ન છેતરી શકાય. શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મને છેતરી ન શકાય.
શબ્દ વસ્ત્ર છે, શબ્દ આપણને ઢાંકે છે.
બુદ્ધ પુરુષ છેલ્લે બોલવાનું બંધ કરી દે છે. એનો અર્થ એવો કે બુદ્ધ પુરૂષ પામી ગયા પછી શબ્દ જે વસ્ત્ર છે તેને ફેંકી દઈ દિગંબરી ધારણ કરી લે છે.
અનુભવોનું કથન થાય પણ અનુભૂતિનું કથન ન થાય.
અનુભૂતિ બોલી ન શકાય.
સદ્ગુરૂ લોકમંગળ માટે થોડા શબ્દો બોલે છે.
શંકર જે ત્રિભુવનગુરૂ છે તે થોડા નીચે ઊતરી લોકમંગલ માટે બોલે છે, કથા કહે છે.
પક્ષીઓમાં કાગડો રૂખડ છે.
રૂખડત્વમાં જાતિ ભેદ નથી. રૂખડ કોઈ પણ જાતિમાં હોઈ શકે.
ડૂબેલો માણસ બોલી જ ન શકે, ફક્ત બડબડીયાં જ કરે.
जलको मथने से भले ही घी उत्पन्न हो जाय और बालू [को पेरने] से भले ही तेल निकल आवे; परंतु श्रीहरि के भजन बिना संसाररूपी समुद्र से नहीं तरा जा सकता यह सिद्धान्त अटल है।।
પાણીનું મંથન કરતાં કદાચ ઘી નીકળે પણ હરિ ભજન વિના સંસાર તરી ન શકાય.
અનુભૂતિ થાય ત્યારે બોલી જ ન શકાય અને કદાચ બોલે તો ત્યારે બોલવા કરતાં રડું વધારે આવે.
આપણા ઘરમાં જેટલી બારીની સાઈઝ હોય તેટલું જ આકાશ દેખાય અને બારી ન હોય તો આકાશ દેખાય જ નહીં.
રૂપ જ્યારે દેહમાં હોય ત્યાં સુધી શૄંગાર છે જે મોહીત કરે છે. પણ રૂપ જ્યારે સ્વરુપ બને ત્યારે તે ઝળુંબે છે.
લોક્સભા, રાજ્યસભામાં બાખડવાનું હોય છે જ્યારે રામ સભામાં રમવાનું હોય છે.
શબ્દને સુરતા પરણે છે, શબ્દ એ ગુરૂનો બોલ છે જે વર છે અને સુરતા એ આશ્રિતની હોય છે જે કન્યા છે.
ગુરૂનો બોલ આશ્રિતની સુરતા સાથે પરણે છે.
મંડપના પ્રકાર
લગ્ન મંડપ
યજ્ઞ મંડપ
મેળા મંડપ
કથા મંડપ
ગગન મંડપ
રૂખડ હળવો હળવો હાલે છે, અહીં હળવો હળવો હાલવું એટલે ધીરે ધીરે ચાલવું તેમજ હળવું રહીને ચાલવું - ભારેખમ ન થઈ જવું.
નર એ પુરૂષ છે અને નારી એ સ્ત્રી છે.
વ્યક્તિગત જીવનમાં પુરૂષ સ્ત્રીને આધિન રહે છે.
हे गोसाईं ! सभी मनुष्य स्त्रियों के विशेष वश में हैं और बाजीगर के बंदर की तरह [उनके नचाये] नाचते हैं।
સમાજના ક્ષેત્ર પ્રમાણે એ નર શ્રેષ્ઠ છે જેના ઘેરથી કદી "ના" શબ્દ ન સંભળાય.
शास्त्र और नीति के तो वे ही श्रेष्ठ पुरुष अधिकारी हैं, जो धीर हैं और धर्म की धुरी को धारण करने वाले हैं॥
નરવર - નર શ્રેષ્ઠ ઉપર કિર્તિ અને પ્રસંશા ઝળુંબે.
નરવર જ્યારે નરહરિ માટે વપરાય ત્યારે નરહરિ એ જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા છે, ઈશ્વર છે અને તેની ઉપર ભક્તિ જે નારી સ્વરૂપા છે તે ઝળુંબે છે. એટલે કે જ્ઞાન ઉપર ભક્તિ ઝળુંબે.
જીવ એ નર છે જ્યારે માયા એ નારી છે.
ગોપી એ કૃષ્ણાશ્રિત છે, ગોપી એટલે પ્રેમ ભક્તિ.
પ્રેમ ભક્તિ ઉપર કૃષ્ણ કૃપા ઝળુંબે છે.
ગો નો એક અર્થ વાણી પણ થાય છે.
એટલે ગોપીનો અર્થ સારી વાણી થાય.
અને કાન એટલે આપણા કાન - કર્ણેદ્રીય.
સારી વાણી સાંભળવા આપણા કાન ઝળુંબે છે.
હનુમાનજી લંકા દર્શન દરમ્યાન જ્યારે વિભીષણના ભવને જાય છે ત્યારે વિભીષણ જાગીને હરિનામ ઊચ્ચારે છે.
આપણા જીવનમાં જ્યારે કોઈ બુદ્ધ પુરૂષ આવે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ અને ત્યારે જ હરિનામનું ઊચ્ચારણ થાય છે.
રામનું નામ લેવા સાથે - રામના નામનો જપ કરવા સાથે રામનું કાર્ય પણ કરવું જોઈએ.
ભક્તિ કરનારે પોતાનું મન હરિમાં રાખવાનું હોય અને પોતાની નજર - દ્રષ્ટિ પોતાના પગ ઉપર રાખવાની હોય - પોતાનું આચરણ બરાબર છે કે કેમ તેની ઉપર દ્રષ્ટિ રાખવાની હોય.
ભક્તિની નજીક બેસવાથી પણ ઉધ્દ્દાર થઈ જાય છે. સીતા માતા પાસે બેસનાર રાક્ષસીઓનો પણ ઉદ્ધાર થાય છે.
.............................................................................................. ક્રમશઃ
સાધુ ભલે સુતો હોય પણ તેની સાધના કાર્યરત હોય, કાર્ય કરતી હોય.
તર્કથી કામ ન થાય પણ સતર્કતાથી કામ થાય.
સાધુપણું જ એક ચમત્કાર છે.
સાધુ આપણા બધા વચ્ચે, દુનિયા વચ્ચે અસંગ રહે એ જ મોટો ચમત્કાર છે.
રૂખડનો એક અર્થ આવારા થાય છે.
રૂખડમાં ૪ પ્રકારની મૂઢતા - મૂર્ખતા નથી હોતી.
આ ૪ પ્રકારની મૂર્ખતા નીચે પ્રમાણેની હોય છે.
૧
રૂખડને વાહનનો તેમજ પોતાની સાધનાનો કોઈ બોજ ન હોય. જે કાયમ નિરભાર હોય તે રૂખડ છે.
રૂખડ સરલ તરલ જીવન જીવે.
આપણા ભજનનાના ભોગે સેવા ન કરાય.
મુસ્કહારટ જ મુક્તિ છે -- રવીન્દ્રનાથ ટાગોર
૨
રૂખડને પૃથ્વીની સિમિત અવસ્થા નથી ગમતી પણ ગગનની અસિમિતતા ગમે છે.
રૂખડને પૃથ્વીનાં પ્રલોભનો સ્પર્શી ન શકે પણ ઊર્ધ્વ ચેતના કરે.
૩
રૂખડ કરવા જેવા બધા કામ કરે પણ ન કરવા જેવું એક પણ કામ ન કરે.
૪
રૂખડમાં પોતાની બુદ્ધિ હોવા છતાંય ચારે બાજુથી શુભને ગ્રહણ કરે.
રૂ નો એક અર્થ અજવાળું થાય છે. અને ખડ એટલે ખડ કરવી, ખેતી કરવી.
રૂખડ એ છે જેણે અજવાળામાં ખેડ કરી છે.
જે કોમલ હોય અને કરાલ પણ હોય તે રૂખડ છે.
૩
સોમવાર, ૨૯-૦૨-૨૦૧૬
સત્યનું ફળ, ધર્મનું ફળ પીડા જ હોય છે. ........ ભોળાભાઈ પટેલ
રૂખડ શબ્દમાં રૂ એટલે ધવલ, ખ એટલે સુગંધ અને ડ એટલે ઓડકાર, ડકાર
શુન્યને રૂખડ કહેવાય તેમજ પૂર્ણને પણ રૂખડ કહેવાય.
પરંપરા પ્રવાહી હોવી જોઇએ.
રૂખડનું ક્ષેત્ર ગિરનાર છે.
વ્યક્તિને તેમજ વ્યક્તિના વક્તવ્યને સમજ્યા વગર ન પકડો.
રૂખડનું, રૂખડી ચેતનાનું ધામ કૈલાશ છે.
अगुन अमान मातु पितु हीना।
उदासीन सब संसय छीना॥
जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।
શંકરનાં જે લક્ષણ છે તેવાં જ લક્ષણ રૂખડી ચેતનાના છે.
રૂખડની ધર્મશાળા સનાતન ધર્મશાળા છે જે નીત નૂતન છે, પુરાતન નથી.
રૂખડનો મંત્ર અલખ છે.
રૂખનો આહાર આનંદ છે. (પરમાનંદ, બ્રહ્માનંદ, સહજાનંદ, ઉપનિષદીયાનંદ, શિવાનંદ)
ઘણા માણસો વિચારક હોય, ઘણા માણસો ઉદ્ધારક હોય, ઘણા માણસો સ્વીકારક હોય.
ઉદ્દારક રામ
ઉદ્દારક રામ અહલ્યાનો ઉદ્દાર કરે છે.
एहि भाँति सिधारी गौतम नारी बार बार हरि चरन परी।
जो अति मन भावा सो बरु पावा गै पति लोक अनंद भरी॥
વિચારક રામ
बिमल बंस यहु अनुचित एकू।
बंधु बिहाइ बड़ेहि अभिषेकू॥
भावार्थ:-पर इस निर्मल वंश में यही एक अनुचित बात हो रही है कि और सब भाइयों को छोड़कर राज्याभिषेक एक बड़े का ही (मेरा ही) होता है।
સ્વીકારક રામ
સ્વીકારક રામ સુગ્રીવને સ્વીકારે છે, વિભીષણને સ્વીકારે છે.
અહલ્યા પતિલોક્ને પામે છે - પતિલોક એટલે રઘુવીરનો લોક. અહલ્યા રઘુવરને પામે છે.
રૂખડની દેવી અંબાજી મા છે.
રૂખડનો પંથ પંથ મુક્ત પંથ છે, વિહંગાચાર છે. જેને J. KRISHNAMURTI "PATHLESS PATH" કહે છે.
જે રૂખડ હોય તે જ રૂખડને ઓળખી શકે.
રૂખડ ચેતના છાપ, તિલક મુક્ત છે, વેશ મુક્ત છે, સંપ્રદાય મુક્ત છે.
દુપટો એટલે દ્વૈત. મહાપુરૂષ આપણો દુપટો છીનવી લે છે આપણામાંથી દ્વૈત મટાવી અદ્વૈત તરફ લઈ જાય છે.
રૂખડની ગાયત્રી એવી છે જે જોતાવેંત દૂધ અને પાણીને જાણી જાય એવી પ્રજ્ઞાની શબ્દાતીત ગાયત્રી છે.
રૂખડ જે બોલે તે વેદ થઈ જાય છે. રૂખડ નિર્વેદ છે.
રૂખડનું ગોત્ર અચ્યુત ગોત્ર છે જે ચોવિસે કલાક નિરંતર છે.
રૂખડનો સ્વભાવ ગાવાનો તેમજ નાચવાનો છે.
રૂખડનો શ્રીંગાર આંસુ છે, સજળતા છે.
રૂખડની આંખનો શ્રીંગાર હરિ દર્શન છે.
રૂખડનો પ્રભાવ ત્રિભુવન ઉપર છવાઈ રહેવાનો - છવાઈ જવાનો છે.
૪
મંગળવાર, ૦૧-૦૩-૨૦૧૬
સાધુ ડાકુ છે જે આશ્રિતના મન, બુદ્ધિ, ચિત અને અહંકારને લૂંટી લે છે.
રૂખડ શબ્દમાં "રુ" એટલે રુકસદ જેનો અર્થ વિદાય થાય છે તે શબ્દનો અપભ્રંશ શબ્દ રૂખડ છે.
રૂખડ ના "ખ" એટલે ષટ વિકાર
અને "ડ" એટલે ખબર વગર થતી ખેતરી સાધના.
આમ સતત વિકસતી અને વિશ્રામ તરફ જતી ચેતના એ રૂખડ છે.
રૂખડ એ બહું જ ઊંચી અવસ્થા છે.
હનુમાનજી રૂખડ છે.
સિંહિકા એ ઈર્ષા દ્વૈષ છે જેને મારી જ નાખવા પડે.
જાનકી ધરતી કૂખા છે જ્યારે દ્રૌપદી અગ્નિ કૂખા છે.
રૂખડ બેઠેલો હોય છતાંય રખડતો હોય - પરિભ્રમણ કરતો હોય.
રમણ મહર્ષિ પણ રૂખડ છે.
જે રુક્ષ હોવા છતાંય રસમય હોય તે રૂખડ છે.
હિમાલય વિભૂતિ છે જ્યારે ગિરનાર વિભુ છે.
તેથી કૃષ્ણ હિમાલયને પોતાની વિભૂતિ ગણાવે છે પણ ગિરનારનો ઉલ્લેખ નથી કરતા.
કોઈને માપવો નહી પણ પામવો.
૫
બુધવાર, ૦૨-૦૩-૨૦૧૬
સાધુ એ છે જે પરમાત્માને ઊઘાડો કરી દે અને આશ્રિતનાં છિદ્રો ઢાંકી દે.
રામ ચરિત માનસમાં કપાસ શબ્દ બે વાર આવે છે.
साधु चरित सुभ चरित कपासू।
निरस बिसद गुनमय फल जासू॥
जो सहि दुख परछिद्र दुरावा।
बंदनीय जेहिं जग जस पावा॥3॥
तीनि अवस्था तीनि गुन तेहि कपास तें काढ़ि।
तूल तुरीय सँवारि पुनि बाती करै सुगाढ़ि।।
આશ્રમ અને વેશનો મહિમા છે.
સાધુ એ છે જે હરિને જેવો છે તેવો નાનામાં નાના માણસને ઓળખાવી દે.
સાધુ જ્ઞાન દીપ પ્રગટાવે.
કપાસનું ફૂલ ત્રણ લીલાંછમ પાંદડાં વચ્ચે ખીલે છે.
ભેખધારી સામે આપણે આપણી ચાલાકી કે હોંશિયારી કર્યા સિવાય ડાહ્યા બનીને બેસી જવાનું હોય.
૬
ગુરૂવાર, ૦૩-૦૩-૨૦૧૬
આપણે ત્યાં સાધના પક્ષ અને કૃપા પક્ષ એમ બે પંથ છે.
સાધના પક્ષનો સાધક સ્વતંત્ર હોય છે અને તે તેને ગમે તે સાધનાનો પંથ લઈ શકે છે.
જીવ પરવશ છે જ્યારે પરમાત્મા સ્વતંત્ર છે.
परबस जीव स्वबस भगवंता।
જીવન માયાને આધીન છે જ્યારે માયા ઈશ્વરને આધીન છે.
કૃપા માર્ગમાં સાધક સ્વતંત્ર નથી.
કૃપા માર્ગને રૂખડ સમજે છે તેમજ કોઈ પહોંચેલો સાધુ સમજે છે.
દત્તના શિખર સુધી પહોંચવા ઝંખતી ચેતના એ રૂખડ છે.
મુક્તિ પદ અત્યંત દુર્લભ છે. અને છતાંય ઘણા મુક્તિ પદને પામવાનાં કોઈ પણ લક્ષણ ન હોવા છતાંય સહેલાઈથી મુક્તિ પદને પામે છે. આ હરિની કૃપા છે. અને હરિ આવી કૃપા કરવા સ્વતંત્ર છે.
કોઈ પણ યુદ્ધ છળ કપટ વિના થઈ જ ન શકે.
કર્ણના અંગ દેશના રાજ્યાભિષેક સમયે કર્ણના પાલક પિતા આવે છે અને કર્ણ તેના રાજ્યાભિષેકના અભિષેકને અટકાવી પોતાના પાલક પિતાના પગમાં પોતાનું શિર નમાવે છે.
આપણું શરીર એ જ અંગદેશ છે અને આપણા કાન - કર્ણ છે, જે અંગદેશનો રાજા છે.
અને તેથી જ કર્ણનાં કવચ કુંડલ છળકપટ કરી છીનવી લેવામાં આવે છે.
મહાભારતને વાંચો અને રામાયણને સાંભળો.
દરેકને પોતાપણાનું ભાન હોવું જોઈએ કે પોતે શું છે, પોતાની લાયકાત શું છે.
બળ સાથે બુદ્ધિ અને વિદ્યા પણ હોવી જોઈએ.
સમયે કામ આવે એવા ભણેલા શાસ્ત્રો જ વિદ્યા છે.
કૃપા પક્ષને સમજવો અઘરો છે. કૃપા પક્ષ અગમ છે.
ઝળબવું એટલે સાક્ષી ભાવે જોવું, સાક્ષી રૂપે જોવું અને ફળ સાથે કોઈ લેવા દેવા ન રાખવી.
ક્રિકેટ મેચ દરમ્યાનની એમ્પાયરની ભૂમિકા એ ઝળબવા સમાન છે કારણ કે તેને મેચની હાર જીત સાથે કોઈ લેવાદેવા નથી.
આવો એમ્પાયર રૂખડ છે.
ન્યાયાધીશ પણ રૂખડ છે.
વ્યાસ પીઠ પણ રૂખડ છે.
રૂખડમાં અનાસક્તિ યોગ ભરપુર હોય છે. રૂખડમાં કોઈ આસક્તિ ન હોય, ફક્ત નિરસતા જ હોય.
રૂખડ એ નિરંતર પ્રવાહમાન, નિરંતર જાગૃત તત્વ છે અને આવું તત્વ એ કૃપા પક્ષનું તત્વ છે.
રામને મર્યાદા છે જ્યારે રામ કથાને કોઈ મર્યાદા નથી. રામ કથાનો પ્રવાહ ગમે તે દિશામાં જાય.
રૂખડ શબ્દમાં રૂખ એટલે સમાજની રૂખ અને ડ એટલે ડરવું નહીં. જે સમાજના સારા કે ખરાબ રૂખથી ડરે નહીં તે રૂખડ છે.
સ્વામી સચ્ચિદાનંદજીએ આઠ પ્રકારની અવધારણા વર્ણવી છે.
શુક્રવાર, ૦૪-૦૩-૨૦૧૬
જેની ઉપર કૃપા થઈ હોય તે આપણો આદર્શ ન બની શકે.
રામ રાવણ ઉપર કૃપા કરે છે. પણ આપણે રાવણને આપણો આદર્શ ન બનાવી શકીએ.
કુબજાને આદર્શ ન બનાવાય.
ગોપીને આદર્શ બનાવી શકાય.
કોઈ સાધુ પુરૂષને આદર્શ બનાવી શકાય.
રૂખડને આપણે આદર્શ - MILESTONE - બનાવી શકીએ.
રૂખડમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ બંને છે.
મોત ટોળાય જ્યારે કૃપા ઝળુબે.
રામ ચરિત માનસનાં બે પાત્ર - શ્રી ભરતજી અને હનુમાનજી - નિરસ છે, વિષદ - ધવલ છે અને ગુણમય છે.
આ બંને પાત્રોમાં સાધના પક્ષ અને કૃપા પક્ષ છે.
૨૧ મી સદીમાં સાધુના ભજનની બહું જ જરૂર છે કારણ કે અત્યારે કલી પ્રભાવ ટોળાઈ રહ્યો છે.
શિકાયતી ચિત્ત આધ્યાત્મની યાત્રા ન કરી શકે.
ધૂન બોલવાની સાથે સાથે હાથથી તાળી પાડવી એટલે હાથ હલાવવા, કર્મ કરવું, કર્મઠ બનવું, કર્મ કરવું.
રૂખડમાં રૂ એટલે કપાસનું રૂ જે વસ્ત્ર દ્વારા આપણને ઢાંકે છે, સ્વને ઢાંકે છે અને ખડ એટલે ઘાસ જે ધરતીને ઢાંકે છે, જગતને ઢાંકે છે, સર્વને ઢાંકે છે.
આમ સ્વથી સર્વ સુધી બધાને ઢાંકે તે રૂખડ છે.
જલ જ્યારે વહે ત્યારે તેના રસ્તામાં આવતા ખાડાને જલથી ભરી દે પછી જ આગળ વધે.
આપણે પણ રસ્તામાં આવતા ખાડાઓને પહેલાં ભરી પછી આગળ વધવું જોઈએ.
રૂખડ તેની યાત્રા દરમ્યાન વચ્ચે આવતાને પહેલા પોષે પછી જ આગળ વધે.
જ્યારે જ્યારે ધર્મ સ્પર્ધામાં ઊતરે ત્યારે ત્યારે મૂળ તત્વ ઘવાય છે.
ભરતની યાત્રા ચિત્રકૂટની છે અને હનુમાનની યાત્રા ત્રિકૂટની છે.
ભરતની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન ૫ વિઘ્ન આવે છે અને હનુમાનજીને ત્રિકૂટની યાત્રા દરમ્યાન ૪ વિઘ્ન આવે છે.
આમ રૂખડને તેની સાધનાની યાત્રા દરમ્યાન ૯ પ્રકારનાં વિઘ્નો વેઠવાં પડે છે.
ચરિત્રવાનને જ વિઘ્નો સહન કરવા પડે.
भरत सरिस को राम सनेही।
जगु जप राम रामु जप जेही
ભરત નિરસ છે અને તેથી તેને ધર્મ, અર્થ, કામ કે મોક્ષનામ ફળ નથી જોઈતાં પણ તેને રામ રસ પીવો છે, રામ રસ માટે ભરત સરસ બને છે.
ભરતને તેની ચિત્રકૂટની યાત્રા દરમ્યાન સહન કરવાં પડતાં ૫ વિઘ્ન નિચે પ્રમાણે છે.
૧
પોતાના વ્રત ભંગનું વિઘ્ન
વ્રત જાહેર થઈ જાય એટલે વ્રત ભંગ કરવાનો પ્રસંગ આવી શકે. તેથી વ્રત જાહેર કરવાનાં ન હોય.
૨
સમાજ દરમ્યાન ગેરસમજ પેદા થવાનું વિધ્ન
૩
સાધુ સંતો પણ કસોટી કરી વિઘ્ન પેદા કરે. જો કે સાધુ સંતો આવું કરી જો કોઈ કચાસ હોય તો તેને પૂર્ણ કરે અને સાધકની ભૂલ સુધારે.
૪
ઘણી વખત દૈવી તત્વો પણ વિઘ્ન નાખે. દેવતાઓ પણ વિઘ્ન ઊભા કરે છે.
सुनु सुरेस रघुनाथ सुभाऊ।
निज अपराध रिसाहिं न काऊ॥
जो अपराधु भगत कर करई।
राम रोष पावक सो जरई॥
लोकहुँ बेद बिदित इतिहासा।
यह महिमा जानहिं दुरबासा॥
પોતાના કુટુંબીજનો પણ વિઘ્ન નાખે અને આપણને મારી નાખવા સુધીના પણ પ્રયાસ કરે.
सगुनु खीरु अवगुन जलु ताता।
मिलइ रचइ परपंचु बिधाता॥
भरतु हंस रबिबंस तड़ागा।
जनमि कीन्ह गुन दोष बिभागा॥
लखन तुम्हार सपथ पितु आना।
सुचि सुबंधु नहिं भरत समाना॥
सगुनु खीरु अवगुन जलु ताता।
मिलइ रचइ परपंचु बिधाता॥
भरतु हंस रबिबंस तड़ागा।
जनमि कीन्ह गुन दोष बिभागा॥
ભરત આ બધા વિઘ્નો પસાર કરે છે અને પછી જ રામ મિલન થાય છે.
૮
શનિવાર, ૦૫-૦૩-૨૦૧૬
જેને કોઈ જ પ્રશ્ન નથી તે જ રૂખડ.
ભૂખડને પ્રશ્નો હોય, વહેમ હોય.
તુલસીદાસજી રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો વર્ણવે છે.
રૂખડત્વ પ્રાપ્ત કરવું અઘરૂં છે.
ભરત પોતાના હાથે વણેલ વસ્ત્ર સુગ્રીવને ઓઢાડે છે.
કપાસમાં સત્ય, પ્રેમ અને કરૂણા સમાવિષ્ઠ છે, કપાસ શબ્દના "ક" કરૂણા દર્શાવે છે, "પ" પ્રેમ દર્શાવે છે અને "સ" સત્ય દર્શાવે છે.
જે ગૃહસ્થાશ્રમીને ત્યાં ૧૦ વસ્તુ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય બને.
૧
જે ઘરમાં કાયમ આનંદ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
જે ઘરમાં સંપ હોય અને સંતોષ હોય તે ઘરના સભ્યો આનંદમાં રહી શકે.
૨
જે ગૃહસ્થના બાળકો બુદ્ધિમાન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૩
જેની ધર્મ પત્ની પ્રિય બોલતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૪
જેના ઘરમાં જરૂરિયાત પુરતું ધન હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૫
જે ઘરમાં પતિ અને પત્ની એક બીજાથી સંતુષ્ઠ હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૬
જે ઘરના સભ્યો આજ્ઞાપાલક હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. ઘરના સભ્યોમાં ઘરમાં કામ કરનાર વ્યક્તો પણ સમાવિષ્ઠ થઇ જાય છે.
મંદિર બનવાં જોઈએ પણ તેમાં અતિરેક ન થવો જોઈએ.
બધાએ તેમની ક્ષમતા પ્રમાણે પોતાને ત્યાં કામ કરનાર માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ.
જીવતા દેવતાઓ માટે મંદિર - રાહેવાનું સ્થળ બનાવવું જોઈએ.
૭
જેના ઘરે દરરોજ કોઈ અતિથિ ભોજન કરતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૮
જેના ઘરમાં શિવ પૂજા થતી હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય. જેના ઘરમાં કલ્યાણકારી સૂત્રોથી, વિચારોથી ઘર ભરેલું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
મહાદેવ આદિ રૂખડ છે.
अगुन अमान मातु पितु हीना।
उदासीन सब संसय छीना॥4॥
जोगी जटिल अकाम मन नगन अमंगल बेष।
નગ્નતા પણ એક સૌન્દર્ય છે .... ઑશો
૯
જે ઘરમાં દરરોજ એકાદ મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
મહેમાન માટે, ઠાકોરજી માટે મિષ્ટાન બનતું હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
૧૦
જેના ઘરમાં શાસ્ત્રોનો પાઠ થતો હોય તેનો ગૃહસ્થાશ્રમ ધન્ય કહેવાય.
તુલસીદાસજીએ વર્ણવેલ રૂખડની વ્યાખ્યાનાં ૭ સૂત્રો
૧
રૂખડ નિરસ હોય, અનાસ્ક્ત હોય.
રૂખડ રસ સિક્ત હોવા છતાંય વિરક્ત હોય.
तेहिं पुर बसत भरत बिनु रागा।
चंचरीक जिमि चंपक बागा॥
रमा बिलासु राम अनुरागी।
तजत बमन जिमि जन बड़भागी॥
भावार्थ:-उसी अयोध्यापुरी में भरतजी अनासक्त होकर इस प्रकार निवास कर रहे हैं, जैसे चम्पा के बाग में भौंरा। श्री रामचन्द्रजी के प्रेमी बड़भागी पुरुष लक्ष्मी के विलास (भोगैश्वर्य) को वमन की भाँति त्याग देते हैं (फिर उसकी ओर ताकते भी नहीं)॥
૨
ધવલતા - આંતરિક ઉજ્જવળતા
૩
ગુણમય
ગૂણાતીત હોવા છતાંય ગુણમય રહે
૪
દુઃખ સહન કરે
બીજા માટે પોતે દુઃખ સહન કરે જેમ કે પીડ પરાઈ જાણે રે...
૫
બીજાનાં છિદ્રોને ઢાંકે.
હનુમાનજી વિરક્ત સંત છે.
સતયુગમાં નારદ અને સનતકુમારો બ્રહ્મચારી છે.
ત્રેતાયુગમાં પરશુરામ બ્રહ્મચારી છે.
દ્વાપરયુગમાં ભીષ્મ પિતામહ બ્રહ્મચારી છે.
હનુમાનજીને ૪ વિઘ્ન નડે છે, હનુમાનજી વિરક્ત છે એટલે તેમને ૪ વિઘ્ન નડે છે.
સાચા વિરક્તનું શરીર સોનાનું છે.
૧
હનુમાનજીને મૈનાક પર્વતનું વિઘ્ન આવે છે.
આ અમર્યાદ સુવિધાનું, પ્રલોભનનું, સમૃદ્ધિનું વિઘ્ન છે.
जलनिधि रघुपति दूत बिचारी।
तैं मैनाक होहि श्रम हारी॥5॥
हनूमान तेहि परसा कर पुनि कीन्ह प्रनाम।
राम काजु कीन्हें बिनु मोहि कहाँ बिश्राम॥
૨સુરસાનું વિઘ્ન
હનુમાનજીને દેવો દ્વારા સુરસાના માધ્યમ વડે વૈભવનું વિઘ્ન નડે છે.
जात पवनसुत देवन्ह देखा।
जानैं कहुँ बल बुद्धि बिसेषा॥
सुरसा नाम अहिन्ह कै माता।
पठइन्हि आइ कही तेहिं बाता॥1॥
आजु सुरन्ह मोहि दीन्ह अहारा।
सुनत बचन कह पवनकुमारा॥
राम काजु करि फिरि मैं आवौं।
सीता कइ सुधि प्रभुहि सुनावौं॥2॥
तब तव बदन पैठिहउँ आई।
सत्य कहउँ मोहि जान दे माई॥
कवनेहुँ जतन देइ नहिं जाना।
ग्रससि न मोहि कहेउ हनुमाना॥3॥
जोजन भरि तेहिं बदनु पसारा।
कपि तनु कीन्ह दुगुन बिस्तारा ॥
सोरह जोजन मुख तेहिं ठयऊ।
तुरत पवनसुत बत्तिस भयऊ॥4॥
जस जस सुरसा बदनु बढ़ावा।
तासु दून कपि रूप देखावा॥
सत जोजन तेहिं आनन कीन्हा।
अति लघु रूप पवनसुत लीन्हा॥5॥
સિહિંકાનું વિધ્ન
સિહિંકા એ ઈર્ષા દ્વેષનું વિઘ્ન છે.
૪
લંકીનીનું વિઘ્ન
આ ભેદ બુદ્ધિનું વિઘ્ન છે
.
હનુમાનજી મચ્છર નથી બન્યા પણ નિર્મત્સર બન્યા છે.
સંતનો હાથ પડે એટલે રક્ત નીકળી જાય અને વિરક્ત બની જવાય. આમ ભેદ બુદ્ધિ નાશ પામે.
मसक समान रूप कपि धरी।
लंकहि चलेउ सुमिरि नरहरी॥
नाम लंकिनी एक निसिचरी।
सो कह चलेसि मोहि निंदरी॥1॥
जानेहि नहीं मरमु सठ मोरा।
मोर अहार जहाँ लगि चोरा॥
मुठिका एक महा कपि हनी।
रुधिर बमत धरनीं ढनमनी॥2॥
દંતાલીના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે ગૃહસ્થાશ્રમ છોડવાનાં નીચે પ્રમાણેનાં ૪ કારણ વર્ણવ્યાં છે.૧
ઘર કંકાશ
૨
બધા સાથે વેર
૩
દેવું વધી જવું.
૪
નિવૃત્તીમય વૈરાગ્ય
૯
રવિવાર, ૦૬-૦૩-૨૦૧૬
ફૂલ એ એક સ્થુલ રૂપ છે, રૂપ છે અને તેની સુગંધ એ એક સુક્ષ્મ રૂપ છે, આ સુગંધ એ રૂખડ છે જે ફૂલ ઉપર ઝળુબે છે.
અંશ તેના અંશી તરફ ગતિ કરે એ અંશનો સ્વભાવ છે.
પ્રકાશની જ્યોત ઉપર તરફ ગતિ કરે, સૂર્ય તરફ ગતિ કરે જ્યારે જલ નીચે તરફ ગતિ કરે.
રૂખડ શબ્દમાં "રૂ" એટલે પ્રકાશ, "ખ" એટલે આકાશ અને "ડ" એટલે ડગલું. જે અજવાળું આકાશ તરફ ધીમે ધીમે ડગલાં ભરે તે રૂખડ.
સાર્વભોમ ચૈતનાનો લોક બોલીનો શબ્દ રૂખડ છે.
જેને શંકર વ્હાલો ન હોય તેની ભક્તિ ફળે જ નહીં.
संकर भजन बिना नर भगति न पावइ मोरि।।
शंकरजी के भजन बिना मनुष्य मेरी भक्ति नहीं पाता।।
રૂખડનું મૃત્યુ નથી.
न मे मृत्युशङ्का न मे जातिभेदः
पिता नैव मे नैव माता न जन्म ।
न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ५॥
अहं निर्विकल्पो निराकाररूपो
विभुव्या।र्प्य सर्वत्र सर्वेन्द्रियाणाम् ।
सदा मे समत्वं न मुक्तिर्न बन्धः
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् ॥ ६॥
There is no death or fear,
No one to distinguished by class or caste
No father, no mother, no birth at all;
No friend, no kith or kin, guru or shishya -
I am the embodiment of knowledge and bliss -
I am Shiva, I am Shiva .. 5..
I am Changeless, formless, enveloping all,
Untouched by senses, I am omnipresent,
Unfathomable, I am beyond freedom -
I am the embodiment of knowledge and bliss -
I am Shiva, I am Shiva .. 6..
શબ્દથી બીજાને છેતરી શકાય પણ શબ્દને ન છેતરી શકાય. શબ્દ બ્રહ્મ છે અને બ્રહ્મને છેતરી ન શકાય.
શબ્દ વસ્ત્ર છે, શબ્દ આપણને ઢાંકે છે.
બુદ્ધ પુરુષ છેલ્લે બોલવાનું બંધ કરી દે છે. એનો અર્થ એવો કે બુદ્ધ પુરૂષ પામી ગયા પછી શબ્દ જે વસ્ત્ર છે તેને ફેંકી દઈ દિગંબરી ધારણ કરી લે છે.
અનુભવોનું કથન થાય પણ અનુભૂતિનું કથન ન થાય.
અનુભૂતિ બોલી ન શકાય.
સદ્ગુરૂ લોકમંગળ માટે થોડા શબ્દો બોલે છે.
શંકર જે ત્રિભુવનગુરૂ છે તે થોડા નીચે ઊતરી લોકમંગલ માટે બોલે છે, કથા કહે છે.
निज अनुभव अब कहउँ खगेसा।
बिनु हरि भजन न जाहिं कलेसा।।
રૂખડત્વમાં જાતિ ભેદ નથી. રૂખડ કોઈ પણ જાતિમાં હોઈ શકે.
उमा कहउँ मैं अनुभव अपना।
सत हरि भजनु जगत सब सपना॥
बारि मथें घृत बरु सिकता ते बरु तेल।
बिनु हरि भजन न भव तरिअ यह सिद्धांत अपेल।।
પાણીનું મંથન કરતાં કદાચ ઘી નીકળે પણ હરિ ભજન વિના સંસાર તરી ન શકાય.
અનુભૂતિ થાય ત્યારે બોલી જ ન શકાય અને કદાચ બોલે તો ત્યારે બોલવા કરતાં રડું વધારે આવે.
આપણા ઘરમાં જેટલી બારીની સાઈઝ હોય તેટલું જ આકાશ દેખાય અને બારી ન હોય તો આકાશ દેખાય જ નહીં.
રૂપ જ્યારે દેહમાં હોય ત્યાં સુધી શૄંગાર છે જે મોહીત કરે છે. પણ રૂપ જ્યારે સ્વરુપ બને ત્યારે તે ઝળુંબે છે.
લોક્સભા, રાજ્યસભામાં બાખડવાનું હોય છે જ્યારે રામ સભામાં રમવાનું હોય છે.
શબ્દને સુરતા પરણે છે, શબ્દ એ ગુરૂનો બોલ છે જે વર છે અને સુરતા એ આશ્રિતની હોય છે જે કન્યા છે.
ગુરૂનો બોલ આશ્રિતની સુરતા સાથે પરણે છે.
મંડપના પ્રકાર
લગ્ન મંડપ
યજ્ઞ મંડપ
મેળા મંડપ
કથા મંડપ
ગગન મંડપ
રૂખડ હળવો હળવો હાલે છે, અહીં હળવો હળવો હાલવું એટલે ધીરે ધીરે ચાલવું તેમજ હળવું રહીને ચાલવું - ભારેખમ ન થઈ જવું.
નર એ પુરૂષ છે અને નારી એ સ્ત્રી છે.
વ્યક્તિગત જીવનમાં પુરૂષ સ્ત્રીને આધિન રહે છે.
नारि बिबस नर सकल गोसाईं।
नाचहिं नट मर्कट की नाईं।।
हे गोसाईं ! सभी मनुष्य स्त्रियों के विशेष वश में हैं और बाजीगर के बंदर की तरह [उनके नचाये] नाचते हैं।
સમાજના ક્ષેત્ર પ્રમાણે એ નર શ્રેષ્ઠ છે જેના ઘેરથી કદી "ના" શબ્દ ન સંભળાય.
नरबर धीर धरम धुर धारी।
निगम नीति कहुँ ते अधिकारी॥
નરવર - નર શ્રેષ્ઠ ઉપર કિર્તિ અને પ્રસંશા ઝળુંબે.
નરવર જ્યારે નરહરિ માટે વપરાય ત્યારે નરહરિ એ જ્ઞાન સ્વરૂપ છે પરમાત્મા છે, ઈશ્વર છે અને તેની ઉપર ભક્તિ જે નારી સ્વરૂપા છે તે ઝળુંબે છે. એટલે કે જ્ઞાન ઉપર ભક્તિ ઝળુંબે.
જીવ એ નર છે જ્યારે માયા એ નારી છે.
જેમ ઝળુબે ગોપીને માથે કાન જો
એવા ગરવાને માથે રૂખડીયો ઝળુંબે રે
ગોપી એ કૃષ્ણાશ્રિત છે, ગોપી એટલે પ્રેમ ભક્તિ.
પ્રેમ ભક્તિ ઉપર કૃષ્ણ કૃપા ઝળુંબે છે.
ગો નો એક અર્થ વાણી પણ થાય છે.
એટલે ગોપીનો અર્થ સારી વાણી થાય.
અને કાન એટલે આપણા કાન - કર્ણેદ્રીય.
સારી વાણી સાંભળવા આપણા કાન ઝળુંબે છે.
હનુમાનજી લંકા દર્શન દરમ્યાન જ્યારે વિભીષણના ભવને જાય છે ત્યારે વિભીષણ જાગીને હરિનામ ઊચ્ચારે છે.
આપણા જીવનમાં જ્યારે કોઈ બુદ્ધ પુરૂષ આવે ત્યારે જ આપણે જાગતા હોઈએ છીએ અને ત્યારે જ હરિનામનું ઊચ્ચારણ થાય છે.
રામનું નામ લેવા સાથે - રામના નામનો જપ કરવા સાથે રામનું કાર્ય પણ કરવું જોઈએ.
ચાર મિલે ચોસઠ ખીલે , વીસ રહે કર જોડ
હરિજન સે હરિજન મિલે , તો બિહસે સાત કરોડ
ભક્તિની નજીક બેસવાથી પણ ઉધ્દ્દાર થઈ જાય છે. સીતા માતા પાસે બેસનાર રાક્ષસીઓનો પણ ઉદ્ધાર થાય છે.
.............................................................................................. ક્રમશઃ
No comments:
Post a Comment