Translate

Search This Blog

Saturday, August 20, 2016

માનસ સહજ

રામ કથા

માનસ સહજ

KYOTO, JAPAN

શનિવાર, તારીખ ૨૦-૦૮-૨૦૧૬ થી રવિવાર, તારીખ ૨૮-૦૮-૨૦૧૬

મુખ્ય વિચાર બિન્દુની પંક્તિઓ


संकर सहज सरूपु सम्हारा। 

लागि समाधि अखंड अपारा
                                                                                              १-५७/८


संभु सहज समरथ भगवाना। 

एहि बिबाहँ सब बिधि कल्याना॥

                                                                                                  १-६९/३


શનિવાર, ૨૦-૦૮-૨૦૧૬

શિવનું ધ્યાન ફળ લક્ષી નથી પણ રસ લક્ષી છે.

રસ મનુષ્યને જડ ન થવા દે.

શંકર સહજ ધ્યાનમાં રહે છે.

શંકર ત્રિભુવન ગુરૂ છે તેથી ધ્યાન મૂલમ્‌ ગુરૂ કહેવાયું છે.

શાસ્ત્ર અણસમજુ માણસ પાસે જાય તો તે શાસ્ત્રને શસ્ત્ર બનતાં વાર નથી લાગતી.

શાસ્ત્ર હસ્તામલક હોવું જોઈએ.

શાસ્ત્ર મસ્તકમાંથી નીકળી સીધું હાથમાં આવે તો તે શાસ્ત્રને શસ્ત્ર બનતાં વાર ન લાગે.

શાસ્ત્ર મસ્તકમાંથી નીકળી હ્નદય દ્વારા હાથમાં આવવું જોઈએ.

શસ્ત્ર પણ જો મસ્તકમાંથી નીકળી હ્નદય મારફત હાથમાં આવે તો તે શસ્ત્ર પણ શાસ્ત્ર બની જાય.

ઝેન વિચાર ધારામાં ૫ કેન્દ્ર બિંદુ છે અને આ ૫ બિન્દુ પંચાનન - શંકર - માં પણ છે.


ઝેન પરંપરામાં ગ્રંથ કે શાસ્ત્ર નથી પણ વિધિ મુક્ત વિધાન છે.


ઝેન પરંપરામાં ગુરૂ અને તેનો આશ્રિત સીધી વાતચીત થાય છે.


ઝેન પરંપરામાં મૌન અને ધ્યાનનું વધું મહત્વ છે. અક્ષર અને શબ્દનો ઓછો ઉપયોગ થાય છે.

વાણીમાં તેજ હોવું જોઈએ અને આંખમાં ભેજ હોવો જોઈએ.


ઝેન પરંપરામાં માસ્ટર આશ્રિતને દ્વંદથી મુક્ત કરે છે.

અનુભવ અને અનુભૂતિમાં ફરક છે, અનુભવ વર્ણવી શકાય છે જ્યારે અનુભૂતિને વર્ણવી નથી શકાતી.


ઝેન પરંપરામાં બધું જાણી લીધા પછી એકાંતમાં બેસી જવાનું હોય છે, અહી તહી ભટકાવ કરવાની જરૂર નથી.


રવિવાર, ૨૧-૦૮-૨૦૧૬

સહજતા સ્વધર્મ છે જ્યારે અસહજતા એ પરધર્મ છે.

સ્વભાવ પોતાનો હોય.

રામ સજહ છે.

સહજ શબ્દ રામ ચરિત માનસના સાત સોપાનોમાં ક્રમશઃ ઓછો થતો જાય છે. બાલકાંડમાં સહજ શબ્દ સૌથી વધારે વપરાયો છે જે દર્શાવે છે કે બાલકાંડ જે બાલ્યવસ્થા છે જેમાં બાળક સૌથી વધારે સહજ હોય છે.

ગીતામાં સહજ શબ્દ એક જ વાર વપરાયો છે.

મૃત્યુ સમયે સતસંગની સ્મૃતિ રહે તે અમૃત ધરમા છે મરણ ધરમા નથી.

મારિચ કપટી છે અને છતાંય રામ તેને અપનાવે છે અને ભુવન ભૂશણ બનાવે છે.

સુગ્રિવ કાયર છે જેને રામ અપનાવી ભુવન ભૂષણ બનાવે છે.

તુલસી સ્વયં કુમતિ છે જેમને પરમાત્મા પરમ વિશ્રામ આપે છે.

શબરી કુજાતિ છે જેને રામ અપનાવી ભુવન ભૂષણ બનાવે છે.

કૃષ્ણ રામથી પણ વધારે સહજ છે.

કૃષ્ણ સહજ બોલે છે જે સત્ય બની જાય છે.

ભગવાન શિવ રામ અને કૃષ્ણ એ બંન્નેથી પણ વધારે સહજ છે.

રામ એટલે સત્ય જે સહજ હોય.

કૃષ્ણ એટલે પ્રમ જે સહજ હોય.

શિવ એટલે કરૂણા જે સહજ હોય.

કરૂણા આસક્તિ મુક્ત હોવી જોઈએ. જેના ઉપર કરૂણા કરી હોય તેના ઉપર આસક્તિ ન હોવી જોઈએ.

પળમાં જીવવું એ ઝેન સ્વભાવ છે.

સાધુ સહજ હોવો જોઈએ.

અનુભવ ઈન્દ્રીય ગામી હોય. અનિભવ ઈન્દ્રીયોનો વિષય છે.

અનુભૂતિ આત્મીય ગામી હોય. અનુભૂતિ ઈન્દ્રીયોનો વિષય નથી પણ આત્માનો વિષય છે.

વૈશ્વિક અંતઃકરણનું મન ચંદ્ર છે, બુદ્ધિ બ્રહ્મા છે, ચિત વિષ્ણુ છે જ્યારે અહંકાર શિવ છે.

સંકલ્પ કરીએ એટલે થોડો અહંકાર આવે અને સહજતા ઓછી થાય.

સંકલ્પ કરવામાં ક્રિયા આવે, કર્તાપણાનો ભાવ આવે.

સહજતા રામ ચરિત માનસનો આત્મા છે.

રામ ચરિત માનસના પંચ પ્રાણ સુગ્રિવ, ભરત, સીતા, લક્ષ્મણ અને બંદર ભાલુ છે જેની મુશ્કેલીના સમયે - પ્રાણ જવાના સમયે હનુમાનજી રક્ષા કરે છે અને તેમના પ્રાણ બચાવે છે.


સોમવાર, ૨૨-૦૮-૨૦૧૬

ઝેન વિચારધારાનું એક વિધાન ખાલીપણું  - શૂન્યતા છે.

પરમાનંદ પરમાત્માથી પણ વિશેષ છે.

ચિરંતન યૌવન ઝેન વિચારધારાનું એક સૂત્ર છે.

લાઓત્સુ કહે છે કે પરમાત્માને સમજી શકાય પણ બુદ્ધ પુરૂષને ન સમજી શકાય.

તેથી જ ગવાયું છે કે, "ગુરૂ તારો પાર ન પાયો".

આ ફેરો ફળે તો જ તે ફેરો કામનો નહીં તો પછી જન્મોજન્મના ફેરા.


સાભાર :  જરૂર છું / શૂન્ય પાલનપુરી




જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ?


એ તો નથી કસૂર કે હું બેકસૂર છું ?

ઝીલું છું તાપ રૂપનો આદિથી દિલ મહીં
બાળી શકી ના જેને તજલ્લી* એ તૂર* છું.

છું શૂન્ય એ ન ભૂલ હે અસ્તિત્વના પ્રભુ !
તું તો હશે કે કેમ પણ હું તો જરૂર છું.

* તજલ્લી = ઈશ્વરી પ્રકાશ.
* તૂર = એ પર્વત જે ઈશ્વરી પ્રકાશના પ્રભાવે બળીને ભસ્મ થઈ ગયો (મૂસા પેગંબર વખતમાં) 

બુદ્ધ પુરૂષની સાધનાની કોઈને ખબર ન પડે, જાણી ન શકાય.

ગુરૂ બહું ગૂઢ હોય પણ મૂઢ ન હોય.

બુદ્ધ પુરૂષ સદા સતર્ક રહે.

બુદ્ધ પુરૂષ દુશ્મનની શિબિરમાં કોઈ જેવી સાવધાની રાખે તેવી સાવધાની આ સંસારમાં રાખી સતર્ક રહે.

દુશ્મન એટલે ષડ રિપુ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સ્ય - આવા દુશ્મનનો વચ્ચે બુદ્ધ પુરૂષ સાવધાની રાખે. અહીં આ ષડ રિપુ દુશ્મન નથી પણ તેની વિકૃતિ દુશ્મની છે.

બુદ્ધ પુરૂષ વર્તમાનનો પર્યાય છે. બુદ્ધ પુરૂષ વર્તમાનમાં જીવે, ન અતિત, ન ભવિષ્ય.

બુદ્ધ પુરૂષનું પ્રત્યેક વર્તન સાદગીપૂર્ણ હોય, સરલ હોય.

બુદ્ધ પુરૂષ બધાનો સ્વીકાર કરે.

બુદ્ધ પુરૂષ બધામાં સમાન બ્રહ્મને જુએ, બધામાં સમાન બ્રહ્મ દેખાય.

હું બોલવા નથી આવ્યો, તમને બોલાવા આવ્યો છું - ઓશો રજનીશ


મંગળવાર, ૨૩-૦૮-૨૦૧૬

પાણીનો સિદ્ધાંત સમ રહેવાનો છે જ્યારે તેનો સ્વભાવ વહેવાનો છે. પાણી વહેતાં વહેતાં જો વચ્ચે ખાડો આવે તો તે ખાડાને ભરીને જ પછી આગળ પ્રવાહમાન થાય છે.
सरिता जल जलनिधि महुँ जोई। 

होइ अचल जिमि जिव हरि पाई॥4॥

અભાવગ્રસ્તને ભર્યા વિના આગળની પ્રગતિ ન થાય.

નદીનો સ્વભાવ વહેવાનો છે.

સાધુને ઉપકારનું ફળ શું છે તે ખબર નથી પણ સાધુનો સ્વભાવ મન, વચન, કર્મથી ઉપકાર કરવાનો છે.
पर उपकार बचन मन काया। 


संत सहज सुभाउ खगराया।।7।।


માધવ ક્યાંય નથી મધુવનમાં ! –હરીન્દ્ર દવે

માધવ ક્યાંય નથી મધુવનમાં !
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં…….
માધવ ક્યાંય નથી.

Read More and Listen "ટહુકો.કોમ સૂર અને શબ્દનો સુભગ સમન્વય"





પળનો વિવેક, ક્ષણનો વિવેક હોય તો આપણે ચૂંકી ન જઈએ.

મીરાં કૃષ્ણને મળવા નથી જતી પણ મીરાંનો સ્વભાવ કૃષ્ણ તરફ વહેવાનો છે.

કૃષ્ણ પ્રેમના ચૂંબક છે જે બધાને તેની તરફ આકર્ષે છે.

ધૂમાડાનો સહજ સ્વભાવ કાળાશ છે.

ઘણા પ્રાણીઓ એક બીજા પ્રત્યે વેર રાખે છે જે તેમનો સહજ સ્વભાવ છે.

સર્જક પરમાત્મા માફક સ્વતંત્ર છે, સર્જક કંઈ પણ કરી શકે.

સોનાનો સિક્કો કાદવમાં પડી જાય તેનાથી તેના મૂલ્યમામ કોઈ ફેર ન પડે.

કામ રામમાં હોય તો તે કામ સુંદર છે.

કામની લગામ રામના હાથમાં હોય.

ક્રોધ જો બોધની છાયામાં હોય તો તેવો ક્રોધ દુશ્મન નથી.

લોભ ખરાબ નથી પણ લોભીને થોડો ક્ષોભ થવો જોઈએ કે તેનું ધન સારા કામમાં વપરાતું નથી.

ચોવિસે કલાક ક્રોધ કરવો, ક્રોધી રહેવું શક્ય જ નથી.


બુધવાર, ૨૪-૦૮-૨૦૧૬

ઘોર એટલે ભયંકર અને અઘોર એટલે જે ભયંકર નથી તે.


શંકર અઘોરી છે.

જે દુઃખી છે તેના પ્રત્યે કરૂણા કરો. દુઃખીને ડાંટ ન આપો પણ તેની સાથે કરૂણા કરો.

સુખી સાથે મૈત્રી કરો.

જે સહજ રહે તેને વૃદ્ધત્વ ન આવે જો કે શરીરને તેના શરીર ધર્મ અનુસાર અસર થાય.

જે સહજ રહે તેની અંતઃકરણની વૃત્તિ સદાય યૌવન જ રહે, નૂતન જ રહે.

ઝેન વિચારધારાનાં ૭ બિંદુ છે જે માનસનાં સાત સોપાન છે.


વાસ્તવિક જીવન

જેવા હોઈએ તેવા જ રહેવું, દંભ મુક્ત જીવન જીવવું.


ઝેનની સ્વાભાવિક ભાવધારા સર્જનાત્મક હોય છે. પ્રમાદી ન રહે, આળસ ન કરે, ક્રિયાશીલ રહે.


ઝેન સાધુ, ઝેન ભાવવાળો નિરંતર જાગૃત રહે. જેને AWARENESS પણ કહી શકાય.


ઝેન ભાવધારા કરૂણામય હોય, અનાસક્ત હોય.

બીજાને આપો પણ તેનો દેખાડો ન કરો.


નિરાંતની અવસ્થા

એકાંતી અવસ્થા


વેશ, વાણી, વર્તન, એકબીજા સાથે વ્યવહારમાં સાદગી પૂર્ણ હોય.


ચિરંતન યૌવન, રોજ નૂતન.



ગુરૂવાર, ૨૫-૦૮-૨૦૧૬

જ્યાં નિયમ હોય ત્યાં ઝેન ન હોય અને જ્યાં ઝેન હોય ત્યાં નિયમ ન હોય.

ઝેનની પાછળ નિયમ, વિવેક કિંકરિ બનીને આવે છે.

બુદ્ધિ ભટકાવ થઈ શકે, બુદ્ધિમાં ભટકાવનો ખતરો છે. તેથી બુદ્ધ પુરૂષ તેના આશ્રિતની બુદ્ધિમાં ભટકાવ છે કે અટકાવ છે તે જાણી લે છે.

ચૈતસિક આત્મા આશ્રિતના આત્માના સ્તર પછી બુદ્ધિના સ્તરે આવે છે, પછી મનના સ્તર સુધી આવે છે.

બુદ્ધ પુરૂષ દેહના લેવલ સુધી પણ આવે. તેથી જ રામ કૃષ્ણ પરમહંસને બીજાના શરીર ઉપર પડતા ચાબુકના નિશાન પડતા અને પીડા અનુભવતા હતા.

આ સમાનુભૂતિ છે.

સહજા અવસ્થાવાળા નિયમ પાળે નહીં પણ સાથે સાથે નિયમ તોડે પણ નહીં.

નિયમ તો સહજા અવસ્થાવાળાના ગુલામ તરીકે રહે છે.

સહજતા અને વિવેકમાં અંતર છે.

જેનામા સહજતા આવે તેનામાં વિવેક ક્રમશઃ આવી જાય.

સાહજતા જન્મજાત છે જ્યારે વિવેક સંગથી આવે, સતસંગથી આવે.

 बिनु सतसंग बिबेक न होई। 

राम कृपा बिनु सुलभ न सोई

બાળક સહજ હોય પણ તેનામાં વિવેક ન હોય, બાળક મળ મૂત્ર ગમે ત્યાં કરે, તેનામાં આનો વિવેક ન હોય.

ધીમે ધીમે જેમ જેમ બાળક મોટું થાય તેમ તેમ તેનામાં શાલીનતા આવતી જાય.

સતસંગ કોઈ યુનિફોર્મમાં સિમિત નથી. સતસંગ યુનિવર્સલ છે.

આજે સમાજમાં વૃદ્ધાશ્રમ આવશ્યક છે પણ આવકાર્ય નથી, સમાજ માટે શોભનીય નથી.





શુક્રવાર, ૨૬-૦૮-૨૦૧૬

રામ ભગવાન તેમની વન યાત્રા દરમ્યાન ત્રણ મુનિઓને ૩ પ્રશ્નો પૂછે છે.

રામ ભગવાન ભરદ્વાજ મુનિને રસ્તો પૂછે છે.

સાધુ પરમાર્થનો રસ્તો બતાવે.

ઘણા સ્વાર્થ વિશારદ હોય છે તો ઘણા પરમાર્થ વિશારદ હોય છે.

રામ ભગવાન વાલ્મીકિ મુનિને તેમના માટે ક્યાં સ્થાનોમાં રહેવું તે પ્રશ્ન પૂછે છે.

રામ ભગવાન કુંભજ - અગત્સ્ય મુનિને મંત્ર પૂછે છે.

પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ થયા પછી તે અમાસ તરફ ગતિ કરે છે, તેની પૂર્ણતામાં ક્રમશઃ ઘટાડો થાય છે.

પરમાત્માએ આપણા કાનને દરવાજા વિનાના બનાવ્યા છે જ્યારે આપણી જીભ માટે બે દરવાજા - દાંત અને હોઠ - બનાવ્યા છે.

તેથી આપણે બધાને સાંભળવા જોઈએ જ્યારે વિચારીને બોલવું જોઈએ.

તેથી જ શ્રવણ ભક્તિને પ્રથમ સ્થાન અપાયું છે.

પરમ તત્વને પામવાની યાત્રા દરમ્યાન માનસમાં પાંચ વિઘ્નોની ચર્ચા છે. આ પાંચ વિધ્ન ઝેન પરંપરામાં પણ છે પણ તેનો ક્રમ અલગ હોઈ શકે.

બુદ્ધ પુરૂષ નિંદા ન કરે પણ નિદાન કરે.

નિંદા, ઈર્ષા અને દ્વૈષ

આપણામાં જેટલી માત્રામાં સત્ય આવે તેટલી માત્રામાં નિંદા ઓછી થાય.

આપણામાં સત્ય પ્રતિષ્ઠિત થાય એટલે વગર ક્રિયાએ પરિણામ મળવા લાગે.

કૃષ્ણ કોઈની નિંદા નથી કરતા કારણ કે કૃષ્ણ જગદગુરૂ છે અને બુદ્ધ પુરૂષ નિંદા ન કરે પણ નિદાન કરે.

સાધુની કુટિરેથી કોઈ ખાલી હાથે પાછો ન ફરે.

બીજાની નિંદા ન કરો તેમજ સાથે સાથે પોતાની પણ નિંદા ન કરો, ગુણદર્શન જરૂર કરો, પોતાની જાતને કોશ્યા ન કરો.

નિંદા જીભથી થાય જ્યારે ઈર્ષા જીવથી થાય.

પ્રેમ ઈર્ષાની માત્રાને ઓછી કરે.

આપને જેને પ્રેમ કરીએ તેની ઈર્ષા ન કરીએ.

જેનો પ્રવાહ ઉપરથી નીચે તરફ હોય, જે ઉપરથી નીચે તરફ આવે તે ધારા છે જ્યારે જે નીચેથી ઉપર તરફ જાય, ઊર્ધ્વગમન કરે તે રાધા છે.

રાધા કૃષ્ણની આલ્હાદિક શક્તિ છે.

રાધા પ્રેમ છે.

રાધાને, પ્રેમને ગુરુ બનાવો.

રાધા બિના કૃષ્ણ આધા.

કરૂણા આવે એટલે દ્વૈષ ઓછો થાય.

કામ ફક્ત દેહ કેન્દ્રીત જ નથી, કોઈ પણ ક્રિયામાં રસ પ્રાપ્ત થાય તે ક્રિયા કામ છે.

ભરતની અયોધ્યાથી ચિત્રકૂટની યાત્રા દરમ્યાન પાંચ વિઘ્ન - અવરોધ આવે છે.


ભરતને તેનો પગપાળા યાત્રાનો નિયમ છોડવો પડે છે. આમ નિયમ છોડવાનું વિઘ્ન - અવરોધ આવે છે.

વ્રતને જાહેર ન કરો.

યોગ, યુક્તિ, તપ અને મંત્રને જાહેર ન કરો, ગુપ્ત રાખો.


ગેરસમજના કારણે રસ્તામાં સમાજ અવરોધ કરે, વિઘ્ન નાખે.


સાધુ સમાજ - ૠષિ મુનિ દ્રારા યાત્રીના તપની પરીક્ષા કરવાનો અવરોધ આવે, વિઘ્ન આવે.


દેવતાઓ દ્વારા દૈવી અવરોધ આવે.


પોતાના અંગત સગાઓ દ્વારા અવરોધ ઊભો થાય, વિધ્ન આવે.


રામ શબ્દમાં રા એટલે રામાયણ અને મ એટલે મહાભારત. આમ રામ શબ્દમાં રામાયણ અને મહાભારત સ્માવિષ્ઠ છે.





No comments:

Post a Comment